________________
હતી. જેમાં ગાય, ભેંસ, બળદ, પાડા વગેરે અનેક પશુઓ સુખપૂર્વક રહેતા હતા. તે ગામમાં ભીમ નામે એક કુડાહી હેતે હતા તે ઘણોજ પાપી હતો. તેને થપેલા નામે સ્ત્રી હતી. તે ગર્ભવંતી થઈ ત્યારે તેને ગાય ભેંસના આંચળનું તથા ગરદનનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ કરવા નિરંતર તે ચિત્તાતુર રહેતી, અને આર્તધ્યાન ધરતી. એક વાર ભીમને આ વાતની ખબર પડી એટલે તે મધ્ય રાત્રીએ ગૌશાળામાં આવ્યો અને હથીયાર વડે કેટલીએક ગાયે તથા ભેંસની ગરદન તથા આંચળની ચામડી કાપી નાખી, અને માંસ લઈને ઘેર આવ્યો. સ્ત્રીએ તે માંસ દારૂ સાથે મેળવી ભક્ષણ કરી, પોતાનો દેહદ પૂર્ણ કર્યો. અનુક્રમે નવમહિને તેણે એક બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંતજ બાળકે એક હેટી ભયાનક ચીસ પાડી, જેને પરિણામે ગામનાં ઘણું ઢેર બીકથી નાસભાગ કરવા લાગ્યા. તેથી આ બાળકનું નામ “ગેત્રાસિયા' પાડયું. આ બાળક
ટું થયું ત્યારે તેનો બાપ ભીમ ભરી ગયે. ગેત્રાસિયા ઘણે અધમ, કુકમ સેવનારો નીવડે, તેથી રાજાએ તેને સેનાપતિ બનાબે કે જેથી ગામમાં તેના દુષ્કર્મો ઓછાં થાય; છતાં ગોત્રાસીયે રેજ અર્ધી રાતે ઉઠી, બખતર પહેરી હાથમાં હથીયાર લઈ ગોશાળામાં જાય અને અનેક પશુઓના માંસ કાપી તેનું ભક્ષણ કરે. આવી રીતે ઘણા પાપને પુંજ ભેગો કરીને ગોત્રાસી મરણ પામીને બીજી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને તે વાણીજય નામના ગામમાં વિજયમિત્ર સાર્થવાહને ત્યાં તેની સુભદ્રા નામની સ્ત્રીને પેટે પુત્ર પણે અવતર્યો. અવતરતાં જ તેને ઉકરડામાં ફેંકી દીધે, છતાં ફરીથી પાછો લાવ્યા; તેથી તેનું નામ ઉઝિઝયકુમાર પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામતા આ ઉઝઝીયકુમાર દુર્વ્યસની બન્યા. ઈવાર જુગારીને ત્યાં, કેઈવાર વેશ્યાને ત્યાં, કોઈવાર કલાલને ત્યાં એમ રખડવા લાગ્યું. તે ગામમાં