________________
શાંત-દાંત સ્થિતપ્રજ્ઞ, શાસ્ત્રમર્મજ્ઞ, પ્રખર વ્યાખ્યાની પૂ. તારાબાઈ મહાસતીજીને.
- અભિપ્રાય - ગુણવંત ગુણના ભંડાર પંડિત રતન આદર્શ વિચારક સિદ્ધાંત પ્રેમી શાસ્ત્રજ્ઞ બા.બ્ર. પરમ પૂજ્ય મહારાજશ્રી ! આપે જે ભગવતી ' ઉપક્રમના ફર્માઓ મેકલાવેલ તે સૂક્ષ્મ રીતે વાંચેલ છે.
સહર્ષ જણાવવાનું કે આપે જે પ્રબળ પુરુષાર્થ ખેડી મેળવેલ જ્ઞાન પ્રકાશને આત્મમંથન દ્વારા ભગવતી સૂત્ર જેવા ગહન અને ૪ જ્ઞાન ભરી શૈલીવડે સરળ સમજુતી સાથે જે ભાવેને પ્રકાશિત કર્યા છે. તે વાંચતાં વિચારતાં અત્યંત આનંદ અનુભવાય છે. મુમુક્ષુ આત્માઓ તે અમૃત રસને આસ્વાદ લઈ જીવનમાં સાત્વિક જ્ઞાનને પ્રકાશ મેળવી આત્મ રસિકતાને પ્રગટાવે એ જ અંતર અભ્યર્થના સાથે વિરમું છું. અમદાવાદ
લી. રમણલાલ જીવરાજ. તા. ૨-૧૨-૬૮
પૂ. મહાસતીજીની આજ્ઞાનુસાર
શાસ્ત્રજ્ઞાનના પ્રૌઢ અનુભવી. અનેક ગ્રંથોના અનુવાદક અને લેખક શ્રી ઝવેરચંદ જાદવજી કામદારને
- અભિપ્રાય - સૌરાષ્ટ્રમાં જૈન શાસનને અપૂર્વ ઉદ્યોત કરનાર પરમ પ્રભાવક સ્વ. ગુરુદેવ પંડિતરત્ન બા.બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના સુશિષ્ય બા.બ્ર. પંડિતરત્ન મુનિશ્રી જનકરાયજી મહારાજ સાહેબ તથા બા.બ્ર. શ્રી ? જગદીશ મુનિજી દ્વારા સંપાદિત “શ્રી ભગવતી–ઉપક્રમ”ના ફર્માઓ મેં વાંચેલ છે. તે વિચારતા અત્યંત આલ્હાદ થયે છે. પં. શ્રી જનકરાયજી મ. સા. ની જ્ઞાનારાધના ખૂબ જ પ્રશંસનીય છે. પ્રથમ પિતાના ગુરુદેવ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું, ત્યાર પછી સંસ્કૃત-પ્રાકૃત-ન્યાયશા વગેરેને અભ્યાસ કરી તેની ઉચ્ચ પરિક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. વિશેષ શાસ્ત્રજ્ઞાન સંપાદન કરવાની તમન્ના જાગવાથી, ભારતભરમાં સુપ્રસિદ્ધ શ્રમણ શ્રેષ્ઠ