________________
૩ કરતાં આ બધું સમભાવે સહન કર્યું, અને આત્મભાવના પ્રદિપ્ત કરી. અનુક્રમે ક્ષપક શ્રેણીમાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મોક્ષમાં ગયા. (અંતકૃત)
મહારાજા ઉદાયન અને ચંડપ્રદ્યોત બને વૈશાલિના ચેડા મહારાજાના જમાઈ હતા.
૪૪. ઉદાયન (૨) કૌશાંબી નગરીના શતાનિક રાજા અને મૃગાવતી રાણુને તે પુત્ર હતો. શતાનિકના મૃત્યુ પછી મૃગાવતી રાણીની કુશલતાથી ઉદાયન રાજ્યસન પર બેઠો હતો. તે ગાંધર્વ વિદ્યામાં પ્રવિણ હતો. એકવાર ઉજજયિની નરેશ ચંડપ્રદ્યોતે એક લાકડાનો હાથી બનાવી, તેમાં સુભટને બેસાડી વનમાં છૂટે મૂકો. આ હાથીને ઉદાયન પકડવા ગયે, પરંતુ તે પોતે જ પકડાઈ ગયો અને ચંડ પ્રદ્યોતને કેદી બને. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે એક અવિવાહિત પુત્રી હતી, તેને ગાંધર્વાદિ કળા શીખવવા માટે ઉદાયનને રાખે. ઉદાયને વાસવદત્તાને સર્વ પ્રકારની વિદ્યા શીખવી, આથી તે બંનેને પરસ્પર પ્રેમ બંધાય. સારો વેગ મળતાં ઉદાયન અને વાસવદત્તા બંને આ ઉડ્ડયન વિદ્યાથી નાસી ગયા. ચંડપ્રદ્યોતે તેમને પકડવા ઘણું કોશીશ કરી, પણ ફાવ્યો નહિ, તેથી પ્રધાનોના સમજાવવાથી ચંડપ્રદ્યોતે સ્વહસ્તે પિતાની પુત્રી વાસવદત્તા, ઉદાયનને પરણાવી અને પોતાના જમાઈ તરીકે તેને કબુલ રાખે.
૪૫ ઉબરદત પાડલીમંડનગર, સિદ્ધાર્થ રાજા, સાગરદત્ત શાહુકાર, ગંગદત્તા નામે તેની સ્ત્રી, તેને એક પુત્ર, નામ ઉંબરદત્ત.
પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. શ્રી ગૌતમ ભિક્ષાર્થે નીકળ્યા. તેમણે એક મહા રોગીષ્ટ પુરૂષ જે. જેને ખુજલી, કોઢ,