________________
કરતાં બ્રાહણેએ જાણ્યું કે દેવ તે સર્વજ્ઞ મહાવીર નામના એક શ્રમણ આવ્યા છે ત્યાં ગયા. આથી ગૌતમઈદ્રભૂતિ અભિમાન પૂર્વક બોલી ઉઠયા કે – હું એક જ સર્વજ્ઞ છું. મહાવીર તો સર્વજ્ઞ પણને દાવો કરનાર ઇદ્રજાળીઓ છે, અને તેથી જ તેણે યજ્ઞમાં આવનાર દેવને ભ્રમમાં નાખી પિતાની તરફ ખેંચ્યા છે. એમ વિચારી તે ગૌતમ પિતાની સાથે ૫૦૦ શિષ્ય લઈ ભ. મહાવીર પાસે આવ્યા. ત્યાં સમવસરણની સુંદર રચના જોતાંજ તે મૂઢ બની ગયા. શરમને લીધે તે પાછા ફર્યા નહિ. પણ મનમાં વિચાર્યું કે મારા મનમાં હજુયે ઘણું સંશ છે, જે સર્વજ્ઞપણને દાવો કરનાર મહાવીર મારા સંશય ટાળે તે હું તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારું.
મન ૫ર્યવજ્ઞાન વડે પ્રભુ મહાવીરે ગૌતમના વિચાર જાણ લીધા અને કહ્યું –ગૌતમ! વેદમાં ત્રણ “દ'કાર છે તેને તને ઘણું વખતથી સંશય છે તે સાંભળ, હું તેનું સમાધાન કરું છું. તે ત્રણ
દ”કારના નામ –દાન, દયા અને દમ છે. આ ઉપરાંત “જીવ છે કે નહિ' એ બાબતની ઈંદ્રભૂતિની શંકાનું પ્રભુએ નિવારણ કર્યું. આથી છદ્રભૂતિને સંશય દૂર થશે અને ત્યાં જ તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. અને ત્રિપદી–ઉખેવા, વિનેવા, ધ્રુવેવાથી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું. પિતાના જ્ઞાનબળ વડે તેઓ સર્વ સાધુએમાં મુખ્ય ગણધર થયા. લબ્ધિવંત અને સૂત્રાર્થના પારગામી બન્યા. તેઓ હંમેશાં ભગવાનની પાસે જ રહેતા અને છઠ છઠના પારણું કરતા. પિતાને સંશય પડે કે ન પડે, તે પણ તેઓ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવતા. એક ભગવતી સૂત્રમાં જ તેમણે છત્રીસ હજાર પ્રશ્નો ભગવાનને પૂછયા છે. ભગવાન મહાવીરદેવ પર તેમને અતીશય મેહ હતો, અને તે કારણથી જ તેમના પછી દીક્ષિત થયેલા અનેક મુનિઓ કૈવલ્યજ્ઞાન પામેલા, પરંતુ શ્રી ગૌતમને કૈવલ્યજ્ઞાન નહોતું થતું. આ મોહ છોડી દેવા ભગવાન ઘણીવાર શ્રી ગૌતમને કહેતા, પણ ઉદયમાન પ્રકૃતિને