________________
શ્રાવક અને સાધુનું આબેહુબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જીજ્ઞાસા બુદ્ધિ જાગી. અને પ્રભુ પાસે તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યો. ઘેર આવી તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યાની વાત પિતાની પત્નીને કરીને, તેણુને પણ તેમ કરવા ઉપદેશ્ય. એટલે શિવાદેવીએ પણ પ્રભુ પાસે જઈ બારવ્રત અંગીકાર કર્યો. એ રીતે ઉભય પતિપત્ની શ્રાવક ધર્મનું સુંદર રીતે પ્રતિપાલન કરતાં, સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યા.
કેટલાક કાળ આ પ્રમાણે પસાર થયા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનું મન થયું, એટલે તેમણે સગાં સંબંધીઓને જમાડી, ગૃહકાર્યભાર પિતાના મેટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વહન કરવા લાગ્યા. આકરાં તપથી શરીર દુર્બલ બન્યું. એક વખત પાષધવૃત્તમાં ધર્મચિંત્વન કરતાં તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી દીધું. અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું જ અને ઉત્તરમાં ચુલહિમવંત અને વર્ષધર પર્વત જોયા. ઉંચે સૌધર્મ દેવલોક અને નીચે રત્નપ્રભા નરકને વાસ છે. આ જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુ મહાવીરના દર્શનની તેમને જીજ્ઞાસા થઈ
ભાગ્યવશાત પ્રભુ મહાવીર તેજ ગામમાં પધાર્યા. મૈતમ મુનિ ગાચરીએ નીકળ્યા. લેકોને મેઢે આનંદના અનશન અને અવધિ જ્ઞાનની વાત સાંભળી શ્રી ગૌતમ આનંદ શ્રાવકની પિષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતાં જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું. અને પછી વિવેકપૂર્વક પ્રશ્ન કર્યો કે –મહારાજ, શ્રાવકને સંસારમાં રહેતા થકાં અવધિજ્ઞાન થાય?
ૌતમે જવાબ આપે –હા, થાય.
આનંદ-પ્રભુ! મને તે થયું છે. હું લવણુ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી, તથા સૌધર્મ દેવલેક અને રત્નપ્રભા નરક દેખું છું.