________________
૩૭
ધીઓ, માતાપિતા અને વિપૂલ સંપત્તિને છેડી શહેરે શહેર ભટકું છું; અને ભીખના ટુકડાથી જીવન નિર્વાહ ચલાવું છું, હું કોણ? મારું સ્વરુપ શું છે? એ વિચારતાં જ તેને પૂર્વ સ્મરણ થયું અને અનિત્યભાવમાં પ્રવેશતાં કૈવલ્યજ્ઞાન થયું. દેવોએ તેને મુનિશ આપ્યો. નીચે ઉતરી તેણે પ્રજાજનોને બેધ આપે. જે વડે નટ કન્યા પણ વૈરાગ્ય પામી. રાજાને પણ “નટના મૃત્યુ ચિંત્વન” માટે પશ્ચાત્તાપ છે, અને એ રીતે (ગ્રંથાધારે ) ઈલાચીકુમાર, નટકન્યા અને રાજાને કૈવલ્યજ્ઞાન થયું. અને તેઓ મોક્ષમાં ગયા.
૪૦ ઉગ્રસેન રાજા,
કંસના પિતા ઉગ્રસેન, એ ભોજવિષ્ણુના પુત્ર હતા. પિતાની પછી પોતે ગાદી પર બેઠા હતા. તેમને ધારિણે નામની સ્ત્રી હતી. એકવાર ઉગ્રસેન રાજાએ કઈ એક તાપસને પિતાને ત્યાં જમવા માટે પારણનું નેતરું આપ્યું, પરંતુ તે વિસ્મૃત થવાથી તાપસને જમાડ્યા નહિ. આ પ્રમાણે ત્રણ વખત તેણે તાપસને જમવાનું નોતરું આપ્યું, પરંતુ બધી વખત તે તેને તેડવાનું વીસરી જ ગયો. આથી તાપસને ઘણે પશ્ચાત્તાપ થયો, તેણે પોતાનું ભયંકર અપમાન થયેલું માન્યું ને તે અપમાનને બદલે લેવાનો નિર્ણય (નિયાણું) કરતાં તે તાપસ મૃત્યુ પામીને તેજ ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિએ પુત્રપણે અવતર્યો. ગર્ભધારણના સમય દરમ્યાન રાણીને ખરાબ દોહદ ઉત્પન્ન થવાથી તેણીએ માન્યું કે કઈ પાપી જીવ પોતાના ઉદરમાં ઉત્પન્ન થયો છે; આથી તેણીએ પ્રસવેલા તે કુંવરને જન્મતા તજ, એક કાંસાની પેટીમાં ઘાલ્યો અને તે પેટી યમુના નદીમાં તરતી મૂકી. બીજી તરફ રાજાને કહેવડાવ્યું કે કુંવર જન્મીને તરત જ મૃત્યુ પામે છે. આ પેટી તરતાં તરતાં એક વણિકના હાથમાં આવી. તેણે ઘેર લઈ જઈને તે પેટી ઉઘાડી, તે તેમાંથી તરતનું