________________
રાજાએ પિતાના ભંડારમાં લઈ લીધું. આ વાત કમળાવતી રાણુના જાણવામાં આવી એટલે તેણે રાજાને કહ્યું કે પ્રથમ દાનમાં આપેલું ધન આપણાથી પાછું ન લેવાય. જે ઓકેલું ધાન્ય ફરી ખાઈ શકાતું હોય તો જ દાનમાં આપેલું ધન પાછું લેવાય. ધન એ તો કલેશ, ચિંતા, અને ભયનું કારણ છે. તે આપણને રોગ, જન્મ અને જરાથી મુકાવનાર નથી, માટે ધનને મેહ છેડી ધર્મમાર્ગમાં પ્રવર્તવું એ જ આપણી ફરજ છે. એ પ્રમાણે અનેક બોધવચનો કહી કમળાવતીએ રાજાને બુઝ અને પછી બંને જણાએ ચારિત્ર અંગીકાર કર્યું. તીર્થકર માર્ગની વિશુદ્ધ આરાધના કરતાં ઈષકાર રાજા મોક્ષ પામ્યા.
૩૮ ઈદ્રભૂતિ ઉર્ફે ગતમ.
1મ.
* ગોબર નામના ગામમાં ગૌતમગોત્રી વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને પૃથ્વી નામની સ્ત્રી હતી. તેમને ઈદ્રભૂતિ નામે પૂત્ર હતો. તે ચાર વેદ, ચૌદ વિદ્યા, આદિ છે શાસ્ત્રમાં પ્રવિણ હતો. ઈંદ્રભૂતિ પિતાના ગૌતમ નામના ગોત્ર પરથી “ગૌતમ” તરીકે પણ ઓળખાતા. બ્રાહ્મણ સમાજમાં તેમનું સારૂં માન હતું. એકવાર રાજગૃહિ નગરીમાં બાહુલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભે. તેના આમંત્રણથી ગૌતમ વગેરે મોટા મોટા ૧૧ બ્રાહ્મણ આચાર્યો પોતાના વિશાળ પરિવાર સાથે યજ્ઞમંડપમાં આવ્યા. તે સિવાય પણ બીજા ઘણું બ્રાહ્મણ હતા. એજ વખતે ભ૦ મહાવીર દેવ રાજગૃહિ નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. રચના કરવા માટે દેવોના યુથ યજ્ઞમંડપ પાસે થઈને નીકળ્યા. તે વખતે બ્રાહ્મણે ખૂશ થઈને વિચારવા લાગ્યા કે, આપણે યજ્ઞમંડપ જોવા માટે દેવો આવે છે, પણ થોડી જ વારમાં દેવો ત્યાંથી પસાર થઈને ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તપાસ