________________
૧૧
૧૬ અનંતનાથ.
અયેાધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામક રાણીની કુક્ષિમાં, પ્રાણત દેવલાકથી ચ્યવીને, શ્રાવણ વદ સાતમે શ્રી અનંતનાથ ઉત્પન્ન થયા હતા. તે વખતે માતાએ ૧૪ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરા થયે, વૈશાક ર્વાદ ૧૩ ને દિવસે આ ૧૪ મા તીર્થંકર શ્રી અનંતનાથના જન્મ થયા. છપ્પન કુમારિકા દેવીએ અને ઇંદ્રોએ આવી તેમના જન્મ મહાત્સવ ઉજવ્યેા. અનંતનાથ ગર્ભમાં આવતા દુશ્મનાએ અયેાધ્યા નગરીને ઘેરા ધાલેલે, પણ શત્રુઓના અનંત ખળને સિંહસેન રાજા હઠાવી શક્યા હતા, તેથી પુત્રનું નામ અનંતજીત ’પાડવામાં આવ્યું. તેમનું દેહમાન ( શરીરની ઉંચાઈ) ૫૦ ધનુષ્યનું હતું. પિતાના સંતાષને ખાતર તેઓ પરણ્યા. સાડાસાત લાખ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. પંદર લાખ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સયમ લેવાના નિરધાર કર્યાં. વરસીદાનમાં લાખા સુવર્ણ મહારે। આપી, એક હજાર રાજા સાથે વૈશાખ વદ ૧૪ ના રાજ તેમણે સંયમ ધારણ કર્યો. તે પછી ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ તરીકે રહ્યા અને વૈશાક વદ ચૌદશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને ૫૦ ગણધર હતા. તેમાં સૌથી મેટા યશ હતા.
6
2
અનંતનાથ પ્રભુના સંધ પિરવારમાં ૬૬ હજાર સાધુ હતા, તેમાં ૯૦૦ ચૌદ પૂર્વધારી, ૪૩૦૦ અવધિજ્ઞાની, અને ૫ હજાર
કેવળજ્ઞાની હતા. ૬૨ હજાર સાધ્વી, ૨૦૬ હજાર શ્રાવકા અને ૪૧૪ હજાર શ્રાવિકાઓના પરિવાર હતા. કૈવલ્યજ્ઞાનીપણે તે સાડાસાત લાખ વર્ષમાં ત્રણ વર્ષ એછા સમય સુધી વિહાર કર્યાં. અંતે સમેતિશખર પર્વત પર જઈ, એક માસને। અનશન કરી ચૈત્ર મેક્ષમાં ગયા. તેમણે
શુદિ પાંચમે છ હજાર સાધુએ સાથે તે એકંદર ૩૦ લાખ વર્ષોંનુ આયુષ્ય ભાગવ્યુ' હતું.