________________
જન્મ થયો. નિયમ મુજબ છપન કુમારિકા દેવીઓએ આવી, સૂતિકાકર્મ, કર્યું. ૬૪ ઈદ્રોએ આવી જન્મોત્સવ ઉજવ્યું. પ્રભુ ગર્ભમાં હતા તે દરમ્યાન સર્વને અભિનંદ થયેલે, તે પરથી તેમનું નામ “અભિનંદન’ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વ્યતિત કરી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમના પિતાએ ઘણી રાણીઓ સાથે તેમનું પાણપ્રહણ કરાવ્યું. તેમનું દેહમાન ૩૫૦ ધનુષ્યનું હતું. સાડાબાર લાખ પૂર્વની ઉમરે પહોંચતાં પિતાએ આપેલું રાજ્ય ગ્રહણ કર્યું. સાડી છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂગ સુધી રાજ્ય ચલાવ્યું. પછી સંયમને ભાવ થતાં વરસીદાન દેવું શરૂ કર્યું, અને મહા સુદિ ૧૨ ને દિવસે પ્રવર્યા અંગીકાર કરી, તેમની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવર્યા લીધી.
૧૮ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. અભિનંદન જિનને પિશ શુદિ ચૌદશે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૧૧૬ ગણધર હતા. તેમાં સૌથી મોટા વનાભ હતા. તેમના શાસનમાં ત્રણ લાખ સાધુ, ૬૩૦ હજાર સાવી, ૨૮૮ હજાર શ્રાવકે અને પ૨૭ હજાર શ્રાવિકાઓ હતા. સાધુમાં ૯૮ ૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ ચૌદપૂર્વી હતા. એક લાખ પૂવ માં આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ ઓછા સમય સુધી કેવળજ્ઞાનીપણે વિચર્યા. અંત સમયે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસને અનશન કર્યો અને તેઓ વૈશાખ શુદિ આઠમે પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધગતિને પામ્યા.
૨૩ અઈવતા સુકુમાલ ઉજજયિની નગરીના ધનશેઠ નામના એક શ્રેષ્ઠિને ત્યાં નલિની ગુલ્મ નામના વિમાનમાંથી ચવીને એ ઉત્પન્ન થયા હતા. યુવાવસ્થાએ પહોંચતા તેઓ અનેક સ્ત્રીઓને પરણ્યા. ભોગવિલાસમાં દિવસો નિર્ગમન કરતાં, રાત્રિ કે દહાડે કેવી રીતે પસાર થાય છે તેની પણ તેમને ખબર પડતી ન હતી. એવામાં તે નગરમાં આર્યસુહસ્તિ નામના એક તપસ્વી મુનિ પધાર્યા. તેમના ઉપાશ્રય સ્થાન સામે જ બરાબર અવંતા સુકમાલનો મહેલ હતા. મુનિ