________________
૪૨
પૌષધ કર્યાં. ચંડપ્રદ્યોતે પણ પૌષધ ક્યૌં હતા. પ્રતિક્રમણને અંતે ઉદાયન રાજાએ ચ'ડપ્રદ્યોતની ક્ષમાપના ભાગી, તે વખતે ચડ પ્રદ્યોતે ‘ કેદીને ક્ષમાપના શી' એવા જવાબ વાળ્યેા. પ્રાતઃકાળે પૌષધ પાળીને ઉદાચન રાજાએ ચંડપ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને તેને દાસી સાથે પરણાવીને ઉજજિયનીને માગે રવાના કર્યાં. ત્યારબાદ ઉદાયન રાજા વિતભય નગરમાં આવ્યું. એક દિવસે તેને ભગવાન મહાવીરના દર્શનની અભિલાષા થઈ. તેવામાં જ પ્રભુવીર તે નગરમાં પધાર્યાં. આ સમાચાર સાંભળી ઉદયન રાજા ધામધૂમ પૂર્ણાંક પ્રભુના દર્શીને ગયા, અને દેશના સાંભળી વૈરાગ્યપ્રેરિત બન્યા. તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ, પરન્તુ તે સાથે એવા વિચાર થયા કે, જો હું મારૂં રાજ્ય મારા પુત્ર અભિચ કુમારને આપીશ, તા તે રાજ્યમાં આસક્ત બનીને નરકે જશે, તેથી કેશીને રાજ્ય આપવું ઈષ્ટ છે. એમ ધારી તેણે ધેર આવી પોતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું અને પાત્તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ( અભિચકુમાર રિસાઈને ચંપાનગરીમાં કાણિક પાસે જઈ રહે છે. પૂ કથા )
ઉદાયન મુનિ ભ. મહાવીર પાસે ૧૧ અંગ ભણ્યા અને પ્રભુની આજ્ઞા માગી એકલ વિહારી થયા. કરતા કરતા તેઓ વિતભય નગરમાં આવ્યા. આ સમાચાર કેશી રાજાને મળતાં, તેને વિચાર આવ્યા કે મામા પેાતાનું રાજ્ય પાછું લઈ લેવાની લાલચે અહિં આવ્યા જાય છે. તેથી તેણે ઉદાયનને ક્યાં પણ રહેવા માટે સ્થાન ન આપવાના પ્રજાને આદેશ આપ્યા; પરન્તુ આ આદેશના અનાદર કરીને એક કુંભારે ઉદાયનમુનિને ઉતારા આપ્યા. કેશી રાજાએ એક ખીજી યુક્તિ રચી. તેણે એક વૈદ્ય મારફત તેમને આહારમાં ઝેરી દવા અપાવી. આ દવાથી ઉદાયન મુનિને શરીરમાં અતૂલ વેદના થઈ. પરન્તુ મુનિએ કાઈ ઉપર લેશ પણુ ક્રોધ ન