________________
૧૦
કર્યા કરતાં હતાં, પણ તેમાંનાં કાઈ પણ મારી આ વેદના જરાયે આછી કરી શક્યાં નહિ. રાજન, આ મારૂં અનાથપણું હતું. તે વખતે હું સમજ્યા કે સૌ કાઈ જગતનાં પ્રાણીયા અનાય છે, કાઈ કાષ્ટના નાથ થઈ શકતા નથી, પણુ જો સંયમ લઈ પાતે જ પાતાના નાથ બનવાના માર્ગ ગ્રહણ કરે તેા જ બની શકે, અને ત્યારે જ અનાથપણું ટળી શકે. આ વિચારે એક રાત્રિની કાઇ ધન્ય પળે મારી વેદના શાંત થઈ, મેં સુખ-નિદ્રા અનુભવી અને ખીજે દિવસે મેં મુનિપણું અંગીકાર કર્યું. રાજન, હવે કહે, કે તું મારા નાથ થઈ શકીશ ? વિચાર કર, કે તું પે।તે નાથ છે કે અનાથ ? રાજા વિચારમાં પડ્યો, મુનિએ તેને ખાધ આપ્યા. આથી શ્રેણિક રાજા બૌદ્ધધર્મના ઉપાસક મટી જૈનધર્મના અનુયાયી બન્યા. અનાથી મહા નિગ્રન્થ કર્મના ક્ષય કરી મેક્ષ પામ્યા.
૧૩ અનાવૃષ્ટિ.
વસુદેવ રાજાની ધારણી રાણીના એ પુત્ર હતા, ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા હતા, પરન્તુ પ્રભુ તેમનાથના એક જ અખંડ ઉપદેશના યેાગે વૈરાગ્ય પામી પ્રભુ પાસે દીક્ષિત બન્યા હતા. ચૌદપૂ અભ્યાસ કરી, વીસ વર્ષની ઉગ્ર સયમઆરાધના કરી, શત્રુ જય પર્વત પર સંથારા કરી તે નિર્વાણુ પામ્યા. ( અંતકૃત ) ૧૪ અનિકસેન.
લિપુર નગરના નાગ ગાથાપતિની સુલસા નામક શ્રીના એ સૌથી માટા પુત્ર હતા. તેમનું વૃત્તાન્ત અજીતસેનના વૃત્તાન્તને મળતું છે.
૧૫ અનિરુદ્
તેઓ પ્રદ્યુમ્ન રાજાની વૈદરભી રાણીના પુત્ર હતા. ભગવાન તેમનાથના ઉપદેશે વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષિત થયા અને મહાતપ કરી મેાક્ષમાં ગયા. ( અંતકૃત )