________________
૧૭
સ્વાધ્યાય કરતા હતા, તેમાં નલિની ગુલ્મ વિમાનના અધિકારની વાત આવી. અઈવંત ધ્યાન પૂર્વક આ સાંભળી રહ્યો હતે. સાંભળતાં જ તે આશ્ચર્યચકિત બન્યો અને તેને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. જાતિ સ્મરણશાન થતાં તરત જ તે મુનિ પાસે આવી પહોંચે અને કહેવા લાગ્યા–મુનિદેવ, શું આપ પણ નલિની ગુમ વિમાનમાંથી આવ્યા છે? મુનિએ કહ્યું –ના. હું તે ભગવાને કહેલા અધિકારનો સ્વાધ્યાય કરું છું. અવંતે કહ્યું –કૃપા કરી મને ત્યાં જવાનો રસ્તો બતાવે. મુનિએ તેને કેવલી પ્રરૂપિત ધર્મ સંભળાવ્યો. અઈવંત વૈરાગ્યવાન બને અને તે માતાપિતા, સ્ત્રી આદિની રજા લઈ દીક્ષિત બની ચાલી નીકળ્યો. સત્વર નલિની ગુલ્મ વિમાનમાં પહોંચવા ગુરૂની આજ્ઞા લઈ તેમણે ભિક્ષુની બારમી પ્રતિમા ધારણ કરી અને સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થયા. ગુરુએ આ ક્રિયાનું ફળ મેક્ષ બતાવ્યું, પરંતુ અઈવંત સુકમાલે નલિની ગુલ્મ વિમાનમાં જવાનું નિયાણું (સંકલ્પ) કર્યું. એવામાં તેની પૂર્વભવની સ્ત્રી કઈ પૂર્વકર્મને યોગે શિયાળણી (ગ્રંથાધારે) થઈ હતી તે, ફરતી ફરતી આ સ્થળે આવી પહોંચી. તેને અવંત સાથે પૂર્વભવનું કઈ વૈર હોય કે સ્વાભાવિક કારણથી તેણે પ્રસ્તુત મુનિનું શરીર વિદારી માંસ ભક્ષણ કરવા માંડયું. મુનિને ઉવેદના થવા લાગી. ધીમે ધીમે તે શિયાળણુએ મુનિનું આખું શરીર લોહી લોહાણ કરી મૂકયું. આ પરિષહથી મુનિ લેશ પણ ડગ્યા નહિ, કે મનમાં અસદભાવ આ નહિ. પરિણામે મુનિ ત્યાં કાળ ધર્મ પામી સંકલ્પનાના બળે નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
૨૪ અરણિક તગરા નામના નગરમાં દત્ત નામના વણિકના તે પુત્ર હતા. એક વાર મિત્રાચાર્ય નામના કોઈ સ્થીર મહાત્મા ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી બોધ પામી દત્ત તથા તેની સ્ત્રી ભદ્રાએ પોતાના બાળક અરણિક સાથે દીક્ષા લીધી. દીક્ષિત પિતાને બાળક પર અતિ મેહ હતા,