________________
૩૫
અદ્યાપિ ગૌતમ રોકી શકયા નહિ. એકવાર છેલ્લુ ચેામાસુ ભગવાને પાવાપુરીમાં કર્યું, ત્યારે અંતસમયે ભગવાને શ્રી ગૌતમને પેાતાના પરનો રાગ દૂર થઈ કૈવલ્યજ્ઞાન પ્રગટે તે માટે દેવશમાંં નામના બ્રાહ્મણને પ્રતિધ આપવા અર્થે મેાકલ્યા. તે વખતે એટલે કાર્તિક વદેિ ૦)) (ગુજરાતી આશા વદિ )) ) ના દિવસે પાછલી રાત્રે ભગવાન નિર્વાણ ( મેાક્ષ ) પામ્યા. પ્રભુના નિર્વાણ મહાત્સવ ઉજવવા આવતા દેવાને દેખીને શ્રી ગૌતમે આ વાત જાણી ત્યારે તરતજ તેઓ મૂર્છા પામ્યા. મૂર્છા વળ્યા પછી પ્રભુના વિરહ માટે શ્રી ગૌતમ ગણધર વિલાપ કરવા લાગ્યા. ‘વીર, વીર’ શબ્દનો ઉચ્ચાર કરતા તેમને આત્મતત્ત્વ–વીતરાગદશાનું અપૂર્વ ભાન થયું અને તે ક્ષપક શ્રેણિમાં પ્રવેશ્યા કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન પ્રગટયું અને તેએ મેાક્ષમાં ગયા. શ્રી ગૌતમે ૫૧મા વર્ષે દીક્ષા લીધી હતી. ૮૧ મા વર્ષોંના પ્રારંભે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું. ૧૨ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં વિચરી અનેક જીવાનો ઉદ્દાર કરી ૯૨ વર્ષોની ઉંમરે તેઓ મેાક્ષ પધાર્યાં હતા.
૩૯ ઈલાચીકુમાર.
ઈલાવન શહેરમાં એક ધનદત્ત નામના શેઠના તે પુત્ર હતા. એકવાર કેટલાક નટ લેાકા તે શહેરમાં રમવા આવ્યા અને ધનદત્ત શેઠની હવેલી પાસે વાંસડા ઉભા કરી રમત શરૂ કરી. આ નટલોકોને એક સુસ્વરૂપવાન કન્યા હતી. ઝરુખામાં બેઠા બેઠા રમત નિહાળતાં આ કન્યા પર ઈલાચીકુમારની દૃષ્ટિ પડતાં જ તે તેના પર માહિત બન્યા અને તે નટકન્યા સાથે લગ્ન કરવાના વિચાર કર્યાં. આ વાત તરતજ તેણે પોતાના પિતાને કહી, અને અઢળક ધનના ભાગે પણ તે નટકન્યા પોતાની સાથે પરણાવવાના આગ્રહ કર્યાં. ધનદત્ત શેઠે ઈલાચીને તેમ ન કરવા, અને પોતાની જ્ઞાતિની રૂપસુંદર કન્યા લાવી આપવા ઘણું સમજાવ્યા, પણ ઈલાચી એકના એ ન થયા. ત્યારે તેના પિતાએ આ વાત નટને ફરી, તેની કન્યા