________________
૨૫
છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયો. લગભગ છ મહિનાનો ભૂખ્યા તરસ્ય અર્જુન દીન બની, મૂછ ખાઈ જમીન પર ઢળી પડયો. સુદર્શને આશ્ચર્ય પામી પ્રભુને આભાર માન્યો. તેણે અનમાળીને બેધ આપે અને ભ૦ મહાવીર પાસે લઈ ગયા. ભગવાનના ધર્મોપદેશથી વૈરાગ્ય પામી અજુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યત છ છઠ્ઠને તપ કરવાનો નિયમ કર્યો. પારણને દિવસે શહેરમાં ગૌચરી અર્થે નીકળતા હજારે કે તેના પર પત્થરને વર્ષાદ વરસાવી, સંતાપ આપતા. તે સઘળું ઉત્કૃષ્ટ પરિણામે અજુન મુનિ સહન કરતા અને આત્માના સ્વરૂપને વિચારતા. આ પ્રમાણે સમભાવે પરિષહ સહન કરતા અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એજ ભવમાં અર્જુનમાળીને કૈવલ્યજ્ઞાન થયું અને તે કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા.
- ૩૧ અષાડાભૂતિ અષાડાભૂતિ નામના એક મહાસમર્થ આચાર્ય હતા. તેમને શિષ્યને સારે પરિવાર હતો. એક શિષ્યના અંતઃકાળ વખતે તે આચાર્યું તેને કહ્યું કે તું અહિથી કાળ કરીને જે દેવ થાય, તે મને આવીને કહી જજે. શિષ્ય કાળ કર્યો અને તે દેવલોકમાં ગયો. પણ ત્યાંની સુખ સમૃદ્ધિમાં લીન થવાથી તે ગુરુ પાસે આવ્યો નહિ. આથી આચાર્યને જૈનમાર્ગની સત્યતા વિષે સંશય થયો. “સ્વર્ગ, નરક કે મેક્ષ જેવું કાંઈ છે જ નહિ, અને જે હોય તે મૃત્યુ પામેલ મારે શિષ્ય મારા પ્રેમને વશ થઈ અહિંયા કેમ ન આવે?” માટે આ જૈન માર્ગ છોડી દે અને ઘેર જઈ સ્ત્રી સુખ ભોગવવું એજ ઈષ્ટ છે. આવો વિચાર કરી અષાડાભૂતિ ઘર તરફ જવા નીકળ્યા. આ વાત પેલા દેવ થયેલા શિષ્ય અવધિજ્ઞાનથી જાણું, એટલે ગુરુને સ્થિર કરવા તે મૃત્યુલેકમાં આવ્યો અને રસ્તે જતા આચાર્ય સન્મુખ