________________
ધાવમા સમયે યોગ્ય સપાટો મારી લેવાનું નકકી કરી, તેમણે તવંગર ભાઈની આ ઘમંડી બહેનને વધુ છેડવાનું તાત્પરતું મુલતવી રાખ્યું. તેમનું પરિણીત જીવન આ પ્રકારે અરસપરસ લેવડ-દેવડના હિસાબ ચૂકતે કર્યા કરવામાં જ વ્યતીત થતું હતું.
મિસ ટેક્સ તરત ઉતાવળે કમરામાં ધસી આવી, અને પૂછવા લાગી, “હજી જગા ખાલી છે ?”
“ખાલી જ છે તો,” મિસિસ ચિકે જવાબ આપ્યો.
તરત એક આખા ટૂડલ કુટુંબને કમરામાં દાખલ કરવામાં આવ્યું “રોયલ મેરીડ ફિમેલ્સ” સંસ્થા મારફતે સરનામું જાણી લઈતથા યોગ્ય ભલામણ-પત્રોની ખાતરી કરી લઈ મિસ ટ્રસ એક ધવરાવતી જુવાન બાઈને અને તેના કુટુંબને અહીં તેડી લાવી હતી.
મિસિસ ચિકને આખા કુટુંબની ઓળખાણ કરાવવામાં આવી? પિલી, રેલ- જનમાં કાલસા પૂરવાની નોકરી કરતો તેનો પતિ, પૌલીની કુંવારી બહેન જેમિમા,–જે આ કુટુંબ સાથે જ રહેતી હતી અને પૌલીની નોકરી દરમિયાનની ગેરહાજરીમાં તેનાં પાંચ છોકરાંને (નાનું છ અઠવાડિયાંનું ધાવણું) સાચવવાની હતી, અને બધાં છોકરાં. મેટા છોકરાને નાક ઉપર ડામ જેવું ચાતું હતું,-માની ગેરહાજરીમાં ગરમ થયેલા તવાને સુંઘવા જતાં તે દાઝયો હતો.
મિ. ડોમ્બી પત્નીના મૃત્યુથી અકળાઈને પોતાના ઓરડામાં ભરાઈ બેઠા હતા. પોતાના નવા જન્મેલા પુત્રનાં કેળવણું, ઉછેર અને ભવિષ્ય બાબત તેમણે કેટકેટલા વિચાર કરી નાખ્યા હતા. પણ પ્રથમ ગ્રાસે જ આ કેવી આપત્તિ ? તેને ધવરાવનારી માતાને અભાવે ડોબી એન્ડ સનની આખી ઈમારત જમીનદોસ્ત થઈ જશે શું ? અને આવા ઉજજવળ ભવિષ્યવાળા છોકરાને શરૂઆતથી જ એક ભાડૂતી બાઈનો આધાર લેવું પડે, એ વસ્તુ પણ કેવી અસહ્ય કહેવાય ? એટલે નર્સ તરીકે ધરવામાં આવતી બધી ઉમેદવાર બાઈ એને સ્વીકારવાની તે ના જ પાડ્યા કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org