Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદનાં ગામે, ખેડૂતો અને જમીનદારે ૭૩ ૭ એટલે જમીનદારે સરકારને ભરવાની ઠરાવેલી રકમ. બંગાળ તેમ જ બિહારમાં આ રકમ કાયમને માટે ઠરાવવામાં આવી હતી. એમાં કશા ફેરફારને માટે અવકાશ નહોતે. પછીથી વાયવ્ય તરફ અયોધ્યા અને આગ્રા સુધી બ્રિટિશ અમલ ફેલાય ત્યારે આ બાબતમાં બ્રિટિશ નીતિમાં ફેરફાર થયો. હવે તેમણે જમીનદારે સાથે બંગાળની જેમ કાયમી નહિ પણ કામચલાઉ અથવા હંગામી જમાબંધી કરી. અમુક સમય પછી – સામાન્ય રીતે ત્રીસ ત્રીસ વરસે– દરેક હંગામી જમાબંધીની તપાસ કરવામાં આવતી અને સરકારને ભરવાની જમીનમહેસૂલની ફરીથી આકારણી કરવામાં આવતી. સામાન્ય રીતે હરેક તપાસણી વખતે મહેસૂલમાં વધારો કરવામાં આવતું.
દક્ષિણમાં મદ્રાસ અને તેની આસપાસના પ્રદેશમાં જમીનદારી પદ્ધતિ નહોતી. ત્યાં આગળ ખેડૂતે પોતે જમીનના માલિક હતા એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની જોડે સીધેસીધું મહેસુલ ઠરાવ્યું. પરંતુ ત્યાં આગળ તેમ જ બીજે બધે પણ તૃપ્ત ન થઈ શકે એવા લેભથી પ્રેરાઈને કંપનીના અધિકારીઓએ જમીન મહેસૂલની બહુ ભારે આકારણી કરી અને તે નિર્દયતાપૂર્વક વસૂલ કરવામાં આવતું. મહેસૂલ ન ભરાવાને કારણે ખેડૂતને તત્કાળ જમીન ઉપરથી હાંકી કાઢવામાં આવતા. પણ એ ગરીબ બીચારો ખેડૂત ક્યાં જઈ શકે એમ હતું ? જમીન ઉપર વધારે પડતું દબાણ હોવાને લીધે હમેશાં જમીનની બહુ ભારે માગ રહેતી. એવા કેટલાયે ભૂખે મરતા લોકો હતા જેઓ કોઈ પણ શરતે જમીન લેવાને આતુર હતા. લાંબા વખતથી હાડમારી વેઠી રહેલા ખેડૂતની યાતનાઓ અસહ્ય થઈ પડતી ત્યારે તેઓ પણ જીવ પર આવી જતા અને વારંવાર લડાઈ ઝઘડા તથા રમખાણો થવા પામતાં. . ૧૯મી સદીના વચગાળામાં બંગાળમાં બીજે જુલમ શરૂ થયું. ગળીને વેપાર કરવાને માટે કેટલાક અંગ્રેજો જમીનદાર બન્યા. તેમણે ગળીની ખેતી કરવા માટે પોતાના સાથિયાઓ જોડે બહુ આકરી શરતે કરી. તેમની ખેડાણની જમીનના અમુક ચોક્કસ ભાગમાં ગળીની ખેતી કરવાની તેમ જ અમુક નક્કી કરેલા ભાવથી તે પિતાના અંગ્રેજ જમીનદારે અથવા (ઑન્ટર્સ)નીલવરોને– તેઓ એ નામથી ઓળખાતા હતા – વેચવાની તેમને ફરજ પાડવામાં આવતી. આ પ્રથાને બગીચા પદ્ધતિ (ઑન્ટેશન સિસ્ટમ) કહેવામાં આવે છે. ખેડૂતો ઉપર લાદવામાં આવેલી શરત એટલી બધી આકરી હતી કે તે પૂરી કરવી એ તેમને માટે મુશ્કેલ હતું. વળી અંગ્રેજ સરકાર નીલવરોની મદદે આવી અને ખાસ કાયદા કરીને ખેડૂતોને તેમાંની શરતે અનુસાર ગળીની ખેતી કરવાની ફરજ પાડી. આ કાયદાઓ તથા તેમાં ઠરાવેલી શિક્ષાને પરિણામે નીલવરોના એ સાથિયા ખેડૂતની દશા કેટલેક અંશે નીલવરના દાસ અથવા તો ગુલામેના જેવી થઈ ગઈ ગળીનાં કારખાનાંના એજ ટે અથવા આડતિયાએ