________________
૨૪
તે વખતે અર્જુનમાળી યક્ષની પૂજામાં લીન હતા, ખીજી તરફ તેની સ્ત્રી બધુમતી બગીચામાં ફૂલા વીણતી હતી, તેના પર આ છએ મિત્રાની દૃષ્ટિ પડતાં તેમને દુમુદ્ધિ થઈ, છએ જણાએ સંકેત કરી અર્જુનમાળીને બાંધ્યુંા, અને પછી અધુમતી પર બળાત્કાર કર્યાં. આ દૃશ્ય જોઇ અર્જુનમાળી ક્રોધાયમાન થયા અને યક્ષને ઉપાલંભ આપતા કહેવા લાગ્યા કેઃ–હે દેવ, હું તારી રેાજ સેવા પુજા કરૂ છું, છતાં મારી જ હાજરીમાં, મારા સામે મારા આ દુષ્ટ મિત્રા,મારી સ્ત્રીની આબરુ પર હાથ મૂકે છે, એ તું કેમ જોઈ શકે છે? મને સહાય કર. અર્જુનના આ ઉપાલંભથી યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યાં, તેના અધન તૂટી ગયા. હાથમાં હજાર મણ વજનનું મુગળ રહી ગયું છે એવા યક્ષમય અને ત્યાંથી દોડી જઇને, તેના છ મિત્રા અને બધુમતી સ્ત્રીના નાશ કર્યાં. અર્જુનને ક્રોધ મ્હાતા ન હતા. સાત જણને મારી નાખ્યા પછી તે શહેર તરફ ધસ્યા, અને જેટલા જેટલા માણુસા તેને રસ્તામાં મળ્યા, તે બધાને તેણે જીવ લીધા. શહેરમાં હાહાકાર થયા. રાજાને ખખર પડી એટલે તરત જ નગરીના દરવાજા બંધ કરાવી દીધા. અર્જુનમાળી શહેર બહાર કીલ્લાની એથે આથે ચારે તરફ ઘુમતા હતા, અને નજરે ચડતાં માણુસાના સહાર કરતા હતા. (આમ પાંચ માસ અને ૧૩ દિવસ સુધી અર્જુનમાળી ફર્યાં અને ૧૧૪૧ માણસાના તેણે નાશ કર્યાં.) કઇ માણસ શહેર બહાર નીકળવાની હિંમત કરતું નહિ, એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર શહેરમાં પ્રસર્યાં. તે વખતે સુદર્શન નામને ભગવાનનેા એક પરમ ભક્ત શ્રાવક હતા, તે આ સમાચારથી એસી રહી શકયા નહિ. તેણે રાજાને વિનતિ કરી, અને અતિ આગ્રહે તે રજા લઇ શહેર બહાર નીકળ્યા, તેવામાં તેણે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જુનમાળીને જોયેા. મરણાંત ઉપસર્ગ ાણી, સુદર્શને ત્યાં સાગારી સંથારા ર્યાં અને કાયાત્સગ ધ્યાને ઉભા. અર્જુનમાળી તેના પર ધસી આવ્યા, અને મુગળ ઉપાડી જ્યાં તેને મારવા જાય