________________
ધાવ-મા
૧૭
મિસ ટસને આ મુલાકાતનો ઝટ અંત લાવવા સૂચના આપી દીધી; અને પોતે રિયાઝને કહ્યું –
તારી બહેન જેમિમા તારા ધાવણ બાળકને બરાબર સાચવશે જ; એટલે તે તારે ખૂબ ખુશીમાં રહેવા કોશિશ કરવી જોઈએ, અને તારા બાળકની ચિંતા સદંતર ભૂલી જવી જોઈએ. તું જાણે છે ને કે, આપણી આ દુનિયા કોશિશની દુનિયા છે. તારે પહેરવાનાં શોકનાં કપડાંનું માપ હવે આપી દે. મારી દરજણ તને સરસ કપડાં સીવી આપશે. નાના ડોબીની માતાના તાજેતરના મૃત્યુને કારણે હમણું અહીં શેકનાં જ કપડાં પહેરવાં પડશે, પણ તેય આ ઘરને છાજે તેવાં સુંદર સુઘડ હશે જ.”
અરે એ કપડાંમાં તું એવી સરસ શોભશે કે, તારા પતિ તો તને ઓળખી જ નહિ શકે,” મિસ ટેકસે ઉમેર્યું.
અરે એ ગમે તેવી દેખાય કે ગમે ત્યાં દેખાય, પણ હું એને ઓળખી જ કાટુને !” ભલા ટૂડલે જવાબ આપ્યો.
ખાનપાનમાં તને જોઈતી બધી પુષ્ટિકારક ચીજો મળશેપણ સ્વાદના ચટકા કરવા જશે, તે નહિ પાલવે. નાનકડા બાળકને સાચવવાનું એટલે, સમજી? ” મિસિસ ચિકે કહ્યું.
“, બાન, છોકરાની માને વળી એ સમજાવવાનું હોય ?” ભલી રિચા જવાબ આપ્યો.
“અને તને તારું પોતાનું બાળક ગમે તેટલું વહાલું હોય, પણ નોકરીએ રહ્યા પછી મારા ભાઈના પુત્રને સંભાળવાની જ ફિકર તારે રાખવાની. તારા બાળક માટે ઝૂર્યા નહિ કરવાનું સમજી? પગાર લઈએ, તેનું કામ બરાબર જ કરવું જોઈએ, મિસિસ ચિકે આખરી ઉપદેશ આપી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org