________________
૧૨
જીવન
મને
છે વારંવાર આવવા .-
ડેબી એન્ડ સન જીવન દરમ્યાન તેના ઉપર મને સતત ચડ્યા કરેલી ચીડ મારી આખી જિંદગી સુધી મને ડંખ્યા કરત.”
પણ તમારે એ બધું વારંવાર મન ઉપર લાવ્યા કરવાની જરૂર નથી; નહિ તો તમને જ હમણું આચકા આવવા શરૂ થશે. ‘તતા તા, તલ બુર ફલ...” અરે ભૂલ્યો ! અહીં આમ ગાવું ન જોઈએ... જુઓને એક દિવસ આપણે દુનિયામાં છીએ અને બીજે દિવસે વિદાય !
મને ખાતરી છે કે, આ હૃદય વીંધી નાખે તે બનાવ આપણને સૌને વખતસર આપણું કર્તવ્યો બજાવી લેવા માટે ચાનક આપશે. દરેક ઘટનામાં બેધપાઠ છુપાયો હોય છે – જે આપણને તે ગ્રહણ કરતાં આવડે છે ! આ પ્રસંગને બોધપાઠ આપણે ભૂલી બેસીએ, તો તે આપણી જ નાલાયકી, બીજું શું ? ” લુઇઝાએ લાટું ગરમ હોય ત્યારે ટીપ્યા કરવાની રીતે ઉમેર્યું.
પણ જેમને માટે આ સદુપદેશ ઉચ્ચારાયો હતો તે મિત્ર ચિક કયારના નાકમાં એક બીજી ધૂન ગણગણવા લાગી ગયા હતા. મિસિસ ચિકે તે આખા ને આખા સળગી જાય એવી બળબળતી નજર તેમના ઉપર નાખી.
લે, પણ બાળકની તબિયત કેમ છે?” મિ. ચિકે વાતચીતનો વિષય બદલતાં પૂછયું.
કેવીક હોય વળી ? માણસ હોય તેને ખબર પડે કે, બિચારી ની ગુજરી ગઈ એટલે હવે બાળક માટે તત્કાળ આયાની ગોઠવણ કરવી જોઈએ.”
પણ અત્યારે તાત્કાલિક કીટલીને નાળચેડાથી કંઈ ન થઈ શકે વારુ ?”
આ માણસ સાથે હવે આગળ વાત ચલાવવી નકામી છે, એમ માની, મિસિસ ચિક ગુસ્સાભેર અને દમામભેર બારી બહારથી સંભળાયેલા ઘોડાગાડીના પૈડાના અવાજ તરફ ધસી ગયાં. મિ. ચિક સમજી ગયા કે અત્યારે તેમનો સિતારો બુલંદ નથી; એટલે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org