________________
ધાવમા દરમિયાન પછી તારે તારા કુટુંબને ખ્યાલ છોડી દેવો પડશે. તારે તે લેકોને લગભગ મળવાનું જ નહિ. અને તારી નોકરી પૂરી થાય, અને તને પગાર મળી રહે, પછી તારે અમારા કુટુંબને પણ એમ જ ભૂલી જવાનું, સમજી?”
મિસિસ ટૂડલને આમાંનું કશું સમજાય તેમ ન હતું, પણ તેના પતિએ બધી વાતને હાજિયો ભણ્યા કર્યો.
મિ. ડોમ્બીએ ઉમેર્યું, “તારે તારાં બાળકો છે જ; એટલે મારા પુત્ર તરફ તારે કશી માયા-મમતા ઊભી કરવાની કે બાંધવાની નથી. અને નોકરી પૂરી થઈ તથા તારા પૈસા ચૂકવાઈ ગયા, એટલે પછી તું તારે ઘેર અને મારે પુત્ર મારે ઘેર, એમ સમજવાનું, સમજી ?”
આટલી આવશ્યક બાબતો કહી દીધા પછી મિડોમ્બીએ પગારની વાત નક્કી કરવાનું કામ પોતાની બહેનને સોંપી દીધું; અને પિલના પતિને સધીને કહ્યું, “તારે એક પુત્ર છે, કેમ ?”
“ચાર તો છે જ, સાહેબ, ચાર નર અને એક માદા.” “વાહ, તું પાવી શકે એથી વધારે કહેવાય, ઓછાં નહીં.” “એક જ વસ્તુ મને ન પિવાય, સાહેબ.” “ કઈ?”
એમાંનું કાઈ ઓછું થાય છે.” તને વાંચતાં આવડે છે ?” * ખાસ નહીં.” “લખતાં ?” “ચાક વડે.” “તારી ઉંમર બત્રીસ તેત્રીસ જેટલી તો હશે જ.” “લગભગ, સાહેબ.” “તો પછી તું ભણતો કેમ નથી?”
“ભણવાનો જ છું, સાહેબ, મારા નાનકડાઓમાંથી એક જણ નિશાળે જશે ત્યારે મને શીખડાવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org