________________
હતું. તે પ્રભુ મહાવીર પાસે આવ્યો અને બધા સાંભળી વૈરાગ્યવાન બ, માતાની રજા લઈ તેણે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અતિશય તપશ્ચર્યા કરી, પાંચ વર્ષનું ચારિત્ર પાણી અભયકુમાર વિજય નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધરી, ઉત્કૃષ્ટ સંયમ પાળી મેક્ષમાં જશે.
૨૦ અભિચ વિત્તભય નામની નગરીના ઉદાયન રાજાને એ પુત્ર હતે. ઉદાયન રાજાએ પિતાનું રાજ્ય અભિચને સુપ્રત ન કરતાં, તેના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું, આથી તેને પિતા પર ક્રોધ થયે; એટલું જ નહિ પણ કેશીના હાથ નીચે રહેવું તેને ઉચિત ન લાગ્યું, તેથી તે પિતાના મસીયાઈ ભાઈ રાજા કાણિક પાસે જઈ રહ્યો, ત્યાં જૈન સાધુના સંસર્ગમાં આવતાં તે જૈનધર્મી બન્યા અને શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. અંત સમયે તેણે ૧૫ દિવસનું અનશન કર્યું, અને પિતાના રેષને ખમાવ્યા વિના તે કાળધર્મ પામી દેવલોકમાં ગયા, ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મ લેશે અને પૂર્વ કૃત્યને પશ્ચાતાપ કરી, સંયમની આરાધના વડે મેક્ષમાં જશે.
૨૧ અભિચંદ વિષ્ણુરાજાના એ પુત્ર હતા. તેમણે તેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરેલું. ૧૬ વર્ષને દીક્ષા પર્યાય ભેગવી, એક માસના અનશને તેઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. (અંતકૃત).
રર અભિનંદન વર્તમાન વીસીના એ ચોથા તીર્થંકર હતા. તેઓ અયોધ્યા નગરીમાં સંવર નામે રાજાની સિદ્ધાથી નામક રાણીની કુક્ષિાએ વિજય વિમાનમાંથી આવીને વૈશાખ શુદિ ૪ ના દિવસે ઉત્પન્ન થયા. માતાએ ચદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થતાં મહા શુદિ બીજની રાત્રે તેમને