________________
કહ્યું –હે ગૌતમ, પૂર્વ ભવે તે આજ નગરમાં નિન્દવ નામે વાણું, હતા, તે ઈડાનો વેપાર કરતો-ઈંડાને શેકી-તળીને વેચતે અને પોતે પણ ખાતો. આ ઘોર પાપ કરી એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તે ત્રીજી નરકે ગયા હતા, ત્યાંથી ચ્યવી તે અભગ્નસેન ચેર થયો છે, અને હિંસા, ચોરી, અધર્મ, અણાચાર અને દુર્વ્યસનને ભોગી બની ઘેર પાપ કર્યું છે, તેના ફળ સ્વરૂપે રાજાએ તેની આ દશા કરી છે, એટલુંજ નહિ પણ તે આજે ત્રીજા પહોરે શુળી પર ચડી ૨૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧ લી નરકે જશે, ત્યાંથી નીકળી જન્મ મરણના અનેક ભો કરી આખરે તે વારાણસી નગરીમાં એક શ્રેષ્ઠિને ત્યાં જન્મ લઈ, સંયમ પાળી મેક્ષમાં જશે.
૧૯ અભયકુમાર
રાજગૃહિના શ્રેણિક રાજાની અનેક રાણીઓમાં નંદા નામે રાણું હતી, તેનાથી અભયકુમાર નામનો મહા બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતે. શ્રેણિક રાજાએ પિતાના પાંચસો પ્રધાને માં અભયકુમારને મુખ્ય પ્રધાનની જગ્યા આપી હતી. અભયકુમારની બુદ્ધિમતા, રાજ્યનિપુણતા અને સમાનતાના સદ્દગુણેથી તે રાજ્યમાં સર્વત્ર પ્રિય થઈ પડયો હતું, અનેક અપરાધીઓને તેણે પિતાની બુદ્ધિમતાથી શોધી કાઢી, પ્રજાને નિશ્ચિત બનાવી હતી. ધારિણી અને ચેલણાદિપિતાની અપર માતાઓ હોવા છતાં તેણે તેમના દેહદ, તપ અને યુક્તિથી પૂર્ણ કરાવ્યા હતા. વૈશાલક નગરીના ચેડા રાજાને પરધર્મીને કન્યા નહિ આપવાની પ્રતિજ્ઞા હતી; છતાં શ્રેણિક રાજાને તે ચેડા રાજાની સુઝા નામની પુત્રીને પરણવાની ઇચછા થઈ. પિતાની ચિંતા ટાળવા અભયકુમારે યુક્તિપૂર્વક સુચેષ્ટાનું હરણ કરવાનું ધાર્યું, પરંતુ સુચેષ્ટાને બદલે તેના રૂપને મળતી ચેલણ આવી; શ્રેણિકે ચેલણ સાથે ઉમંગથી લગ્ન કર્યું.