________________
૩૮
જન્મેલું બાળક નીકળ્યું. વણિક તેને પિતાને ત્યાં રાખી સાર સંભાળ કરવા લાગ્યા. કાંસાની પેટીમાંથી નીકળેલ, માટે તેનું નામ કંસ રાખવામાં આવ્યું. કંસ અનુક્રમે વયવૃદ્ધિ કરવા લાગ્યા. વખત જતાં તે ખૂબ તોફાની નીવડો, આથી વણિકે કંટાળીને તે પુત્ર વસુદેવ રાજાને સેં. એકવાર તે કંસ, વસુદેવની સાથે રાજા જરાસંઘના દુશ્મન સિંહ રથને પકડવા ગયે, તેને પકડ્યા પછી તે જરાસંઘની પુત્રી છવયશાને પરણ્ય. પિતે ઉગ્રસેન રાજાને પુત્ર છે અને ભાતાએ તેને જન્મતાં જ નદીમાં ફેંકી દીધો હતો, આ વાતની તેને ખબર પડતા જ, તેણે ઉગ્રસેનને કેદમાં પૂર્યો અને પોતે ગાદીપર બેઠે. પાછળથી શ્રી કૃષ્ણ કંસને મારી ઉગ્રસેનને છોડાવ્ય; પણ ઉગ્રસેન જરાસંઘના ભયથી કૃષ્ણ સાથે નાસીને દ્વારિકામાં આવી રહ્યો. ઉગ્રસેનને કંસ ઉપરાંત અતિમુક્ત પુત્ર તથા રાજેમતિ નામક પુત્રી વગેરે હતા. રામતી અને અતિમુક્ત કુમારે જૈન પ્રવર્યા અંગીકાર કરી હતી.
૪૧ ઉજજવાળી કુમાર. શ્રેણિક રાજાની ધારિણે નામક રાણીના એ પુત્ર અને જાલીકુમારના સગા ભાઈ હતા. યૌવનાવસ્થા થતાં તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. ભ. મહાવીરની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયે અને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સોળ વરસ ચારિત્ર પાળ્યું. ગુણ રત્ન સંવત્સર નામને મહાતપ કર્યો. અને અંત સમયે અનશન કરી, મૃત્યુ પામી તેઓ જયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
કર ઉઝિઝય કુમાર હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામને રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક જેવા લાયક અનેક સ્તંભવાળી ગાશાળા