Page #1
--------------------------------------------------------------------------
________________
D
M
#pm
અમૃતધારા
સંપાદક : સુનંદાબહેન વોહોરા
Page #2
--------------------------------------------------------------------------
________________
અમૃતધારા
સંપાદકઃ
સુનંદાબહેન વોહોરા
મંગળ આશિષ પૂ. આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિશ્વરજી tirrrrrrrrrrrrrrrrrrrrund
S
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
આનંદસુમંગલ પરિવાર
અમેરિકા
પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી, ૨૦૦૪ જાન્યુઆરી, ૨૦૦૪ વી. સં. ૨૫૩૦ વિ. સં. ૨૦૬૦ પૃષ્ઠસંખ્યા : ૪+૨૬૮
નકલ : ૧૦૦
પ્રાપ્તિસ્થાન :
૧. સુનંદાબહેન વોહોચ
2. Kalapna Shah ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ, 1992 Mc nair Drive Lansdale અમદાવાદ-૩૮૦ ૦૭. ગુજરાત
(PA) 19446 ફોન: ૬૫૮૯૩૬૫
: U.S.A. સાંજે ૫થી ૮
Tel. 215 362 5598
૩. હેમેન્દ્રભાઈ શાહ
4. Urvashi v. Shah ૩૦૯/૪ જૈન પ્રકાશન
24122 Huber Ave ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, | Torrance, CA 90501-6726 અમદાવાદ ૩૮૦ ૦૦૧
U.S.A. ફોન પ૩પ૬૧૯૭
Tel. 310 326 5685
થઇપસેટિંગ : શારદ મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬
મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
રામાન નોમ
આ ગ્રંથલેખનમાં મારું કંઈ નથી. છતાં જે કંઈ છે તે એમાં થયેલી ક્ષતિઓ મારી છે. દેવગુરુકૃપાએ સશાસ્ત્રો અને ગુરુજનોના વાચનનો અને શ્રવણનો યોગ મળતો રહ્યો છે. સવિશેષ જે જે વંચાયું તેનું તે સમયે નોંધપોથીમાં અવતરણ થતું રહ્યું. વળી ત્યારે ચિત્ત પ્રસન્નતા પામતું. ઘણી વાર એ મહાવાક્યોનું, જિનવાણીનું અવતરણ આત્મભાવે ઘૂંટાતું રહેતું. તેથી થયું કે આ લાભ અન્યને ભલે હો. “વહેંચીને ખાવું એવી ભાવનાએ ગ્રંથનું નિર્માણ થયું.
આ ગ્રંથનું લેખન વિશેષપણે અધ્યાત્મ-સ્વરૂપલક્ષી છે. તેથી પ્રારંભમાં વાચન અઘરું લાગે ત્યારે ખાસ તદ્દન છેલ્લું જ પાનું વાંચીને પછી પુનઃ શરૂ કરજો. અઘરું લાગતું વિસ્મૃત થયેલું વર્તમાનમાં ચિત્તપટ પર લાવી આપણે આ જન્મ સાર્થક કરવો છે.
નિશ્ચયદૃષ્ટિના લક્ષ્યવાળું તે દૃષ્ટિએ વાંચજો-વિચારજો. વ્યવહારધર્મના પ્રયોજનવાળું તે દૃષ્ટિએ વાંચજો વિચારજો. આનંદ આવશે, લાભ થશે, બોધ મળશે. છતાં જ્યાં જ્યાં સરળ લાગે ત્યાં ત્યાં પ્રેમથી-આદરથી પ્રથમ વાંચજો. સ્વાત્માનું સંવેદન ઝીલજો.
જ્ઞાની-ગુરુજનોએ ખરેખર કરુણા જ વરસાવી છે. નહિ તો આવું અમૂલુ તત્ત્વ ક્યાંથી આપણી નજરે ચઢે કે શ્રવણે પડે? આવા મહાપુયયોગને આગળ ધપાવજો. કઠણ લાગે તો સંસારને કઠણ લગાડજો. તત્ત્વ તો સ્વનું છે સ્વ. હંમેશાં સરળ અને સમીપ હોય.
લેખન સંગ્રહ વિવિધ ગ્રંથોનો છે. તેમાં શ્વેતાંબરીયગ્રંથો દિગંબરીયગ્રંથો, જૈનેતર ગ્રંથોનો સમાવેશ છે. દરેક વાક્ય તેનો ઉલ્લેખ કર્યો નથી.
આ ગ્રંથનું નામ પૂ. આચાર્યશ્રી જેમના આશિષ મળ્યા છે તેઓશ્રીએ દર્શાવ્યું છે અમૃતધારા. તે ધારા ૧૦૦૮ કળશોમાંથી જાણે છલકાઈ રહી છે, તેમ માની ઝીલજો. અર્થાત્ આ સંપાદનમાં ૧૦૦૮ વાક્યોની રચના થઈ છે. તે પંચપરમેષ્ટિના ગુણોની દ્યોતક છે.
વળી આ લેખનમાં જે કંઈ ક્ષતિ રહી હોય તે વિદ્વજનો સુધારે અને ક્ષમા કરે તેવી વિનંતી છે. વીતરાગની આજ્ઞા-પ્રણાલિથી અલ્પતાને કારણે કંઈ વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા યાચના છે. જે જે ગ્રંથોનું અવતરણ થયું છે તે સૌની ઋણી છું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના પ્રારંભમાં મંગળ આશિષ ઉદારચિત્ત, શાસ્ત્રવેતા, સદા પ્રસન્ન પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસુરિજીના મળ્યા છે તથા અંત મંગળ આશિષ ભક્તિનિમગ્ન આચાર્યશ્રી યશોવિજયસૂરિજીના “અસ્તિત્વનું પરોઢ' ગ્રંથમાંથી ૧0૮માં કળશરૂ૫ વાક્યનું અવતરણ કરીને લીધા છે. તે માટે બંને પૂજ્યશ્રીઓને સદા સાદર વંદન કરું છું.
સવિશેષ આ ગ્રંથ કોઈ માન્યતાને અનુસરીને નથી જેનદર્શનના સઘળા ફીરકા, તથા જૈનેતર દર્શનના મર્મગ્રાહી લેખનનું પણ અવતરણ કર્યું છે, કારણ કે આ ગ્રંથોની વિશેષ ઉપયોગિતા અમેરિકા જેવા દેશમાં વધુ થાય છે, તેથી ત્યાંના સંયોગોને તથા સવિશેષ ત્યાંની સ્વાધ્યાય સભાના વિવિધ સંસ્કાર યુક્ત શ્રોતાજનોને લક્ષ્યમાં લઈને આ ગ્રંથલેખનનો સંગ્રહ થયો છે. સૌ મિત્રો તમારા સંસ્કારને અનુકૂળ હોય તેને પ્રેમપૂર્વક વાંચજો વિચારજો.
સૌને સસ્નેહ ભેટ આપવા ગ્રંથ પ્રકાશનના અર્થસહયોગ માટે ત્રિપુટી મિત્રોના સુકૃત્યની અનુમોદના કરી અભિવાદન કરું છું.
સૌની બહેન સુનંદાબહેન આનંદ હો ! મંગલ હો !
આધારિત ગ્રંથસૂચિની સામાન્ય નોંધ.
શ્રી શ્વેતાંબરીય ગ્રંથો : – શ્રી અધ્યાત્મસાર, શ્રી જ્ઞાનસાર, શ્રી પ્રશમરતિ, આત્મોત્થાનનો પાયો, રૈલોક્યદીપક મંત્રાધિરાજ વગેરે. પૂ.
સ્વ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણ સૂરિજીના ગ્રંથો. જ પાઠશાળા પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્ન સૂરિજી). જ પ્રવચનધારા. (આચાર્ય શ્રી નરવાહનસૂરિજી).
શ્રી દિગંબરીય ગ્રંથો, શ્રી સમયસાર નાટક, શ્રી સમ્યકત્વ સુધા, સમયસાર દર્શન, સમ્યગૃજ્ઞાન દિપિકા, ઇષ્ટોપદેશ વગેરે. શ્રીમદ્રાજચંદ્ર વચનામૃત. જૈનેતર ગ્રંથો - અપરોક્ષાનુભૂતિ, વૈરાગ્યશતક વગેરે.
Page #6
--------------------------------------------------------------------------
________________
વાચકમિત્રોને એક વિનંતી [ ગ્રંથનું અધ્યયન શરૂ કરતાં પહેલાં પૂ. આચાર્યશ્રીના મંગળ આશિષ આદરપૂર્વક વાંચજો, ઘૂંટજો. તેના પરિણામે ગ્રંથવાચન સરળ બનશે. આનંદની અનુભૂતિ મળશે. પ્રેસમાં મોકલતાં પહેલાં પાંચેક વાર વાંચ્યું, ઘૂંટ્યું અને આનંદ અનુભવ્યો. પૂ.શ્રીએ ગ્રંથ લેખન સાર્થક બનાવી દીધું. આપણે પણ જીવનને ‘અમૃતધારામાં વહાવીને સાર્થક કરીએ તેવી અભ્યર્થના. રત્નોથી ગૂંચ્યાં હોય તેવાં શબ્દોના સ્વાગતરૂપી મંગળઆશિષ સૌને આત્મપ્રેરક હો.
- સુનંદાબહેન ] પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી
સદા પ્રસન્ન મુદ્રામાં, અથાગપણે સંયમ સ્વાધ્યાયમાં મગ્ન, સાધકો માટે અધ્યાત્મપ્રેરક નિ:સ્પૃહ સદ્ગુરુને સાદર વંદન
Page #7
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ દષ્ટિના પથદર્શક શબ્દોનું સ્વાગત
વિશ્વની સકલ ભૌતિક સંપત્તિ એક તરફ મૂકો અને બીજી તરફ માત્ર શુદ્ધ ધર્મ મૂકો તો તે ધર્મનું મૂલ્ય વધી જશે. આવો ઉત્તમ ધર્મ, ચિત્તમાં પ્રકટે છે. એ પ્રકટેલા ધર્મને ટકાવવા, વધારવા અને વિકસાવવા માટે વાણી અને શરીરની સપાટીની ધર્મક્રિયા જરૂરી છે. જ્ઞાની અનુભવી પુરુષોએ લક્ષ્ય અને ગતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનો સરખો મહિમા ગાયો છે. બે ચક્ર છે તે સરખાં હોય તો ધર્મજીવનનો રથ ગતિ-પ્રગતિ સાધી શકે. અન્યથા એક જ ચક્ર આધારિત રથ રસ્તામાં જ અટકી જાય, ક્યારેક અટવાઈ પણ જાય. જીવનનું સંતુલન બેને સ્વસ્થાને સ્થાપવામાં છે. આજે ઘણે સ્થળે બેમાંથી એકને જ વળગીને ચાલવાનું જોવા મળે છે. કોઈ પણ એકને વળગવું તે તો વળગણ છે. પછી તેમાં એકાંત સ્થાપવાથી તે વળગાડ બની રહે છે.
આપણા જેવા જીવોનું ચિત્ત જન્મ જન્માંતરના અનેકાનેક સંસ્કારોથી ભરેલું હોવાથી મલિન રહ્યા કરે છે. અનેક પ્રકારના વિચાર વિકારોથી ક્ષત-વિક્ષત સ્થિતિમાં જોવા મળે છે. સતત સંકલ્પ-વિકલ્પના હિંડોળે હીંચતું હોય છે. તેથી એકાંગ ધર્મની વિચારણા કે આચરણાથી પ્રસન્નતાની અનુભૂતિ ચિત્ત સુધી પહોંચતાં વેંત વિખરાઈ જતી હોય છે. તેની ઉક્ટતા કે સઘનતાનો પિંડ રચાતો–બંધાતો નથી. આવક અનુભવાય છે, મૂડી બનતી નથી. આવી સ્થિતિમાં શુદ્ધનું લક્ષ્ય ચિત્તમાં અંકિત કરીને શુભમાર્ગની ગતિ અને તે પણ નિશ્ચલપણે થતી ગતિ ખૂબ ઉપકારક બની રહે છે, મુકામે પહોંચાડનાર બને છે. મુકામ નક્કી કરવો એટલે નિશ્ચયધર્મને હૃદયમાં સ્થાપવો તે, એ મુકામે લઈ જતા માર્ગે ડગ ભરવાં તે વ્યવહાર ધર્મ. આ વ્યવહાર ધર્મનું નિત્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
સેવન કરતાં કરતાં થોડે થોડે અંતરે ધર્મઆરાધકે ચકાસવાનું રહે છે કે હું મુકામની નજીક પહોંચી રહ્યો છું ને ? આ નિશ્ચય કરતાં કરતાં આગળના પંથે ચાલવાનું હોય છે.
અહીં જે અમૃતધારામાં આપણને ભાતું મળે છે તે આ છે. સતત જાગૃતિ વિના ધર્મ ન સંભવે એ જાગૃતિના પૂરક ચક્રને ઊજવવાનું કામ આવા લખાણનું વાંચન કરતું હોય છે.
આ પછીનાં પૃષ્ઠોમાં પથરાયેલા ચિંતનને સમજવાની ભૂમિકા પ્રાપ્ત કરવી જરૂરી છે. અહીં ઘણાં જ્ઞાનીના વચનોના ચિંતનનો રસથાળ પીરસવામાં આવ્યો છે. તેને પચાવવાની ક્ષમતા કેળવીને જે આરોગે છે તેને ચિત્તમાં તૃપ્તિ-પ્રાપ્ત થાય છે, તેના મોં પર દીપ્તિ રેલાય છે.
થોડાક શબ્દોનો સ્વાદ માણીએ પૃ.૪૪ ઉ૫૨ ઉપાદાન અને નિમિત્તને કેન્દ્રમાં રાખીને જે વાતો કરી છે તે શાંતિપૂર્વક બે-ત્રણ વા૨ વાંચવા જેવી છે. પુરુષાર્થ અને પ્રારબ્ધના ચક્રમાં જેમ અનંત ચર્ચા પ્રવર્તે છે. તેવી જ ચર્ચા ઉપાદાન-નિમિત્તની પણ છે. તે વિષે અહીં સુંદર પ્રકાશ મળે છે.
“સમીપ મુક્તિગામી જીવનું ઉપાદાન બળવાન હોય છે તે સિવાય સામાન્ય જીવો ઉપાદાનની શક્તિ ફોરવી શકતા નથી. નિમિત્તાધીન બની મહદ્ અંશે અશુભપણે જ વર્તતાં હોય છે. વળી ઉપાદાનની વાતોની જાણકારી થતાં નિમિત્તનો છેદ કરે તે પણ માર્ગ પામતાં નથી” આ બાબતની જે ચાર-પાંચ કંડિકા છે તે ધ્યાનથી વાંચવાથી આ વિષયની જે અસ્પષ્ટતા મનમાં હશે તે દૂર થઈ જશે અને સંતુલન રચાશે.
આવી જ રીતે ડેરઠેર અનેક ગૂંચવાળા વિષયોને સરળ શબ્દોમાં સમજાવ્યા છે. તેવા વિષયોની આવી સમજ અન્યત્ર ગુજરાતી ભાષામાં જલદી જડતી નથી.
-
Page #9
--------------------------------------------------------------------------
________________
સુજ્ઞ શ્રી સુનંદાબહેનનું નામ આધ્યાત્મિક રસ ધરાવતા વર્તુળમાં આજકાલ સુપેરે પરિચિત છે. આ અગાઉ તેમનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત પણ થયાં છે. છતાં આ પુસ્તક અનેક ઘટના (કુંભના) જળને પોતાના ઘટમાં ઝીલીને સુજ્ઞ-ભાવક વાચકોને અંજલિ-અંજલિએ પાન કરાવ્યું છે. અમૃતની ધારાને ઝીલવા વાચક જો સજ્જ હોય તો તેની ઘણા વખતની ભ્રમણાનું ચોક્કસ નિરસન થઈ જશે. તરસ છિપાશે.
પૃ.૬૮-૬૯ ઉપર જે વાક્યખંડ છે તે પણ આપણી એ વિષયની સમજને વિસ્તારે તો છે જ, પણ આપણી તે બાબતની સમજણના ઊંડાણમાં વધારો કરે છે.
એક વાત નક્કી છે – આ પુસ્તકને વાર્તાના પુસ્તકની જેમ આ વાંચીને મૂકી દેવાનું નથી; તેના હાર્દને આત્મસાત કરવા માટે વારંવાર વાંચવા જેવું છે. તેનાથી આત્મિક વિકાસમાં પ્રગતિ થશે અને શુદ્ધદૃષ્ટિનો ઉઘાડ થશે તે વાત નક્કી છે.
સાધકને તો સતત એક મંત્રનું સ્મરણ રહેવું જોઈએ કે આત્માના ગુણ વિકાસે સાતત્ય અને ગુણ વિશેષે સ્થિરતા કેળવવાની છે. તેનાથી જ ધીરેધીરે પણ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. આ જ આપણા જીવનની ફળશ્રુતિ છે.
આના વાચન દ્વારા ધર્મરસિક જીવોની શુદ્ધ ચેતના વિસ્તાર
|પામો –
વિ.સં.૨૦૬૦
મહા વિદ-પાંચમ-બુધવાર દેવકીનંદન જૈન ઉપાશ્રય,
પલિયડનગર પાસે,
નારણપુરા, અમદાવાદ-૧૩
એ જ
શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિશિષ્ય પ્રદ્યુમ્નસૂરિ.
Page #10
--------------------------------------------------------------------------
________________
માતુશ્રી
પિતાશ્રી. પૂ શાંતાબહેન પુરુષોત્તમદાસ શાહ પૂ. પુરુષોત્તમદાસ ડાહ્યાભાઈ શાહ
મુ. બાવળા, અમદાવાદ પૂ. માતુશ્રી અને પૂ. પિતાશ્રીની જીવન ઝરમર
ગુજરાતમાં રાજનગરની નજીકમાં બાવળા નામે એક ગામ છે. જે ધર્મનિષ્ઠ છે. ત્યાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુ સુશ્રાવક શ્રી પુરુષોત્તમભાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી શાંતાબહેન રહેતા હતા. જેનું નામ તેવા જ ગુણો હતા. તેમનામાં વિનયવિવેક, સરળતા, ગંભીરતા, ઉદારતા, નમ્રતા આદિ અનેક ગુણોથી તેઓનું વ્યક્તિત્વ મઢાયેલું હતું. તેઓનાં જીવનમાં ઘણાં જ નિયમો હતાં. બાવ્રત, ઉચ્ચરેલ, બ્રહ્મચર્યવ્રત તથા વેપાર-ધંધામાં પણ નાની ઉંમરથી જ અભિગ્રહ કરેલ હતો. જીવનમાં નિવૃત્ત થઈને ધર્મમય જીવન જીવવામાં જ પોતે આનંદ માણ્યો. સુદેવ-સુગુરુ અને સુધર્મમાં દઢ હતા. પોતે નિત્ય નિયમ પ્રમાણે અષ્ટ પ્રકારી પૂજા કરતાં, બંને ટંકનાં આવશ્યક પ્રતિક્રમણ-સામયિક-દેવવંદન વગેરે કરતા. સંસારમાં હતા પણ સંસારની કહેવાતી જંજાળથી ઘણા અલિપ્ત હતા. અમારા પૂ.માતુશ્રી પણ ધર્મપંથ ઉપર પૂ.બાપુજીનાં પગલે જ ચાલ્યા. અને સંસારની ગૃહસ્થીમાં રહીને પણ ધર્મની ઘણી જ આરાધના કરી હતી. તેઓએ જીવન દરમ્યાન. વરસીતપ, ત્રણ ઉપધાન, નવપદ ઓળી વિ. બધી જ નાની-મોટી તપ આરાધના કરી હતી. પોતાના સંતાનોને પણ તેઓએ ખૂબ જ ધર્મનાં સંસ્કાર સિંચ્યા. તેઓની સાથે પૂ. માતુશ્રીનાં બહેન એટલે કે અમારા પૂ. માસીબા જેલગ્ન પછી તરત જ વિધવા થયેલા તેઓ પણ ૪૦ વર્ષ
Page #11
--------------------------------------------------------------------------
________________
સુધી અમારી સાથે જ રહ્યા. પૂ. કાન્તામાસીનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ અને પરગજુ હતો.તેમને કોઈ સંતાન ન હતું પરંતુ અમોને જ સંતાન માની ખૂબ જ સારી રીતે ઉછેરવામાં સદ્દભાગી બન્યા હતા. ધર્મનિષ્ઠ માસીબાએ અમને સુસંસ્કારનો વારસો આપ્યો હતો. અમારા પૂ. બા તથા પૂ. માસીબા બંનેનો કંઠ ખૂબ સુરીલો હતો. અમારા ગામમાં પ્રભુનાં સ્તવનો, સર્જાયો ખૂબ જ ભાવથી બધાને સંભળાવતા હતા. પૂ. બા. પૂ. બાપુજી અને પૂ. માસીબાનાં અમે ખૂબ જ ઋણી છીએ.
તે સૌનું ઋણ અમે આ જન્મમાં ઉતારી શકીએ તેમ નથી. આવા માતા-પિતાની છત્રછાયા આજે અમારી ઉપર નથી, પરંતુ તેમને આપેલા આ ધર્મ-સંસ્કારની છાયાથી જ આ વિષમકાળમાં સારી રીતે જીવી રહ્યા છીએ તે કેમ ભૂલાય ? તેઓને એકપણ દિવસ અમે ભૂલી શક્યા નથી. જન્મ લેવા પડે ત્યાં સુધી આવી અમૃત છાયા મળે તેવી અભ્યર્થના. ઘણાં જ સમયથી તેઓની સ્મૃતિમાં કોઈ પુસ્તક છપાવવાની ઇચ્છા હતી અને તે આજે સાકાર થઈ રહી છે.
આ પુસ્તક અમે પૂ. પિતાશ્રી, પૂ. માતુશ્રી અને પૂ. માસીબાનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ અને અંતરમાં અનેરો આનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તક આપ સૌને ભેટ ધરી મંગલમય-કલ્યાણકારી અને આધ્યાત્મિક માર્ગે અજવાળા પાથરનાર બની રહે તેવી અમે ભાવના ભાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ.
આ શુભકામમાં પૂ. સુનંદાબહેને અમને ખૂબ જ મહેનત કરી સહયોગ આપ્યો છે. તે માટે અમે પૂ. બહેનનાં ખૂબ જ ઋણી છીએ.
લિ. આપનો પરિવાર ભારતી હિમાંશુ શાહ પારસ સોનમ
26 Old Homestead Road, Searingtown new york 11507 U.S.A.
Tel : 516 294 7323
પરિવાર મંજુલાબહેન પુરુષોત્તમદાસ રમેશભાઈ પુરુષોત્તમદાસ અજિતભાઈ પુરુષોત્તમદાસ ચંદ્રકાન્તભાઈ પુરુષોત્તમદાસ મનુભાઈ પુરુષોત્તમદાસ ભારતીબહેન પુરુષોત્તમદાસ
Page #12
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પ્રકાશન અર્થસહયોગ દાતા ત્રિપુટિનું અભિવાદન
મારા લગભગ ચાલીસ જેવા પુસ્તકોના પ્રકાશનનો અર્થસહયોગ મુખ્યત્વે અમેરિકાના સંઘો, સોસાયટી, સ્વાધ્યાયગ્રુપ કે સુજ્ઞ મિત્રોનો રહ્યો છે. તેમાં અમદાવાદના સ્વાધ્યાય ગ્રુપના મિત્રોનો ફાળો પણ ખરો જ. આ બંને સ્થળોના જિજ્ઞાસુઓ આનંદ સુમંગળ પરિવાર તરીકે ઓળખાય છે. દર વર્ષે તેઓ પૃચ્છા કરે આ વખતે કયું પુસ્તક લખો છો ? અને મારી તો અપેક્ષા પણ ન હોય અને તેઓ પ્રકાશનનો લાભ લઈ લે, આપી દે, તેમના આ સભાવ માટે હાર્દિક ધન્યવાદ આપું છું. આ વર્ષે નીચેના સંઘોમિત્રો એ લાભ લીધા છે ત્યાંના સત્સંગ પ્રવાસ દરમિયાન સેવા આદરપૂર્વક કરે જેથી આ જૈફ વયે પણ મારી સત્સંગયાત્રા તેઓના સહકારથી સફળ અને સંતોષજનક રહે છે સૌનું આત્મકલ્યાણ હો. તમે સૌ આ ગ્રંથ વાંચજો વિચારજો એમાં અમારા આ મિત્રોને આનંદ છે. - સુનંદાબહેન
'ગ્રંથપ્રકાશનના અર્થસહયોગ દાતા
૧. જૈન સંઘ તુલસા ઓકલાહોમ.
OK U.S.A. હસ્તે-નિલેશભાઈ ભાઉ પરિવાર, ૨. જૈન સંઘ ઓરલાન્ડો. ફ્લોરિડા.
FL. U.S.A. હસ્ત-સ્વાધ્યાય ગ્રુપના અભ્યાસી મિત્રો.
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂજય આચાર્યશ્રીના શબ્દોના સ્વાગતની પૂર્તિ
પરમ પૂજ્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિત બત્રીસ બત્રીસીના વ્યાખ્યાકાર સમાનનામા પૂ.મુનિશ્રી યશોવિજયજી દ્વારા પ્રકાશિત ગ્રંથમાંથી પૂજ્ય આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા લખેલું પ્રસંગોચિત યશોજલધિ પ્રવેશે નાવા માંથી સંમતિસહ અવતરણ છે)
વર્તમાન શ્રી સંઘમાં સર્વત્ર ભક્તિમાર્ગ પૂરબહારમાં ખીલેલો જોવા મળે છે. ભક્તિમાર્ગ ઉત્તમ છે. પણ તેમાં પ્રાણ પુરવાર જ્ઞાનમાર્ગ છે. જ્ઞાનવિવેક મૂલક ભક્તિ ભવનિસ્તારિણી છે. એ જ્ઞાનમાર્ગ પછી યોગમાર્ગ અને પછી ધ્યાનમાર્ગ એમ ઉત્તરોઉત્તર આરોહણ કરવાનું છે. વર્તન ભલે ભક્તિમાર્ગનું હોય પણ વલણ ઠેઠ ધ્યાનમાર્ગ સુધીનું હોવું જોઈએ. જ્ઞાનધારાથી અનુપ્રાણિત ભક્તિધારાપ્રાણવંતી જણાય છે. અન્યથા ભક્તિમાર્ગ ક્યારેક જ્ઞાન અને વિવેકના અભાવમાં ભવભ્રમણ હેતુ પણ બની શકે છે.
આ જ્ઞાનધારાના - ધ્યાનધારાના દરવાજા ખોલવાનું શુભમુહૂર્ત આવી લાગ્યું છે. એ જ્ઞાનધારાનું મંગલાચરણ પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના ગ્રથના પઠનપાઠન દ્વારા થઈ શકે. પ્રભુના મંગલમય તારકમાર્ગનો અવિકલ બોધ કરવા માટે આ ગ્રંથો રાજમાર્ગ જેવા છે. એ ગ્રંથોમાં છુપાયેલા સારને બોધને પામવા માટે એવી જ નિર્મળ પ્રજ્ઞા જોઈએ. તેના વડે જ તેના રહસ્યને પામી શકાય. આ ગ્રંથો તો શ્રત આગમ ગ્રંથોના સાગર સુધી પહોંચવાની નાની નાવડીઓ છે. પ્રદ્યુમ્નસૂરિ
પ્રસ્તુત ગ્રંથમાં મહામાનવ પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે જે લેખન થયું છે તેને અનુરૂપ ઉપરના શબ્દ સ્ત્રોતનું સાભાર અવતરણ કર્યું છે)
Page #14
--------------------------------------------------------------------------
________________
*
+ + મમમમ મમમ
નવા નાવણી અમૃતધારા)
T[
wAAM
ૐ હ્રીં ણમો નાણસ્સ પૂ. યશોવિજયજી મહોપાધ્યાયજી રચિત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રકાશ્ય છે કે મોહનીય કર્મના સામર્થ્યરહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધક્રિયા પ્રવર્તે છે તેને શ્રી તીર્થકરો અધ્યાત્મ કહે છે. [૧]
ગાઢ જંગલમાં ભૂલા પડેલાને ઝૂંપડી મળી જાય, જન્મના દરિદ્રીને અઢળક ધન મળી જાય, ભયંકર અંધકારમાં પ્રકાશ મળી જાય, સૂકી રણભૂમિમાં મીઠા પાણીનું પાત્ર મળી જાય આ સર્વે પુણ્યયોગે પ્રાપ્ત થાય પણ આ કળિયુગમાં અધ્યાત્મશાસ્ત્રની સંગત થવી દુર્લભ છે. મહા દુર્લભ છે.”
[૨] અધ્યાત્મ: આત્માની સમીપ આત્માની જ અગ્રિમતાવાળું સારવર્જિત સંસારમાં મહાત્માઓએ અધ્યાત્મને આત્મશ્રેયના સારરૂપે પ્રગટ કરી ભવ્યજીવોને આત્મસન્મુખ કરવા કરુણા જ વરસાવી છે. સર્વતોમુખી આત્મશ્રેયનો ઉપાય દર્શાવનાર અધ્યાત્મમાં શું નથી? હા, તેમાં ભૌતિક જગતના કોઈ પ્રપંચો નથી. અધ્યાત્મયોગથી સાચા સુખનો પ્રારંભ થાય છે. આખરે તે સુખ સ્વયં પરિપૂર્ણ થાય છે. [૩]
હારિભદ્રી યોગદર્શનમાં ગ્રંથકારે પ્રકાશ્ય છે કે : પ્રત્યેક આત્મા એના મૂળ સ્વરૂપે અનંતગુણોથી પરિપૂર્ણ છે.
અમૃતધારા ૧
Page #15
--------------------------------------------------------------------------
________________
]િ
અનંત શક્તિનો માલિક છે. પરંતુ અનાદિકાળથી આત્મા કર્મોથી આવૃત છે, પરિણામે આત્મામાં વૈભાવિક એવા રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન, જેવા અનંત દોષો રહેલા છે.
છતાં ચેતનાની ઊર્ધ્વગમનની શક્તિ, સહજ ભવિતવ્યતાને યોગે, ભવ્યતાની પાત્રતાથી ચરમાવર્તકાળમાં પ્રવેશ કરે છે. એટલે આત્મા પર લાગેલો ગાઢ ભાવમળ, પુનઃ પુનઃ કર્મબંધ થવાની યોગ્યતા હતી) તે મોટા પ્રમાણમાં નાશ પામે છે.
[] મિથ્યાત્વાદિ હેતુઓથી અર્થાત્ દર્શન મોહનીયના ઉદયથી જીવને મિથ્યાદર્શન હોય છે. તેથી જીવની વિવેકબુદ્ધિ નષ્ટ થવાથી જીવની પોતાની સ્વાધીન સ્વાનુભવની શક્તિ તિરોહિત થાય છે. કથંચિત કંઈ દાનાદિ ધર્મક્રિયાઓ કરે છે તેથી કંઈક પુણ્યબંધ થાય છે. પરંતુ મિથ્યાદર્શનને કારણે તેનો સંસાર વૃદ્ધિ પામે છે. [૬] - મિથ્યાદર્શનને કારણે અવિનાશી દેહાદિમાં જીવ સ્વાત્મબુદ્ધિ કરે છે. દ્રવ્યની સ્વતંત્રતાનો તેને બોધ નથી કે દરેક દ્રવ્ય સ્વસ્વરૂપે પરિણમે છે. કોઈ પદાર્થો પોતાનો સ્વભાવ ત્યાગી શકતા નથી. જેમકે આત્મા ચેતના કે જ્ઞાન સ્વભાવને ત્યજતો નથી. પુદ્ગલ સ્પશદિને ત્યજી દેતા નથી. બંનેનું સંયોગથી એક ક્ષેત્રે અવગાહન છે. છતાં બંને સ્વાધીન તત્ત્વ છે.
[૭] યદ્યપિ પુદ્ગલ – દેહાદિ સાથે જીવનો અનાદિથી સંયોગ સંબંધ છે. એટલે નિમિત્તાધીન બંને પોતાના સ્વભાવથી શ્રુત થતા જણાય છે, અર્થાત્ વિકારી થાય છે. પરંતુ પોતાના મૂળ લક્ષણને ત્યજી દેતા નથી. જીવમાં રાગ દ્વેષરૂપ પરિણતિ ચારિત્રમોહનીયના કર્મના નિમિત્તથી થાય છે, તે અસંયમભાવ છે. સાધકે આત્મલક્ષ્ય સંયમાદિનું આરાધન કરવું જોઈએ.
શારીરના નિભાવ માટે આહારાદિનું સેવન કરવું તે પરાધીનતા છે. જ્ઞાત કે અજ્ઞાત ભાવથી કે કોઈ પણ સંયોગમાં અન્ય પદાર્થના
[૮]
૨ અમૃતધારા
Page #16
--------------------------------------------------------------------------
________________
આધારરહિત જીવનનું જીવીતવ્ય તે જ સ્વાધીનતા છે, મુક્તિનું રહસ્ય છે. કેમકે સંયોગી પદાર્થોનાં જીવીતવ્યમાં પરપીડા રહેલી છે તે અસંયમ છે. તે માટે જ્ઞાની પુરુષોએ તપનું વિધાન જણાવ્યું.
[૯]
જ્ઞાની-મુનિઓ પણ સદેહે હોવાથી આહારાદિનું અવલંબન લે છે, વિશ્રામ લે છે, ઉપદેશાદિ બાહ્ય પ્રવૃત્તિ કરે છે, તે ચારિત્રમોહની અસ્થિરતાને કારણે છે. છતાં પણ તેમની દૃષ્ટિ પૂર્ણ સ્વાધીનતા પ્રત્યે છે. તેથી જગતના પ્રપંચોથી અસંયમથી અલિપ્ત રહે છે. અન્ય જીવોને લેશમાત્ર દુઃખ ન પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. [૧૦]
સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે ત્રસ સ્થાવર જીવોને દુઃખ દેવું, ઇન્દ્રિયોના વિષયસુખ સેવન કરવા, અથવા કોઈ પણ અયોગ્ય કાર્ય કરવું તે સર્વે વર્જ્ય છે. છતાં ચારિત્રમોહનીયના શેષ રહેલા રસથી તેને વ્યવહા૨-વ્યાપારમાં દ્રવ્યહિંસા કે ભાવહિંસા કરવી પડે છે, તો તેનો તેને રંજ છે. તેથી તે એવાં કાર્યોમાં ક્લેશિત – તીવ્રપણે મલિન થતો નથી. તેથી તે પુનઃ તેવાં કર્મોનું બંધન નથી કરતો. [૧૧]
-
અનાદિકાળથી આ જીવે અજ્ઞાનવશ અનંતાઅનંત યોનિઓમાં જન્મમરણને આધીન થઈ તીવ્ર દારુણ દુ:ખો ભોગવ્યાં છે. પરંતુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી નથી. તે સ્વરૂપપ્રાપ્તિની સૃષ્ટિનું ઉગમસ્થાન સમ્યકત્વ – સત્કૃષ્ટ સમ્યગ્દર્શન છે.
[૧૨]
-
આત્માના અવલંબન વગર તેણે ઓઘદૃષ્ટિએ ઘણા ધર્મ-સત્કાર્યો, સત્સમાગમ કર્યાં. પરંતુ સ્વયં શુદ્ધ સ્વતંત્ર, ત્રિકાલ ધ્રુવ, અચલ, નિરુપાધિક છું, તેવું શ્રદ્ધાન કર્યું નહિ.
[૧૩]
જે જીવ કેવળ કલ્પનામાત્રથી જ્ઞાનસ્વરૂપ આત્માની વાતો કરતો હોય પણ પોતાની પરિણતિની શુદ્ધિરહિત, મતિકલ્પનાએ જીવને શુદ્ધ માની, અબંધ માની, વ્યવહારરૂપ દર્શનાદિ ક્રિયાને સર્વથા નિરર્થક જાણી ત્યજીને પ્રમાદને સેવે છે, તે શુભ ભાવોને છોડી અશુભ ભાવમાં રહી સંસારની વૃદ્ધિ કરે છે.
[૧૪]
અમૃતધારા * ૩
Page #17
--------------------------------------------------------------------------
________________
આમ ઉપરોક્ત બંને પ્રકારે જીવનું મિથ્યાદર્શન જ તેનો શત્રુ બની તેને ભવસમુદ્રમાં ડુબાડે છે. માટે આત્માનો સાચો મિત્ર સમ્યગ્દર્શન છે, જે અવશ્ય મોક્ષસાધક છે.
સમ્યગ્દષ્ટિ આત્મા હજી પૂર્ણતા પામ્યો નથી. તે આત્મા જ્ઞાનભાવે પરિણમતા, ઊપજતા શુભાશુભ પરિણામોને હેય-ત્યાજ્ય માને છે. બંને પરિણામોને ત્યજી સ્વરૂપસ્થ થવાનો નિરંતર પ્રયત્ન કરે છે, સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા ન થાય ત્યાં સુધી અંતરંગના અવલંબનમાં સહાયભૂત બાહ્ય અવલંબનના શુભ ભાવોને આશ્રવરૂપ જાણી, હેયબુદ્ધિએ પ્રવર્તે છે પણ ધર્મ અનુષ્ઠાનો પ્રતિક્રમણ, પૂજા-ભક્તિ, દાનાદિ ધમને નિરર્થક માની ત્યજી દઈ સ્વચ્છેદે પ્રવર્તતો નથી. મોક્ષનું સાધન માત્ર નિશ્ચય રત્નત્રયરૂપ શુદ્ધ પરિણતિને સ્વીકારે છે.
[૧૫] જ્ઞાની જાણે છે કે રાગરૂપ પરિણામ જીવને અશુભ / અપવિત્ર વસ્તુઓમાં, પૌગલિક પદાર્થોમાં અતિ આસક્તિ ઉપજાવે છે. જીવના સમ્યગ્દર્શનાદિ ગુણમાં, આત્મિક શુદ્ધતામાં દ્વેષ પેદા કરાવે છે. દર્શનમોહ પોતાના અસલ સ્વરૂપને ભુલાવી પરમાત્મસ્વરૂપથી વિમુખ રાખે છે. આ રાગાદિ ભાવો શત્રુ છે. જીવને મૂઢ, અસ્થિર ક્લેશિત અને શંકિત કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્મા તેવાં નિમિત્તોને ત્યજી દે છે, દૂર રહે છે.
સમ્યગ્દર્શન આત્માનો ગુણ હોવા છતાં આવૃત કેમ છે !
ભવ્યાત્મામાં પણ અનંત સંસારના પરિભ્રમણનું કારણ અંતરંગ અનંતાનુબંધી કષાયનો ઉદય, દર્શનમોહ મિથ્યાત્વ) મતિજ્ઞાનાવરણ, આત્માનુભૂતિનું આવરણરૂપ કર્મ આત્માના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ સમ્યગુચરિત્રને પ્રગટ થવામાં આત્માની અનંત અને અદ્ભુત શક્તિઓને બાધક છે.
[૧]. સમ્યગ્દર્શન = શુદ્ધાત્માની નિર્મળ રુચિરૂપ પરિણામ તથા સર્વજ્ઞકથિત તત્ત્વાર્થની યથાર્થ શ્રદ્ધારૂપ પરિણામ છે.
૪૯ અમૃતધારા
Page #18
--------------------------------------------------------------------------
________________
સમ્યગુજ્ઞાન = સ્વાત્માનુભૂતિ. તે આત્મજ્ઞાન વિશેષ છે. આ શુદ્ધ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનનો અવિનાભાવ સંબંધ છે. સમ્યગ્દર્શનને કારણે આત્માની ક્ષયોપશમ લબ્ધિ સમ્યગુપણું પામે છે. અર્થાત્ જ્ઞાન સમ્યગૂજ્ઞાનરૂપે પરિણમે છે. તે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વકર્મનો અભાવ થવાથી પ્રગટે છે.
સમ્યગુચારિત્ર: સ્વરૂપાચરણ, કર્મોનું ગ્રહણ થવાનું રોકાઈ જવું તે ધર્મરૂપ શુદ્ધોપયોગ છે, તે સમ્યગુચારિત્ર છે. [૧૮]
સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર એ રત્નત્રયના એકતારૂપ શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ છે. રત્નત્રયને ધારક જ્ઞાની ચોથા ગુણસ્થાનકથી ઉપરના સર્વે ગુણસ્થાનક સમજવા. તે તે ભૂમિકાએ જેટલી અંતરંગ ઉજ્વળતા છે તેને જાણે છે માટે જ્ઞાનીને કર્મથી થવાવાળી ક્રિયાબંધનો હેતુ નથી બનતી પરંતુ પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરાનું કારણ બને છે. સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરે છે, પરંતુ તે ભોગોનો દાસ નથી બનતો, કેમકે શ્રદ્ધાગુણને જાણે છે. વળી તે આત્મશ્રદ્ધાયુક્ત સમ્યક્ત્વની અવસ્થાને જાણે છે. જીવો સમ્યક્ત્વની અવસ્થાને જાણે છે. તે જ્ઞાની આત્મા ચારિત્રમોહનીયના પ્રબલ ઉદયથી સંયમ લઈ શકતો નથી. એટલે અવતી દશામાં રહ્યો છે. પણ પોતાને ભ્રમિત કરતો નથી. તે સર્વવિરતિનો ચાહક છે.
[૧૯] આત્મા સ્વભાવે શુદ્ધ છતાં પુદ્ગલ પરિચયના નિમિત્તે રાગાદિ ભાવ નિશ્ચયથી આત્મામાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ પવનના નિમિત્તથી સ્થિર સરોવરમાં તરંગ ઊઠે છે. તેમ કર્મના ઉદયથી આત્મામાં મલિન ભાવો ઊઠે છે. પરંતુ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. [૨]
કથંચિત કોઈ શુભ પરિણામને કારણે કષાયોનો અભાવ હોય છતાં પણ જે કષાયોનો સંસ્કાર ચિત્તમાં સત્તામાં રહ્યો હોય તે કષાયોનો વાસનામય કાળ છે. કષાયોના રસ પ્રમાણે તેનાં કાળ-સ્થિતિ હોય છે. તેથી જીવે કરેલો ક્રોધ તત્કાળ શમી ગયો હોય પરંતુ ક્ષમાભાવ
અમૃતધારા સાપ
Page #19
--------------------------------------------------------------------------
________________
સહજ ન બને ત્યાં સુધી તે વાસનાકાળ છે. આવા કષાયોથી મલિન ચિત્ત આત્મસ્વરૂપને જાણતું નથી.
[૨૧] જ્યાં સુધી અંતરંગ આત્મપરિણતિની શુદ્ધિ ન હોય ત્યાં સુધી બહારની દેખાતી શુદ્ધિ પર વિશ્વાસ કરવા જેવો નથી. સાધક કે સાધુ ગમે તેટલાં કષ્ટો કે પરીષહો સહન કરે પણ ચિત્તને નિર્મળ કરતો નથી – તો મુક્તિ પામતો નથી. આવા મોક્ષપ્રાપ્તિને બાધક કષાયને જીતવામાં શારીરિક કોઈ કષ્ટ નથી. છતાં અજ્ઞ જીવ તેના પર વિજય પ્રાપ્ત કરતો નથી.
[૨૨] અજ્ઞ જીવોને જે સુખ ઇન્દ્રિયોના વિષયોથી પ્રાપ્ત થાય છે, તે જીવની અશુભ વાસનાથી ઉત્પન્ન થયેલ વેદનાઓ છે ભોગથી તેનો નાશ થતો જણાય છે, તે સુખ નથી સુખનો વિકાર છે. શુદ્ધ પરિણામથી પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ, સ્થિતિ તે સાચું સુખ છે. [૨૩]
જીવનો જ્ઞાન-ઉપયોગ દર્પણ જેવો છે, તે જે પદાર્થમાં જોડાય તેવો થાય છે. અર્થાત્ જે વિષયકષાયમાં જોડાય તે રૂપે પરિણમે છે. છતાં ત્રિકાળવર્તી આત્મા સમપરિણામી હોય છે માટે સાધકે વિષયકષાય ઉપર કાબુ મેળવવો ત્યાર પછી આત્માસ્વરૂપમાં ઉપયોગ રહે ત્યારે આત્માનુભવ થાય.
[૨૪] નિશ્રયદષ્ટિએ જોવાથી રાગદ્વેષ ચેતનાનાં પરિણામ છે. તે પુલમાં થતાં નથી. રાગદ્વેષને ઉત્પન્ન કરવાવાળાં અન્ય દ્રવ્ય નથી. કારણ કે અન્ય દ્રવ્યો જડ છે અને અન્ય દ્રવ્યના ગુણધર્મો અન્ય દ્રવ્યમાં પરિણમતા નથી. સર્વે દ્રવ્યોની અવસ્થા પોતપોતાના સ્વભાવથી છે. જે પુરુષ રાગની ઉત્પત્તિમાં કેવળ પરદ્રવ્યને જ નિમિત્ત માને છે, તેમાં પોતાનું કોઈ કારણ માનતો નથી તેઓની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે. તે મોહરૂપી નદી ઊતરી શકતા નથી. રાગદ્વેષ પોતાના કર્યા થયા છે. તેમ પોતાના મટાડ્યા મટે છે. આવાં અપેક્ષિત કથન સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિનું
૬ ૪ અમૃતધારા
Page #20
--------------------------------------------------------------------------
________________
[૨૬]
મંતવ્ય હોય છે.
[૨૫]. શુદ્ધનય – નિશ્ચયનયનો વિષય સ્વસ્વરૂપસ્થ એક અભેદ નિત્ય ચૈતન્યસ્વરૂપ અનંત શક્તિનો સ્વામી આત્મા જ છે. છતાં અજ્ઞાનવશ આત્મા પોતે રાગાદિરૂપે પરિણમે છે. આત્માના પરિણામો સ્વાધીન છે. તેને કોઈ અન્ય દ્રવ્ય પરિણાવે નહિ. પોતે જ પોતાની અજ્ઞાન માન્યતા છોડવા સમર્થ છે.
જો અન્ય દ્રવ્યોના કરવા રાગદ્વેષ થાય તો સર્વત્ર અન્ય દ્રવ્ય હાજર છે. તે રાગદ્વેષ કરાવ્યા જ કરે તો જીવનો મોક્ષ સંભવ ન બને. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે. અને પોતાના મટાડ્યા મટે છે. (નિશ્ચયનય)
[૨૭] રાગદ્વેષરૂપ પરિણામ જ નિશ્ચયથી બંધ છે. તેમ નિશ્ચય બંધથી જુદો છતાં એક ક્ષેત્રાવગાહ દ્રવ્ય કર્મનો જીવ સાથે કર્મનો બંધ છે તે વ્યવહારનય છે. દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામ તે આત્માનું કર્મ છે, તેથી આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે અને હર્તા પણ છે. [૨૮]
આ પ્રમાણે નિશ્ચય વ્યવહારના બંને પ્રકારને યથાર્થપણે જાણીને નિશ્ચયનય ગ્રહણ કરવાયોગ્ય છે. જો જીવ પોતાના પરિણામથી પોતાને બંધાયેલ જાણશે તો પોતે પોતાને છોડાવવા પ્રયત્ન કરશે. વળી જો પોતાને અન્યથી બંધાયેલો માનશે તો રાગાદિ પરિણામોનો ત્યાગ કરશે. આમ અપેક્ષાએ કથન ગ્રહણ કરવું.
[૨૯]. જ્ઞાનસારમાં ગ્રંથકાર પ્રકાશે છે કેઃ
“આત્મસ્વરૂપનો જ્ઞાતા પોતાના આત્મામાં અનંત ગુણોનો ખજાનો જોઈ શકે છે. તે ગુણોનું દર્શન થયા પછી બાહ્ય પદાર્થોની તૃષ્ણા મૂળમાંથી નાશ પામે છે. બાહ્ય પદાર્થોની ઉપેક્ષા એ જ જ્ઞાનની પૂર્ણતાનું ચિહ્ન છે. એવી પૂર્ણતાના આનંદરૂપ અમૃતથી તૃપ્ત દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીની છે.”
[૩૦] પૂર્ણતા માટે આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ રાખવી.
અમૃતધારા ૭
Page #21
--------------------------------------------------------------------------
________________
નિરંતર તેનું જ ઘૂંટણ કરવું. સંસારભાવને લૂંટવાથી સંસારમાં મોહ વડે જીવ ઠગાતો આવ્યો છે. અપરંપાર દુઃખો સહેતો આવ્યો છે. એક વાર મુખેથી બોલ હું શુદ્ધ છું. સ્વભાવે સર્વદા મુક્ત છું. રાગાદિભાવરહિત છું. જન્મ જરા મરણથી મુક્ત છું. પછી દીનતા અને હીનતા રહિત છું. વાસ્તવમાં હે જીવ જો તું સંસારથી મુક્ત થવા ઇચ્છે છે તો સ્વરૂપમગ્ન થા.
[૩૧]. સ્વભાવમાં – સહજસ્વરૂપના આનંદમાં મગ્ન અને જગતના સ્વરૂપનો યથાર્થ બોધ પામનાર આત્માને અન્ય પદાર્થનું કર્તાપણું કે ભોક્તાપણું નથી. માત્ર સાક્ષીભાવ છે એ સ્વરૂપમાં મગ્ન થવા સ્વરૂપનું જ્ઞાન કર, વીતરાગ સત્ દેવ ગુરુ ધર્મ અને શાસ્ત્રમાં મગ્ન થા. સંસારથી અંતરમાં વૈરાગ્ય પ્રગટ કર. શાસ્ત્રબોધ ગ્રહણ કર. વિષયોથી વિરક્ત થા, કષાયોથી ઉપશાંત થા અને નિરંતર ભાવના કર કે : [૩૨]
હું સર્વથા સર્વથી સ્વતંત્ર દ્રવ્ય છું. અત્યંત ભિન્ન છું.
આત્મા સ્થિર પદાર્થ છે, તેથી તેના સહારે જ સાચી સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે માટે નિર્વિકલ્પતા જરૂરી છે. વિકલ્પ રૂપ વાયુ મનરૂપી દીપકને ક્ષણવાર પણ સ્થિર થવા દેતો નથી. સ્થિરતા એ આત્મભાવ છે, જે સ્વસ્થ છે, સ્થિર છે. મન અસ્થિર છે અસ્વસ્થ છે. જે સ્વસ્થ છે તે સ્થિર પણ છે. સ્વસ્થને દુઃખ નથી. પરમ સ્થિરતાનું લક્ષ્ય બાંધવાથી આપણામાં સ્થિરતા આવે છે, સિદ્ધ ભગવંતના ધ્યાનથી સ્થિરતા આવે છે. નિશ્ચયથી ચારિત્ર સ્થિરતારૂપ છે, તેથી સિદ્ધોમાં પણ ચારિત્ર મનાય છે.
[૩૩] જ્યારે જીભનો ઉપયોગ પરમાત્માના ગુણગાન ગાવામાં થાય, આંખનો ઉપયોગ પરમાત્માના શ્રુતજ્ઞાનના અધ્યયનમાં થાય, મનનો ઉપયોગ પરમાત્માના ગુણચિંતનમાં થાય, શરીરનો ઉપયોગ પરોપકાર તથા પરમાત્માની ભક્તિમાં થાય, હૃદયનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં થાય ત્યારે સમજવું કે જીવમાં સમ્યગુજ્ઞાન પરિણામ પામ્યું
૮ અમૃતધારા
Page #22
--------------------------------------------------------------------------
________________
છે. વળી તે નિશ્ચયરૂપ થાય ત્યારે આત્મા વારંવાર નિર્વાણપદને વિષે તન્મય થાય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનો સંસ્કાર દઢ બને, ત્યારે થોડું પણ જ્ઞાન ઉત્કૃષ્ટ મનાય છે. હેય-ઉપાદેયના બોધવાળું જ્ઞાન સમ્યગુજ્ઞાન
[૩૪] માર્ગનો જાણકાર પણ ગમનની ક્રિયા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી. તેમ ક્રિયા વગરનું એકલું જ્ઞાન મોક્ષરૂ૫ ફળ સાધવાને અસમર્થ છે. દીપક સ્વયં પ્રકાશિત છે તો પણ તેમાં તેલ પૂરવાની ક્રિયા જરૂરી છે તેમ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છતાં તેને પ્રગટ કરવા જે જે અશુભ ક્રિયાથી આવરણ થયું તેની વિપક્ષક્રિયા દ્વારા ભાવશુદ્ધિ કરવી જરૂરી છે.
| [૩૫] વ્યવહારનયની અપેક્ષાએ જ્ઞાન તો અન્ય પાસેથી મેળવી શકાય પણ ક્રિયા તો સ્વયં કરવી પડે. વૈદ્ય રોગીને ઔષધ વિષે સમજ આપી શકે પણ ઔષધસેવન ક્રિયા રોગીએ કરવી પડે. શુભક્રિયા જીવના પ્રગટેલા શુભભાવની રક્ષા કરી આત્મિક ગુણોનો વિકાસ કરે
[૩૬] શાસ્ત્રો બોધ કરે પણ અનુભવજ્ઞાન દ્વારા જ કેવળજ્ઞાનરૂપી પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. અનુભવજ્ઞાન મોહરહિત હોવાથી તે ઉજાગર દશા છે. રાગદ્વેષાદિ ક્લેશરહિત એવું અનુભવજ્ઞાન જ આત્માને જાણી શકે. આત્માનુભૂતિને અવરોધક કર્મની મલિનતાને દૂર કરવી પડે. તે માટે પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાનું પાલન આવશ્યક છે. અનુભવજ્ઞાનમાં યોગ એક કારણ છે તે આત્માને મોક્ષ સાથે જોડનાર
[૩૭] આત્મામાં રાગાદિ નથી. પરંતુ આત્મા પોતે અજ્ઞાનવશ પુદ્ગલના પરિચયના નિમિત્તથી સુખદુઃખના પરિણામ કરી અશુદ્ધતા પામે છે, ત્યારે આત્માનું શુદ્ધસ્વરૂપ ઢંકાઈ જાય છે. ત્યારે આત્માની પ્રગટ અવસ્થા અશુદ્ધ હોય છે, તો પણ ઉપાધિરહિત શુદ્ધાત્માનું ધ્યાન
અમૃતધારા ૯
Page #23
--------------------------------------------------------------------------
________________
કરવાથી, રુચિ કરવાથી, શુદ્ધતાનું અવલોકન થાય છે. ત્યારે કર્માદિનો સંયોગ છતાં ઉપયોગની શુદ્ધતા વડે આત્માનુભવ કરવામાં આવે છે. રાગાદિક ભાવ એ આત્મસ્વરૂપથી ભિન્ન ક્ષણિક અવસ્થા છે. તેથી જ્ઞાની કર્મસંયોગવાળા છતાં પુદ્ગલથી ભિન્ન એવા આત્માનો અનુભવ કરે છે.
[૩૮] જીવ ગૃહ વસ્ત્રાદિક પરપદાર્થને કરે છે તે વ્યવહાર નિભાવવાનું કથન છે. નિશ્ચયથી જીવના યોગ-ઉપયોગ ગૃહાદિને ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. કથંચિત જીવ યોગ કે ઉપયોગનો કર્તા છે. મન વચન કાયાની પ્રવૃત્તિથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તે વખતે ઉપયોગમાં રાગાદિરૂપ વિકાર પરિણામ થાય છે. તે બંને ગૃહાદિક તથા રાગાદિકનું નિમિત્ત છે. પરંતુ આત્મા અન્ય પદાર્થોનો કે અન્ય ભાવનો કર્તા નથી.
[૩૯] આત્મા સ્વયં પોતાના રાગાદિકનું નિમિત્ત નથી, કે સ્વભાવથી કર્તા નથી. પરંતુ સૂર્યકાંત મણિ જેમ પોતે સ્વયં અગ્નિરૂપે પરિણમતો નથી, પરંતુ તેમાં સૂર્યનું તેજ નિમિત્ત છે. તેમ પુગલના સંયોગે ઉપયોગમાં આત્મામાં રાગાદિ થાય છે.
[૪૦] જીવ પર દ્રવ્યોના સંબંધથી, પરદ્રવ્યોથી ભિન, આત્માને શુદ્ધકર્તા, શુદ્ધ સાધન, શુદ્ધ કર્મ અને શુદ્ધફળ આ ચારે ભેદથી અભેદરૂપે જાણે છે, અને નિશ્ચયથી પરદ્રવ્યમાં એકત્વ કરી પરિણમન નથી કરતો ત્યારે તે જીવ અભેદરૂપ શુદ્ધાત્માને, શાયકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે કર્તા - હું નિર્મળ ચૈતન્યભાવનો સ્વાધીન કર્તા. કરણઃ શુદ્ધ સ્વભાવના અતિશયરૂપ સાધન. કર્મ: હું નિર્મળ ચૈતન્ય પરિણમન સ્વભાવથી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત છું. કર્મફળઃ તેથી આકુળતારહિત શુદ્ધ આત્મિક સુખને ભોગવું છું. એ આત્માનું અમરગાન છે. [૪૧]
સર્વ સંસારી જીવોને શુભાશુભ કર્મોનો ઉદય સતતપણે વર્તે છે. તે ઉદય પૂર્વનાં સંચિત કમનું કારણ છે. વળી તે બંધનું કારણ નથી,
૧૦ અમૃતધારા
Page #24
--------------------------------------------------------------------------
________________
પણ તે શુભાશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ ઇષ્ટાનિષ્ટ પદાર્થોનો સંયોગ મળતાં અજ્ઞાની જીવમાં રાગાદિ પરિણમન થાય છે, ત્યારે બંધ થાય છે. [૪૨]
સમ્યગ્દષ્ટિ આત્મા રાગાદિ વિકારી પરિણામોને ઉપયોગમાં ભેળવતો નથી. તેને મારા જાણતો નથી, તે ભાવે પરિણમતો નથી. માત્ર ઉદયજન્ય કર્મફળને જાણે છે. પોતે જ્ઞાનભાવે ટકે છે. તેથી પુનઃ બંધાતો નથી. તે જીવોની વ્યવહારિક પ્રવૃત્તિ પણ કથંચિત કર્મનિર્જરાનું કારણ બને છે. કારણ કે તેનું ચિત્ત મોક્ષાભિલાષી હોય છે. નિશ્ચયથી સર્વ પ્રવૃત્તિઓનો આધાર જીવનું ચિત્ત હોય છે. તે ચિત્તને સમ્યગ્દષ્ટિ સ્વસ્થ રાખે છે. તેને પાપ અશક્તિના હોય છે આસક્તિનું પાપ હોતું નથી. સમ્યગ્દર્શનનું આવું સામર્થ્ય છે. તે અજ્ઞાની જાણતો નથી. તેથી પુનઃ બંધાય છે. [૪૩]
પુદ્ગલ જડ છે તો પછી તેનામાં એવી કઈ શક્તિ છે કે જે મહાસમર્થ ચૈતન્યસ્વરૂપ આત્માને વિભાવ પરિણામ કરાવી સંસારમાં પરિભ્રમણ કરાવે છે?
[૪૪]
જેમ વ્યસની મનુષ્ય વ્યસનના સેવનથી વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. કુશળ ખાનદાન પુરુષને પણ તે વ્યસન સેવનથી ભ્રષ્ટ કરી દે છે. તેમ આત્મપ્રદેશોમાં રાગાદિભાવોના નિમિત્તથી બંધરૂપ થયેલ કાર્યણવર્ગણાના સંયોગથી આત્મા સ્વભાવથી ચુત થઈ વિપરીત ભાવોમાં પરિણત થાય છે.
જે જીવ ૫૨પુદ્ગલોમાં રાગાદિભાવવાળો છે તે જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે. જે રાગભાવે કરી રહિત છે, તે સર્વ કર્મોથી મુક્ત થાય છે. નિશ્ચયથી પણ સંસારી જીવોને રાગાદિભાવરૂપ અશુદ્ધ ઉપયોગ જ ભાવબંધનું કારણ છે. અને પરપદાર્થોનું નિમિત્ત તે દ્રવ્યબંધનું કારણ છે. તેટલા માટે મોક્ષાર્થી જીવે રાગ, દ્વેષ, અજ્ઞાન અને મોહનો નાશ કરવો.
[૪૫]
અમૃતધારા * ૧૧
Page #25
--------------------------------------------------------------------------
________________
આત્મા સ્વાભાવિક રીતે નિતરંગ જેવો છે. માટે આત્મામાં માનસિક વિકલ્પરૂપ કે કાયિક વૃત્તિઓ હોય નહિ. પરંતુ જેમ સ્થિર ગંભીર સાગરમાં પવનથી તરંગો ઊઠે છે તેમ અન્ય પદાર્થોના સંયોગથી વૃત્તિઓ કે વિકલ્પો ઊઠે છે. જ્ઞાની તેનો નિરોધ કરે છે. પૂર્ણ વૃત્તિસંક્ષય કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે અને અયોગી કેવળી ગુણસ્થાનકે હોય
[૪૬] અનંત શક્તિનો ધારક આત્મા છે, જે અવસ્થાએ વીતરાગ છે. અજ્ઞાનથી રાગદ્વેષરૂપે પરિણમે છે તેને કોઈ પરિણમાવતું નથી. એવો પરાધીન પુરુષાર્થહીન આત્મા નથી. પરનો આશ્રય કરવાથી રાગદ્વેષ કરે છે. તે અશુદ્ધ નયની અપેક્ષાએ છે. છતાં તે સ્વરૂપે સ્વતંત્ર છે પરના કરાવ્યા રાગાદિ થાય તો તો આત્મા કદી છૂટે નહિ કારણ કે પૌગલિક પદાર્થો તો સંસારમાં સર્વત્ર વ્યાપ્ત છે. અજ્ઞાનદશામાં આત્માની અવસ્થામાં રાગદ્વેષના પરિણામ સ્વયં થાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપે રહે તો રાગદ્વેષરૂપે પરિણમતો નથી. [૪]
જ્ઞાનીજનો કહે છે હે ચેતન ! પરને માટે એક વાર તો તું મરી જ જા. પરની પાછળ પડી તેં શું મેળવ્યું! કંઈ જ કરી ન શક્યો. તું રાગ ન કરી શકે એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, અરે સ્વયં સિદ્ધાત્મા જ છું. તારા શરીરની ક્રિયાઓ તારા ખ્યાલમાં આવે છે પણ તું તેમાં કિંઈ કરી શકતો નથી એટલું તો સમજ. તારા ઇચ્છયા હાડ માંસ બને છે ? તું તો તેનો જાણનાર છું,
[૪૮]. રાગી દ્વેષી પરિણામી આત્મા પાસે કર્મ સ્વયં આવે છે તેને બોલાવવા પડતા નથી. હવે તું એ વિચાર પણ ત્યજી દે કે રાગાદિ તો મારા ઘરના નથી. મારા કર્યા થવાના નથી. હું કરું છું તે મારું અજ્ઞાન છે. જો જીવ જાણનાર તરીકે ટકી જાય તો બંધાતો નથી. કર્તુત્વ અને ભોફ્તત્વના મિથ્યાભાવથી સુખનો રાગ અને દુઃખનો દ્વેષ પેદા કરી વ્યાકુળ થઈશ, એ જ જીવને બંધન છે. ૪િ૯]
૧૨ એ અમૃતધારા
Page #26
--------------------------------------------------------------------------
________________
[૫O].
મોક્ષના સાધક આત્માને સમ્યગુજ્ઞાનાદિ ગુણોનો સંબંધ થાય છે તે યોગ છે. જેથી તે આત્મા મોક્ષમાં જોડાઈ જાય છે. આથી મોક્ષનું સાક્ષાત્ કારણ યોગ’ હોવાથી તેને નિશ્ચયયોગ કહ્યો છે. તે યોગ પરિણામથી જીવ નક્કી મુક્ત થાય છે. જીવને પરિભ્રમણના અંતરંગ કારણો મોહ, રાગ અને દ્વેષ છે.
મોહઃ (દર્શનમોહ જડ ચેતન પદાર્થોને સુખબુદ્ધિએ પોતાના જાણવા. વળી મનુષ્ય તિર્યંચ પ્રત્યે અહમ્ કે મમત્વબુદ્ધિએ દયાભાવ થવો કે અન્યનાં કર્મોને ફેરવી શકું છું. સુખી દુઃખી કરી શકું છું.
રાગઃ ઇષ્ટ-મનગમતા પદાર્થોમાં પ્રીતિ થવી. આકર્ષણ થવું.
દ્વેષ: અનિષ્ટ અણગમતા પદાર્થોમાં અપ્રીતિ થવી, નિર્દય પરિણામ થવા. આ ત્રણે અહિતકારી હોવાથી તેને નષ્ટ કરવા. વસ્તુત દર્શનમોહના કારણે જીવમાં રાગાદિ પરિણામ થાય છે. તેને દૂર કરવાનું સાધન સમ્યગૂજ્ઞાન-આત્મજ્ઞાન છે તે માટે નિર્મળ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો.
મિથ્યાત્વઃ દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયોને વશ જીવમાં સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગશાસ્ત્રના ગુણોનું વિપરીત પરિણમન થાય છે તે વાસ્તવિક મિથ્યાત્વ છે. તેના કારણે આત્મામાં આંતરિક શુદ્ધ આત્મરુચિ પ્રગટ થતી નથી. મિથ્યાત્વનો એક અંશ પણ સંસાર પરિભ્રમણનું કારણ છે.
જેનું પ્રત્યેક આચરણ ઔચિત્યયુક્ત આત્મરૂપ હોય, જેના જીવનમાં પાંચ અણુવ્રતો-મહાવ્રતો વણાયેલા હોય જેનું ચિત્ત સર્વજ્ઞ કથિત જીવાદિતત્ત્વોના ચિંતનમાં પરોવાયેલું હોય, વળી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત હોય તે અધ્યાત્મયોગનો અધિકારી છે. અધ્યાત્મયોગની વૃદ્ધિ તે ભાવનાયોગ છે આવો અધ્યાત્મયોગ વાસ્તવિક પણે મોક્ષસાધક છે. અધ્યાત્મયોગના પરિણામ રહિત હું શુદ્ધ છે તે કેવળ શાબ્દિકકથન છે.
[૫૨] મન – ભાવ – ઉપયોગ આત્માનું લક્ષણ ઉપયોગ છે. તેના
અમૃતધારા ૧૩
Page #27
--------------------------------------------------------------------------
________________
મન અથવા ભાવ પર્યાયવાચી શબ્દો છે. મતિજ્ઞાનાવરણીય કર્મના તથા અંતરાયકર્મના ક્ષયોપશમથી (શક્તિના ઉઘાડથી) રાગાદિ મલિનતારહિત સ્વરૂપની રુચિ દ્વારા થતી નિર્મળ અવસ્થા તે ભાવશુદ્ધિમનશુદ્ધિ છે તે મન નિર્વિકલ્પ છે. સંકલ્પ વિકલ્પરૂપ મનથી રહિત મન દ્વારા શુદ્ધાત્મા પ્રત્યક્ષ જણાય છે.
[૫૩] ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત સ્થિરમન સ્વાત્મા પ્રત્યે ક્ષણમાત્ર સન્મુખ થાય છે તેને જે સ્વરૂપ અનુભવ થાય છે તે પરમાત્મા છે. જેમ જેમ ઉપયોગરૂપ પરિણામની મનની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે તેમ જગત પ્રત્યે, જડ પદાર્થો પ્રત્યે આત્મા ઉદાસીન થતો જાય છે. * ઇન્દ્રિય વિષયોમાં આસક્તિ, વિરક્તિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં મન જ માલિક છે. તે માટે મનને વશમાં રાખવામાંથી ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.
[૫૪] મન – ચિત્ત – ઉપયોગને વિકલ્પ રહિત, રાગાદિ પરિણામરહિત કરવું તે પરમતત્ત્વ છે. સમ્યકત્વપ્રાપ્તિ પણ વિકલ્પરહિત ચિત્ત વડે થાય છે. માટે મનને પરમાત્મસ્વરૂપની ભાવનામાં જોડવું. સંકલ્પ વિકલ્પ એટલે ઈનિષ્ટ પરિણામનું ઉત્પન્ન થવું. તે માટે જે જે ઇચ્છાઓ મનમાં ઊઠે તેને પોષણ ન આપવું. પરંતુ તેમાંથી મનને પાછું ખેંચી શુદ્ધાત્મામાં જોડવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી સંકલ્પો શમી જતાં બાહ્ય ઉપાધિનો નાશ થશે. તે જ સમયે શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ
[૫૫] દીર્ઘકાળના મનમાં પડેલા સંસ્કારો જીવને ઇન્દ્રિયો તરફ આકર્ષે છે. સાધકે મનને પૂછવું કે હે મન ! તું આ બાહ્ય પદાર્થોના સેવનમાં નિશ્ચિત છું?
મનઃ હું સદાય ચિંતામાં આકુળ થઈ દુઃખી છું. જીવઃ તને ચિંતા શું છે? મનઃ ઈષ્ટ-અનિષ્ટ સંયોગમાં રાગ-દ્વેષના પરિણામ વડે હું ચિંતિત
૧૪ અમૃતધારા
થશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
[૫૭]
થાઉં છું. તે મારા દુઃખનું કારણ છે.
જીવઃ સમજદાર હોય છે જેનાથી દુઃખ થાય તેનો ત્યાગ કરે છે. માટે તું તે પદાર્થોનો શીઘ્રતાથી ત્યાગ કર. નહિ તો દુઃખમુક્ત કેવી રીતે થઈશ?
મનઃ અરે ! જીવ મેં ઘણી વાર તપ, જપ, ધ્યાન કરી તે સંબંધ છોડવા પ્રયત્નો કર્યા, છતાં બાહ્ય પદાર્થોના વિકલ્પ છૂટતા નથી.
જીવ: હે મન, પ્રથમ તું વિકલ્પોને શાંત કર પછી મનને પરમાત્મપદમાં જોડવા પ્રયત્ન કરી જો તું પરમાત્મપદમાં જોડાઈ જઈશ તો તારો અને મારો બંનેનો દુઃખથી છુટકારો થશે. [૫૬]
આખરે, વાસ્તવમાં આત્મા જ આત્માનો ગુરુ બને છે. સદ્દગુરુ દ્વારા આત્માને ઉપદેશ આપનાર, અજ્ઞાનને દૂર કરનાર તો ગુરુ છે જ. પરંતુ જીવની સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિરૂપથી સ્વબોધ થતાં આત્મા જ આત્માનો ગુરુ છે.
સગુરુના સદ્ધપદેશ દ્વારા બાહ્યનિમિત્તથી સ્વભાવરૂપ નિર્મળ પરિણામ આત્મામાં જ ઉત્પન્ન થાય છે કે મને શાશ્વત સુખ પ્રાપ્ત થાઓ. આવા પરિણામ તે આત્માની શક્તિરૂપ આત્મા આત્માનો ગુરુ
[૫૮] સદ્દગુરુનો બોધ મળ્યા પછી આત્મા પોતે મોક્ષપ્રાપ્તિનો ઉપાય કરે છે. અને પોતાના ભાવને પોતે જ મોક્ષ પરિણામરૂપે પરિણમાવે છે. ત્યાર પછી આત્મા જ ગુરુ છે. વળી જ્યારે જ્યારે સાધક આત્માને દોષ દેખાય છે ત્યારે પોતે જ પોતાને દોષ આપે છે. જેમકે ક્રોધાદિ કષાયથી જીવ પોતાને ઠપકો આપી કષાયથી પાછો વાળે છે ત્યારે તેને કોઈ ઉપદેશ આપતું નથી. આમ આત્મા જ આત્માનો ગુરુ છે. એવું સામર્થ્ય ન હોય તો મિથ્યા કલ્પના કરી સ્વચ્છેદ પોષવો નહિ.
[૫૯]. આત્મ હિતકારી સદ્ગુરુનો બોધ મળ્યા પછી જીવ જો પોતાનું
અમૃતધારા ૧૫
છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન સ્વયં દૂર કરતો નથી તો તેનું સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. અર્થાત્ બાહ્ય નિમિત્ત મળ્યા પછી જીવ પોતાને ગુરુપણે સ્થાપિત કરે છે. એમ અપેક્ષાએ જીવે પોતાને પોતાનો ગુરુ માનવો. [૬૦]
અજ્ઞાનવશ જીવ એમ માને છે કે હું રાગાદિ વિકલ્પવાળો છું. પરંતુ હવે એમ વિચારતો થા કે હું વિકલ્પરહિત, નિસ્તરંગ, સ્થિર શુદ્ધ આત્મા છું. જે વિકલ્પો ઊઠે છે તે સ્વભાવના નથી તેથી દુઃખદાયક છે. રાગાદિ છે તેને જાણે છે પણ તે તેનો સ્વામી નથી, કે તે તારા સ્વામી નથી. આમ કરવાથી આત્મા ગુરુપણે સ્થાપિત થઈ સ્વનું કાર્ય સિદ્ધ કરી શકે છે.
તારે કંઈ દૂરસુદૂર જવાનું નથી તારે તદ્દન નિકટવર્તી તારા ઉપયોગને જ સ્વ પ્રત્યે ઝુકાવવાનો છે. ફક્ત દૃષ્ટિ પલટવાની છે. હું સુખી કે દુઃખી છું તેવા વિકલ્પ જ તને બાધક છે. તારા સ્વાશ્રયે તને સુખ જ છે.
[૬૨] આમ વર્તમાન અવસ્થાનું – પર્યાયનું દેહાદિની ભિન્નતાનું જ્ઞાન કરવું તે વિવેક જ આત્માનો ગુરુ છે. અને વર્તમાન અવસ્થાના રાગાદિ જેટલો કે દેહાદિરૂપ પોતાને માનવો તે પર્યાયદૃષ્ટિ છે. પર્યાય – વર્તમાન અવસ્થાનું જ્ઞાન સમ્યગૂજ્ઞાનનું કારણ છે.
જીવ રાગાદિને જાણવા છતાં, જાણવું તે જ્ઞાન છે તે જ્ઞાન હું છું તેમ ન માનતાં રાગાદિ હું છું તેમ માની જ્ઞાનમાં એકતા કરવાને બદલે રાગાદિમાં એકતા કરે તો તે મિથ્યાદૃષ્ટિ છે. રાગાદિ અશુભ ભાવ કે તપાદિ શુભ ભાવ ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થાઓ છે. આત્મા તેટલા ભાવ જેટલો નથી. તેમ પોતાનું સામર્થ્ય લાવે તે આત્મા સ્વયં ગુરુ છે.
[૬૪] અનાદિથી જીવને આત્માનું વિસ્મરણ છે. હે જીવ કેવું આશ્ચર્ય છે કે તેને અનાદિથી આત્મસ્વરૂપ વગર ચાલ્યું છે, હવે એક વાર રાગાદિ વગર ચલાવી ને પછી તેને કેવી શાંતિનો અનુભવ થાય છે
૧૬ અમૃતધારા
Page #30
--------------------------------------------------------------------------
________________
તે જો.
[૬૫] પ્રાયે અશુભ ભાવ કરાવે આવતા નથી પણ જીવનો પુદ્ગલપરિચયથી એવો સંસ્કાર બન્યો છે. તેને દૂર કરવા શુભ ભાવની કથંચિત અપેક્ષા છે. તેને માટે તપ વ્રતાદિ ભલે થાય, પણ એ પાપ કે પુણ્ય મૂળમાં મારાં નથી તેવો દઢ સંકલ્પ કર અને પ્રથમ મિથ્યાભાવ ટાળવાની પ્રતિજ્ઞા લે, કે મારે હવે સ્વરૂપપ્રાપ્તિ સિવાય કંઈ જોઈતું નથી. વચમાં પૂર્વસંસ્કારો આવશે તેને જાણનારો થા. કર્તા ન થા, તેવી પ્રતિજ્ઞા કરતો જા. કે મને હવે શુદ્ધાત્મા જ ખપે છે. અન્ય નહિ.
[૬૬] શુભાશુભ ભાવ આવશે, તે ભલે તને સ્વાધીન ન હોય પરંતુ રુચિ ફેરવવા તું સ્વાધીન છું. તારે પેલા ભાવોને દૂર કરવા પુરુષાર્થ નથી કરવાનો. પુરુષાર્થ સ્વભાવ પ્રત્યે વાળવાનો છે. એકાંતે શાંત ચિત્તે આ પ્રયોગ કર્યા વગર. અશુભ ભાવને ખોટા માની દ્વેષ ન કર કે શુભ ભાવને સારા માની આદર ન કર. બંને પરભાવ છે તેમ માની ઉપયોગને સ્વસ્થ રાખવો.
કેવળ શાસ્ત્રાભ્યાસ, સ્વાધ્યાયથી કે અન્ય વ્રતાદિથી આત્માનું સ્વરૂપે પ્રગટ થતું નથી. તે અભ્યાસ માટે હોય તો પણ આખરે જીવે જ્ઞાનસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ વારંવાર અભ્યાસ કરવાથી રાગાદિના વિકલ્પ છૂટે છે. તે અજ્ઞાનભાવે આવે છે તેને દુઃખનું કારણ જાણી વિરક્ત થવું.
જ્ઞાનસાર અખકનું પ્રથમ અષ્ટક પૂર્ણતા. અર્થાત્ જીવનું સ્વરૂપ જીવનનું ધ્યેય. જીવનનો આધ્યાત્મિક આવિર્ભાવ. આથી પૂર્ણતાના લક્ષે જ આધ્યાત્મિક જીવનનો પ્રારંભ તે જ વાસ્તવિક સાધના. પૂર્ણતા એટલે સાધ્ય રૂપ અતિ નિર્મળ શુદ્ધ અવસ્થા જ્યાં શાશ્વત સુખ અને શાંતિનું સ્થિરત્વ છે.
[૬૯] જીવ માત્ર સવિશેષ બુદ્ધિમાન મનુષ્ય ચિરસ્થાયી શાંતિ અને
અમૃતધારા ૧૭
Page #31
--------------------------------------------------------------------------
________________
નિરાકુળ જીવન ચાહે છે. તેની પ્રાપ્તિ શુદ્ધ જીવન વડે હોય છે. જીવન શુદ્ધિ સાથે સાચા સુખ શાંતિનો એકમેવ સંબંધ છે. જીવનમાં મલિન ભાવો, રાગાદિ હોય બીજી બાજુ ભૌતિક સાધન સંપન્નતા હોય તો પણ તેમાં મનુષ્યને શાંતિ કે નિરાકુળ સુખ ન હોઈ શકે. કારણ કે જેમાં જે વસ્તુ જ નથી તે કેમ પ્રાપ્ત થાય !
[૭૦]. વળી કથંચિત કોઈ જીવ ધાર્મિક ક્રિયા પ્રવૃત્તિ કરતો હોય પણ જો જીવન શુદ્ધ ન હોય, પૂર્ણતાનું ધ્યેય ન હોય તે પ્રવૃત્તિ સંસારવૃદ્ધિનું કારણ બને છે. જીવનું અજ્ઞાનવશ લક્ષ સંસારના સુખ પ્રત્યે રહેલું છે. તે મંતવ્ય
જ્યાં સુધી બદલાય નહિ, ધ્યેય પૂર્ણતાનું ન થાય ત્યાં સુધી મનોભાવ પૂર્ણતામાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી સંસાર ક્ષય થતો નથી. ધર્મ પ્રવૃત્તિ પણ પૂર્ણતાના લક્ષે યથાર્થરૂપ હોવી ઘટે.
[૭૧] યદ્યપિ ધાર્મિક ક્રિયા, તપ, જપ, આદિમાં કથંચિત કષાયની કંઈ મંદતા જણાય છે. તેથી ચારિત્રમોહનીય મંદ થતું લાગે, ત્યારે પણ તે તે ક્રિયામાં કર્તા આદિ અહમુભાવો દર્શનમોહરૂપે કામ કરે છે તેથી જીવનું પરિભ્રમણ સંક્ષેપ પામતું નથી. તે માટે સાધકે જાગૃત રહી અંતર નિરીક્ષણ કરવું. તેનું લક્ષ આત્મસ્વરૂપ પ્રત્યે થયું છે કે નહિ? પૂર્ણતાનું ધ્યેય દઢપણે થયું છે કે નહિ? અંતઃકરણની શુદ્ધતા અનુભવમાં આવે છે? જો જવાબ ‘હા’ નથી તો તે કરેલા ધર્માનુષ્ઠાનો શુભભાવરૂપે પરિણમી વળી કષાયોની મંદતામાં જ ધર્મ માની જીવે ત્યાં જ અટકી જશે. અને પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ ઊભું જ રહેશે.
[૭૨] જે દ્રષ્ટિમાં દ્રષ્ય જણાય તે સમ્યગ્દર્શન પૂર્ણતાના લક્ષવાળા સાધકનું જીવન મંતવ્ય ઘણું ઊંડાણવાળું અને ગાંભીર્યયુક્ત હોય છે. સૌપ્રથમ તે જાગૃત હોય છે, અંતરના સંશોધનમાં પ્રવૃત્ત હોય છે. આથી મિથ્યાત્વ અતિ મંદતા પામે છે. સાધકદશા હોવાથી હિતાહિત, પ્રયોજનભૂત કાર્ય કે અપ્રયોજનભૂત કાર્યમાં ખૂબ સૂક્ષ્મ વિચારને પ્રયોજે છે. અંતરંગનો ઉલ્લાસ છે. બાહ્ય ઉદાસીનતા છે.
૧૮ અમૃતધારા
Page #32
--------------------------------------------------------------------------
________________
સમયનો સદ્દઉપયોગ કરે છે. તે સાધક સફળ થાય છે. [૭૩]
નિશ્ચયથી પોતાના આત્માના પરિણમનની શુદ્ધિનું લક્ષ છે. વ્યવહારથી નિશ્ચયને અનુરૂપ, પરમાર્થમાર્ગને અનુરૂપ દેવભક્તિ, ગુરુવિનય, શાસ્ત્રબોધ, તે પ્રત્યે અત્યંત બહુમાન, સ્વપર દયારૂપ ધર્મ સવિશેષ વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. એકાંતે આત્મવિચારણા, આત્મભાવનાનો આરાધક છે. આથી સ્વયં સ્વરૂપનું લક્ષ સંપ્રાપ્ત થવાની પાત્રતા થાય છે જેને પરિણામે પૂર્ણપદની નિઃશંકતા અનુભવે છે. આમ પૂર્ણતાના લક્ષે પરમોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત પાત્રતા થાય છે. [૭૪]
ઉપશમભાવની ભૂમિકામાં જીવને પરદયાની વિશેષતા હોય છે. વૈરાગ્યભાવની ભૂમિકામાં જીવને સ્વાત્મા પ્રત્યે કરુણા ઊપજે છે. જીવને થાય છે કે આ જન્મમરણનું પરિભ્રમણ કેમ ટળતું નથી? આ ભવનું આયુષ્ય તો પૂર્ણ થવા આવ્યું અને મારું ધ્યેય તો હજી ફળીભૂત થતું નથી. આથી પ્રમાદ- રહિત થઈ સ્વહિતમાં વિશેષ પ્રવૃત્ત થાય
[૭૫] સહજદશામાં સ્થિતિ ન રહે ત્યારે ભક્તિ, સત્સંગને સાધન માની સેવે છે. છતાં ભક્તિમાં લક્ષ્યાર્થ તો નિજાત્મા છે. પરમાત્મભક્તિના વ્યવહાર આલંબન સમયે પણ સ્વસ્વરૂપમાં પરમાત્મસ્વરૂપનું ભાવભાસન થતાં સાધકને સ્વરૂપનો મહિમા આવે છે. તેથી સ્વચ્છેદ આદિ સર્વ દોષોથી નિવૃત્ત થઈ પરમાર્થને સાધે છે. રત્નત્રયનું પરિણમન તે નિશ્ચય ભક્તિ છે, જે નિર્વાણનું નિમિત્ત છે. પરમાર્થમાર્ગના અભિલાષીને નિશ્ચય-વ્યવહાર બંને ભક્તિ પ્રયોજનભૂત છે. [૬]
સર્વ વિતરાગ જિનેશ્વર દેવે અર્થનું નિરૂપણ કર્યું. ગણધરાદિ ગુરુ ભગવંતોએ સૂત્રનું નિરૂપણ કર્યું. નિર્ગથ મુનીશ્વરોએ શાસ્ત્રનું નિરૂપણ કર્યું. આવી આત્મજ્ઞાનસ્વરૂપ સત્પરુષોની વાણી તે દ્રવ્યશ્રુત છે. તે આત્મકલ્યાણાર્થે પ્રયોજાઈ છે. સમીપવર્તી સાધકને તે દ્રવ્યશ્રુત ભાવકૃત રૂપે પરિણમવામાં નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિ આત્માને દ્રવ્યકૃત પ્રત્યે
અમૃતધારા ૧૯
છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
અત્યંત બહુમાન હોય છે. તેથી જ્ઞાનાદિની નિર્મળતા પ્રાપ્ત થાય છે. વર્તમાન દુષમ કાળમાં જિનવાણી, દ્રવ્યશ્રુત સાધકને સારભૂત
[૭] આત્મા સૂક્ષ્મ અને અરૂપી પદાર્થ છે. વળી તેનું સ્વરૂપ વચનાતીત છે. તે શ્રવણ કે ચિંતનનો વિષય પણ નથી, કેવળ સંવેદનરૂપ કે અનુભવાત્મક સ્વરૂપ છે. તો પણ તેને સંકેતરૂપ વાણીથી દર્શાવી શકાય છે. તેનું નિમિત્ત સાધન જિનપ્રતિમાનાં દર્શનપૂજન છે. [૭૮].
યદ્યપિ આત્મ સ્વભાવ એકાંતે અત્યંત પવિત્ર અને અનુભવસ્વરૂપ છે. તેની આંશિક અનુભૂતિ ચોથા ગુણસ્થાનકે સંભવ છે. તેરમા ગુણસ્થાનકે અરિહંત પરમાત્માને પૂર્ણપણે અનુભવમાં, સ્વસંવેદનમાં આવે છે. આવું અનંત સુખરૂપ સ્વસંવેદન પ્રત્યેક આત્મામાં હોવા છતાં કર્મની પરાધીનતા, આવરણથી તે આવૃત છે. તેવા જીવો ઓઘસંજ્ઞાએ, પરંપરાગત પણ જીવનદર્શન કરે તો પણ તેમને શાંતિ મળે છે.
[૯] કોઈ માનવ કે પ્રાણી અશાતાથી પીડાતા હોય તેની વેદના જ્યારે જોવામાં આવે ત્યારે જોનારને પણ અશાતાનું કંઈ વેદન થઈ આવે છે. તે કારણે પોતાને દયા-કરુણા ઊપજે છે. આવી જીવની સ્વાભાવિક પ્રકૃતિ છે. તો પછી જે સત્પુરુષો – તીર્થકરોમાં સ્વસંવેદન પ્રગટ થયું છે તેમની પ્રતિમાનાં દર્શન કરનારને પ્રાથમિક ભૂમિકામાં શાંતિ મળે છે અને માત્ર જીવને સુગમતાથી સ્વસંવેદનનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. આવા અત્યંત ઉપકારી પરમાત્માની ભક્તિ દર્શનમોહ – સ્વચ્છેદ દૂર કરવામાં સહાયક છે.
[૮] જડ ચેતન પદાર્થો અનેક ધર્માત્મક છે. પરસ્પર વિરુદ્ધ ભાસતાં લક્ષણો પદાર્થોમાં સમન્વયરૂપે રહ્યાં છે. એટલે વાસ્તવમાં વિરુદ્ધતા નથી. પણ વસ્તુ સહજ સ્વરૂપ છે. જેમ આત્માનું નિત્યપણું અને અનિત્યપણું. દ્રવ્યથી નિત્યપણું છે, અવસ્થાના રૂપાંતરથી અનિત્યપણું
૨૦૪ અમૃતધારા
Page #34
--------------------------------------------------------------------------
________________
છે. વળી ધર્મ વિધિનિષેધરૂપે હોય છે. જેમકે અહિંસા – હિંસા કરવી નહિ. સત્ય – સત્ય બોલવું આચરવું.
| [૮૧] આથી શાસ્ત્રનાં વચનો પૂર્વાપર અવિરોધરૂપે હોય છે કેમ કે તે જ્ઞાની દ્વારા પ્રરૂપિત છે. તેઓની વાણી સર્વ આત્માના કલ્યાણ માટે હોય છે જીવની અલ્પજ્ઞતા, અજ્ઞાનતા, સ્વ અભિપ્રાય કે માન્યતાને કારણે વિરોધ ભાસે છે. તેને સમાધાન થતું નથી. જ્ઞાનીના વચનને અનેક પડખાથી જાણે તેમાં રહેલો આશય જાણે તો જ્ઞાનીની વાણી સમજાય અને બહુમાન ઊપજે.
| [૮૨] પર પદાર્થની અનુકૂળતામાં સુખના અનુભવનો અભિપ્રાય / માન્યતા છે ત્યાં સુધી બહિર્મુખ વૃત્તિનું વલણ બદલાતું નથી. અંતર્મુખ થઈ શકતો નથી. પર પદાર્થમાં ઈનિષ્ટભાવ હોવાથી ધ્યાનાદિ કરે તો પણ તે આત્મકલ્યાણાર્થે થતાં નથી. પોતે પર પદાર્થથી દેહાદિથી ભિન્ન છે. રાગાદિનો કર્તા નથી, એવા ભેદજ્ઞાનના પ્રયોગ વડે સ્વસ્વરૂપમાં સુખની માન્યતા દઢ થાય તો પર પદાર્થોના સુખનો અભિપ્રાય નષ્ટ થાય. જીવની વૃત્તિનો પ્રવાહ અંતરાત્મા પ્રત્યે વળે. આથી સૌપ્રથમ માન્યતા બદલવી જરૂરી છે.
[૪૩] વસ્તુનું પરિણમન સ્વતંત્ર છે. સમ્યગ્દષ્ટિને બંધ નથી એ આ અપેક્ષાએ છે. હું પરમપરિણામિક ભાવસ્વરૂપ અર્થાત્ અપરિણામી છું. આથી સુખદુઃખાદિ થતાં પરિણમનમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ થતી નથી. તેથી દ્રવ્યના સ્વતંત્ર પરિણમનમાં તેમને કંઈ વિકલ્પ નથી. જ્ઞાનાદિ ગુણો પણ પોતપોતાનું સ્વાભાવિકપણે કાર્ય કરતા જણાય છે તેથી બાહ્ય વિકલ્પથી સર્વ ઉપાધિરહિત સમ્યગ્દષ્ટિ છે. [૮૪]
શાસ્ત્રઉપદેશની કે બોધની પ્રણાલિ સમષ્ટિગત ઉપદેશપદ્ધતિથી કરવામાં આવી છે. વળી વર્તમાન અને ભાવકાળના જીવોની અનેકલક્ષી પાત્રતાને લક્ષમાં રાખીને શાસ્ત્રઉપદેશની રચના થતી હોય તેથી સાધકે ગુરુગમે પોતાની યોગ્યતા પ્રમાણે ઉપદેશ ગ્રહણ કરવો, અપ્રયોજનભૂત
અમૃતધારા ૨૧
Page #35
--------------------------------------------------------------------------
________________
છે.
તત્ત્વને ગૌણ કરી પ્રયોજનભૂત તત્ત્વ ઉપર વિશેષ લક્ષ આપે તો આત્મહિત થાય પણ જો તેવા તત્ત્વ પર દૃષ્ટિ ન જાય તો આત્માનું અહિત થાય છે.
આત્મકલ્યાણનો અભિલાષી પ્રથમ તો રાગાદિ મોહનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. મોહના બે પ્રકાર – એક દર્શન મોહ બીજો ચારિત્રમોહ. નાશ તો બંનેનો કરવાનો પણ બંનેની કેવી રીતે ગૌણતા મુખ્યતા કરવી તે જાણતો ન હોય તો ચારિત્રમોહને | કષાયને વિશેષ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આથી દર્શનમોહ કે જેનો નાશ થવાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થાય છે. તે વાત ભૂલી જાય છે. માટે પ્રથમ દર્શનમોહ ઘટાડવા ઉદ્યમી થવું. સાથે ચારિત્રમોહ ઘટવાનો
[૮૬] શાસ્ત્રમાં ઉપદેશબોધની શૈલીમાં કદાચિત વ્યવહારની પ્રધાનતાથી પ્રતિપાદન થયું હોય, જેમકે અપ્રશસ્ત રાગ છોડવા પ્રશસ્તરાગ આવશ્યક છે, અશુભ ભાવથી છૂટવા પ્રશસ્ત રાગ કરવો. આવા કથન તે કાળે યોગ્યતાવશ કહેવામાં આવે છે. તે પ્રશસ્ત રાગમાં કર્તુત્વભાવની ગૌણતા છે. પણ જો કોઈ એમ અભિપ્રાય બાંધે કે જ્ઞાનીને પણ રાગ હોય છે. આવું કથન શોધીને સાધક રાગને પુષ્ટ કરે તો તેને બંધ થવા યોગ્ય છે. કારણ કે તેમાં રાગનો આદર થવાથી સ્વસ્વભાવનો અનાદર થાય છે. માટે ગુરુગમે હેય-ઉપાદેયને બરાબર જાણવા પણ ખોટી માન્યતામાં ફસાવું નહિ.
] ભૂમિકાનુસાર સન્માર્ગને આરાધવાને બદલે જીવ માને કે શાસ્ત્ર વાચનથી – સ્વાધ્યાયથી શ્રવણથી સમાધાન થઈ જશે તો તે કેવળ શુષ્ક જ્ઞાનમાર્ગ છે. ખરેખર તો જેને સ્વરૂપલક્ષે તત્ત્વ શ્રવણ થતાં
અંતર્મુખ થવાનો પુરુષાર્થ થઈ જાય. કષાયમાં મંદતા આવે ત્યારે જીવ વિચારે કે કઈ રીતે અંતર્મુખ થઈ માર્ગે જવું. સાથે નિર્ણય કરતો જાય હું સ્વસ્થરૂપે પરિપૂર્ણ અનંત શક્તિનિધાન છું. આમ પાત્રતાને
૨૨ અમૃતધારા
Page #36
--------------------------------------------------------------------------
________________
વિકસાવતો વિશેષ અંતર્મુખ થાય છે. તે શુષ્ક આલાપ કરતો
નથી.
[૮૮]
અંતર્મુખ સમ્યગ્દષ્ટિને શુભ ભાવ, પ્રશસ્ત રાગ હોય છે. પરંતુ તે રાગ કરવા જેવા નથી તેવો અંતરમાં અભિપ્રાય વર્તે છે. શાસ્ત્રવાચનશ્રવણ તે પુષ્ટ અવલંબન છે. પરંતુ સ્વરૂપ અનુસંધાનમાં તે પણ પરાવલંબન છે. કોઈ પણ રીતે ઉપયોગનું બહિર્મુખ થવું તે શુભાશુભ રાગનું કારણ છે. તેથી ૫૨ અવલંબનયુક્ત શ્રુત-જ્ઞાનાદિને પણ સાધન માને છે. સાધ્ય તો શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે પરંતુ છદ્મસ્થ સાધક અવસ્થામાં અન્ય પ્રવૃત્તિમાં બાહ્ય ઉપયોગમાં પ્રવર્તવું હોવાથી દેવાદિનું જ્ઞાનાદિનું પુષ્ટ અવલંબન વિવેકથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ જેમ સાધકની નિરાલંબનને યોગ્ય ભૂમિકા થાય તેમ તેમ સહજ જ સાધક પરાવલંબનથી મુક્ત હોય છે. [૮] વીતરાગના સન્માર્ગમાં જ્ઞાન અને વિધિ (ક્રિયા) બંનેનું ઔચિત્ય છે. બંનેના સ્થાને બંને ઉચિત છે.
એક ધનાઢ્ય પિતાના પુત્રે સ્વપુરુષાર્થ માટે પરદેશ રત્નદ્વીપ ધંધા માટે જવાની રજા માગી. પિતા કહે, બેટા, તને સવારે દૂધની આદત છે. ત્યાં દૂધ નહિ મળે. પુત્રે ગાય સાથે લીધી. રત્નદ્વીપ પહોંચ્યો. બુદ્ધિમાન હતો. રાજાને નજરાણામાં ગાયનું કઢાયું દૂધ આપ્યું. રાજાએ કોઈ દિવસ દૂધનો સ્વાદ માણ્યો ન હતો. રાજાને દૂધ ખૂબ પસંદ પડ્યું.
રાજાએ પ્રસન્ન થઈને તેને રાજ્યમાં વ્યાપારની ખૂબ સગવડ કરી આપી. બદલામાં રોજે કઢાયું દૂધ મોકલતો. પુત્ર ખૂબ કમાયો. સ્વદેશ જવાની રજા માગી. રાજા કહે પણ પેલા નજરાણાનું શું ? પુત્ર કુશળ હતો. રાજાને ગાય આપી જણાવ્યું કે નજરાણું હવે આ ગાય આપશે. પુત્ર વિદાય થયો. રાજાના સેવકો સવારે ગાય પાસે ચાંદીનાં પાત્રો લઈ ઊભા રહ્યા. ગાયે છાણમૂત્રથી પાત્ર ભરી દીધાં. આ શું? સેવકો ગાયને અડવા જાય, ગાય પાટુ મારે.
અમૃતધારા * ૨૩
—
Page #37
--------------------------------------------------------------------------
________________
રાજા સમજ્યો કે વ્યાપારીઓ ઠગ હોય છે. આ વ્યાપારીએ મને છેતર્યો. આથી તેના એક મિત્રને બોલાવ્યો. આ મિત્ર પેલા પુત્રઘરે રોજ જતો અને દૂધની બધી વિધિ જોતો. તેણે રાજાના સેવકોને પ્રથમ જ્ઞાન આપ્યું. પછી વિધિ બતાવી. કઢાયું દૂધ તૈયાર થયું. આમ જ્ઞાન અને વિધિનો મેળ છે.
| [0] નિશ્ચયનય વ્યવહારનયના અનેક ભેદો છે. તે જાણવા પ્રયોજનભૂત છે પરંતુ તે કંઈ ગોખવા શીખવાના વિષયો નથી. ગુરુગમે, સમર્પણભાવે ભૂમિકાનુસાર તે સમજાવે ત્યારે તે સમ્યપ્રકારે પરિણમે છે. બંને દૃષ્ટિ અન્યોન્ય પૂરક છે. નિશ્ચય પરિણામ સ્વરૂપ છે વ્યવહાર વિધિ સ્વરૂપ છે. રાધકદશામાં બંનેનું સ્થાન તે તે સ્વરૂપે યથાર્થ છે. જેમ સ્કૂટર જેવાં વાહનના બે પૈડામાં એકને પંચર હોય તો વાહન ચાલે નહિ, પૈડાં મોટાં નાનાં હોય તે સવાલ નથી બંને પૈડાં પંચર વગરનાં જોઈએ. તેમ કેવળ નિશ્ચય કે કેવળ વ્યવહારદૃષ્ટિનું એકાંતે પ્રયોજન વ્યર્થ છે. [૯૧]
કોઈ કહે કે ક્રિયાઓ કરી પણ હેતુ સિદ્ધ ન થયો. અનંતવાર દીક્ષાદિ ગ્રહણ કર્યા પણ પરિભ્રમણ ટળ્યું નહિ. ભાઈ ! તેમાં ઓઘાદીક્ષાનો દોષ ન હતો. દોષ જીવની અજ્ઞાનતાનો હતો. આ જીવનમાં એ વાત સમજાઈ તો હવે દીક્ષા ગ્રહણ કરી સાચો ઉપાય કર. પણ દીક્ષા લેવાથી કાર્ય સરતું નથી તેમ માનીશ તો તારું મોક્ષપ્રયોજનભૂત કાર્ય ક્યારે પણ સિદ્ધ નહિ થાય. એવી માન્યતામાં સંસારવૃદ્ધિ થશે. અનાદિની ભૂલ સુધારવાનો આ અવસર છે. સંસારત્યાગ કર્યા વગર ઓઘો લીધા વગર તારી મુક્તિ નથી.
[૯૨). વળી એમ કેમ વિચારતો નથી કે અનાદિ કાળથી કીડી, ઉંદર થઈ દર કર્યા, પક્ષી થઈ માળા કર્યા. મનુષ્ય થઈ ઘર બંગલા બાંધ્યા. અરે લગ્ન વગેરે કરતો આવ્યો પણ આ વાસના ટળી નહિ માટે હવે લગ્ન કરું નહિ. કદાચ મેં કરવાની ભૂલ કરી તો હવે દીકરાના લગ્ન તો કરું જ નહિ. કેવળ સન્માર્ગ – પરમાર્થમાર્ગમાં જ જીવને બહાના
૨૪ અમૃતધારા
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂઝે છે તે ક્યારે પણ સન્માર્ગ પામી શકવાનો નથી. ક્યાં તો તું મોક્ષાભિલાષી નહિ પણ મોક્ષાભાસી છું તેમ વિચારજે. [૩]
નિશ્ચય સ્વરૂપલક્ષી પરિણામ છે. વ્યવહાર નિશ્ચય પ્રત્યે લઈ જનારી વિધિ છે. જેમ કોઈ વ્યાપારી નવી દુકાન કરવાનો વિચાર કરે ત્યારે. કોણે દેવાળું કાઢ્યું તે ન જુએ. વળી એમ ન વિચારે કે વ્યાપાર કરવાથી દેવાળું નીકળે. તો તો તેને ભિખારી થવું સારું કે જેથી ક્યારે પણ દેવાળું જ નીકળે નહિ. કુશળ વ્યાપારી વિચારે કે એ વ્યાપારીએ કંઈ ભૂલથી દેવાળું કાઢ્યું તે ભૂલ મારે જ કરવી નહિ તો તે સફળ થાય ખરો. તેમ સાચો સાધક વિચારે કે દીક્ષા, ક્રિયા આદિથી પરિભ્રમણ ટળ્યું નહિ તો શું ભૂલ હતી. ભૂલ જાણે અને સુધારે તો કાર્ય સિદ્ધ થાય.
[૯૪] તે ભૂલ આત્મરમણતાના અભાવની હતી તો હવે અન્ય સાધનાને ગૌણ કરી આત્મરમણતાની મુખ્યતા કરીએ તો ભૂલ સુધરે.
મુનિશ્રી જ્ઞાની : બહુ સુંદર વાત છે. આત્મમરણતાની મુખ્યતા પ્રશંસનીય છે. પણ તેમાં પ્રામાણિકતા હોવી જોઈએ. આત્મરમણતાની વાત કરનાર ચિંતવે કે ઉપાશ્રયથી ઘરે પહોંચે ત્યારે ઘર-પરિવારના સંબંધમાં રાગાદિ ન થતાં આત્મરમણતા રહે છે? જમવા બેસું ત્યારે ભલે ઈષ્યનિષ્ઠ બુદ્ધિ ન થાય પણ ઉપયોગ આત્મરમણતામાં હોય છે? ટીવી જોતાં આત્મરમણતા હોય છે ? સુંવાળી પથારીમાં સોડ તાણતાં આત્મરણિતા હોય છે? પેઢીએ નફાનુકસાનનો વિકલ્પ થતો નથી આત્મરમણતા હોય છે?
[૫] કદાચ કોઈ જીવને એવો ભાસ થાય અને જો તે પ્રામાણિક હોય તો તે સંસારમાં રહે નહિ, રહે તો કેવો રહે? સાંભળો.
ગુણસનરાજકુમારના હાથમાં આઠ કન્યાઓના હાથ વડે હસ્તમેળાપ થઈ રહ્યો છે. પૂર્વના સંયમનો જોરદાર સંસ્કાર છે. ચિત્તમાં ઊહાપોહ ચાલે છે. આ સંસારમાં કંઈ સાર નથી. જીવ જાગૃત થા
અમૃતધારા ૨૫
Page #39
--------------------------------------------------------------------------
________________
અને ગુણસેન શ્રેણિએ ચડ્યા. કેવળ જ્ઞાન પામ્યા. ઊઠીને ચાલી નીકળ્યા. સંસારમાં રહ્યા નહિ. ઘણાને આ વાત સ્વીકાર્ય નથી અને પોતે ખાતો, પીતો, સુખશયામાં પોઢતો આત્મરમણતાને માને છે. તે કેવળ ભ્રમિત થઈને સંસારવૃદ્ધિ કરે છે.
[૬] ભરત ચક્રવર્તી સંસારમાં છે. હજારો રાણીઓના સંગમાં પણ જાગૃત છે. ભોગને વિષપાન જાણી પૂર્વસંચિત કર્મને ભોગવી લે છે. યુદ્ધ જાય અને જીત જાહેર થાય ત્યારે એકસાથે હજારો શ્રાવકો કે જેમને ભરતરાજાએ વેતનથી નોકરીમાં રાખ્યા હતા. શા માટે ! જ્યારે જીતની જાહેરાત થાય ત્યારે તે સૌ એકસાથે બોલે ચેત ભરત ચેત, સંસારની વૃદ્ધિમાં લૂંટાઈ જઈશ. આ જીત નથી હાર છે, આને આત્મરમણતાની જિજ્ઞાસા કહેવાય, બાકી કેવળ શુષ્ક વાતો જે ભ્રમણા છે માટે સાધકે પ્રામાણિકપણે અંતરઅવલોકન કરવું. કે પોતે કેટલે અંશે સ્થિર છે અથવા કેટલી નબળાઈ છે. જેમ વિજયકાંક્ષી રાજા નવો દેશ જીતવા નીકળે ત્યારે વિજિત દેશની બધી સ્થિતિની માહિતી મેળવીને આગળ પગલું ભરે છે. તેમ સાધકે પોતાની દશાનું આગળનું માપ કાઢીને સાધનામાં પ્રવૃત્ત થવું.
[૯૭] ધર્મ = સ્વભાવ. કયો ધર્મ સ્વભાવ છે. અથવા એ ધર્મ ક્યાં છે? આત્મધર્મ કોને કહેવો? આત્મા એક અરૂપી વસ્તુ-પદાર્થ છે. અરૂપી હોવા સાથે તે અનંતગુણોનો અખંડ પિંડ છે. ગુણ વસ્તુનો ધર્મ છે. ગુણોને ધારણ કરવાની યોગ્યતા તે ધર્મ. આત્માના ગુણોધમ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતજ્ઞાન છે. [૮]
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માના ગુણો છે, તે જ વીતરાગી અવસ્થા છે. જેમાં અન્ય ગુણો સમાય છે. વીતરાગતાએ આત્માનો શુદ્ધ ઉપયોગ છે જે ત્રિકાળી છે. જેને લક્ષ્યમાં લેવાથી આત્માની અવસ્થામાં શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. એ શુદ્ધ ઉપયોગ પૂર્ણ સુખની સ્થિતિનું કારણ બને છે. આવા શુદ્ધ ધર્મથી વિચલિત થયેલા જીવોને
૨૬ મા અમૃતધારા
Page #40
--------------------------------------------------------------------------
________________
વીતરાગ તીર્થકરોનું ધ્યાન શ્રદ્ધાને સ્થાપિત કરે છે. [૯].
સર્વજ્ઞ પરમાત્માએ છ દ્રવ્યસ્થરૂપ લોકને યથાતથ્ય જાણ્યું કે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત. સત્, ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ.
દરેક પદાર્થ – દ્રવ્ય, ગુણ પર્યાયયુક્ત છે. તે સર્વ સંપૂર્ણ સ્વાધીન છે. સ્વપરિણામી છે. અન્યોન્ય પરિણમાવી શકે નહિ. લાભહાનિ કરી શકે નહિ. સુખદુઃખ આપી શકે નહિ. દરેક દ્રવ્યની આવી સ્વતંત્રતા છે “પરસ્પરઉપગ્રહો જીવાનામ્' એ સૂત્ર દ્રવ્યની સ્વતંત્ર પરિણમનને હણતું નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. [૧૦]
જેમ વસ્તુનું પરિણમન સ્વાધીન છે તેમ કમાનુસારી છે. ક્રમબદ્ધ છે. દ્રવ્યનું પરિણમન જે ક્ષેત્રે, કાળે કે ભાવે જે રૂપે હોય તેવું પરિણમન થાય છે. તેના ક્રમમાં ફેરફાર થતો નથી. આવી શ્રદ્ધા જીવને પરપદાર્થના કર્તાભોક્તા ભાવથી છોડાવે છે. રાગાદિભાવ શમે છે. એના મુખમાં ઉદ્ગાર નીકળે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે હોય તે ખરું. [૧૦૧]
છતાં પૂરા વિશ્વ સંચાલન ઉપાદાન-નિમિત્ત કે નિમિત્ત નૈમિત્તિક સિદ્ધાંત થાય છે. યદ્યપિ દરેક દ્રવ્યનું પોતાની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે. ઉપાદાન નિમિત્તનો એવો સહચારી સંબંધ છે. જીવે પુરુષાર્થની મુખ્યતા રાખવી. [૧૦૨].
ધર્મમાર્ગમાં ઉત્તમ પુણ્યની જરૂર છે, તેનો એકાંતે નિષેધ નથી. જેમ રસોઈમાં અગ્નિ વગર ન ચાલે તેમ ધર્મમાર્ગમાં પુણ્ય વગર ન ચાલે. પણ એ પુણ્યને અગ્નિ જેવું માનવું, સાવધ રહેવું. નહિ તો ભોગ વળગી પડશે અને દુઃખમાં કે દુર્ગતિમાં લઈ જશે. પુણ્યનો ઉપયોગ સદ્ગતિ કે સાનુબંધ ટકે તેમાં કરવો જેથી સિદ્ધિ ગતિ સુધીની યાત્રા નિર્વિબે થાય.
[૧૦૩] જીવ અજીવ મૂળ તત્ત્વ છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ એ સંયોગી તત્ત્વ છે. સંવર નિર્જરા મોક્ષ એ વિયોગી તત્ત્વ છે અર્થાત્ સંસારનો વિયોગ કરવામાં સહાયક છે. જીવ અજીવનો સંયોગ તે સંસાર અને
અમૃતધારા ૨૭
Page #41
--------------------------------------------------------------------------
________________
જીવ અજીવના સંયોગનો સંપૂર્ણ વિયોગ તે મોક્ષ છે. [૧૦]
આવા તત્વનો અભ્યાસ પણ સાધકને સહાયક છે. અનાદિના વિકલ્પાત્મક મલિન સંસ્કારોને ભૂંસવા કેવા કઠણ છે તે સાચો સાધક જ જાણે છે. ગુરુકૃપાએ નિર્વિએ ચાલતી સાધનામાં કર્મયોજિત પત્થર ક્યારે પડે તે કહેવાય નહિ એથી શાસ્ત્રકારે કહ્યું કે [૧૦૫].
એસ ખલુ ગૂંથે. એસખલુ મોહે, એસખલુ મારે, એસ ખલુ રિએ
ક્રોધાદિ કષાયનો ઉદય થયો, સાધક અસાવધાન બન્યો છે. અને પ્રભુના આ વચન હૃદયમાંથી નીકળે છે. અરે ! આ ક્રોધ ગ્રંથિ છે. ક્રોધ મોહ અજ્ઞાન છે અને એ જ મૃત્યુ છે એ જ નરક છે. સાધક વિભાવથી પાછો વળે છે. ભક્તની ભાષામાં કહે છે કે અરે અહીં કોણે સાધનામાં ટકાવી દીધો? એ જ પરમતત્ત્વી પરમાત્મા જેને સહારે મેં યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ છે ભક્તિની ધારા. ભક્તને બળ આપશે. જ્ઞાનની ધારા કર્મના ઉદયને જોશે, જાણશે પણ લેખાશે નહિ. બેઉ ચિંતનધારામાં કંઈ અંતર નથી. સાધક અને ભક્તને સર્વમિત્ર બને છે. તે શત્રુ મિત્ર વગરનું નિષ્પક્ષ વ્યક્તિત્વ છે. [૧૦૬]
તમે ‘સમય’ શબ્દ શાસ્ત્રમાંથી જાણ્યો હશે. તે સમય એટલે લોક વ્યવહારમાં કાળ, વખત, કલાકો કે દિવસો જણાવતો સૂચક નથી પરંતુ તે શબ્દમાં અલૌકિક વસ્તુ-તત્ત્વ સમાયેલું છે, જે અચિંત્ય છતાં અનુભવગમ્ય છે.
[૧૦]. ‘સમય’: જીવ નામનું તત્ત્વ-પદાર્થ જે દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મરહિત શુદ્ધાત્મા છે. આ શુદ્ધાત્માને શ્રદ્ધવો, જાણવો, તેમાં રમણતા કરવી, અર્થાત્ પૂર્ણાનંદમય અવસ્થા. સમય-આત્મા, સાર-ઉપાદેય આત્માની ગુણાત્મક અનેક અવસ્થાઓ છે. પર્યાયો છે, તે પર્યાયમાં પણ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય આત્મા જ ઉપાદેય છે. અન્ય જ્ઞાનાદિ અવસ્થાઓ ગૌણ છે અને પરભાવ તો અત્યંત હેય છે. માટે શેય,
૨૮ અમૃતધારા
Page #42
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, સાધ્ય સર્વે માત્ર અભેદરૂપે આ ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ છે. એ અમૃતસાગર છે. તપ, જપ, ધ્યાનાદિ સર્વ સરિતાનું વહેણ આ અમૃતસાગર તરફ જ હોય. ભૂમિકા પ્રમાણે ભક્તિ આદિ થતા હોય ત્યારે પણ દૃષ્ટિ તો એ શુદ્ધાત્માને જ આધીન રહે તો મુક્તિ નિકટ
[૧૦૮] અરિહંત – સિદ્ધ પરમાત્માની ભક્તિ શા માટે ? અરિહંત માર્ગ ઉપદેશક છે, શરીર પરમાત્મ સ્વરૂપ છે. સિદ્ધ જેવું સ્વરૂપ પોતાનું છે એમ શ્રદ્ધવા અને જાણવા માટે તેમની ભક્તિ છે જ્યારે એમ અનુભવે ત્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ થાય.
[૧૯] સિદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા શાશ્વત સુખનો સ્વામી છતાં સ્વભાવથી ચુત વિભાવદામાં આવી પડે તે દુઃખરૂપ છે. પૂર્ણાનંદમય આત્મા તેમાં એકત્વ-સ્થિત થવું સુલભ નથી. કારણ કે જીવે પૂર્વે તે સ્વરૂપને થયું નથી. આરાધ્યું નથી. અનુભવ કર્યો નથી. [૧૧]
સામાન્યતઃ સર્વ જીવોને સંસારના પુદ્ગલ, ભોગ સંબંધી પરિચય થયો છે. અને તેનો અનુભવ થયો છે, તેથી તે સુલભ લાગે છે. અજ્ઞાની જીવ જાણતો નથી એ પુદ્ગલના પરિચયમાં મોહવશ આ સંસારમાં કેવું દુઃખદાયક પરિભ્રમણ કર્યું છે ! [૧૧૧]
હવે જો સદ્ગુરુના બોધ કે શાસ્ત્રબોધે રુચિ પલટે તો શ્રદ્ધા પલટે તો ઉપયોગ પલટો મારે. સ્વરૂપની સમજણ આવે અને જ્ઞાનીઓની પ્રેરણા મેળવી આત્મપરિચય કરે સ્વરૂપપ્રાપ્તિ સુલભ છે. ઉપયોગ પલટો મારે શું પરિણમન થાય ? આ સંસારનો, ધન, માન, પરિવાર વગેરે મારા આત્માનો વૈભવ નથી. પુણ્યપાપના શુભાશુભભાવ પણ આત્માનો વૈભવ નથી પરંતુ ત્રિકાળી શુદ્ધાત્માના અવલંબને નિર્મળ એવી સ્વપરિણતિમાં જે વીતરાગતા – સમતા પ્રગટ થઈ છે તે મારો વૈભવ છે. તે જ મારો અનુભવ છે. તે વૈભવથી આત્મા સાથે મારું એકત્વ છે, અને શુભાશુભભાવજનિત વિભાવથી હું વિભક્ત છું. આવું ભેદજ્ઞાન કેવળ
અમૃતધારા ૨૯
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનનું કારણ છે. તે સિવાય અન્ય ઉપાય નથી.
[૧૧૨]
બહાર ફરતો ઉપયોગ સ્વમાં પલટો મારે ત્યારે આત્મા જે અતીન્દ્રિય પૂર્ણાનંદનો સ્વામી છે તે લક્ષ્યમાં આવે છે. તેનું ધ્યાવન કરતાં મન શાંત થઈ જાય છે, ત્યારે સ્વાનુભૂતિનો રસ છે તે સમ્યગ્દર્શન છે. [૧૧૩]
નિશ્ચયથી આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્યરૂપ થતું નથી, માત્ર પદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થાય છે. માટે વર્તમાન અવસ્થામાં થતાં શુભાશુભ, રાગાદિ ભાવને ગૌણ કરી શુદ્ધ જ્ઞાતાને દૃષ્ટિમાં લેવો, શ્રદ્ધવો તે સમ્યગ્દર્શન છે અને જાણવો તે સમ્યજ્ઞાન છે. [૧૧૪]
આ જાણનારો તે જ હું છું અન્યરૂપે થયો નથી. એવો પોતાને અનુભવ થયો તેને શુદ્ધ નિશ્ચય ધર્મ પ્રયોજનવાન છે. તે પહેલાની ભૂમિકાએ દેવાદિ અવલંબન વિગેરે વ્યવહારધર્મ જાણવો પ્રયોજનવાન છે. ઉપાદેય તો શુદ્ધ નિશ્ચયનય છે છતાં વ્યવહારધર્મના સાધન વડે નિશ્ચયધર્મ-સાધ્ય સિદ્ધ થાય છે. [૧૧૫]
આત્મા એક અખંડ પિંડ છે. અભેદ છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે એમ કહેવું, તેવા ભેદ કરવા તે વ્યવહાર છે. એવા ભેદના લક્ષે અશુદ્ધતા આવે છે. વિકલ્પતા આવે છે. [૧૧૬]
દૂધને ઘૂંટવાથી દૂધપાક બને તેમ શ્રુતજ્ઞાન, સ્વાધ્યાયને ઘૂંટવાથી અનુભવજ્ઞાન થાય તે છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે. અનુભવજ્ઞાન સિવાય અન્ય કોઈ સાધન કે યુક્તિ આત્મપરિચય માટે નથી. મેંદીને પાંદડે પાંદડે રંગ છે, તેમ જિનવાણી, શ્રુતજ્ઞાનમાં શબ્દેશબ્દે વૈરાગ્યનો રંગ છે. પણ સંસારના જીવો શિયાળિયા જેવા છે તે રાગ કરે છે. જિનવાણી સિંહનાદ છે, જેથી રાગ ભાગે. [૧૧૭]
શુદ્ધ નિશ્ચયથી વિચારવામાં આવે તો દર્શનાદિ અનંત પર્યાયો એક
૩૦ * અમૃતધારા
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યમાં અભેદરૂપે સમાય છે. એકાકારરૂપે સ્થિત છે તેથી તેમાં ભેદ નથી. યદ્યપિ દ્રવ્ય અને પર્યાય બંને આત્માની ચીજ છે. પર્યાય કલ્પના નથી એ પણ પદાર્થ છે, પર્યાયપણે સત્ છે. પરંતુ જ્યારે અભેદનું લક્ષ્ય કરો ત્યારે પર્યાયદષ્ટિને છોડવી પડે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કરીને સમજવાથી અભેદનું લક્ષ્ય સાધ્ય બને છે.
[૧૧૮] , દૃષ્ટિ સ્વયં વર્તમાનકાલીન અવસ્થા છે. પર્યાય છે, પરંતુ ધ્યેય પર્યાય જેટલું સીમિત નથી. તેથી પર્યાયદષ્ટિનું ધ્યેય નથી, પણ દષ્ટિનો વિષય તો એક જ્ઞાયક જ છે.
[૧૧૮] જેમ અનાર્યજનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી.
સમયસારમાં જીવની ભૂમિકાને યોગ્ય સુંદર અને મહત્ત્વની વાત સમજાવી છે કે પ્લેચ્છ – અનાર્યને બ્રાહ્મણ “સ્વસ્તિ’ કહી આશીર્વચન આપે ત્યારે તે શબ્દને નહિ સમજતો ક્ષોભ પામીને જોયા કરે. પરંતુ જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ મ્લેચ્છ અને બ્રાહ્મણની ભાષા જાણનાર સ્વેચ્છને સમજાવે કે બ્રાહ્મણ કહે છે કે તારું અવિનાશી કલ્યાણ થાઓ.”
[૧૨] ત્યારે પેલો મ્લેચ્છ કેવો આનંદથી નાચી ઊઠે? તેની આંખો હર્ષાશ્રુથી ભરાઈ જાય. શબ્દનો અર્થ સમજાવાથી મ્લેચ્છ સમજણમાં આવ્યો. તેમ વ્યવહારી – અજ્ઞાની જન આત્મા શબ્દના શ્રવણથી કંઈ સમજતો નથી. પરંતુ વ્યવહાર-પરમાર્થ માર્ગના જ્ઞાની-સગુરુ તેને વ્યવહાર માર્ગમાં રહીને સમજાવે કે ભાઈ ! જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની હંમેશાં પ્રાપ્તિ પરિણામે શુદ્ધ પરિણતિ હોય તે આત્મા છે. વળી તેનો વિશેષ અર્થ સમજાવે છે ત્યારે તેના હૃદયમાં આનંદ ઊભરાય છે, અને તેને આત્મા શબ્દનો બોધ થાય છે. [૧૨૧] જગત મ્લેચ્છ ને (અજ્ઞાન) સ્થાને હોવાથી અને વ્યવહારનય પણ
અમૃતધારા ૩૧
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્લેચ્છ ભાષાના સ્થાને હોવા છતાં પરમાર્થ પ્રતિપાદક હોવાથી વ્યવહારના સ્થાપન કરવા યોગ્ય છે. પરંતુ બ્રાહ્મણે પ્લેચ્છ થવાનું નથી. અર્થાત્ દરિદ્રીને જોઈને ધનીએ દાન કરવાનું છે પણ દરિદ્રી થવાનું નથી. તેમ સાધકે વ્યવહારના અનુસરવા યોગ્ય નથી. જાણવો પ્રયોજનવાન છે.
[૧૨૨] નિર્વિકલ્પ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વ્યવહારની ઉપયોગિતા બતાવી જિનેશ્વરભગવંતના શ્રુતજ્ઞાનમાં તેની પ્રક્રિયા બતાવી છે. તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી તે નિશ્ચયનયની પ્રરૂપણા છે. છતાં વ્યવહારનયથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાની પ્રક્રિયામાં આત્માનુભૂતિની પ્રેરણા સુધી જીવને વ્યવહારમાર્ગ દર્શાવ્યો છે. તે આ પ્રમાણે – (સમયસાર સમ્યગ્દર્શનમાંથી)
[૧૨૩] ગુરુના મુખે “આત્મા’ શબ્દ સાંભળનાર શિષ્ય સંશિપંચેન્દ્રિય હોવાથી તેને ક્ષયોપશમ લબ્ધિ હોય. (કર્મના ભારથી હળવો થયેલો)
આત્માર્થની વાતમાં કંઈ પણ સમજણમાં ન આવે તો ક્રોધિત ન થવું, અરુચિ પ્રદર્શિત ન કરવી પણ જિજ્ઞાસા રાખવી તે વિશુદ્ધિલબ્ધિને સૂચિત કરે છે. કષાયની મંદતા હોવી જરૂરી છે.
આચાર્ય – સદ્ગુરુ દ્વારા વ્યવહારમાર્ગથી આત્માનું સ્વરૂપ સમજવું કે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા છે દેશનાલબ્ધિ (ઉપદેશનો બોધ થવો | બોધ મળવો).
પ્રસન્નચિત્તથી દેશના સાંભળવી. પ્રમાદરહિત શ્રવણ કરવા પ્રયત્ન કરવો.) પ્રાયોગ્યલબ્ધિ
સદ્ગુરુના વચનનો મર્મ ખ્યાલમાં આવતાં જ બોધનું પરિણમન થવું. આનંદનાં અશ્રુ આવવાં એ કલ્યાણરૂપ કરણલબ્ધિ છે. (જ્યાં સમ્યગ્દર્શનની ભૂમિકાનો પ્રારંભ થાય છે જે આત્માનુભૂતિ સુધી લઈ જાય છે)
[૧૨૪] વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન આ રીતે સિદ્ધ થાય છે કે
૩ર
અમૃતધારા
Page #46
--------------------------------------------------------------------------
________________
આત્માને વિષે કંઈ ન જાણવા છતાં આત્માને સમજવા યોગ્ય બુદ્ધિનો વિકાસ થયો હોય, કષાય મંદ હોય, આત્માની તીવ્ર રુચિ હોય, આત્મજ્ઞાની પ્રત્યે બહુમાન હોય. આસ્થા હોય, યથાયોગ્ય વિનય હોય, જિજ્ઞાસા હોય, પૂરેપૂરો પ્રયાસ હોય તો આત્માનુભવ થાય છે. [૧૨૫]
સુધા તૃષા શાંત કરવાના આપણે અનંત ઉપાય કરીએ છીએ તે શાંત ન થાય ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. તેમ રાગાદિ પરભાવોને શાંત કરવા પ્રયત્ન કરીએ. જીવને સાચા સુખ વગર ચેન પડવું ન જોઈએ. સ્વભાવમાં એકત્ર થાય તો શરીર, મનાદિ યોગોની ભિનતાનો પ્રતિભાસ થાય, પછી સમરસીભાવ જ વિકલ્પોને ભિન્ન પાડી દે છે.
[૧૨૬] મિથ્યાત્વને સમજવા ઊંડાણમાં ઊતરવું. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થાય, તે માટે ચિંતા કરાવનારા પાપનું નામ કષાયો છે. જે મિથ્યાત્વના ઘરના છે. કંઈક ધર્મ કરશું તો સુખ મળશે આ મિથ્યાભાવ એવો ગોઠવાઈ ગયો છે તેથી ધર્મથી આત્મા મળે તે વાત જ વિસરાઈ ગઈ છે. સંસારનાં સુખો ઘાસ જેવાં છે? ઘાસ કોણ ખાય? જાનવર' તો પછી આત્માર્થી સંસારના સુખ માંગે ?
[૧૨] સંસારીને પ્રશ્ન છે દુઃખ કેમ આવે છે? જ્ઞાનીને આશ્ચર્ય છે કે પાપ કરવા છતાં, પાપમાં રહેવા છતાં જીવો સુખ કેમ ભોગવે છે? હા, પણ આ સંસારનું સુખ એ સુખ જ ક્યાં છે? ભલે તને સુખ સામગ્રી મળે તે પુણ્યનો ઉદય હોય, પણ તું તે રાગથી ભોગવે તો પાપ તારી પાછળ ફેરા ફરે છે. લેણદારને આજે પાછો કાઢો તે પુનઃ આવવાનો છે. તો પછી દુઃખને સમતાથી ભોગવીને લેણું ચૂકવી દો.
[૧૨૮] ધનાદિની વૃદ્ધિથી તારા દસે પ્રાણ નાચી ઊઠે છે. પણ તારા દસે પ્રાણ જશે ત્યારે તે સામગ્રી અન્ય ભોગવશે. તેના માટે કરેલા પાપના સંસ્કારો તારી સાથે આવી શું કરશે તે જાણે છે ? એક માણસ કોઈ ગામ જવા નીકળ્યો. માર્ગ ભૂલી ગયો. મૂંઝાયેલો
અમૃતધારા ૩૩
Page #47
--------------------------------------------------------------------------
________________
જંગલમાં બે દિવસથી રખડ્યા કરે. કોઈ માણસ ન મળે. તેની ધીરજ ખૂટáા લાગી. ત્યાં વળી સામેથી બીજો માણસ આવતો દેખાયો. આનંદ આનંદ થયો. ચાલો સાથ મળ્યો. પેલા ભાઈને મળીને હરખાતા મને પૂછ્યું, સારું થયું તમે મળી ગયા હું બે દિવસથી રખડું છું મને માર્ગ મળ્યો નથી, પેલો માણસ કહે અરે હું તો છ દિવસથી ભટકું છું. મને માર્ગ મળતો નથી. જેને પોતાને માર્ગ મળતો નથી તે બીજાને કેવી રીતે બતાવે ? અવિનાશી પરમતત્ત્વ સ્વરૂપ પૌદ્ગલિક પદાર્થોમાં ભૂલેલો માનવમાર્ગ કેવી રીતે બનતા. વાતો કરે તોપણ નિષ્ઠાણ અનુભૂતિવાન વ્યક્તિ જ પ્રાણવંત હોય. સાધનાના માર્ગમાં અનુભૂતિનો પ્રાણ જોઈએ.
[૧૨૯] પરમાત્મા માર્ગદર્શક અને માર્ગરૂપ પણ છે. જેમ ભૂતકાળમાં માર્ગ બતાવીને ઉપકાર કરી ગયા તેમ વર્તમાનકાળમાં દર્શનપૂજાદિ વડે તજ્જન્ય શુભભાવાદિ વડે માર્ગરૂપ બનીને તેઓ ઉપકાર કરી રહ્યા છે. પ્રભુદર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ નિમિત્તકર્તા છે અને શુભભાવ પામનારો જીવ ઉપાદાનકર્તા છે. નામાદિ ચારે નિક્ષેપા વડે આલંબનથી મોહનીય આદિ કર્મોનો ક્ષય – ક્ષયોપશમ થાય છે. આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે જે અરિહંતને તેઓના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાનગુણથી અને શુદ્ધસ્વભાવરૂપ પરિણમનરૂપી પર્યાયથી જાણે છે.
સંસાર અસાર છે, તેમાં દુઃખને અસાર સર્વ કોઈ માને, પણ જ્ઞાનીજનો સંસારના સુખને અસાર માને છે. કારણ કે જીવો એવા સુખ માટે પાપ કરે છે. તેથી પાપ અસાર છે, તેમ પુણ્ય અસાર છે, પરંતુ જો તે પુણ્ય સુકૃતનું કારણ બને તો સાર છે. એમ માનવાથી સર્વથા પાપરહિત અને ધર્મસહિત એવા અરિહંતનું સ્વરૂપ સાધક સમજી શકે છે અને સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરી શકે છે. જિન પ્રતિમા જિન સારીખી મનાઈ છે. જિન પ્રતિમા સંસારમાં જીવને ઉત્પન્ન થયેલા કષાયોના દાવાનળથી અને મોહરૂપી પ્રચંડ વાવાઝોડાથી બચાવવા મેઘવૃષ્ટિ અને
૩૪ ૪ અમૃતધારા
Page #48
--------------------------------------------------------------------------
________________
શાંત કરવા સમાન છે. અનાદિના ઘોર અંધકારને દૂર કરી જ્ઞાનપ્રકાશને પ્રગટાવનાર છે. માટે વીતરાગ પ્રતિમા પૂજન દર્શન આવશ્યક છે. સ્વરૂપના અચિંત્યનું જ્ઞાન કરાવનાર છે.
[૧૩]. મિથ્યાષ્ટિનો ઉપયોગયુક્ત વ્યાપાર અને સમ્યગ્દષ્ટિનો અનુપયોગવાળો વ્યાપાર બંને દ્રવ્યરૂપ છે. એકમાં અનુપયોગરૂપી દ્રવ્યપણું છે. અને બીજામાં અન્યોપયોગ, અશુદ્ધોપયોગ, વિરુદ્ધોપયોગરૂપી દ્રવ્યપણું છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનયુક્ત હોવા છતાં અરિહંતના ધ્યાનકાળે અનુપયુક્ત હોય તો તે દ્રવ્ય ક્રિયા છે. મિથ્યાદૃષ્ટિ ઉપયોગયુક્ત હોય તો તે ઉપયોગ અશુદ્ધ અને મિથ્યાજ્ઞાનયુક્ત હોવાથી દ્રવ્યરૂપ છે. તેથી તે ઉપયોગયુક્ત ક્રિયા હોવા છતાં અજ્ઞાન અને અશ્રદ્ધાવાળી હોવાથી મુક્તિનો હેતુ બનતી નથી.
અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ જોઈ આપણે તે વસ્તુને જ જાણે અરીસો જાણી તેનું વર્ણન કરીશું. વસ્તુ જણાવનાર અરીસાની નિર્મળતાનું વર્ણન નહિ કરીએ. તેમ જ્ઞાનમાં જણાતા પદાર્થને જાણીને આપણે પદાર્થનું જ્ઞાન કરવા દોડીએ છીએ પણ પદાર્થ જેમાં જણાયો તે જ્ઞાન શું છે? તેનું સ્વરૂપ શું છે તે જાણવા પ્રયત્ન કરતા નથી. તેથી પદાર્થ પાછળ દોડીએ છીએ તેમાં રાગ દ્વેષ કરીએ છીએ. આથી જ્ઞાન ગુણ જ્ઞાયક સ્વભાવ સુધી જતો નથી. જીવનું લક્ષણ જ્ઞાન છે. તેથી જ્ઞાનની ક્રિયાને મુખ્ય કરવી નહિ કે તેમાં જણાતા વિષયો ને. જ્ઞાનક્રિયાના મૂળસ્વરૂપને શોધવાનું છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને જણાવે છે તેમ આપણ અતિશ્રુતજ્ઞાનનો વ્યાપાર જ જ્ઞાયકને જ્ઞાનસ્વરૂપ આત્માને જણાવે છે.
[૧૩૧] છપ્રસ્થનો ઉપયોગ સ્થૂળ છે તેથી અસંખ્ય સમયના પરિણામ તેને પકડાય છે. તે પણ એકજ જાતના હોય તો પકડાય છે. શીઘ્રતાએ બદલાતા પરિણામો સ્થૂળ ઉપયોગમાં પકડાતા નથી. જેમ સિનેમાના પડદા પર એક ગાડી તમે ચાલતી જુઓ છો તેની પાછળ સેંકડો ચિત્રોની ગોઠવણી હોય છે. તે દરેકમાં કંઈક ફેરફાર થતા હોય ત્યારે
અમૃતધારા ૩૫
Page #49
--------------------------------------------------------------------------
________________
એક સળંગ ચિત્ર પડદા પર ઊપસે છે.
જીવના જાણમાં આવ્યું કે રાગદ્વેષ છોડવા જેવા છે અને છોડવા પ્રયત્ન કરે છે. પછી તેને લાગે છે કે અમુક સમયે રાગાદિ પરિણામ થતા નથી. પણ બાકીના સમયમાં શું? હવે જો બાકીના સમયમાં રાગદ્વેષાદિ ન થાય તો જીવ વીતરાગી થાય. એક વાર વીતરાગી થયો પછી રાગી તો ન થાય. વળી રાત્રે ઊંઘી જઈએ ત્યારે એમ લાગે છે કે રાગદ્વેષ થતા નથી પરંતુ જેવા જાગીએ કે તરત રાગાદિ શરૂ થાય છે, તેનો અર્થ એ કે રાગાદિ થતા હતા પણ તે જ્ઞાનમાં પકડાતા ન હતા. એવા અબુદ્ધિપૂર્વકના રાગાદિ અનાદિકાળથી જીવ નિરંતર કરતો આવ્યો છે. પણ વીતરાગદશા પ્રગટ કરી નથી તેથી પરિભ્રમણ ચાલુ છે.
આવા અબુદ્ધિપૂર્વકના રાગાદિને ઉપયોગમાં લેવા એટલે જીવ વિચારે કે હું તો નિરંતર દોષમાં ઊભો છું. વિભાવ પરિણામ તો ધારાવાહી ચાલ્યા જ કરે છે. તે છોડવા લાયક છે. તે પ્રત્યે જાગૃતિ રહે એટલે ઉપયોગમાં જણાય. છદ્મસ્થને દરેક સમયના પરિણામ ઉપયોગમાં ન આવે. અસંખ્ય સમયના પરિણામ જીવ જાગૃત હોય તો પકડાય. અર્થાત્ અનાદિકાળથી વિભાવપરિણામ ધારાબદ્ધ રહી દુશ્મનનું કાર્ય કરતા હતા. તે હવે ઉપયોગમાં આવ્યા. દુમન છતો થઈ ગયો તેને દૂર કરવાનો ઉપાય હવે જરૂર કરી શકાય.
[૧૩૨] દેવ ગુરુ શાસ્ત્રના બોધ વડે મારા સ્વભાવને ઓળખી, તેમાં જ હિતબુદ્ધિ સ્થાપીશ, પરમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી અનાદિની ભૂલને ટાળીશ. આ ઉપાય સાધકને માટે યથાર્થ છે.
શુદ્ધોપયોગ જ મોક્ષમાર્ગ છે, છઘસ્થ અવસ્થામાં શુદ્ધોપયોગની, નિશ્ચયધર્મની મુખ્યતા રાખીને સાધકને શુભભાવો હોય છે. શરીરાદિ તથા પૂર્વકર્મના ઉદય પણ હોય છે. વળી અનેક સંયોગો પ્રાપ્ત થાય છે ત્યારે સાધક ક્ષમાદિધર્મ કે મૈત્રી આદિ ભાવના વડે શુભભાવોને સેવે છે ત્યારે પણ લક્ષ્ય તો શુદ્ધોપયોગનું હોય છે.
૩૬ અમૃતધારા
Page #50
--------------------------------------------------------------------------
________________
રાગાદિ જીવના સ્વભાવ નથી. છતાં રાગાદિ અવસ્થાઓ જીવમાં થાય છે તેનું ક્ષેત્ર અન્ય નથી. યદ્યપિ રાગાદિ જીવની ભૂલનું પરિણામ છે. એ ભૂલ નિવારતાં જીવનું શુદ્ધપણું પ્રગટ થાય છે, પછી જીવમાં ક્યારે પણ રાગાદિ થતા નથી. આમ જે દોષ કાયમ માટે નીકળી જાય તે જીવનો સ્વભાવ ન હોય, તે અપેક્ષાએ રાગાદિ જીવના નથી તેમ કહેવાય છે.
[૧૩૩. રાગદ્વેષના પરિણામ આપણા જ્ઞાનમાં પકડાય છે, પણ તેનું મૂળ મિથ્યાત્વ વિપરીતતા)ના પરિણામ પકડાતા નથી એટલે રાગ દ્વેષ દૂર કરવાની વાત કરીએ છતાં મિથ્યાત્વને કારણે તે છૂટતા નથી. મિથ્યાત્વ દૂર થાય, રાગદ્વેષ છૂટે. એક મિથ્યાત્વ મોહ દૂર થાય પછી અસ્થિરતાના રાગાદિભાવ સહજપણે દૂર થશે. તે રીતે મોક્ષમાર્ગમાં આગળ વધાય છે. - સાધકની ભૂમિકામાં અસ્થિરતાને રાગ કહે છે, તે જીવ સાધક છે, સમ્યગ્દષ્ટિ છે, તેને મિથ્યાત્વનો અભાવ છે. સાથે અનંતાનુબંધી રાગનો અભાવ છે. તેને પર દ્રવ્ય સાથે એકત્વબુદ્ધિનો અભાવ છે. છતાં જેટલો કષાયનો રસ છે તેટલા રાગદ્વેષ કરવાનો સંસ્કાર છે તે સંયોગાધીન થઈ જાય છે. તેમાં ચારિત્રમોહનીય કર્મનું નિમિત્ત છે. સાધકની દૃષ્ટિ સ્વભાવ પર જોર કરતી હોવાથી વાસ્તવમાં સાધક રાગદ્વેષ છોડતો જાય છે. સંભવતઃ વૃદ્ધિ કરતો નથી. [૧૩૪]
સત્પુરુષના બોધ દ્વારા અરિહંતના શુદ્ધ સ્વરૂપને જાણીને જીવ પોતાની ભૂલ સુધારી શકે છે. જેમ શિક્ષક વિદ્યાર્થીને ગણિતનો દાખલો આપે, તે પછી દરેકની નોટ ન જોતાં બોર્ડ પર એ દાખલાની વિગત અને જવાબ લખે તે જોઈને દરેક વિદ્યાર્થી પોતાનો દાખલો સુધારી લે તેમ અરિહંતના શુદ્ધ ગુણ અને પર્યાયના સ્વરૂપને જાણીને જીવ પોતાની ભૂલ સુધારી લઈ સ્વરૂપલક્ષી બને છે. [૧૩૫]
દ્રવ્યના “સામાન્ય સ્વરૂપને જાણવું તે દ્રવ્યદષ્ટિ છે. તેમાંજ સ્વપણું સ્થાપિત કરવું કે આ જ હું છું અન્ય સર્વે સંયોગજન્ય અવસ્થાઓ છે. આત્માનું સ્વરૂપ સમજાવવા શાસ્ત્રમાં ભેદ કરી કથન કરવામાં આવે છે.
અમૃતધારા ૩૭
Page #51
--------------------------------------------------------------------------
________________
વાસ્તવમાં આત્મા વસ્તુપણે એક જ છે. અખંડ છે. નિત્ય છે. જેમકે આત્માનો એક જ્ઞાન ગુણ તે “સામાન્ય છે અને મતિ મૃત અવધિ વિગેરે જ્ઞાનો જ્ઞાનની પર્યાય છે. માટે એક ગુણ જેટલો આત્માને માનવાથી ભૂલ થશે. ભેદ પાડીને એક ગુણનું કે અનેક ગુણોનું ભિન્ન ભિન્ન કથન કરવું તે વિશેષ છે, તે દૃષ્ટિએ જાણવું તે પર્યાયદૃષ્ટિ છે. [૧૩૬]
જે જ્ઞાની છે તેના મન વચન કાયાના યોગોનું શુભાશુભ પ્રવર્તન પોતાની ભૂમિકાને ઉચિત આરાધનામાં હોય. પરંતુ આરાધનાના શુભભાવ પ્રત્યે રાગ ન હોય કે કર્મવશ થતી વિરાધનામાં દ્વેષ ન હોય. સાધક જાણે છે કે પ્રારંભમાં પ્રશસ્ત રાગથી થતી પ્રશસ્ત પ્રવૃત્તિ દ્વારા તપ, દાનાદિ દ્વારા પુણ્યબંધ પણ સોનાની બેડી જેવો હોવાથી જ્ઞાનયોગી માટે, સંયમી માટે વાસ્તવમાં ત્યાજ્ય છે. જેમ અપ્રશસ્ત રાગ છૂટે પ્રશસ્ત રાગની ભૂમિકા થઈ, પછી પ્રશસ્ત રાગને છોડી આત્માનુભૂતિ પ્રત્યે જવાનું છે. પ્રશસ્ત રાગમાં એવી તન્મયતા ન હોય કે વીતરાગતાનું મૂળ લક્ષ્ય ચૂકી જવાય.
[૧૩૭] સાગરમાં મોજાં ઊછળે અને સમાય. તેથી સાગરનું અસ્તિત્વ જોખમાતું નથી પણ સાગર ન હોય તો મોજાંઓનું અસ્તિત્વ જ મટી જાય છે. તેમ આત્મપ્રદેશે શુભ-અશુભ કે શુદ્ધિ પર્યાયનાં વમળો પેદા થાય અને સમાય. ત્યારે તું તારા મૂળભૂત આત્મદ્રવ્યના મૂળસ્વરૂપમાં સ્થિર રહે તો ક્રમબદ્ધ થતી પર્યાયો સ્વયં સમાઈ જશે. તેના સમયે આવશે અને જશે. માટે દેહાદિ પર્યાય રાગાદિ અશુભ પર્યાય કે સંવર નિર્જરારૂપ શુદ્ધ પર્યાય પ્રત્યેથી દૃષ્ટિ હટાવી તારા મૂળ સ્વરૂપમાં દૃષ્ટિને સ્થાપન કર.
[૧૩૮]. બાળકને કેરી વિષે કહેવામાં આવે કે કેરી ગોળ કરતાં મીઠી હોય, બાળકમાં આ સમજણ દઢ બનશે તેથી તે કેરીના મૂળ સ્વરૂપ સુધી નહિ જાય. તેમ આત્માને શબ્દ વડે ન પામી શકાય, કે આત્મા શુદ્ધ છે જ્ઞાન સ્વરૂપ છે. આત્માને આત્મા વડે એટલે જ્ઞાન દર્શન
૩૮ અમૃતધારા
Page #52
--------------------------------------------------------------------------
________________
વડે જાણી શકાય. ગુણોમાં તન્મયતા વધે તે જ્ઞાન. તે એકાકાર બને તે ચારિત્ર. ભક્તિના આધારે જિનગણમાં વિશેષતન્મયતા તે ધ્યાનમાં ચારિત્ર. તે તન્મયતા સહેજ પાંખી પડે તે જ્ઞાન દર્શન. યદ્યપિ પાંખી તન્મયતા વિશેષ તન્મયતાનું કારણ બનવા સંભવ છે. [૧૩૯]
જ્ઞાની પોતાની પ્રગટેલી શુદ્ધ અવસ્થાને પણ પર્યાય જાણી તેમાં સંતુષ્ટ થતા નથી પણ ઉદાસીન રહે છે. તેમની દૃષ્ટિ કેવળ શુદ્ધ અસંગ આત્મદ્રવ્ય છે, તે જ વાસ્તવિક શુદ્ધ છે જેથી સાનુબંધ નિર્જરા થશે અને કર્મના અનુબંધો નિર્મૂળ થશે. દેહાદિ, રાગાદિ વિકારી અવસ્થાને સ્થાયી માની તેમાં જ રોકાઈશ તો સંસારવૃદ્ધિ પામશે. અરે શુભભાવમાં છે તેવા અવલંબનોને સ્વભાવધર્મ માનીશ તો પણ તેવા પુણ્યો પાપના અનુબંધવાળા થશે.
[૧૪] તત્ત્વદૃષ્ટિયુક્ત કે નિશ્ચયષ્ટિના આધારે સાધના કરનાર સાધક પણ વ્યવહારના વિકલ્પોમાં કબુદ્ધિ કરે તો તે પણ સ્વભાવધર્મને પામતો નથી. નિશ્ચય-વ્યવહારની સૂક્ષ્મરેખા ઓળખવી પડે. નિશ્ચય
વ્યવહારનો પારમાર્થિક સમન્વય કરવા માટે દેહાદિથી રાગાદિથી ભિન્ન નિસ્વરૂપનો દઢ નિર્ણય કરી તેમાં બાધક થતા બાહ્ય વૃત્તિ પ્રવૃત્તિને ગૌણ કરી તે નિર્ણયને પોષક વૃત્તિ પ્રવૃત્તિ સમયે પણ દૃષ્ટિ તો શુદ્ધાત્મા પ્રત્યે જ ઝૂકે. હું ક્યારે શુદ્ધ વીતરાગસ્વરૂપે પરિણમ્! એ એક જ અંતરધ્વનિને શ્રદ્ધાપૂર્વક પકડી રાખજે. | [૧૪૧]
વાસ્તવમાં જ્ઞાની મન વચન કાયાના પ્રવર્તનમાં પોતાની ભૂમિકાને બરાબર જાણે છે. આરાધનામાં અનુકૂળતામાં રાગ ન હોય અને કર્મના ઉદયથી થતી વિરાધનામાં – પ્રતિકૂળતામાં દ્વેષ ભાવ ન હોય. તે જાણે છે કે પ્રારંભની ભૂમિકામાં અપ્રશસ્ત રાગના ત્યાગ માટે પ્રશસ્ત રાગનું પ્રયજન તે પૂરતું છે. નિશ્ચયથી તો પ્રશસ્ત રાગ પણ પુણ્યબંધનું કારણ છે. તમામ પ્રકારના રાગદ્વેષના ભાવોનો કોલાહલ શાંત ન થાય ત્યાં સુધી ચારિત્ર ગુણમાં સ્થિરતા સંભવ નથી તેથી આત્મિક ગુણો કે અનુભવ
અમૃતધારા ૩૯
Page #53
--------------------------------------------------------------------------
________________
પણ સંભવ નથી. માટે પ્રશસ્ત રાગને ધર્મ માની તેમાં એવી તન્મયતા ન હોય કે જેથી મૂળ વીતરાગ દશા જ ભૂલી જવાય. [૧૪૨
સમ્યજ્ઞાન કે ભેદજ્ઞાનનો મહિમા શું છે?
સમ્યગુજ્ઞાની કે ભેદજ્ઞાની જ્યારે ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થોને પરપર્યાયોને જાણે, જુએ કે અનુભવે, વળી પ્રશસ્ત અપ્રશસ્ત રાગાદિને અનુભવે, આગળ વધી પોતાની શુદ્ધ પરિણતિરૂપ પર્યાયોને અનુભવે ત્યારે તેમાં ઈનિઝ બુદ્ધિ કરતા નથી, કારણ કે તેમની દૃષ્ટિ કેવળ શુદ્ધ અખંડ ચૈતન્ય પ્રત્યે છે. વિભાવ કે સ્વભાવ પરિણામોને જાણવા છતાં અપર ઉભય સ્વરૂપ પરિણમતા નથી. હેય - ઉપાદેયયુક્ત નિર્મળ સમ્યગ્દષ્ટિવાનની આ ઉચ્ચ દશાનો મહિમા છે. [૧૪૩]
જો તને જિનાજ્ઞા-શાસ્ત્રજ્ઞાના પાલનમાં રસ છે તને તો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહેવાની ભાવાજ્ઞાના પાલનમાં રુચિ-રસની દઢતા થશે. રોગ, વિયોગ, ઉપસર્ગ, પ્રતિકૂળતા, તીવ્ર વેદના વિગેરેમાં શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પરિણમી હોય તો જ્ઞાતા દ્રષ્ટાભાવ આત્મસાત્ થયો હોય છે તેમ જાણવું. કેવળ નિશ્ચયનય સાંભળવાનો નથી પણ નિશ્ચયમાન્ય આત્મસ્વભાવે પરિણમવાનું છે. કેવળ સાંભળવા બોલવાથી કે સંભળાવવાથી કંઈ જીવની મુક્તિ થવાની નથી. [૧૪]
ઉદાહરણઃ જ્યાં સુધી તું હજી કેવળ નિશ્ચયદષ્ટિને પાત્ર નથી થયો ત્યાં સુધી જિનાજ્ઞા જેવા વ્યવહારનય પ્રયોજનવાન છે. એક ઉદાહરણ વિચારીએ. કુમારપાળ જંગલમાં ગામ નગરમાં ભટકતા હતા. એક વાર ખંભાતમાં શ્રી હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે આશ્રય શોધતા આવી ચઢ્યા. તે જ સમયે સિદ્ધરાજના ઉદયન મંત્રી વંદનાર્થે આવ્યા. આચાર્યશ્રી કુમારપાળની મુખમુદ્રા જોઈને તે ભાવિ રાજ્યકર્તા છે તેમ જાણી ગયા.
[૧૪પ. તે દિવસોમાં સિદ્ધરાજ મહારાજાનો આદેશ હતો કે કુમારપાળને જીવતો પકડી લાવશે તેને ઇનામ મળશે અને આશ્રય આપશે તેને
૪૦ અમૃતધારા
Page #54
--------------------------------------------------------------------------
________________
દેહાંતની સજા થશે. આચાર્યશ્રીએ ઉદયનમંત્રીને કહ્યું તમારે મારું એક કામ કરવાનું છે. ઉદયનમંત્રીએ અહોભાવથી હાથ જોડીને કહ્યું “મારાં ધનભાગ્ય !”
| [૧૪] - આચાર્યશ્રીએ કહ્યું આ કુમારપાળ છે તેમનું તમારે રક્ષણ કરવાનું છે. જરા પણ ખચકાટ કે વિકલ્પ વગર તેમણે તે આશાનો સ્વીકાર કર્યો. કુમારપાળને પોતાના નિવાસે લઈ ગયા. ત્યારે તેમના ખિસ્સામાં પેલા જાહેર નામાનો કાગળ મોજૂદ હતો.
[૧૪૭]. જિનાજ્ઞા – ગુવંશા મહાન કે રાજાજ્ઞા મહાન ! ગુર્વાશા પરંપરાએ મુક્તિનું કારણ રાજાશા ભલે ફરજ હોય પણ અવગતિનું કારણ. આવી સમજ માટે મહાન સાહસ કરવું પડે દેહાંતની સજાનો સ્વીકાર કરવામાં કઈ દૃષ્ટિએ કામ કર્યું! નિશ્ચયથી વિચારીએ તો દેહ જે વખતે જે કારણે પડવાનો હશે તો પડશે આ હતી આત્માની અવનાશીપણાની શ્રદ્ધા.
[૧૪૮] ગુજ્ઞા ભેદજ્ઞાનનું રહસ્ય બને છે. જીવને સંસારના પ્રલોભનો સ્પર્શી શકતા નથી અને મૃત્યુના ડરનો ભય પણ સ્પર્શી શકતો નથી. કેવળ નિશ્ચય' બોલવાથી શું થાય? જીવનના પ્રસંગોમાં તે દૃષ્ટિ આત્મસાત્ થાય તો મુનિને મુનિપણે શ્રાવકને શ્રાવકપણે અનુભૂતિ થાય.
[૧૪૯] આવા દાંતો બાહ્યદશા કે પર્યાયદૃષ્ટિ ગણી ગૌણ ન કરવા પરંતુ એ અવસ્થામાં પણ આત્મશક્તિનું દર્શન થાય છે. નિશ્ચયની વાત કરીએ અને દેહને સાચવ્યા કરીએ, રોગથી ગભરાઈએ અને કહે કે એ તો પર્યાયનું પરિણમન છે. હું તો શુદ્ધાત્મા છું. મને નથી બંધન કે નથી મુક્તિ. જે જ્યાં જે રીતે બનનાર છે તે ફરનાર નથી. ત્રિકાલ અબાધિત નિશ્ચય દૃષ્ટિથી જીવની મુક્તિ છે. જીવનની ઘટ થી તારવણી કાઢવાની છે, અગર શુષ્કજ્ઞાન વ્યર્થ છે. હજી શ્રાવકની ભૂમિકામાં પ્રવેશ નથી ત્યાં શ્રેણીની વાતોનો માનસિક આનંદ
અમૃતધારા ૪૧
Page #55
--------------------------------------------------------------------------
________________
લેશે તેમાં તારું હિત નથી. ભૂમિકા પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ કે બાહ્ય સ્વરૂપને વળગવાનું નથી, તેમ દેહભાનને પોષવાનું નથી, કામકાજ કરવા છતાં આત્મભાનયુક્ત તેની આચરણા છે તે ઉપરના દૃષ્ટાંતથી જોયું. મંત્રી કોઈ વિકલ્પમાં ન પડ્યા તે તેમની જ્ઞાતાદ્રષ્ટાભાવની ભૂમિકા હતી. [૧૫૦]
=
સાનુબંધ નિર્જરા જે મોક્ષનું કારણ છે, તે માટે જીવે જ્ઞાતાદ્રષ્ટાભાવ દ્વારા શુદ્ધોપયોગમાં રહેવાનું અનાભ્યાસને લીધે શક્ય ન બને તો પણ શુદ્ધ આંતરપરિણતિમાં જ દૃષ્ટિને રાખીને ક્ષમાદિ ગુણો કેળવવા કામક્રોધાદિ કષાયોથી મુક્ત થવું છે તેવી સૂક્ષ્મવિચારણા કરવી. અને બાહ્ય તપ ત્યાગ સ્વાધ્યાયમાં જેવા સૂક્ષ્મભાવો – શુભભાવો ક૨શે તેવી ક્રિયા પણ ચૈતન્યમય બનશે જે ક્રમે કરી શુદ્ધભાવની નજીક લઈ જશે. શુદ્ધભાવના લક્ષ્ય વગરના ઉપરના સૂક્ષ્મ કે સ્થૂલભાવો પણ માનસિક શુભભાવરૂપ ક્રિયા બની જશે તે સાનુબંધ નિર્જરા નહિ બને. પોતાની ભૂમિકા અનુસાર ક્રમને શોધીને આશયશુદ્ધિને અપનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધવું. [૧૫૧]
“શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી પોતાના સ્વરૂપનું જ ધ્યાન છે, એ ધ્યાન સર્વ પાપનાં નાશનું ઔષધ છે સર્વ દોષના નાશનું રસાયણ છે. ષડદ્રવ્યની વિચારણા સ્વરૂપ સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગના મહા ગ્રંથો થકી તે વાત જાણીને અનુક્રમે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનદશાને મુનિ ધારણ કરે છે.
[૧૫૨]
યદ્યપિ ચોથે ગુણસ્થાનકે ભક્તિની મુખ્યતા છે કારણ કે ચારિત્રદશા નથી. પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકે વૈરાગ્યદશાની મુખ્યતા છે તથા અપ્રમત્ત સંયતથી ક્ષીણ મોહાદિ ગુણસ્થાનક પર્યંત જ્ઞાનદશાની મુખ્યતા છે. ગૌણપણે ચતુર્થગુણ સ્થાનકે જ્ઞાનદશા હોય છે એટલે મુખ્યપણે જ્યાં ભક્તિ આદિની મુખ્યતા કહી હોય ત્યાં શક્તિ અનુસા૨ જ્ઞાન-વૈરાગ્ય દશાનું અવલંબન હોય છે. [૧૫૩]
• ૪૨ * અમૃતધાર
Page #56
--------------------------------------------------------------------------
________________
(પૂ. પંન્યાસજી રચિત વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ).
પારમાર્થિક કહો કે નિશ્ચયસ્વરૂપ કહો બંને સમાન અર્થી છે. પરમાર્થથી નવકાર પોતાનો જ આત્મા છે. કારણ કે અરિહંત અને સિદ્ધ બે પદમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુપદમાં સ્વરૂપ પ્રાપ્તિનું કારણ બતાવ્યું છે. આ ત્રણે પદમાં સંવર નિર્જરાની ઉપાદેયતા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું કારણ દર્શાવે છે. આમ નમસ્કાર કરનારો જીવ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ્યને જાણી સંવર નિર્જરા તત્ત્વની શ્રદ્ધા કરે છે. તે દ્વારા પોતે પણ પાપકર્મોથી મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને અનંત આનંદ અનુભવે છે તેથી પણ નમસ્કાર મંત્ર પ્રથમ મંગળ છે.
[૧૫૪] નમસ્કાર મહામંત્રના પ્રથમ પદે અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહંતની ઓળખ થવાથી આત્મદ્રવ્યની ઓળખાણ થાય છે. આત્મદ્રવ્યની ઓળખાણ થવાથી મોહનો નાશ થાય છે. મોહનો નાશ કરનાર મોક્ષાર્થીએ અરિહંતની ઓળખાણ દ્રવ્ય, ગુણ, પર્યાયથી કરવી જોઈએ. શાસ્ત્રકારોએ અરિહંતની ઓળખાણ માટે ચોવીશ અતિશયો, આઠ પ્રતિહાર્યો, સમવસરણની ઋદ્ધિ, દેવોનું આગમન, વાણીના પાંત્રીશ અતિશયો વિગેરેનું વર્ણન કર્યું છે પરંતુ તે બાહ્ય અને સઘળું પુદ્ગલાશ્રિત છે.
[૧૫૫] જે જીવોની આત્મિક દૃષ્ટિ નથી તે જીવોની દૃષ્ટિ અરિહંત પ્રત્યે ખેંચાય એ વ્યવહારથી અરિહંતોનો પુદ્ગલાશ્રિત મહિમા વર્ણવ્યો છે. પરંતુ નિશ્ચયથી એમાં અરિહંતનો મહિમા આવતો નથી નિશ્ચયથી અરિહંતનો મહિમા સમજવા માટે અરિહંતોની વીતરાગતા, કેવળજ્ઞાન, સ્વભાવની રમણતા અનંતવીર્ય અનંત સુખ વિગેરે સમજવાની જરૂર છે. તે ગુણોના ચિંતનથી આત્માની પૂર્ણ સ્વભાવ દૃષ્ટિ જાગ્રત થાય છે. સ્વભાવષ્ટિ થતાં આત્માના રાગદ્વેષ ટળવા માંડે છે અને ક્રમે કમે પરિણામની વિશુદ્ધિ થતા પૂર્ણતા પ્રાપ્ત થાય છે. વૈલોક્ય, દીપક
અમૃતધારા ૪૩
Page #57
--------------------------------------------------------------------------
________________
મંત્રાધિરાજી
[૧૫૬] આત્માનો મૂળ સ્વભાવ જ એવો છે કે દેહધારીનું મન તેને છોડવા તૈયાર નથી. ફરક એટલો છે કે અજ્ઞાની એ બધા જ સ્વભાવને દેહમાં સ્થાપિત કરવા ચાહે છે. અમર ગુણ આત્માનો, જીવ દેહમાં તેનો આનંદ લેવા પ્રેરાય છે. પોતાના શરીરને ક્ષીણ થતું જુએ છે, અન્યના શરીરના શબને જુએ છે તો પણ પેલો સંસ્કાર છૂટતો નથી. આવા અજ્ઞાનને કારણે જીવ પુનઃ પુનઃ ગર્ભવાસમાં આવે છે, જીવનયાત્રા પૂરી કરી સ્મશાનઘાટે પહોંચી વિરામ લે છે. કોઈ વિરલ જીવોને આ વાત સમજાય છે કે હું સાક્ષાત્ ચૈતન્ય સ્વરૂપ છું.
| [૧૫૭]. ચૌદરાજલોકનો સ્વામી બને, પૂર્ણજ્ઞાતા દ્રા બને એવા ચૈતન્યને મોહવશ ક્યાં પૂરી દીધો? સંસારીઓએ મોટી ઇમારતો બાંધી તેના માલિક બની તેમાં પૂર્યો. સંતમહંતોએ પવિત્ર સ્થાનોનું નિર્માણ કરી, કર્યાનું કર્તાપણું સેવી, નામના કરી કરાવીને એવા સ્થાનોમાં પૂર્યો. સંસારમાં એક પત્ની એક મકાન છોડી તેણે કેટલા ઓરડા ઊભા કર્યા? એક ટિકિટ ઋણાનુબંધથી મળેલી તેને મૂકી કેટલી ટિકિટો સાચવવાની ઊભી કરી? એમાં જો તારો સાક્ષીભાવ નથી તો આ બધી માયાજાળમાં ફસાયો છું તેમ માની સત્વરે આત્મસંવિધાનમાં લાગી જા.
[૧૧૮] જીવને મળેલું શરીર કમ્દય છે. શરીર સાથે રહેલા કામણશરીર અનેક સંસ્કારના બીજવાળું છે, એ દરેક બીજમાં અનેક જન્મો પેદા કરવાનો સંસ્કાર પડ્યો છે. તેના ફળ ભોગવવાના સંસ્કારો રહ્યા છે. આ કર્મરૂપી બીજનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી જીવના દેહોનો અગ્નિસંસ્કાર થતો રહેશે. જ્ઞાન એક જ સાધન એવું છે જીવના દેહાદિ ક્લેશોને મૂળમાંથી નષ્ટ કરી શકે.
[૧૫] અંધકારને કોણ જાણે ! અંધકારને અંધકાર જાણતો નથી અંધકારને પ્રકાશ જાણે છે. અજ્ઞાનને કોણ જાણે? અજ્ઞાનને અજ્ઞાનરૂપે
૪૪ અમૃતધારા
Page #58
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન જ જાણે છે. એ જ્ઞાનમાં દેહાદિના ભાવની મલિનતા મળી છે તેથી જ્ઞાનસ્વરૂપે જ્ઞાન પ્રકાશિત થતું નથી. જે તને બહારમાં જણાય છે તેનાથી તું ભિન્ન છું તેવો બોધ ગ્રહણ કર. સૂર્ય ચંદ્રાદિ મારા જ્ઞાનમાં જણાય છે તેથી હું તે રૂપ નથી ગૃહાદિ મને જણાય છે તેથી તે પણ હું નથી. મારા સગા સ્વજનો મને જણાય છે તેથી તે પણ હું નથી. આ દેહ મને જણાય છે તેથી તે હું નથી. આ માન અપમાન જણાય છે તે પણ હું નથી. હું ફક્ત જાણનાર છું. મારું કર્તવ્ય જાણનારને જાણવાનું છે એની આડે આવતું બધું મારે છોડવાનું છે. જ્ઞાતાપણે જોઈને છૂટી જવાનું છે. વૈરાગ્યની ઉચ્ચ ભાવનાઓ તેનું મૂળ છે.
બુદ્ધિમાનોના મગજમાં વૈરાગ્યનું રહસ્ય પકડાતું નથી. તમારે આ કાળમાં વૈરાગ્યનાં દર્શન કરવાં છે! સાંભળો. એકસો પચીસ વર્ષ પૂર્વે ભાવનગરમાં વીરજી ભાવસાર રહે. પૂર્વના સંયમના સંસ્કાર, એને સંસારમાં સાર ન લાગે. માએ સંસારમાં લગ્નથી બાંધી દીધો પણ એ જીવ બંધાય કેવી રીતે ! ભાવનગરથી પહોંચ્યા પંજાબ. તે વખતે ત્યાગીઓને પંજાબમાં ઉત્તમ સાધુઓનો જોગ મળતો. માએ દીકરાનું પગેરું શોધી કાઢ્યું. અને ચાર મજબૂત સગાને સાથે લીધા. ઉપાડીને લાવવો પડે તો પાછા ન પડે.
માએ ખૂબ પ્રયત્ન પછી વીરજીને ઉપાશ્રયે શોધી કાઢ્યો. ભારે કકળાટ મચાવ્યો. હજી દીક્ષા થઈ ન હતી. છેવટે સમાધાન કર્યું કે તારે એક દીકરો થાય પછી તું છૂટો અમે સાસુ વહુ તે દીકરાનું મુખ જોઈ જિંદગી પૂરી કરશું. માનું વેણ સાચવવા વીરજી મા સાથે દેશમાં આવ્યા. મનમાં એકજ જાપ ક્યારે છૂટું, ક્યારે છૂટું? જેલમાં રહેતા હોય તેમ રહે. માનાં નાનાંમોટાં કામ કરે. વહુને પ્રસૂતિના છેલ્લા કલાકો હતા.
એ દિવસ બપોરે માને લાગ્યું કે ઘીની જરૂર પડશે એટલે વીરજીને પાવલી અને તપેલી આપી કહે ઘી લઈ આવ. વીરજી ઘી લેવા ગયો. વ્યાપારીની દુકાને ભીડ હતી. તેથી વીરજી એક બાજુએ ઊભો હતો..
અમૃતધારા ૪૫
Page #59
--------------------------------------------------------------------------
________________
ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો, તમારે ત્યાં દીકરો જન્મ્યો છે, ઘી લઈને જલ્દી જાવ.
હૈં ! દીકરો જન્મ્યો ! અને વીરજીએ પાવલી અને તપેલી ઘીવાળાને આપી દીધી કે તમે કુ૨સેદ ઘીની તપેલી ઘરે પહોંચાડજો. અને પોતે ભાગ્યો. વનમાં સિંહ પાછળ પડે ને દોડે તેવી દોડે સ્ટેશને પહોંચ્યો. ભાવનાને કુદરત પણ સહાય કરે, ગાડી એ જ સમયે ઊપડતી હતી. તે સમયે ગાડીઓ ચોવીસ કલાકે રાઈટ ટાઈમે' પહોંચાડે. આજના સવારના પાંચને બદલે બીજા દિવસે સવારના પાંચે.
પહેરેલા કપડે, ખાલી ખિસ્સે, ભૂખ્યા પેટે, અથડાતા કૂટાતા વૈરાગ્યના સહારે (બીજું કંઈ સાથે ન હતું.) પંજાબ પહોંચ્યા. દીક્ષા લીધી વીરજી ભાવસાર વીરવિજ્ય મુનિ બન્યા. જેમનાં પદો, પૂજા, સ્તવનોનો વિપુલ વારસો જૈન સમાજને મળ્યો છે. આવો વૈરાગી કા કારણે સંસારમાં રોકાય ! [૧૬ ૧]
ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું, સાચવવું આતમરામ નકરા થઈને, વાયુલહવત્ (સાધુ) કરવું.”
નિમિત્ત ઉપાદાન
જે દ્રવ્યની શક્તિ દ્રવ્યથી જ દ્રવ્યમાં ઉત્પન્ન થાય તેને ઉપાદાન કહીએ. અન્ય પદાર્થના સંયોગથી શક્તિ પ્રગટે તેને નિમિત્ત કહીએ. જીવનો સ્વભાવ શુદ્ધ હોવા છતાં શુભાશુભરૂપ, રાગદ્વેષરૂપ પરિણમન શક્તિ જીવનું ઉપાદાન છે, જે પદાર્થનું નિમિત્ત પામી આત્મ પરિણામ, રાગદ્વેષરૂપ થયા, આત્મા રાગાદિરૂપ થયો તે સાંયોગિક પદાર્થો નિમિત્ત છે. આમ નિમિત્ત ઉપાદાનથી શુભાશુભ કર્મનો બંધ થાય છે. આત્મા નિમિત્તાધીન ન થતાં સ્વભાવમાં રહે છે તો શુદ્ધોપયોગને કારણે કર્મબંધ થતો નથી. [૧૬ ૨]
-
વળી જીવનું ઉપાદાન શુદ્ધ કે શુભ હોય અને નિમિત્ત ખરાબ હોય તો પણ પરિણામ શુભ આવે છે જેમકે ગજસુકુમાલને દુર્નિમિત્ત છતાં પરિણામ સારું આવ્યું.
[૧૬૩]
૪૬ * અમૃતધારા
Page #60
--------------------------------------------------------------------------
________________
સમીપમુક્તિગામી જીવનું ઉપાદાન બળવાન હોય છે. તે સિવાય સામાન્ય જીવો ઉપાદાનની શક્તિ ફોરવી શકતા નથી. નિમિત્તાધી બની મહદ્અંશે અશુભપણે જ વર્તતા હોય છે. વળી ઉપાદાનની વાતોની જાણકારી થતાં નિમિત્તનો છેદ કરે તે પણ માર્ગ પામતા નથી.
[૧૬૪] વળી જીવનું ઉત્પાદન હિંસાદિ ભાવવાળું કષાયયુક્ત અશુભ હોય અને નિમિત્ત સારું હોય તોપણ પાપનો બંધ થાય છે. જેમ કોઈ પ્રપંચી માણસ બહારમાં સત્કાર્ય કે દાનાદિ કરે પરંતુ તેના અશુભ ઉપાદાનના કારણે પાપનો બંધ કરે.
[૧૬૫] આમ નિમિત્ત અને ઉપાદાનને યોગ્ય રીતે જાણી હંમેશાં શુભનિમિત્તને ગ્રહણ કરવા, તેમ પુનઃ પુનઃ પરંપરાથી ઉપાદાન શુભ થાય છે. અશુભ નિમિત્તથી ઉપાદાન અશુભ થાય છે. [૧૬૬]
વળી પુગલનું પુદ્ગલ નિમિત્ત ઉપાદાન કરે છે. જેમ હળદર સ્વભાવથી પીળી હોવાથી તેને પાણી સાથે ભેળવતાં પાણી પીળું બને છે, પરંતુ તે જ પાણીમાં સાજી ભેળવતાં પાણી લાલ બને. પીળી હળદરની લાલ થવાની શક્તિ હોવાથી તેને સાજીનું નિમિત્ત મળતાં લાલ રંગરૂપે પરિણન થયું.
[૧૬] સામાન્ય જીવોને નિમિત્તની પ્રધાનતા હોય છે માટે વિવેકી પુરુષે સારું નિમિત્ત મેળવવું યોગ્ય છે. વિશેષ એ છે કે પોતાના પરિણામની વિશુદ્ધતાથી અધિક વિશુદ્ધતાનું નિમિત્ત હોય તો આપણું ઉપાદાન નિમિત્ત પ્રમાણે ફોરવવું, જેમકે શ્રાવકધર્મમાં છું તો શ્રાવકધર્મની વિશેષતા કરવી પણ આપણા ભાવોની વિશુદ્ધતાથી નિમિત્ત સામાન્ય છે તો આપણા ઉપાદાનને નિમિત્ત પ્રમાણે નીચે ન લાવવું. શ્રાવકધર્મની આચરણાને ગૌણ ન કરવી. આમ નિર્મળ બુદ્ધિથી વિચારવું ગૌણતા મુખ્યતાનું લક્ષ્ય રાખવું.
[૧૬૮] અર્થાત્ આત્મામાં ઉત્પન્ન થતાં રાગાદિ પરિણામનું નિમિત્ત
અમૃતધારા ૪૭
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વભાવ નથી, કારણ કે સ્વભાવમાં રાગાદિ નથી. આત્મામાં રાગાદિ થવાનું નિમિત્ત પરદ્રવ્યનો સાંયોગિક સંબંધ છે. વાસ્તવમાં ઉપાદાન એ દરેક દ્રવ્યની નિજી શક્તિ છે, તે યોગ્યતા પ્રમાણે પરિણમન કરે છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે ઉપાદાનની કાર્યશક્તિ વગર નિમિત્ત કંઈ કરતું નથી અને નિમિત્ત વગર ઉપાદાનમાં કાર્ય થતું નથી. બંને સ્વતંત્ર દ્રવ્ય છતાં બંનેમાં એવી સ્વતંત્રતા અને સંધિ બે રહેલાં
[૧૬૯]. માટે નિમિત્તની કંઈ જરૂર નથી તેમ સ્વચ્છંદ ન પોષવો અને નિમિત્ત મળશે ત્યારે કાર્ય થશે તેમ પ્રમાદ ન સેવવો. બંનેની સ્વતંત્રતા અને સંધિના સિદ્ધાંતને સ્વીકારવો.
[૧૭]. વળી દરેક પદાર્થના પરિણમનમાં કાર્યમાં પાંચ કારણો રહેલાં છે. તેની ગૌણતા મુખ્યતા હોય છે. સ્વભાવ, નિયતિ, કાળલબ્ધિ નિમિત્ત અને પુરુષાર્થ. આ પાંચે કારણમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે પુરુષાર્થની મુખ્યતા છે.
[૧૭૧] લૌકિકધર્મમાં પ્રાથમિક ભૂમિકાને યોગ્ય ક્રિયાધર્મ નિમિત્ત પ્રધાન છે તેનો અપલાપ ન હોવા છતાં લોકોત્તરધર્મ, ભાવધર્મ જેમાં મોક્ષમાર્ગની મુખ્યતા છે. તે ઉપાદાન પ્રધાન છે. ઉપાદાનદૃષ્ટિની મુખ્યતાથી પરભાવજનિત રાગદ્વેષના ભાવો દૂર થાય છે. સાધકને અન્ય જીવોના નિમિત્તે મલિન અવસ્થાનો અનુભવ થાય છે તે ઉપાદાનની ગૌણતાને કારણે છે. જો સાધક બાહ્ય નિમિત્તને ન પકડતાં ઉપાદાનનો દોષ કે અવસ્થા જુએ તો કર્મોદયના નિમિત્તે બહારમાં શુભાશુભ નિમિત્તો મળે તેમાં ઉપાદાનનો દોષ નથી, પૂર્વ બંધાયેલા કે નિયત થયેલા શુભાશુભ કે સારા ખોટા વિકલ્પો કર્મવશ ઊભા થવાના છે. [૧૭૨]
વળી કર્મની વિચિત્રતા એ છે કે સન્માર્ગે ચઢેલાને પછાડીને ઉન્માર્ગ ધકેલી છે. અને ઉન્માર્ગે જતાં ને યોગ મળતાં સન્માર્ગે પ્રવર્તાવે. બાહ્ય પરિસ્થિતિ-નિમિત્ત પર કર્મનો પ્રભાવ છે પણ તારા
૪૮ અમૃતધારા
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વરૂપમાં તેનો પ્રભાવ નથી. આત્મા કર્મજન્ય સંયોગમાં ભળે નહિ તો આત્માનું કશું બગડતું નથી. પણ નિમિત્તાધીન થઈ વિકલ્પમાં ભળવું તે તારો અપરાધ છે.
[૧૭૩] આત્મા મોહવશ ઈદ્રિયોના વિષયોમાં ઇષ્ટાનિષ્ટ પદાર્થોને જાણે છે, તેમાં રાગદ્વેષરૂપે પરિણમી પુનઃ પુનઃ તે નિમિત્તથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને બાંધે છે. જીવના કરેલા રાગાદિ પરિણામોનું નિમિત્ત પામી પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિરૂપે પરિણમે છે, અને આત્મપ્રદેશોની સાથે સંયોગમાં આવે છે. આત્મા અનુભવ ગુણવાળો હોવાથી તેમાં સુખદુઃખના ભાવ કરે છે.
[૧૭] જેમ કોઈ મંત્રસાધક ગુફામાં ગુપ્ત સ્વપ્નમાં બેસી મંત્રસાધના કરે અને તેની અસર અન્ય સ્થાન કે લોકોને થાય છે તેમ અજ્ઞાની જીવના અંતરંગમાં થયેલા વિભાવની શક્તિ આત્મા કંઈ કરે નહિ તો પણ પુદ્ગલો પુણ્ય-પાપ રૂપ પરિણમન કરે છે. અર્થાત્ આત્માનું વિભાવપણું આ સુખદુઃખનું કારણ છે. જીવની બાહ્ય શુદ્ધતા અંતરંગ શુદ્ધતાથી નિર્મળ થાય છે કે ફળદાયક થાય છે કેમકે અંતરંગની આધ્યાત્મિક શુદ્ધિ વિના બાહ્યની શુદ્ધિ વ્યર્થ થાય છે. આત્મામાં આત્મબુદ્ધિ થવી પરમાં આત્મપણાનો, મારાપણાનો, કર્તાપણાનો ભાવ માત્ર ન થવો તે આત્મશુદ્ધિ છે.
[૧૭૫] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનનો સ્વભાવ શેયને જાણવાનો છે. શેયને જાણવાથી વિકાર થતો નથી પરંતુ શેયને જાણીને તેમાં ઈષ્ટાનિષ્ટ ભાવ કરી આત્મા રાગાદિભાવે વિકારી થાય છે. તે અજ્ઞાન છે. આત્મા જ્ઞાતા છે. કર્મપુગલ તે કર્મ છે. બંને પ્રગટ ભિન્ન દ્રવ્ય છે. અજ્ઞાની મોહવશ પોતાને કર્મનો કર્તા માને છે.
[૧૭૬] શુદ્ધ નયથી તત્ત્વનું સ્વરૂપ ચિંતવવું કે અન્ય દ્રવ્યોનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી. જ્ઞાનની સ્વાભાવિક-સ્વચ્છતાને કારણે જોય – જણાવા યોગ્ય પદાર્થો તેમાં પ્રતિભાસે જણાય છે. દીપક પ્રકાશનો) સ્વભાવ પદાર્થોના
અમૃતધારા ૪૯
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપને જણાવવાનો તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે. આત્મા અજ્ઞાનપણે તે તે પદાર્થોમાં રાગ દ્વેષપણે વિકારી થાય છે. જ્ઞાની કહે છે કે જીવ વીતરાગ અવસ્થામાં કેમ રહેતો નથી જો વીતરાગી અવસ્થામાં રહે તો બંધાય નહિ.
[૧૭] કત: કાર્યને કરવાવાળો. કરણ – જેનાથી કાર્ય કરવામાં આવે તે મુખ્ય કારણ કરણ.
કર્મઃ જે કરાય તે કર્મવિપાક અને કર્મનું ફળ આ ચારે આત્મા જ કરે છે. એવો નિશ્ચય છે. ભેદવિજ્ઞાની જ્ઞાની પણ પર દ્રવ્યના નિમિત્તે રાગાદિ પરિણમન નથી કરતા ત્યારે શુદ્ધ આત્મસ્વરૂપને પામે છે. અર્થાત્ કર્તા શુદ્ધ, કરણ શુદ્ધ, કર્મ શુદ્ધ, ફળ શુદ્ધ આ ચારે ભેદથી આત્મા અભેદસ્વરૂપે રહે છે ત્યારે શુદ્ધ સ્વરૂપને પામે છે. [૧૭૮]
અજ્ઞાનદશામાં પણ અન્ય દ્રવ્ય મારું હતું નહિ છતાં જીવ સ્વયં ભૂલથી રાગભાવ કરી પરનો કર્તા થયો, અજ્ઞાનભાવનું કારણ થઈ કરણ થયો. રાગની પરિણતિથી પોતાના અશુદ્ધ ભાવને કરી કર્મરૂપે થયો, તેથી સુખ-દુઃખરૂપ કર્મફળનો ભોક્તા થયો. આ ચાર ભેદોમાં અજ્ઞાનદશામાં વર્તતો હતો જ્ઞાનદશામાં ચિંતવે છે કે હું નિર્મળ ચૈતન્ય સ્વભાવવાળો કર્તા છું. શુદ્ધ સ્વભાવના અતિશયથી કરણ છું. શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાથી કર્મ છું. અને સ્વભાવે કરી આત્મિક સુખરૂપ કર્મફળ છું. આમ જ્ઞાન નિર્મળ થાય છે.
જીવ કર્મથી બંધાયેલો છે એ વ્યવહારનયની અપેક્ષાથી છે. જીવ કર્મથી બંધાયેલા નથી આ નિશ્ચયનયનો પક્ષ છે. પરંતુ વાસ્તવમાં આ બંને વિકલ્પોથી રહિત નિર્ણય કરી જે સ્વરૂપમાં લીન થાય છે, તે શુદ્ધ નયના નિર્ણયે પરમાત્મતત્ત્વ પામે છે. વ્યવહારનયનું પ્રયોજન જાણી તેને છોડી દેવું. નિશ્ચયનયના પ્રયોજનને જાણી સ્વરૂપમાં લીન થવું તે પરમપદને પામે છે.
આત્માથી કર્મ વસ્તુતઃ ભિન્ન છે, કર્મના પરિણામ સ્વરૂપ સુખ
૫૦ અમૃતધારા
Page #64
--------------------------------------------------------------------------
________________
કે દુઃખ પણ આત્માથી ભિન્ન છે. તેમાં જ્ઞાનીને હર્ષવિષાદ નથી. જ્ઞાની જ્ઞાન દ્વારા હર્ષવિષાદને જાણે છે પણ કર્મના પરિણામ સાથે એકત્વ થતું નથી.
જ્ઞાની – અજ્ઞાની બંનેને જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી સુખદુઃખાદિનો સંયોગ આવે છે. જ્ઞાનીની દષ્ટિ સ્વભાવ પ્રત્યે હોવાથી સંયોગોમાં મૂંઝાતા નથી. અજ્ઞાની સુખદુઃખાદિ સંયોગોને અનુભવી નવો કર્મબંધ કરે છે.
[૧૮] જ્ઞાની સ્વપરિણતિના આશ્રયે છે. અજ્ઞાનીની દૃષ્ટિ નિમિત્ત તરફ છે. નિમિત્તની હાજરી હોય છે, જો નિમિત્ત જેવી વસ્તુ ન હોત તો બંધ-મોક્ષની અવસ્થાઓ ન હોત. આ બંને વ્યવહારનય સાપેક્ષ છે. પણ જ્ઞાની તેનો આશ્રય કરતા નથી. પણ નિશ્ચયનયથી ત્રિકાળ શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે તેમની દૃષ્ટિ છે. તેથી આત્મામાં રહેવું તે જ મુક્ત થવાનું નિમિત્ત ઉપાદાન બને છે.
[૧૮૧] આ પડતા કાળમાં જીવને સ્વપરિણતિ પ્રત્યે વળવું કઠણ છે, તેમાં અનેક અંતરાય છે. કેવળ શુભભાવમાં ટકવું કે આગળની ભૂમિકાએ પહોંચવું, સર્વત્ર અંતરાયો છે. માટે આ કાળમાં ચિત્તશુદ્ધિ માટે ભક્તિ અને સત્સમાગમનો યોગ મળે તો જીવનું કલ્યાણ થવું સંભવ છે. અથવા દુકૃતગહ, સુકૃત અનોખોદના, ચાર શરણા ભવિતવ્યતાના પરિપાક માટે રાજમાર્ગ છે.
[૧૮૨] ઉપાદાનનું વિભાવ પરિણમન કે પ્રભાવ નિમિત્તથી થતું નથી. તેમ છતાં નિમિત્તની હાજરીમાં જ ઉપાદાન પોતાના વિકારનું પરિણમન કરી શકે છે. તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. ત્યારે પણ તત્ત્વનું
સ્વાતંત્ર્ય તો છે જ, પરનું નિમિત્ત પામીને પોતાના થનારા વિકૃતભાવને વિભાવ કહે છે. વિભાવને પરભાવ જાણવાથી તેની ઉપેક્ષા થઈ શકે છે. નિશ્ચયષ્ટિથી જોતાં વસ્તુનું પરિણમન યાને શુદ્ધ અશુદ્ધ ભાવો ઉપાદાનથી જ થાય છે. વ્યવહારનયથી જોતાં કર્મવિપાકના કારણે જીવ
અમૃતધારા ૫૧
Page #65
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે.
[૧૮૩]
દરેક પદાર્થમાં અંતરંગ ઉપાદાન શક્તિ છે, તેનાથી સ્વકાર્ય થાય છે, ત્યારે અન્ય પદાર્થો તેમાં નિમિત્તમાત્ર છે. કાર્યરૂપ પરિણમન સ્વયં થાય છે. જેમ જીવ અને પુદ્ગલમાં ગતિ કે સ્થિતિ કરવાની નિજશક્તિ છે. પરંતુ તે ગતિ કે સ્થિતિ થવામાં ધર્માસ્તિકાય તથા અધર્માતિસ્કાય અવશ્ય સહકારી કારણ છે. પરંતુ જો તે પદાર્થોમાં ગતિ કરવાની શક્તિ ન હોય તો અન્ય બીજા કારણો મળે તો પણ લાખ પ્રયત્ને જીવ કે પુદ્ગલ ગતિમાં કે સ્થિતિ કરી શકે નહિ. [૧૮૪]
આ પ્રમાણે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે બાહ્ય સદ્ગુરુ આદિ નિમિત્ત મળે પણ જીવ જો પોતે બોધરૂપ પરિણમન ન કરે તો હજારો સદ્ગુરુ મળવા છતાં જીવ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી તેમ અભવ્યને તો ક્યારે પણ ઉપદેશ પરિણમતો નથી કારણકે તેની અભવ્યતાને ક્યારે પણ ત્યાગી શકતો નથી. જેમ સર્પ ગમે તેટલું સાકરયુક્ત દૂધ આપવા છતાં તે વિષરૂપ પરિણમન ત્યજી શકતો નથી. એ તેનો સ્વભાવપ્રકૃતિ છે. [૧૮૫]
જગતનું સ્વરૂપ જે કેવળજ્ઞાની પરમાત્માએ સંપૂર્ણપણે જાણ્યું, જણાવ્યું, તેને કોઈ અલ્પમતિ કે જેની પાસે માત્ર મતિ-શ્રુતજ્ઞાનનો સામાન્ય ક્ષયોપશમ-(શક્તિ) છે તે તથા વૈજ્ઞાનિક – બુદ્ધિમાનની દૃષ્ટિએ જેના માત્ર મગજના બે ચાર સેલ ખૂલ્યા છે તે કેવી રીતે જાણી શકે ? ભૌતિક વિજ્ઞાન માત્ર પરોક્ષ પ્રયોગ સુધી જ પહોંચી શકે. ધર્મવિજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા વસ્તુના સ્વરૂપને પ્રકાશિત કરે છે. ત્યાં પ્રયોગનું પ્રયોજન નથી માટે નિરર્થક વિવાદ ત્યજીને સ્વરૂપપ્રાપ્તિનું સાર્થક કર્તવ્ય કરી લેવું. [૧૮]
-
કોઈ તીક્ષ્ણ – બુદ્ધિમાન મનુષ્ય વૃક્ષ પર ઉગેલાં ફળોની ગણત્રી કરે ત્યારે કોઈ અંધ તેની ગણત્રીમાં શંકા કરી વિવાદ કરે તો તે વ્યર્થ છે, તેમ જ્ઞાનીના જ્ઞાનથી પ્રગટ થયેલા જગતના યથાર્થ સ્વરૂપમાં
૫૨ * અમૃતધારા
Page #66
--------------------------------------------------------------------------
________________
શંકા કરવી વ્યર્થ છે. મોક્ષસાધક જીવે આવા નિરર્થક વાદ, શંકા કે આગ્રહ ન સેવવા.
[૧૮૭] સાધકે આત્મજ્ઞાન સિવાય અન્ય વિકલ્પોને પ્રાયે ગ્રહણ ન કરવા, કે બુદ્ધિમાં ધારણ ન કરવા. છતાં સંયોગવશ કોઈ બાહ્ય કાર્ય કરવાં પડે તો તે વચન કાયાથી પણ સમ્યગૂ પ્રકારે કરવાં પરંતુ બાહ્ય પદાર્થો કે પ્રસંગોમાં ભાવ જોડવા નહિ.
[૧૮૮] સંસારી જીવો સાથે કાયા કે વચન વડે પ્રવૃત્તિ કરવાથી મન વ્યગ્ર બને છે. તેને કારણે મનમાં ચંચળતા આવે છે. જે સાધનામાં બાધક છે માટે આત્મહિતના મોક્ષાર્થીએ સંસારી મનુષ્યોના સંપર્કથી દૂર રહેવું અથવા ત્યાગ કરી દેવો.
[૧૮૯] વાંસના વૃક્ષનું બીજા વાંસના વૃક્ષ સાથે ઘર્ષણ થવાથી સ્વય અગ્નિ પ્રગટે છે તે રીતે આત્મા સ્વઉપાસનાથી પરમાત્માપણે સિદ્ધપણે પ્રગટે છે. અર્થાત્ ‘તનિસગંદુ અભિગમાત્વા ! દીવે દીવો પ્રગટે એ ન્યાયે સાધક બાહ્યમાં પોતાથી ભિન્ન સિદ્ધત્વની ઉપાસના કરી, અનન્ય ભક્તિ, શુદ્ધધ્યાન દ્વારા સિદ્ધત્વ પામે છે.
[૧૯] આત્મા નિત્ય પરિણામી છે. તેથી જ્યારે તે તપ, જપ, ભક્તિ આદિ નિમિત્તથી શુભ ભાવરૂપે પરિણમે છે ત્યારે તે ભાવો સાથે તન્મય " થઈ પોતે શુભ થાય છે. તે જ્યારે વિષય કષાય, અસંયમાદિરૂપે અશુભ
ભાવરૂપ પરિણમે છે, ત્યારે તે અશુભ ભાવો સાથે તન્મય થાય છે. ત્યારે પોતે અશુભ થાય છે. વળી જીવ જ્યારે વીતરાગ, સમતા, શુદ્ધ ભાવરૂપે પરિણમે છે ત્યારે તે શુદ્ધ થાય છે. શુભાશુભ ભાવો વડે તે સંસારનું પરિભ્રમણ કરે છે. શુદ્ધ ભાવ વડે સિદ્ધત્વ-મોક્ષને પ્રાપ્ત કરે છે. યદ્યપિ સર્વથા અવસ્થામાં મૂળસ્વરૂપે આત્મા ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વ ધરાવે છે.
[૧૯૧] શુદ્ધ ભાવ – આત્મશુદ્ધિ શું છે? આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોની વ્યક્તિ પ્રાપ્તિ તે શુદ્ધિ છે.
અમૃતધારા પ૩
Page #67
--------------------------------------------------------------------------
________________
જીવ જ્યારે અન્ય પદાર્થો વિકલ્પો ત્યજી દે તે પ્રત્યેથી દૃષ્ટિ ફેરવી લે છે અને કેવળ તે આત્મસ્વરૂપને જાણે છે અનંત જ્ઞાનાદિનું વારંવાર ચિંતન કરે છે, ત્યારે આત્મશુદ્ધિ થાય છે. તે સિવાય અન્ય ઉપાયોનું સેવન તે મિથ્યાદૃષ્ટિ છે.
[૧૯૨] જેમ ઊંધા ઘડાને આડો કર્યા વિના સીધો મૂકી શકાતો નથી તેમ અજ્ઞાનદશામાંથી, મિથ્યાજ્ઞાનમાંથી આત્માર્થભાવ – સાધકભાવ આવ્યા વગર જ્ઞાનદશા કે સમ્યગૂજ્ઞાનમાં આવી શકાતું નથી. મતિશ્રુતજ્ઞાનનું સમ્યગપણે અવલંબન લઈ આત્મસ્વરૂપનો, પોતાના અતિન્દ્રિયજ્ઞાનનો જીવ વારંવાર અભ્યાસ કરે તો આત્માર્થ સુગમ છે. તે સમયે તપાદિ શુભાચરણ માત્ર પાત્રતા માટે હોય છે. માત્ર તે વડે મિથ્યાત્વ મંદ થતું નથી. પરંતુ સ્વરૂપ પ્રત્યેની દૃષ્ટિનો વારંવાર અભ્યાસ કરે મુમુક્ષતા વિકસે છે.
[૧૯૩] જો તું સદ્ભાગી છું અને તને નિવૃત્તિનો યોગ છે, તો આ સંસારના નિરર્થક કોલાહલથી નિવૃત્ત થઈ અને તારા ચૈતન્ય સ્વરૂપમાં ડૂબકી માર. રટણ કર કે હું શુદ્ધાત્મસ્વરૂપ છું. “સોહમ્' ચાર છ માસ આ એક જ કાર્યની પાછળ લાગી જા, તારા જ આત્મપ્રદેશ પર રહેલો જ્ઞાનપ્રકાશ તને આગળનો માર્ગ બતાવશે. પૂર્વના સંસ્કારે રાગાદિના ભાવ ઊઠશે ત્યારે મનને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજે કે હું તો તેના ભિન્ન આત્મસ્વરૂપ છું.
[૧૯] સૂદ્રવ્ય : વજા ઋષભનારાચ સંઘયણ બળવાન શરીર સુક્ષેત્ર: કર્મભૂમિરૂપ મોક્ષના માર્ગને યોગ્ય આર્યભૂમિ. સુકાલઃ ત્રીજા-ચોથા આરા-કાળ. સુભાવ: સ્વનો સવળો પુરુષાર્થ. સ્વદ્રવ્ય : આત્મદ્રવ્ય સ્વક્ષેત્ર: આત્મપ્રદેશ. સ્વભાવ : આત્માના ગુણ.
પ૪ અમૃતધારા
Page #68
--------------------------------------------------------------------------
________________
સ્વકાળઃ નિજગુણોની સ્વાભાવિક પરિણતિ. [૧૫]
આમ સુકવ્યાદિ અને સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયનો મેળ થાય છે; ભવ્યજીવો – મુનિજનો શુક્લધ્યાનમાં આરૂઢ થઈ ઘાતી કર્મોનો ક્ષય કરી અહંત થઈ જાય છે. આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં સિદ્ધ થઈ જાય છે. આમ યથાર્થ અને સમર્થ નિમિત્તોની પ્રાપ્તિ થયે ઉપાદાન શક્તિને જાગૃત કરે તો જીવ સ્વયં શુદ્ધ થાય છે. એવી શક્તિ પ્રગટ થવાનું બીજ સમ્યગ્દર્શન છે.
[૧૯૬] ભલે હજી સમ્યગ્દર્શન પ્રગટ થયું નથી, પણ પ્રાપ્ત કરવું છે તેવી દઢ રુચિવાળા જીવને પહેલા શુભાશુભ વિકલ્પમાં સુખ નથી તે રણકાર આવે તો અંતરમાંથી બોધ આવે. ચોવીસ કલાકના અહોરાત્રમાં આત્માર્થના પરિણામ કેટલા ટકે છે ? અને અન્ય વિકલ્પો કેટલા? આમ વિચારી બાહ્ય વિકલ્પોથી મૂંઝાઈ પાછા વળવું અને અંતરમાં ઠરવું તો સન્માર્ગનો સરળ ઉપાય છે.
[૧૯૭] જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વીકારી તેના તરફ દૃષ્ટિ કરે તો શુભાશુભ વિકલ્પો છૂટે. પણ કેવળ શુભાશુભ ભાવ પર જોર આપી છોડવા જાય તો જીવમાં શુષ્કતા આવતાં ભ્રમ પેદા થાય. શુભભાવ ભૂમિકા પ્રમાણે આવશે તેમાં શાંતિ છે તેવી ભ્રમણા ન સેવવી. પરંતુ તેના સદ્ભાવમાં અંતરમાં ઠરવાનો પ્રયાસ કરવો. એ માર્ગ પ્રત્યેના પ્રયાણનો પ્રયત્ન છે.
[૧૯૮] જેમ કોઈ મનુષ્યની મુઠ્ઠીમાં હીરો હોય પણ તે ભૂલી ગયો છે. પરંતુ જ્યારે તેને ભાન થાય છે કે મારા હાથમાં જ હીરો છે ત્યારે તે હીરાને પ્રત્યક્ષ જુએ છે. તેમ જીવ અનાદિથી મોહવશ શુદ્ધસ્વરૂપ આત્માને ભૂલી ગયો છે ત્યાં તેને સદ્ગુરુના બોધે ભાન થાય છે કે અહો ! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. કર્મની વિચિત્રતાને કારણે હું અનેક અવસ્થાઓને ધારણ કરું છું. એ સર્વ વ્યાવહારિક અવસ્થાઓથી મારા શાયક સ્વભાવને કારણે અત્યંત ભિન્ન છું. માટે
અમૃતધારા પપ
Page #69
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.
[૧૯૯] સંસારમાં રહેલા જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત છે, તે સંસ્કાર તો કંઈ દુર્લભ નથી; દુર્લભ છે ભેદજ્ઞાન જે જીવને અનાદિકાલીન પ્રાપ્ત થયું નથી. મન, વચન, કાયાથી, અન્ય દ્રવ્યાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આ રીતે આત્માના સ્વતંત્ર અસ્તિત્વનું જ્ઞાન-શ્રદ્ધા સર્વ માટે સુલભ નથી. કોઈ વિરલા મહાત્મા જ આવા ભેદજ્ઞાનને પ્રગટ કરે છે.
[20] આ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય?
સૌ પ્રથમ તો શુદ્ધાત્માનું લક્ષ્ય કરવું જોઈએ. અને તે ભાવનાથી ભાવિત થઈ ઇન્દ્રિય વિષયથી વિરક્ત થવું જોઈએ વિષયોની લાલસા જીવમાં કષાય પેદા કરે છે. વિષયોનો ત્યાગ અને કષાયોનો ઉપશમ કરવાથી તત્ત્વ દૃષ્ટિનો વિકાસ થાય છે. ગુણો પ્રગટ થાય છે. વ્રત તપ વાસ્તવિકપણે ગ્રહણ થાય છે તેથી મોહજન્ય વૃત્તિ-પ્રવૃત્તિ બંધ થવાથી ભેદજ્ઞાનની યોગ્યતા પ્રગટે છે.
રિ૦૧] નિશ્ચયનયથી આત્મામાં વિષય વિકાર નથી. આત્મા નિર્વિકાર વીતરાગ ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ શુદ્ધાત્માને નહિ જાણતો હોવાથી તેની દૃષ્ટિમાં અજ્ઞાનવશ વિષય કષાયના વિકારોનો રોગ છે. તેથી આત્માને ક્રોધી, માની કે વિષયી માને છે. અજ્ઞાનનું પડળ ખસી જતાં જીવ જ પોકારે છે કે અહો ! હું તો સર્વથી અત્યંત ન્યારો સ્વભાવથી જ શુદ્ધ છું.
[૨૦૨] જન્મ જરા મૃત્યુ કર્મકૃત વિકારી ભાવો છે તે અવિકારી આત્મા નથી પરંતુ જેમ સેનાના જય પરાજયનો આરોપ રાજા પર કરવામાં આવે છે કે રાજા જય કે પરાજય પામ્યો. તેમ અવિકારી આત્મા પર કર્મનો આરોપ કરી જીવો ઠગાય છે. અને ભયંકર સંસારમાં ભટકે
[૨૦૩] ભેદજ્ઞાન દ્વારા આત્મદષ્ટિ નિર્મળ બને છે. કે જેમાં આત્મા
પ૬ અમૃતધારા
Page #70
--------------------------------------------------------------------------
________________
આત્માના પ્રદેશમાં પરિભ્રમણ કરે છે, અન્યત્ર નહિ. જડપુદ્ગલો કે કર્મો સાથે તેનો સંબંધ વિચ્છિન્ન થઈ જવાથી સર્વ અવસ્થાઓ આત્મામય બને છે. ત્યારે કર્તુત્વ આત્મપરિણામનું છે, કાર્ય આત્મગુણોની નિષ્પત્તિનું છે, સહાયક પણ આત્મા જ છે. સંયોગ વિયોગમાં આત્માની અવસ્થાઓ અને આધાર પણ આત્મા જ જણાય છે. આ છે પરમાર્થમાર્ગનો વિવેક, આવા વિવેકરહિત જીવ સંસારમાં ભટકે છે.
[૨૦] એ ભેદજ્ઞાન માત્ર વાણીનો વિષય નથી. ચિંતન દ્વારા તેને આત્મસાત કરી જીવનના પ્રસંગોમાં પ્રગટ કરવાનું છે. પછી શરીરની ચામડી ઊતરતી હોય માથે સગડી સળગતી હોય કે અનેક ત્રાસદાયક ઉપસર્ગો આવે એ ભેદજ્ઞાનધારી મહાત્મા તે પ્રસંગોને ભેદજ્ઞાન વડે મોક્ષસાધક કરે છે.
રાગની એકતા બુદ્ધિ ને મિથ્યા અભેદ છે. રાગથી ભિન્ન થઈ જ્ઞાતા ભાવનો અભ્યાસ કરે ભેદજ્ઞાન થાય તે ધર્મ છે. શુભાશુભ પરિણામ યોગ્યતા પ્રમાણે તેના સ્વકાળે આવે તેમાં ઇષ્ટાનિઝ બુદ્ધિ કરવી તે મિથ્યાદષ્ટિ છે. માટે ઉપયોગ આત્મભાવમાં જોડવો. (૨૦૫
હું શુદ્ધાત્મા છું એમ ચિંતવવું તે પણ શુભભાવનો વિકલ્પ છે. એકાએક વિકલ્પ છૂટતા નથી. પણ હું વિકલ્પ જેટલો નથી. તેનાથી ભિન્ન છું એમ શ્રદ્ધા કરી ઉપયોગમાં પુરુષાર્થ કરી સ્વરૂપ દૃષ્ટિ કરે તો ભેદજ્ઞાન થાય. વિકલ્પની દશામાં પણ જો નિર્ણય થતો નથી કે હું શુદ્ધાત્મા છું તો નિર્વિકલ્પ થવાની સંભાવના કેમ થશે? માટે નિર્ણય તો કર કે શુધ્ધાત્મા છું.
[૨૬] એક ક્ષણના શુદ્ધ ઉપયોગના પુરુષાર્થને સ્વીકારતો નથી તે સત્તામાં રહેલા ત્રિકાળી શુદ્ધતાને કેવી રીતે સ્વીકારશે ? અશુદ્ધ ભાવ તે તે જ સમયનું અજ્ઞાન છે તે તેના કાળે આવે છે, ખસે છે, તેમાં રોકાઈ ન જતાં ઉપયોગને સ્વ પ્રત્યે વાળવો. સ્વરૂપ પ્રાપ્તિનો આ ઉપાય છે. [૨૦૭]
અમૃતધારા કપ૭
Page #71
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ સ્વરૂપ પ્રાપ્તિના – શુદ્ધાત્મપ્રાપ્તિના ઘણા ઉપાયો છે. તેમાં મુખ્ય પ્રકાર શુભધ્યાન – શુદ્ધ ધ્યાન છે. માટે આત્મસ્વરૂપના અભિલાષીએ સદાય શુદ્ધાત્માનું ધ્યાન અવશ્ય કરવું. તેની ભૂમિકા માટે અનુપ્રેક્ષા મૈત્રી આદિ ભાવનાથી પ્રારંભ કરવો. અનુપ્રેક્ષા એટલે અનિત્યાદિ ભાવના કે કોઈ શુદ્ધતત્ત્વનું નિરંતર ચિતન કરવું. જેથી વિષય-કષાયથી ચિત્ત પાછું વળે. ત્યાર પછી કોઈ શુદ્ધ વિષય પર ચિત્તનું સ્થિર થવું તે ધ્યાન છે. ચિત્ત-મન-ઉપયોગનું સ્થિર થવાથી તે આત્મસ્વરૂપમાં લીન થાય છે.
[૨૦૮] જન્મ-મરણ, સંસાર, સંસારની ક્ષણિકતા – સુખ-દુઃખ વિગેરેનું વાસ્તવિક સ્વરૂપ વિચારતાં મને ત્યાંથી પાછું ફરે છે. અને ભવસ્વરૂપનું ચિંતન કરે છે. હું અનંતવાર માર્યો પણ મનના વિકારો મર્યો નહિ, તેથી અંત સમયે હું શુદ્ધાત્મા છું એનું સ્મરણ ન રહ્યું. આમ જન્મો નિરર્થક થયા.
[૨૯] હું અનેક વાર મનુષ્યજન્મ પામ્યો; આર્યકુળ મને મળ્યા, વળી અનેક વાર સંયમાદિ ગ્રહણ કર્યા; પરીષહો સહન કર્યા, શાસ્ત્રાભ્યાસ કર્યા, યોગસાધનોનું સેવન કર્યું, સદ્ગુરુનો બોધ ગ્રહણ કર્યો, પણ તેનું પરિણમન ન થયું તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થઈ. શુદ્ધાત્માની અભિલાષા યુક્ત ધ્યાન ન કર્યું, જે મનુષ્ય શુદ્ધાત્મામાં જ અનુરક્ત છે તે સંસારનો સર્વ પ્રકારે ત્યાગ કરી એકાંતમાં આત્મધ્યાનનો આ રીતે આશ્રય કરે છે.
[૨૧] તીર્થકરોના ધ્યાનમાં ધ્યાતાની એકતા જે જે નિમિત્તો અને ઉપાદાન કારણોથી થતી હોય તે બધા નિમિત્તો અને ઉપાદાન કારણોને સમ્યગ્દષ્ટિ જીવ કારણપણે સહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યગું બને છે. [૨૧૧]
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન ગુણ અને સમ્યગુ દૃષ્ટિની પ્રવૃત્તિ ત્રણેય અરિહંતાકાર ઉપયોગવાળા બનતાં હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમાપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય અને અમુક કાળે પ્રાપ્ત ન થાય
૫૮ અમૃતધારા
Page #72
--------------------------------------------------------------------------
________________
એવું સમ્યગદષ્ટિ જીવ માટે બનતું નથી, કેમકે મન વચન અને કાયા વડે થતી તેની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પ્રણિધાન છે. (પાલન) આજ્ઞાપૂર્વક પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ આજ્ઞાકારક અરિહંત પરમાત્માનું ધ્યાન હૃદયમાં વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા, ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે, એ સકળ કલ્યાણનું કારણ છે. તેથી શાસ્ત્રોમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશંસ (અહિંસક) અને નિઃશલ્ય ધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવે છે. [૨૧૨]
મનુષ્યપણું અને જિનધર્મ પમાય તેવા અનુકુલ અદ્દભુત કાર્યના ફળ તરીકે કોઈ રીતે મનુષ્યજન્માદિક શ્રેષ્ઠ સામગ્રી પામીને શિવસુખ સંપત્તિના હેતુરૂપ એવા જિનધર્મમાં સદા સાવધાનપણે વર્તવું. મોક્ષસુખદાયી વીતરાગપ્રણીત ધર્મ પામીને તેમાં ક્ષણ માત્ર પ્રમાદ ન કરવો મતલબ કે શ્રી વીતરાગપ્રણીત તત્ત્વનું રુચિપૂર્વક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા તત્પર રહેવું. પુષ્પમાલા પ્રકરણ) [૧૩]
ભૌતિકપદાર્થોના સંયોગમાં, ઇન્દ્રિયના વિવિધ વિષયોનાં રસમાં જેને સુખબુદ્ધિ લાગે છે, પરપદાર્થોમાં ગમતું ન ગમતું લાગે છે તે વાસ્તવમાં દુઃખનું લક્ષણ છે. આત્મશાંતિ માટે પરનો આશ્રય લેવો પડે તે દુઃખ છે. તેમ સમજાય તે સ્વનો આશ્રય લે તે મુક્તિનો પંથ
સ્વર્ગના સ્થાનમાં જવા યોગ્ય કે મનુષ્યપણું પામવા યોગ્ય પરિણામની જેની પાત્રતા નથી તે કેવળ શુદ્ધઆત્મધર્મ પામવાની વાતો કરે તે શુષ્કજ્ઞાન છે. આ મનુષ્યપણું કદાચ જીવને કાકતાલીય ન્યાયે મળ્યું હોય તો પણ શુદ્ધધર્મના પરિણામ થવા માટે જિનાજ્ઞાયુક્ત સઅનુષ્ઠાનો વડે પાત્રતા કરવી જોઈએ.
[૨૧૫] પૂર્વકર્મફત પ્રકૃતિના ઉદયમાં ચગાદિ ઉત્પન્ન થવાના છે. પણ રાગની રુચિ ફેરવી નાંખવી તે તો વર્તમાનમાં પોતાની સ્વતંત્રતા છે. જ્ઞાની, અજ્ઞાની બંનેને રાગનો ઉદય આવવાનો છે. જ્ઞાની પુરુષાર્થ વડે
અમૃતધારા ઝડપ૯
Page #73
--------------------------------------------------------------------------
________________
સ્વભાવદિશા પકડે છે. અજ્ઞાની પોતાને રાગરૂપ માને છે. [૨૧૬]
જો જીવ પોતાના કષાયાદિ સ્થૂલ પરિણામને ન જાણે તો પછી જે સૂક્ષ્મ પરિણામ વડે સ્વભાવ તરફ જવાનું છે તે કેવી રીતે જાય ! સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં તેનો નિર્ણય થાય તો તે પ્રત્યે પુરુષાર્થ [૨૧૭]
થાય.
સાધનાકાળની પ્રાથમિક ભૂમિકામાં ભક્તિ, સ્વાધ્યાય આવશ્યક ક્રિયા આદિ હોય. તેમાં શુભ ભાવ આવે પણ તેને માત્ર ધર્મ માની સંતોષાઈ ન જવું. પરંતુ જેમ અશુભ છૂટતાં શુભ ભાવ જાગ્યો, ત્યાર પછી આગળ વધવું. શુભ ભાવ એ ધર્મ કે માર્ગ નથી. ધર્મ સ્વભાવમાં છે તેમ અંદરમાં નિર્ણય કરી સ્વભાવ પ્રત્યે ઉપયોગ – ભાવને વાળવો. અર્થાત શુભાશુભ ભાવથી હું જુદો છું. તેનો જાણનાર જ્ઞાતા છું તેમ સાવધાન રહું. જેમ વિભાવનો કરતા નથી શુભભાવનો કર્તા નથી તે નિમિત્તાધીન પરિણામો છે જે ધર્મ નથી. શુભ ભાવ કચિત માર્ગના સાધનોની પ્રાપ્તિમાં સહાયક છે. [૨૧૮]
જ્ઞાનઆરધના, જાગૃતિ કે અંતરનિરીક્ષણ – શુદ્ધિ વગર અનુષ્ઠાનો સફળ થતા નથી, અંતરંગ પરિણામોને પક્ષપાતરહિત સ્થિરતાપૂર્વક – સાતત્યથી તપાસવા, નહિ તો તેમાં અન્ય વિકલ્પો ઊઠતા નિરીક્ષણનું સાતત્ય છૂટી જશે. વળી એ પરિણામોના નિરીક્ષણમાં અંતરમાં પડેલા દોષો જણાય ત્યારે દોષમાં દોષ ન ભેળવો અર્થાત્ હું ક્રોધી છું વિગેરે ભાવો ભેળવી દુ:ખ ન માનવું પણ એ ક્રોધાદિ મારું સ્વરૂપ નથી એમ સ્વરૂપદૃષ્ટિ કરતાં કષાયો મંદ થઈ ક્ષીણ થશે. {૨૧૯]
વળી કોઈ શુભ ભાવ થયો તો મનમાં મીઠાશ ન લાવવી, કે મને કેવા શુભ ભાવ થાય છે ? દોષમાં કડવાશ ન લાવવી. દોષમાં ન કડવાશ ગુણમાં ન મીઠાશ. તો શું કરવું ? ધીરજપૂર્વક વિચારવું કે (શુભાશુભ ભાવ) ગુણ કે દોષ મારા સ્વભાવનો નથી. [૨૨૦]
સ્વભાવ શું છે ?
૬૦ અમૃતધારા
Page #74
--------------------------------------------------------------------------
________________
ત્રણે કાળ કેવળ પરમ નિર્મળ પરિણતિનું હોવું તે સ્વભાવ એવા ગુણ-દોષરહિત આત્માની ત્રિકાળી ધ્રુવ સત્તા જે નિર્મળ પરિણતિ છે તેમાં ચિત્તને જોડવું. અથવા કડવાશ કે મીઠાશના ભાવને-વિકલ્પરહિત ફક્ત તેને જાણવા, તેમાં જોડાવું નહિ, દોષને દૂર કરવાનો પ્રયત્ન નહિ, તેમ તેનો આદર નહિ તે જાણવાની ક્રિયા છે. [૨૨૧]
અંતરનિરીક્ષણ તે આત્માર્થ છે. ત્યાર પછી ઉપયોગ પરભાવથી ભિન્નપણે રહી ભેદજ્ઞાન કરે છે તે જ્ઞાનદશા છે, એ જ્ઞાનદશાની પૂર્ણતા તે પરમાત્મપણું છે. વીતરાગતા છે. વૈરાગ્ય અર્થાત્ ઇચ્છાપૂર્વક, આસક્તિપૂર્વક દેહાદિ સુખભોગમાં પ્રવર્તન ન કરવું. તે તે પદાર્થોના સંયોગમાં અનાસક્ત ભાવ અથવા સ્વાભાવિક ત્યાગ થવો. અંતરનિરીક્ષણની જાગૃતિથી પદાર્થોના સંયોગની ચિ છૂટી જાય છે. સદ્ઉપદેશનું રહસ્ય સમજાય છે. સદ્ગુરુના ઉપદેશમાં શ્રદ્ધા દૃઢ થાય છે ત્યારે તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થતાં આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન વર્તે છે. જે જીવને વિભાવથી જુદો રાખે છે. [૨૨૨]
ઉપશમ : કષાયોની મંદતા તેના પ્રતિપક્ષી ગુણોનું પ્રગટવું. વળી તીવ્રપણે રાગ-દ્વેષ ન હોવા તીવ્રપણે રતિ અતિ ન હોવી. ઇન્દ્રિયોના કોઈ વિષયો પ્રત્યે તીવ્ર રસનું વેદન નહિ. તે વિષયોમાં જે તીવ્રરસ ઉપશમ ભાવમાં સ્વૈચ્છિક મંદરસપણે હોય. [૨૨૩] આંતરનિરીક્ષણમાં ઉપશમભાવ વિકસિત થાય છે. મોક્ષાર્થી જીવને વસ્તુના મૂળસ્વરૂપનું લક્ષ્ય છે. તેને સદ્ગુરુના બોધથી નિરીક્ષણની સમજણ છે. છતાં અશુભ ભાવો જોઈને ખેદ થાય છે. અને શુભ ભાવો જોઈને તેને લાગે છે હું માર્ગે ચાલી રહ્યો છે. આવા સમયે ગુરુગમની જરૂર પડે છે. ગુરુગમ વડે સમજાયેલું સ્વરૂપ તેની અંતરસૂઝને જાગૃત કરે છે ત્યારે પોતાના જ જ્ઞાનની નિર્મળ પરિણતિ તેને અંતરથી માર્ગે ચઢાવે છે.
[૨૪]
અહીં એકાંત અભિપ્રાય ન બાંધવો. સાધનાકાળની પણ વિવિધ
અમૃતધારા - ૬૧
Page #75
--------------------------------------------------------------------------
________________
પાત્રતા હોય છે. સ્વદોષ જણાય અને બેફિકર રહે તો સ્વચ્છંદતા આવી જાય. જેમ દોષમાં એકત્વબુદ્ધિ કરવાની નથી તેમ દોષને પોષણ આપવું એ મુમુક્ષતા નથી. અથવા બાહ્ય નિમિત્તને દોષ આપશે તોપણ, મુમુક્ષતાનો વિકાસ નહિ થાય માટે મુમુક્ષુદશામાં ગુરુગમે જ્ઞાનમાર્ગે જવું હિતાવહ છે.
[૨૨૫] જે સમયે મિથ્યાત્વભાવરહિત નિર્મળ આત્મજ્ઞાનની પરિણતિ સ્વસ્વરૂપમાં લીન થાય તે સમયે હિંસાદિ પાપો, રાગાદિ મલિન ભાવો દૂર થઈ જાય છે અને પ્રત્યક્ષ આત્માનુભૂતિ થાય છે. પોતાના જ્ઞાનઉપયોગ વડે પોતાના જ નિર્વિકલ્પ સ્વરૂપને જાણવું, કે અનુભવ કરવો તે જ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનને નિશ્ચયથી જ્ઞાન કહે છે. આત્મા સ્વસંવેદ્ય છે અર્થાતુ પોતાથી જ પોતાને જાણે છે. [૨૬]
મિથ્યાત્વ રહિત નિર્મળ આત્મજ્ઞાન કોઈ એક પદાર્થમાં વારંવાર સ્થિરતા પામે છે ત્યારે તેને ધ્યાન કહે છે. આમ ધ્યાન એ જ્ઞાનની એક અવસ્થા છે. જે વડે ઘાતી કર્મોનો નાશ થાય છે. યદ્યપિ આ ધ્યાન નિશ્ચયથી શુદ્ધાત્માનું છે. વ્યવહાર અપેક્ષાએ પ્રારંભમાં શુદ્ધ અવલંબન યુક્ત ધ્યાન હોય છે. શુદ્ધાત્માના ધ્યાન વિના અન્ય પદાર્થનું ધ્યાન દારુણ સંસારના પરિભ્રમણનું કારણ છે. [૨૭]
સમ્યગ્દષ્ટિ યુક્ત આત્માનો અનુભવ તે સ્વસંવેદન છે. જેમાં આત્મા જ જ્ઞાતા અને આત્મા જ ય છે. પર જાણવાયોગ્ય નથી જણાવા યોગ્ય નથી. એમ જેનું જ્ઞાન સ્વમાં ડૂબે છે તે સંસારથી છૂટે છે. જેનું જ્ઞાન શેયમાં ડૂબે છે તે સંસારમાં ભમે છે. આથી જ્ઞાની પુરુષોને આશ્ચર્ય છે કે આત્મા પરને જાણે છે એમ કહે ત્યારે સ્વને કેમ જાણતો નથી?
[૨૮] અજ્ઞાની જીવને સ્વ-પરના ભેદનું – લક્ષણનું કિંચિત માત્ર જ્ઞાન ન હોવાથી વસ્તુ જે સ્વરૂપે છે તે રૂપે જાણતો નથી. એટલે પરપદાર્થોના સંયોગે રાગાદિ ભાવ કરે છે અને તેના પરિણામનો અજ્ઞાની અનુભવ
૬૨ અમૃતધારા
Page #76
--------------------------------------------------------------------------
________________
કરે છે. માટે સાધકનું કર્તવ્ય છે કે સદ્દગુરુ કે શાસ્ત્રના બોધ દ્વારા . સ્વ-પરનો ભેદ જાણી લે અને પરભાવથી પોતાને ભિન્ન રાખે તે ભેદજ્ઞાન છે.
[૨૨૯]. સદ્ગરના બોધથી જેને આત્મભાવ ઉત્પન્ન થયો છે તે સાધક અન્યને પણ આત્મસ્વરૂપની વાત કહે છે. અન્યની પૃચ્છા પણ આત્મસ્વરૂપ માટે કરે છે અને નિરંતર ભાવના-ઇચ્છા પણ આત્મસ્વરૂપની રાખે છે. આથી જે સાધક આત્મસ્વરૂપના ચિંતનની એક ક્ષણ કે પ્રસંગ જતો કરતો નથી તેનો અજ્ઞાનરૂપ અંધકાર દૂર થઈ જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. [૨૩]
સદ્દગુરુનો યોગ થયો હોય, સત્સંગ પણ થતો હોય, ભક્તિ થતી હોય છતાં જીવ શંકિત હોય, ભવભ્રમણનો ડર ન હોય, આકુળતા થતી હોય તો જીવે અંતર પરિણામનું નિરીક્ષણ કરવું કે મારી ક્ષતિ ક્યાં છે? અંતરંગ શુદ્ધિ કે જાગૃતિ ન હોવાથી ઉપયોગ નિમિત્તાધીન થાય છે અને ઉપાદાનને ગૌણ કરે છે ત્યારે સગરના બોધનું તાત્પર્ય વિશેષપણે વિચારીને જ્ઞાનશક્તિને જાગૃત કરવી. (૨૩૧]
જળબિંદુઓથી ભરેલો સમુદ્ર એક જ છે, પવનને નિમિત્તે તેમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે, તે સર્વે સમુદ્રરૂપ જ છે. તે પ્રમાણે આત્મામાં જ્ઞાનાદિ અનેક ગુણો છતાં આત્મા એક જ છે. કર્મના સંયોગે તે ગુણોની અનેક અવસ્થાઓ પર્યાયો) પ્રગટ થાય છે, તે સર્વે આત્મરૂપ જ છે. આત્માનો જ્ઞાનમાત્ર એક ભાવ તેમાંથી ઘણી શક્તિઓનો ઉદય થાય છે. માટે જ્ઞાન કરીને જ્ઞાનને પ્રકાશમાન કરવું. જે વડે સર્વે કર્મોનો નાશ થાય છે.
[૨૩૨] અનેક વિકલ્પની જાળરૂપ ચાર ગતિયુક્ત સંસારનું કારણ જીવના શુભાશુભ ભાવને જ્ઞાની જાણે છે, એટલે જન્મ મરણરહિત મોક્ષસ્વરૂપને ઈચ્છે છે. વળી મોક્ષરૂપ શુદ્ધાત્મા જે શુદ્ધ પરમ પરિણામિક વીતરાગ આત્મિક ભાવ છે તેને અત્યંત ભક્તિભાવે નમે છે અને પ્રતિસમય
અમૃતધારા ૬૩
Page #77
--------------------------------------------------------------------------
________________
તેનું જ ધ્યાન કરે છે. તે યોગી અલ્પકાળમાં પંચમગતિ પ્રાપ્ત કરે
[૨૩૩] સંસારી જીવને પ્રલોભનીય પદાર્થોનું આકર્ષણ કે પ્રીતિ થાય છે પરંતુ જ્યારે તેને પરમપરિણામિક શુદ્ધાત્માનું અંશે પણ દર્શન થાય છે ત્યારે તે સર્વ ભ્રમણા દૂર થઈ જાય છે. અન્ય પદાર્થોની પ્રીતિ સમાપ્ત થાય છે. જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન કરે છે પછી તેના ઉપયોગની સઘળી ચેષ્ટાઓ સ્વરૂપ પ્રત્યે થાય છે. [૨૩૪].
જ્યાં સુધી જીવ મન, વચન, કાયાના યોગને આત્મરૂપ માને છે ત્યાં સુધી આશ્રવ દ્વારા સંસાર ઉપાર્જન કરે છે. જ્યારે તે જીવ મન, વચન, કાયાને પરપદાર્થ જાણી આત્માને જુદો ગ્રહણ કરે છે ત્યારે તે સાચું દર્શન પામે છે. મન વડે હું સુખદુ:ખ ભોગવું છું. કાયા વડે પ્રવૃત્તિ કરું છું. વચન વડે સૌ સાથે વ્યવહાર કરું છું. જે આત્માને આટલો જ માને છે તે સંસારભાવ છે. જ્યારે તે એ સર્વ યોગના પ્રકારોથી સ્વને ભિન્ન જાણે છે ત્યારે મુક્તિની પાત્રતા આવે છે.
જ્ઞાન ઉપયોગનું જ્ઞાનમાં ફરવું અર્થાત્ મિથ્યાભાવનો અભાવ થઈ સમ્યગૂજ્ઞાન થાય, પુનઃ મિથ્યાત્વમાં ન જાય અથવા જ્ઞાન શુદ્ધ ઉપયોગરૂપે સ્થિર રહે, તેમાં પુનઃ વિકાર પેદા ન થાય. આમ જ્ઞાન જ્ઞાનરૂપે ઠરે નહિ ત્યાં સુધી ભેદવિજ્ઞાનનો અભ્યાસ કર્યા જ કરવો. જેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ પૂર્ણપણે થાય. શુદ્ધાત્માના અનુભવથી વીતરાગતા આવે ત્યારે કર્મોનો આશ્રવ મંદ થઈ ભાવસંવર થાય. ત્યાં સુધી નિરંતર હું સર્વથી ભિન્ન છું. રાગાદિ મારા નથી એવું ચિંતનનું આલંબન લેવું.
૨૩૬] આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે ત્યારે મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું નથી. પરંતુ પૌગલિક-પરદ્રવ્યોના નિમિત્તથી આત્માની વર્તમાન અવસ્થા મલિન થાય છે ત્યારે આત્મા રાગાદિવાળો મલિન જાય છે. ત્યારે પણ દ્રવ્યદૃષ્ટિથી આમાં તો
૬૪ અમૃતધારા
Page #78
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ છે. તે પણ સત્તા અપેક્ષાએ છે. સંસારીને સિદ્ધરૂપ માનવો તે મિથ્યાભાવ થશે.
[૨૩૭]. આત્માના ચૈતન્ય અનુસાર થતાં પરિણામને ઉપયોગ કહે છે. એમ બોધ થવાથી રાગાદિ રાગમાં છે, ઉપયોગ ઉપયોગમાં છે, એવું જ્ઞાનનું પરિણમન ભેદજ્ઞાન છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ગ્રાહ્ય છે, શરીરાદિ અન્ય પદાર્થો અગ્રાહ્ય છે આવો વિચાર તે વિવેક છે, ભેદજ્ઞાનનું લક્ષણ છે. ભેદજ્ઞાન રહિત વિવેકવિન મનુષ્યપણે નિષ્ફળ છે. [૨૩૮]
દેહ એ જ આત્મા એવી દેહાત્મબુદ્ધિ તો સદાકાળ માટે સુલભ હતી – છે. પરંતુ કરોડો જન્મ આત્માની મુખ્યતા અથવા આત્મા અને દેહ નિતાંત ભિન્ન છે એવો વિવેક પ્રાપ્ત થવો તે અત્યંત દુર્લભ છે. એવા વિવેક પ્રાપ્તિની સ્તુતિ તે પરમાત્માની સાચી ભક્તિ છે. [૩૯]
સદ્ગુરુબોધ સત્સંગ-ભક્તિ સહજપણે પ્રગટે છે ત્યારે દર્શનમોહ ઘટે છે. જેથી જ્ઞાનશક્તિ વધુ ગ્રાહ્ય બની અંતર્મુખતા સધાય છે, જે ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપનિશ્ચય (ભાવભાસન) સુધી સહજપણે આત્માને પ્રગટ કરે છે ત્યાર પછી વાસ્તવિક સ્વસંવેદનયુક્ત સ્વાનુભૂતિ થાય છે. બાહ્ય ભક્તિ આદિ અંતરથી આવે છે. છતાં આત્મા જાણે છે કાર્ય પરિણમન તો મારે કરવાનું છે. તેથી તે જેમ અશુભમાં અટક્યો નહિ તેમ શુભ ભાવમાં પણ અટકતો નથી.
[૨૪] આહારના પદાર્થમાં જે કડવું-મીઠું વિગેરે શક્તિ છે તે પુદ્ગલસંબંધી છે, તે પુગલનું ભાવકર્મ છે. પરિણમન) મિથ્યાત્વ, કષાયાદિ કર્મોના ઉદયને જેમ ફળ આપવાની શક્તિ છે, તેમ પુગલપિંડમાં જે ફળ આપવાની શક્તિ છે, તેનું ભાવકર્મ છે. જીવના એ ભાવકર્મના ઉદયથી જે ભાવ છે તે જીવના ભાવકર્મ છે તે વિભાવભાવ ચેતન છે. પુદ્ગલમય દ્રવ્યકર્મ સંબંધી પ્રકૃતિ તે અચેતન
[૨૪૧] આત્મા નિર્વિકલ્પ સમાધિમાં લીન થાય છે ત્યારે કર્મ ઉદયમાં
અમૃતધાર ૬૫
Page #79
--------------------------------------------------------------------------
________________
આવી ફળ આપ્યા વગર નિર્જરા પામે છે. આ સકામ નિર્જરા છે. તેથી દીર્ઘ નવો બંધ થતો નથી. જે અલ્પકાલીન બંધ થાય છે તે સાતથી દસ ગુણસ્થાનક સુધી હોય છે. તે અબુદ્ધિપૂર્વકનો હોવાથી બંધરૂપે માનવામાં આવ્યો નથી. મોહનીયકર્મના ઉદય સમયે જીવનું રાગદ્વેષના પરિણામરૂપે પરિણમન છે તે વિભાવ ભાવ નવીન દ્રવ્યકર્મોને બંધ થવામાં કારણભૂત થાય છે. જીવ જ્યારે આત્મસ્વરૂપમાં તન્મય રહે છે ત્યારે કર્મબંધ થતો નથી.
[૨૪૨] પદાર્થોનું જોવું (દર્શન) જાણવું (જ્ઞાન) સિદ્ધ અને સંસારી બંને જીવો કરે છે. સિદ્ધના જીવોના જ્ઞાનમાં સમસ્ત વિશ્વ પ્રતિબિંબિત થાય છે પરંતુ સિદ્ધો નિર્વિકલ્પ દશામાં છે. સંસારી સવિકલ્પક હોવાથી આકુળતા સહિત છે, તેથી કર્મોનો બંધ થાય છે. અને સિદ્ધદશામાં નિર્વિકલ્પ દશામાં – જ્ઞાનમાં કર્મોનો અભાવ હોવાથી પરમ સુખમાં રમણતા હોય છે.
૨૪૩] મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યવજ્ઞાન વિકલ્પ જ્ઞાન છે. જો તે સમ્યગ્દર્શન સહિત છે તો કર્મબંધનું કારણ નથી પરંતુ જો મતિ, શ્રત, અવધિ, મિથ્યાદર્શન સહિત છે તો આત્મા રાગાદિના વિકલ્પો કર્યા કરે છે, તે કર્મબંધનું કારણ હોવાથી આત્માને દુઃખ ભોગવવું પડે છે.
[૨૪] કેવળ દર્શન અને કેવળજ્ઞાન નિર્વિકલ્પ દર્શનજ્ઞાન હોવાથી સમસ્ત વિકલ્પો શાંત થઈ જાય છે. આત્મા નિરાકુળ સુખને પ્રાપ્ત કરે છે. વિકલ્પ રહિત ચિત્તની એકાગ્રતા તે સમાધિયોગ છે, અને એકજ વિષયમાં ઉપયોગને જોડવો તે ધ્યાન છે. પોતાના આત્માનું સ્વયં સ્વસંવેદન રૂપ ધ્યાન કરવું.
[૨૪૫] અંતર નિરીક્ષણ કરતાં દોષ જણાય અને તેનું દુઃખ ન અનુભવાય તો તે અસાવધાની કે સ્વચ્છેદ છે અને જો દોષ જેટલો પોતાને દોષી માનશે તો તે દોષમાં એકત્વબુદ્ધિ તે પણ અસાવધાની છે. કારણ
૬૬ - અમૃતધારા
Page #80
--------------------------------------------------------------------------
________________
કે તેમાં દ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ હટીને ક્ષણિક પર્યાય પ્રત્યે જોડાય છે તે મિથ્યાદૃષ્ટિ છે. દોષ પ્રત્યેથી દૃષ્ટિ હટાવી દ્રવ્યની શુદ્ધતા પ્રત્યે વાળવી તે સમ્યગ્દષ્ટિ છે.
રિ૪૬] વર્તમાન અવસ્થામાં રાગાદિ પરિણમન હોવા છતાં તેને ગૌણ કરવા અને જ્ઞાનસ્વરૂપ ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન લેવું. જ્યાંથી એ જ્ઞાનપ્રવાહ વહી રહ્યો છે તે અવલંબનમાં એકત્વપણું આવે દેહાદિથી ભિનપણાનું વિવેકજ્ઞાન-ભેદજ્ઞાન પ્રગટ થાય છે. સૌ મહામાનવો એ ભેદજ્ઞાન વડે ભવમુક્તિ પામ્યા છે. અંતરમુખ જાગૃતિ રહિત પાત્રતા ન હોય તો જીવને ભેદજ્ઞાન શાબ્દિક કે બુદ્ધિ પ્રધાનતાથી સમજાય પરંતુ અનુભવમાં ન આવે.
" [૨૪] સંસાર પ્રત્યેથી રુચિ આળસે નહિ, સંસારના હેતુઓ હજી મીઠાવહાલા લાગે ત્યાં સુધી ભેદજ્ઞાનની પાત્રતા આવતી નથી. સદ્દગુરુમાં સમર્પણભાવ, પરાભક્તિ સત્ની જિજ્ઞાસા, વૈરાગ્ય, જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા, શુદ્ધાત્મા પ્રત્યે પ્રીતિ, જેવા સદ્દભાવ પ્રગટ થવા દુર્લભ છે અને તેથી ભેદજ્ઞાન – સમ્યગજ્ઞાન પણ દુર્લભ છે. રિ૪૮]
દ્વેષનું દુઃખ તો હજી ક્યારેક લાગે છે પણ રાગ દુઃખરૂપ કેમ લાગતું નથી ?
જીવ રાગથી છૂટો પડતો નથી જો જીવ ઉપયોગને રાગ ઉપર લઈ જઈ વિચારે કે રાગ તો મારી વૈભાવિક ક્ષણિક અવસ્થા છે તો રાગને જાણે પણ એકત્વબુદ્ધિ ન કરે. પરંતુ જીવ અજ્ઞાનને કારણે પ્રમાદી હોવાથી રાગ સાથે ભળી જાય છે તેથી રાગનું દુઃખ વેદાતું નથી તેમાં મીઠાશ લાગે છે વળી દ્વેષમાં રાગ જેવી મીઠાશ નથી. મૂઢ મનુષ્યો દ્વેષ કરીને કોઈ વાર કાલ્પનિક હર્ષ માને છે. પ્રાયે દ્વેષ દુઃખ-સંતાપ પેદા કરે છે. એટલે દ્વેષ છોડવાનો ભાવ થાય છે, પરંતુ વાસ્તવમાં રાગ છે ત્યાં વૈષ તેની છાયારૂપે હોય છે. [૪૯] આત્માનો સ્વભાવ-ધર્મ વિતરાગતા છે, શુદ્ધ ઉપયોગ છે, તે
અમૃતધારા ૬૭
Page #81
--------------------------------------------------------------------------
________________
ત્રિકાળ છે, સંસારી જીવને તેનું ભાન નથી તેથી આવૃત છે. તે શુદ્ધ ઉપયોગને લક્ષ્યમાં લઈ સાધ્ય કરે તો અવસ્થામાં – પર્યાયમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર એ વીતરાગભાવની અવસ્થાઓ છે. નિરાકુળ આત્મા સ્વાનંદરસથી ભરપૂર છે. તેમાં જ તતૂપ થવાથી આનંદનો અનુભવ થાય છે. તે સિવાયના કલ્પિત આનંદ વિષરૂપ છે.
[૨૫] સમ્મદિકિજીવો જઇવિ હુ પાવે સમાચરે કિંચિ;
અખો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણ ઈ. સમ્યગ્દષ્ટિ જીવ જો કે થોડું પણ પાપ કરે, તો પણ તેને અલ્પ બંધ હોય કારણ કે તે નિર્દયપણે હિંસાદિ વ્યાપાર કરતો નથી. પાપજનિત સંસારના રાગ-સુખને હેય જાણે છે.
આ સૂત્રનું રહસ્ય શું છે? ચોથે ગુણસ્થાનકે અવિરતિ સમ્યગૃષ્ટિને રાગાદિ છે, શુભાશુભ ભાવ છે છતાં બંધન નથી. યદ્યપિ જેવા પરિણામ છે તેવું બંધન હોય છતાં જ્ઞાની મુક્તિ તરફ જાય છે. શુભ ભાવ જ્ઞાની-અજ્ઞાની બંનેને પોતાની ભૂમિકા પ્રમાણે આવે છે, પણ અજ્ઞાની શુભ ભાવથી ધર્મ માને છે તેમાં ઉપાદેયબુદ્ધિ રાખે છે, તેથી ત્યાં અટકે છે. ધર્મ શુદ્ધ ઉપયોગ કે વીતરાગતાથી છે. જ્ઞાની માને છે કે શુદ્ધ ઉપયોગમાં ટકાતું નથી તેથી શુભ ભાવ થાય છે. સત્સંગ ભક્તિના ભાવ થાય છે. આત્માની અવસ્થામાં વીતરાગતા પ્રગટે તે ધર્મ છે.
[૨૫૧] સમ્યગ્દર્શનરૂપી ભૂમિમાં કદાચિત દુઃખનાં બીજ પડી જાય તો પણ સમ્યગ્દર્શન રૂપી પવિત્ર ભૂમિમાં તે બીજ કદી પણ શીધ્ર અંકુરિત થતાં નથી. કથંચિત તેના અંકુર ઉત્પન્ન થયા પહેલાં જ તે પવિત્ર ભૂમિનો તાપ તેને બાળી નાંખે છે. તે પાવન ભૂમિમાં સુખનાં બીજ વાવ્યા વગર અંકુરિત થાય છે પરંતુ મિથ્યાદર્શનરૂપી ભૂમિમાં બરાબર તેનાથી વિપરીત ફળ થાય છે, તે ભૂમિમાં સુખનાં બીજ વાવવામાં આવે તો પણ તે અંકુરિત થતાં નથી, પણ બળી જાય છે અને દુઃખના
૬૮ * અમૃતધારા
Page #82
--------------------------------------------------------------------------
________________
બીજ વાવ્યા વગર પણ ઊગે છે.
રિપ૨] માર્ગાભિમુખ થવાની યુક્તિ
વીતરાગ માર્ગની રુચિવાળા જીવને જિનવપ્રણીત તત્ત્વને / સત્યને ત્યજી અસત્યને ગ્રહણ કરવાના ભાવ ન થાય. તેવી તીક્ષ્ણ બુદ્ધિ થાય છે. તે જીવ વારંવાર તત્ત્વોનો વિચાર | ચિંતન કરે છે. સત્સંગી સાથે પ્રશ્નોત્તર કરે છે, ગુરુજનો પાસે બોધ ગ્રહણ કરે છે. આથી અંતરપ્રતીતિમાં પ્રીતિરૂપ કાર્ય થતાં નિર્દોષ આનંદ આવે છે. સત્યાસત્ય, હિતાહિત સમજાય છે. હેય ઉપાદેયનો વિવેક જામતો જાય છે. પુનઃ પુનઃ ગુણ સ્થાનકોનો, તત્ત્વાદિનો વ્રતાદિ, ક્રિયાઓનું ચિંતન મનન કરે તેમાં શંકા ઊપજે તો વિશેષ જ્ઞાનીને પૂછી પુનઃ અભ્યાસ કરે. [૨૫૩]
એવા સાધકને એમ થાય કે અહો ! આ સર્વજ્ઞ દેવનો જ ધર્મઉપદેશ હિતકારી છે, ભવનો નાશ કરવાનો ઉપાય તેમાં છે. હાલ મને સર્વ પ્રકારના સંયોગો અનુકૂળ છે. હવે સંસારના ધનાદિના મોહમાં ફસાવું યોગ્ય નથી. સંભવ છે આયુષ્ય પૂરું થાય તે પહેલાં જ પ્રમાદ છોડી શક્તિ અનુસાર તત્ત્વશ્રદ્ધાન વડે વ્રતાદિ ધારણ કરે. જેટલા પ્રકારનો રાગ છૂટ્યો હશે તેટલો વ્રતાદિ પ્રતિજ્ઞાનો નિર્વાહ થઈ શકશે. આવો જીવ અલ્પ સમયમાં સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે.
[૫૪] કદાચ આ ભવમાં ભવિતવ્યતાને યોગે સમ્યકત્વ પ્રાપ્ત ન કરી શકે તો નજીકના ભવમાં પ્રાપ્ત કરે. કદાચ અશુભ યોગે તિર્યંચાદિ ગતિમાં જાય તો પણ આ ભવની આવી શ્રદ્ધાન અને અભ્યાસ વડે સંસ્કારબળથી સમ્યકત્વને પ્રાપ્ત કરી શકશે. પૂર્વના અભ્યાસ વડે મિથ્યાત્વનો રસ ઘટી જાય છે. એમ કરતાં મિથ્યાત્વનો ઉદય ન થતાં ત્યાં જ સમ્યકત્વ પ્રગટ થાય છે.
[૨૫૫] તત્ત્વવિચારમાં વધારે ઠરી ન શકાય ત્યારે શું કરવું?
સાધનામાર્ગમાં પ્રારંભમાં આંતરિક સંસ્કારોનું બળ વધુ હોવાથી તત્ત્વાદિ ચિંતનમાં વધુ ટકી ન શકાય ત્યારે દર્શન, પૂજનાદિ,
અમૃતધારા ૬૯
Page #83
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાનોમાં ઉત્તમ નિમિત્તોથી કર્મની સ્થિતિનો રસ ઘટે છે, તેથી સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. રાગાદિક ઘટાડવા તપ, વ્રતાદિની પ્રતિજ્ઞા કરવાથી અવિરતિનો બંધ રોકાય છે. તો પણ સાધકે પોતાની દૃષ્ટિને વારંવાર સ્વરૂપધર્મમાં જોડવી. શુદ્ધાત્માનું લક્ષ્ય દઢ કરવું, નહિ તો શુભ ભાવોમાં આવીને સંતોષ પામી અટકે છે. રિપ૬]
કોઈ જીવો પ્રતિજ્ઞાદિ ન લેતા ધારણા કરે છે. પરંતુ તેમાં કંઈ અંતરાય આવતાં પાછો પડે છે. માટે ગુર્નાદિક પાસે પ્રતિજ્ઞા લેવી. યદ્યપિ તત્ત્વજ્ઞાન વગર કેવળ તપથી મોક્ષ નથી, વળી તત્ત્વજ્ઞાન થતાં રાગાદિ મટાડવા તપ અવશ્ય કરવો. જેથી શુભ ભાવથી કષાય મંદ થાય છે. શુભોપયોગ તત્ત્વજ્ઞાન સહિત હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે. સાક્ષાત્ મોક્ષનું કારણ શુદ્ધોપયોગ છે. કથંચિત ત્યાગી મુનિજનોને પણ વિષયોમાં રાગદ્વેષ થતાં જણાય છે, તે ઈષ્ટાનિઝ બુદ્ધિ વિના થતાં નથી તો પછી તે અજ્ઞાન કહેવાય?
[૨૫૭] અજ્ઞાનના બે પ્રકાર છે. પહેલું દર્શન મોહનીયના ઉદયથી થતું સંશય, વિભ્રમ, વિમોહરૂપ અજ્ઞાન. બીજું જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન છે બંનેની ક્રિયા ભિન્ન ભિન્ન છે. પહેલું અજ્ઞાન પ્રથમ ગુણસ્થાનથી ત્રીજા સુધી છે. બીજું અજ્ઞાન ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી છે. દર્શનમોહનીયના ઉદયવાળું અજ્ઞાન બંધનું કારણ છે. જ્ઞાનવરણીય કર્મના ઉદયવાળું અજ્ઞાન સમ્યગ્દષ્ટિને વિશેષ બંધનું કારણ પ્રાયે થતું નથી.
[૫૮] | મુનિને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો છે પણ ઇન્દ્રિયોનું જાણવું કંઈ ટળી જતું નથી. વળી વિષયોનાં સર્વથા રાગદ્વેષ ગયા નથી, કારણ કે હજી મુનિને યથાખ્યાતચારિત્ર પ્રગટ્યું નથી પરંતુ સ્થૂલ વિષયોની ઇચ્છાનો અભાવ તથા બાહ્ય વિષય સામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને ઇન્દ્રિય વિષયોનો ત્યાગી કહ્યો છે. અંતરાત્મા પોતાના આત્માને યથાર્થ સ્વરૂપે જાણે છે શરીરાદિ
૭૦ અમૃતધારા
Page #84
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્યોથી ભિન્ન અનુભવ કરે છે. તોપણ બહિરાભાવસ્થાના અનાદિ કાળના સંસ્કારો વિશ્વમ) જાગૃત થવાથી તેમને બાહ્ય પદાર્થોમાં એકત્વનો ભ્રમ થઈ જાય છે. તેથી અંતરાત્મા સમ્યગ્દષ્ટિને ક્ષયોપશમ લબ્ધિરૂપ જ્ઞાનચેતનાની સાથે કદાચિત કર્મચેતના (કર્મઉદય) અને કર્મફળ ચેતનાનો (કર્મફળનો અનુભવ) પણ સદ્દભાવ માનવામાં આવ્યો
[૨૬] સમ્યક્ત્વની ઉત્પત્તિમાં પ્રથમ વિશેષ પુણ્યનો ઉદય અવશ્ય જોઈએ. કેમકે ક્ષયોપશમાદિક જે સમ્યક્ત્વ પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓ કારણ છે એનો અર્થ એ કે પાપકર્મોનો યથાયોગ્ય ક્ષયોપશમ હોય અને પુણ્યકર્મોનો ઉદય હોય એટલા જ માટે જે ભવ્ય આત્મસુખનો અભિલાષી છે તે પાપકર્મોને ઇચ્છતો નથી. અપેક્ષાએ સાતિશય પુણ્યકર્મને ઈચ્છે છે. જે માર્ગને પ્રયોજનભૂત હોય છે. [૨૬૧]
જે જીવના સંસારપરિભ્રમણનો કાળ અર્ધપુદ્ગલપરાવર્તન જેવો બાકી રહે છે ત્યારે તેને પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તેમાં મિથ્યાત્વનું અંત:કરણ થવાથી (આંતરું પડે) ઉપશમ થાય છે. અને અનંતાનુબંધી ચતુષ્ઠનો અનુદયરૂપ ઉપશમ થાય છે. તે સમય તે જીવની અંતરદશા એવી હોય કે તેનું ચિત્ત સંસાર અને સંસારનાં કારણોથી સ્વાભાવિક ઉદાસીન થઈ જાય છે. સમ્યકત્વ થતાં જ જીવ પરથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, અને બહારના નૈમિત્તિક ભાવોને હેય માને છે.
[૨૬ ૨) યદ્યપિ જિનપ્રતિમાના દર્શન વિગેરે સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ છે. શાસ્ત્રનું શ્રવણ આદિ વારંવાર ભવ્ય જીવને કરવા યોગ્ય છે. તે શુભ ભાવાદિરૂપ પુણ્ય સાતિશય એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે. પ્રાય સમ્યગ્દષ્ટિને પુણ્યબંધ થવાવાળા પુણ્યકર્મનો ઉદય થાય છે. જેથી મોક્ષમાર્ગને યોગ્ય સુયોગ પ્રાપ્ત થાય છે તે સાધક પુણ્યમાં રોકાતો નથી. સ્વભાવ સન્મુખ તેની દૃષ્ટિ છે. વિભાવમાં જવા માટે બાહ્ય પૌદ્ગલિક
અમૃતધાર
૭૧
Page #85
--------------------------------------------------------------------------
________________
નિમિત્તો જોઈએ. સ્વભાવમાં રહેવા કેવળ સન્મુખ દૃષ્ટિ જોઈએ. ઘરમાં રહેતો માણસ કામ હોય ત્યારે જ બહાર જાય તો પછી સમ્યગ્દષ્ટિ સ્વભાવનું ઘર છોડીને બહાર કેમ જાય !
[૨૬૩] જેમ જેમ જીવની જાગૃતિ વધતી જાય તેમ તેમ અપૂર્ણતાથી અશુદ્ધતાથી, સાધનામાર્ગમાં અટકી જવા જેવી વેદના થશે, પરંતુ તેમાં અશુભ સંયોગો કે અશાતાના ઉદયથી દુઃખજાનત વેદના નહિ હોય. એ નબળી અવસ્થામાં જાગૃતિમાં અંતરંગ સ્થિરતામાં ખંડ પડવાથી કોઈ સંસ્કારના ઉદ્ભવથી વેદના થાય છે. આવી દશા જ્ઞાનને નિર્મળ કરે છે, ચારિત્રને દઢ કરે છે. કારણ કે તેમાં પ્રમાદ નથી પરંતુ સ્વદોષદર્શનથી થયેલી સાચી સમજ છે.
વળી જ્યારે સ્વાશ્રયમાં ટકાય નહિ ત્યારે સતપુરુષોના બોધનું તેમના જીવનચરિત્રોનું સ્મરણ કરવું જેથી વળી ઉપયોગમાં શુદ્ધિ આવે. જ્ઞાનીજનોની ભક્તિ બળપ્રેરક છે. આત્માર્થીને ગુણ ચિંતવનરૂપ ભક્તિ અવશ્ય હોય છે. પરમાત્માના ઉપદેશેલા માર્ગે ચાલે તો ભક્તિ આત્મશાંતિનું કારણ છે. સદ્દગુરુ માર્ગ બતાવે પણ માર્ગે ચાલવાનો પુરુષાર્થ સ્વાત્માને કરવાનો છે.
[૬૫] આત્માર્થી જાગૃત હોવાથી તે જાણે છે કે મારે સંસારના પ્રપંચમાં પડવું નથી તો પણ ફસાઈ જવાય છે. સ્વરૂપપ્રાપ્તિમાં આગળ વધવું છે છતાં વધાતું નથી. આનું દુઃખ અકથ્ય છે. જે સંસારી જીવો કળી શકતા નથી. ત્યારે તેનો આત્મા અંતરથી સદ્ગુરુના શરણનો, પરમાત્માની ભક્તિને પોકારે છે. દુઃખદ એવા આ સંસારથી કોણ મને તારશે? સંસાર રુચતો નથી અને આત્મદર્શન થતું નથી. આવી વેદના અસહ્ય હોય છે ત્યારે તેને મહતુ પુણ્યયોગે સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ થાય છે. જે તેને સમાર્ગે ચઢાવે છે.
૨૬૬] જીવે પૂર્વે સતુમાર્ગ આરાધ્યો નથી તે અજાણ્યો છે. તેમાં કેવળ સ્વબુદ્ધિના નિર્ણયથી છેતરાઈ જવાય. માટે બુદ્ધિથી કરેલો નિર્ણય,
૭૨ અમૃતધારા
Page #86
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રવાચનથી કરેલો નિર્ણય, કેવળ શાસ્ત્રશ્રવણથી કરેલો નિર્ણય મનાશ્રિત હોવાથી યથાર્થ નથી. જ્ઞાનીના બોધથી થયેલ નિર્ણયને આજ્ઞાયુક્ત પ્રયોગમાં લાવે તો યથાર્થ નિર્ણય સંભવિત છે. [૨૬]
સાધનાકાળમાં જીવને જ્યારે જાગૃતિ ન રહે, પ્રમાદ થાય ત્યારે અજંપો કે મૂંઝવણ થાય છે. સંસ્કારવશ ઊઠતા વિકારીભાવોથી આત્માની અંતરંગ મલિનતા જોવાથી, વળી મહદ્ અંશે આવતા નિરર્થક ભાવોથી સમય વ્યર્થ જાય છે તેવું લાગવાથી, સવિશેષ ન ઇચ્છેલા એવા શૂદ્ર વિકારી ભાવો પ્રયત્ન કરવા છતાં ટળતા નથી. પુનઃ પુનઃ વિકારી અવસ્થામાં ઉપયોગ કુંઠિત બને છે. આવી દશામાં જીવને દુઃખ લાગશે તો મોહ ઘટશે. ચિત્તશુદ્ધિ થશે. તે માટે જાગૃતિપૂર્વક અંતરનિરીક્ષણ કરતા રહેવું.
[૬૮] સાંસારિક પ્રસંગોમાં રહેલા જીવે કાયર થઈ ભાગવાનું નથી પણ તે પ્રસંગોમાંથી રુચિ દૂર કરી સત્સંગની કે જ્ઞાનીની આરાધનાની તીવ્ર જિજ્ઞાસા કરવાની છે. અર્થાત્ સંસારના પ્રસંગોમાં ઉદાસીનતા રાખવાની છે. વીતરાગમાર્ગે અત્યંત સમતુલા જરૂરી છે. અંતરશુદ્ધિ કે અંતર જાગૃતિ વિના ઉદાસીનતા કે વૈરાગ્ય ટકે નહિ. તેથી વિપરીત જીવ બાહ્ય અવલંબનોમાં જ અટકી જાય.
[૨૬૯] ધર્મમાર્ગમાં – અધ્યાત્મમાર્ગમાં આવેલા આત્માને સંસારી જીવનમાં જે દોષ દેખાતા ન હતા, તે દોષ હવે જણાય છે, ત્યારે પ્રારંભમાં જીવ મૂંઝાય છે કે હું તો પામર છું. મારામાં ઘણા દોષ છે. વાસ્તવમાં પહેલાં દોષ તો હતા પણ બાહ્ય જીવનમાં વ્યસ્ત જીવને તે દેખાતા ન હતા હવે જાગૃત થતાં, વળી સગુરુના બોધે વિચારમાં સૂક્ષ્મતા આવતાં દોષો પકડાવા લાગ્યા, રાગાદિ ભાવની, મોહનીય કર્મની મંદતા થવાથી જ્ઞાનની નિર્મળતા થતાં દોષોની સ્પષ્ટતા થઈ તેથી દોષો દૂર થવાની ઘણી શક્યતા અને સરળતા થાય છે.
[૨૭]. ધર્મ એવી ચીજ છે કે તે સર્વ ક્ષેત્રે સર્વકાળમાં બીજી બધી
અમૃતધારા ૭૩
WWW.jainelibrary.org
Page #87
--------------------------------------------------------------------------
________________
વસ્તુઓ કરતાં કિંમતી રહેવાની જ. એ કારણે ધર્મ નહિ આચરનારા પણ પોતાને અમે અધર્મી છીએ’ એમ કહેવડાવવા તૈયાર નથી. તેઓ ધર્મી હોવાનો દાવો કરે છે. આમ ધર્મનો આશ્રય સૌને પ્રિય છે. એથી એમ જણાય કે ધર્મ માનનાર કે નહિ માનનાર સહુ ધર્મની કિંમત અધિક આંકે છે. એટલે ધર્મને આશ્રયે રહેતા જીવો અન્ય કરતાં શ્રેષ્ઠ મનાય છે. [૨૭૧]
પરિણામ
સાચા સાધક-આત્માર્થીની અંતરંગ દશા અન્યને કળાતી નથી. છતાં તેની સમજપૂર્વકની બાહ્ય ક્રિયા અને સમતારૂપ પરિણમન જોતાં તેના પ્રત્યે આદર આવે છે, તેને ઉપદેશક સદ્ગુરુનો મહિમા આવે છે અને સંબંધીઓની સાંસારિક અપેક્ષાઓ છૂટી જાય છે. એથી સાધનામાર્ગમાં આત્માર્થી સરળતાથી આગળ વધે છે. સૃષ્ટિમાં વહેતો સત્નો પ્રવાહ પણ સૂક્ષ્મ રીતે સહાયક બને છે.
[૨૭૨]
અજ્ઞાની જીવને આત્મદૃષ્ટિયુક્ત વિવેક નથી હોતો. જ્ઞાનીને બાહ્યવ્યવહાર છતાં તે જાગૃત છે. વિધિ નિષેધની સમતુલા હોવાથી કંઈ કરવા ન કરવાના ક્રિયાત્મક વલણવિકલ્પો ગૌણ બને છે. એથી જ્ઞાની વિકલ્પથી મુક્ત હોય છે. જે કંઈ રાગાદિ આવે છે તેને ઉદયરૂપ જાણી સહજભાવે વર્તે છે. કથંચિત તેમની બાહ્ય ક્રિયાઓ લોકસંજ્ઞાએ જુદી દેખાય કારણ કે તેની દૃષ્ટિમાં સતત પ્રમાદાદિ દોષો પ્રત્યે જાગૃતિ હોવાથી ઉદાસીનપણે વર્તે છે. તે સંસારીને સમજાતી નથી. [૨૭૩]
વસ્તુનો જે સ્વભાવ-નિજભાવ તે એનું પરિણામ છે. વસ્તુની વર્તમાન કાલવર્તી અવસ્થા તે પરિણામ છે. જે ભાવ દ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિમાં કંઈ બાહ્ય નિમિત્ત કારણ ન હોય તે પિરણામ છે. જેમ જીવનો પરિણામ ચેતના, જે અસાધારણ ગુણ છે તે કોઈ નિમિત્તથી પ્રગટ થતો નથી. વસ્તુના એ ભાવ તે તત્ત્વ કે પરિણામ છે.
[૭૪]
સમ્યગ્દર્શન,
સમ્યજ્ઞાન,
સમ્યગચારિત્રરૂપ
આત્માના
૭૪ * અમૃતધારા
Page #88
--------------------------------------------------------------------------
________________
નિજપરિણામ એ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. આ સ્વભાવના પરિણમનનું બાધક દર્શનમોહનીય છે, તેના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી જ સ્વભાવપરિણમનરૂપ યોગ્યતા (તથા ભવ્યત્વ) ઉત્પન્ન થાય છે. તે જીવ નિકટ મુક્તિગામી છે. અન્યથા જીવ દીર્ઘ સંસારી છે, કારણ કે તેનું અંતરંગ ઉપાદાન કારણ અશુદ્ધ છે.
[૨૭૫] આત્માના રાગાદિ પરિણામોમાં પુગલના જ્ઞાનાવરણાદિ પરિણમનનું નિમિત્તકારણ છે અને પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણમનનું નિમિત્તકારણ આત્માના રાગાદિ પરિણામો છે. તે જ સમયે અન્યોન્ય નિમિત્ત કારણ નથી થતા, બંનેની સર્વથા જુદાઈ થઈ જાય છે એટલે આત્માના રાગાદિ પરિણામ પુગલોના પરિણામોમાં નિમિત્ત નથી થતા અને પુદ્ગલો આત્માના પરિણામોમાં નિમિત્ત નથી થતા, અર્થાત્ સંપૂર્ણ ભિન્ન થાય છે ત્યારે આત્મા મુક્ત થઈ જાય છે. [૨૭૬]
સ્વસંવેદન જ્ઞાનગુણ = જડ ચેતન આદિ સમસ્ત વસ્તુઓના ભોગ્ય કે ઉપભોગ્ય રહિત જીવના જે પરિણામ છે તે સ્વસંવેદન જ્ઞાનગુણ છે, તે દ્વારા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. આ અનુભવ એ ધર્મધ્યાન કે શુક્લધ્યાન છે.
[૨૭૭]. પરિણામની વિચિત્રતા?
કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી મનુષ્યપણું પામી મિથ્યાત્વથી છૂટી અંતરમુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે વળી કોઈ જીવ સાધના કરી મુનિપણે રહી ઉપશાંતમોહ ગુણસ્થાન એવા અગિયારમા ગુણસ્થાનેથી પડી મિથ્યાષ્ટિ થઈ. કથંચિત અર્ધપુદ્ગલ પરિવર્તનકાળ સંસારનું પરિભ્રમણ કરે છે.
વળી સંસારમાં જીવોના પરિણામ દ્વારા જ જીવો અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે, ક્યારેક અલ્પપુણ્યથી સુખ ભોગવે છે. માટે પરિણામને અશુભથી બચાવવા ઉપયોગ રાખવો.
રિ૭૮]
અમૃતધારા ૭૫
Page #89
--------------------------------------------------------------------------
________________
જેમ જેમ ઉપયોગરૂપ પરિણામની શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ તેમ આત્માની ઇન્દ્રિયોના વિષયોમાં વિરક્તિ થતી જાય છે એવા નિર્મળ અને સ્થિર મન-ચિત્તમાં શુદ્ધાત્માનું દર્શન થાય છે. ઇન્દ્રિયોની વૃત્તિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં મનની જ મુખ્યતા છે, માટે સર્વથી પહેલાં મનને સંયમમાં રાખવું. જેથી ઇન્દ્રિયો સ્વયં શાંત થાય છે. આમ મનના સંકલ્પવિકલ્પની જાળ દૂર થવાથી અને ઇન્દ્રિયોનો વિષય વ્યાપાર રોકાઈ જવાથી સાધન નિર્મળ એવા ઉપયોગ દ્વારા આત્મસ્વરૂપનું અનુભાવન કરે છે. -
[૨૯] ભાવમન - ઉપયોગમાં રાગાદિ સંકલ્પ વિકલ્પ કે સુખદુઃખના પરિણામ થાય, ઇન્દ્રિયોની વાસના ઉત્પન્ન થાય ત્યારે ઉપયોગને દઢપણે ત્યાંથી પાછો ખેંચી શુદ્ધાત્મા પ્રત્યે જોડવો, આ કંઈ સરળ નથી પણ વારંવાર અભ્યાસચિંતન કરવાથી શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ થાય
[૨૮] જો સાધક પુનઃ પુનઃ આત્મચિંતન કરતો નથી ઈષ્ટાનિઝ બુદ્ધિ દ્વારા ચિંતા કરે છે, તે આર્તધ્યાન હોવાથી ઇંધણથી અગ્નિ વધે તેમ સંસાર જ વૃદ્ધિ પામે છે. યદ્યપિ જીવ મોક્ષની ભાવના કરે છે, તે માટે તપ જપ, ત્યાગ કરે છે. અરે સંયમમાં આવતા પરીષહોને સહન કરે છે, પરંતુ આ નપુંસક એવું મન રાત્રિદિવસ બાહ્ય પદાર્થોમાં ભમ્યા કરે છે.
[૨૮૧] " હે સાધક ! તું એ મનને પૂછ તો ખરો કે એ અન્ય પદાર્થોમાંથી શું મેળવે છે? કેવળ આધિ વ્યાધિ કે ઉપાધિમાં સપડાય છે. ત્યાં શું મેળવે છે? કેવળ ચિંતા જ પ્રાપ્ત કરે છે શા માટે ! મનમાં રાગાદિભાવ પેદા થાય છે, તે ચિંતાનું કારણ છે. તને તેમાં શાંતિ છે “ના” તો પછી એ પરની પળોજણ ત્યજી અને નિજઘરમાં જઈને વસ. ત્યાં ચિંતારહિત સુખ છે.
[૨૮૨ આત્મા નિત્ય પરિણામ સ્વભાવી છે, તે જ્યારે દાનાદિ જેવા
૭૬ અમૃતધારા
Page #90
--------------------------------------------------------------------------
________________
સુકૃત્યમાં શુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુભ, જ્યારે હિંસાદિ કૃત્યોમાં અશુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે અશુભ અને જ્યારે શુદ્ધ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુદ્ધ ઉપયોગી થાય છે. અર્થાત્ શુભાશુભ ભાવ આત્માનો નિમિત્તનૈમિત્તિક સંયોગ છે. સ્વભાવે આત્મા શુદ્ધ છે પરંતુ વર્તમાન અવસ્થારૂપે પરિણમન કરે છે. તેથી ભેદ પડે
. [૨૮૩] જેમ ખાણમાં રહેલા પથ્થરના રજકણો સુવર્ણરૂપ પરિણામમાં પોતાને યોગ્ય ઉપાદાન કારણના સંયોગથી સુવર્ણરૂપ બને છે ત્યારે તે પથ્થર સાથે પથ્થરનો વ્યવહાર ન થતા તેને સોનારૂપે માનવામાં આવે છે. તેમ અનાદિથી પરિભ્રમણ કરતા જીવને સુદ્રવ્ય, સુક્ષેત્ર સુકાલ ને સુભાવરૂપ સામગ્રીની પ્રાપ્તિ થતાં સ્વઉપાદનને યોગ્ય અશુદ્ધાત્મા પણ શુદ્ધાત્મા – પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે.
બાહ્યનિમિત્તો સુદ્રવ્ય – વજ ઋષભનારામ સંઘયણ. સુક્ષેત્ર – કર્મભૂમિમાં આર્યક્ષેત્ર, સુકાળ = તિર્થંકરાદિની પ્રત્યક્ષતા. સુભાવ. તત્ત્વદષ્ટિ-સ્વરૂપલક્ષ્ય.
[૨૮] તત્ત્વદષ્ટિના નિર્ણય માટે જીવને અંતરમાં વેદન થવું જોઈએ કે આ કર્મજન્ય શુભાશુભ વિકલ્પ છે તે પણ દુઃખ દાયક છે. એનાથી કેવી રીતે છૂટું ? કોઈવાર શરીર અને આત્મા જુદા છે એવા શુભ વિકલ્પો આવે છે પણ વળી રાગાદિ ભાવો પકડાઈ જાય છે. રાગાદિને છોડી આત્માને જાણવા પ્રયત્ન કરું છું ત્યારે જે કંઈ શુભ ભાવ ઊઠે છે તે પણ સારા લાગે છે ત્યાં પકડાઉં છું. આમ આત્મા ઉપયોગમાં અનુભવમાં આવતો નથી. તો હે પ્રભુ ! મારે હવે સ્વાશ્રયી કેવી રીતે થવું ? જ્ઞાતા દ્રષ્ટાભાવમાં કેવી રીતે ટકવું ? ઉદાસીન ભાવ કેવી રીતે કેળવવો ? તેનું મને સામર્થ્ય અંતરંગ બળ આપો. ઓહોહો આ વિરાધકભાવ, વિકલ્પદશા, વિભાવદશા, આમ અનેક શ્રૃંખલાથી મને ઉગારો. આત્મ સામર્થ્યનું બળ આપો.
[૨૮૫]
અમૃતધારા ૭૭
Page #91
--------------------------------------------------------------------------
________________
કરવી.
જે જીવ પરદ્રવ્યમાં રાગી છે તે જ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે. જે રાગભાવે કરી રહિત છે, ને કર્મના દોષોથી મુક્ત છે. નિશ્ચયનયથી વિચારીએ તો સંસારી આત્માઓને રાગાદિ વિભાવરૂપ અશુદ્ધ ઉપયોગ ભાવબંધનું કારણ છે. સ્વભાવરૂપ શુદ્ધ ઉપયોગ મુક્તિનું કારણ છે. માટે ભવ્યાત્માઓએ રાગાદિ ભાવનો ઉપયોગથી – મૂળ સત્તામાંથી ક્ષય કરવા સતપુરુષાર્થ કરવો યોગ્ય છે.
[૨૮૬] સમ્યગ્દષ્ટિને દર્શન મોહનો ક્ષય થયા પછી અલ્પપણે જે રાગદ્વેષ રહે છે તે અનંત સંસારનું કારણ નથી થતું. કારણકે જેમ વૃક્ષનું મૂળ છેદાઈ ગયા પછી વૃક્ષ લાંબો કાળ ટકતું નથી પણ શીઘ્રતાથી સુકાઈ જાય છે. તેમ રાગાદિનું મૂળ કારણ દર્શનમોહ છે તેના છેદાઈ જવાથી સંસારનું પરિભ્રમણ સુકાઈ જાય છે. તે દર્શન મોહનો છેદ સમ્યગૃજ્ઞાનથી થાય છે. માટે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે આત્મશુદ્ધિ
[૨૮] નિશ્ચયદષ્ટિથી આત્માની શુદ્ધિ આત્મજ્ઞાન વડે થાય છે. જો મનુષ્ય આત્મશુદ્ધિ અન્ય સાધનોથી માને તો તે મિથ્યાદૃષ્ટિ છે. માટે અન્ય પદાર્થો પ્રત્યે દૃષ્ટિ ન કરતાં જ્ઞાનાદિ ગુણોનું વારંવાર ચિંતન કરવું. આત્મસ્વરૂપને જાણી આત્મારાધન કરવું. અન્યથા મિથ્યાજ્ઞાન / અજ્ઞાનને દૂર કરવું ઘણું વિકટ છે. માત્ર આત્મજ્ઞાન વડે સ્વરૂપ પ્રાપ્તિ નિકટ છે. આત્માને જ્ઞાન વડે શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થતાં હિંસાદિ પાપો પલાયન થઈ જાય છે. તે આત્મા એવાં પાપજનક પાપો કરવા પ્રેરાતો નથી.
[૨૮૮] વળી જે જ્ઞાન-ઉપયોગ. કોઈ પદાર્થમાં નિરંતર પુનઃ પુનઃ સ્થિર થાય છે તે ધ્યાન છે. અર્થાત્ ધ્યાન જ્ઞાનની એક અવસ્થા છે. તેથી શુદ્ધાત્માના ધ્યાન વડે મોહાદિ કઠણ કર્મોનો નાશ થાય છે. માટે હે જીવ ! આત્મજ્ઞાનના અમૃત વડે અંતરંગનું સિંચન કર, તે માટે સતશાસ્ત્રો, તથા બોધ દ્વારા શુદ્ધાત્મત્વને ધારણ કર. [૨૮૯]
૭૮
અમૃતધારા
Page #92
--------------------------------------------------------------------------
________________
ભેદજ્ઞાન
તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે આત્મા અને પરપદાર્થોનાં લક્ષણોને ભિન્ન ભિન્ન જાણી સ્વમાં તે બંને પદાર્થોને ભિન્ન કરવાની શક્તિ પોતાના ઉપયોગમાં ઉત્પન કરવી. તે ભેદજ્ઞાન છે. તે ભેદજ્ઞાનના બળ વડે ઉપયોગને મોહાદિની પ્રપંચજાળથી ભિન્ન કરી શુદ્ધાત્મસ્વરૂપના ચિંતનમાં ઉપયોગને લગાડવો, પુનઃ પુનઃ તેવો અભ્યાસ કરવાથી દર્શનમોહ શિથિલ થશે ઉપશમ થશે અને ભવિતવ્યતાના યોગે બાધક તત્ત્વોનું શમન થઈ સમ્યકત્વ પ્રગટ થશે. ક્રમે ક્રમે આત્મા મુક્ત થશે.
આત્માર્થીએ અન્યને પણ આવા આત્મસ્વરૂપની વાત કહેવી, આત્મસ્વરૂપ વિષે પૃચ્છા કરવી. તેની જ નિરંતર ઈચ્છા રાખવી. તેનું ચિંતન કરવા હરપળે આત્મસન્મુખ થવું. તો અજ્ઞાનમય અવસ્થા છૂટી જશે. અને જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. [૨૯૧]
જેમ પતિ વિયોગે ઝૂરતી પત્ની કે પુત્રવિયોગે ઝૂરતી માતા જે મળે તેને પોતાના પતિવિરહની કે પુત્રવિરહની વાત કરે છે. તેનું સ્મરણ ચૂકતી નથી. તેમ આત્માર્થીએ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે નિરંતર ચેઝ
રિ૯૨). બાહ્ય ક્રિયાઓના ક્લેશ – આકુળતાથી મોક્ષપદ પ્રગટ થતું નથી. પરંતુ સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થવાથી સર્વ ક્રિયાક્લેશ – આકુળતાઓ શમી જાય છે. અંતરંગમાં જે જ્ઞાન છે તે પ્રગટ થાય છે. જીવને જે વસ્તુની પ્રિયતા લાગે તે વસ્તુ મેળવવાની ઝંખના જાગે, તેનું મન પ્રતિસમય તેમાં જ આકર્ષણ પામે. તેમ જે ભવ્યાત્મને આત્માની પ્રિયતા થાય તેને મેળવવાની નિરંતર ઇચ્છા, તેવો પુરુષાર્થ થાય, તેનાથી વિરુદ્ધની વસ્તુને તે ગ્રહણ કરતો નથી.
[૨૩]
કરવી.
અધ્યાત્મ : ઉપયોગનું આત્મસ્વરૂપમાં લીન થવું, વિકલ્પરહિત ચિત્તવૃત્તિને
અમૃતધારા ૭૯
Page #93
--------------------------------------------------------------------------
________________
ધારણ કરવી. તે અધ્યાત્મ - આત્મજ્ઞાન છે.
દેહાદિને જાણનાર જ્ઞાન છે, પરંતુ આત્મા તો સ્વસંવેદનશાન દ્વારા જણાય છે. ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાતો નથી અને સ્વસંવેદન જ્ઞાનમાં શરીર પણ જણાતું નથી. આમ જ્ઞાન દ્વારા સ્વ-પર ભેદ જણાય છે. આત્માને અંતરંગ વડે અનુભવીને શરીરાદિને બાહ્ય પદાર્થ જાણીને શરીર અને આત્માની ભિન્નતાનો દઢ જ્ઞાનાભ્યાસ થતાં જીવ સર્વ કર્માદિથી મુક્ત થાય છે.
જ્ઞાનમાત્ર જ જેની કાયા છે, એવો આ આત્મા કામણશરીરરૂપી કાંચળી વડે આવૃત છે. સર્વેની કાંચળી શરીરની ઉપર રહે છે પણ શરીરની અંદર રહેતી નથી તેમ કાર્પણ શરીરનો સંબંધ આત્મા સાથે બાહ્યરૂપે છે, આત્મારૂપે નથી. સર્પના શરીર ઉપર કાંચળી હોય ત્યાં સુધી સર્પના રંગનું જ્ઞાન થતું નથી. તેમ મોહનીયના ઉદયાદિરૂપ કાર્પણ વર્ગણાથી આચ્છાદિત ઉપયોગમાં આત્મસ્વરૂપનું ભાન થતું નથી. ઉપયોગ પરિણામથી સ્થિરતા થતાં ઉપયોગ શુદ્ધ થાય છે તે ઉપયોગમાં આત્માનુભૂતિ થાય છે.
[૧૯૫] પરિણામની સ્થિરતા માટે મહાત્માઓ ત્રણ ગુપ્તિને આરાધે છે. મન, વચન, કાયાની સાથે જીવના પરિણામ જોડાય તેને યોગ કહે છે. માત્ર યોગના જોડાવાથી આત્મપ્રદેશોનું કંપન થાય છે, તે અનુસાર આત્મપરિણામનું મન, વચન, કાયા સાથે જોડાણ થાય છે ત્યારે આત્મામાં અન્ય અસ્થિરતારૂપ ભાવો થાય છે. તે ભાવોના પરિણામની સ્થિરતા કરવી તેને મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહે છે. વળી મૌન વડે વચન વ્યવહાર અટકાવી શકાય. દેહકાર્યની નિવૃત્તિ વડે કાયાની સ્થિરતા રાખી શકાય. મનને સંકલ્પવિકલ્પથી અટકાવવા મુશ્કેલ છે. તેને માટે ત્રણેની ગુપ્તિ આવશ્યક છે. [૨૯૬]
ગુપ્તિમાં ધ્યાન નિહિત છે. શુભમાં રહેવું તે ગુપ્તિ – શુદ્ધમાં હોવું તે ગુપ્તિ. જેમકે મનોગુપ્તિ એટલે મનની શુભ ધારા, શુભ વિચારો,
૮૦ અમૃતધારા
Page #94
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓ, અહોભાવની ધારામાં હોવું, મન આવું શુભ, સ્થિર કે અભ્યસ્ત બને એટલે શુદ્ધતા પકડાઈ જાય. ફ્લાઈટ રનવે પર જાય શુભની ધારા, થોડું દોડે પછી આકાશમાં ઉડ્ડયન કરે શુદ્ધમાં પ્રવેશ આવો ક્રમ સાધનાકાળમાં હોય. વચનગુપ્તિ એટલે મૌનના વિશ્વમાં પહોંચવું અથવા ધર્મકથામાં મગ્ન થવું. ત્યારે અંતરના વિકલ્પો શમી જાય. કાયગુપ્તિ ચાલવા વિગેરેમાં જાણે આંખે ગરણું હોય તેમ ચાલે. અથવા સ્થિર થઈ કાયોત્સર્ગમાં રહે.
[૨૯૭ ગુપ્તિઓ અશુભ મનોયોગ આદિથી નિવૃત્તિ કરાવે છે. વચન કાયાનો નિર્ચાપાર તે પણ ગુપ્તિ છે. અર્થાત્ રાગદ્વેષ રહિત પરિણતિ વગરનો મનાદિ યોગનો વ્યાપાર પણ ગુપ્તિ છે. ત્યાં વ્યાપારયુક્ત કે વ્યાપારરહિતનો કંઈ ભેદ રહેતો નથી. જેમકે મુનિને બોલવાની ઇચ્છા થાય ત્યારે વચનાશ્રવને નિર્જરામાં પલટવાના ઉદ્દેશથી સ્વાધ્યાય આદિ કરે છે. જરૂર ન હોય તો મૌન રહે. ત્યારે પરમરસને માણે પછી શબ્દાતીત થાય.
[૨૯૮] દુઃખદૃષ્ટિએ સંસાર કરુણારસથી ભરપૂર છે. પાપદૃષ્ટિએ સંસાર રૌદ્રરસથી ભરપૂર છે. અજ્ઞાનદષ્ટિએ સંસાર ભયાનક રસથી ભરપૂર છે. મોહદૃષ્ટિએ સંસાર બીભત્સ અને હાસ્યરસથી ભરપૂર છે. સજાતીય દૃષ્ટિએ સંસાર સ્નેહરસથી ભરપૂર છે વિજાતીય દષ્ટિએ સંસાર વૈરાગ્યરસથી ભરપૂર છે. કર્મદષ્ટિએ સંસાર વિચિત્રરસથી ભરપૂર છે. ધર્મદષ્ટિએ સંસાર વીર અને વાત્સલ્યરસથી ભરપૂર છે. આત્મદષ્ટિએ સંસાર સમતારસથી ભરપૂર છે. પરમાત્મદષ્ટિએ સંસાર ભક્તિરસથી ભરપૂર છે. પૂર્ણ દૃષ્ટિએ સંસાર શાંતરસથી ભરપૂર છે. વ્યાપક દૃષ્ટિએ બધા રસની સમાપ્તિ પરમરસમાં થાય છે. નિશ્ચયદષ્ટિએ આત્મા સ્વરસથી પૂર્ણ છે.
[૨૯૯] અમૃતધારા ૮૧
Page #95
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી મન વચન કાયાને આત્મબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવશે ત્યાં સુધી ક્લશે વાસિત મન સંસાર છે. અને તે મનવચન કાયાને આત્માથી ભિન હોવાનો અભ્યાસ થશે ત્યારે ક્લેશરહિત મોક્ષ - ભવપાર છે.
[૩૦] પ્રારંભમાં સાધક શુદ્ધાત્મસ્વરૂપનું ચિંતન કે ભાવન કરે છે ત્યારે પૂર્વસંસ્કારો પણ ઉત્તેજિત થઈ બાહ્ય વિષયોમાં સુખનો ભાસ પેદા કરે છે. આત્મસન્મુખ થવામાં દુઃખ ચંચળતા કે વ્યાકુળતા પેદા કરે છે. છતાં પણ સદ્ગુરુના બોધે જે સાધક તે પ્રયત્નમાં થાકતો નથી, નિરંતર ભાવના કર્યા કરે છે, તેને આત્મસ્વરૂપની શ્રદ્ધા થાય છે, પ્રતિભાસ થાય છે, અને તેથી બાહ્ય વિષયોમાં દુખ અને આત્મચિંતવનમાં સુખનો અનુભવ થવા લાગે છે. પછી તે સાધક નિરંતર આત્મસન્મુખ રહેવાની ભાવના કરે છે. આમ છ માસ નિરંતર પુરુષાર્થ કરે તો શુદ્ધસ્વરૂપે પ્રગટ થાય છે.
૩િ૦૧] સવિશેષ યોગીજનોની દશા કંઈ આશ્ચર્યજનક છે. દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, નાશ થઈ જાઓ, છતાં તે નિર્મળ આત્માનું જ ધ્યાન કરે છે.
૩િ૦૨]. - શરીર, સંચર, ભોગાદિ આત્માને બાધક છે. તેના સ્વભાવોનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. જ્ઞાનની વારંવાર અનુભવરૂપ ભાવના કરવાથી ઉપયોગની સ્થિરતા થાય તે ધ્યાન છે. ભાવના કારણ છે, ધ્યાન કાર્ય છે. ભાવના વડે સંસાર દેહાદિ પદાર્થોને જાણવા તેનો યથાર્થ નિર્ણય કરી, રાગદ્વેષને દૂર કરવા અને પછી કોઈ એક શુદ્ધ પદાર્થનું ધ્યાન કરતાં જીવ ધ્યાન- અવસ્થાને પ્રાપ્ત થાય છે.
[૩૩] મિથ્યાત્વને સૂક્ષ્મ રીતે જાણો અને તેનો નાશ કરે.
બાહ્યવ્રતાદિક તે તો શરીરાદિ પર દ્રવ્યાશ્રિત છે. પરદ્રવ્યોનો આત્મા કર્તા નથી. પ્રતાદિક ગ્રહણ-ત્યાગરૂપ પોતાના શુભ ઉપયોગ થાય છે તે પોતાના જ આશ્રયે થાય છે. તેથી પોતે કથંચિત કર્યા છે. તેમાં કર્તુત્વ
૮૨ અમૃતધારા
Page #96
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ વડે મમત્વ કરવું તે શુભ ઉપયોગ બંધનું કારણ છે પણ મોક્ષનું કારણ નથી. બંધ અને મોક્ષ બંનેનું કારણ એક જ ન હોય. બંનેનું પ્રતિપક્ષીપણું છે. આથી વ્રત અવ્રતના વિકલ્પ રહિત ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ મોક્ષમાર્ગ છે. તેનો અર્થ એ નથી કે પ્રતાદિ છૂટી જાય છે પરંતુ તેમાંથી કર્તુત્વભાવ છૂટી જાય છે.
૩િ૦૪] યદ્યપિ જીવોની ભૂમિકાનુસાર શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં સુધી અશુભને છોડીને શુભમાં પ્રવર્તવું. શુદ્ધોપયોગની યોગ્યતા ન હોય અને શુભના નિમિત્તને ત્યજી દે તો અશુભયોગમાં અશુદ્ધતાની અધિકતા હોવાથી સદ્ગતિ જેવાં નિમિત્તો પણ પ્રાપ્ત થતાં નથી પરંતુ શુભોપયોગનાં સ્થાનો ધર્મપરિણતિ નથી તેવી સમજ રાખી શુદ્ધતા પ્રત્યે દૃષ્ટિ સ્થાપવી.
અશુદ્ધોપયોગ અને પદ્રવ્યરૂપ બાહ્ય અવ્રતાદિક પ્રવૃત્તિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેમ જ શુભોપયોગને અને વ્રતાદિની પ્રવૃત્તિને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વ્રતાદિના શુભોપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ માન્યો છે. વાસ્તવમાં શુભોપયોગ – અશુભોપયોગને હેય જાણી તેનો ઉપાય કરવો. શુદ્ધોપયોગને ઉપાદેય જાણી આદરવો. અર્થાત્ પ્રથમ અશુભોપયોગને ત્યજી શુભોપયોગ પ્રત્યે રહેવું પછી શુભોપયોગને ત્યજી શુદ્ધોપયોગમાં આવે તેવી મોક્ષમાર્ગના ક્રમની પરિપાટી છે. [૩૦૬]
શુભોપયોગમાં રોકાયા વગર શુદ્ધોપયોગનો પ્રયત્ન કરે તો શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય. વળી મિથ્યાષ્ટિનો શુભોપયોગ શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ. માત્ર સમ્યગ્ દૃષ્ટિને શુભોપયોગની નિકટ થતાં શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિને જેટલા પ્રકારનો રાગ ઘટ્યો તેટલું ચારિત્ર માને છે. જેટલો અંશ રહ્યો તે ચારિત્રમોહનીયનો ઉદય છે.
[૩૦] સમ્યગ્દષ્ટિ પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવમાં અહંમમત્વ કરતો નથી. સદા ઉપશમ ભાવને ભાવે છે. અવિરત સમ્યગ્દષ્ટિ ઇન્દ્રિય
અમૃતધારા ૮૩
Page #97
--------------------------------------------------------------------------
________________
વિષયમાં આસક્ત છે, વર્તમાનમાં આરંભાદિ છે, પણ તે જાણે છે કે મારા પર હજી મોહનો પ્રભાવ છે પણ મારા સ્વભાવમાં નથી, તેથી તેની દૃષ્ટિ શુદ્ધતા પ્રત્યે છે. [૩૦૮]
સ્વસમય : શુદ્ધ સચિદાનંદસ્વરૂપપૂર્ણાત્મા, અભેદ સ્વરૂપ સ્વાત્માની શ્રદ્ધા-રુચિ તે નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. તેવા આત્માનું અનુભૂતિજ્ઞાન તે સમ્યજ્ઞાન છે. તે જ આત્મામાં મગ્નતા, તન્મયતા, સ્થિરતા તે સમ્યક્ ચારિત્ર છે. આવા સમ્યક્દર્શન-જ્ઞાન-ચરિત્રની એકતાથી સ્થિત સ્વાત્માને જાણતો તેમાં જ પરિણમતો તે સ્વ-સમય(આત્મા) છે. જેમાં આત્માનું અમરગાન ગુંજે છે. [30]
પરસમય : આવો સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવી આત્મા અનાદિથી ૫૨૫દાર્થના નિમિત્તથી રાગાદિમાં જ એકત્વ થઈ તે રૂપે પરિણમે છે, ત્યારે તે પુગલકર્મોમાં તન્મય થાય છે તે પર-સમય છે, અાત્મા છે. સ્વ-સમયના સ્વાધીન સુખને ત્યજીને જીવ પરસમયપણે મહાદુ:ખ પામે છે. શુભના યોગે પોતે ભલે પોતાને સુખી માને પણ તે અજ્ઞાનતા છે.
[૩૧૦]
પર્યાયદૃષ્ટિએ જોતાં જીવ શુભાશુભ ભાવરૂપ પોતાને માને છે. પણ શુભાશુભ ભાવ પુણ્ય-પાપની પ્રકૃતિ છે જે જડકર્મને આધારિત છે. જો જીવ શુભાશુભના સ્વભાવરૂપે પરિણમે તો તેને જડરૂપે પરિણમવું થાય. પણ જીવ તો ચૈતન્યસ્વરૂપ છે, દ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયકભાવ શુભાશુભ ભાવે પરિણમતો નથી. પણ જ્ઞાયક શુભાશુભ ભાવને જાણે છે.
[૩૧૧]
સંસારી અવસ્થામાં અનાદિથી અપેક્ષાએ જીવનો કર્મપુદ્ગલો સાથે ક્ષીર-નીરવત્ સંબંધ છે. છતાં ક્ષીર-દૂધ દૂધરૂપે અને પાણીપાણી રૂપે રહે છે, તેથી છૂટા પડી શકે છે. તેમ જ્ઞાયક આત્મા શાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્દગલપણે છે. બંને સ્વતંત્રપણે પરિણમે છે પરંતુ વર્તમાનની અવસ્થામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તે કાયમી અવસ્થા નથી. તેથી
૮૪ * અમૃતધારા
Page #98
--------------------------------------------------------------------------
________________
આત્મા કર્મના સંયોગથી સર્વથા મુક્ત થઈ શકે છે.
[૩૧૨]
૫૨૫દાર્થો અને પરભાવોથી આત્મસ્વરૂપ ભિન્ન જ છે. પરંતુ સ્વયં આત્માનુભૂતિરહિત કોઈ બોલ્યા કરે કે આત્મા શુદ્ધ છે તો તે કેવળ શાબ્દિકતા છે. કારણ કે આત્મા જ્ઞાતાપણે શુદ્ધ છે જ પરંતુ પોતે વર્તમાન અવસ્થામાં શુદ્ધતાનો અનુભવ કરે તેને માટે આત્મા શુદ્ધ છે. અગર તો મોહાદિ અવસ્થામાં પર્યાયપણે આત્મા અશુદ્ધ છે. [૩૧૩]
આત્મા શુદ્ધ જ્ઞાયકપણે ક્યારે અનુભવમાં આવે ? પદ્રવ્ય અને પરભાવમાં જે કર્તાપણાનું ભાન છે, તે છોડો તો પરદ્રવ્યથી લક્ષ છૂટે, ત્યારે પર્યાય અંતર પ્રત્યે વળે અને શુદ્ધતાનું સેવન કરે ત્યારે આત્મા જ્ઞાયકપણે અનુભવમાં આવે. અર્થાત્ દ્રવ્ય તો શુદ્ધ છે પર્યાયમાં તેનું સેવન થવું જોઈએ ત્યારે શુદ્ધતાની પ્રીતિ થઈ કહેવાય. [૩૧૪] પર્યાયમાં વર્તમાન અવસ્થામાં જેને રાગાદિનો ૫દ્રવ્યનો અનુભવ છે તે પર્યાય પ્રત્યે જેની દૃષ્ટિ છે તો તે અશુદ્ધ છે. તત્ત્વ ભલે શુદ્ધ હો, ભલે જીવ કહે કે હું શુદ્ધ છું પણ તેને એ શુદ્ધની પ્રતીતિ નથી.
જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાયક છે. શેય પદાર્થોના નિમિત્તે શેયાકારે પરિણમતો નથી ત્યારે પણ જ્ઞાયક જ્ઞાનપણે પરિણમે છે. જાણવાયોગ્ય પદાર્થોનું જ્ઞાન થવું તે જ્ઞાનની અવસ્થા છે. [૩૧૫]
જેમ દીપકનો પ્રકાશ થાય ત્યારે તે ઘટપટાદિને જણાવે છે, પરંતુ પ્રકાશ સ્વયં ઘટપટાદરૂપે થતો નથી. અરે દીપકની જ્યોતિ પ્રગટે ત્યારે પણ દીપક દીપકરૂપે જ રહે છે તેમ આત્માનો જ્ઞાન ઉપયોગ ગમે તે પદાર્થોને જાણે ત્યારે તે પદાર્થમય થતો નથી જ્ઞાનમય જ રહે [૩૧૬]
છે.
અર્થાત્ આત્મામાં રાગાદિ મલિનતા અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગ નિમિત્તથી આવે છે. છતાં મૂળ સ્વરૂપ અન્યરૂપે પરિણમતું નથી. માત્ર ૫૨પદાર્થોના નિમિત્તથી અવસ્થા મલિન થાય છે. આમ જીવ સ્વરૂપે શુદ્ધ છતાં અનાદિથી કર્મસંયોગે મલિનતાને કારણે પરિભ્રમણ પામે
અમૃતધારા * ૮૫
Page #99
--------------------------------------------------------------------------
________________
૩િ૧૭] વ્યવહારનય અને નિશ્ચયનય અપેક્ષાએ પ્રતિપક્ષી હોવા છતાં બંનેની સહચારી સંધિ છે. તે સર્વજ્ઞ પરમાત્માની સ્યાદ્વાદશૈલીનું રહસ્ય છે. તેથી પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. કેવળ નિશ્ચયથી પરમાર્થ પ્રતિપાદન કરવો અશક્ય હોવાથી પરમાર્થને પ્રતિપાદક વ્યવહારનયને ગ્રહણ કરવો. અર્થાત્ એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. અર્થાત્ વ્યવહારનયનો સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જે શુદ્ધ નયને જાણી શ્રદ્ધાવાન થયા હોય, વળી નિશ્ચયથી ચારિત્ર્યવાન હોય તેમને શુદ્ધાત્માનો ઉપદેશ પ્રયોજનવાન છે. પરંતુ જે જીવો એવા અભેદને જાણતા નથી, શ્રદ્ધા ચારિત્રના પૂર્ણભાવને આદરી શક્યા નથી, હજી તેમની દશા અપૂર્ણ છે તેઓને વ્યવહારનય દ્વારા ઉપદેશ કરવો ઉચિત
૩િ૧૮] જ્ઞાનીજનો કહે છે કે જો તમે જિનવાણીને ચાહતા હોવ તેમાં શ્રદ્ધાવાન હોય તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોને તે પોતપોતાના ક્ષેત્રે ભૂમિકાનુસાર કાર્યકારી છે તેમ માનો. ૩િ૧૯].
જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હોવ તો વ્યવહાર-નિશ્ચય એ બંને નયોને ન છોડશો. કારણ કે વ્યવહાર વિના તત્ત્વની વસ્તુનો, મૂળસ્વરૂપનો નાશ થઈ જશે.” (શ્રી સમ્યકત્વસુધા) [૩૨]
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું, તથા જિનવચનોના કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, દેવદર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે.
જેમને શ્રદ્ધા-જ્ઞાન થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું અવલંબન છોડવારૂપ અણુવ્રત મહાવ્રત પંચ
૮૬ અમૃતધારા
Page #100
--------------------------------------------------------------------------
________________
પરમેષ્ઠિનું ધ્યાન, સમિતિ ગુપ્તિરૂપ્રવર્તન, તેમાં પ્રર્વતન કરનારની સંગતિ ક૨વી. શાસ્ત્રોનો અભ્યાસ કરવો. આ પ્રમાણે વ્યવહારમાર્ગમાં વ્યવહા૨ જાણવો પ્રયોજનવાન છે, તે આદરેલો પ્રયોજનવાન છે એમ નથી આદરેલો પ્રયોજનવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય જ છે. (સમયસાર દર્શનમાંથી) [૩૨૨] “વ્યવહારનય જો કોઈ સર્વથા અસત્યાર્થ માની છોડી દે તો શુભ ઉપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ થઈ ન હોય તેથી ઊલટો અશુભોપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તે સ્વેચ્છારૂપે પ્રવર્તે તો નકાદિ ગતિ પામી સંસારમાં ભ્રમણ કરે છે. માટે શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધાત્મા છે, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય થાયં સુધી વ્યવહાર જાણવો, પણ પ્રયોજનવાન છે એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.” [૩૨૩]
ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહારનય પ્રધાન છે અને અનુભવની પ્રક્રિયામાં નિશ્ચયનય પ્રધાન છે. યદ્યપિ આત્માના અનુભવમાં વ્યવહારનય પોતે જ ગૌણ થઈ ગયો છે. જ્ઞાનીજન જ્યારે વ્યવહારનયને હેય અથવા અસત્યાર્થ કહે છે ત્યારે તેને ગૌણ કરીને અસત્યાર્થ કહે છે. અભાવ કરીને નહિ. અન્ય સર્વથા એકાંતી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી. કા૨ણે કે વસ્તુ સર્વથા એકાંતનો વિષય નથી. [૩૨૪]
મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહે છે અને ત્રિકાળી ધ્રુવ નિજ શુદ્ધાત્માવસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે. તેને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગરૂપ તીર્થ અને નિશ્ચયને નહિ માનવાથી નિજ શુદ્ધાત્માતત્ત્વનો લોપ થવાનો પ્રસંગ ઊભો થશે. [૩૨૫]
નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું ‘સ્યાત્’ પદથી ચિહ્નિત જે જિનભગવાનનું વચન તેમાં જે પુરુષો ૨મે છે. તે પુરુષો સ્વયં મિથ્યાત્વકર્મના ઉદયનું વમન
અમૃતધાર * ૮૭
Page #101
--------------------------------------------------------------------------
________________
કરીને આ અતિશયરૂપ પમરજ્યોતિ પ્રકાશમાન શુદ્ધાત્માને તરત જ દેખે છે, તે શુદ્ધાત્મા નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી અચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થયો છે.
વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે.” નિશ્ચયનું ધ્યાન એ વ્યવહારનું વિશોધક છે. [૩૨૬]
જે સમ્યગૃષ્ટિ જીવ પોતાના આત્માને પોતાથી નિર્વિકલ્પરૂપ દેખે છે. વીતરાગ સ્વસંવેદન લક્ષણરૂપ જ્ઞાનથી જાણે છે અને બધા રાગાદિક વિકલ્પોના ત્યાગથી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે. એવા નિશયરત્નત્રયી પરિણત થયેલ પુરુષ જ મોક્ષમાર્ગી છે. અને તત્ત્વાર્થનું શ્રદ્ધાન, શાસ્ત્રનું જ્ઞાન અને અશુભ ક્રિયાઓના ત્યાગરૂપ સમ્યગ્દર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુશાસ્ત્ર વ્યવહાર મોક્ષમાર્ગને હે જીવ તું જાણ કારણ કે નિશ્ચયરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધન છે તેના જાણવાથી કોઈ સમયે પરમપવિત્ર પરમાત્મા થઈ શકાશે.
૩િ૨૭] પ્રથમ વ્યવહારરત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય ત્યારે જ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ થઈ શકે છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. જે
અનંત સિદ્ધ થયા અને થશે બધા પહેલા વ્યવહારરત્નત્રયને પામીને નિશ્ચયરત્નત્રરૂપ થયા છે. વ્યવહારરત્નત્રય સાધન છે નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય તેનું શ્રદ્ધાને તેના સ્વરૂપનું જ્ઞાન અને શુભક્રિયારૂપ આચરણ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અને નિજ આત્માનું સમ્યફશ્રદ્ધાન, સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપમાં આચરણ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ નથી તે ન્યાયે વ્યવહાર સમ્યકત્વ વિના સાધ્યની પ્રાપ્તિ નથી. નિશ્ચય સમ્યકત્વ રહિત વ્યવહાર સમ્યત્વથી મોક્ષની પ્રાપ્તિ નથી.
[૩૨૮]. આત્માની પૂર્ણ અવસ્થા મોક્ષમાર્ગ છે. દ્રવ્યાદિ સર્વકર્મોથી ભિન્ન પોતાનું ત્રિકાળી ધ્રુવ’ યથાર્થ સ્વરૂપ જેવું છે. તેવું જ શ્રદ્ધાન જ્ઞાન કરી તેનો અનુભવ કરવો, દ્રવ્ય સ્વરૂપમાં એકાગ્ર તન્મય આત્મમય
૮૮ અમૃતધારા
Page #102
--------------------------------------------------------------------------
________________
થઈ જવું તે નિશ્ચય મોક્ષમાર્ગ છે.
૩િ૨૯] સમ્યગુદર્શન સમ્યજ્ઞાન, સમ્યગુચારિત્ર ત્રણે જુદાં જુદાં મોક્ષનાં કારણ નથી. તેમજ ત્રણેની એકતા પણ મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. પરંપરા મોક્ષનું કારણ છે તેથી તે વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય. મોક્ષ એક જ છે તેનું માત્ર નિરૂપણ વ્યવહારનિશ્ચય બે પ્રકારે કહેલું છે. [૩૩૦].
કેવળ નિશ્ચય કે કેવળ વ્યવહારનયનું પ્રયોજન વાસ્તવિક નથી. મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ શ્રુતજ્ઞાનમાં છે. સમ્યગૂજ્ઞાની મુખ્યને નિશ્ચય કહે છે, ગૌણને વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય-દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા હોય છે. જોકે આપણા સાંસારિક વ્યવહારમાં મુખ્ય-ગૌણની પદ્ધતિ છે તે આપણે સ્વીકારી લઈએ છીએ. પણ સ્વરૂપના અનધ્યાસને કારણે આપણે તે સ્વીકારી લેતા નથી.
[૩૩૧] આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ ત્યારે કોને જોવા માટે ? અરીસાને કે ચેહરા-પ્રતિબિંબને? મુખ્યતા કોની છે? અરીસાને ગૌણ કરી પ્રતિબિંબ જોઈએ છીએ. વળી અરીસામાં જ્યારે તમે તમારું પ્રતિબિંબ જુઓ છો ત્યારે તે ક્ષેત્રમાં રહેલા પદાર્થનું પ્રતિબિંબ પણ તેમાં જણાય છે. તો પણ આપણે જ આપણા પ્રતિબિંબની મુખ્યતા કરીને અન્ય પદાર્થોના પ્રતિબિંબની ગૌણતા કરીને આપણા જ પ્રતિબિંબને જોઈએ છીએ. તેમાં આત્મીયતા કરીને જોઈએ છીએ. પ્રતિબિંબ જોતાં પણ નિર્ણય પોતાનો જ કરીએ છીએ. [૩૩૨]
શાસ્ત્રમાં આવે છે કે અરિહંતનું ! સિદ્ધનું ધ્યાન કરો.અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે તેમ સિદ્ધોમાં આપણા સ્વભાવનું પ્રતિબિંબ દેખાય છે. સિદ્ધોનું સ્વરૂપ જોતાં સમજાય છે કે તેઓનો જેવો સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ થયો છે. હવે એ સ્વભાવ તો જીવમાત્રમાં છે. માટે સિદ્ધોનું ધ્યાન કરતાં આપણને આપણા સ્વભાવનું ભાન થાય છે. તે ોિની અવસ્થા માટે નહિ પણ આપણા સ્વભાવનું પ્રતિબિંબ છે માટે. એવી ભાવનાથી ધ્યાન કરીએ તો તે ધ્યાન છે.
૩િ૩૩ અમૃતધારા ૮૯
Page #103
--------------------------------------------------------------------------
________________
વાસ્તવમાં આપણી સમસ્યા ધ્યાન કેવી રીતે કરવું તે નથી પણ ધ્યાનનું ધ્યેય જ સમજાતું નથી. તે વિષેનું અજ્ઞાન જ સમસ્યા છે. એટલે જીવો અનેક પ્રકારના ધ્યાન કરવા દોડે છે. કારણ કે અરિહંતાદિના સ્વરૂપનું અજ્ઞાન છે. તે અરિહંતાદિ પોતામાં મૂર્તિમંત કરવા એ ધ્યાન છે. જેના વડે જીવ કર્મોથી સર્વથા મુક્ત થાય છે. ૩િ૩૪] ભાવમન-દ્રવ્યમના
ગુણદોષોનો વિચાર અથવા સ્મરણાદિરૂપ આત્માના ઉપયોગને ભાવમન કહે છે. એ વિચાર અને સ્મરણાદિ સન્મુખ થયેલા આત્માના ઉપયોગને ભાવમનને સહાયતા કરવાવાળા પુદ્ગલ પિંડને દ્રવ્યમન કહે છે. આત્માનું પરિણમન, પરિણામ, પરિણતિ તેને ઉપયોગ કહે છે. આત્માના પરિણામ જે ચૈતન્યગુણની સાથે રહેવાવાળા છે. તે ઉપયોગ છે પદાર્થને જાણવાનો જે વ્યાપાર તે ઉપયોગ છે. અર્થાત્ જીવનો સ્વભાવ જાણવાનો છે.
[૩૩૫] કર્મસંયોગે દેહાદિ, પુદ્ગલનો સંબંધ, રાગાદિ વિભાવ અને શબ્દવિચાર-વિકલ્પ ઉપર કેવળ જાણનાર જેનો સ્વભાવ છે તેવા આત્માનો શું અધિકાર હોય ? જીવના વિકલ્પ, ઇચ્છા, આજ્ઞા અને પ્રયત્ન પ્રમાણે દેહાદિ કાર્ય કરતા હોય તો જીવને ન ગમતા પદાર્થો, રોગ, શોક, દુઃખ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ કેમ આવે? તે સર્વે પૂર્વકર્માનુસાર ઘટતી અવસ્થાઓ તીર્થંકર ચક્રવર્તીઓ કે રાજા મહારાજા પણ ફેરવી શક્યા નથી. જીવન પરનું કંઈ કરવાના મિથ્યા મમત્વાદિ શા માટે! જો વિભાવને તું રોકી શકે તો તો તારું કામ થઈ જાય, તું વીતરાગી થઈ જાય, વિભાવને રોકવાથી વીતરાગી થવાતું નથી. [૩૩૬]
રાગાદિ જેમ સારા નથી તેમ તારા પણ નથી તું રાગાદિ કરી શકે છે તેમ માનતો હોય તો તેને તે દૂર કરી શકે છે એટલે તું ન તો તેને રાખી શકે છે કે દૂર કરી શકે છે તે તેના સમયે આવે છે જાય છે. તું કેવળ સ્વભાવમાં રહે તો, રાગાદિ આવે કે જાય
0 2 અમૃતધારા
Page #104
--------------------------------------------------------------------------
________________
તને શું લાભ કે હાનિ છે !
૩િ૩૭] તત્ત્વદૃષ્ટિએ, નિશ્ચયથી સ્વભાવમાં ઠરવાનું છે. નિશ્ચયનો આશ્રય લીધા વગર મનનો નિગ્રહ થતો નથી. મિથ્યાભાવનું પોષણ થતાં રાગાદિમાં એકત્વ વધતું જાય અને ધર્મક્રિયા ભાવરહિત ગતાનુગતિક થતી જાય. વાસ્તવમાં વૈરાગ્યવાસિત આત્માર્થીને એકે નયની જરૂર નથી. એ સર્વે આત્માને સ્વસ્વરૂપે ગ્રહણ કરવા માટે છે. વીતરાગ દશા પ્રગટ થયેલા ઉપશમભાવવાળા મહાત્માઓનો એ સર્વ ઉપદેશ વીતરાગદશા પ્રગટ કરવા માટે છે.
૩૩૮] દેવ ગુરુનો ઉપદેશ જીવને સન્મુખ થવા માટે છે. અમને ગુરુ મળી ગયા હવે અમારા કર્મનો નાશ તેઓ કરી દેશે. તમારે તેમને સમર્પિત થઈ જવાનું છે. પછી કંઈ ચિંતા નહિ એ ભ્રમ છે. આપણે મુસાફરી કરવા સ્ટેશને જઈએ ત્યારે સામાનનો ભાર મજૂરને માથે મૂકી દીધો પછી તારે કંઈ ચિંતા ખરી ? અરે મજૂરની પાછળ બરાબર ચાલે છે. એ સામાનની ચિંતા તું કરે છે કે મજૂર કરે છે? પછી ગાડીમાં બેસે ત્યારે ભાર તારી પાસે રહે છે કે મજૂર પાસે? તેમ તારે ગુરુની આવી પોકળ માન્યતા માટે વિચારવું. તારા કર્મ તો તારી સાથે જ રહેવાનાં છે. તારે જ તેને નાશ કરવાનાં છે. [૩૩૯]
જ્ઞાની કે અજ્ઞાની સંયોગોને કોઈ ફેરવી શકતું નથી. કારણ કે સંયોગો પદ્રવ્ય છે. સંયોગોને આધીન થઈ જીવ સંયોગી ભાવ, મોહ, રાગદ્વેષાદિ વિભાવ કરે છે. અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ, અનંતાનુબંધી રાગદ્વેષરૂપ સંયોગી ભાવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીજનોને તત્ત્વનો યથાર્થ નિર્ણય હોવાથી એવા સંયોગી ભાવ પેદા થતા નથી અને જે કંઈ કષાયના રસ રહ્યા હોય છે તે પણ વીતરાગભાવની વૃદ્ધિ થતાં શમી જાય છે.
[૩૪] પ્રારંભિક સાધકના સાધનાકાળમાં એવું બને છે કે સ્વની વિસ્મૃતિનો ગાઢ સંસ્કાર છે, પરરૂપને જ પોતાનું જાણ્યું છે, તે સંસ્કાર
અમૃતધારા ૯૧
Page #105
--------------------------------------------------------------------------
________________
દઢ થયેલો છે ત્યાં પુણ્યયોગે કોઈ પ્રબળ નિમિત્તયોગ થઈ જાય અને સાધક સાવધાન હોય તો સ્વસ્મૃતિ પર જામેલી રાખ ખંખેરી શકે પણ જો એ પણ મોહની પ્રબળતાએ ચૂક્યો તો પુનઃ એવો યોગ મળવો દુર્લભ હોય છે.
[૩૪૧] પરરૂપ સ્વરૂપ નિહારત મનમેં અતિ હરખાયો પુદ્ગલ કા સબ દેખ પસારા તાહિમેં ભરમાયો,
હો નમિજિન મૈ નિજ રૂપ ન જાન્યો.” ઔદયિક, ઉપરામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક આ પાંચ ભાવોમાં પરમશુદ્ધ પારિણામિક ભાવ જે સ્વરૂપથી અભેદ છે. તે મોક્ષરૂપ/ ધ્યેયરૂપ છે. યદ્યપિ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે પરમશુદ્ધ પારિમાણિક ભાવની પ્રાપ્તિના હેતુભૂત, શુદ્ધ ઉપાદાનરૂપ હોવાથી મોક્ષનું કારણ છે. ઉત્તરોઉત્તર આત્મઉત્થાન કરનાર હોવાથી ધ્યાનરૂપ છે.
ઔદયિકભાવ મોહનીય કર્મના બંધના કારણભૂત હોવાથી હેય છે, જ્યારે કાલલબ્ધિ વિગેરેના નિમિત્તથી ભવ્યત્વ શક્તિની પ્રગટતા થાય છે ત્યારે શુદ્ધાત્મા સન્મુખ જે પરિણામ થાય છે તે ભાવનારૂપ છે. એ મોક્ષનો ઉપાય છે, તે રત્નત્રય સ્વરૂપ છે. તે રત્નત્રય આત્માના અનુભવરૂપ છે. મોક્ષના કારણે થતા ભાવોમાં ઉપયોગને સ્થિર કરી સ્વસ્વરૂપનો અનુભવ કરી આત્મસુખનો લાભ કરવો યોગ્ય છે.
ઔદયિક, ઉપરામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક આ ચાર ભાવો પર્યાયરૂપ છે. પરંતુ શુદ્ધ પારિમાણિકભાવ દ્રવ્યરૂપ છે. જોકે જીવ મૂળ સ્વરૂપે દ્રવ્ય કે પર્યાયરૂપ નથી. અપેક્ષાએ બંને વસ્તુના આધારભૂત
[૩૪૨] જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ પારિણામિકભાવની અવસ્થાઓ છે. તેમાં શક્તિરૂપ જીવત્વ પરમશુદ્ધપારિણામિકભાવ, નિાવરણ, બંધમોક્ષની પર્યાયની પરિણતિરહિત ત્રિકાળ એકરૂપ રહેલ છે. બાહ્ય દશપ્રાણરૂપ જીવત્વ ભવ્યત્વ કે અભવ્યત્વ તે પર્યાયરૂપ હોવાથી તે
૯૨ - અમૃતધારા
Page #106
--------------------------------------------------------------------------
________________
અશુદ્ધ પારિણામિક ભાવ છે.
૩િ૪૩] ઔદયિક આદિ ચાર ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિકારોવાળા છે, પરમપરિણામિકભાવ એવા વિકારોરહિત છે. ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને કારણે પરમસ્વભાવ છે. તે સર્વે કર્મોને છેદવા સમર્થ છે પરંતુ આ પરમભાવ, ત્રિકાલ નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી વિરુદ્ધના તીવ્ર મિથ્યાત્વના
ઉદયથી વિદ્યમાન હોવા છતાં કુદૃષ્ટિને અવિદ્યમાન છે. કારણ કે મિથ્યાદૃષ્ટિને પરમભાવના વિદ્યમાનતાની શ્રદ્ધા નથી. [૩૪૪].
અભવ્યોને શક્તિ અપેક્ષાએ પરમભાવપણું છે પરંતુ જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણના રાશિને સુવર્ણપણું છે પણ તે વ્યવહારયોગ્ય થતું નથી તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું હોવા છતાં પ્રગટ થતું નથી. કારણ તે જીવો તે પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે. જેમ યોગ્ય ગાય ભેંસના પેટમાં ઘાસ જાય તો દૂધ બને. ઘોડા ગધેડાના પેટમાં જાય તો ન બને. તેમ અભવ્યો ચારિત્ર પાળે તો પણ મુક્તિ ન પામે.
૩િ૪૫ આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેની ફળશ્રુતિ સમતાભાવ છે. ચંદનનો સ્વભાવ સુવાસ છે, તે દરેક અંગમાં વ્યાપક છે. બાળો, ઘસો, છોલો, તો પણ સુવાસ અને શીતળતા જ આપે એમ આત્મા દરેક પરિસ્થિતિમાં સમતામાં જ ટકે. ઉપસર્ગ હો, પરીષહ હો, પ્રતિકૂળતા હો, કોઈ પણ પ્રકારના ઉપદ્રવ હોય, દરેક પરિસ્થિતિમાં આત્મા સ્વભાવરૂપ સમતા જ રહે તે મોક્ષનો અધિકારી છે.
૩િ૪૬] અન્યથા અન્યના વિખકારક વ્યવહાર સમયે જીવમાં વિષમતા થવી તે વિભાવદશા, અધમદશા છે. વળી જીવ વિચારે કે મારા નિમિત્તે આ જીવને કલુષિત પરિણામ થયા એવી ભાવદયા એ શુભભાવ છે પરંતુ તે પરલક્ષી હોવાથી તે મધ્યમદશા છે. જીવને આ વિકલ્પથી આગળ વધવાનું છે. પરલક્ષને બદલે વિકલ્પરહિત સમતારૂપી
અમૃતધારા ૯૩
Page #107
--------------------------------------------------------------------------
________________
સ્વભાવમાં સ્થિર થવું તે ઉત્તમ દશા છે. તે મોક્ષપ્રાપક યોગદશા છે. એ શ્રેણીએ આરૂઢ જીવોનો સમાયોગ છે. [૩૪૭]
આ સમતાયોગમાં ફળની આકાંક્ષા નથી. પુરુષાર્થના અપ્રયોજનનો વિકલ્પ નથી. કોઈ ધર્માચરણ કરી શુદ્ધ થવું તેવો મનોભાવ નથી. મને ધ્યાનાદિ સારા થાય છે વિગેરે પ્રકારના ભાવો સાધકને ઉપરની ભૂમિકામાં પણ હોય છે, પરંતુ આ સમતાયોગની પરાકાષ્ઠા એ છે કે પરમશાંતમય અસંગ નિજસ્વભાવમાં આત્મવીર્ય ઉલ્લસિત થઈ સર્વકર્મક્ષયની ભૂમિકામાં સહજ પ્રવેશે છે, આગળ છું કે પાછળ છું. મારો વિકાસ થતો જાય છે. સમજણ વધતી જાય છે તેવા વિકલ્પોનો ત્યાગ કરી મુનિમહાત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દૃષ્ટિને જમાવે છે. જેના કારણે શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપમાં જ રમણતા કરે છે. કર્મોથી સર્વથા મુક્ત થાય છે.
| [૩૪૮] રાગાદિ વિભાગ પરિણામ નિશ્ચયથી આત્મામાં થાય છે, દેહમાં થતાં નથી. પરંતુ પુગલના નિમિત્ત પામીને થતા હોવાથી પૌગલિક-જડ છે. ચેતનાના નથી. રાગાદિની ઉત્પત્તિ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી થતી નથી. આત્મામાં થતાં જણાતા છતાં તે ઔપાધિક, ક્ષણિક, કર્યજનત, પુદ્ગલ આશ્રયી હોવાથી શુદ્ધાત્માથી પર સમજવા તેમ બોધ પામીને જીવ રાગના વિકલ્પોને છોડી રાગમાં આત્મબુદ્ધિ-સુખબુદ્ધિને ત્યજી આત્માને રાગના જ્ઞાતાપણે ધારણ કરવો.
૩િ૪૯] યદ્યપિ જીવ જાણે કે હું રાગાદિનો માત્ર જ્ઞાતા છું કર્તા નથી. છતાં દેહના સંયોગે ઉદયાધીન વૃત્તિ પ્રવૃત્તિ થવાની એ ઉદયને રોકી શકાતો નથી. પણ કર્મના વિપાક-ઉદય સમયે જીવ મમત્વ કે એકત્વબુદ્ધિ ન કરે, કર્મના ઉદય વખતે વિભાવદશામાં બોધની પરિણતિ ટકી રહે કે હું તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છું. તો કર્મે કરી જીવ બંધનનો ભેદ છેદ કરી સ્વરૂપપ્રાપ્તિ કરે.
[૩૫]] સ્વરૂપને યથાર્થપણે સમજવાથી જ પરિણામ સ્વયં પલટી જાય
૯૪ અમૃતધારા
Page #108
--------------------------------------------------------------------------
________________
છે. તે પહેલાની ભૂમિકામાં બહારમાં કંઈ ધાર્મિક કાર્યો કે ક્રિયા કરવાના ભાવ થાય છે. વળી ક્યાંક સ્વાધ્યાય ચિંતન આદિ ભાવ થાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને પણ અશુભભાવથી દૂર રહેલા શુભભાવ આવે છે. તેઓ જિનભક્તિ આદિ કરે છે. છતાં પોતાની અંતરદૃષ્ટિ પલટાઈ હોવાથી તે પર્યાયની સ્વતંત્રતા પણ જાણે છે કે મારે પર્યાયને ફેરવવાની નથી. પરમાર્થથી આત્મસ્વરૂપ છું એવા બોધથી વિપરીત ભાવો છૂટી જાય છે. સ્વયં જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાય જ સમ્યપણે પરિણમે છે. શુદ્ધિ આપમેળે થયા જ કરે. આત્માર્થી જીવને આવી પ્રબળરુચિ હોય છે. જે પરની રુચિને ફેરવતો નથી અને ઉપયોગને ફેરવવા માગે છે તેને માર્ગ પ્રાપ્તિ નથી થતી.
૩િ૫૧] ભૌતિક જગતમાં જીવ બહાર કંઈ કરે છે અને મળે છે તેથી અનાદિની ભ્રાંતિ/સંસ્કારનો એવો ઘેરો છે કે એ જીવ જ્યારે પરમાર્થમાર્ગમાં આવે છે ત્યારે પણ એને એમ થાય છે કે મારી બહારની અવસ્થાઓને ફેરવી શકું છું. ઘણાં કાર્યો કરી શકું છું. આથી તે પરમાર્થ માર્ગ પણ કંઈ કરવાના અહમાં કિર્તુત્વભાવ કરે છે. હવે જો તે પહેલા પગથિયે પગ ઉપાડીને બીજે પગથિયે મૂકે નહિ તો સીડી ચઢી શકવાનો નથી. અર્થાત્ પરકર્તુત્વ ત્યજે નહિ તો પરમાર્થ સાધી ન શકાય.
[૩૫૨] જીવ હાથમાં રહેલી તુચ્છ વસ્તુને છોડે નહિ તો તે હાથમાં મૂલ્યવાન વસ્તુ લઈ શકવાનો નથી. યોગ્યતા પ્રમાણે શુભાશુભ ભાવ થાય છે. તેનો તું માલિક ન થઈશ. પણ જાણનારો રહીશ તો તે ભાવો પણ છૂટી જશે. અંતઃકરણની નિર્મળ સમ્યફ પ્રજ્ઞા વડે, જ્ઞાતા દ્રષ્ટાભાવના આશ્રય વડે શુદ્ધ આત્મજ્ઞાનના અવલંબનથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. આમ ઉપરની ભૂમિકામાં પ્રવૃત્તિનિવૃત્તિમય સંયમની વાસ્તવિકતાને સમજવાથી જિનાજ્ઞાનું પાલન થાય
[૩પ૩] તો પછી પુરુષાર્થ શું કરવો? અંતરંગ પરિણતિ પર દષ્ટિ કરવાને
અમૃતધારા ૯૫
Page #109
--------------------------------------------------------------------------
________________
બદલે બહારની પર્યાયોમાં ફેરફાર કરવો એટલે ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાઓ જે સ્વયં પરિવર્તનશીલ છે તેમાં ફેરફાર કરવો, પુરુષાર્થ કરવો તે ભ્રાંતિ છે પરંતુ દ્રવ્ય, ગુણ અને પર્યાયના યથાર્થ સ્વરૂપને સમજી વૈકાલિક એવા શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવો તે પુરુષાર્થ છે. દષ્ટિ ત્યાં સ્થાપન કરવી. વસ્તુના સ્વરૂપને જાણવું. પરના સ્વરૂપ પ્રત્યે નિર્લેપ રહેવું તે અંતરંગ પુરુષાર્થ છે. જોકે આ અપ્રમત્ત દશાની ભૂમિકા છે. તે સિવાય જ્ઞાતા દ્રષ્ટાભાવની સાધના શક્ય નથી. [૩૫૪]
કર્મજન્ય વિકારના સંયોગરહિત મૂળમાં હું શુદ્ધ ચેતનતત્ત્વ છું આવી ધારણા કે શ્રદ્ધાના અભાવે જીવ કર્મોદયના ધક્કે ચઢ્યો છે. પૂર્વકૃત કર્મનો ઉદય તેના કાળે થવાનો હોય છે ત્યારે થાય છે ત્યાં તારો પુરુષાર્થ એ છે કે તે કર્મરૂપ હું નથી એવા દઢ નિર્ણય વડે તે કર્મોદયથી થતી માનસિક વાચિક કે કાયિક ક્રિયાઓના જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ભવિતવ્યતા પ્રમાણે તે અવસ્થાઓ ઉત્પન્ન થશે અને જશે. તારે શું કરવાનું? ખલકનો ખેલ ઉદાસીન ભાવે જોવાનો અને પરિણામને ચૈતન્યસ્વભાવમાં ટકી રહેવા બળ કરવું, આ આત્મપુરુષાર્થ
[૩૫૫] લોક સ્થિતિ, કર્મસ્થિતિ, નિયતિ, દેહ, પૌદ્ગલિક ક્રિયાઓ રાગદ્વેષાદિક ભાવ, વિકલ્પ–સંકલ્પના પરિણામો વગેરે સ્વકતૃત્વ સ્વીકારવા તૈયાર થાય, સ્વયંપરિણમન) ત્યારે લોકસ્થિતિ વગેરેમાંથી જે કોઈમાં કાયિકાદિ ક્રિયા, વિભાવ પરિણામ વગેરેનું કર્તૃત્વ સંગત થાય તેને તેનું કર્તુત્વ યોગ્ય દૃષ્ટિકોણથી જેનું છે તેને સોંપી પોતાના માથેથી ભ્રાંત કર્તુત્વનો ભાર ઉતારીને પોતાનું લક્ષ્ય, ઉપયોગ અને પરિણતિરૂપે સાક્ષીમાત્ર ચૈતન્ય સ્વભાવમાં લીન થવું, આ આભ્યન્તર તાત્ત્વિક પુરુષાર્થ છે.
૩૫૬] છતાં વ્યવહારનયનો ઉપદેશ તે તે ભૂમિકાએ ઉપયોગી છે. અગર તો સ્વચ્છેદનું પોષણ થાય છે. સંસાર છોડો. મોક્ષ મેળવવા જેવો
૯૬
અમૃતધારા
Page #110
--------------------------------------------------------------------------
________________
છે. રાગ છોડો, અપ્રશસ્ત રાગને બદલે પ્રશસ્ત રાગ કરો, વિકલ્પને શમાવો, ઉપયોગને, ભાવને અંતરમાં વાળ, ચિત્ત શુદ્ધિ કરો, અંતરદૃષ્ટિ કરો વિગેરે ઉપદેશની પદ્ધતિ વ્યવહારનયની અપેક્ષાએ વર્તમાન ક્ષણિક પર્યાયમાં તાદાસ્યવૃત્તિના જીવને, સ્વકતૃત્વવાળા જીવો માટે ઉપકારી છે. તેથી ગુરુજના સદ્ધયવહારમાં જીવોને જોડે છે. વળી તે સદ્વ્યવહારમાં પ્રભાવ જીવને પોતાની યોગ્યતા મુજબ શુદ્ધ નિશ્ચયરૂપ પરિણતિને પ્રગટ કરનારી છે. માટે સાધકે પોતાની યોગ્યતા મુજબ માર્ગદર્શન મેળવી તે પ્રમાણે પ્રવર્તવું. કારણ કે રાગાદિનો ત્યાગ કરો વિગેરે ઉપદેશનો મૂળ આશય વિભાવનો આશ્રય ત્યજી સ્વભાવનો જ આશ્રય કરવાનો છે. પ્રકાશ થતાં અંધકાર દૂર થાય છે તેમ સ્વભાવ પર ઝોક આપતાં રાગદશા દૂર થાય છે. રાગાદિના પદાર્થો અનેક છે. એક છોડો ને બીજું વળગે.. સ્વભાવ એક અને અખંડ છે. તેથી એકને જ વળગી જવું.
[૩પ૭]. સ્વકાર્ય અને ભૂમિકાને લક્ષમાં રાખીને સાધક અલગ અલગ અવલંબનને ગ્રહણ કરે છે, વળી પૂર્વના આરાધનના બળવાળો સાધક પ્રથમથી જ તાત્ત્વિક સામગ્રીને વ્યવસ્થિત રીતે આરાધીને સ્વીકાર્યમાં આગળ વધે છે. આમ વિવિધ પ્રકારના જીવોની ભૂમકિા પ્રમાણે વ્યવહારનિશ્ચય બંને પદ્ધતિ પ્રમાણસર છે. ગુરુજનોના યોગ્ય માર્ગદર્શન વડે સાધકે ઉદ્યમ કરવો પણ ભ્રમમાં રહેવું નહિ. જે માર્ગે જીવને વૈરાગ્યભાવની દઢતા થાય તેવો સાનુબંધ થાય તે માર્ગે ચાલવું. ભૂમિકાથી અધ્ધર ફોગટ ભ્રમણમાં ન જવું. [૩૫૮]
- જ્ઞાનીજનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીવ કર્મથી, તે પ્રકારની ક્રિયા દ્વારા બંધાયો છે તેમ તેની પ્રતિપક્ષી ક્રિયાયોગની સક્રિયાઓના અવલંબન દ્વારા ચિત્તશુદ્ધિ કરી ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં ઠરતો જાય છે. ત્યારે ક્રમે કરીને અવલંબન સ્વયં છૂટી જાય છે. આમ પોતાની ભૂમિકા પ્રમાણે યોગ્ય પ્રવર્તન થવું જોઈએ. પણ ભ્રમમાં પડી પ્રમાદ ન સેવવો. કારણે કે આખરે સક્રિયાયોગ અને જ્ઞાનયોગનું અવલંબન
અમૃતધારા ૯૭
Page #111
--------------------------------------------------------------------------
________________
મુક્ત થવા માટે છે. પરાવલંબન છોડવાનો ઉપદેશ સ્વભાવ આલંબનની વૃદ્ધિ માટે છે.
૩િપ૯] અરીસામાં આપણે આપણું મુખ નહિ પણ મુખનું પ્રતિબિંબ જોઈએ છીએ. પરંતુ વ્યવહાર કથન પદ્ધતિ છે કે આપણે મુખ જોઈએ છીએ. અરીસામાં કંઈ મારું મુખ પેસી ગયું નથી. વળી અરીસામાં આપણા મુખ પર ડાઘ દેખાય તો અરીસાને સાફ કરતા નથી પણ મુખ પરનો ડાઘ સાફ કરીએ છીએ. એથી સમજાય છે કે નિશ્ચયથી મુખ મારું છે, અને વ્યવહારથી મુખ અરીસામાં જણાય છે. આમ આપણે લૌકિક કથનને બરાબર સમજીને અર્થ કરીએ છીએ. પણ શાસ્ત્રકથનને સાંભળીને આપણે શંકા ઉઠવીએ છીએ. વાસ્તવમાં શાસ્ત્રજ્ઞાન દ્વારા આપણે સ્વરૂપ નિર્ણય કરવાનો છે. [૩૬]
પુણ્યયોગે મળેલી સામગ્રીથી રોજે ઇન્દ્રિયોને મળતા અનુકૂળ પદાર્થોમાં રાગને કારણે સુખનો અનુભવ થાય છે. એટલે આત્મિક સુખ વિષે સાંભળીએ તોપણ તેનો ભાવ થતો નથી. [૩૬ ૧]
જ્યાં ચેતના-જ્ઞાનમાં અલ્પતા છે, અજ્ઞાન છે ત્યાં સુધી આત્મિક સુખની વાત ન સમજાય. પરંતુ જેમણે સાચું સુખ અનુભવ્યું તેના વચન પર વિશ્વાસ મૂકી ઇન્દ્રિયસુખો દુખરૂપ જ એમ નિર્ણય કરે તો સાચા સુખને માર્ગે જવાય.
[૩૬ ૨]. સાચા સુખનો શાશ્વત માર્ગ સર્વજ્ઞવીતરાગી તીર્થકરોએ જાણ્યો જોયો અનુભવ્યો અને પ્રકાશિત કર્યો. સર્વજ્ઞ તીર્થંકરનો યથાર્થ નિર્ણય કરનારને જ એમના વચન પર વિશ્વાસ આવે, સર્વજ્ઞ સ્વભાવની
ઓળખાણ થાય. મિથ્યાત મંદ કરવાનો આ ઉપાય છે. ક્રમે કરીને મિથ્યાત્વ નાશ થતાં સમ્યકત્વ પ્રગટ થાય છે. જે સ્વરૂપપ્રાપ્તિનું અમોઘ કારણ છે.
(૩૬૩]. અનાદિકાળથી કર્મથી મલિન એવા આત્મઘરના મિથ્યાત્વના) ઘોર અંધકારમાં સફાઈ કરવાની છે તે માટે પ્રથમ તો પ્રકાશ જોઈશે
૯૮ અમૃતધારા
Page #112
--------------------------------------------------------------------------
________________
કે હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું! આવા આત્મવિચારનો દીવો-પ્રકાશ લઈને વિષયો અને કષાયોના નિમિત્તોથી દૂર રહે, શીલસદાચારનું પાલન કરે / જીવો સાથે મૈત્રી કેળવે / નિરપરાધી જીવોની રક્ષા કરે | સત્ સમાગમ કરે, દોષ-દર્શન કરે, ગુણગ્રહણતા કેળવે, આમ મોક્ષપુરુષાર્થ કરે, ત્યારે કર્મની મલિનતા ઘટે, મિથ્યાત્વનો અંધકાર દૂર થાય, અત્યંત હળુકર્મી બને. આત્મશક્તિમાં પૂરો સભાન રહે ત્યારે માર્ગે ચઢે. કર્મની વિષમતા એવી છે કે પલટો મરાવી દે. માટે ગુરુગમ ગુરુ પ્રભાવમાં રહેવાથી દુર્વાર એવા કામ ક્રોધાદિ જિતાય છે ત્યાર પછી દઢ પ્રણિધાન દ્વારા કટિબદ્ધ રહેવું. ભલે થોડો વિલંબ થાય પણ આત્માની નિર્મળ પરિણતિનો આશ્રય લઈ આગળ વધવું. તે વ્યવહારશુદ્ધ પછીની વિકસતી નિશયદૃષ્ટિ છે.
[૩૬૪] સાધુજનોને પરીષહો સહેવા તે વ્યવહારચારિત્ર છે. તેઓ સંસારનો ત્યાગ કરે ત્યારે શરીર તો સાથે હોય છે. સાધનામાર્ગથી સાધુ નીચે ન આવે તે માટે પરીષહો છે. તે પરીષહો સહન કરીને શરીર બધી પરિસ્થિતિમાં અભ્યસ્ત થઈ જશે. એટલે શારીરિક વેદના સમયે શરીર શરીરનું કામ કરશે. સાધક સાધકનું કાર્ય કરશે. શરીરના સ્તરના પરીષહોની સાધકના ચિત્તમાં કોઈ નોંધ નથી આવતી. પરભાવ સ્વયં જ ક્રમે ક્રમે નિષ્ક્રિય બને છે.
[૩૬૫] પરીષહ સહનાદિક પકારો એ સબ વ્યવહારા
નિશ્ચયગુણ ઠરણ ઉદ્યરા, લહત ઉત્તમ ભવપાશે.” સાધુમાં સાધના ઘૂંટાઈ જાય ત્યારે સાધનાને શરૂ કરવાની જરૂર નથી રહેતી. સમિતિ ગુપ્તિ પરીષહ ઉપસર્ગ બેસવું ઊઠવું બધું જ ધ્યાન છે. અંતરંગમાં ધ્યાનદશા સતત ચાલુ છે. ત્યાં વિકલ્પો શમી જાય છે. કારણ વિકલ્પો કે વિચારો સ્વસ્વરૂપ નથી, તે પરદશા છે. સાધુ તેનાથી ઉપર છે.
[૩૬ ૬]
અમૃતધારા ૯૯
Page #113
--------------------------------------------------------------------------
________________
વિષય-કષાયની વિરક્તિ થયા પછી સાધકને એવા પરમ વિરક્તદશાવાનની ભક્તિ આવે છે તે ભક્તિથી નિર્મળદશામાં ઊંડો ઊતરી આત્માનુભૂતિ પામે છે. ત્યારે તેને પરમાત્મદશાની પરમતાનો
ખ્યાલ આવે છે. નિજગુણાનુભૂતિ દ્વારા જિનગુણાનુભૂતિ. નિર્વિકલ્પદશાની આધારશિલા પર નિજગુણોનો સ્પર્શ તે જ્ઞાતા, દ્રષ્ટાભાવ, ઉદાસીન ભાવ છે. આ ભાવ જેમ જેમ ઘૂંટાતા જાય તેમ તેમ પરમાત્મસ્વરૂપના આનંદનો તાળો મળતો જાય. તેમ તે સ્વરૂપની પૂર્ણતા પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. પરરસ પરભાવનાં મૂળ ઊખડી જાય છે.
૩િ૬૭] ઉપાદાન અને નિમિત્ત એક જ કાર્યનાં બે ભિન્ન કારણો છે. ઉપાદાન કારણ નિજશક્તિ છે, અને નિમિત્ત પર છે. નિજશક્તિથી
જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે. તે નિમિત્ત કાર્યમાં કંઈ ફેરફાર કે સહાય કરતું નથી. નિમિત્તની ઉપસ્થિતિમાં દ્રવ્ય પોતે પરિણમે છે. એટલે કાર્યનો કર્તા ઉપાદાન છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે જે અન્ય અનુકૂળ દ્રવ્યોની સહજ ઉપસ્થિતિ જોવામાં આવે છે તેને નિમિત્ત કહેવાય છે. નિમિત્તરૂપે રહેવું તે તેનો ઉપકાર છે. જેમ બધા દ્રવ્યોને અવગાહન આપવું તેમાં આકાશ દ્રવ્ય નિમિત્ત છે, એ આકાશ દ્રવ્યનો ઉપકાર નિમિત્ત) છે એમ કહેવાય છે. ઉપકારનો અર્થ મદદ કરવી તેવો નથી.
[૩૬૮] પરસ્પર ઉપગ્રહો જીવાનામ્ શરીર, મન, વચન, શ્વાસોચ્છવાસ, ઇન્દ્રિય જન્ય સુખ-દુઃખ જીવન મરણ આ સર્વે મુદ્દગલ નિમિત્ત છે. પ્રત્યેક કાર્ય ઉપાદાનથી સ્વસમયમાં જ થાય છે. તે સમયે નિમિત્તની હાજરી સહજ હોય છે, તેને મેળવવી પડે કે ન જોઈએ તો હટાવવી પડે તેમ નથી. [૩૬ ૯]
જેમ કાલદ્રવ્ય બધાં દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાની ઉપાદાન શક્તિને કારણે પરિણમન કરતું હોય છે એમાં
૧0 અમૃતધારા
Page #114
--------------------------------------------------------------------------
________________
કાલદ્રવ્ય નિમિત્તરૂપ છે. પરંતુ તે વસ્તુને પરિણાવતું નથી. [૩૭૦]
યદ્યપિ શાસ્ત્રમાં કર્મસિદ્ધાંત નિમિત્તની ભાષામાં છે, જીવે કર્મ બાંધ્યાં, કે જીવે કર્મોનો નાશ કર્યો, તે કથનપદ્ધતિ છે. તેનો વાસ્તવિક અર્થ એવો છે કે જીવ જ્યારે સ્વયં રાગ, દ્વેષ, મોહરૂપે પરિણમન કરે છે ત્યારે કામણવર્ગણા પોતે કર્મરૂપ પરિણમિત થઈ તે પહેલાંનાં કમ સાથે મળી જાય છે તે કર્મબંધ છે. જીવ નિજ શુદ્ધાત્મમાં લીન થાય છે ત્યારે અનંતજ્ઞાનાદિને પ્રાપ્ત કરી અરિહંત પરમાત્મા બને છે. ત્યારે ઘાતી કર્મો સ્વયં ખરી જાય છે. ત્યાર પછી અઘાતી કર્મોનો નાશ થતાં, સર્વકર્મોનો ક્ષય થતાં શુદ્ધતારૂપ મોક્ષ પામે છે.
[૩૭૧] સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ દેશનાલબ્ધિપૂર્વક થાય છે. અર્થાત્ દેશના તીર્થકર, ગુરુ જ્ઞાનીઓના ઉપદેશ કે શાસ્ત્રના નિમિત્તથી પ્રાપ્ત થાય છે, તે બહિરંગ નિમિત્ત છે. દેશના લબ્ધિવાળો જીવ વળી જિન પ્રતિમાદર્શન, એવા કોઈ કારણથી અંતર્મુખ થઈ સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરે છે, ત્યારે તે તે કારણો બહિરંગ નિમિત્ત કહેવાય છે.
૩િ૭૨] સમ્યગદર્શન કાર્ય છે અને તે કાર્યનું ઉપાદાન કારણ જીવનો શ્રદ્ધાગુણ છે. કારણ કે શ્રદ્ધાળુણ પોતે સમ્યગ્દર્શન પર્યાયરૂપે પરિણમિત થાય છે. ત્યારે દર્શનમોહનીય કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોય છે અનંતાનુબંધી કષાયનો અનુદય હોય છે. આ નિમિત્ત અંતરંગ કહેવાય છે. ક્ષાયિક સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે, તેનું ઉપાદાન કારણ જીવનો શ્રદ્ધાળુણ છે. તેની પ્રાપ્તિમાં તેને યોગ્ય બહિરંગ નિમિત્ત હોય છે. બાહ્ય પદાર્થમાંથી લક્ષ છોડી જીવની નિજશુદ્ધાત્મામાં સ્થિરતા થાય છે ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
૩િ૭૩] અર્થાત્ નિમિત્તને કેવળ નિમિત્તરૂપે સ્વીકારવાનું છે. નિમિત્તને કર્તા માનવાનો નથી. જે જે કાર્ય થાય તે સમયે તેને યોગ્ય નિમિત્ત ઉપલબ્ધ થતું હોય છે. કોઈ નિમિત્તને લાવી શકાતું નથી કે દૂર કરી શકાતું નથી. ભ્રાંતિપણે જીવ પદ્રવ્યનો કર્તા માની ને વળી ભોક્તા પણ
અમૃતધારા ૧૦૧
Page #115
--------------------------------------------------------------------------
________________
માને છે એટલે એને થાય છે કે જુઓ મેં ઘર આદિ બનાવ્યાં તેમાં રહું છું, સુખી થાઉં છું. અરે પણ વિચાર તો કરો કે જીવે ઘર બનાવ્યું, તેમાં સુખ માન્યું ત્યારે ઈંટ માટીના કયા પરમાણુઓ જીવમાં આવ્યા કે તે ભોગાવ્યા! અરે ઘરનો રાગ થવાથી જ્ઞાન રાગરૂપ પરિણમ્યું હોત તો જ્ઞાન જડ બની જાય. રાગ રાગમાં છે. જ્ઞાન જ્ઞાનમાં છે પણ જીવને ભ્રમ પેદા થાય છે. જેમ અરીસા પર દેખાતું પોતાનું પ્રતિબિંબ ચકલી પોતારૂપે જાણે છે તેમ જીવ રાગાદિનો કર્તા માને
૩િ૭૪] જે કર્યા છે તે પોતાના ભાવોનો કર્તા હોવાથી ભોક્તા હોય છે. તે નિમિત્ત માત્ર હોવા છતાં કોઈપણ પરભાવોનો કર્તા ભોક્તા બની શકતો નથી. વિભાવ દશા હોવાથી જીવને પોતાના રાગનો કર્તા અપેક્ષાએ કહેવામાં આવે છે. પરંતુ તે સર્વથા કર્મનો કરતા કે ભોક્તા કહી શકાતો નથી. તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી જીવે પરથી ભિન્ન ભેદજ્ઞાન કરવું તે જ કર્તવ્ય છે.
[૩૫] આગમોમાં અપેક્ષિત કથન આવે ત્યારે અભ્યાસીએ તેમાં બુદ્ધિના માપથી અર્થ કરવા નહિ કે મને તો તેનો અર્થ આવો લાગે છે. જેમ વિદ્યાર્થી ગણિતના પુસ્તકમાંથી દાખલો ગણે ત્યારે પાછળ આપેલા જવાબ સાથે સરખાવીને જુએ છે કે જવાબ સાચો છે કે નહિ? જો જવાબ મળતો ન આવે તો વારંવાર ગણીને જવાબ મેળવે છે. તેમ આપણને આગમની વાતો ન સમજાય તો ગુરૂગમે પુનઃ પુનઃ જાણવા પ્રયત્ન કરવો પણ બુદ્ધિ વડે માપ કાઢવું યોગ્ય નથી. [૩૭૬]
જ્યારે જ્યારે વિશિષ્ટ કાર્ય થાય ત્યારે વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ જોવામાં આવે છે. ત્યારે તે કાર્યને અનુકૂળ નિમિત્ત મળી આવે છે. એમ કદાપિ બનતું નથી કે નિશ્ચય ઉપાદાન હોય અને નિમિત્ત જ ન મળે. નિમિત્તની શોધમાં બેસી રહેવું પડતું નથી. વળી નિમિત્ત કેવી રીતે મળશે તે માટે આકુલ થવાની જરૂર નથી. કાર્ય થાય ત્યારે તે
૧૦૨
અમૃતધારા
Page #116
--------------------------------------------------------------------------
________________
અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. દુર્નિમિત્તથી ચિત્ત મલિન થાય છે તેથી એમ કહેવાય કે સારા નિમિત્તમાં રહેવું. [૩૭૭]
જ્યારે સંસારસાગરનો કિનારો પાસે આવે છે ત્યારે સહજ જ આત્માની રુચિ જાગ્રત થાય છે. આ આત્મરુચિ ભગવાન આત્મા અને આત્મશ સત્પુરુષને શોધવા અર્થે પુરુષાર્થને પ્રેરે છે. સત્પુરુષના સમાગમથી આત્મરુચિને અભૂતપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. ત્યારે અધ્યયન આદિ બાહ્ય પ્રક્રિયા પરથી હટી ઉપયોગ સ્વસન્મુખ થાય છે. રુચિની તીવ્રતા પુરુષાર્થની પ્રબળતા દૃષ્ટિને સ્વસન્મુખ કરે છે. નિમિત્ત ઉપાદનનો આવો સુમેળ છે. [૩૭૮]
જે નિમિત્તને જ માને નહિ તો જ્ઞાનીજનોએ કહેલાં પાંચ સમવાય કારણમાંથી નિમિત્તને માન્યું જ ન કહેવાય. તો તે પણ ખોટું છે. નિયતિપણે - કાળલબ્ધિથી જે નિમિત્ત હોય તે અંતરંગ નિમિત્ત છે. બહિરંગ નિમિત્તો અલગ અલગ હોઈ શકે. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં સાચા દેવ, ગુરુ શાસ્ત્ર કે જ્ઞાનીજનો દ્વારા દેશના મળે તે બાહ્ય નિમિત્ત છે. તે આ ભવમાં મળે કે પહેલાના ભવમાં મળી હોય. જીવ જ્યારે અંતર્મુખ થઈ શુદ્ધાત્માનું ચિંતન કરી તેમાં એકાગ્ર થાય ત્યારે જે શુદ્ધાનુભૂતિ છે તે સમ્યગ્દર્શન છે. તેમાં અંતરંગ પરિણામ નિમિત્ત
છે.
[૩૭]
નિમિત્ત ન મળવાથી કોઈ દ્રવ્યનું કાર્ય, પરિણમન અટકી જાય તેવું કદી બનતું નથી. જે સમયે જેવી પર્યાય થવાની હોય, જેવી નિયતિ કે ભવિતવ્ય હોય તે પ્રકારનું નિમિત્ત સહજતાથી મળે, તેમ નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું એમ પણ નથી. નિમિત્તની સહજ જ ઉપસ્થિતિ હોવી તે સહજ અને નૈસર્ગિક નિયમ છે. કારણ કે કાર્ય, નિમિત્તઉપાદાનની સહજતા અને સ્વતંત્રતા આવી છે.
[૩૮૦]
જ્ઞાનીજનો નિમિત્તનો નિષેધ કરતા નથી. પણ નિમિત્તના કર્તૃત્વનો નિષેધ કરવામાં આવે છે. નિમિત્ત કંઈ કરી દેશે એ ભ્રમ દૂર કરવા
અમૃતધારા * ૧૦૩
Page #117
--------------------------------------------------------------------------
________________
માગે છે. જ્યારે જ્યારે જે કાર્ય થાય તેમાં કારણો હોય તેમાં મુખ્યતા બેની છે: ૧. ઉપાદાન કારણ, ૨. નિમિત્તકારણ.
કાર્ય વ્યક્ત થતું હોવાથી આપણી જાણમાં આવે છે. પણ ઉપાદાનશક્તિ જણાતી નથી કારણ કે તે અવ્યક્ત છે. નિમિત્તની ઉપસ્થિતિ જાણમાં આવે છે તેથી ભ્રમ થાય છે કે કાર્ય નિમિત્તથી થયું. નિમિત્તનો સ્વીકાર ન કરવાથી જ્ઞાન ખોટું ઠરે અને નિમિત્તે જ કાર્ય કર્યું એમ માનીએ તો શ્રદ્ધા ખોટી ઠરે. ઉપાદાન અને નિમિત્તનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તનો અર્થ જ એ કે તે નૈમિત્તિક કાર્યનો કર્તા નથી.
૩િ૮૨] જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. પરંતુ અલ્પજ્ઞતાના કારણે ઇન્દ્રિયોના માધ્યમ વડે જાણવાનું કાર્ય કરે છે. ઇન્દ્રિયોના વિષયો, રૂપી પદાર્થો, વડે જીવને જાણી શકાય નહિ. આમ જીવસ્વયં જ્ઞાનસ્વભાવી છતાં પોતાને જાણી શકતો નથી. જીવને જ્યારે સંજ્ઞીપણું પ્રાપ્ત થાય છે ત્યારે તેને બાહ્ય સાધનરૂપે મન મળે છે. મન રૂપી, અરૂપી બંનેનો વિષય કરી શકે છે. તેથી મન વડે આત્મા જાણી શકાય. ભલે પ્રત્યક્ષ અનુભૂતિ ન આવે. પણ પરોક્ષપણે આત્માને જાણી શકે ખરો. પરંતુ જીવો એવો પ્રયત્ન કરતા નથી. શ્રુતજ્ઞાન દ્વારા, દેવગુરુ દ્વારા જીવનું સ્વરૂપ જાણી પોતે પ્રયત્ન કરે તો સ્વરૂપ જાણી શકાય.
૩િ૮૩] જીવ અનાદિકાળથી અનેક પ્રકારનાં સંયોગી ભાવો વડે સંયોગોમાં જોડાયેલો છે. તેથી તેને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. જીવને એ સર્વેથી જુદા પાડવાનો છે. ભેદજ્ઞાન વડે પ્રયોજન સિદ્ધ થાય છે. સ્વ અને પરને તેનાં પ્રગટ લક્ષણો વડે જુદા પાડીને સ્વનો અનુભવ કરવો. પ્રજ્ઞા વડે સ્વને ગ્રહણ કરવાથી પર તો જુદું હતું તે જુદું થઈ જાય છે.
[૩૮૪] પદ્રવ્ય એટલે દ્રવ્યકર્મ, શરીર, સંયોગ વિભાવ બધું જ આવી જાય એ સર્વે પૌગલિક હોવાથી જડ છે. આત્મા અરૂપી છે. ચેતનમય
૧૦૪ અમૃતધારા
Page #118
--------------------------------------------------------------------------
________________
છે. શબમાં કોઈ ચેતના-જીવની કલ્પના નહિ કરીએ. એટલે જે અત્યંત અચેતન છે ત્યાં તો મૂંઝવણ નથી થતી. શબને શબ માની બાળી. મૂકીએ છીએ. પરંતુ શરીર જીવ સાથે સંબંધમાં હોય છે ત્યારે સ્વભાવની મુખ્યતા ન રાખતા સંયોગી પરિણામથી આપણે પ્રભાવિત થઈએ છીએ. અચેતન એવા શરીરને પણ જીવ માનવાની ભૂલ કરીએ છીએ. [૩૮૫]
આમ શરીરમાં પણ હુંપણું માનવાની ભૂલ કરીએ છીએ. વાસ્તવમાં શરી૨ જીવના સંબંધમાં આવે છે ત્યારે પોતાનો જડ અને રૂપી સ્વભાવ ટકાવીને ચેતનાનો અભિનય કરે છે, પરંતુ જીવ શાસ્ત્રાદિ બોધ વડે પ્રજ્ઞા વડે આ ગોટાળો જાણી લે તો પોતાને શરીરાદિ સર્વ વિભાવ પરિણામો સુધ્ધાંને જુદા જાણે. અને સ્વભાવને ગ્રહણ કરી લે તે ભેદજ્ઞાન છે. [૩૮૫]
ભલે અજ્ઞાનીને આત્મસ્વભાવની ખબર નથી, પરંતુ પુદ્ગલને તો જાણે છે ને ? તેના સ્પર્શાદ લક્ષણને તો જાણે છે ને ? સપ્તધાતુને જાણે છે ને ? શબ્દને જાણે છે ને ? પરંતુ જીવ રૂપને, રૂપીને જોવામાં અને તેને જ મારું માનવા ટેવાયેલો હોવાથી અરૂપીને જાણવામાં તકલીફ પડે છે. પણ એમાં તકલીફ ક્યાં છે? ધાર કે એક વ્યક્તિ માત્ર ચોખાને ઓળખીને ચોખા લઈ લે તો દાળ છૂટી પડી જવાની છે. તેમ ભલે જડ અને અશુચિરૂપ પુદૂગલને જાણતો હોય તો પુદ્ગલના ભાવને જુદા પાડી દે ને ? એટલે સ્વભાવ જુદો પડી જ જવાનો છે. આમ પુદ્ગલના મોહનું સામ્રાજ્ય છોડે તું છૂટશે. [૩૮]
શુદ્ધાત્માના સ્વરૂપને લક્ષમાં લીધા પછી પણ તેને પ્રાપ્ત કરવાનું કાર્ય અજ્ઞાન-વિભાવદશામાં કરવાનું છે. હીરાની ખાણમાં વિવિધ પ્રકારના ચમકતા પત્થર હોય તેમાંથી જ હીરાની જાતને જુદી પાડવાની હો છે. [૩૮]
જીવ સાથે સંબંધ ધરાવતા ઘણા પદાર્થો છે. શ૨ી૨ને ‘હું’ માનીને
મૃતરા × ૧૦૫
Page #119
--------------------------------------------------------------------------
________________
જીવને જાણી શકાય નહિ. ભલે જીવ વિભાવદશામાં હોય ત્યારે પણ તેણે શ્રુતજ્ઞાન વડે જીવને જ જાણવાનો પ્રયત્ન કરવો પડે. સર્વ સંબંધથી ન્યારો જોવાથી જીવનું સ્વરૂપ સમજમાં આવે છે. જીવને ગૌણ કરી શરીરાદિ સંયોગોને મુખ્ય કરવાથી પરાધીનતા જ રહેશે. જીવને પોતાના સામર્થ્યનું સ્થાન આપે તો જીવની મુખ્યતા થતાં ભૂલની સાચી ઓળખ થાય.
૩૮૮] આત્મદ્રવ્ય એક તેના પ્રદેશો અસંખ્ય, તેના પર અનંત શક્તિ. દ્રવ્ય એટલે કે સ્વભાવ એનું સામર્થ્ય જ એવું છે કે જેમાં અનંત ગુણોની રચના થાય છે. જેમકે ૧થી૧૦ સુધીના આંકડા તેમાંથી ગુજરાતમાં કરોડો ટેલિફોનના નંબરોની રચના થઈ છે છતાં કોઈના નંબર મળતા આવતા નથી. દસનું એકમ તો એનું એ જ રહે છે ને? આત્મા દ્રવ્ય સમાન છે પરંતુ પરિણામ વિશેષથી વ્યવહારમાં ભેદ છે. સામાન્ય સ્વરૂપે અનંત શક્તિરૂપે છે. અનંત ગુણ-ધમ વસ્તુ પૂર્ણશુદ્ધ. યુપદજ્ઞાનનો વિષય છે. છદ્મસ્થ જીવોને ભેદ પાડી સમજ્યા વગર છૂટકો નથી. એટલે વસ્તુને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સમજવી પડે.
[૩૮] પ્રતિક્રમણ = પાપથી પાછા પડવું. પાપને ઉલ્લંઘી જવું. ભૂતકાળના દોષોનું પ્રાયશ્ચિત્ત/નિવારણ. પ્રતિક્રમણ સાચું ક્યારે ઠરે ! ભૂતકાળમાં જેવા વિભાવ કરતો હતો તેવા વિભાવ તે વર્તમાનમાં ન કરે. પણ સ્વભાવમાં સ્થિર રહેવા પ્રયત્ન કરે. તેથી ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન થતું નથી તે સાચું પ્રતિક્રમણ. જીવનો શુદ્ધોપયોગ સર્વે પાપનો નાશ કરે છે. એવું કાર્ય વર્તમાનમાં જ થાય છે
પ્રત્યાખ્યાન = ભવિષ્યમાં દોષોનું સેવન ન થાય, દોષના નિવારણને પ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવ વર્તમાન પોતાની ભૂલ સુધારીને શુદ્ધાત્મારૂપે પરિણમે છે, તે ભવિષ્યમાં શુદ્ધાત્મારૂપે પરિણમે તે પ્રત્યાખ્યાન છે. જ્ઞાની વર્તમાનમાં જાગૃત છે તેના પરિણામની
૧૦૬ અમૃતધારા
Page #120
--------------------------------------------------------------------------
________________
ખતવણી ભૂત-ભવિષ્યમાં થઈ જાય છે. ભૂતકાળ ભૂલાતો જાય છે. ભવિષ્ય સંક્ષેપ બનતું જાય છે.
[૩૯૧] આલોચના = વર્તમાનના દોષના નિવારણને આલોચના કહે છે. પોતાની ભૂમિકા પ્રમાણે મર્યાદામાં રહીને દોષોને પક્ષપાતરહિત સાક્ષીભાવે જોવા. પોતાના સ્વભાવમાં રહેવું તે આલોચના છે. જોકે સાધક સવિકલ્પદશામાં છે, છતાં કર્મના ઉદયમાં ન જોડાય તો તે સાચી આલોચના છે.
[૩૨] અજ્ઞાની રાગ કેમ થયો તે જાણતો નથી તેની દષ્ટિ તો ભોગ ઉપભોગની સામગ્રી મેળવવા/સાચવવામાં જ છે. તે તેનાથી રંગાયેલો છે. રાગના નિમિત્ત એવા અનુકૂળ સંયોગોને રાખવા મહેનત કરે છે, તેને પોતાના માને છે. અને જે પદાર્થો પર દ્વેષ થાય છે તે સંયોગોને હટાવવા પ્રયત્ન કરે છે. તે માને છે કે રાગદ્વેષ સંયોગાધીન છે. વળી જો કંઈ પણ ધર્મ ભાવના થાય છે ત્યારે માને છે કે ઘરમાં/સંસારમાં રહેવાથી રાગદ્વેષ થાય છે. એટલે એકાંતમાં રહેવાથી રાગદ્વેષ ટળી જશે. અજ્ઞાનીને સંયોગને કારણે રાગદ્વેષ થાય છે તેવું નથી પરંતુ દ્રવ્યકર્મના ઉદયમાં એકત્વબુદ્ધિ થવાથી રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ રહિત થવા માટે સાધકે સંયોગો તરફ દષ્ટિ કરવાની નથી પણ સ્વભાવ તરફ દૃષ્ટિ કરે તો શુદ્ધાત્માના આશ્રયે ચગાદિનો અભાવ થાય.
[૩૩] અધ્યાત્મ દૃષ્ટિએ જોતાં શુભાશુભ બંને આશ્રવ છે. તેમાં કોઈ તાવત નથી. ગુણસ્થાન અન્વયે જોતાં બંનેનો અભાવ સાથે થાય છે. શુભાશુભ છેદવાથી શુદ્ધસ્વભાવ પ્રગટ થાય છે. છતાં જ્યારે પર્યાયદષ્ટિએ જોઈએ ત્યારે અશુભ ભાવને છોડીને જીવ શુભ ભાવમાં આવે છે. પછી શુભમાંથી શુદ્ધમાં જાય છે. પૂર્વ ઉત્તર પર્યાયનો આવો ક્રમ છે. સાધકનો શુભ ભાવ વ્યવહારે મોક્ષનું કારણ બને છે. અશુભમાં એવો ઉપચાર પણ લાગુ પડતો નથી. મિથ્યાષ્ટિનો શુભ ભાવ પણ વ્યવહારે મોક્ષનું કારણ નથી પરંતુ કથંચિત પાપાનુબંધી પુણ્યનું કારણ
અમૃતધારા ૧૦૭
Page #121
--------------------------------------------------------------------------
________________
બને છે. અશુભ ભાવનું ફળ દુઃખ છે તે કોઈને ગમતું નથી તેથી છોડવા લાયક માને છે.
[૩૯૪]
જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા અનુકૂળ પદાર્થોની સામગ્રીના રાગમાં ઉદાસીન છે. તેથી વધુ સમય શુભ ભાવમાં જાય છે. તે શુભ ભાવો અહિસા, સત્ય,અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. અનુકૂળ પદાર્થોનો રાગ તે તો અશુભ ભાવ છે. હેય ઉપાદેયના વિવેકને બરાબર જાણે છે. પ૨પદાર્થથી પોતે જુદો છે તેના વિવેકની મુખ્યતા છે. અજ્ઞાનમય સંયોગી ભાવો દુઃખનું કારણ હતા તેનો પ્રાયે અભાવ છે. આથી અંશે સ્વરૂપલીનતાથી તથા અતીન્દ્રિય સુખનો આનંદ માણ્યો છે તેથી હવે તેમાં જ આગળ વધવા પુરુષાર્થ કરે છે અને પોતાની શક્તિને એ ધ્યેયને પહોંચવા વિશેષ તત્પર રહે છે.
[૩૯૫]
સાધકને શુભ ભાવમાં ત્યાગની મુખ્યતા છે. બુદ્ધિપૂર્વક/બોધપૂર્વક ત્યાગની ભૂમિકા મુનિપણામાં છે. અબુદ્ધિપૂર્વકનો ત્યાગ શ્રેણીમાં સહજ હોય છે. આ પ્રમાણે ચારિત્રની શુદ્ધિ ક્રમપૂર્વક હોય છે. પ્રથમ સમયનું મિથ્યાત્વ જઈ બીજા સમયે સમ્યક્ત્વ પ્રગટ થયા પછી ચારિત્રની શુદ્ધતા ક્રમપૂર્વક વધીને પરિપૂર્ણ થાય તે મોક્ષમાર્ગની પિરપાટી છે. સમ્યક્ત્વ અને ૫૨માત્મદશા વચ્ચે અંતમુહૂર્તથી માંડીને અર્ધપુદ્દગલ પરાવર્તન જેટલો સમય મહત્ત્વનો છે. [૩૯]
અલ્પજ્ઞજીવ વ્યવહારમાં જે વસ્તુની સમજ ધરાવે છે તે ૫૨માર્થ માર્ગમાં કેમ મૂંઝાઈ જાય છે ? મ્યાનથી તલવાર જુદી છે તે કેવું સમજાય છે ? યુદ્ધમાં તલવારનો ઉપયોગ કરે કે મ્યાનનો ? દેહ આત્મા જુદા છે તે કેમ સમજાતું નથી? પૂરો વ્યવહાર દેહભાવે કેમ કરે છે ? કર્મોદયી કામક્રોધાદિ પ્રકૃતિનો ઉદય મલિન અનુબંધનું કારણ છે, તે સહજ મળમાંથી પ્રગટે છે. શુદ્ધાત્માની એ વસ્તુ નથી. [૩૯૭]
ક્રોધાદિને આત્માનો ગુણ માનવો તે ભ્રમણા છે. તે પ્રત્યે ઉદાસીન રહેવું. તો આત્મા સહજમળથી સહજે છૂટો પડવા માંડે. રાગદ્વેષની
૧૦૮ * અમૃતધારા
Page #122
--------------------------------------------------------------------------
________________
ગ્રંથિ ઊકલી જશે. આવી આત્માની સ્વસ્થ દશા પ્રગટ થશે. અજ્ઞાન મિથ્યાત્વ સૌ ટળી જશે. સમકિત પ્રગટ થશે. ૩િ૯૮]
સમકતી રાગાદિના ઉદયમાં શ્રદ્ધાળુણે અપેક્ષાએ અસંગપણે ટકી શકે છે. પૂર્વબદ્ધ કર્મવશ, સંસ્કારવશ, પ્રશસ્ત-અપ્રશસ્ત રાગાદિ પરિણામો થયા કરે છે. વૃક્ષ કપાઈ જતાં તેને જોડાયેલાં પાંદડા થોડો સમય લીલા રહે છે પણ કાળક્રમે સુકાઈ જાય છે. તેમ સમકતીને પૂર્વકર્મવશ રાગાદિ થાય છે પણ કાળક્રમે તેમાં ચેતના લાંબો સમય ટકી શકતી નથી.
૩િ૯૯] પદ્રવ્યાદિમાં, પપ્રવૃત્તિમાં તે ઉદાસીન છે. નિરસ છે. અંતરંગમાં છૂટવાના ભણકાર છે. આથી બાહ્ય પ્રવૃત્તિ થવા છતાં જ્ઞાની સંસારથી છૂટતા જાય છે. દશા પ્રમાણે વિભાવભાવ આવવા છતાં સમક્તિને કર્મનો ભાર વધતો નથી કારણ કે તેની અંતરંગરુચિ-દષ્ટિ દઢપણે સ્વરૂપ પ્રત્યે છે. વીતરાગદશા, અસંગતા જ્ઞાતાદ્રષ્ટાભાવની મુખ્યતા. છે. સમક્તિ અત્યંત હળુકર્મી છે. તેને બહારમાં કંઈ કર્તુત્વપણું નથી. જે કંઈ લક્ષ્ય છે તે અતંરાત્મા પ્રત્યે છે. જેને કશું જોઈતું નથી. અરે પુણ્યોદયને પણ જે વિજાતીય માને છે. તેમાં કર્તાપણાનું આકર્ષણ ટળી ગયું છે. એકમાત્ર ધ્યેય છે. બંધાયેલાને છોડવો છે. નિશ્ચયથી પરના સર્વ પ્રકારોથી વિમુખ રહેવામાં જ મનનો નિગ્રહ છે તેવો નિર્ણય વર્તે
૪OO] સ્વ-પરના પરિણમન પ્રત્યે દૃષ્ટિ કરવાથી, કે કેવળ પર્યાયને જ જોવાથી વિભાવ પરિણતિ જવાને બદલે બળવાન બને છે. ત્યાગની કે રાગની સ્મૃતિ એ પણ અવરોધ છે. હું આટલાં વર્ષોથી સાધના કરું છું છતાં મારામાં ક્રોધ થાય છે. રાગ તો થવો ન જોઈએ. આમ વિભાવદશાને જ જોયા કરવાથી રાગાદિનું બંધન તૂટે નહિ. બ્રહ્મચર્યવ્રત લીધા પછી યાદ કર્યા કરે કે મે સ્ત્રીસંગનો ત્યાગ કર્યો છે. આવા વિચારવમળમાં સ્ત્રી તો ઊભી જ રહે છે. તેમ રાગાદિને યાદ કરવાથી અનાદિકાલીન
અમૃતધારા ૧૦૯
Page #123
--------------------------------------------------------------------------
________________
તેની જડ કંઈ નીકળશે નહિ. પૂર્ણ શુદ્ધચૈતન્ય ૫૨ દૃષ્ટિનું સ્થાપન થવાથી તે અવસ્થાજન્ય કર્મો જ સ્વયં દૂર થતાં રહેશે.
[૪૦૧]
વળી જો તું એમ માની લઈશ કે વર્તમાન મારી દશા પ્રમાણે આ પ્રવૃત્તિ કે વિકલ્પ થાય છે તો તે પરિણામો છૂટશે નહિ. પણ તેને પોષણ મળશે. જે પરિણામો, વિભાવો, પ્રવૃત્તિ પોતાના કાળે પોતાની યોગ્યતા પ્રમાણે થઈ રહેલ છે. હું તો તેનાથી ભિન્ન છું. આમ વિચારે દૃષ્ટિ પરમાંથી ખસી સ્વમાં વસે છે. આમ દૃષ્ટિનું જોર સ્વ પ્રત્યે લઈ જવાનું છે. [૪૦૨]
વર્ષોથી ગામડામાં રહેતા એક ભાઈ શહે૨માં રહેવા ગયા, સારું કમાયા, ત્યાં બંગલો બંધાવ્યો, તેમને એક પુત્ર હતો. તેને લઈને એક વા૨ ગામમાં ગયા ત્યાં જૂનું ઘર હતું તે જોઈને દીકરો પૂછે, શું તમે આવા ઘરમાં રહેતા હતા ? અહીં રહેવું અશકય છે. આ પ્રમાણે સાધક આત્માના ઘરમાં મોજ માણી આવે પછી માટીના દેહના સુખમાં કેવી રીતે રહી શકે? કર્તૃત્વના ઘરમાં જવાની તે કલ્પના પણ ન કરી શકે. [૪૦૩]
જગતનું સ્વરૂપ એટલે ઉત્પત્તિ અને નાશની વચ્ચે પણ પદાર્થનું ટકવું/ધ્રૌવ્ય. આત્મદ્રવ્યને આ રીતે જાણનારને પરની પીડા શું હોય ? પર્યાયોનું નાટક રાસલીલા ચાલી રહેવી છે. બાળક યુવાન બને, યુવાન પ્રૌઢ બને, પ્રૌઢ વૃદ્ધ બને પણ તે સર્વેને જાણનાર અવિનાશી દ્રષ્ટા છે. દ્રષ્ટા દ્રષ્ટાપણું અકબંધ જાળવે. દશ્યોથી પોતે ભિન્ન છે તેમ પોતાની દૂરી જાળવી રાખે. આવો દ્રષ્ટા તે મુનિ. કર્તા લેપાય. દ્રષ્ટા ન લેપાય. એવા દ્રષ્ટાને ઉપદેશની જરૂ૨ નથી.
[૪૦૪]
સામાન્ય માનવ આનંદ જેવા શબ્દનો મર્મ સમજતો નથી. આનંદ શબ્દનો અર્થ સામાન્ય માનવ કરે છે તેવો નથી. તે એમ માને છે રતિ, હર્ષ, સુખનો અનુભવ તેમાં કંઈ વિશેષતા તે આનંદ છે. આ સંદર્ભે પરમાર્થ માર્ગનો નથી. આનંદ એટલે ઉદાસીનતા, ઉત્-આસીન,
૧૧૦ * અમૃતધારા
Page #124
--------------------------------------------------------------------------
________________
આત્મામાં સ્થાન. સુખદુઃખની ઉપર ઉઠેલા હોવું. દંઢાતીત દશા, સ્વગુણ સ્પર્શયુક્ત એ આનંદનો આવિર્ભાવ છે.
[૪૦૫] તમે એવા કોઈ કુદરતી સૌંદર્યના સ્થાને ગયા નથી, તમારા સાંભળવામાં આવ્યું કે એ જગા બહુ જ સુંદર છે, ત્યાં આનંદ આવે. આવું વર્ણન તમને ત્યાં જવા સક્રિય બનાવે. આવું આત્મા વિષે વિચારીએ કે જ્ઞાની પુરુષો સ્વરૂપ પ્રાપ્તિમાં અનંત આનંદ છે તેમ અનુભવે છે. કહે છે ત્યારે તમે સક્રિય બનો કે હું ત્યાં ક્યારે જાઉં? તે માટે મારે કયો માર્ગ લેવો? આ મંથન ઊંડું બને તો તમે તેની પ્રાપ્તિ કર્યા વગર કેમ રહી શકો ? પછી તો જેમ મોટા ભોજનસમારંભનો કોલાહલ ભોજન શરૂ થતાં શમી જાય તેમ આત્માનો આનંદ મળતા કર્તા-ભોક્તાભાવના બધા જ વિકલ્પો શમી જાય. વિચારની સીમા આવે, નિર્વિકલ્પતાનો પ્રારંભ થાય. આવા વિચારમનન નિર્વિકલ્પનું સાધન બને.
૪િ૦૬] વ્યવહાર પામતાં પામતાં કાળક્રમે નિશ્ચય આવશે. આ સ્થૂલ દૃષ્ટિ છે. નિશ્ચયદૃષ્ટિને કેન્દ્રસ્થાને રાખીને શક્તિ ગોપવ્યા વગર શુદ્ધ વ્યવહાર પાળે તો નિશ્ચયફળ પામે એ સૂક્ષ્મ દૃષ્ટિ છે. નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર, દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા વગર કેવળ બાહ્ય સક્રિયાના વ્યવહાર અનુરાગથી શુભ ભાવથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પ્રગટ થશે, એવો ભ્રમ ન સેવવો.
૪િ૦૭] આત્માનો સાચો પરિચય, આત્મદષ્ટિની દૃઢતા, પ્રીતિ આત્મપરિણતિ કરવા દ્વારા કામ થશે. પ્રશસ્ત રાગમાં પણ આત્માના શુદ્ધ અસ્તિત્વને સ્થાપવું નહિ. એતો ઉપદેશની પ્રણાલિ છે. સાધકે તો પોતાના તાદાત્મ સ્વસ્વરૂપમાં સ્થિત થવું. એમ જ્યારે પ્રગાઢ બને છે. ત્યારે કંઈ કરવું સ્વયં નિષ્ક્રિય બને છે.
૪િ૦૮] જેમ સિનેમાના પડદા પર જે દશ્ય ઊપસે છે. તે જોવામાં પ્રેક્ષકવર્ગ લીન થાય છે. પણ દશ્ય જેના પર ઊપસે છે તે પ્રોજેક્ટરની પટ્ટી પર
અમૃતધારા ૧૧૧
Page #125
--------------------------------------------------------------------------
________________
કોઈની નજર જતી નથી. વળી એ પટ્ટીમાં રહેલા દૃશ્યને પડદા પર લાવનાર પ્રકાશ પર કોઈનું લક્ષ્ય જતું નથી. આંખને દશ્ય જોવા મળે, કાનને શબ્દ મળે, જોનાર તેમાં તન્મય થાય છે. ૪િ૦૯]
આ જ રીતે શરીર ઇન્દ્રિય અને મનની દોડધામમાં વિષયોને માણવામાં તન્મય થયેલા જીવોને તે દોડધામ-ચંચળતા જેમાંથી ઉદ્દભવે છે તે પૂર્વકર્મ કે સંસ્કાર પ્રત્યે લક્ષ જતું નથી. વળી તે કર્માદિ દેહ-ઇન્દ્રિયો ઉપર અસર બતાવે છે તે ચેતના તરફ લક્ષ જતું નથી. તેના કારણે સુખ દુઃખાદિનું વેદના થાય છે તે ચેતનાને કોઈ જાણતું નથી અને છેવટે એ ચેતનાનો સ્ત્રોત આત્મદ્રવ્ય છે તેના પર તો ભાગ્યે જ લક્ષ્ય જાય છે, જો જીવનું લક્ષ્ય સ્વસ્વરૂપ પ્રત્યે જાય તો આ પર્યાય પ્રત્યેનો તેમાં ફેરફાર કરવાનો પરભાવ છૂટી જાય.
૪િ૧૦] પ્રાથમિક ભૂમિકામાં ઉપદેશ છે કે સ્વદોષદર્શન કરવું જેથી દોષો દૂર થાય. પરગુણદર્શન કરવું જેથી ગુણવૃદ્ધિ થાય. આમ સાધનામાર્ગમાં આગળ વધાય. પણ જ્યારે સાધક અંતર્મુખ થાય છે ત્યારે પ્રશમરતિ જેવા ગ્રંથમાં જણાવ્યું છે કે સાધકે બહાર જવાની જરૂર નથી. પરગુણદર્શનથી ઉપર જઈ સાધક અંત:પ્રવિષ્ટ થઈ અંતર્લીન થયો છે તેને હવે આવો વિકલ્પ નથી. પણ જો પરદોષદર્શનમાં જવાતું હોય તો તે સકારણ સાધના બનશે. વળી સ્વગુણદર્શનમાં ઊંડાણ આવે તો ત્યાં જ સ્થિર થવું. તેનો આત્મા સાથે તાદામ્ય સંબંધ છે. અન્ય સર્વે સંયોગિક સંબંધ છે. છેવટે સ્વ-પર-ગુણદર્શન એક જ છે. ૪િ૧૧].
વિકલ્પો પરાયા, વિચારો પરાયા. શબ્દો પરાયા, દેહાદિ પરાયા છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર નિજ સંપત્તિ છે. બાકી સર્વે પર છે. આવી. દૃષ્ટિ સ્વરૂપમાં તન્મય હોય છે. સ્વઆશ્રયે સાધનાક્રમ સિદ્ધ થયો છે તેને પરસહાયની આવશ્યકતા નથી.
૪િ૧૨] દોષનેનિંદાને તટસ્થ રહીને સાંભળવા તે સાધનાનો અભિગમ છે. નિંદકને દર્પણના સ્થાને મૂકવો. દર્પણમાં મુખ પર ડાઘ દેખાય
૧૧૨ - અમૃતધારા
Page #126
--------------------------------------------------------------------------
________________
તો દર્પણને કોઈ દોષ દેતા નથી પણ મોં પરનો ડાઘ દૂર કરીએ છીએ તેમ નિંદક આપણા અંતરના ડાઘ બતાવે છે તેને દોષ ન દેતાં અંતરના ડાઘને દૂર કરવો. દર્પણમાં જે વિધિ કરીએ તે નિંદકમાં ન કરીએ?
૪િ૧૩] નિંદા કે સ્તુતિ શબ્દોની રચના છે તેમાંથી સાર ગ્રહણ કરવો કોઈ તમને કેરી આપે તો કેરી આપનાર સામે ગોટલીને કારણે ઝઘડો કરતા નથી. તેમ હેય ઉપાદેયથી વિવેક કરવો. વળી જો તું કોઈ શબ્દથી આટલો પ્રભાવિત થાય છે તો ગુરુવાણીથી પ્રભાવિત કેમ થતો નથી? શ્રેષ્ઠને ગ્રહણ કર.
૪િ૧૪] બાહ્ય પદાર્થો કે વ્યક્તિના સંપર્કથી, જોવાથી રજિત થવું તે રાગનું કાર્ય છે. તે તારો દોષ છે, તેમાં કંઈ આત્મ-જ્ઞાનપુરુષાર્થ નથી. આમ વિચારીને જે અનાદિના દોષોને બાળવા માટે, તે અનુબંધોને તોડવા માટે, કર્મનિર્જરા માટે રાગદ્વેષ જેવા વિષમ ભાવોને ત્યજી, મન દ્વારા જણાતા સારાનરસા મનતરંગને પરમાર્થઆત્માથી ભિન્ન જાણવાથી જ્ઞાતાદ્રપણું ટકે છે.
૪િ૧૫] પ્રારંભની ભૂમિકાને લૌકિકધર્મ-ક્રિયાધર્મ નિમિત્તપ્રધાન હોય છે. લોકોત્તર ભાવધર્મ ઉપાદાનપ્રધાન જ છે. યદ્યપિ નિમિત્તદષ્ટિનો અત્રે અપલાપ નથી પણ પરમાર્થમાર્ગમાં ઉપાદાનદૃષ્ટિની મુખ્યતા છે. તેમાં એક રહસ્ય એ છે કે ઉપાદાનદૃષ્ટિમાં અન્ય જીવો પર દોષારોપણ નથી થતું. કે અન્ય પ્રત્યે રાગાદિ મલિનતાના પરિણામો થતાં નથી.
૪િ૧૬] મોક્ષમાર્ગી અન્યના દોષદર્શનથી દૂર છે. ઉપાદાનદષ્ટિના પરિણમનથી કેવળ કર્મોદયના લીધે કાળલબ્ધિના કારણે બાહ્ય મળતા શુભાશુભ નિમિત્તોથી વિકલ્પ થવા અપરાધ નથી. કારણ કે કર્મવિપાકની વિચિત્રતા અને વિષમતા મોક્ષમાર્ગીને ઉન્માર્ગે ચઢાવી દે, અને ઉન્માર્ગીને સન્માર્ગે લઈ જાય. બાહ્ય સંયોગોમાં આ પ્રમાણે કર્મવિપાકનું
અમૃતધારા ૧૧૩
Page #127
--------------------------------------------------------------------------
________________
પરિબળ છે. પરંતુ જીવ જો તે કર્મોદયમાં ભળી ન જાય વિવશ ન થાય તો આત્માનું કંઈ બગડતું નથી. નિમિત્તજન્ય સંયોગમાં જો એકાકાર થયો, ઈનિષ્ટપણું થયું તો પુનકર્મની શૃંખલા ચાલુ રહેશે. બાહ્ય સંયોગોના જ્ઞાતા દ્રષ્ટાભાવમાં જામી જાય પછી શુદ્ધાત્મા પ્રત્યે પરિણતિ થશે.
[૪૧૭] નિશ્ચયદૃષ્ટિના નિર્ણયમાં કંઈ ધર્મભાવના ગૌણ નથી થતી. પરંતુ સાધકનો જ્ઞાતાદ્રષ્ટાભાવ પુષ્ટ થાય છે. જ્ઞાતા દ્રષ્યભાવના અભ્યાસીએ પોતાની ભૂમિકાને યોગ્ય તપ, જપ કૃત, સંયમ, ભક્તિ આદિ સત્સાધનનો ત્યાગ કરવાનો નથી પરંતુ તે દૃષ્ટિ વડે સાધન શુદ્ધપણે કરવાના છે. જ્ઞાતા દ્રષ્ટાભાવના અભ્યાસથી જ્ઞાન, ક્રિયા, શાસ્ત્ર, કે સામર્થ્ય જેવા યોગ ત્યજી દેવાના નથી. પરંતુ તેમાં શુદ્ધિ અને વૃદ્ધિ કરી તે યોગો આત્મસાત કરવાના છે. જેથી ભૂમિકા યોગ્ય થતાં ધ્યાનાદિ આત્મસાધકને સહાયક છે. જેથી મુનિ અસંગદશાને પ્રાપ્ત થાય છે.
૪િ૧૮] પરસ્પર મળેલા જીવ પુદ્ગલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થોના અસંક્રમ એટલે અન્યોન્ય થવારૂપ, ભિન્નતાનો ચમત્કાર જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે.” અજ્ઞ જનો માટે તે માહિતી માત્ર રહે છે.
૪િ૧૯]. હવે જો એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી, તો અન્યને શો ગુણ-દોષ કે લાભ-હાનિ કરી શકે? ન જ કરી શકે. આત્મતત્ત્વને પણ આ જ નિયમ લાગુ પડે. આત્માને પરથી લેશમાત્ર લાભ-હાનિ થઈ શકતી નથી. છતાં જીવ અનાદિ મિથ્યા મોહવશ થઈને પરથી પોતાના લાભ-હાનિ માની રાગદ્વેષની આકુળતાથી એક ક્ષણ પણ વિરામ પામતો નથી.
૪િ૨૦] અજ્ઞાનવશ પોતે પોતાના સ્વભાવને ઓળખતો નહિ હોવાથી પરદ્રવ્યો પ્રત્યે રાગદ્વેષમાં જોડાય છે, અને એકત્વનો ભાવ કરે છે. એ એકત્વનો ભાવ તોડવા માટે આત્મામાં જ નિમગ્ન થવા શાસ્ત્રકાર
૧૧૪ અમૃતધારા
Page #128
--------------------------------------------------------------------------
________________
મહર્ષિઓએ નિશ્ચયનયનું આલંબન લેવા કહ્યું છે. જે ગુરુગમથી પ્રાયોગ્ય
[૨૧] કોઈ શિષ્યની અલ્પતા જોઈ ગુરુ તેને ધ્યેય માટે નિશ્ચયનું આલંબન આપે છે. કોઈ શિષ્યને પ્રજ્ઞાવંત જાણી નેવું ટકા નિશ્ચયનું આલંબન સમજાવી વ્યવહાર પ્રયોજન પૂરતો જ આપે છે. પૂ. પંન્યાસજી.
[૪૨૨]. સ્વોપજ્ઞ તબકમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી પ્રકાશે છે કે, તત્ત્વ એ છે કે માટી સ્વયં પોતાની યોગ્યતાથી ઘટરૂપે પરિણમે છે, તે સમયે દંડ ચક્ર વિગેરે પોતાની યોગ્યતાથી પોતપોતાના વ્યાપારરૂપે પરિણમે છે. તથા કુંભારના શરીરના પરમાણુઓ પણ પોતપોતાની યોગ્યતાથી તે અવસ્થાને ધારણ કરે છે. છતાં કુંભાર અજ્ઞાનથી એમ માને છે કે હું ઘડો બનાવું છું.’ વાસ્તવિક રીતે કુંભારના આત્માએ ફક્ત વિકલ્પ કર્યો કે હું ઘડો બનાવું.' પણ શરીર વ્યાપાર કુંભારના આત્માના વિકલ્પને આધીન નહોતો.
[૪૩]. મૂર્ત શરીર અને અમૂર્ત આત્મા એ બંને વચ્ચે પરમાર્થ સંબંધ હોઈ શકે નહિ. એવું બને કે આત્મા ઇચ્છા કરે તે જ સમયે શરીરનો વ્યાપાર તે સ્વરૂપે પોતાની યોગ્યતાથી પરિણમે અને આવું અનેક વાર થતું દેખાવાથી અજ્ઞાન આત્માઓને ભ્રાંતિ થાય છે કે શરીરાદિની ક્રિયા હું કરું છું' પણ આત્મા અને શરીર બંને જુદાં દ્રવ્યો હોવાથી અન્યોન્ય કેવી રીતે પરિણમાવી શકે ? આત્મા શરીરની ક્રિયાનો માત્ર સાક્ષી/જ્ઞાતા બની શકે. આ નિશ્ચયનયનો મત છે, પરમાર્થ સૂચવનારો છે તે સૂક્ષ્મબુદ્ધિથી ગુરુગમે સમજવો જોઈએ. [૪૨]
જ્યાં સુધી સ્થૂલદષ્ટિ નહિ જાય, સૂક્ષ્મદ્રષ્ટિ નહિ ઊઘડે ત્યાં સુધી આ સંસારના ધોખાને અને સંસારની માયાને જીવ જાણી શકતો નથી. માણસ સામાન્ય રીતે જાણે છે. દિવસ જાય છે. દિવસ જાણે છે કે માણસ જાય છે. ચક્રવર્તીઓ પણ ગયા. ક્યા ગયા ? કોઈ સ્વર્ગ કોઈ અપવર્ગ
અમૃતધારા ૧૧૫
Page #129
--------------------------------------------------------------------------
________________
અને કોઈ અધમવર્ગ પામ્યા. મનમાં સૂક્ષ્મતા આવે તો આ સર્વે મોહની રમત સમજાય. વૈરાગ્ય ઊપજે. મન વશ થાય. [૪૨૫]
શ્રી અરિહંતો આ જાણતા હતા તેથી મનને વશ કરવાનો, સૂક્ષ્મ કરવાનો અને શુદ્ધ કરવાનો ઉપાય બતાવતા ગયા. શ્રી નવકારને વિધિપૂર્વક આરાધવાથી મનમાં વિવેક જન્મે છે. નવકાર પાસે કંઈ માંગવાનું નથી, ફક્ત ગણવાનો છે. ભાઈ ! દુકાન માંડે પછી થોડો સમય ગયે નફો મળે ને ? પહેલાં તું બહુમાનપૂર્વક નવકારના જાપની દુકાન તો માંડ પછી દિવાળીએ નફો નુકસાન જોજે. નફો જ નફો
૪િ૨૬] જગતમાં નિર્ગુણી એવા જીવો પણ પૂજાય છે તે દ્રવ્ય-ધનનો ચમત્કાર છે, એ પ્રત્યક્ષ જણાય છે. વળી સામાન્ય મનુષ્યો ગુણના પૂજારી હોતા નથી, પણ દ્રવ્યના પૂજારી હોય છે. આથી ઉપદેશ વગર પણ એવી પ્રવૃત્તિ ઉત્સાહભેર કરવામાં આવે છે. તેમાં એવો વિશ્વાસ આવે કે બાહ્ય સુખનું કારણ ધન છે, તે ધનપ્રાપ્તિનું કારણ ધર્મ છે તો ધનપ્રાપ્તિ કરતાં ધર્મપ્રાપ્તિનો ઉત્સાહ વધે ને? ૪િ૨૭].
કરવું કરાવવું અને અનુમોદન કરવા દ્વારા ધર્મ શક્તિ મુજબ થાય છે. કરાવવામાં અનેકને સાથે લઈ કરી શકાય તો પણ તેમાં મર્યાદા છે. એ ક્યું અને કરાવ્યું બંને ભેગું કરવામાં આવે તો પણ અનુમોદન રૂપ ધર્મના સાગરની આગળ તે બિંદુ જેવું છે. કારણ કે અનુમોદનમાં દેશ, કાળ, કે દ્રવ્યનો પ્રતિબંધ નથી. અનુમોદન આપણી આજુબાજુ થતાં વર્તમાનના ધર્મથી થઈ શકે. ભૂતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મથી પણ થઈ શકે. વળી આ ભરતક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રોની પણ થઈ શકે. અનાદિકાલથી સર્વક્ષેત્રોમાં ધર્મ વળી પરિપૂર્ણ ધર્મરૂપે આરાધાતો આવ્યો છે. આ સર્વ ધર્મોનો સરવાળો અનંત અનંત થાય. અનુમોદના કેટલી થાય ?
૪િ૨૮] ૧૧૬ માં અમૃતધારા
Page #130
--------------------------------------------------------------------------
________________
એક બાજુ સ્ટીલ-લોખંડ છે બીજી બાજુ પાણી છે, બેમાં કોની શક્તિ વધારે ! સ્થૂળ દૃષ્ટિએ લોખંડની. પણ લોખંડને પાણીના પાત્રમાં નાંખી રાખો કાટ વળીને નાશ પામશે. આવાં ઘણાં દૃષ્ટાંતથી સમજીએ તો મનની શક્તિ વિશેષ છે. તે મન આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞામાં બંધાઈ ગયું છે. મન સાધે તેને મંત્ર કહેવાય મુખ્ય મંત્ર પંચપરમેષ્ટિ ભગવંતો છે. તે વડે મનને વશ કરી શકાય. તેવી આરાધનાથી જ્ઞાન/વિવેક જન્મે છે. જેથી સાધક સર્વ નયોને દ્રવ્યક્ષેત્રાદિના યથાર્થપણાને જાણી શકે છે. મૂળમાં તે મંત્ર મોહને ઓળખાવે છે. પછી તેને હટાવે છે. [૪૨૯]
ભક્તોનું હૃદય ચમત્કારિક છે. મંત્રશક્તિ આત્મપ્રેક ચમત્કારિક છે.
“નમો અરિહતાણં એ વાસ્તવમાં મોહનો કટ્ટર વૈરી. શ્રી અરિહંતોનો મોહરૂપી કટ્ટર શત્રુ સામે આ જ્યનાદ છે. આથી અરિહંતને નમસ્કાર, એ મોહને પડકાર છે. શ્રી અરિહંતના નામથી મોહથી સત્તા ધ્રૂજી ઊઠે છે. કારણ કે અરિહંતનું નામ સ્નેહના શસ્ત્ર વડે મોહનાં મૂળિયાં ઉખેડનાર તથા વિશ્વના મિત્ર શ્રી અરિહંત પરમાત્માની વિધવાત્સલ્ય ભાવનાનું સ્મરણ કરાવનાર છે. [૪૩૦]
“સર્વ જીવોની ઉત્કૃષ્ટ હિતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અહિંસાદિ-શત્રુતાનો ઉચ્છેદ કરનાર શ્રી અરિહંત પરમાત્મા છે તેથી ભાવથી તેમને નમસ્કા૨ ક૨ના૨ જીવ પણ જીવો પ્રત્યે શત્રુતાનો ત્યાગ ક૨ના૨ થઈને અરિહંત સ્વરૂપ બને છે.’’ [૪૩૧]
સર્વયોગોનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી જિનેશ્વરદેવોને હોય છે. જિનેશ્વરનો સામાન્ય અર્થ કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ એવો થાય છે. દેહરહિત શુદ્ધાત્માઓને તો યોગના વ્યાપારો શોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગોનો સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. આ પૌદ્ગલિક યોગ તે ઔદયિક આદિ
અમૃતધારા * ૧૧૭
Page #131
--------------------------------------------------------------------------
________________
શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલ આત્મા પરિણામ વિશેષ વ્યાપારને યોગ કહે છે. વાસ્તવિક યોગ તે મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ વિશેષ તે યોગ છે.
[૪૩૨] તૃષા તથા સુધાને શમાવવાની અને પ્રાણને ટકાવવાની તાકાત જ્યાં સુધી જળમાં અને પવનમાં રહેલી છે. ત્યાં સુધી તેની ઉપયોગિતા તથા નિત્ય નૂતનતા માનવીના મનમાં ટકી રહે છે. નામ, મંત્ર, જાપ પણ આત્માની ક્ષુધા તૃષાને શમાવનાર છે અને આત્માના બળવીર્યને વધારનાર છે, તેથી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા સ્વયં મંત્ર જયનારને અનુભવાય છે. તે કેવી રીતે એ પ્રશ્ન અસ્થાને છે. કેટલાક પ્રત્યુત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા નથી. હૃદયની વાત હૃદય જ જાણી શકે. શ્રદ્ધાની વાત શ્રદ્ધા જ સમજી શકે. ૪િ૩૩]
પરમાત્મતત્ત્વ અને તેની શક્તિને ન માનનારને મન પોતાનો “અહં' એ જ પરમાત્માનું સ્થાન લે છે, એ દોષ સર્વ સમર્થનું શરણ લીધા વિના કદી ટળતો નથી, અહં ટળતો નથી ત્યાં સુધી જીવને શાંતિનો અનુભવ આકાશકુસુમવત્ છે તો પછી આત્મઅનુભવ તો ક્યાંથી થાય?
૪િ૩૪] પ્રાણીમાત્રમાં જૂના-મૂળસંસ્કારનું બળ હોય છે. મનુષ્ય વિવેક વડે તે સમુચિત પરિવર્તન કરી શકે છે. આ મૂળ સંસ્કાર પર નિયંત્રણ રાખવામાં નથી આવતું તો તે મનુષ્ય માટે હાનિકારક બને છે. માટે નિયંત્રણ-દમનની ક્રિયા હોવી જરૂરી છે. દમન એ હાનિકારક ક્રિયા નથી પણ ઉચિત સમયે તે જરૂરી છે. જેમકે સંગ્રહની વૃત્તિ માનવમાં જો વિવેકપૂર્વકની નિયંત્રણવાળી હોય તો લાભ કરે છે, નહિ તો તે માનવમાં કૃપણતા કે ચોરી કરવા જેવા દોષો ધારણ થાય છે. તે જ પ્રમાણે લડવાનું બળ માનવને પ્રાણ રક્ષણ માટે જરૂરી છે. પણ જો તે અનિયંત્રિત બને તો રક્ષણ ને બદલે વિનાશનું કારણ બને છે. તે જ પ્રમાણે અન્ય સંસ્કારો માટે વિચારવું. અર્થાત્ માનવ માટે
૧૧૮ અમૃતધારા
Page #132
--------------------------------------------------------------------------
________________
આ મૂળ સંસ્કારનું પ્રકાશિત થવું અને નિયંત્રિત થવું બંને જરૂરી છે. જેમાં વિવેકની મુખ્યતા પણ જરૂરી છે. [૪૩૫]
આ સંસ્કારોના નિયંત્રણ માટે કેટલાક ઉપાયો છે. જ્ઞાનાર્ણવમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે મહામંગલવાક્યોનું જીવનમાં અવતરણ કરવું. તેના વડે આત્મશક્તિ પ્રકાશિત થઈ આહાર, ભય, નિદ્રા, પરિગ્રહ જેવી સંજ્ઞાઓ/સંસ્કારો સહેલાઈથી પરિષ્કૃત બને છે. નબળા બને [૪૬]
છે.
વળી સમસ્ત કલ્પના જાળને દૂર કરીને પોતાના ચૈતન્ય અને આનંદમય સ્વરૂપમાં લીન રહેવું તે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિનું સ્થાન છે. “હું નિત્ય આનંદમય છું. હું શુદ્ધ છું” અદ્વિતીય છું. ઉત્પાદ, વ્યય ધ્રૌવ્ય સહિત સત્ છું' આવાં મંગળ વાક્યો દ્વારા વ્યર્થવિકલ્પોથી વ્યક્તિ પોતાની રક્ષા કરે છે. પવિત્ર વિચાર અથવા ધ્યાનમાં લીન રાખે છે. અશુભ ધ્યાનથી દૂર રાખે છે. [૪૩૭]
શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ પણ એ માટે મહાન ઉપાય છે. મનુષ્યનું મન નિરર્થક રહેતું નથી. તેને મંગલવાક્યો કે સ્મરણ વડે ભરપૂર રાખવું. મનની નિરંતર ચાલતી ક્રિયા ૫૨ એ વડે શુભ પ્રભાવ પડતો રહેશે. [૪૩૮]
ત્રૈલોક્યદીપક - મંત્રાધિરા
નમસ્કાર મહામંત્ર વડે વ્યક્તિ પોતાના મનને પ્રભાવિત કરી સ્થાયી ભાવના સંસ્કારને દ્રઢ કરે છે. જેથી અનેક વાસનાઓ શમી જાય છે. જેમને જપનો અનુભવ નથી તેઓ ચારિત્ર્યને નિરર્થક અને યાંત્રિક માને છે. તેથી તેઓ તે વિષે કટાક્ષ કરે છે. શું વ્યક્તિનો સઘળો સમય પોતાની ધારણાપૂર્વકનો કે સુયુક્તિપૂર્ણ વિચારધારામાં જાય છે ? મોટા ભાગના મનુષ્યોને ઘણો સમય નિરર્થક અને કઢંગા વિચારોમાં પસાર થાય છે વાતા૨વરણ અને સંયોગોની અસર પણ હોય છે. આવા અનિયંત્રિત અને નિરર્થક સંસ્કારો, વિચારોના પ્રવાહ
અમૃતધારા * ૧૧૯
Page #133
--------------------------------------------------------------------------
________________
મંગળવાક્યો કે નામસ્મરણ વડે પરિવર્તન લાવી તેનું શોધન થઈ શકે છે. મંત્ર સૂતેલી ચેતનાને જાગૃત કરે છે. શાસ્ત્ર એ ચેતનાનાં રહસ્યો પ્રગટ કરે છે.
૪િ૩૯] જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળ જ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જુદો કેવળજ્ઞાન રૂપ સૂર્યના અરુણોદય સમાન અનુભવ પંડિતોએ/જ્ઞાનીઓએ જામ્યો છે. સર્વ શાસ્ત્રો દિશા બતાવનાર જ છે. સંસારસમુદ્રનો પાર તો એક અનુભવ જ પમાડે છે. ૪૪૦]
ઇન્દ્રિયોથી ન જાણી શકાય એવો સર્વ ઉપાધિઓથી રહિત શુદ્ધાત્મા વિશુદ્ધ અનુભવ સિવાય, શાસ્ત્રોની સેંકડો યુક્તિઓથી પણ જાણી શકાય નહિ. કોઈ ઇન્દ્રિયોથી ન જાણી શકાય એવા પદાર્થો યુક્તિથી હથેળીમાં જણાય તો આટલા વખતમાં પંડિતોએ તે અતીન્દ્રિય પદાર્થોનો નિશ્ચય કરી લીધો હોત. શુદ્ધ અનુભવ વિના પુસ્તકરૂપ, વાણીરૂપ અથવા અર્થજ્ઞાનરૂપ દૃષ્ટિ રાગદ્વેષાદિથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપને કેવી રીતે જાણે ? જ્ઞાની શાસ્ત્રરૂપ દૃષ્ટિથી શ્રુતજ્ઞાનશબ્દબ્રહ્મ જાણીને અનુભવથી સ્વપ્રકાશરૂપ-સ્વથી જ જાણી શકાય તેવા વિશુદ્ધાત્માને જાણે છે.”(જ્ઞાનસાર)
૪િ૪૧] શુદ્ધજ્ઞાનનયના અભિપ્રાય મુનિને જ્ઞાનસાર આત્મામાં ચાલવાથી ચારિત્રમાં ઠરવાથી જ્ઞાનદર્શન સાધ્ય છે. ક્રિયાનયના અભિપ્રાયે જ્ઞાનના ફલરૂપ (ઇયસમતિ આદિ ક્રિયાના લાભથી મુનિને જ્ઞાનદર્શન ચારિત્ર સાધ્ય છે. શુદ્ધ આત્મસ્વભાવમાં આચરણ, દોષની નિવૃત્તિરૂપ ફળ ન થાય તે જ્ઞાન કે શ્રદ્ધા નથી. જેમ દીવાની જ્યોતિનું ઊંચનીચે આડુંઅવળું જવું વિગેરે ક્રિયા પ્રકાશમય છે તેમ અન્ય સ્વભાવે નહિ પરિણમેલા જે આત્માની સર્વ ક્રિયા જ્ઞાનમય છે તેનું મુનિપણું/મૌનપણું સર્વોત્કૃષ્ટ છે. વાણીને નહિ ઉચ્ચરવારૂપ મૌન એકેન્દ્રિયમાં સુખેથી પ્રાપ્ત થાય છે. પરંતુ સંજ્ઞી-મનુષ્યને પગલોમાં મનવચન કાયાની પ્રવૃત્તિ ન થવી તે શ્રેષ્ઠ મૌન છે.
૪િ૪૨
૧૨૦ અમૃતધારા
Page #134
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાન મન અને ઇન્દ્રિયો વડે થાય છે. શ્રુતજ્ઞાન મનનો વિષય બને છે. ચિંતન મનન વડે ભાવસૃત વડે અનુભવજ્ઞાન થાય છે. તેનો ઉપાય ધ્યાન છે. શ્રત વડે જણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી સવિશેષ નવકાર-પંચપરમેષ્ઠીપૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર-નવપદ પૂરી પાડે છે. જ્ઞાનવડે થયેલો બોધ તે ધ્યાન વડે વિશેષ પરિણત થાય છે. પ્રત્યક્ષ અનુભવ બને છે. શ્રી નવકાર ભાવમંગળ છે. ભાવમંગળ આત્મપરિણામરૂપ છે. દ્રવ્ય નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે. તેના સમન્વયથી ભાવનમસ્કાર અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાન વિષયાકાર થઈ (આત્મા) શેયને જણાવે છે.
૪િ૩] સામાયિક એટલે સર્વ જીવો આત્માતુલ્ય છે તેવી સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પરમાત્માતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ, સામાયિક ધર્મજીવન જીવવાનો અભ્યાસ છે. ધ્યાનમાં નવકારની મુખ્યતા છે. શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયનું પ્રતીક છે. નવકાર દુન્યવી લોભનો વિપક્ષી છે, શત્રુ છે અને મુક્તિ સુખનો લોભ જીવમાં જગાડે છે.
૪િ૪૪] નમસ્કારમંત્રમાં અત્યંત સામર્થ્ય છે કારણ કે તે નમસ્કાર જેને કરવામાં આવે છે તે દેવગુરુમાં એવું સામર્થ્ય છે. દેવે તે દેવ એ અરિહંત અને સિદ્ધ, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પમાડનાર છે. દિખાવે તે ગુરુ તે આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાડનાર છે. એટલે દેવગુરુને નમસ્કાર એ મૃત સાગરને પાર પામવાનો ઉપાય છે. સંસારી આત્મા આઠ કર્મથી આવરાયેલો છે, તેની નીચે સ્વમાં જે શુદ્ધ સ્વરૂપ રહેલું છે તે અરિહંત અને સિદ્ધ સમાન છે. આવો બોધ નમસ્કારમંત્ર આપે છે. મંત્રનો જાપ હૃદયમાંથી દૂષિત ભાવનાઓને બહાર કાઢીને અંતઃકરણને શુદ્ધ કરે છે. વળી મંત્રજાપ વડે ગરમી વધવાથી મસ્તિષ્કની ગુખ સમૃદ્ધિનો કોષ ખૂલી જાય છે. તેથી ઉત્તમ કાર્યો સિદ્ધ થાય
અમૃતધારા * ૧૨૧
Page #135
--------------------------------------------------------------------------
________________
છે. આવો લાભ શ્રદ્ધાવાનને, સદાચારીને થાય છે. [૪૪૫]
હે જીવ! જો તું એમ માનતો હોય કે હું બહારમાં કંઈ કરી શકું છું તો તારા રાગાદિ અશુદ્ધ અવસ્થાઓને નિર્મૂળ કર. શુભાશુભ તમામ વિકલ્પોને ત્યજી દે, નષ્ટ કરી દે. આ સિવાય આત્માર્થે બીજું કંઈ કરવાનું નથી. જો કર્તુત્વભાવમાં તું રાચતો હોય તો રાગાદિ ભાવને છોડ, અગર તો કરું કરુંનું મિથ્યાભિમાન ત્યજી દે. મારી ઇચ્છા મુજબ હું કંઈક કરી શકું છું, મેળવી શકું છું. ભોગવી શકું છું. તે મિથ્યાભાવ છોડી દે. તો સાક્ષીભાવ, જ્ઞાતા દ્રષ્ટાભાવ પ્રગટ થશે. [૪૪૬]
તું ઇચ્છે કે ન ઇચ્છે દરેક દ્રવ્યની અવસ્થાઓ કાળની યોગ્યતા અનુસાર તે તે કાળે થાય છે. તેમાં હે જીવ તું શા માટે ફેરફાર કરવા ઉદ્યમ કરી આકુળ થાય છે. અરે તારા પોતાના વિભાવભાવોનો કર્તા ભોક્તા શા માટે બને છે ? તું તારા ઉપયોગ ને ત્યાંથી ઉઠાવી તારા સ્વરૂપમાં મગ્ન થઈ જા. જેમ તું અન્ય પદાર્થને જાણે છે. જાણવાવાળો છું તેમ નિર્ણય કર અને પછી તું જ અનુભવ કર કે હું તો સ્વનો કર્તા છું રાગાદિનો કર્તા નથી. [૪૭]
મન વચન કાયાના યોગે કર્મ બંધાયેલાં છે, તે ઉદયમાં આવે ભલે તે મન વચન કાયા ભોગવે છે, તું શા માટે વચમાં આવે છે. તું તો શુદ્ધાત્મા. તારે પાપ કે પુણ્ય સાથે શું લેવા દેવા ? મનાદિ યોગમાં એકત્વ બુદ્ધિ કરવાથી આત્મા દંડાય છે. કર્મવિપાકે વેદના દુઃખ આવે છે ત્યારે કહે કે હે કાયા ! આ તારે કારણે તેં જ બાંધેલાં કર્મ ઉદયમાં આવ્યા છે તો હવે તું જ ભોગ. હે ચેતન ! તું સાક્ષી ભાવે જોયા કર. આ રીતે દેહથી ભિન્ન થઈ, સાક્ષીભાવે રહી, આત્મસ્વરૂપમાં સ્થિર થા. મનવચન કાયામાં એકત્વબુદ્ધિને ત્યજીને શુદ્ધાત્મસ્વભાવમાં શ્રદ્ધારૂપે સ્થિર થા. નિશ્ચયથી સ્થિર થા.
૪૪૮] મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકારે સિદ્ધ થાય છે. ઉત્સાહાત – અપૂર્વ વર્ષોલ્લાસ વધારવાથી.
૧૨૨ અમૃતધારા
Page #136
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયાત – આ મારું પરમ કર્તવ્ય છે એવા એકાગ્ર પરિણામથી. ઘેર્યાત – કષ્ટ વખતે સ્થિર રહેવાથી. સંતોષાત – આત્મરમણતા ધારણ કરવાથી.
તત્ત્વદર્શનાત – યોગ એ જ તત્ત્વ છે પરમાર્થ છે એવો વિચાર દઢ કરવાથી.
જનપદત્યાગાત – ગતાનુગતિક લોકવ્યવહારનો પરિત્યાગ. આવો યોગ એટલે ધ્યાન કરવાથી થતો એકાગ્રતાનો પરિણામ. [૪૪૯]
આકાશમાં રહેલા તારાઓની, પૃથ્વી પરની રેતીના રજકણોની, મેઘમાંથી વરસતા વરસાદનાં બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે તેથી અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તો પણ ઉત્સહાદિ છ કારણો સહિત પ્રયત્ન કરવામાં આવે તો, પંચપરમેષ્ટિના ધ્યાન વડે મન વશ થઈ શકે છે. તેમાં ધ્યાતા પોતે શાંતતા, સ્થિરતા, નિશળતા અને નિર્ભયતા આદિ ગુણોનો અનુભવ કરી શકે છે. ૪િ૫૦)
ચિત્તની એકાગ્રતા બળાત્કાર થતી નથી. કદાચ કોઈ પ્રયત્ન કરે તો તે દીર્ઘકાળ ટકતી નથી. ચિત્તનો સ્વભાવ એવો છે કે તેને જેમાં રસ આવે તેમાં તરત જ સ્થિર થઈ જાય છે. શ્રીઅરિહંતમાં રહેલી વિશેષતામાં જીવને જેમાં રસ આવે તેમાં લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. તેથી ચિત્તની લીનતા આવી જાય છે. લીનતા આવે મંગળનું આગમન થાય છે અને વિબો ટળી જાય છે. શ્રી અરિહંતની બાહ્ય વિશેષતા આઠ પ્રાતિહાર્ય અને સમવસરણની રચના છે. અંતરંગ વિશેષતા, અનંતજ્ઞાન, વૈરાગ્ય, કરુણા વિગેરે છે. તેનું દઢપણે ધ્યાન કરનાર આત્માના અંતઃકરણમાં સમ્યક્ત્વ પ્રગટ થાય છે. મિથ્યાત્વનું ઘોર અંધારું દૂર થાય છે. અરિહંતને નમસ્કાર કરેલી ક્રિયા ચિત્તનો ભાવ જગાડવા માટેની સરળ યુક્તિ છે.
૪િ૫૧] મૈત્રી : અન્યના હિતનો વિચાર, અહીં સ્વહિતનો વિચાર ન લખ્યું. પોતાના સુખ માટે જેટલો વિચાર આવે તેટલો બીજાના સુખ માટે
અમૃતધારા ૧૨૩
Page #137
--------------------------------------------------------------------------
________________
નથી.
વિચાર આવે ત્યારે મૈત્રી જન્મે.
પ્રમોદ = અન્યના ગુણ જોઈ રાજી થવું.
પોતાના ગુણ જોઈને રાજી થનારા ઘણા છે, માટે તો મોક્ષ ન થયો. માન મોક્ષમાર્ગથી વિરુદ્ધ છે.
કરુણા = અન્યના દુઃખ પર અનુકંપા. પોતાના કે પોતાના હોય તેના દુઃખ પર અનુકંપા થાય છે. અન્યની ક્યારે કરી?
મધ્યસ્થતા નિગુણું-અપરાધી પ્રત્યે તટસ્થતા. તિરસ્કાર નહિ.
આનો અર્થ એ થયો કે અન્યના હિત વિચારથી ધર્મનો જન્મ થાય છે. કેવળ સ્વાર્થવૃત્તિવાળા જીવો ધર્મના આરાધક બની શકતા
૪િ૫૨] - નિશ્ચયદૃષ્ટિવાળા કહે કે કોઈ અન્યનું કાંઈ કરી શકતું નથી, એમાં નિશ્ચયની મુખ્યતા છે. યદ્યપિ તેમાં કર્તાભાવ છૂટવાની દૃષ્ટિ ગ્રહણ કરવાની છે. કેવળ પોતાનું હિત જોવું આ દૃષ્ટિનો હેતુ નથી. જેમ ઉપયોગ જીવનું લક્ષણ છે, પરસ્પરોપગ્રહો જીવાનામ્ જીવો સાથેનો નિર્દોષ સંબંધ છે. દરેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં વિશ્વની રચના જ નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકતું નથી. પરંતુ તેમાં ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
૪પ૩] આત્માનુભવમાં ઉતાવળ કે અજ્ઞાન ન ચાલે. કોઈના આપવાથી આત્માનુભવ થતો નથી. આત્માનુભવ-અસંગ દશા માટે ભગવાનની આજ્ઞાનું પાલન જોઈએ (વચનયોગ) ભગવાનની આજ્ઞા તો જ સર્વાગ પાળી ગણાય જો તેમના પર હૃદયપૂર્વકની નિર્દોષ ભક્તિ આવે (ભક્તિયોગ, ભક્તિ તો જ આવે જો ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા-પ્રેમ હોય પ્રીતિયોગ) શરૂઆત પ્રીતિયોગથી પરિણમે અસંગયોગ આવે. પ્રથમના ત્રણ નિશ્ચય સાપેક્ષ વ્યવહાર દૃષ્ટિ છે. જેમાંથી નિશ્રયદષ્ટિનું રહસ્ય પ્રગટ થાય છે.
૪િ૫૪] સુખનો લોભી ધર્મક્રિયા કરે તો પાપાનુબંધી પુર્વ બાંધે છે. અને
૧૨૪
અમૃતધારા
Page #138
--------------------------------------------------------------------------
________________
તે પુણ્યના ઉદયકાળમાં સુખને સુખરૂપે ભોગવી શકતો નથી. ગુણનો લોભી ધર્મક્રિયા કરતા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને પુણ્યના ઉદયે સુખ મળે ત્યારે સુખબુદ્ધિથી ભોગવતા નથી, સુખરૂપે ભોગવીને ભોગાવતો કર્મનો નાશ કરી ગુણપ્રાપ્તિમાં આગળ વધે છે. સંસારનું સુખ ગુણના લોભીની પાછળ ચાલે. સુખના લોભથી સુખ ભાગતું જાય છે. તેથી સિદ્ધના જીવોને જે સુખની અનુભૂતિ થાય છે તેનો આંશિક સ્વાદ ગુણના લોભીને થાય છે.
પિપ] કામરાગ : ઈચ્છા અને વાસના રૂપ છે. તેથી સચેતન અને અચેતન પદાર્થોને ઉપયોગમાં લેવાનો રાગ તે કામરાગ. તે પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. પદાર્થો બદલાતા રહે છે. ધર્મમાર્ગમાં પણ દેવગુરુને શ્રધ્ધઆદિ જોઈને રાગ થાય પણ ગુણો પર ન થાય. તે કામરાગનો પ્રકાર છે.
૪િ૫૬] સ્નેહરાગઃ કામરાગનો વિસ્તાર. જે પદાર્થો પ્રત્યે કામરાગ થયો તે પ્રત્યેનો ગાઢ રાગ તે સ્નેહરાગ. આ રાગ ભવાંતરમાં સાથે જાય છે, જેમકે ચક્રવાક ચક્રવાકીનો નરમાદાસંબંધ અન્યના વિયોગમાં ઝૂરીને મરણ પામે. પ્રશસ્તમાં ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમસ્વામીનો સ્નેહરાગ હતો, તેથી અપેક્ષાએ કેવળજ્ઞાન અપ્રગટ રહ્યું. [૪૫૭]
દષ્ટિરાગઃ અત્યંત રાગવાળા જે જે પદાર્થો દૃષ્ટિમાં આવે, સ્વપ્નમાં પણ આવે તે દૃષ્ટિરાગ છે. સ્નેહરાગની તીવ્રતા દૃષ્ટિ રાગ છે. તે તે પદાર્થો જડ કે ચેતન રાગ પૂર્વક દૃષ્ટિમાં નજરાયા જ કરે. પ્રથમના બે રાગ કરતાં દષ્ટિરાગ વધુ હાનિકારક છે. [૪૫૮].
ત્રણે રાગ હેય છે. ગુણપ્રાપ્તિ માટે નિસ્વાર્થબુદ્ધિવાળો પ્રેમ ગ્રંથિદેશ સુધી આવેલા જીવો જાણે છે. ગુણનો અનુરાગ વધે છે. મૈત્રી આદિ ભાવ પેદા થાય છે. સુખનાં સાધનો હેય રૂપે લાગે છે. એટલે સંસારમાં તીવ્ર ભાવે રાગ થતો નથી. સાગરની ભરતી સમયે ઓટનો વિચાર કરવા મન તૈયાર થતું નથી તેમ શાતાના/શુભના ઉદયમાં મન
અમૃતધારા ૧૨૫
Page #139
--------------------------------------------------------------------------
________________
અશાતાનો કે અશુભનો વિચાર કરવા તૈયાર થતું નથી. [૪૫]
કાંટો કાઢવામાં મુશ્કેલી નથી તેના સ્થાનમાંથી ઊંચો લાવવામાં મુશ્કેલી છે. તેમ પાપત્યાગ કરવામાં મુશ્કેલી નથી તેના પક્ષપાતથી મનને મુક્ત કરવામાં મુકેલી છે. લડો કર્યો સાથે ભળી પ્રભુ સાથે.
૪િ૬૦] જ્ઞાન અને આચરણ વિષે અંતર રહે છે. જેમકે સાચું બોલવું તે શ્રવણ થાય, તે સત્ય છે તેનું જ્ઞાન થાય પણ તે પ્રમાણે બોલવામાં આચરણ કરવામાં અંતર પડે છે. આ જ્ઞાન અને આચરણને જોડનાર શ્રદ્ધા છે. યદ્યપિ જ્ઞાન સત્ય પ્રત્યે આકર્ષણ પેદા કરે છે. તે જ્યારે દઢ થાય ત્યારે જ્ઞાન સ્વયં આચરણ બને છે. જેનું જ્ઞાન થાય તેની શ્રદ્ધા થવી જોઈએ. તે આચરણ સુધી પહોંચાડે છે.
અપ્પા કત્તા વિકત્તા વા દુહાય ચ સુહાય ચ | આત્મા પોતે જ પોતાના સુખનો અને દુઃખનો કર્તા છે. ૪િ૬ ૧]
વીતરાગના સન્માર્ગમાં ઉત્સર્ગ અને અપવાદ બે પદ્ધતિ છે. યદ્યપિ મહાજનો યેનગત સપંથાઃ સાધક જીવો માટે ઉત્સર્ગ માર્ગ ઉપાદેય છે. અપવાદ માર્ગ પૂર્વે ઉત્સર્ગ તો હોય જ, જેમકે ભરત મહારાજને અરીસામાં ભવનમાં વૈરાગ્યદશા ઉત્પન્ન થતાં કેવળજ્ઞાન થયું. આ વાતની પૂર્વ કરેલી સંયમની સાધનાના ઉત્સર્ગને ન જાણનાર અરીસાના ઓરડા બનાવે તેમાં રાતદહાડો પડ્યો રહે તો ભ્રમિત થઈ પાગલખાના ભેગો થાય. પણ જ્ઞાન ન થાય.
૪િ૬ ૨) વીતરાગના મોક્ષમાર્ગમાં પોતાની ભૂમિકાનુસાર પોતાની અંતરદશાનું તારણ કાઢી, બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને વિચારીને ઉત્સર્ગ અને અપવાદ માર્ગનો વિવેક કરી આત્મ સંશોધન કરો. બાહ્યપણે સંયમાદિની વિધિ પ્રવૃત્તિ કરે ત્યારે કથંચિત શુભરાગ પેદા થાય, કોઈવાર પ્રશસ્ત રાગની મુખ્યતા જોવામાં આવે તો પણ સાધકને તેમાં હેય ઉપાદેયનો વિવેક હોય છે. તેથી ઉત્સર્ગ એટલે ક્રમિક માર્ગને
૧૨૬ ૯ અમૃતધારા
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્વીકારે છે.
[૪૬ ૩]
પ્રથમ દેવ ગુરુ ધર્મની મુખ્યતા સમજે તે પ્રત્યે બહુમાન આવે, સમર્પણતા આવે. સંસારનાં કાર્યોની ગૌણતા થાય. શાસ્ત્ર શ્રવણમાં શ્રદ્ધા થાય. તપાદિમાં પ્રવૃત્ત થાય, આમ ભૂમિકા બંધાય તેમ તેમ આગળ વધી અંતર્મુખ થાય. [૪૬૪]
નિશ્ચયધર્મની મુખ્યતા રાખી વ્યવહારધર્મની પ્રવૃત્તિ જિનાજ્ઞાગુરુઆજ્ઞાને આધીન યથાશક્તિ પ્રમાણે હોય છે. નિશ્ચયધર્મની ભાવનાવાળો સાધક વીતરાગ દેવાદિનો આદર ભક્તિ કરે છે; સમર્પણ ભાવ સેવે છે. વળી પૂર્ણતા ન પામે ત્યાં સુધી વ્યવહા૨ મોક્ષમાર્ગની જે જે વ્યવહાર પ્રવૃત્તિ છે તેની સમ્યક્ પ્રકારે વૃદ્ધિ કરે છે. આમ નિશ્ચયધર્મની મુખ્યતા અને વ્યવહાર પ્રવૃત્તિની યોગ્યતાનુસાર સહજ ઉપાદેયતા હોય છે. જો એમ ન સમજે તો તેને નિશ્ચયધર્મની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રાનુસારી ભૂમિકા કે ગુણસ્થાને સાધક જો વ્યવહારધર્મથી અલગ થાય તો તેને શુધ્ધધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે સાધકે આત્મસંતુલન જાળવી નિશ્ચય અને વ્યવહારધર્મને આચરવો. [૪૬ ૫]
સાચો સાધક-સાધુ કોણ હોય! સાધુતા એટલે અંતર્મુખ થવું. સાધારણ મનુષ્ય પોતાથી બહાર હોય છે. અરે ! ધન, માન, પરિવાર એ સઘળાની સાથે હોય છે. પણ પોતે પોતાની સાથે રહેતો નથી રહી શકતોનથી બહાર રહેવું એ મૂર્છા છે. સ્વથી અલગતા છે તે અસાધુતા છે. ૫૨નો લગાવ તે મોહનીય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘સુત્તા અમુણી' સૂએ છે તે અમુનિ છે.
[૪૬]
સાધુતા એટલે આત્મશાંતિ, સ્વાધીન આનંદ. સમ્યક્ પરિણામ સર્વ પરિસ્થિતિમાં નીરવશાંતિ, ચિત્તની સરળતાં અને સમતા પ્રાપ્ત કરવી તે સાધુતા છે. સાધુતા વેશમાં છુપાતી નથી. સાધુતા બાહ્ય સત્ય નથી એ તો અંતરનું અમૃત-સત્ય છે. [૪૬ ૭]
એક સંત અને તેમનો શિષ્ય અન્યત્ર ગામ જઈ રહ્યા હતા.
અમૃતધારા “ ૧૨૭
Page #141
--------------------------------------------------------------------------
________________
અચાનક આંધી તોફાન ચઢી આવ્યાં માર્ગમાં ચાલવાની પણ મુશ્કેલી હતી ક્યાંય રોકાઈ શકાય તેવું ન હતું. મહા મુશ્કેલીએ ગામની નજીર પહોંચ્યા. કપડાં ખૂબ ભિંજાઈ ગયાં હતાં. પગ કાદવથી ખરડાઈ ગયા હતા. શરીર થાકથી ભરાઈ ગયું હતું.
સંતે શિષ્યને પૂછ્યું વાસ્તવિક સાધુ કોણ હોય? શાસ્ત્રજ્ઞાન હોવું, ઉપદેશ આપવો, અંધને દેખતો કરવો, વન્યપશુઓથી નિર્ભય રહેવું, શરીરનાં કષ્ટો સહેવાં આટલી જ સાધુતા નથી. સાંભળ, આપણે હમણાં જે ગામે પહોંચશું હજી રાત છે. ધર્મશાળાના બારણાં પર ટકોરા લગાવીશું દ્વારપાળ પૂછશે, કોણ છો ? “અમે બે સાધુ એ દ્વારપાળ આવેશમાં બોલશે ભિખારીઓ, માંગણ, ચાલી જાવ અહીં જગા નથી. અને બારણું બંધ કરે. ત્યારે મનોદશા કેવી થાય? ૪િ૬૮]
આપણે પુનઃ બારણાને ટકોરા વગાડીશું. ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યું છે. ભૂખ તરસ લાગી છે. દ્વારપાળે દ્વાર ખોલ્યું અને લાકડીથી પ્રહાર કર્યા. અને અપશબ્દ બોલ્યો. છતાં આપણા ચિત્તમાં કોઈ તરંગ ન હોય, જેમ સાધનાકાળમાં ધ્યાનસ્થ દશામાં ચિત્ત શાંત હોય એ જ શાંતિનો અનુભવ અને દ્વારપાળમાં પ્રભુનાં દર્શન થાય ત્યારે અંતરમાં સાધેલી સાધના પ્રગટ થાય. આપણે માથે કોઈ સગડી સળગાવવાનું નથી. ફક્ત આટલું જ બને આપણી સાધના પ્રગટ થાય. જીવન ધન્ય બની જાય.
૪૬૯] ઉપાદાન-નિમિત્ત. અન્યોન્ય અપેક્ષિત છે. ઉપાદાન નિજશક્તિ છે. નિમિત્ત સંયોગજનિત અન્ય દ્રવ્યની અવસ્થા છે. સંસારી જીવો મહદ્દઅંશે નિમિત્તાધીન હોય છે. કારણ કે આત્મશક્તિનું માહત્ય જાયું નથી. સમજ્યો નથી. એટલે ભૂમિકાનુસાર જ્ઞાનીઓ પુષ્ટ અવલંબનનું નિરૂપણ કરે છે. જો નિમિત્ત શુદ્ધ અને પુષ્ટ હોય તો આત્માની શક્તિ ઉપાદાનની સબળતા પ્રગટ થાય છે. છતાં કેવળ નિમિત્તથી કાર્ય થાય તેવું પણ નથી. ઉપાદાન નબળું હોય તો પુષ્ટ અવલંબન કાર્યકારી થતાં નથી.
૪િ૭૦).
૧૨૮
અમૃતધારા
Page #142
--------------------------------------------------------------------------
________________
વળી જો ઉપાદાન સબળ હોય, કે પૂર્વના દઢ સંસ્કારવાળું હોય તો નિમિત્ત મળી રહે છે. આ કાળમાં મહાત્માઓને સ્વાભાવિક ત્યાગ વૈરાગ્યના ભાવ થાય છે. ત્યારે તેમને તેવા નિમિત્ત મળે છે. અને સંસારનો ત્યાગ કરી આત્મ સાધનામાં પ્રવૃત્ત થાય છે. ઉપાદાન કાર્યરૂપ છે. નિમિત્ત કારણરૂપ છે. કોઈ વાર ઉપાદાન નબળું હોય અને કોઈ ઉત્તમ-પુષ્ટ નિમિત્ત મળતાં જીવની શક્તિ પ્રગટ થાય છે. આમ બંને તત્ત્વો અન્યોન્ય અપેક્ષિત છે.
૪િ૭૧] જેમ કોઈ કહેશે કે મને તપ થતું નથી, પણ પરિવારમાં કોઈ તપ કરે કે સાધુમહાત્માનો પરિચય થતાં નાના નાના તપથી પ્રારંભ કરે. તેમ કરતાં કરતાં વિશેષ તપની આરાધના કરી શકે, આ રીતે સબળ નિમિત્તના સહવાસમાં જીવ ઉપાદાનને જાગૃત કરી શકે છે. ૪િ૭૨]
અનાદિનું જીવનું પરિણમન નિમિત્તાધીન રહ્યું છે. એટલે તેની દૃષ્ટિ ઉપાદાનરૂપ નિજશક્તિ પ્રત્યે ગઈ નથી. જ્ઞાની જનો એવા જીવને મુખ્યપણે નિજશક્તિનું માહાત્મ બતાવી પુષ્ટ નિમિત્તો જેવા કે સદૈવ નિગ્રંથ ગુરુ, ધર્મશાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે. તે પ્રત્યે જીવને સમર્પણભાવ પેદા કરાવી ઉપાદાનને સબળ કરવા પ્રતિબોધે છે. માત્ર ઉપાદાનને જ મુખ્ય કરે અને પુષ્ટ નિમિત્તનું અવલંબન ન સ્વીકારે તો તેમાં પડવાના ઘણાં સ્થાનકો છે. આ કાળમાં મોટે ભાગે નબળા ઉપાદાનના યોગવાળા જીવોની વિશેષતા છે. તેમણે ઉત્તમ નિમિત્તોને સેવીને ઉપાદાન દઢ કરવું જોઈએ. કાર્ય સિદ્ધ થતાં નિમિત્ત છૂટી જાય
૪િ૭૩] ભલે કાર્યસિદ્ધિમાં ઉપાદાનની મુખ્યતા હો. તે સમ્યક સિદ્ધાંત છે, વળી જેમનું ઉપાદન - પરિણમન દઢ હોવા છતાં, પોતાની દૃષ્ટિ સ્વપુરૂષાર્થમાં હોવા છતાં મહાત્માઓ ભૂમિકાનુસાર સદેવ, સગુરુ કે સત્ શાસ્ત્રની ગૌણતા કરતા નથી. સત્સંગાદિને ત્યજતા નથી. વળી ઉપકારી એવા તીર્થંકર પરમાત્મા કે ગુરુજનોનું બહુમાન પણ ચૂકતા નથી.
અમૃતધારા ૧૨૯
Page #143
--------------------------------------------------------------------------
________________
આમ ઉપાદાન અને નિમિત્તની યથાર્થતા જાણે છે અને તે પ્રમાણે જ્ઞાનીઓ બોધ આપે છે. તેમાં ક્યાંય વિરોધાભાસ હોતો નથી. ૪િ૭૪]
વળી જ્ઞાનીજનો ઉત્સુત્ર પ્રરૂપણામાં ભવભ્રમણને જાણે છે, તેથી તેમના ઉપદેશમાં આત્મહિતનો જ આશય હોય છે. તેવા જ્ઞાની મહાત્માઓ પ્રત્યે તેના ઉપકાર પરત્વે, તેવા પુષ્ટ નિમિત્ત પ્રત્યે ગુરુજનોની કૃપા દ્વારા અધ્યાત્મતત્ત્વ, પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય છે. માટે તેવા મહાત્માઓ પ્રત્યે અહોભાવ એ માર્ગની પ્રણાલિ છે. ૪િ૭૫),
ઉપાદાન નબળું હોય, સ્વઆશ્રિત પુરુષાર્થ હજી સંભવ ન હોય અને ગુરુઆજ્ઞા વિહીન કંઈ પણ અધ્યાત્મ આરાધના કરવા જાય, કે પુષ્ટ અવલંબનો ત્યજી દે તો સ્વચ્છંદતા પોષાય. મત્સર જેવા દોષો આવે. નિશ્ચયાભાસી થઈ માર્ગ ચૂકી જાય. માટે જીવે શાસ્ત્રાનુસારી વ્યવસ્થિત આરાધના સ્વીકારવી જોઈએ. પ્રાથમિક ભૂમિકાએ તો ગુરુઆજ્ઞાને આધીન રહી વિનયપૂર્વક પૂર્ણતાને લક્ષે આરાધના કરવી. પોતાની મતિકલ્પનાને નેવે મૂકવી અને સ્વાર્પણભાવે કાર્ય સિદ્ધિ કરવી.
૪િ૭૬] અવલંબન નબળું હોય અને નાશ કરનારું હોય તો તે અહિતકારી છે. જેમ કુંભારે ચાકડો ફેરવવા લાકડી રાખી તે ઘડો ઘડવાનું બાહ્ય નિમિત્ત છે. તે લાકડી ઘડો ફોડી શકે. સંસારી કોઈ અવલંબન હિતકારી નથી, કે પુષ્ટ નથી જેમ માતાપિતા સ્વચ્છેદી પુત્રને સાધુ મહાત્મા પાસે લઈ જાય. પુત્ર સુધરે પણ ખરો અને દીક્ષા લેવાનું કહે તો માતાપિતા ના પાડે. પુત્રને સુધારવો હતો પણ સંસારમાં રહે તેવો. આમ સંસારી અવલંબનો નબળાં હોય છે. સર્વોત્કૃષ્ટ અવલંબન તીર્થંકર પરમાત્મા છે કેમ કે તેમાં સાધકનું સાધ્ય જે મોક્ષ છે તે વિદ્યમાન છે. તેમના સંપર્કથી, અત્યંત અહોભાવથી તેમના ગુણો સાધકમાં અવતરણ થાય છે.
૪િ૭૭] અંધારામાં શસ્ત્ર-અસ્ત્રના પ્રહાર કરવાથી પ્રકાશ પ્રગટ થતો નથી
૧૩૦ જ અમૃતધારા
Page #144
--------------------------------------------------------------------------
________________
પરંતુ પ્રકાશના સાધન દ્વારા અંધારું દૂર થાય છે. અશાંતિ, મનના વિકલ્પો શાંત કરવા તેને જાણવા જરૂરી છે. મનમાં જે કંઈ બને છે વિકલ્પો ઊઠે છે તેનો કર્તાભાવ છોડો. તેની સાથે સાચીખોટી મુલવણી ન કરો સાક્ષી ભાવે જુઓ. જાણવાનો પ્રયોગ કરવો. ઉપયોગ-ચેતના સાક્ષી બનશે કે ત્યાં જ બાહ્ય દૃશ્ય છૂટી જશે, અને ઉપયોગ દ્રષ્ટાને પકડશે. ત્યાં નિજઘરમાં સ્થિર થશે. અજ્ઞાન દૂર થઈ પ્રજ્ઞા પ્રગટ થશે. [૪૭૮]
સિનેમાનો પડદો કોઈ ચિત્રવાળો નથી તેની પાછળ ચિત્રોનું પ્રક્ષેપણ હોય છે. તે પડદા પર દશ્યમાન થાય છે. તે જોઈને પ્રેક્ષક મંત્રમુગ્ધ બને છે. દુનિયાને ભૂલી જાય છે. એ દૃશ્ય સાચા માનીને ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે. આ પ્રમાણે માનવના મનના પડદા પર પૂર્વના સંસ્કારો, વાસનાઓ અને વૃત્તિઓ પ્રક્ષેપિત થાય છે. એ ક્રમ અવિરત ચાલે છે. માનવ ચલચિત્રને જોઈને જેમ સુખી દુઃખી થાય છે. તે કેવળ તત્ક્ષણ પૂરતું છે. ચલચિત્ર પૂરું થતાં દર્શકને ભાન થાય છે, અને ઘર તરફ જવા તૈયાર થાય છે. તેમ સાધકને ભાન થાય કે આ તો જન્મજન્મનું ચલચિત્ર છે ત્યાં રોકાવા જેવું નથી. પોતાનું સ્વરૂપ નિજઘર છે. ત્યાં જતી ચિત્તવૃત્તિઓને શમાવે છે. અને મુક્તિ પામે છે. [૪૭]
ધર્મ-મુક્તિ એટલે સ્વપ્રતિ દૃષ્ટિ, જાગૃતિ. ધર્મની હરેક ક્રિયા, મંત્ર, અનુષ્ઠાન સ્વપ્રતિ દૃષ્ટિ કરવામાં અપેક્ષિત સાધન છે. દુખના વિસ્મરણ માટે ટી.વી. આહારાદિ સાધનો જેવું તે કેવળ કલ્પિત નથી. ભૌતિક સાધનો વડે દુઃખનું વિસ્મરણ થાય છે. મૂળ છેદાતું નથી. તેમ બાહ્ય ક્રિયા આલંબનો પણ વર્તમાનના અશુભ ભાવોને રોકે છે. શુભભાવમાં ચિત્તને જોડે છે. પરંતુ તે સ્વરૂપધર્મ નથી. ઉપદેશાદિના યોગથી જીવ જાગૃત બને, સ્વરૂપને જાણે, ત્યાં સુધીની યાત્રા કરાવવા ધર્મઅનુષ્ઠાનોનો સંબંધ છે. તેથી આગળ સ્વાધીન માર્ગ છે. [૪૮]
ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરેધર્મ ન જાણે હો મર્મ, જિનેશ્વર'
(શ્રી આનંદઘનજી)
અમૃતધારા : ૧૩૧
Page #145
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વનો અનુભવ. ધર્મમાર્ગમાં આવતા જીવોને જાણે અજાણે આત્માના અનુભવની વાત ગમે છે. પણ પછી ભૌતિક ક્ષેત્રની પ્રતિષ્ઠામાં આદત પ્રમાણે ખોવાઈ જાય છે અને સગવડ સામગ્રીમાં સુખ માને છે. તેમાં થોડો બાહ્યધર્મ કરી સંતોષાઈ જાય છે. આત્મસુખ કે અનુભવ બહારની વસ્તુ નથી. આવું તો ઘણું સાંભળ્યું ખરું ને? હવે પ્રયોગ કરો. હુંપણાનો, કર્તુત્વનો ભાવ છોડો એ હળવાશ અને સરળતા સ્વના અનુભવમાં લઈ જવા પ્રર્યાપ્ત છે. ૪િ૮૧]
બુદ્ધિમાન છો તો જ્ઞાન-તત્ત્વ માર્ગે જાવ પણ હા ગૌતમસ્વામીની જેમ હુને છોડી દેજો. નહિ તો વળી આ કહું તો ફૂલીને ફાળકો થશે. હૃદયવાન છો તો ભક્તિ માર્ગે ચાલ્યા જાવ. ભક્તિમાં સમર્પણભાવમાં “મારું છૂટી જાય છે. હું તો પ્રભુનો મારું કંઈ નહિ. પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે નરસિંહ ભક્ત કહે પ્રભુએ આપ્યો હતો પ્રભુએ લઈ લીધો મારું કંઈ નહિ.
૪િ૮૨] - જ્ઞાન અને ભક્તિ બંનેમાં હું અને મારું છોડી દેવાનું. સત્ય તો એ છે કે છૂટી જાય છે. જ્ઞાન અને ભક્તિનો સુમેળ તો વળી સરળ માર્ગ છે. ભક્તિ રહિત જ્ઞાનની શુષ્કતા નહિ અને જ્ઞાન રહિત ભક્તિમાં ઉન્માદ રહિત સ્થિતિ બંનેના સુમેળથી સંભવિત છે. ઝાડને વેલ વિંટાઈ અને ટોચે પહોંચે તેમ સાધકે ધર્મને પકડવાનો છે. એ ધર્મ એટલે અંહકારનું વિસર્જન અહમનું – પરશુદ્ધતાનું સર્જન. ૪િ૮૩]
એ અમૃતધારા છે જો તુ સ્વરૂપધર્મમાં નથી તો કર્મમાં છું. પ્રમાદ એ જ કર્મ છે. અપ્રમાદ એ ધર્મ છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામી દ્વારા સૌને એક જ લક્ષ કરાવ્યું પ્રમાદ છોડો. બહારમાં રહેવું, આત્માનું વિસ્મરણ કરવું, ભૌતિક સુખમાં દોડ્યા જવું, એ સૌ પ્રમાદના લક્ષણો છે થોડીવારની નિદ્રા કે ઝોકા જેટલું નુકસાન કરતા નથી, તેનાથી વિશેષ અહિતકારક, ઝેરી, પુણ્યનાશક-પદાર્થ પ્રમાદ છે. માટે સાધકે અવસરે
૧૩૨ અમૃતધારા
Page #146
--------------------------------------------------------------------------
________________
અવસરે અપ્રમાદપણે સ્વકર્તુત્વ કરતા રહેવું. સમ્યકપ્રવૃત્તિ અને નિવૃત્તિનો મેળ કરવો.
૪િ૮૪] કર્મજાળ-વાસનાના સંસ્કારો અતિ સૂક્ષ્મ, વિવિધ સામર્થ્યવાળા, વિચિત્રપ્રકૃતિવાળા હોય છે, જેનું વર્ણન શબ્દાતીત છે એમ કહીએ તો ચાલે. છતાં ચેતનની શક્તિ એનાથી સામર્થ્યવાન છે. એટલે સાધક ધારે તો પોતાના અંતરનિરીક્ષણ વડે કંઈક ખ્યાલ મેળવી શકે. તેમાં ક્યારેક ભય કે લોભનું, ક્યારેક કામ કે ક્રોધનું, ક્યારે અહમ્ કે મમત્વનું જોર વૃદ્ધિ પામતું જણાય. એ જ રીતે સદ્દગુરુ કે શાસ્ત્રબોધથી સમજણ, મનન કે ચિંતન દ્વારા તે દોષોનું બળ ઘટી શકે તેવો અનુભવ થાય. તે માર્ગે આગળ વધતાં શુદ્ધિ દ્વારા અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરી આત્મહિત કરી શકે.
૪િ૮૫] જીવનચર્યા નભાવતા ગૃહસ્થને રાગદ્વેષનો આમૂલ વિચ્છેદ શક્ય નથી. સંયમજીવનમાં પણ વિધિ-નિષેધ, કે ગ્રહણત્યાગનો વ્યાપાર રહે છે તેથી તેમાં રાગદ્વેષની છાયા રહેવાની, આથી ચિત્ત અશુદ્ધ રહેવાનું. સાધક શુદ્ધિ માટે જાગૃત હોવાથી તે તે પ્રકારોમાં સમભાવ રાખવા પ્રયત્નશીલ રહે છે. તેથી ક્રમે ક્રમે શુદ્ધિ વધતી જાય છે. એમ ભૂમિકાની ઉત્તરો ઉત્તર પ્રગતિ થતાં પૂર્ણ સમભાવરૂપ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલું જરૂર સમજવું કે આધ્યાત્મિક દૃષ્ટિ વગરના અન્ય જ્ઞાન-વિજ્ઞાનની પદ્ધતિ આત્મશુદ્ધિમાં ઉપયોગી નથી.
૪િ૮૬] એવા ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનને જાણનારા અજ્ઞાન કોટિના જીવો તત્ત્વ વસ્તુને જાણે પણ તેનું જીવનલક્ષી મૂલ્ય આંકી ન શકે. જ્યારે જ્ઞાની વસ્તુના સ્વરૂપને જાણે, તેનું આધ્યાત્મિક મૂલ્યાંકન પણ કરી શકે. તેથી આવા સમ્યફજ્ઞાનયુક્ત જીવો વિવેકપૂર્વક પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરી શકે. આથી આચાર અને વિચારને લગતા ઘણા સુસંસ્કારો દઢ થતા જાય તેથી આત્મ-સામર્થ્ય સ્વાવલંબન થતું જાય.
૪િ૮૭] બાહ્યજીવનચર્યા હોવા છતાં સાધકને સંસાર કે મોક્ષ, સુખ કે દુઃખ
અમૃતધારા ૧૩૩
Page #147
--------------------------------------------------------------------------
________________
બંનેમાં સમભાવ છે. તત્ત્વત : આત્મદશા જ બદલાઈ જાય છે. સવિશેષ મુનિદશામાં અત્યંત સમભાવદશા હોય છે. કોઈ વાંસલાથી છોલે કે ચંદનનો લેપ શરીરે કરે મુનિને શાતા કે અશાતાનો કોઈ વિકલ્પ નથી. આવું અનુપમ આત્મસામર્થ્ય પ્રગટ થાય છે. ક્યાં કર્મમળથી નિર્બળદશા અને ક્યાં આત્માના સામર્થ્યની નિર્મળ દશા ? [૪૮૮]
યોગ એટલે મોક્ષભાવમાં જોડાવું. યોગમાર્ગી/યોગાધિકારીને કંઈ જ પ્રવૃત્તિ ન હોય એવું નથી. પરંતુ તે ૫૨માર્થ માર્ગને, સમુચિત કર્તવ્યને લગતી હોય છે. કારણ કે તેમનામાં દુર્ધ્યાન, ક્લેશ કે વાસનાનાં સંસ્કારોનો અભાવ હોય છે. અથવા નહિવત્ હોય છે. આથી યોગને પ્રવૃત્તિ સાથે નિરોધ નથી. પણ ક્લેશવાસના-દુર્ધ્યાન સાથે વિરોધ છે. અર્થાત ક્લેશવાસનાથી નિવૃત્તિ કહી છે. અને સમુચિત પ્રવૃત્તિ હોય છે. આમ નિવૃત્તિ અને પ્રવૃત્તિ ઉભયસ્વરૂપી યોગ. જીવને ઊર્ધ્વગામી બનાવે છે. [૪૮૯
સંસારમાં જીવો સંતાપથી તપ્ત છે. સૌ સંતાપ/દુઃખને ભૂલવા માંગે છે. તે માટે કોઈ ટી.વી. જેવા સાધનોમાં દુઃખને ભૂલવા પ્રયત્ન કરે છે. વળી કોઈ ધર્મક્ષેત્રમાં જઈ કોઈ ક્રિયા દ્વારા દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. છતાં દુઃખ મટતું નથી, દુઃખનું બીજ બહારના ઉપાયથી નષ્ટ થતું નથી. દુ:ખને ભૂલવું તે સાચો ઉપાય નથી દુ:ખનું બીજ ઉખેડવું તે સાચો ઉપાય છે. દુઃખના નાશનો ઉપાય સ્વનું અનુસંધાન, જ્ઞાન છે. સ્વભાવ એ ધર્મ છે, તે ધર્મ સ્વનું અનુસંધાન કરાવે ત્યારે દુઃખનું બીજ નાશ પામે છે. [૪૯]
માટીનું કોડિયું જમીન પર હતું પણ તેમાં જલતી દીપશિખા ઉપર જતી હતી. મનુષ્ય શરીરની ભૂમિ પર છે પણ મનુષ્યના શરીરમાં એક અચિંત્ય ચેતના છે જે નિરંતર ઊર્ધ્વગામી સ્વભાવયુક્ત છે. મનુષ્ય જો એ ચેતનાના સ્તરે જીવે તો સમગ્ર જીવન વાસનાઓથી ઉપ૨ ઊઠે અને સ્વરૂપદર્શન પ્રગટ થાય. મનુષ્ય શરીરાદિમાં જ સીમિત
૧૩૪ * અમૃતધારા
Page #148
--------------------------------------------------------------------------
________________
થયો તો પ્રભુમય મહાન ચેતના પ્રગટ થતી નથી. પરંતુ મનુષ્યનું ધ્યાન ચેનતા ૫૨ જાય તો ચેતના સ્વયં ઉપર ઊઠે. [૪૯૧]
પિતા પુત્ર બંને સંન્યાસી હતા. પિતા ગુરુએ પુત્ર-શિષ્યને શિક્ષા આપી હતી. આત્મા અને દેહ ભિન્ન છે. દેહમાં આત્મબુદ્ધિ અજ્ઞાન છે. આત્મા આત્મરૂપે સ્વયં સિદ્ધ છે. પુત્ર શિક્ષણથી જ્ઞાન પામ્યો. તેને જ્ઞાતાભાવ પ્રતીતિમાં હતો. એક વાર તેઓ જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં સિંહની ત્રાડ સાંભળી. સિંહ નજીક દેખાયો. પિતાએ કહ્યું, માર્ગ બદલી લે. પુત્ર કહે શરીર આત્મા જુદા છે પછી ભય શો ? સિંહે હુમલો કર્યો પુત્ર જ્ઞાતાભાવે જોતો રહ્યો. આત્માર્થ પામી ગયો. પિતા રડતા રહ્યા. એકનું જ્ઞાન પ્રતીતિરૂપે હતું. પિતાનું જ્ઞાન શાસ્ત્રસીમિત હતું. શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન પ્રત્યે લઈ જનારું માત્ર સાધન છે. આત્મજ્ઞાન સ્વયં શક્તિ છે. [૪૯]
સંસ્કારવશ ઇંદ્રિયાધીન જીવને લાગે છે કે ત્યાગ-ધર્મ કઠિન છે. પરંતુ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ તુચ્છ લાગે છે. જેમ સાગરતટે ગયેલો બાળકે ચળકતાં છીપલાં વીણ્યાં, ખૂબ ભેગાં કરી થેલી ભરી, તેણે જોયું કે બીજા માણસોએ તે તરફ નજર પણ ન કરી, તે છીપલાં ઉચકવામાં સહાય પણ ન કરી. દુ:ખ સાથે છીપલાં છોડવાં પડ્યાં. એ માણસો તેને તે દિવસે મહાન ત્યાગી લાગ્યા. પરંતુ એ બાળક યુવાન થયો પુનઃ સાગરતટે ગયો અને તેને બાળપણ અને તે દિવસે છીપલાં છોડતાં દુઃખ થયું હતું તે યાદ આવ્યું. છીપલાં ચાંદી નથી એમ બોધ થયા પછી તેનો ત્યાગ કરવો કઠિન નથી. ત્યાગ કરેલી વસ્તુઓ તુચ્છ લાગે છે અને તેના બદલે વિકસેલી આત્મ શક્તિનું મૂલ્ય સમજાય છે. [૪૯૩]
તે રીતે જીવ કર્મનાં બંધનો તોડે, અને તેનાં કારણો કે જે તુચ્છ અને ક્ષણિક છે તેને છોડે તો તેને બદલામાં તે અમૂલ્ય મુક્તિ પામે છે. અગર તો પાપનાં કારણો એવાં હિંસાદિ છોડે છે અને પુણ્ય
અમૃતધારા * ૧૩૫
Page #149
--------------------------------------------------------------------------
________________
છે.
પ્રાપ્ત કરે છે. ત્યાગ વૈરાગ્યના સેવનથી મૃત્યુ મટી જાય છે અને નિર્વાણ પ્રાપ્ત કરે છે. આમ છતાં જીવો આ મૂલ્યની પ્રાપ્તિનું ભાન ન હોવાથી સંસારની સામગ્રીરૂપ મૂલ્હીન વસ્તુઓમાં જીવન વ્યર્થ ગુમાવે
[૪૯]. જેમ છિદ્રવાળા પાત્રમાં ગમે તેટલીવાર પાણી ભરો પણ તે ટકતું નથી. તેમ દુભવથી, અમૈત્રીથી, સંકુચિતતા ઉદ્વેગથી મન છિદ્રવાળું હશે ત્યાં સુધી તે પ્રભુના ગુણોથી પરમાત્મભક્તિના ભાવથી પવિત્રતાથી કેવી રીતે ભરાઈ શકે?
૪િ૯૫] માટીનું નાનું કોડિયું મર્યાદિત પ્રકાશ આપે, પણ કોડિયાનો ભરોસો કેવો ! આયુષ્ય કર્મનો ઝપાટો લાગતાં શરીર શબ બનશે. માટે શરીરને સંભાળવાને બદલે ચેતના-જ્યોતિ, આત્માને શોધો. તે તમે સ્વયં છો. જે તમે પોતે જ છો તેની પ્રાપ્તિ સહજ છે. જીવે માત્ર તે પ્રત્યે દૃષ્ટિ લઈ જવાની છે. જ્ઞાનદૃષ્ટિ વડે સર્વ સાધના સહજ અને સુલભ છે. ગ્રંથકાર કહે છે કે જ્ઞાનીના સમ્યક્ટષ્ટિના ધર્મ અનુષ્ઠાન સત્ય છે.
૪િ૯૬] કારણ અને કાર્યની સંધિ છે. કોઈ મંતવ્ય સ્થાને પહોંચવા કેવળ ચાલવું પર્યાપ્ત નથી પણ દિશા અને વિદિશા બંને સમ્યક હોવાં જોઈએ. પરમાર્થમાર્ગમાં જ્ઞાનની મુખ્યતા છે. ક્રિયા તપ, જપ આદિ સબંધિત, અપેક્ષિત કારણો છે.
૪િ૯૭] જ્ઞાનસારમાં કહ્યું છે કે જ્ઞાનની પરિપક્વતા સમતા છે. વળી જ્ઞાનનું ફળ વિરતિ છે. એ રીતે જ્ઞાન બીજ છે સમતા, વિરતિ, વૈરાગ્ય ફળ છે. પરંતુ સાધારણ રીતે સૌ તપ, જપ શીલ, દયા આદિ તરફ વિશેષ ઝૂકે છે અને તે દ્વારા જ્ઞાનપ્રાપ્તિ ઈચ્છે છે. પરંતુ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી તપ, જપ, ધ્યાન, શીલ, દયા અજ્ઞાનમૂલક રહેશે. અર્થાત્ જ્ઞાનમૂલક સાધનામાં તપ જપ આદિ સહજ બને છે. જેના દ્વારા રાગાદિનો ક્ષય થઈ મુક્ત દશા પ્રાપ્ત થાય છે. ૪િ૯૮].
૧૩૬ અમૃતધારા
Page #150
--------------------------------------------------------------------------
________________
રેસનો એ ઘોડો વર્ષોથી નંબર ૧માં આવતો. તેના પર લાખોની હાર જીત થતી. એ દિવસે લોકોએ એક નંબરના ઘોડા પર લાખોની રકમ લડાવી. રેસ શરૂ થઈ. પણ આશ્ચર્ય નંબર ૧વાળો ઘાડો પ્રથમ પાંચમાં પણ ન આવ્યો. શું બન્યું? આજે એને ચલાવનાર જોકી બદલાયો હતો. એ જ ઘોડાને કેવી રીતે દોડાવવો તેનું તેને જ્ઞાન ન હતું. જેવો ઘોડો તેવો જોકી જોઈએ. ઘોડો રેસમાં જીતવાનું સાધન કારણ હતું. કાર્ય જોકીના જ્ઞાન પર ચલાવવાની કળા પર અવલંબિત હતું.
૪િ૯૯] એ પ્રમાણે આત્માનો ગુણ જ્ઞાન છે. તે જ્ઞાનને જ્ઞાનસ્વરૂપે જાણવું કે શેયમાં જ પરિમિત કરવું તે માટે આત્મા સ્વતંત્ર છે. જે આત્મસ્વરૂપને સારરૂપે જાણે. તે તેવું માને, અને માને તવું માણે એટલે આચરે. આમ જાણે, માને અને આચરે તે સ્વસ્વરૂપને પ્રગટ કરે. જ્ઞાન અને અજ્ઞાન બંને આત્માની જ શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા છે. સુદ્ધ અવસ્થા તે જ્ઞાન છે. તેના આશ્રયે મુક્તિ પ્રગટ થાય છે. [૫૦]
એક વિચાર જગતમાં ક્રૂર અને ઝેરી પશુઓ, જીવો આવ્યા ક્યાંથી ? તેમની આકૃતિમાં રહેલી ચેતનામાં એવા અધમ સંસ્કારો કેવી રીતે સર્જાયા? હે માનવ તું વિચારવાન છું. જો આવા ક્રૂર અને ઝેરી પશુઓને દૂર કરવા હોય તો તું પોતે તારામાંથી કૂરતા અને ઝેર કાઢી નાંખ. કારણ કે તારી પ્રકૃતિ જ તને તારી એવી આકૃતિનું સર્જન કરશે. એ પશુઓને મારી નાંખવાથી પ્રશ્ન ઊકલી શકશે નહિ, તેમને મારવામાં દુષ્ટ વિચારોનું ચક્ર લાંબું ચાલશે. એક વાર તું મરીને કે તારા ઝેરી વિચારોને મારીને વધારે સારો થા. પૂર્ણ થા. જો કે આ તત્ત્વજ્ઞાનને બધા પચાવી ન શકે. પરંતુ પ્રાર્થના તો કરી શકે ને કે હે પ્રભુ ! મને પૂર્ણ પ્રેમે જીવવાની, અન્યને જિવાડવામાં સહાયભૂત થવાની શક્તિ આપ.
[૫૦૧] આ જીવનમાં તમે કેટલું અનાજ ખાધું કેટલું પાણી પીધું તેનો
અમૃતધાર ૧૩૭
Page #151
--------------------------------------------------------------------------
________________
અંદાજ કાઢી શકો પણ આ મનના વિકલ્પો, વિચારો અને વાસનાઓ કેટલા સેવા તેને અંદાજ શું ? તેનો કોઈ હિસાબ નહિ. છતાં વિચારવા જેવી વાત એ છે કે એ વિચાર અને વાસનાઓ જન્મજન્માંતરોનું રૂપ લઈ ચેતનાને પૂરી પૃથ્વીની પરિક્રમા કરાવે છે. મેળવે છે શું? જવાબ મળતો નથી.
[૫૦૨] માનવ જીવનભર હું હું બોલતો રહે છે. છતાં હું કોણ છે તે તો એ જાણતો નથી. “હું” નું અસ્તિત્વ છે પરંતુ તેનો બોધ નથી. કોઈ વિરલ જીવો હું ને જાણી શક્યા વાસ્તવમાં જેને આપણે ધર્મ કે દર્શન કહીએ છીએ તે સર્વનું મૂળભૂત રહસ્ય આ હુને જાણવાનું છે. તેને સાધ્ય માનીએ તો સાધના દ્વારા તે પ્રગટ થાય. એ સાધનામાં મુખ્યતા અંતર્મુખતાની છે. હું સ્વયં પરમાત્મસ્વરૂપ છે. તેવું જ્ઞાન અને ભાન હું ના રહસ્યને પ્રગટ કરે છે.
આ હું સ્વયં સ્વરૂપ છે તે આનંદરૂપે અનુભવાય છે. તે માટે તર્ક નહિ પરંતુ સમ્યફ વિચારણા, સુવિચારણા છે. બુદ્ધિ કે તર્ક એ રહસ્ય સુધી પહોંચી શકતાં નથી. જેને ધર્મ કહીએ તે પણ બુદ્ધિમાં સીમિત નથી. તેઓ સ્વરૂપને પ્રગટ કરવાનું સાધન છે, અને સાધ્ય પણ છે. ઉપયોગોને સમ્યકુ યોગમાં જોડી પ્રયોગ કરો તો સ્વરૂપાનંદની ઉપલબ્ધિ શક્ય છે.
[૫૦] કહે છે કે શહેરોમાં હવામાં ટનબંધ ખૂબ) ધૂળ ઊતરે છે. તેનું પ્રમાણ નાનાં છિદ્રો દ્વારા ઘરમાં આવતા પ્રકાશમાં તે ધૂળની રજકણો ફર્યા કરે છે. પ્રકાશને સૂક્ષ્મતાથી જોઈએ તો એ છિદ્રોવાળો પ્રકાશની રેખા ધૂલકણોથી આવૃત્ત દેખાશે. ત્યારે પણ પ્રકાશ તો પ્રકાશ છે છતાં વિજાતીય તત્ત્વથી ભરેલો જણાય છે. એવી રીતે દેહ અને આત્મા. આત્મા સાથે અનેક પ્રકારની કર્મની રજકણો જોડાઈ ગઈ છે. તેમાં આત્મસ્વરૂપ આવૃત્ત થયેલું છે. પરંતુ જે સાધકને સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે. તે નિશ્ચય કરે છે કે કર્મરજકણો બહારનો પદાર્થ છે. ઇન્દ્રિયાદિ
૧૩૮ અમૃતધારા
Page #152
--------------------------------------------------------------------------
________________
સર્વ બહારના વિજાતીય પદાર્થો છે. ચેતના મારું સ્વરૂપ છે. આવા પ્રકારના પ્રયોગથી સ્વરૂપ સંપદા પ્રગટ થાય છે. [૫૦૫]
કેવું આશ્ચર્ય ? મૃત્યુ આપણને પ્રત્યક્ષ દેખાય છે. પણ શું દેખાય છે? ચેતન વિહીન દેહ, તેને આપણે મૃત્યુ કહીએ છીએ, જે પ્રત્યક્ષ દેખાય છે. અમૃત અપ્રત્યક્ષ છે. આપણી સાધના આયુષ્યકર્મને આધીન છે, તેમાં કોઈનો ઉપાય ચાલતો નથી. શબને જોવા છતાં મૃત્યુનો બોધ કેમ થતો નથી ? જો અજ્ઞાની છું તો ભ્રમમાં છું કે મારું મૃત્યુ નથી. જ્ઞાની જ્ઞાન સ્વરૂપે જુએ છે કે ન તો જન્મ છે ન તો મૃત્યુ છે, જે જન્મ મરણથી અતીત છે તે જ્ઞાન મુક્તિદાતા છે.
[૫૦૬] વિષ્ટા જેવા મલિન પદાર્થો ખાતર થઈને કોઈ પુષ્પની સુગંધમાં પરિણત થાય છે. આ ક્રમ માનવજીવનમાં લાગુ પડે છે. માનવમાં ઊઠતા વિકારો તે મલિનતા - પશુતા છે તે વૈભાવિક શક્તિ છે. તે શક્તિઓ પરિવર્તિત થઈ દિવ્યતા પ્રગટ કરે છે. લોભી માનવ સંતોષની પરાકાષ્ઠાએ પહોંચે છે. ક્રૂર માનવ કરુણાની પરાકાષ્ઠાએ પહોંચે છે. માટે કોઈ પણ જીવની કેવળ પશુતાની વિકૃત દશાનો તિરસ્કાર કરવો નહિ પણ તેનામાં દિવ્યતા પ્રગટે તેવો સદૂભાવ કેળવવો.
[૫૦] અશન - આહારથી શરીર પુષ્ટ થાય છે. અનશન-સંપૂર્ણ આહાર ત્યાગથી આત્મા પુષ્ટ-પ્રત્યક્ષ થાય છે. દેહમાં રહેલા આત્માએ પોતાની આ શક્તિને જાણવાની છે. અનશન એક કલાકથી માંડીને વાવત જીવન સુધીનું હોય છે. જીવના અણાહારી સ્વભાવ પરની શ્રદ્ધાથી આહારાદિની આસક્તિ છૂટી જાય છે. નહિ તો ઉપવાસ લાંઘણ બની તપ પેદા કરે છે. અને તપ કર્મોનો નાશ કરે છે. તેથી તપસ્વીને ખંતો, દેતો અને સંતો કહ્યા છે.
ખંતો-ક્ષમાવાન, અત્યંત ધીરજવળા છે. દતોઃ ઇન્દ્રિય વિજેતા, ઇન્દ્રિયોને દમનારો છે. સંતો-સમભાવી છે. સમતા એ જ તેમનું સ્વરૂપ છે. [૫૮]
અમૃતધારા ૧૩૯
Page #153
--------------------------------------------------------------------------
________________
એસ. એસ. સી.નું પરિણામ જોવા ગયેલો એક વિદ્યાર્થી પરીક્ષાનું પરિણામ જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો એક માર્ક માટે હું રહી ગયો. કોઈ પ્રોફેસરને તેના તરફ સદ્ભાવ થયો. તેઓ કહે “બોલ કયા વિષયમાં એક માર્ક રહી ગયો, હું તેનો કંઈ બંદોબસ્ત કરી આપું.” ઘણું પૂછડ્યા પછી વિદ્યાર્થી બોલ્યો જુઓ ઇતિહાસમાં પાંચ, ભૂગોળમાં ત્રણ, એમ બધા વિષયનો સરવાળો ગણાવ્યો. કુલ ચોત્રીસ થયો, અને પાસ માર્કમાં પાંત્રીસ જોઈએ. સાહેબ એક માર્ક વગર રહી ગયો. મારું ભણતર એળે ગયું. જીવન ધૂળધાણી થઈ ગયું. [૫૦].
આમ આપણે આજીવન તપ, જપ, પૂજા, પ્રતિક્રમણમાં ચોત્રીસ માર્ક મેળવી લીધા પણ સમ્યકત્વ વગરનો એક માર્ક ખૂટ્યો અને રહી ગયા તેમ લાગે છે? જીવન નિરર્થક લાગે છે! પરિશ્રમ તો સો ટકાનો સર્વવિરતિનો કરવાનો છે અને અહીં પાસ થવામાં માર્ક ખૂટે તો ભવિષ્યનું શું!
[૫૧] નિશ્ચયધર્મમાં આત્મસામર્થ્યની વિશેષતા છે. ઘણું આત્મવીર્ય ફોરવવું પડે છે. એકાંતે આત્મસંશોધનમાં સ્થિર થવું વગેરે દુર્લભ છે. તેમ વ્યવહારધર્મ નિશ્ચયપૂર્વકનો હોય તો તે પણ દુષ્કર છે. તપ, જપ,અનુષ્ઠાન જેવા સહેલા છે. તેના કરતાં અધ્યાત્મિક ગુણને ટકાવવા તે પણ જિનાજ્ઞા-ગુરુઆજ્ઞા પ્રમાણે કઠિન છે. તેમાં આત્મશ્રદ્ધાનું અતુલ બળ જોઈએ છે.
[૫૧૧] દેવચંદ્રાચાર્યના એક અદના શિષ્ય ઉદયનમંત્રી, સિદ્ધરાજ જયસિંહના રાજ્યશાસનના વડામંત્રી. દેવચંદ્રાચાર્ય ધંધુકા આવ્યા. બાળક ચાંગદેવ જોયો અને રત્ન પારખી લીધું. માને સમજાવી કે આ સંસારી જીવ નથી. મા ભાવિક હતી. બાળક સોંપ્યો. શિક્ષણ માટે બાળક ઉદયનમંત્રીને ઘરે પહોંચ્યો બીજે દિવસે પિતા આવ્યા. પત્ની પાસેથી વાત સાંભળી મોહના આવેશમાં ઉપાશ્રયે ગયા. ઉદયનમંત્રી હાજર હતા. તેમણે સમય ઓળખી લીધો. શ્રાવકને ઘરે લઈ ગયા,
૧૪૦ અમૃતધારા
Page #154
--------------------------------------------------------------------------
________________
જમાડ્યા, બાળકને ખોળામાં બેસાડ્યો. શ્રાવક શાંત થયા.
ઉદયનમંત્રી કહે બાળક માતાએ ગુરુદેવને સુપ્રત કર્યો છે. ભાવિનો મહાપુરુષ છે. શ્રાવક કહે તો તમારા દીકરા સોંપોને !
મારા દીકરા આ માર્ગને યોગ્ય નથી. તું કહે તો ત્રણે દીકરા અને આ સંપત્તિ તને સોંપી દઉં? પણ મારું પુણ્ય તારા જેવું–આવા બાળકના પિતા બનવા જેવું નથી. મંત્રીની આંખોમાં અશ્રુપ્રવાહ વહી રહ્યો છે.
[૫૧૨] શ્રાવકના પણ ભાવ બદલાઈ ગયા. બાળક સોંપ્યો તે મુનિ સોમચંદ્ર પછી હેમચંદ્રાચાર્ય તરીકે પ્રગટ થયા. વ્યવહારધર્મ નિભાવવા પણ દીકરા અને સંપત્તિ પૂરી જતી કરવા તૈયાર થયા તેમાં નિશ્ચયધર્મની ભાવનાનું બીજ ન હોય તો આવો ત્યાગ ફુરે નહિ. સાધક આવા સામર્થ્યવાળા હોય.
આધ્યાત્મિક માર્ગમાં આત્મિક ગુણોનો વિકાસ મુખ્ય છે. દોષનો અભાવ તે ગુણો નથી. પણ સહજ ગુણોનું પ્રગટીકરણ તે ગુણ છે. નિગોદના જીવોમાં ગુસ્સો કોધાદિનું વ્યક્તપણું નથી તેથી તેનો અભાવ છે એને ગુણ વિકાસ છે તેમ ન માનવું. ત્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ નથી. કન્યા ન મળે અને અપરીણિત રહેલો મનુષ્ય બ્રહ્મચારી નથી મનાતો પણ પરિણિત શ્રાવક બ્રહ્મચર્યનું પાલન કરે તો તે ગુણ કહેવાય છે. જે બ્રહ્મચર્ય આત્મિક ગુણમાં પરિણમે છે. વસ્તુના અભાવમાં ઇચ્છાઓ સાધકને બાધક છે.
[૫૧૩] એક સંતના ઉદ્ગાર, શું સર્વની પાસે આત્મા છે? જે મોહનિદ્રામાં, અસત્યમાં સૂતો છે, તે શું આત્મા છે? જે આત્માને સ્વસ્વરૂપે-સત્યરૂપે જાણે છે, પ્રગટ કરે છે તે આત્મા છે. જેનો આત્મા જાગૃત નથી તે અમુનિ છે.
[પ૧૪] તમે સાંભળો કે કોઈ બાળક જન્મ્યો ત્યારે વૃદ્ધાવસ્થામાં હતો, આશ્ચર્ય લાગશે. પણ મરતાં સુધી બાળકબુદ્ધિ રહ્યો તેનું આશ્ચર્ય નહિ
અમૃતધારા ૧૪૧
Page #155
--------------------------------------------------------------------------
________________
લાગે. વિચારો કે રેતીનાં ઘર બનાવતાં બાળકો ઝઘડી પડ્યાં, ત્યાં તેમનાં વડીલો આવી પહોંચ્યાં. તેઓ પણ ઝઘડવા લાગ્યાં. કોઈએ પૂછ્યું કે શાને માટે ઝઘડો છો? આ રેતીના ઘર માટે. પણ ક્યાં છે એ રેતીનાં ઘર ? આ ઝઘડામાં કોણ બાળક કોણ વડીલ. અરે એ જ બાળક મોટાં થઈ અન્ય વસ્તુઓ માટે ઝઘડશે, મરતાં સુધી ઝઘડતાં માનવને બાળક કહેવા, પ્રૌઢ કહેવા કે વૃદ્ધ કહેવા? આત્મિક વિકાસની દૃષ્ટિએ તો બાળબુદ્ધિ કહો કે પશુ કહો, માનવજીવન વ્યર્થ જાય છે. માનવે પોતાના જ અંતસ્તલમાં આત્માને જન્મ આપવાનો છે. જેમ ધરતીમાં વાવેલું બીજ અંકુરમાં પરિવર્તિત થાય છે. તેમ માનવે પોતાની આત્મસત્તાને સત્ય દ્વારા અંકુરિત કરવી પડે છે.
[૧૫] આત્મસત્તા સત્યથી ભરપૂર છે. તેને જીવનની હરેક પળે સહજતાથી પ્રગટ થવા દો. એક ધર્માચાર્ય પાસે પ્રેસ-રિપોર્ટર મળવા (દર્શનાર્થે નહિ) આવ્યો. તેણે પોતાનો પરિચય આપ્યો. “સમાચારપત્રમાં તમારી વિરુદ્ધ લેખ લખું છું તે હું છું” ધર્માચાર્ય: “ઠીક
તેનું કારણ તમે જાણો છો?
ધર્માચાર્ય: “ના.” તેઓ તો એકાક્ષારી જવાબ આપી સહજતાથી જોતા રહ્યા. છેવટે પત્રકારે કહ્યું કે તેમાં મને એ લાભ છે કે મારી પ્રસિદ્ધિ થાય છે અને મારી સામે તમારા તરફથી કોઈ નડવાનું નથી.
ધર્માચાર્ય : એ જ શાંતિથી ઠીક', પત્રકાર જરા મૂંઝાયા. છેવટે કહે મને કંઈ બોધ આપો. ધર્માચાર્ય - આત્મકલ્યાણ હજો. પુનઃ પત્રકારે બોધની માંગણી
કરી.
ધર્માચાર્ય ભાઈ સાંભળ. તું જે કંઈ કરે તેમાં સત્યને વળગી રહેજે. તારા આત્માનું અહિત થાય તેવું કરતો નહિ કેવી સહજતા ! પોતાના વિશેની વિરુદ્ધતાવાળા સામે પણ એ જ સૌમ્યતા એ જ સહજતા. આવા હોય ધર્માચાર્ય.
[૫૧૬] એક પ્રસંગ વાંચવામાં આવ્યો. એ અવિવાહિત કન્યાએ બાળકને
૧૪૨ * અમૃતધારા
Page #156
--------------------------------------------------------------------------
________________
જન્મ આપ્યો. માતાપિતા મૂંઝાયાં અને બાળકનું કારણ પૂછ્યું. કન્યાએ પોતાના પ્રેમીના બચાવ માટે ગામ બહાર ઝૂંપડીમાં રહેતા સંતનું નામ કહ્યું કે તેણે મારા શીલનો ભંગ કર્યો છે. માનવનો આત્મા સૂતેલો હોય છે એટલે આવેશ જીવતો રહે છે. [૫૧૭]
વડીલો સાધુની પાસે પહોંચ્યાં. ઘણા અપશબ્દ કહ્યા અને બાળક બતાવી આરોપ મૂક્યો. સંતે કહ્યું, એમ આવું બન્યું છે ? ભલે અને બાળકને સ્વીકારી લીધું.
કન્યાને આ વાતની ખબર પડી. તેનો આત્મા જાગી ઊઠ્યો. તેણે સત્ય હકીકત રજૂ કરી. માતાપિતા પુનઃ દોડ્યાં; અને સંતની માફી માંગી. સાચી હકીકત જણાવી.
સંતપુનઃ એમ આવું બન્યું છે ? બંને વખતે સહજતા. ન કોઈ તનાવ, ન કોઈ બચાવ, ન કોઈ લગાવ. માત્ર પરિસ્થિતિના જ્ઞાતા. આ છે સાધુતા.
આંખ ખુલ્લી છે કે બંધ છે તે અગત્યનું નથી. બંને અવસ્થામાં દૃશ્યનો લગાવ ચાલુ છે. બંધ આંખે ઘણી વાર વધુ દૃશ્યો દૃશ્યમાન થાય છે. લાગે એવું કે આંખ બંધ કરી કે દૃશ્યો બંધ થાય છે. ખુલ્લી આંખે જોવાનું સીમિત છે. વાસ્તવમાં આંખ બંધ કરવાનો હેતુ દૃશ્યથી મુક્ત થઈ અંતઃચેતનાને જોવાની છે. જેનો આંખ સાથે સંબંધ નથી. બંધ આંખે ચેતના ઘણે ઊંચે અથવા ઊંડાણમાં જઈ શકે છે. અર્થાત્ આંખનું બંધ થવું એટલે વિચારો, વિકારો, દશ્યજગતનું વિલીન થતું. ત્યાર પછી ચેતનાની સહજતા પ્રગટ થાય છે તે સાર છે. તે આનંદપૂર્ણ છે. અર્થાત્ આંખ બદલી, દૃષ્ટિ બદલી બધું જ બદલાઈ જાય છે. પછી ખુલ્લી આંકે જોવાનું પણ સહજ હોય છે. જ્યાં જ્ઞાતાપણું નીખરે છે. કર્તાભોક્તા ભાવથી જગતને બનાવ્યા કરે છે, તે પોતે પણ બન્યા જ કરે છે. (જન્મ-મરણ રૂપે) [૫૧૮]
પૂર્ણસ્વરૂપ આત્મા અખંડ દ્રવ્ય છે, પરંતુ અજ્ઞાનવશ પ્રકૃતિવિકૃતિથી ખંડરૂપ બને છે. જેમ કાચનો અખંડ શીશો તૂટી જતાં ઉ૫૨નો
અમૃતધારા * ૧૪૩
Page #157
--------------------------------------------------------------------------
________________
ભાગ ભૂંગળીરૂપે, વચ્ચેનો ભાગ નળીરૂપે તળિયાનો ભાગ રકાબીરૂપે પરિણમે છે. તેમ આત્માના અખંડિત ગુણો ઉપર આવરણ આવે છે ત્યારે તે ખંડિત થઈ રાગદ્વેષરૂપે, તેમાંથી ક્રોધ, માન, માયા, લોભ ઉદ્ભવ્યા. તેમાંથી વળી લેશ્યા ઉદ્ભવી. આમ અંખડતત્ત્વ અંકિત થતાં શીશાનું રૂપ જેમ બદલાઇ છે તેમ પ્રગટ આત્મા અશુદ્ધ રૂપે જણાય છે.
[૫૧૯]
સંસારી જીવ પણ જીવ છે તેથી જ્ઞાનયુક્ત જ હોય, જીવ ક્યારેય જ્ઞાન વગરનો ન હોય. પરંતુ સંસારી જીવનું જ્ઞાન પરના કર્તા ભોક્તાભાવવાળું હોવાથી તે અજ્ઞાન, અશુદ્ધ અને અપૂર્ણ હોય છે. તેનો કર્તા ભોક્તાભાવ આવરણ રૂપે પરિણમે છે. [૫૨૦]
અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની અજ્ઞાન અને મોહને કાઢે તે સાધક અજ્ઞાન અને મોહનો નાશ કરે તે સ્વરૂપાનંદ જેને કંઈ બહારથી જોઈએ છે તે સંસારી અજ્ઞાની જેને કંઈ બહારથી જોઈતું નથી તે સાધુ-સંત.
[૫૨૧]
ભૂતકાળમાં મળેલા દેહ તો છૂટતા ગયા પરંતુ દેહભાવનું મમત્વ, દેહથી સુખનો સંસ્કાર છૂટ્યો ન હોવાથી દેહ તો મળતા રહ્યા. દેહથી સુખ નથી તેવો નિર્ણય ન હોવાથી દેહસુખ ચાલ્યું ન જાય, તેની પીડામાં પુણ્યયોગે મળેલી સામગ્રી છતાં જીવ દુઃખી છે, એ જ સંસારની લીલા છે. સંસારીને શરીર સર્વસ્વ લાગે છે. ધર્મ કહે છે શુદ્ધાત્મા સર્વસ્વ છે. પરંતુ હજી પોતે આત્મા છે તેવો બોધ જ નથી ત્યાં સર્વસ્વનો ભાવ કેમ પેદા થાય? [૫૨૨]
જેણે આત્મિક સુખની પ્રાપ્તિ કરી છે તેની અંતરંગ દશા ચક્ષુ વડે જોવાતી નથી એટલે સંયમાદિના બાહ્ય લક્ષણોમાં દેહકષ્ટ જોઈ સંસારી જીવ મુક્તિની વાત કરવા—સાંભળવા છતાં તે માર્ગે સાહસ કરી શકતો નથી. પુણ્યયોગે ધર્મમાર્ગે જાય છે ત્યારે તેની પાસે માથે
૧૪૪ - અમૃતધારા
Page #158
--------------------------------------------------------------------------
________________
પોટલું તો ૫૨ પદાર્થોની સુખબુદ્ધિનું હોય છે, તેથી તે સાચા સુખને અનુભવી શકતો નથી.
[૫૨૩]
તને સુખી દેખાતા માનવો, રાજા કે સમ્રાટ જંગલમાંથી પસાર થાય ત્યારે તેમની પાસે શું સામગ્રી હોય ? શસ્ત્રો અસ્ત્રો, સૈન્ય, બીજાં અનેકવિધ સાધનો છતાં ભયભીત ! શા માટે ? શું લૂંટાઈ જવાનું છે ? શરીરબળ પર પાછા મુસ્તાક હોય છે. છતાં ભયભીત ! જેની પાસે શરી૨ ૫૨ વસ્ત્ર નથી પાસે શસ્ત્ર કે અસ્ત્ર નથી. સૈન્ય શું કોઈ સામાન્ય પહેરગી૨ પણ નથી છતાં કેવળ નિર્ભય થઈને જંગલમાં વિચરે છે. ક્યા બળ ઉપર ? આત્માની પૂર્ણતાના બળ ઉપર તેઓ સદા નિર્ભય [૫૨૪]
છે.
બહારમાં તેઓ આડંબર વગરના હોવાથી સંસારી જીવો તેમનો આધાર લેવાને બદલે પેલા ભયભીત જનોનો આધાર લેવામાં સુખ માને છે. આવા ભ્રમને કેમ છોડવો. ભાઈ તને પુણ્યયોગે કોઈ સદ્ગુરુનો ભેટો થાય તો બધી અસત્ કલ્પનાઓને ત્યજી દઈને તેમને છોડતો નહિ. પ્રારંભમાં દેખાતું કષ્ટ પરિણામે સુખદ ફળદાયી નીવડે છે. [૫૨૫]
કોઈપણ પરિસ્થિતિમાં આત્મા સ્વભાવથી ત થતો નથી. આવરણ આવે પણ ચ્યુત ન થાય. સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિકારનું એક પાસું દુ:ખ રૂપ છે. બીજું પાસું સુખ છે. પ્રેમમાં વિકાસનું એક પાસું રાગ છે. બીજું પાસું દ્વેષ છે. જ્ઞાનમાં વિકારનું એક અજ્ઞાન છે. બીજું પાસું મોહ છે. આ સર્વે વિકારો સ્વરૂપને બાધક છે. માટે સાધકે નિર્વિકા૨ થવા સંયમાદિનો પરિચય વધુ કેળવવો. [૫૨૬]
જગતનું સ્વરૂપ સમજી તેના ક્ષણિક ભાવોથી જુદા પડવાનું છે. પછી દેહનું સ્વરૂપ જાણી તે પણ અનિત્ય છે તેનાથી જુદા પડવાનું છે. ઇન્દ્રિયોથી છૂટા પડવા સંયમની ભૂમિકાએ જવાનું છે. તે પછી ભેદજ્ઞાનની ભૂમિકા તૈયાર થયે સર્વથી છૂટા થઈ સાધકે સ્વરૂપમાં અભેદ થવાનું છે. જ્યાં સ્વ-પરનો ભેદ નથી, સુખદુઃખની વ્યાખ્યાનો
અમૃતધારા : ૧૪૫
Page #159
--------------------------------------------------------------------------
________________
સંબંધ નથી. ત્યાં કેવળ સ્વરૂપદર્શન છે.
[૫૨૭]
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાધન છે. આત્માચેતનાને વિકારમુક્ત થવાનાં સાધન છે. જેમ પુષ્પને પાંગરવા બી વાવવું પડે છે તેમ અહિંસા જેવા ભાવ ધર્મને પ્રગટવા જ્ઞાનનું બીજ વાવવું પડે છે. પુષ્પોની માવજત-જતન કરવું પડે છે. તેમ સાધનરૂપી પુષ્પોની જતના કરવી પડે છે. [૫૨૮]
જીવનના બાહ્યાચારની વિકૃતિઓ આંતરિક મલિનતાનું દ્યોતક છે. એ વિકારોની જડ અજ્ઞાન છે. અજ્ઞાન દૂર થતાં વિકારો ટકી શકતા નથી. સ્વ-૫૨ હિતનો સ્વીકાર અહિંસા જેવા ભાવધર્મને પ્રગટ કરે છે. ૫૨ને ૫૨ જાણે. અથવા ૫૨માં સ્વાત્મદર્શન એ અહિંસાનો ભાવધર્મ છે. તેમ અન્ય સાધનો વિષે બોધ થવો તે ધર્મ છે. [૫૨૯] સંસારમાં જીવોના દુઃખના અનેક પ્રકાર હોવા છતાં તેનું મૂળ કારણ એક જ છે, ‘અજ્ઞાન’, દરેક જીવ પોતાનું દુઃખ દૂર કરવા ઇચ્છે છે, પણ દુ:ખ દૂર થતું નથી. દુ:ખના સંયોગો બદલાય છે દુ:ખ ઊભું રહે છે. ચેતનાની મિલન અવસ્થામાં દુઃખનો અનુભવ થાય છે. જ્યાં સુધી એ મલિન અવસ્થા દૂર ન થાય ત્યાં સુધી દુ:ખથી વાસ્તવિક મુક્તિ પામવા માટે ચેતનાની સ્થિતિ બદલવી જોઈએ. માન્યતા બદલવાવવી જોઈએ, તો દુઃખથી મુક્તિ થાય. ચેતનાની બે સ્થિતિ છે; એક જ્ઞાન, બીજી અજ્ઞાન. ૫૨ સાથે તાદાત્મ્યભાવ છે ત્યાં સુધી દુ:ખ છે. સ્વમાં તાદાત્મ્ય છે ત્યાં સુખ જ છે. માટે ૫૨’ના પ્રત્યેથી મુક્ત થઈ સ્વને જાણવા એ દુઃખમુક્તિનો ઉપાય છે. [૫૩૦]
મનુષ્ય બહારમાં ઘણા પ્રકારની ધર્મવિધિને ધર્મ માની લે છે. અને સંસારની મમતા, આસક્તિ જેવી ને તેવી રહે છે. ત્યારે ધર્મ પણ તેને માટે અપેક્ષિત વાસના બને છે. કોઈ પ્રકારની વાસના એ બંધન છે. કારણ કે એવા જીવો અંત૨માં તૃપ્ત હોતા નથી. પણ બહાર દોડતા હોય છે.
[૫૩૧]
૧૪૬ * અમૃતધારા
Page #160
--------------------------------------------------------------------------
________________
દોડતા દોડતા દોડતા દોડિયો જેતિ મનની રે દોડ જિનેશ્વર, એને પોતાને ખબર પણ નથી કે તે ધર્મ
અને કર્મ બંને ક્ષેત્રોમાં દોડ્યા જ કરે છે. જ્યાં ધર્મ છે ત્યાં અંતઃસ્તલમાં ડૂબકી મારતો જ નથી. નવીનવી માન્યતાઓ ઉમેરતો જાય છે. બંધાય છે કે છૂટે છે તેની તેને ખબર નથી. [૩૨]
એક સાધકને પૂછ્યું. સાધના કેવી ચાલે છે? અંતર્મુખતાનો અભ્યાસ થાય છે? જ્ઞાનારાધના થાય છે? તેમણે લાંબી યાદી ગણાવી. કેટલી માળા. બીજા કેટલા મંત્ર, સ્તોત્ર, વિધિ વિધાનો પૂરું જ થતું નથી. એમાં અંતર્મુખતાનો અભ્યાસ ક્યાં થાય છે ? બધું બહાર ને બહાર ગણત્રીમાં પૂરું થવું જોઈએ. જ્યાં આત્મા છે, સ્વરૂપ છે, ત્યાં દૃષ્ટિ નથી. આધ્યાત્મિક ગુણ માટે બહાર નહિ પણ અંદર દૃષ્ટિ વધુ હિતાવહ છે.
[પ૩૩] વૃક્ષ ફૂલ ફળ પાન શાખા એ સર્વ મૂર્ત દશ્યો છે. એ સર્વનું મૂળ અદશ્ય છે. શરીર, મન, ઇંદ્રિયાદિ દશ્ય છે, તેની પાછળનો સંચાર અદૃશ્ય છે અને અજ્ઞાત પણ છે. સંચારી ચેતના અદશ્ય છે તેથી જીવ દશ્યને પકડીને તેને સત્ય માની લે છે. કોઈ વિરલા જીવ સત્યની શોધ કરે છે, તે દશ્યથી સંતુષ્ટ થતો નથી. [૫૩૪]
કોઈ બાળકનું રમકડું તૂટી જાય. તે રડવા લાગે. પ્રૌઢ માણસ તેને સમજાવે કે તે રમકડું હતું, તે તૂટી જાય તેમાં રડવાનું નહિ. પણ એ જ પ્રૌઢ માનવ પોતાને સમજાવી શકે નહિ કે દશ્યજગત રમકડા જેવું છે. આમ માનવ જન્મે ત્યારે બાળ અવસ્થા પ્રૌઢ થાય ત્યારે બાળ અવસ્થા, અને મારે ત્યારે પણ બાળ અવસ્થા/અર્થાત્ અજ્ઞાન.
[૩૫] સંસારી જીવ વિશ્વના પદાર્થોને જાણે છે અને રાગાદિ ભાવ કરી વેદે છે, અનુભવે છે. પૂર્ણ જ્ઞાનીને જગતના પદાર્થો જ્ઞાનસ્વભાવમાં જણાય છે ત્યારે પણ પૂર્ણ જ્ઞાની જ્ઞાનસ્વરૂપને વેદે છે, અનુભવે છે.
અમૃતધારા ૧૪૭
Page #161
--------------------------------------------------------------------------
________________
જીવે તો શેયને શેય સ્વરૂપે જાણી ગુણ અને પર્યાયને શેય બનાવવા. આત્મામાં જ્ઞાન ઠરે તો જ્ઞાનાનંદ આવે. વિશ્વના પદાર્થોમાં/દશ્યજગતના શેયમાં ઠરે તો શેયાનંદ આવે, જે ક્ષણિક છે, પરભાવ છે, અસત્
[૩૬] જીવ લક્ષણથી જ્ઞાનસ્વરૂપ છે. સ્વભાવથી આનંદસ્વરૂપ છે. જ્ઞાનની પરિપક્વતા, નિરાવરણતા તે આનંદસ્વરૂપ છે. આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આત્માની અંદર છે. જ્ઞાન અને આનંદ આત્મપ્રદેશમાં વ્યાપીને રહ્યા છે. અને તે ત્યાંથી અનુભવમાં આવે. સંસારી જીવમાં આવું જ્ઞાન ન હોવાથી તે પરપદાર્થોના ઇન્દ્રિયો દ્વારા સુખ ભોગવવા પ્રયત્ન કરે છે. આથી આત્માનો આનંદ ગુણ વિકૃત થાય છે. સુખ દુઃખરૂપ બને છે. દુઃખ વગરનું સુખ આત્માની શુદ્ધ અવસ્થામાં છે.
[૫૩૭] મનુષ્યનું મન સ્વભાવથી આનંદોન્મુખ હોય છે. કારણ કે તેનું અધિષ્ઠાન ચેતના છે, તેનું મૂળ સ્વરૂપ સચિતઆનંદમય છે. તે તરફ જવું તે આત્મિક જીવન છે. પરંતુ સંસ્કારવશ જીવ સંસારમાં આનંદસુખની શોધ કરે છે, પરંતુ જ્યારે તેને સંસારમાં સુખ-આનંદ મળતાં નથી અને મળે છે તો તે ઉપાધિવાળાં હોય છે. [૩૮]
આમ સંસાર એ સામાન્ય જીવને માટે આનંદનું સ્થાન લાગે છે. જ્યારે મોક્ષ એ આનંદનું વાસ્તવિક સ્થાન છે. પુણ્યયોગવાળો જીવ સંસાર તરફ દોડે છે. પરંતુ જ્ઞાન અને ધ્યાનના સંસ્કારવાળો જીવ અંતરમાં આનંદ શોધે છે. મોક્ષ એ આનંદનું મૂળ અને અંતિમ સ્થાન છે. જ્ઞાનીને સંસારમાં કે મોક્ષમાં કોઈ પસંદગી નથી, જે છે, તે છે. સમસ્ત વિશ્વમાં એક મહાસત્તાનો એ ફેલાય છે. સહજતા છે ત્યાં મુક્તિ-આનંદ છે.
[૫૩૯]. જ્ઞાનનું લક્ષણ જાણવાનું છે. આથી કેવળજ્ઞાનીને શેય સાથે સંબંધ છે. પરંતુ તે નિષ્કારણ અને નિપ્રયોજન છે. એ જ્ઞાન વીતરાગ યુક્ત
૧૪૮ અમૃતધારા
Page #162
--------------------------------------------------------------------------
________________
હોવાથી કેવળજ્ઞાનાવસ્થામાં નિષ્પન્ન આનંદને વિશ્વમાં કોઈ સાથે સંબંધ નથી. આ જ્ઞાનમાં શેય જાણવા જવાનું નથી. શેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આમ વિતરાગતા એ કેવળજ્ઞાનની વિશિષ્ટતા છે. અપેક્ષાએ કેવળજ્ઞાનની સર્વજ્ઞતા શેયસાપેક્ષ છે. જ્યારે સ્વરૂપાનંદ નિરપેક્ષ
[૫૪] ચૈતન્ય તત્ત્વની બે વિશેષતા ૧. જ્ઞાન, ૨. આનંદ, યદ્યપિ બંને અભિન્ન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. અથવા જ્ઞાનનું પરિણામ આનંદ છે. દૃષ્ટિમાં, ભાવમાં, વિચારમાં મલિનતા હશે, રાગાદિ હશે તો જ્ઞાનના ફળરૂપ આનંદ નહિ થાય, પણ દુઃખ મળશે. જ્ઞાનમાં ભળતા મોહાદિ વિકારભાવો છે. જેનાથી જ્ઞાન આવરાય છે. [૫૪૧]
આત્મા જ્ઞાયક અને વેદક (અનુભવવાળી) છે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે, જાણનાર છે. સ્વ પ્રત્યે આનંદ વેદનસ્વરૂપ છે. પરક્ષેત્રે નિઃશંક જ્ઞાનપ્રકાશ અનુભવ છે. છદ્મસ્થ જ્ઞાનીને નિઃશંકપણે આનંદ અનુભવાય છે પરંતુ તે અપૂર્ણ છે. કેવળજ્ઞાનમાં નિરાવરણનો આનંદ છે. માટે આત્માને સચ્ચિનદાનંદ કહ્યો છે, પરદ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે જ્યારે સ્વદ્રવ્યમાં જ્ઞાન વેદક છે. ધ્યાન કરતાં જ્ઞાનની સહજતા છે. ધ્યાન આવીને તું રહે છે. જ્યારે જ્ઞાન સદાકાળ રહે છે.
[૫૪૨] જ્ઞાન આનંદનું લક્ષણ છે તેથી સર્વ જીવ સદા સુખ-આનંદને તલસે છે. જ્યાં આનંદ છે ત્યાં સહજ જ્ઞાન છે. લક્ષણરૂપે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ જીવોને છે. પરંતુ જ્ઞાનનું સહજ પૂર્ણ કાર્ય સ્વરૂપ આનંદ સર્વ જીવોને નથી. બાહ્ય જ્ઞાનથી જીવ થાકશે પણ જ્ઞાનના કાર્યરૂપે થતાં આનંદ-સુખથી થાકતો નથી તે અવ્યાબાધ છે. જ્ઞાનમાં આનંદનું વેદન છે તેથી શેય અને જ્ઞાન કરતા આનંદ-સ્વરૂપાનંદનું લક્ષ્ય મુખ્ય કરવું.
[૫૪૩] શૂન્ય થઈ જાવ એટલે શું ? શૂન્યત્વ એટલે કોઈ વસ્તુનો અભાવ કે જીવત્વનો અભાવ નહિ પરંતુ અસરનો અભાવ. જેમકે ઉપયોગમાં
અમૃતધારા ૧૪૯
Page #163
--------------------------------------------------------------------------
________________
રાગાદિ ભાવનો અભાવ તે શૂન્યત્વ, નિર્લેપતા) મનને બાહ્ય પદાર્થોની અસર/આકર્ષણથી બચાવવાનું છે, સમ્યફ મનથી સંસ્કારિત મનને મારવાનું છે. પછી મોહનીયનો ક્ષયોપશમ કરી, સર્વથા ક્ષય કરી. સૂક્ષ્મ મનથી (શૂન્ય)-બાહ્ય અસરરહિત શુદ્ધાત્મામાં સ્થિર થવાનું છે ત્યાર પછી સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે.
[૫૪૪] દ્રવ્યમનમનોવર્ગણા દ્વારા વિચારનું સર્જન વિસર્જન થાય છે. ભાવમનમાં જ્ઞાનના વિકલ્પોનો સંગ્રહ થાય છે. મનમાં વર્તતા રાગ મોહ અજ્ઞાન જનિત વિકલ્પો તે ભાવમન છે. ભાવમન પરિવર્તિત થવાથી કેવળ શુદ્ધ ઉપયોગ/કેવળજ્ઞાન રહે છે. તેથી તેઓ દુઃખમુક્ત હોય
[૫૪૫] તાવ છે માટે દવાની જરૂર છે એટલું જ નથી પણ તાવ દરમિયાન જે પીડા દુઃખ છે તે વેઠવું પડે છે, તે દુઃખ દૂર કરવા માટે દવાની જરૂર વિશેષ છે. તે જ પ્રમાણે અધ્યાત્મમાં જીવનો સ્વભાવ સ્વરૂપથી આનંદસ્વરૂપ અનંત સુખનો સ્વામી હોવા છતાં દુઃખનું વેદન કરવું પડે છે, તે આનંદસ્વરૂપને પામવા માટે ધર્મની સાધના છે. વેદન તત્ત્વની રીતે જીવદ્રવ્યને વિચારવું જોઈએ નહિ તો અંજામ ભૂંડો છે.
જીવવા ખાતર ગે જે જિંદગી જીવી ગયો
એની જીવનની નોંધ “મોત' શીર્ષક હોય છે” [૫૪૬] સાધકે કુસંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો. કોલસો સળગતો દઝાડે અને ઠંડો હોય તો હાથ કાળો કરે. એક રાજા થાકેલો હતો તે વૃક્ષ નીચે આરામ કરતો હતો ત્યાં વૃક્ષ પર બેઠેલો કાગડો કા કા કરવા લાગ્યો. રાજાએ આવેશમાં આવીને એક તીર ફેંક્યું, કાગડો ઝડપથી ઊડી ગયો. એ તીર એ ડાળ પર બેઠેલા હંસને વાગ્યું તે ઘવાઈને જમીન પર પડ્યો. રાજા તરત જ બોલ્યો પહેલા ક્યારે ય કાગડો ધોળો જોયો નથી, પ્રથમ કાગડાના સંગે હંસે જાન ગુમાવ્યો. (કુસંગ) બીજું કે કેવલ દેહલક્ષી આત્માને આત્માની ઓળખ આપો તો કહેશે
૧૫૦ ૪૯ અમૃતધારા
Page #164
--------------------------------------------------------------------------
________________
જન્મથી હું તો દેહ જ જોતો આવ્યો છે. શું આ દેહમાં આત્મા હોય છે? કેવું અજ્ઞાન? (હંસમાં કાગડો જોયો) : [૫૪].
સંસારમાં જે કંઈ બને છે તે પૂર્વસંચિત પાપપુણ્યનો વિપાકોદય છે. અને વર્તમાનમાં જે કંઈ શુભાશુભભાવ કરીએ છીએ તેના આધારે પુણ્યપાપના પુનઃ બંધ થાય છે. સંસારીજીવ આવા કર્મના ઉદયને વશ હોય છે. સંસારી જીવ. કર્મને વશ કરવાનું બળ હોય છે જ્ઞાનીમાં. બહારમાં આપણા દુશ્મનોની સંખ્યા મોટી હોય તો પણ મોક્ષ મેળવવામાં બાધક નહિ થાય. પરંતુ જીવને પોતાને કોઈ એક જ વ્યક્તિ માટે દુશમનાવટ હશે તો તે આંતરિક શત્રુભાવ શત્રુ થઈને મોક્ષને બાધક થશે.
[૫૪૮]. ખસના દર્દીને શરીર પર આવતી ખંજવાળ વધી જતી શમાવવા માટે જે કંઈ મળે તેની સાથે શરીરના અંગને ઘસે. ઝાડ સાથે, ભીંત સાથે, વાસણ સાથે, તે વખતે સારું લાગે પણ પછી અગન પેદા થાય ત્યારે અસહ્ય લાગે. તેમ ભોગની ખંજવાળવાળો વાસનાને સમાવવા અનેક પદાર્થોનું સેવન કરે છેવટે રોગનો ભોગ બને છે. ભોગ જ રોગમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારે ઘણું દુઃખ ભોગવે છે. ભલે ચંદન શીતળ હોય પણ તે જો અગ્નિનું રૂપ ધારણ કરે તો વનને બાળે છે. તેમ ભોગવૃદ્ધિથી કરેલો ધર્મ જ્યારે પુણ્યથી ઉદયમાં આવે છે ત્યારે આત્મિક સુખને બાધક થાય છે. તેથી જ્ઞાની પુણ્ય-ભોગને મનથી અહિતકારી માને છે.
[૫૪] સંસારનાં દુઃખોથી છોડાવે અને ઉત્તમ-સાચું સુખ આપે તે ધર્મ. એવો ધર્મ કોણ ધારણ કરે, એવા ઉત્તમ ભાવો કોને થાય? જીવને પોતાનું એકત્વ અનન્યપણું કે વિશુદ્ધપણું સમજાય તેને ઉત્તમ ભાવો થાય કે જીવ જન્મ અને મરે છે. આત્માનું સ્વરૂપ એવું નથી તે તો જ્ઞાનસ્વરૂપ છે. અંતરમાં ઊંડો ઊતરીને વિચારે છે કે મારું સ્વરૂપ શું અને હું શું કરું છું. સબોધ દ્વારા પોતાના સ્વરૂપને જાણીને અંતરંગ
અમૃતધારા ૧૫૧
Page #165
--------------------------------------------------------------------------
________________
પરિણતિને આત્મસ્વરૂપમાં વાળે છે બાહ્ય ભાવોથી મુક્ત કરવા પ્રયત્ન કરે છે. અને ધર્મનું મૂળ સમ્યગદર્શનને આરાધે છે, તે સાધક છે. નહિ તો
ખિલા પિલા કે દેહ બઢાયા. વો ભી અગન સે જલાના હૈ”
પિપ૦] એક કોલસા રાખવાનું સ્થાન છે. ત્યાં લેવા-મૂકવાનું કામ ચાલતું હોય તો તે સ્થાન ચોખ્ખું કેવી રીતે રહી શકે? તે જ રીતે જીવના ભાવમાં-સ્થાનમાં રાગાદિ મલિનતા ચાલી રહી હોય તો તે સ્થાન કેવી રીતે પવિત્ર રહી શકે? જીવ નિરાકુળ કેવી રીતે રહી શકશે? સંસારમાં ઘણાં કણે સહન કરીએ છીએ. વૈરાગ્ય અને જ્ઞાનની દિશામાં અગર કોઈ કષ્ટ આવે તો તે માત્ર માનવામાં છે, વાસ્તવિક કષ્ટ નથી તો તે સહન કરીને આગળ કેમ ન વધીએ! [૫૫૧]
વૈરાગ્ય અને જ્ઞાન પોતાના ગુણ છે તેમાં કષ્ટ શું હોય ? જે જે પ્રકારોમાં રાગનો લગાવ છે તે છોડવાનો છે. આ ધનમાલ સ્વજન પરિવારાદિ મારા છે નહિ, મૂકીને જવાનું છે. તેનો રાગ છોડવો તેમાં કષ્ટ શું લાગવું? જ્ઞાન તો આત્માનો સહજ ગુણ છે. જાણવામાં કંઈ કષ્ટ નથી પણ પદાર્થને જાણીને કર્તા ભોક્તા ભાવથી જીવ દુઃખી થાય છે. કર્તા ભોક્તાભાવ છૂટ્યો કે જીવ સ્વરૂપમાં મગ્ન થાય છે. ત્યાં સુખ જ સુખ જ છે.
[૫૫૨] નદીના જબરજસ્ત વહેણમાં કચરો લાકડાં બધું જ તણાઈ જાય છે સમ્યક્ત્વરૂપી પવિત્ર વહેણમાં ભવોભવનાં કર્મોની રજ તણાઈ જાય છે. સંસારમાં જ્યાં સુધી જીવ કષાય કરે ત્યાં કર્મયજ કર્મરૂપ થઈ જાય છે અને પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. ત્યારે આત્માની જ્ઞાનશક્તિ આવરણ પામે છે. કષાયના ભાવો આત્મામાંથી આવે છે તેમ સમ્યકત્વનો પ્રવાહ પણ આત્મામાંથી આવે છે. તે જીવને શક્તિના સ્રોત તરફ લઈ જઈ કર્મરજોને દૂર કરી દે છે. ત્યારે જીવ આપોઆપ
૧૫ર
અમૃતધારા
Page #166
--------------------------------------------------------------------------
________________
સ્વસ્વરૂપને પામે છે.
પિપ૩] કોઈ એક વ્યાપારીને દૂરદેશથી ખબર આવી કે પેઢીમાં ઘણો લાભ થયો છે. પરંતુ સમજવામાં ફેર થયો કે નુકસાન થયું છે એટલે દુઃખ પેદા થાય છે. પરિસ્થિતિ સુખદ હોવા છતાં તે વ્યાપારી દુઃખનો અનુભવ કરે છે. તેમ જીવ સ્વરૂપે સુખના ગુણવાળો હોવા છતાં પુગલની પેઢી ચલાવવામાં ચિંતા, ભય વિગેરેનાં નિમિત્તોથી દુઃખનો અનુભવ કરે છે. પરંતુ સદ્ગુરુના બોધ દ્વારા પોતાના સુખને જાણે છે. શ્રદ્ધા કરે છે, ત્યારે તે સાચા સુખને પામે છે. [૫૫]
અધ્યાત્મમાર્ગમાં જે સ્વભાવ સન્મુખ છે, સ્વરૂપની રુચિવાળો છે તે ધર્મશીલ છે. પરંતુ જેને સ્વભાવ સન્મુખ થવાનો ભાવ નથી રુચિ નથી તેવો પ્રયત્ન પણ કરતો નથી તે વ્યવહારધર્મમાં ઘણાં સત્કાર્યો, તપ, જપ કરતો હોય તો પણ તે ધર્મશીલ નથી. ધર્મશીલ સાધકને વિષયો પ્રત્યે વિરક્તિ છે. કષાયોનો ત્યાગી છે, આહારાદિ સંજ્ઞાનો સંયમી છે. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે જે જાગૃત છે, તે ધર્મશીલ
[પપપ નિશ્ચય સમ્યકત્વ છે કે નહિ તે વિશિષ્ટજ્ઞાની વગર કોણ જાણે ? પરંતુ જો વ્યવહારમાં જિનદર્શનાદિથી ભ્રષ્ટ છે તો તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેમ વૃક્ષના મૂળમાં જળ વિગેરે મળતાં રહે તો વૃક્ષ પલ્લવિત રહે તેમ મોક્ષમાર્ગનો ચાહક જીવ મોક્ષમાર્ગના મૂળમાં વ્યવહારદર્શનનું પાલન કરે તો મોક્ષમાર્ગ પલ્લવિત થઈને તેની પ્રાપ્તિ થશે. સ્વરૂપાનંદની પ્રાપ્તિ થશે.
[૫૫૬] સ્વરૂપાનંદ શું છે? એ આત્મિક અનુભવ છે, તેનું વર્ણન શું થઈ શકે? જેમ કોઈ સ્થાન કૂડાકચરાથી મલિન હતું. તેને સ્વચ્છ કરવામાં આવ્યું. હવે કોઈ કહે સ્વચ્છતાનું વર્ણન કરો. તો તમારે કૂડા કચરાનું વર્ણન કરીને, તેને દૂર કર્યાનું વર્ણન કરીને સમજાવવો પડશે. તેમ સ્વરૂપાનંદ-સમ્યગ્દર્શનનું વર્ણન મિથ્યાત્વની વાત કહીને સમજાવવું
અમૃતધારા ૧૫૩
Page #167
--------------------------------------------------------------------------
________________
પડશે. જેમકે જીવ દેહમાં આત્મબુદ્ધિએ સુખ માનતો હતો. રાગાદિ ભાવને પોતાના જાણતો હતો. તે વિકલ્પો હવે શાંત થયા છે, નષ્ટ થયા છે. આત્મઉપયોગ પવિત્રપણે રહ્યો છે તે પ્રમાણે સ્વરૂપનું સમ્યગુદર્શનનું સ્વરૂપ સમજાવી શકાય.
પિપ૭] જેનો મોક્ષ નિકટ છે તેવા જીવમાં તે માર્ગને યોગ્ય લક્ષણો પ્રગટ થાય છે. આત્યંતિક દયાના ભાવ, મોક્ષની જિજ્ઞાસા સંસાર પ્રત્યે નિર્વેદ, વિગેરે. વળી સૂક્ષ્મ રીતે વિચાર કરતાં પોતાના સંસ્કારમાં રહેલા દોષોનાં દર્શન થાય છે. તે દોષોને હવે જીરવી શકતો નથી. બીજી બાજુ શમ, સંવેગ, મૈત્રી આદિ ગુણો સહજપણે પ્રગટ થાય છે. આમ ગુણોની સઘનતા થતાં ચિત્ત નિર્મળ થાય છે. અપેક્ષા આકાંક્ષા અને આશાઓ શમી જાય છે. ગુણો સાધકની કાયા બને છે. એ ગુણોની અનુભૂતિ આત્માનુભવની નજીકની દશા છે. ત્યાર પછી યોગ્ય કાળે નિર્વિકલ્પદશાએ પહોંચી પ્રત્યક્ષ આત્માનુભવનો આનંદને પામે
[૫૫૮] જ્યારે દૃષ્ટિ દ્રામાંથી ઉદ્ભવી દશ્ય તરફ જાય છે, ત્યારે દૃષ્ટિની દ્રય ઉપર અને દશ્યની દ્રષ્ય ઉપર અસર થાય છે. (દષ્ટિ-ઉપયોગ, દૃષ્ટા-આત્મા, દ્રય બહારનાં કારણો) સંતોની દૃષ્ટિની પવિત્રતા તેના સંપર્કમાં આવનાર પર શુભ અસર રૂપે થાય છે. વાતાવરણમાં રોગ શોક શમે છે. જો દૃષ્ટિ અપવિત્ર છે તો તેની અસર પણ વિપરીત થાય છે. આ એક ઔપચારિક પ્રક્રિયા છે. [૫૫૯]
વાસ્તવમાં જોનારો જોણાંથી-દશ્યથી ભિન્ન છે. દ્રષ્ય સ્વ છે સ્વાધીન છે, દશ્ય પર છે પરંતુ સંસ્કારવશ સ્વમાંથી ઉદ્દભવેલી દૃષ્ટિઉપયોગ નિજઘરમાં કરવાને બદલે દયમાં પરઘરમાં જાય છે, અને તેમાં અહમ કે મમત્વ પેદા કરે છે. આ ભૂલ એ મિથ્યાત્વ છે. તે દુઃખદાયી છે. જો દ્રષ્ટા સ્વઘરમાં રહે તો સુખદાયી છે. જોનારને જાણે તે એક સિદ્ધાંત છે. તેની અનુભૂતિની પ્રક્રિયા છે, પરપદાર્થોમાં કે
૧૫૪ અમૃતધારા
Page #168
--------------------------------------------------------------------------
________________
સંયોગોમાં જીવને રાગાદિ ભાવથી મુક્ત રાખીને સમત્વ ધારણ કરે તો સિદ્ધાંત સિદ્ધિ બને.
[૫૬] જેમ જેમ ગુણવૃદ્ધિ થતી જાય તેમ તેમ સાધક આત્માનું ચિત્ત સ્વચ્છ-સમાધિમય બનતું જાય છે. તે સંસારને દુઃખયુક્ત-કદર્થનાભર્યો જાણે છે. આ સંસારના સુખથી ભિન્ન સુખ છે તેમ તેની શ્રદ્ધામાં આવે છે. તેથી તે પ્રત્યે તેનું અંતઃકરણ ઝૂકે છે. અને વારંવાર તેનો ઊહાપોહ થતાં તે જાણે છે કે કષાયથી યુક્ત મારા જ પરિણામથી હું દુઃખી છું. કષાયમુક્ત શુદ્ધ પરિણામ એ સમાધિ-સુખનું કારણ છે. તેની પરમાત્માની કૃપામાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. આ શ્રદ્ધા તે સાચી દૃષ્ટિ છે.
[૫૬ ૧]. જરા થોભી જા, વિચાર કે આ સર્વે આપત્તિ શા માટે? બુદ્ધિમાન ગણાવા ડિગ્રીઓના ડુંગરા કર્યા, શરીરશક્તિને વિકસાવવા પહેલવાન થવા પ્રયત્ન કર્યા. કીર્તિના કોટડા બાંધવા ઝઝૂમ્યો, ધનવાન બનવા ચિંતાની ચિતામાં જળ્યો. જીવનના સુખ માટે કે ઉત્કર્ષ માટે આ સર્વ પ્રકારો વ્યર્થ છે. કારણ કે તે ચિત્તશુદ્ધિ કે ચિત્તશાંતિનું કારણ થઈ શકે તેમ નથી, તે તે પ્રયત્નો અને તે તે ઈચ્છાઓના મૂળમાં જ ભય અને ચિંતા છે તે શુદ્ધિ કે શાંતિ ક્યાંથી આપી શકે? [પ૬ ૨]
આપણું સ્વરૂપ આપણાથી ભિન્ન કે પરોક્ષ ન હોઈ શકે, વળી ઇન્દ્રિયોથી જણાતા ભૌતિક પદાર્થોની જેમ પ્રત્યક્ષ પણ નથી. વળી આત્મા દશ્ય પદાર્થોની જેમ દૂરથી પણ જોઈ શકાતો નથી. એવા ભ્રમમાં જે દર્શન થાય છે તે કોઈ વૈક્તિ દેવ, રામ, કૃષ્ણ, પદ્માવતી, સરસ્વતી જેવાનાં શક્ય છે તે આત્મદર્શન નથી. આત્મદર્શન એ દશ્ય નથી અનુભૂતિ છે. તે સાધનની અપેક્ષાવાળી નથી નિરપેક્ષ છે. તેને માટે જ્ઞાનચક્ષુની જરૂર છે.
[૬૩] આત્મા લક્ષણથી પ્રત્યક્ષ છે, પરંતુ અનાદિથી આપણે એનાથી અજ્ઞાત રહ્યા છીએ એટલે તેને જાણવા જોવા માટે સદ્ઉપદેશની જરૂર
અમૃતધારા ૧૫૫
Page #169
--------------------------------------------------------------------------
________________
છે. સદ્દગુરુ અને સાસ્ત્રથી આ તત્ત્વને જાણવાના શિક્ષણની પ્રણાલિના એ સાધનની જરૂર છે. ત્યાર પછી વિચારશીલ, જિજ્ઞાસુ સાધક પોતાના અનુભવની ફુરણામાંથી જીવનની ચોક્કસ દિશામાં આગળ વધે છે. જીવનની ચઢ-ઊતર સુખદુઃખના અનુભવથી તત્ત્વની શ્રદ્ધામાં દઢ થતો જાય છે.
[૫૬૪] વર્તમાન દૃશ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા ભોગ્ય છે, તે પરાધીન છતાં જીવને તેમાં પ્રત્યક્ષતા લાગે છે. વળી પરલોકમાં એ જ ઇન્દ્રિયસુખની કલ્પના સ્વર્ગથી કરે છે. આમ સંસારના સુખ પાછળ જીવ આંધળી દોટ મૂકે છે, જેની દિશા ખોટી છે. વાચન શ્રવણથી સ્વર્ગનાં સુખ મેળવવા પુણ્યકર્મો પાછળ દોટ મૂકી પણ તેમાં આત્મસુખની પ્રાપ્તિ ન થઈ. આમ ધરતી અને સ્વર્ગના સુખની વચ્ચે જીવે દીર્ઘકાળથી દોડાદોડ કરી પણ વ્યર્થ.
[૫૬ ૫] સ્થૂળ દૃષ્ટિએ ઇન્દ્રિયજ્ઞાનથી કોઈના ઉપદેશ વગર પણ જીવને પદાર્થનું જ્ઞાન થાય છે. બાળકને દૂધ પીવાની ચેષ્ટા માટે ઉપદેશની જરૂર પડતી નથી. પરંતુ આત્મજ્ઞાન માટે સતત સાધના દ્વારા સૂક્ષ્મ દૃષ્ટિની પ્રાપ્તિ થતાં પ્રથમ તે આત્માને શ્રદ્ધા/અનુમાન વડે પરોક્ષ અનુભૂતિ થાય છે ત્યાર પછી તત્ત્વદષ્ટિ વડે આત્મનુભૂતિ સંભવ છે. [૬૬]
સંસારી જીવોના જડ પદાર્થોના અનુભવો ઇન્દ્રિય અને મનગ્રાહ્ય છે. તેમાં ચેતનાની ઉપસ્થિતિ છે પણ તેમાં આત્માનો અનુભવ નથી. ઇન્દ્રિયજન્ય અનુભવો નાશવાન છે, ભ્રમણાત્મક છે. તે અંતિમ પણ નથી. એવા અસંખ્યાત પદાર્થોનો પરિચય જ્ઞાન ન થઈ શકે જ્યારે એકમાત્ર આત્મજ્ઞાન સમસ્ત વિશ્વનું જ્ઞાન બની શકે એવો ચૈતન્ય પ્રભુનો મહિમા છે. આવું સ્પષ્ટ છતાં જગતના જીવોની આંધળી દોટ શમતી નથી. -
[૫૬]. આત્મા જન્મતો નથી, મરતો નથી. છતાં જીવને મરણનો ભય છે. જો કે જન્મનો ભય નથી. જન્મનું દુઃખ છે. સૂર્ય પૂર્વમાં ઊગે
૧૫૬ અમૃતધારા
Page #170
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમમાં આથમે આ જગતમાં બધા જ સ્વીકારે છે. વાસ્તવમાં સૂર્ય ઊગતો નથી આથમતો નથી. દિશા બદલે, પ્રદક્ષિણા કરે છે. છતાં કેવી કલ્પના કરી છે. તેમ જીવ જન્મમરણની કલ્પના કરી સુખ, દુ:ખ, ભય વગેરે અનુભવે છે. ચંદ્રની વધઘટ થતી જોવાય છે, ખરેખર ચંદ્ર વધેઘટે છે ? રાહુની છાયા તેના તેના ૫૨ ૫ડે છે, ચંદ્ર કંઈ વધતો ઘટતો નથી. ઇન્દ્રિયોના અનુભવ આવા છે હોય ખોટું દેખાય સાચું. તત્ત્વદૃષ્ટિ જ્ઞાનદૃષ્ટિ જ મૂળ સત્યને જાણે છે. અર્થાત્ વિવેકપૂર્ણ દૃષ્ટિ એ તત્ત્વદૃષ્ટિ-જ્ઞાનદૃષ્ટિ છે. [૫૬ ૮]
પૂર્વે નહોતું, જે ભાવિમાં નથી. અને વર્તમાનમાં નથી તેવું કોઈ સત્ હોઈ ન શકે. સત્ ત્રણે કાળ અબાધિત છે. જે પૂર્વે ન હતું અને હવે પછી નહિ હોય તે નિત્ય ન હોઈ શકે. જે વર્તમાનમાં છે, પૂર્વે હતું અને ભાવિમાં રહેવાનું છે તેવું આત્માનું-સનુ અસ્તિત્વ છે. તેથી તે અમર, અજન્મા અને અદ્ભુત છે. અમૂર્ત છે સૂક્ષ્મ છે, [૫૬૯]
એવા ગહન તત્ત્વનો અનુભવ તે જ્ઞાન છે. તે જ આત્મા છે. આથી દેહનું વિનાશીપણું સમજાય છે. વર્તમાનમાં દેખાય છે તે પણ રોગ અને જરા–ભયવાળું અને આજે જેવું છે તેવું ભૂતકાળમાં નહોતું ભાવિમાં મળશે નહિ. તેથી શરીર સાચું નથી તો તેના સગાંવહાલાં સાચાં કેવી રીતે માનશો ? માટે એ વિચાર છોડી દેવો કે આ તો મારાં અને હું તેમનો. [૫૭]
સંસાર અનાદિ અનંત પ્રવાહથી છે. તે સિવાય તો તે પણ અસત્ છે. કાળચક્રના અવસર્પિણી ઉત્સર્પિણી જેવા ચઢ ઊતરના ભેદો સંસારનું અસત્યપણું જણાવે છે. જો સંસાર આ રીતે અસત્ હોય તો તેમાં કલ્પેલા સુખદુઃખાદિ પણ અસત્ છે. આ સર્વ જાણનાર એવો આત્મા સત્ છે. ગમે તેટલા દેહમાં પરિવર્તિત થવા છતાં તેનું જ્ઞાન નષ્ટ થતું નથી. આવરણ પામે છે. આત્મા આત્માને જ સારરૂપે જાણે તેને દેહાદનો ભ્રમ છૂટી જાય અને આત્મા સરૂપે પ્રગટ થાય. [૫૭૧]
અમૃતધારા * ૧૫૭
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનકારોએ વિવિધ પાત્રતાઓ પૈકી મુખ્ય પાત્રતા યોગ માર્ગને અનુસરીને દર્શાવી છે. મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ તે યોગ છે, તે યોગના અધિકારીની પાત્રતાઓ આ છે. પ્રથમ ચરમાવર્ત (પરિભ્રમણનું છેલ્લું વર્તુળ) અપુનર્બંધકદશા (પુનઃ દૃઢપણે મોહનીય કર્મ ન બાંધે) માર્ગાનુસારી - (ગુણોની વિશેષતા) માભિમુખ (માર્ગને સન્મુખ થયેલો. સમ્યગ્દષ્ટિ (સત્યની દૃઢ જિજ્ઞાસાવાળો તત્ત્વદૃષ્ટિ સંપન્ન) આ પાત્રતા વગર મુક્તિનાં દ્વાર બંધ છે. [૫૭૨]
અન્ય દર્શનકારોએ સ્વરૂપ-મોક્ષ પ્રાપ્તિની પાત્રતાઓ સ્વીકારી છે. વિવેક : તમામ સુખ વૈભવના રાગ પ્રત્યે વૈરાગ્ય. ષસંપત્તિ ૧. શમ = મન ઉપર નિયંત્રણ ૨. દમ = ઇન્દ્રિય સંયમ. ૩. ઉપરતિ = વૃત્તિઓની વિષયથી વિરક્તિ. ૪. તિતિક્ષા = સહનશીલતા. ૫. શ્રદ્ધા = વિશ્વાસ. સમાધાન : બુદ્ધિની સ્થિરતા. મોક્ષમાર્ગનો અધિકારી ધર્મ અર્થ અને કામમાંથી ઉપરામ થયેલો જોઈએ. [૫૭૩]
અહો કાળનું પરિબળ કેવું છે ? મોક્ષાર્થી મમતાર્થી બન્યો છે. શ્રાવક સંપત્તિનો અર્થી બન્યો છે. સાધુ સગવડાર્થી બન્યો છે. ઉપદેશની અસ૨ અભરાઈએ ચઢે છે. ક્યાં જાણકારીને પોષવા ચર્ચા પૂરતી રહે છે. આત્મભાવના માટે કંઈ ઝૂરણા જ નહિ ! વૈરાગ્યના પાઠ આપના૨ સંન્યાસીને તો આપણે બાવા બનાવ્યા. તોફાની બાળકને શાંત કરવા ‘બાવો પકડી જશે' આ વાત પણ હવે જૂની થઈ ગઈ. ક્યાં સાધુ સંતોની પવિત્રતાની પરંપરા અને ક્યાં ભૌતિક સુખ પાછળની આંધળી દોડ. આપણી પાસે કોનું મૂલ્ય છે? [૫૭૪]
રાગનું કે વિરાગનું ? સંતોનું કે સંપત્તિનું ? મોક્ષનું કે મમતાનું ? વિરાગ અને વૈરાગ્યમાં અપેક્ષાએ અંતર છે. રાગની સામે વિરાગ લઈએ દ્વેષ જેવો ભાવ થશે. રાગ વિરાગથી ઉપરની દશાતે-વૈરાગ્ય છે. કંચન કામિની પ્રત્યેની દોડ છે તે રાગ છે. કચન કામિનીથી જે દૂર રહે છે પણ તેના દોષ વિચારીને ભાગે છે તે વિરાગી છે, પરંતુ વીતરાગી
૧૫૮ * અમૃતધારા
Page #172
--------------------------------------------------------------------------
________________
રાગ તો નથી કરતો, દ્વેષ પણ નથી કરતો. તે પદાર્થોની સમીપ નથી જતો કે નથી ભાગતો. જે જેમ છે તેમ જાણે છે તે જ્ઞાની વીતરાગ
પિ૭૫] નિર્મળ વૈરાગ્ય સતુ-અસતના વિવેકથી જાગે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિવેકયુક્ત છે, દૂધના ઊભરાની જેમ શમી જતો નથી. સત્યાસત્યના નિર્ણયયુક્ત વિવેક અને વૈરાગ્ય બને અધ્યાત્મમાર્ગના પાયા છે. રાગદ્વેષથી મુક્ત નિર્મળ અંતઃકરણ વૈરાગ્યને ધારણ કરે છે. ઈચ્છાઅપેક્ષા આકાંક્ષા રહિત મન વૈરાગ્યથી સભર હોય છે. [૫૭૬]
દેહધારી જીવમાત્રનો સંયોગ જડ-પુદ્ગલ સાથે છે. જ્યાં સુધી આત્માનો આ અનાત્મા-પુગલ-જડ સાથેનો સંયોગ વિયોગમાં ન પરિણમે ત્યાં સુધી મુક્તિ નથી. જે દેહ, પદાર્થો, દશ્યો, સાકાર છે, વિનાશી છે, તેમાં જીવે મારાપણું માન્યું, તે તે પદાર્થો સાથે તાદામ્ય સંબંધ બાંધ્યો જેના કારણે સતુને અસત્ અને અસતુને સત્ માન્યું. નિત્યને અનિત્ય માન્યું, અનિત્યને નિત્ય માન્યું. અરે દેહને જ સર્વસ્વ માન્યો અને જન્મ મરણની ઉપાધિના ચક્રાવામાં ઘેરાઈ ગયો. આ ઘેરાવાથી છુટકારો આત્મજ્ઞાન, વિવેચક્ષુ દ્વારા છે. [૫૭૭]
કષાયના વિષયના વાસનાના અને વૃત્તિઓના સંસ્કાર જીવને દિીર્ઘકાળથી ચાલ્યા આવે છે. તે અહિતકર્તા છે તેવું કોઈક જ જીવને સમજાય છે. આત્મોત્કર્ષ માટે શમ-દમની જરૂર જણાતી નથી. પરંતુ તેના વગર આત્મશાંતિની પ્રાપ્તિ થતી નથી. ઇન્દ્રિયોનોવિષયોનો સંયમ તે દમ', વિષયોથી દૂર રહેવું કંઈક સરળ છે. પણ તેના સંસ્કારો જે વાસનારૂપ બન્યા છે તેનો “શમ’ સૂક્ષ્મ છે. વાસનાના-સંસ્કારોના સંપૂર્ણ નાશ માટે સતત વૈરાગ્યનો અભ્યાસ જરૂરી છે. કષાયથી આત્માનું પ્રશાંતપણું આવરાય છે. અવિરતિથી આત્માનું પૂર્ણસ્વરૂપ આવરાય છે.
[૫૭૮] જેમ લસણની કે હિંગની બરણી ખાલી કર્યા પછી પણ ગંધ
અમૃતધારા ૧૫૯
Page #173
--------------------------------------------------------------------------
________________
આવે છે. તેમ વિષયોનું બળ ઘટ્યા પછી તેના સંસ્કાર-વાસનાનો સૂક્ષ્મ રીતે સંગ્રહ થયો છે તે હજી મૂળમાંથી નાશ પામ્યો નથી તેથી જીવ કોઈપણ રીતે અનુકૂળ પદાર્થોમાંથી સુખ અને પ્રતિકૂળ પદાર્થોમાંથી દુઃખ માની આકુળ થઈ જાય છે. સુખ પાછળ દોડે છે. માટે અભ્યાસ દ્વારા વિષયોથી પાછા ફરવું. પ્રતિકૂળતાને સહી લેવી. જ્ઞાન દ્વાર/બોધ દ્વારા વાસનાઓની ઉપેક્ષા કરવી, વિષયોથી ઉપરતિ પામેલું મન પુનઃ તે તરફ દોડતું નથી.
[૫૭૯] જે જીવો આત્માની વાત સીધી સમજી શકતા નથી તેને માટે તત્ત્વદૃષ્ટિનું જ્ઞાન આપવું ઉપયોગી થતું નથી તેથી ભૂમિકાના બંધારણ માટે ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ મુક્તિના માર્ગે જવા “મનનો નિગ્રહ કર'. પણ આ મનને કેવી રીતે જીતવું? તો કહ્યું કે ઇન્દ્રિય નિગ્રહ કર' એ વળી ઘણું કઠણ લાગે ત્યારે કહ્યું કે તપ કર, જપ કર, આહારાદિમાં સંયમ રાખ વિગેરે. જ્યાં આત્માનો ઉપયોગ જ નહિ લાગે તો મન ઇન્દ્રિયો તારું કંઈ બગાડી નહિ શકે. આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય તેની આ ભૂમિકાઓ છે. તીવ્રતા મંદતા દરેકના પુરુષાર્થ ઉપર અવલંબે છે.
[૫૮] ક્ષયોપશમ ભાવ એટલે ક્ષમાદિ ભાવો. જેમ એક હાથથી બીજા હાથને પકડવાનો છે તેમ એવા ક્ષયોપશમભાવથી ઉદયભાવને પકડી ગુણયુક્ત બનાવવાના છે. જે ઇચ્છાઓનુભાવો મોહનીયકર્મના ઉદયથી થાય તે ઔદયિક ભાવ છે, તેને ક્ષયોપશમ ભાવથી શમાવવાના છે. તે માટે સપુરુષાર્થ કરવાનો છે. સંસાર પ્રારબ્ધથી ચાલવાનો છે. ધર્મ પુરુષાર્થથી થવાનો છે. જીવે સમજ ઊંધી કેળવી છે. ક્ષયોપશમ ગુણ) ભાવથી સાચી સમજ કેળવવાની છે.
[૫૮૧) પૂર્વે કર્મોનો ભાર હળવો કરીને આવેલા કોઈ ગૌતમગણધર જેવા છાંયે છાંયે માર્ગે ચઢી જાય તો પણ તેમણે મહાદાવાનળ જેવા અહમૂને તો શિરચ્છેદ કરવો પડ્યો. બાકી દેહને સુખી કરવા ઘણા કમનો
૧૬૦ અમૃતધારા
Page #174
--------------------------------------------------------------------------
________________
ભાર જેને માથે છે તેને તો દુઃખ સહન કરીને માર્ગે ચઢવાનું છે. માર્ગે ચઢ્યા પછી સુખદુઃખના ભેદ ભુસાઈ જાય છે. ત્યાં સુધી તો સત્ય માટે હરિશ્ચંદ્ર, શીલ માટે સીતાજીએ, અન્યની જીવરક્ષા માટે મેતાર્યજીએ આમ સૌએ દેહના દુઃખને અવગણી મુક્તિની પ્રાપ્તિ કરી છે.
[૫૮૨]
સ્વરૂપપ્રાપ્તિની, પરમાત્મતત્ત્વની પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા જોઈએ. અર્જુન યુદ્ધે ચઢ્યા પણ વિષાદયોગ કેવો છે ? દ્રોપદીની જેમ હૃદય શ્રી કૃષ્ણનો પોકાર કરે, ગજસુકુમાર કહે ભગવાન હું આપને શરણે આવ્યો છું મારી મુક્તિ ક્યારે ? ભગવાન કહે ‘એક વર્ષ’ ગજસુકુમાર કહે ભગવાન ! હું તો આજે જ મુક્તિ પામવાના ભાવથી આવ્યો છું. મને શીઘ્રતાએ ઉપાય બતાવો. અને તે યુવાન અંતર્મુહૂર્તમાં મુક્ત થઈ ગયા. નાભિમાંથી મુક્તિની તડપન ઊઠ્યા વગર દેહ દ્વારા લેણું ચૂકવ્યા વગર, જ્ઞાનદૃષ્ટિ વગર મુક્તિ પ્રાપ્ત નથી.
[૫૮૩]
જેણે સદ્દગુરુબોધ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું છે તેને તો ધન, માલ, પિરવારના રાગમાં ભાગ નહિ પણ આગ જણાય છે, તેના રોમ રોમ પોકારી ઊઠે છે. પ્રભુચીંધ્યા માર્ગે ચાલવા તે અનુકૂળતાની રાહ જોતો નથી. એ માર્ગે નીકળ્યા પછી થોભતો નથી. જેમ પર્વતમાંથી નીકળેલી સરિતા પાછી પર્વત ભણી જોતી જ નથી, તે તો સાગ૨ને જ શોધી લે છે . માર્ગમાં આવતી શિલાની બાજુએથી માર્ગ કરી આગળ વધે છે તેમ સાધકને માર્ગનો ધ્યેયનો એવો આનંદ છે કે તેને કોઈ વિઘ્નો અટકાવી શકતાં નથી. [૫૮૪]
જીવનનું અંતિમ ધ્યેય મુક્તિ જેને માટે તે સ્પષ્ટ છે, પણ હજી તે માટેનું આત્મબળ નબળું છે, ત્યાં સુધી અંહકાર ઊઠશે અને પોતાની જાણકારીમાં રોકાશે તો ઠોકર ખાશે. છતાં ધ્યેયની જિજ્ઞાસા જાગૃત રાખશે. સાચો જિજ્ઞાસુ બીજાને ઠોકર વાગેલી જોઈને શીખે છે. અંહકારી ઠોકર વાગવાની રાહ જુએ છે, પછી રસ્તો બદલે છે જે જ્ઞાનીને ગુરુ
અમૃતધારા * ૧૬૧
Page #175
--------------------------------------------------------------------------
________________
બનાવવા માંગતો નથી. ગુરુ બનવા માંગે છે. તે ધ્યેય પ્રાપ્તિમાં પાછો પડે છે. પોતે પોતાનો ગુરુ બનવા સુધી સાચી જિજ્ઞાસામાં રહેવું સારું છે. શ્રદ્ધા વગર સિદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી. [૫૮૫]
જેને દેવ ગુરુશાસ્ત્રમાં શ્રદ્ધા જ નથી તેણે મુક્તિમાર્ગમાં, આત્મસુખમાં ડોકિયું કરવાનો કંઈ હેતુ નથી. ઘણાં કહે છે ભગવાન હતા, ભગવાને કહ્યું તે કેવી રીતે સાચું મનાય ?
ભાઈ તું છું તેની કોઈ સાબિતી છે? તું અમુક તારીખે અમુક સમયે જભ્યો તેનું શું પ્રમાણ છે ? તું કહેશે મારા જન્માક્ષરમાં બધું લખ્યું છે.
તે વખતે જ્યોતિષિ હાજર હતો ?”
‘ના’ તે સમયે ડોક્ટર, નર્સ હાજર હતાં તેમણે સમય નોંધેલો. અને તે તે સાંભળેલો ખરુને? “ના”
આનો અર્થ એ કે તને તારા જન્મની, સમયની ખબર નથી તેની ખાત્રી માટે ડોક્ટર, નર્સ સાચા, તેમાં શ્રદ્ધા. તો પછી આ તારા જનમ જનમની વાત કરનારા ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવામાં શું વાંધો છે? વળી આધુનિક શિક્ષણે તો ધર્મ અને ગુરુ શબ્દ પ્રત્યે જ “એલર્જી ઉભી કરી છે. મૂખ જીવો તે સાચું માની જે કંઈ મેળવે છે તે બધું વ્યર્થ જાય છે.
[૫૮૬] વાસ્તવમાં સાધકે સાચી શ્રદ્ધાને ખૂબ દઢ કરવી જોઈએ. સાચી શ્રદ્ધાથી સુખી જીવનયાત્રાની શરૂઆત થાય છે. પરમાત્મા સાથે તેમના ગુણો સાથે ઐક્ય સાચી શ્રદ્ધાથી જ શક્ય છે. નેમિપ્રભુ ધ્યાને એકત્તા નિજતત્ત્વ એકતાનોજી. સંસારમાં બાળકને મા વિષે શંકા થતી નથી. બધી જ વસ્તુઓ અને હકીકતો સાબીત થાય પછી શ્રદ્ધા કરવી તે અજ્ઞાન છે. સાધકે અજ્ઞાનનો સ્વીકાર કરી નમ્રતાપૂર્વક જ્ઞાનીના ચરણની-આજ્ઞાની ઉપાસના કરવી
[૫૮૭] સંસારમાં મનુષ્યની ભૌતિક પદાર્થો પાછળ એક દોડ ચાલે છે.
૧૬૨
અમૃતધારા
Page #176
--------------------------------------------------------------------------
________________
પુણ્યયોગે ધન, સ્ત્રી, કીર્તિ બધું મેળવે છે. છતાં શાંતિ સંતોષ ક્યાં છે? ક્યાં જવું? શું કરવું? તેની તેને ખબર નથી. દોડી દોડીને ક્યાં પહોંચશે તે ખબર નથી. પ્રગતિ વગરની આ ગતિ ક્યાં પહોચાડશે? વળી કેટલાકને ધ્યેયની કંઈક ખબર છે તો તે દિશાનો પ્રયત્ન નથી. કેટલાક પ્રયત્ન કરે છે પણ સાચી દિશા નથી. દિશા સાચી હશે તો સાધન ખોટા હશે. આમ ધ્યેય, પ્રયત્ન, સાધન અને નિશ્ચિત દિશામાં જવા માટે પ્રથમ સાધકને માર્ગદર્શકની જરૂર છે. કેવળ ધ્યેયરહિત યાત્રામાં ભટકવું, એટલે જન્મમરણ કે સ્મશાન અને ગર્ભથી છૂટકારો નહિ થાય.
[૫૮૮] એક ઘર બાંધવા માટે તેની સામગ્રી, આયોજન અને સાથે એન્જિનિયરની સલાહ લેવી પડે છે. આ તો પરમાર્થ માર્ગ છે તેમાં વિશેષ પ્રકારે જ્ઞાની-સંત–માર્ગદર્શકની જરૂર રહે છે. જેમના દ્વારા જીવની સમજમાં આવે છે કે આત્મા પોતાથી અભિન્ન છે તે દર્શનીય છે, તે જ આદરણીય છે. ચિંતનીય છે. ધ્યાન કરવા યોગ્ય છે. આ તત્ત્વ સમજાયા પછી દુઃખદ માર્ગે કોણ જાય? આ કાળે અલ્પ અને અનિયત આયુષ્ય મળ્યું છે ત્યાં રોકાવું પરવડે નહિ. તો જ અમૂલ્ય માનવજન્મ સાર્થક થશે. એક જ લગની આત્મા જ જાણવો, શ્રદ્ધવો, ધ્યાવવો.
[૫૮૯]. જીવને સંસારમાં અનેક પ્રકારનાં કષ્ટ છતાં સંયમમાં, આત્મરતિમાં જવું કષ્ટદાયક લાગે છે, એટલે ભ્રામક માર્ગમાં અટવાઈ જાય છે. યોગ - આત્મપરિણામ) મૂકી યોગામાં જાય છે. જેમાં દેહની પ્રધાનતા છે. કરોડરજ્જુ સીધી રાખો, ટ્ટાર બેસો, આંખો બંધ રાખો, અમુક ચક્રમાં જુઓ પ્રકાશ દેખાયો માનો આત્મા પ્રભુ મળ્યા. એમ પ્રભુ મળે નહિ અને આત્મા મળે નહિ, પ્રાથમિક ભૂમિકા એ જ અટકી જવાશે. નાચો કૂદો શ્વાસનું ધમણ ચલાવો ચિત્ત શાંત થશે. આત્મા મળી જશે. ભાઈ! આ સર્વે પૌદ્ગલિક પ્રકારો છે. તેમાં આત્મા ક્યાં મળે
અમૃતધારા ૧૬૩
Page #177
--------------------------------------------------------------------------
________________
ચિત્તવૃત્તિની નિર્મળતા, વિષયકષાયથી વિરક્ત થઈ સદ્ગુરુના બોધ પ્રયાસ કરે તો સાચો માર્ગ મળી રહે.
[૫૯] સાધકે વિચારવું કે જે આ દૃશ્યજગતને સાચું માનું છું તે જગત વંધ્યાપુત્ર જેવું છે. જે નહિ તેની સાથે શું સંબંધ બાંધું ? અને બાંધતો નથી તો છોડું શું? પોતે વૃક્ષને બાથ ભીડીને ઊભો છે અને બૂમો મારે છે કે મને છોડાવો. તારા આત્માન માતા કોણ પિતા કોણ? તું જ સ્વયં જ્ઞાતા દ્રણ આમ બોધ પામ. આવા પારમાર્થિક સત્યનો તું સ્વીકાર કર એ આત્મવિચાર તારો સ્વયં પથદર્શક છે.
[૫૯૧] માટીના વાસણનું ઉપાદાન માટી છે. વસ્ત્રનું ઉપાદાન સૂતર છે. તેમ વિકલ્પાત્મક અજ્ઞાનનું ઉપાદાન અજ્ઞાન છે. આવું સમજાય પણ સ્વીકારાય નહિ તેનું કારણ અહંકાર છે, અહંકાર અહમને પોતાનું અસ્તિત્વ માને છે. તેથી અજ્ઞાન છૂટતું નથી. પરંતુ જેમ દોરીમાં સર્પની ભ્રાંતિ અજ્ઞાનને કારણે થઈ હતી, પરંતુ જ્યારે એ ભ્રાંતિ છૂટી ગઈ ત્યારે દોરી દોરીરૂપે જણાઈ તેમ અહમ્ અહમ્ રૂપે જણાય તો અહમ્ છૂટી શુદ્ધ તત્ત્વ-જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય. [૫૯૨] - વિશ્વમાં ઘટતી ઘટનાઓ સમયાધીન-કાળથી મર્યાદિત હોય છે. અમૂર્ત-સૂક્ષ્મ આત્મા સમયની મર્યાદાવાળો નથી. સમયથી મુક્ત છે. છતાં દેહ ધારણ વડે આત્માને સમય લાગુ પાડવાની અજ્ઞાનતા છે. સમયથી મુક્ત જ્ઞાની દેહનો સાક્ષી છે. હું દેહથી ભિન્ન છું, આવી પારમાર્થિક વિચારણા-શ્રદ્ધાવાળો દેહની વયને પોતાની અવસ્થા નથી જાણતો તેથી તે મુક્ત છે.
[૫૩] આપણે, સંતો, મહંતો, ધર્માત્માઓ જન્મ દિવસ અને પુણ્યતિથિઓ ઊજવે છે. શાને માટે? આ તો શરીરની બદલાતી અવસ્થાઓ છે, શરીરમાં મારાપણાની ભ્રાંતિ છે. તેને સાચી માની ઊજવે છે તે વાસ્તવમાં જન્મદિવસ શું અને મૃત્યુદિવસ શું? મારે કાળને સાચો ઠરાવવો છે કે અમરતત્ત્વને ? હું તો કાળથી ભિન્ન છું. પછી મને ભય શો? મોહ શો ?
૧૬૪ અમૃતધારા
Page #178
--------------------------------------------------------------------------
________________
અજંપો શો ? અને ઉત્સવો શા ?
[૫૪] પરમાર્થને બદલે જેને પૌદ્ગલિક આકાંક્ષા છે તેને મુક્તિની આશા રાખવી નહિ. મોક્ષાર્થીની ઝંખના કેવી હોય ? ચારેકોર અગ્નિની ઝાળ દેખાય. પુષ્યયોગે મળતી સાધનસામગ્રી બંધનરૂપ લાગે. ક્યારે છૂટું એવો અંતરધ્વનિ સંભળાય. મહેલ તો જેલ જેવા લાગે. ક્યારે આત્મા પામું, આત્મશાંતિ ક્યારે મળવું? તે તેના અંતરમાં તેવા ભાવ ઊઠે. તેમાં પણ સદ્દગુરુનો યોગ મળે પછી સંસાર તો ઝાળ જેવો થઈ જાય. નિરંતર ચિંતન ચાલે હું કોણ ? મારે શું કરવાનું? હું બંધનમાં છું કે મુક્ત છું? આવા જીવો નિકટભવી હોય છે. [૧૯૫].
જે જીવો ભૌતિકતાની પ્રતિષ્ઠામાં અટક્યા તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં ઇતિ શ્રી જોઈ, પરંતુ જ્યાં અપૂર્ણતા છે નિત્ય શોધખોળ અને પ્રયોગ ચાલે છે ત્યાં પૂર્ણતા – પરમાત્મતત્ત્વ મળવું શક્ય નથી. કારણ કે ભૌતિક વિજ્ઞાન બહારમાં જ ફરે છે. જ્યારે પરમાત્મતત્ત્વ આંતરિક શુદ્ધ અવસ્થા છે, સ્વાધીન છે. સૂર્ય અને પ્રકાશ, અગ્નિ અને ઉષ્ણતાની જેમ આત્માની શુદ્ધ અવસ્થા અભિન્ન છે, જ્યાં કેવળ પૂર્ણતા – સર્વોચ્ચ સુખ રહેલું છે.
[૫૯૬] મનની સપાટી પર ઊઠતા વિચારો વિકલ્પ છે. જે સ્વસ્કુરણામાંથી આવે છે તે આત્મભાવને આત્મવિચાર કહીએ તો તે એક અદ્ભુત શક્તિ છે. જેનું જ્ઞાન સમ્યક તેનો વિચાર સમ્યક કહેવાય.
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિવણ.”
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સમ્યક્ વિચારણાનો સ્ત્રોત પ્રજ્ઞારૂપ પરિણમે છે તે નિજજ્ઞાન રૂપે પ્રગટ થઈ કમનો ક્ષય કરે છે, અંતે જીવ સંસારના બંધનથી મુક્ત થાય છે.
પિ૯૭] આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે સંવર. આત્મસ્વરૂપથી શ્રુત થવું
અમૃતધારા ૧૬૫
Page #179
--------------------------------------------------------------------------
________________
તે બંધન (આશ્રવ). વૈજ્ઞાનિક અને વિચારકમાં ઘણું અંતર છે. વૈજ્ઞાનિક વ્યક્તિ તમામ ઘટનાઓને દૂરથી-બહારથી જુએ છે, જાણે છે નિરીક્ષણ કરે છે પરીક્ષણ કરે છે. જ્યારે વિચારક (આત્મવિચારવાન) જે કંઈ જાણે છે જુએ છે તેમાં જ્ઞાતાપણે પોતે પોતાને જાણે છે. સમજે છે. એટલે આત્મા અને પરમાત્માનું અંતર કપાતું જાય છે. અંતે સ્વયં પરમાત્માપણે પ્રગટ થાય છે.
[૫૯૮] વૈજ્ઞાનિક ગ્રહો શોધે કે પાતાળ શોધે. સાગર ખેડે આભને આંબે તો પણ તે સર્વ બહારનું, અહીંનું અહીં રહેવાનું. પોતે સમાપ્ત થતાં પોતાની દુનિયા સમાપ્ત. બહારનું વિચારવાનું સમાપ્ત થાય છે. ત્યારે પોતે મુક્તદશાને પામે છે.
[પ૯૯]. જીવ સંપૂર્ણ જ્ઞાતા ન બને ત્યાં સુધી તેણે સમ્યક વિચારણાનું સાતત્ય જાળવવું જોઈએ. હું માત્ર શરીર નથી તે તો કર્મ પ્રમાણે બદલાતી અવસ્થા છે. માત્ર મર્યાદિત સમય માટે મળી છે. તેના રૂપાદિ જોઈને હર્ષ કરવો નહિ અને કુરૂપ જોઈને શોક કરવો નહિ. તેમાં ફેરફાર કરવા ગયા તો જીવનનનો અમૂલ્ય સમય વેડફાઈ જશે.
[૬O] શરીરના માધ્યમથી ચિતન નહિ પણ ચિંતા પેદા થશે કે વૃદ્ધાવસ્થાથી, રોગથી બચવું કેમ ? બચવા માટે વિચારવું કે આ શરીર જ હું નથી તો કુરૂપ અને સુરૂપ પણ મારું સ્વરૂપ નથી. આમ વિચારનું સાતત્ય જાળવે તો શરીરના મોહ-અહં ઘટે અને સાક્ષીભાવ પુષ્ટ થાય.
[૬૦૧] પ્રાથમિક ભૂમિકામાં વિચાર શાંત થતા નથી તેથી તેને બદલવા પ્રયત્ન કરવો. હૃદયમાં આત્મતત્ત્વનું ચિંતન કરવું. હું દેહ નથી તો દેહના સંયોગે જે જે સંબંધો છે તેમાં મારાપણું કેમ હોઈ શકે સંસારીએ મુક્ત થવા સંસારભાવ છોડવો પડે. વિવિધ શરીર ધારણ કરવા શું કરવું પડે ! વિચિત્ર એવા કર્મજન્ય પરિણામો. શરીરથી મુક્ત થવા શું કરવું પડે ? દેહભાવથી ભિન્ન છું તેવું સતત ભાન.
૧૬૬ અમૃતધારા
Page #180
--------------------------------------------------------------------------
________________
આત્મભાવનું સ્મરણ કરવું. સ્વપ્નમાંથી જાગૃત થવા સ્વપપ્ન છોડવું પડે, જ્ઞાન થતાં અજ્ઞાન છૂટી જાય. અજ્ઞાન છૂટે મારાપણાના વિકલ્પો છૂટી જાય.
[૬૦૨] સ્મશાનમાં કાઠી મૃત શરીરના અગ્નિસંસ્કાર માટે તોળી તોળીને હોંશે હોંશે લાકડાં આપે. તેને શા માટે શોક હોય ? મૃત શરીર પરાયું છે. ડાઘુઓ સગાં છતાં લાકડા પૂરતા કે કેમકે ભલે શરીર સગાનું પણ પૂરું બળી જવું જોઈએ. વળી અગ્નિસંસ્કારની વિધિ પતી જાય અને જીવો તો પોતાની દુનિયામાં ખોવાઈ જાય. મરનાર મર્યો, હું તો જીવતો છું. મારે વળી મોત કેવું? ઉંદર બિલાડીને જોઈને આંખ બંધ કરે પણ બિલાડી કંઈ ઉંદરને છોડી દેવાની નથી. તેથી ભાઈ તું ભલે મોત સામે આંખ બંધ કરે પણ તે એક દિવસ આવીને ઊભું રહેશે.
[૬૩] ઉપયોગથી ઉપયોગ દ્વારા વિચારથી વિચાર દ્વારા દેહના મમત્વાદિ વિકલ્પોથી મુક્ત થવા પ્રયત્ન કરવો. વિકલ્પો સુખદુઃખ રાગદ્વેષ, અહં કે મમત્વ પેદા કરે છે. એટલે જીવ કર્મનો કર્તા ભોક્તા બને છે. વિકલ્પો જ નવા નવા સંયોગો પેદા કરે છે. જે જન્મની પરંપરા સર્જે છે. સંસારનું લક્ષણ જ નિરંતર પરિવર્તનશીલ છે. જેમાં કંઈ નિત્ય નથી. એક આત્મતત્ત્વ સૌથી શ્રેષ્ઠ છે, તેથી સૂક્ષ્મ અને નિત્ય છે. [૬૦]
બુદ્ધિચાતુર્ય કે વિચારશક્તિ માનવને મળેલી વિશિષ્ટ ફુરણા છે. ત્યાગી ભોગી સૌને આ શક્તિઓ મળેલી છે પણ ભોગમાં આસક્તિયુક્ત માનવ આ શક્તિનો ક્ષુદ્ર ઉપયોગ કરી વિદાય લે છે. બુદ્ધિ-વિચાર મૂળ આત્માનો અંશ છે. પરંતુ વિપરીત શ્રદ્ધાને કારણે આ વિચારશક્તિ અહિતકારી નીવડે છે. માટે મળેલી આ શક્તિઓનું સમ્યગુશ્રદ્ધા દ્વારા રક્ષણ કરવું. સમ્યગૂશ્રદ્ધા એટલે હું દેહાદિ સ્વરૂપ નથી શુદ્ધાત્મા છું ' તેનું નિરંતર સ્મરણ.
[૬૦૫] અહિતકારી વિચારો-સંસ્કારો નિષ્ક્રિય નથી હોતા, સક્રિયપણે જ
અમૃતધારા ૧૬૭
Page #181
--------------------------------------------------------------------------
________________
રહીને અહિતકર થાય છે. જેમકે વસ્તુના અભાવમાં તે મેળવવાના પ્રયોજનનો વિચાર-ઈચ્છા. વળી જો વસ્તુ પ્રાપ્ત થઈ તો તેનું મમત્વ. તે વૃદ્ધિ પામે તો તેનું અહંમત. તે ભોગવવાની આસક્તિ. દુઃખનું મૂળ જેમ પાપ છે તેમાં અનુકૂળ સંયોગોમાં સુખવૃદ્ધિ થવી. ચાસણી પર માંખ બેસે અને ચીટકી જાય પછી મરણને ને શરણ થાય. તેવી દશા સુખબુદ્ધિથી થાય છે. વળી દુઃખનો ઇન્કાર એ બંને અજ્ઞાન દશા
[૬૦૬] શક્તિ આત્મા સંચારિત હોવા છતાં દેહના નેહથી ખંડિત થઈ વિપરીત પરિણામી થાય છે. ભૌતિક સુખમાં ઘણા જડ-પર પદાર્થોનો સરવાળો છે. આત્મિક સુખના ચાહકે એની બાદબાકી કરતાં શીખવી જોઈએ. શુદ્ધાત્માને સહારે, સ્વરૂપના નિર્ણયે અનાસક્ત બને તો બાદબાકી શક્ય છે. પરંતુ નિર્ણય અશક્ત બને તો બાદબાકી શક્ય છે. પરંતુ સુખના સાધનને કોટે વળગાડી રાખવાથી તે ફાંસલાનું કામ કરે છે. એટલે સરવાળો પછી ગુણાકાર બની જાય છે. તેનો ભાગાકાર કરવા કેટલાય જન્મો ચૂકવવા પડે છે. પણ અહો ! અજ્ઞાન જીવને અંધકારમાં પ્રકાશનો ભ્રમ પેદા કરાવે છે.
[૬૦] આવા જન્મોમાં મનુષ્ય જન્મ મળે તો વળી તેના ઉત્સવો મનાવે છે. સામાન્ય માનવી તો અજ્ઞ છે તેને ખબર નથી કે આ તો કાળનો કોળિયો બનું છું. સંતો મહંતો મહાત્માઓ વિશેષપણે જન્મ ઊજવે છે, તેમને ગર્ભાવાસ સારો લાગે છે? આત્માને અજર અમર કહેનારા ગાઈ બજાવીને જન્મદિવસ ઊજવે છે ઉજવવા પ્રેરે છે તે જન્મની પરંપરાને આવકારે છે. મોહનીય કર્મને વશ કેવા ભ્રમમાં જીવે છે. કાળથી મુક્ત થવાના માર્ગે જવાના બદલે કાળના મુખમાં પ્રવેશ કરે છે? જીવતા જન્મદિવસ પોતે જ ઊજવે, અને મરણ ને મહોત્સવ ગણાવી ઊજવવાનું ચિંધતા જાય. કેવું આશ્ચર્ય ? [૬૦૮].
જીવ! તું તો જન્મતો નથી પછી ઉત્સવ કોનો ? અરે ભાઈ!
૧૬૮
અમૃતધારા
Page #182
--------------------------------------------------------------------------
________________
તું જન્મતો નથી તો તું જન્મભૂમિમાં જન્મ્યો કે પ્રસૂતિગૃહમાં જભ્યો, ઝૂંપડામાં કે મહેલમાં જન્મ્યો ? ક્યાંયે જન્મ્યો નથી. જો તારા જન્મના સ્થાનનો પણ મહિમા છે તો આત્માનો મહિમા ક્યાં રહેશે ? જન્મભૂમિનો મહિમા ગવાયો કોનો! જેમણે જન્મોત્સવ બંધ કર્યો. જે જન્મમરણથી મુક્ત થયા. તેમની નકલમાં અh જોડવાથી જન્મમરણથી મુક્ત તેવી રીતે થઈશ ?
[૬૯] જે જન્મમરણથી મુક્ત થયા તેના જન્મોત્સવ કે નિવણ ઉત્સવનો હેતુ એ છે કે તું પણ જન્મ મરણથી રહિત છું અને છતાં જન્મમરણની જેલમાં પુરાયો છું. મુક્ત થવા માટે તને એવા સત્પરુષોની શીખ છે. તે ભૂલીને ઉત્સવ માની જીવ પોતાને ધન્ય માને છે. આ તો પેલી કથા જેવી વાત થઈ કે કોઈ યુવાન નવોઢાને લઈને નદીપાર કરતો હતો, ત્યાં તેને ખ્યાલ આવ્યો કે પત્નીને પગે તાજી મેંદી છે. એટલે તેણે નવોઢાના પગને હાથમાં પકડ્યા માથું નદીમાં રાખી શરીરને ચલાવ્યું. પત્ની મરણ પામી. ગામે પહોંચ્યો લોકોએ કહ્યું “મૂર્ખ. તેણે લોકોને જવાબ આપ્યો. ભલે એનો જીવ ગયો પણ મેંદીનો રંગે રહ્યો. તેમ પુરુષોની શીખ ગઈ અને ઉત્સવ રહ્યા? [૬ ૧૦]
જગતમાં શોધવા જેવું છે શું ? જે છે તે છે. થોડાં પરિવર્તનો થાય તેમાં નવીન શું? તારે પ્રહ નક્ષત્ર તારા શોધવા છે? પર્વતની ચોટી શોધવી છે? સાગરનાં રત્નો શોધવાં છે? ન્યુટ્રોન પ્રોટોન શોધવા છે. તે તો છે ને છે જ. કોઈ કહેશે આત્મા શોધવો છે, તે પણ છે. વળી કોઈ કહેશે જગતના એ ગુપ્ત રહસ્યોનું જ્ઞાન મેળવવું છે. એ પદાર્થોનું જ્ઞાન પણ નથી થતું. જ્ઞાન એ કહેવાય જેને દેશ, કાળનાં બંધન ન હોય એ સર્વે પદાર્થોથી ભિન્ન એવા સ્વાત્માનું એ ભેદશાન તે જ્ઞાન છે.
[૬ ૧૧] આત્મા ને જ્ઞાન અભેદ છે બાકી જે કંઈ જણાય તે ભેદવાળું છે. જેમકે શરીર છે તો તેને નાત-જાત વેશ લાગુ પડે છે જાતિ કુળ
૨
છે.
અમૃતધારા ૧૬૯
Page #183
--------------------------------------------------------------------------
________________
રૂપ વિગેરે લાગુ પડે છે. મન દ્વારા સુખ દુઃખ હર્ષશોક લાગુ પડે છે. તેમાં પરિણામે પુણ્યપાપ નિમિત્ત બને છે. આમ પૌલિક પદાર્થમાત્રમાં ભેદ જ ભેદ છે. પણ જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમત્વ ધારણ થાય છે ત્યાં આ સર્વે ભેદ સમાઈ જાય છે. બંધનો છૂટી જાય છે. એ સમત્વનું અભેદ એવું છે કે ત્યાં મુક્તિ અને બંધન બન્નેના ભેદ ટળી જાય છે. સાધનાકાળ ભેદભેદ પદ્ધતિવાળો હોવા છતાં સાધકનું લક્ષ્ય અભેદ પરત્વે છે તે મુક્તિનો આનંદ અનુભવે છે. એવી દશામાં સ્વસંવેદ્ય પદનો આવિર્ભાવ થાય છે. [૬ ૧૨]
જ્યારે સાધક જાણે છે કે જ્ઞાતા શયનો સંબંધ સ્વક્ષેત્ર છે. પરક્ષેત્રે ઉપચાર છે. હું મારા સ્વરૂપને જાણું છું એટલે જ્ઞાતા અને શેય એક ક્ષેત્રે છે, અભિન્ન છે. સ્વરૂપને જાણે તેને કોઈ ભિન સાધનની જરૂર નથી. એ જ્ઞાનમાં જગત પણ જણાય છે, તેથી કહેતો નથી કે હું જગતને જાણું છું એટલે જ્ઞાતા શેયરૂપે જગતને જાણે છે તે સાપેક્ષ જ્ઞાન છે જ્યારે સ્વરૂપ જ્ઞાન નિરપેક્ષ છે.
[૬ ૧૩] પરંતુ જ્યાં સુધી હું શુદ્ધ આત્મા છું તેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી હું દેહ છું તેમ માનીએ તો આત્માની સમજ ક્યારેક તો પેદા થાય ને?
અરે ભાઈજો તને જ્ઞાન નથી, ને ભલે તું આત્માને ન માને. પરંતુ જન્મમરણ થાય છે તેમાં દેહ છૂટે પણ જીવ કંઈ મરી જતો નથી તે તેના કર્મ સંસ્કાર પ્રમાણે વળી નવો દેહ ધારણ કરશે. જે દેહ છૂટ્યો તેની તો સ્મશાનયાત્રા નીકળશે. આમ અજ્ઞાનમાં પણ તારો આત્મા કંઈ મટી જતો નથી એ તો જીવે છે માટે જીવ છે. એક દેહ છૂટે ત્યારે યાત્રા સમાપ્ત નથી થતી અને યાત્રા સમાપ્ત થાય છે ત્યારે આત્મા આત્માપણે પ્રગટ થાય છે. માટે તું દેહ નથી પણ આત્મા છું.
[૬ ૧૪] દેહ અપેક્ષિત જે કંઈ વિચારશો તે સર્વે દેહભાવના ખાતામાં
૧૭૦ અમૃતધારા
Page #184
--------------------------------------------------------------------------
________________
જશે. આત્મતત્ત્વ અતિ સૂક્ષ્મ છે તેમાં કોઈ ઘાલમેલ ચાલતીનથી. રોગી છું તે દેહભાવ છે તો નીરોગી છું તે પણ દેહભાવ છે. હું શાંત છું કે અશાંત છું તે પણ દેહભાવ છે. શરીર જ પોતે એક ભ્રમભ્રાંતિ છે. ચેતનના સંચારથી તે બાહ્ય કાંતિ ધરાવે છે. છતાં દેહની દિવ્યશક્તિઓને પ્રગટ કરવા કેવો શ્રમ કરે છે, કેવો સમય વેડફે છે. વળી મૃત્યુ બાદ કહેવાય છે કે અમુકના મોં પર તેજ હતું, દેહ તો એવો ને એવો જ હતો. અરે! ચેતન ચાલ્યા ગયા પછી કોનું તેજ ? જીવો કેવા ભ્રમમાં પડ્યા છે આવી અવદશામાંથી કોણ ઉગારે ? પકડો કોઈ સદ્ગુરુને અને ભ્રમથી દૂર થાવ.
[૬ ૧૫] વાત પિત્ત કફનો પ્રકોપ, શરીરમાં થતી વિકૃતિ એ રોગ મનાય છે. જ્ઞાની કહે છે આ શરીર જ સ્વયં રોગ છે. જન્મ ભવ સ્વયં રોગ છે. કોઈને રોગ લાંબો વખત રહે તે ગમતું નથી. હું દેહ છું તેવું મમત્વ અહંમ્ પણ માનસિક રોગ છે. આવા રોગ આત્મજ્ઞાનને બાધક છે. જેનો દેહભાવ છૂટે તે આવા રોગથી મુક્ત થઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
[૬ ૧૬] વ્યક્તિના ભાવ જો સ્વરૂપ પ્રત્યે ન ઝૂકે તો વિકલ્પ ઊઠશે કે જે દેહ સાથે તે સંબંધ ધરાવે છે. ચિત્તમાં સ્વરૂપની શ્રદ્ધા નહિ હોય તો જીવ અનેક સંકલ્પ વિકલ્પોથી કે શંકાઓથી ઘેરાઈ જશે. પછી અનેક પ્રકારના ભય ચિંતા પેદા થશે. કારણ કે તે જાણતો નથી કે જીવનના અધિષ્ઠાનમાં ભય ચિંતા છે નહિ. માટે સુવિચારણા વડે સતત પ્રયત્નશીલ રહી દેહાધ્યાસને દૂર કરવા પ્રયત્ન કરવો. એક જ વાતનું ઘૂંટણ કરો હું દેહ નથી અચિંત્ય નિરામય શુદ્ધ આત્મા
[૬ ૧૭] મનના નિરર્થક વ્યાપારો, દંભ, માયા એનો ચાલક પોતે જ પોતાથી છેતરાય છે. ધારો કે પરમાત્મા પ્રસન્ન થાય અને તમને પૂછે કે તમારે સગુણ જોઈએ છે કે દુર્ગુણ. શું જવાબ હોય તે પ્રશ્ન જ નથી. પણ
અમૃતધારા ૧૭૧
Page #185
--------------------------------------------------------------------------
________________
આપણું આ વિકારી ખોળિયું-મન, સગુણ તે પણ પરમાત્માના અનુગ્રહવાળા કે જે સો ટચનું સોનું હોય તે ગુણમાં દંભ કે માયા દોષ ન ભળે. તે ગ્રહણ કરવા કટિબદ્ધ છું ? જેમકે તમે ધર્મસ્થાને ઊભા છો તો કોઈ માંગણ હાથ લંબાવે છે. તમે ખિસ્સામાં હાથ નાંખ્યો પાંચની નોટ આવી, તે વખતે તમારો પરિચિત વ્યાપારી ત્યાં આવે છે. તમે પેલી પાંચની નોટ માંગણને આપો છો અને મનમાં પેલા દંભે કહ્યું આ વ્યાપારીને લાગશે મેં પાંચની નોટ આપી, દાન ગુણ છે પણ કોઈ એની નોંધ લે તેવો વિકલ્પ એ ગુણનું છિદ્ર છે. હું માયાથી મુક્ત છું તે ભૂલી જાય છે. દાન ગુણ છતાં ગુણ રૂપે ટક્તો નથી. આપણે તત્ત્વ-ગુણ લેવા તૈયાર છીએ ? [૬ ૧૮]
પૂ. પંન્યાસજી કહે છે આત્મા અવિનાશી અમૂર્ત છે. તે ન સમજાય માટે શરીરનો ધર્મ સમજાવ્યો કે શરીર વિનાશી અને મૂર્તિ છે. શરીર મૂર્ત-દશ્ય છે. તો આત્મા કેવો? દેહમાં રહેલો દેહી પણ અપેક્ષાએ દશ્ય. વાસ્તવમાં સિદ્ધત્વના સ્વરૂપે વિચારીએ તો આત્મા દશ્યોદશ્યથી પણ પર છે.
[૬ ૧૯] સમાધિશતકમાં પ્રકાયું છે કે આ દેખાય છે તે હું નથી. અને જેને હું કહું છું તે દેખાતો નથી. તો પછી કોણ શત્રુ કોણ મિત્ર? છતાં આપણું અજ્ઞાન કેવું? આ દેહને કોઈએ રૂપાળો કહ્યો રાજી થયા. કદરૂપો કહ્યો રડ્યા. આમ તો સમજુ છતાં મૂંઝાઈ ગયા અંતઃકરણમાં નથી આંસુ નથી પામું. (પક્ષપાત) તો કોણ રડ્યું? થોડું સાહસ કરો અને અતંરમાં ઠરો.
[૬ ૨૦] આજે મહાવીર નિર્વાણદિન છે. નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ, નિર્વિકારદશા. વિકાર શું છે જાણો છો ? થોડા ઊંડા ઊતરો મારું સ્વરૂપ નિર્વિકારી છે. સહજપણે દેહ છૂટે તે નિર્વિકાર તે સિવાય દેહની બધી જ અવસ્થાઓ વિકારી.
૧૭ર અમૃતધારા
Page #186
--------------------------------------------------------------------------
________________
“શાંત મુદ્રા તારી મુખની મનોહર અખિયાનમેં અવિકારી સવિકારી અમે આવ્યા શરણે, તાર તાર મુજ તાર.”
વળી ભમર ઇલિકન્યા પ્રભુજી થઈશું તુમ સમનાથ.” [૬ ૨૧] જન્મ પછી મરણ પછી જન્મ એ પણ વિકાર છે. બાળ યુવાની વૃદ્ધાવસ્થા બધી વિકારી અવસ્થાઓ છે. રાગાદિ ભાવ પણ વિકાર, ક્રોધાદિ કષાયો, કામની વાસના સર્વ વિકાર.પરપદાર્થમાં સુખ દુઃખના
ભાવ તે વિકાર. બહારથી કંઈ મેળવું તે પણ વિકાર, જે ધર્મક્રિયાથી ‘ચિત્તશુદ્ધિ ન થઈ તો તે પણ વિકાર, આમ પાપ રૂપે કે પુણ્યરૂપે વિકાર જ છે. છતાં આપણને આ વિકારી અવસ્થાઓ દુઃખદાયક છે તેનો ભય નથી. નિર્વિકારદશામાં ન જન્મ, ન મરણ, ન પાપ, ન પુણ્ય, અરે નિર્વિકાર છું તેવા ભાનમાં કે જ્ઞાનમાં રોગ, શોક, કે મૃત્યુ કોઈ ભય નથી. છતાં જીવને વિકારીદશા કેમ ગમે છે? “અજ્ઞાન’
[૬ ૨૨] શું જીવને વિકારદશા પસંદ છે ? વિકાર, પાપ, કંઈ વિના શ્રમે થતા નથી. આહારના વિકાર તો હોંશે હોંશે સ્વીકારીએ છીએ. દૂધનું દહીં, ચીઝ, માખણ જેવા પદાર્થોનું રૂપાંતર તે પણ વિકાર. શરીરના સપ્તધાતુ તે પણ વિકાર, તે ભયંકર અશુભ છતાં જીવને દેહનો નેહ લેશ પણ છૂટતો નથી. આમ વિકારી જીવન કોઠે પડી ગયું છે. વનસ્પતિ જમીનમાં પાણીનો યોગ મળતા વિના પ્રયાસે કૂટી નીકળે તેમ વિકારોના સંસ્કારો વિના પ્રવાસે ઉત્પન્ન થાય છે. માટે સાવધાન થઈ તત્ત્વદૃષ્ટિ યુક્ત આત્મચિંતન દ્વારા હું નિર્વિકાર છું તેમ સતત ચિંતન કરવું.
[૬ ૨૩] આત્મા સ્વસ્વરૂપે જેમ નિર્વિકારી છે તેમ નિષ્પાપ, નિષ્કામી છે. આનું ભાન કે જ્ઞાન ન હોવાથી જીવ વિભાવજનિત દશાનો ભોગ બને છે. વળી માનવ પાપ છોડવા તૈયાર નથી અને પાપથી મળતાં દુઃખથી ભાગે છે, પુણ્ય છોડવા તૈયાર નથી કારણે કે તેને એવું જ્ઞાન જ નથી કે પુણ્ય પણ વિભાવ છે, આત્મગુણ નથી. પાપને છુપાવે તો પણ એ છાપરે ચઢી પ્રગટ થશે. પુણ્યની જાહેરાત કરશે પ્રદર્શન
અમૃતધારા ૧૭૩
Page #187
--------------------------------------------------------------------------
________________
કરશે તો પુણ્ય પણ પાપનું ઉપાર્જન કરશે. કહો કેવું અજ્ઞાન કેવો અંધકાર? હે માનવ ! આવા પાપ પુણ્યના ચક્રાવાથી મુક્ત થવા સ્વસ્વરૂપમાં દઢ થા.
[૬ ૨૪] આ કાળમાં દોડ’ એ જાણે જીવનનું એક અંગ થઈ ગયું છે. વ્યાપારની દોડ, ખરીદીની દોડ, કલબો જેવાં સ્થાનો તરફ દોડ, મનોરંજનના વિવિધ પ્રવાહોની દોડ, છેવટે સામાજિક સેવાના કે ધર્મ સ્થાનોમાં દોડ, ધર્મક્રિયામાં દોડ, આ દોડ કેવી? [૬ ૨૫
એક યુવાન વિમાનમાં બેઠો, વિમાને ગતિ પકડી. તે ઊભો થઈ વિમાનમાં દોડવા લાગ્યો. પરિચારિકાએ પૂછ્યું, ભાઈ શું જોઈએ છે? ‘મારે જલ્દી પહોંચવું છે. આપણને થાય કે આપણે આમાંથી બાદ છીએ. “ના” આપણે પણ કોઈ દોડમાં છીએ. શું મળે છે ? પોતાની જાતને પૂછતો નથી. એમાં પણ જો કોઈ ગવર્નર કે પ્રધાનમંત્રી સાથે એકાદ ફોટો પડી જાય. તેની પ્રસિદ્ધિ થાય તો દોડનો તોડ માને છે. હજી હું કંઈક કરું, એનો અજંપો પોતે જ પોતાને મૂર્ખ બનાવે છે. [૬ ૨૬]
તો શું કંઈ કરવું નહિ?
ભાઈ ! તું મનુષ્યજન્મ લઈને સ્વરૂપની યાત્રાએ નિકળ્યો છું. આમ પશુની જેમ ધ્યેય વગર દોડવાનું ન હોય. ઉપરની સર્વ દોડ પછી તને શું મળ્યું? જન્મોજન્મના અજ્ઞાનને દૂર કરવા આ આંખની પલક જેટલો સમય મળ્યો છે. બહારની દોડના એ સર્વ વિકલ્પો આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક છે. અતૃપ્ત વાસનાઓની આ સર્વે જાળ છે. તેમાં જીવ જાતે જ ફસાયો છે. શું કરવું? માત્ર પરને છોડ અને જો. તેને જાણ પછી માન (શ્રદ્ધા) અને પછી માણ (અનુભવ) એ જ સહજાનંદ'.
[૬ ૨૭] સૂક્ષ્મ વિચારણા વગર તત્ત્વનો પરિચય નહિ થાય. સૂક્ષ્મવિચારબુદ્ધિ એટલે જેમાં નામ રૂપના મોહની મલિનતા નથી. નિમિત્તને ગૌણ કરી પોતાના ઉપાદાન-આત્મશક્તિને જોવાની વૃત્તિ. દેહાદિ ભાવોને
૧૭૪ અમૃતધારા
Page #188
--------------------------------------------------------------------------
________________
ત્યજી મૂળ સ્વરૂપને જાણવાની વૃત્તિ. આમ સૂક્ષ્મબુદ્ધિ વડે આત્માની અનુભૂતિ શક્ય છે. આવી સૂક્ષ્મ બુદ્ધિ ગહન ચિંતનનું સ્થાન લે છે. ત્યારે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં તમને તે સત્ય તરફ લઈ જાય છે. દરેક ગૂંચ ઉકેલવામાં પણ તે સહાયક બને છે. સૂક્ષ્મ બુદ્ધિ વડે આત્મદર્શનની કેડી મળે છે.
[૬ ૨૮] આત્મદર્શનની સૂક્ષ્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવા ગહન ચિંતનની જરૂર પડે છે. પરંતુ સામાન્યત: દરેક જીવ આત્મચિંતન સુધી જઈ નથી શકતો ત્યારે તેને ચિતનને અવરોધ તત્ત્વોથી દૂર થતા તપ, જપ બતાવે છે. ત્યાર પછી તેને તત્ત્વનું શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણમાંથી ગ્રહણ ત્યાગનો વિવેક આવશે. મિથ્યાજ્ઞાન અને સમ્યગુ જ્ઞાનનો વિવેક જાગશે. એટલે ચિંતનનો માર્ગ સરળ થશે. ચિંતનને સહારે થતી ચિત્તશુદ્ધિ આત્મદર્શનની મૂળ ચાવી છે.
[૬ ૨૯] આત્મ દર્શન પ્રાપ્ત જીવમાં હું અને મારું, મારા કે પરાયા જેવા મુદ્ર ભેદ ભૂંસાઈ જાય છે. અજ્ઞાનદશામાં જ મને માનની વૃત્તિ અને અપમાનની પીડા જણાય છે. નિંદા સાંભળી દુઃખી થઉં, અને પ્રશંસા સાંભળી હર્ષ પામે. અન્યની નિંદા કરી શકું કે સાંભળી શકું. જો સૌમાં મારા જેવા જ આત્માનાં દર્શન કરું તો કોનું માન-અપમાન? કોનાથી માન અપમાન ? નિંદા કોની? સ્વની કે પરની ? જેમ માનવદેહીનાં વસ્ત્રોની જુદાઈ છે તેમ આ આકારની જુદાઈ છે. તેમ પશુ પક્ષી વિગેરેના દેહની અવસ્થાથી જુદાઈ જણાય છે તેનું ચૈતન્યસ્વરૂપે જ્ઞાન છે. પછી કોણ મારા કોણ પરાયા? આમ જુદાઈનું ભાન ભય, દુઃખને પેદા કરે છે, આત્મજ્ઞાન ભય, દુઃખનો નાશ કરે છે.
[૬૩] આ કળિકાળમાં એ સત્પરુષો જેવી નિસ્પૃહતા, સરળતા, કરુણા ક્યાં છે? આજે દરેક પોતાનો મત એ જ મૌલિક જ્ઞાન છે તેમ મતવાદી પોકારે છે. અને આત્મદર્શનની દુકાનો, અંગત પદ્ધતિઓ વિપુલ પ્રમાણમાં બહાર આવી છે. જ્ઞાની કહે છે આત્મદર્શન પરમશુદ્ધતાનું
અમૃતધારા ૧૭૫
Page #189
--------------------------------------------------------------------------
________________
અંગ છે તે દુર્લભ છે. જ્યારે આજે તો એક ક્ષણમાં સમાધિમાં ચડાવી દે તેવી જાહેરાતો આવે છે. ફોનમાં વાત દ્વારા સમાધિ અને સમસ્યાના ઉકેલની જાહેરાતો પ્રસિદ્ધ થાય છે. શાળા-કોલેજોને બદલે ખાનગી વર્ગોની જેમ આત્મસાક્ષાત્કાર, શક્તિપાતું, સમાધિ આપવાના મૂળ સ્થાનોને બદલે શિક્ષણ ફી લઈએ અનુષ્ઠાનોની વૃદ્ધિ થતી જાય છે. કશી જ અંતરની શુદ્ધિ કે શ્રમ વગર માણસો સહેલાઈથી મેળવવા દોડે છે. તે શિક્ષિત છે, ભૂખ નથી, પણ જેમ મહાત્માઓ અવળે પાટે ચઢ્યા છે તેમ માનવનું છે.
[૬૩૧] મહદ્અંશે જગતમાં જીવો ભ્રમમાં જ જીવે છે. તે જાણે છે કે તેના વડીલોએ તેમના જીવનમાં જે કંઈ કર્યું, ઘર, પેઢી, ઇજ્જત, કીર્તિ, પરિવાર વિગેરે તે બધું અહીં રહ્યું અને તે તો કરું કરું કરતાં વિદાય થયા. અરે કોઈએ મોટાં કાર્યો કર્યા, પરિસ્થિતિમાં ફેરફાર કર્યા અને જાતે વિદાય થયા. નાની મોટી સ્મશાન યાત્રા યોજાઈ, પછી જાણે કે કંઈ લેવા કે દેવા. અરે તીર્થંકરાદિ મહાન ઐશ્વર્યવાન હતા, પણ કોઈ ઋષભનાથનો શ્રી મહાવીરનો, શ્રીરામનો કે શ્રીકૃષ્ણનો એ દૈવી ઐશ્વર્યનો એક કણ પણ મળતો નથી. સિવાય કે તેમના આંતરિક ઐશ્વર્યની મહાનતા, શુદ્ધતાનો આવિર્ભાવ.
[૬ ૩૨] આથી જ્ઞાનીઓએ કહ્યું કે આ જડ-ભૌતિક જગત સ્વપ્ન સમાન છે. એ જગતના પેટાળમાં આવું તો કેટલુંયે સમાઈને સમાપ્ત થયું. જીવ સ્વપ્નમાં જે કંઈ જુએ, સુધારા કરે, ફેરફાર કરે તે જાગૃત થતાં વ્યર્થ થાય છે અને તે સ્વપ્નનો વિકાર કહેવાય છે. તેમ પચાસ સો વર્ષના આયુષ્યમાં બહારના કરેલા સર્વ પ્રકારો આંખ બંધ થતાં વ્યર્થ અને જ્ઞાનીની દૃષ્ટિએ લાંબકાળના વિકાર સ્વપ્નમાં કરેલું સર્વ વ્યર્થ તેમ જાગતાં કરેલું તારે માટે તારી જીવનયાત્રા સમાપ્ત થતાં સર્વ વ્યર્થ તો જીવ શાને માટે આ પરિશ્રમ કરવો ! [૬૩૩]
જાગ્રત અને સ્વપ્નમાં વસ્તુને જાણનાર, ભોગવનાર મન, તેમાં
૧૭૬ જ અમૃતધારા
Page #190
--------------------------------------------------------------------------
________________
સુખી દુઃખી થનાર મન, વિષયાસક્ત થઈ આકુળ થનાર મન, તેમાં આત્માને તો કોઈ સંબંધ નથી. અજ્ઞાનની આ કરામત છે કે જે કંઈ મનમાં ઊઠે તેમાં તે ભળે છે. એમાંથી આ દીર્ઘ સંસાર ચાલ્યો છે. વળી કેટલાંક સંસાર ટૂંકાવવા, જન્મમરણથી મુક્ત થવા પુણ્યકાર્યો કરે છે. પુણ્યથી દુઃખ દૂર થશે આનંદ મળશે પણ એ આનંદ તો બહારના કર્તવ્યોનો હોવાથી બહારનો છે, એટલે પુણ્યકર્મો કરનારા પણ અશાંત અને આકુળ હોય છે. પરિસ્થિતિને વશ હોય છે. પુણ્યકાર્યોથી ભવદુઃખ દૂર ન થાય. ભવાદિ દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન બહાર નથી અંદર છે તે દૂર થાય જે આનંદનો અનુભવ થાય તે અંતરનો છે. લોકકલ્યાણ એ વ્યવહાર છે. વ્યવહારમાં ઉપયોગી હોય તો પણ આંતરિક અવસ્થામાં બાધક છે. કારણ કે એ વ્યવહાર પણ અસત્ છે. આત્મા સત્ છે.
[૬૩૪] આ જગતમાં કંઈ પણ કરવું તે સ્થાયી નથી માટે જ્ઞાની અસંગભાવે રહ્યા. તો પછી જ્ઞાનીઓ ઉપદેશ દ્વારા સુકૃત્ય, દાન, પરોપકારનો ઉપદેશ કેમ આપે છે ? તીર્થકર કોટિના જીવોએ પણ જગતના કલ્યાણની ભાવના કરી અને તીર્થ પ્રવર્તનનો વ્યવહાર કર્યો. જગતમાં બહારનું જે દશ્ય છે તે સ્થાયી નથી નિરંતર પરિવર્તનશીલ છે આથી જેમણે જગત સુધારવાને જાણવા બદલે કે આત્મા જાણ્યો તેમાં સર્વ જણાય છે. અને ઉપદેશ પણ આત્મ પ્રાપ્તિનો આપ્યો.
[૬૩૫]. ભાઈ! તીર્થકર કોટિનાં જીવો જગતના કલ્યાણની ભાવના કોઈ વાસના કે કર્તાભાવથી નથી કરતા એવી ભાવના કરવા છતાં તેઓને કર્મની સફળતા કે નિષ્ફળતા સાથે કોઈ પ્રોજન નથી. એમ કરવા છતાં સ્વરૂપે અસંગ અને અકર્તા, જ્ઞાતાદ્રા રહીને કર્યું. સામાન્ય માનવ એમ કરવા જાય તો શુભકાર્ય કે ભાવનો કર્તાભાવ સેવે. આથી જ જેમ તીર્થંકર કે અન્ય ઉપદેશનાં કાર્યો કરનારા સંતો થયા, તે જ પ્રમાણે અત્યંત નિવૃત્ત જીવન પ્રિય પુરુષો પણ થયા. જેમકે તીર્થકરના સમયમાં એક તીર્થકર
અમૃતધારક ૧૭૭
Page #191
--------------------------------------------------------------------------
________________
તીર્થનો વ્યવહાર ચલાવે પણ હજારો કેવળજ્ઞાની તો અત્યંતપણે નિવૃત્ત હોય. એવા નિવૃત્તિમય પવિત્રાત્માઓની પવિત્રતાના સ્પંદનો પણ જગતના હિતમાં હોય છે. તેઓ જગતને સુધારવાની ભ્રાંતિમાં પડતા નથી પણ સ્વસ્વરૂપમાં સમાઈ જતા હોવાથી અવ્યક્તપણે પાત્રજીવોને કલ્યાણરૂપ થાય છે.
|| [૬૩૬] જ્ઞાનીઓએ સકલ વિશ્વને સ્વપ્નવત્ કહ્યું તેમાં માર્મિકતા છે. ધારો કે એક માણસે દેવું કર્યું અને સ્વપ્નમાં દેવું ચૂકવ્યું તે વાત વ્યવહારમાં અસત્ય છે. સ્વપ્નમાં એક વ્યક્તિ ભારતમાંથી અમેરિકા પહોંચી જાગે ત્યારે સંભવ છે કે કોઈ ફૂટપાથ પર સૂતી હોય. અરે વહેલી સવારે અનાજની લાઈનમાં બેઠા હોય અને ઝોકું આવ્યું ત્યારે તે કાશ્મીરની હાઉસબોટમાં બેઠો બેઠો કુદરતનું સૌંદર્ય જોતો હોય ! ત્યાં તો દુકાન ખૂલી સૌ સળવળ્યા, તેનું ઝોકું ઊડી ગયું, જોયું તો ખાલી જૂની ઝોળી નજરે ચઢી. જાગે છે ત્યારે કાશ્મીરની હાઉસબોટમાં જાગતો નથી. તેમ માનવ પાંચ, સાત કે દસ દસકા પછી આલીશન મકાનની સુંદર સેજમાં મરણ પામે અને નવો દેહ ધારણ કરે ત્યારે એ મહેલાત કે સેજમાં જન્મતો નથી.
[૬૩૭] આથી જ્ઞાનીઓએ સંસારની સમગ્ર સામગ્રીને સ્વપ્નવતુ જાણી ત્યજી દીધી. આથી નાશવંત શરીરથી માંડીને તમામ જડ પદાર્થોની આસક્તિ સાધકને બાધક છે. આમ અલ્પજીવી સ્વપ્ન કે દીર્ઘજીવી જાગ્રતિમાં જણાતા સર્વ પદાર્થો કલ્પિત છે. તે પદાર્થો જીવનકાળે સાપેક્ષ છે. ગમે તેવું હજારો કે લાખો વર્ષનું દીર્ઘજીવન પણ આયુષ્યકર્મને આધીન હોવાથી અલ્પ છે. માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને નિત્ય જાણો તે જ સર્વ અવસ્થાનો જાણનાર છે.
[૬૩૮] એક ગામને પાદરે એક સુંદર વૃક્ષ. બાળકો તેના પર ચઢે, ઊતરે, રમે, મુસાફરો ત્યાં વિશ્રામ કરે. તેનાં લાકડાં બાળીને સૌ રસોઈ કરે. તેની સુગંધથી સૌ પ્રસન્ન રહે. આ સિવાય તેમની પાસે એ વૃક્ષનો
૧૭૮ અમૃતધારા
Page #192
--------------------------------------------------------------------------
________________
અન્ય ઉપયોગ ન હતો. એક દિવસ એક જાણકાર એ ગામમાં આવ્યો. તેણે સૌને કહ્યું કે આ તો ચંદનનું વૃક્ષ છે. ખૂબ કિમતી છે. સૌને તેનું જ્ઞાન થયું. પછી તો એ વૃક્ષની આજુબાજુ વાડ થઈ, તેને તાળામાં પુરાઈ દેવાયું અને વારતહેવારે પૂજા થવા લાગી. [૬૯].
તે પ્રમાણે આ દેહ અને ઇન્દ્રિયો દ્વારા જીવ અનેક વ્યવહાર કરે છે, વિષયોને સેવે છે, કારણ કે તેને દેહમાં રહેલા અમૂલ્ય તત્ત્વનું તેના સામર્થ્યનું જ્ઞાન નથી. ક્યાંક કોઈને સદ્ગુરુનો ભેટો થયો. તેમણે કહ્યું કે તું દેહાદિ નથી. આ જડ પદાર્થોના ઉપયોગમાં તારી ચેતનાને કંઈ સંબંધ નથી. એ તો મહાસામર્થ્યવાન તત્ત્વ છે, સૌ વ્યવહારોથી, સંયોગોથી નિરપેક્ષ છે. સાધકને વસ્તુનું ભાન થયું હવે તેને સંયમ નિયમની વાડ કરી. નિવૃત્તિની તાળાબંધી કરી. અંતરઆનંદથી ચિંતન કરવા લાગ્યો. અર્થાત્ વસ્તુનું સ્વરૂપ સમજાતાં સ્વરૂપનું ભાન થયું. સ્વપ્નવત્ સંસાર છૂટી ગયો.
[૬૪]. ક્યાંક વાંચવામાં આવેલું કે એક માણસને ઘણા વિકલ્પો કરવાની ટેવ. એક વાર તેને થયું કે હું ચોખો (ભાત છુંઅને એવો ભય પેસી ગયો કે બહાર નીકળે તો મને પક્ષીઓ ચણી જશે, આને કારણે તે ઘરમાં ભરાઈને ફફડતો બેસી રહેતો. એક મિત્રે તેને ઘણા પ્રકારે સમજાવ્યો. ઘણા મેળાવડા વિગેરેમાં લઈ ગયો, અને તેનો ભ્રમ ઉપરની સપાટીએ દૂર થયો, પણ અંદરમાં સંસ્કાર હજી પડ્યો હતો. તે એક વાર મિત્ર સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગયો. થોડી વાર જોયા પછી પક્ષીઓના પિંજરા આગળ આવ્યા અને આ ભાઈ ફફડી ઊઠ્યો. મિત્રે સમજાવ્યું કે તું ચોખાનો દાણો નથી માણસ છું. તે કહે હું જાણું છું કે હું માણસ છું ચોખાનો દાણો નથી પણ આ પક્ષીઓને કેવી રીતે ખબર પડશે કે હું માણસ છું. તે તો ચોખાનો દાણો સમજીને મને ખાઈ જાય તો? આમ જૂના ઘણા પુરાણા સંસ્કાર કે હું દેહ છું. તેમાંથી કેટલા ભય, કેટલી ચિંતા પેદા થયા. જો સમજાઈ જાય કે હું દેહ નહિ દેહથી ભિન્ન આત્મા છું. તો ભય ચિંતા ટળે.
[૬૪૧] અમૃતધારા ૧૭૯
Page #193
--------------------------------------------------------------------------
________________
સુખ શબ્દના વ્યવહાર-અપેક્ષિત ભેદ છે. સાંસારિક સુખ આત્મિક સુખ. દૂધ પીને મળતા પુષ્ટિના આનંદ જેવું સુખ કે દારૂના નશામાં મળતા આનંદ જેવું સુખ બંનેનાં સુખ સંસારીને સુખ દેખાય છે તો પણ કેટલું અંતર છે. એકમાં શારીરિક પુષ્ટિ છે બીજામાં શારીરિક હાનિ છે. દુઃખની પરંપરાવાળું છે. આ પ્રમાણે આત્માનું સ્વાધીન સુખ એ આત્માના સામર્થ્યવાળું છે. દેહનું સુખ દુઃખની છાયાવાળું છે. [૪૨]
બુદ્ધિ અને જ્ઞાનમાં ઘણું અંતર છે. જેમકે કોઈ બુદ્ધિમાને જાણ્યું કે લક્ષ્મી ચંચળ છે, તે ઘર બદલે છે, સ્થાયી નથી, એટલે તે તેના રક્ષણના કેટલાય વિકલ્પો કરી તેને રક્ષવાનો શ્રમ ક૨શે, પણ જો તે જવાની છે તો બેંકો બેસી જશે, પેઢીઓ દેવાળાં કાઢશે. ઘરમાંથી ધન ચોરાઈ જશે. ધંધામાં ખોટ આવશે, એમ લક્ષ્મીને પગ આવશે અને ચાલી જશે. ત્યારે કરેલા બધા રક્ષણના ઉપાયો વ્યર્થ જશે. જેનો ભરોસો જ નથી તેના માટે પૂરી જિંદગી ખર્ચાઈ જાય છે. [૬૪૩]
જ્ઞાનીએ પણ વિચાર્યું કે લક્ષ્મી ચંચળ છે. વીજળીના ચમકારા જેવી છે. તેને રક્ષણ આપો તો પણ પ્રારબ્ધ ખૂટ્યું કે લક્ષ્મી વિદાય લેશે. એટલે અનુપમાદેવીએ પતિને કહ્યું, લક્ષ્મીનો એવો ઉપયોગ કરો કે લોકો જોઈ શકે પણ લૂંટી ન શકે. જેની પાસે આવી તત્ત્વદૃષ્ટિ નથી તે તો કહેશે મોટી મહેલાતો બાંધો. હીરાના અલંકારો પહેરો, મોટા દેખાવો કરે. લોકો જુએ અને પછી લૂંટનારા પણ લૂંટે. ગમે તેટલું રક્ષણ આપે તો પણ તેને જવાનો સમય થાય ત્યારે ઊભી ન રહે. જ્ઞાનીઓએ એથી શાશ્વત લક્ષ્મીની વરમાળા પહેરી કે જેને ન તો કોઈલૂંટી શકે, ન તો રક્ષણની જરૂર પડે કે ન ક્ષય થાય. તે મોક્ષલક્ષ્મી. [૬૪૪]
દરિદ્રી ધન વધારવા મેળવવા પ્રયત્નો કરે, યુવાન વૃદ્ધત્વ અટકાવવા પ્રયત્ન કરે, શ્રીમંત નીરોગી રહેવા પ્રયત્ન કરે, પ્રૌઢ વૃદ્ધત્વ અટકાવવા પ્રયત્ન કરે પણ વ્યર્થ. આ સર્વે અધૂરા જ રહ્યા છે અને રહેવાના છે.
૧૮૦ અમૃતધારા
Page #194
--------------------------------------------------------------------------
________________
માટે તે તે પરિસ્થિતિમાં પ્રારબ્ધનો સ્વીકાર કરવો, પ્રારબ્ધ પર શ્રદ્ધા રાખી યોગ્ય પુરુષાર્થ કરવો, આકુળતા ન કરવી. સહજભાવે પ્રારબ્ધનો સ્વીકાર કરવો અને આત્મચિંતનનો સહારો લેવો જેથી પ્રારબ્ધ સહજ ભોગવાઈ જાય અને આત્મા સંસારથી મુક્ત થાય.
[૬૪૫] બંધાયેલાને મુક્ત થવાનું છે. અજ્ઞાન છે ત્યાં જ્ઞાનને પ્રગટ કરવાનું છે. જ્ઞાન થતાં બંધનમુક્તિના ભેદ ટળી જાય છે. જ્ઞાની જાણે છે જે કંઈ થાય છે તે થાય છે. હું કર્તા નથી તેથી ભોક્તા નથી. [૬૪૬]
“આમ છતાં આજે ધર્મક્ષેત્રે કેવી ભ્રાંતિ ચાલી છે? તીર્થંકરાદિકના ગુણે કરી ૧૦૦૮નો મહિમા છે. શુદ્ધાત્માનું સામર્થ્ય છે. તે કેવું સહેલું થઈ ગયું ! આત્મા એક, ૧૦૦૮ મનાવતો થયો. ત્યાગ લઈને નીકળ્યો અસંગ થવા માટે અને કેટલા સંગનો, સ્થાનોનો, આશ્રમોનો વિસ્તાર કર્યો! તેમાં જો ત્યાગથી ચૂક્યો તો જનઉત્કર્ષને નામે કેવા વૈભવમાં, શરીરની સેવામાં, લોકથી વીંટળાયેલો. ક્યાં પવિત્રતાનું ગુણાત્મક સ્વરૂપ, ક્યાં ત્યાગ વૈરાગ્યમય અસંગતા અને ક્યાં દેહાધ્યાસરહિત તપતિતિક્ષા અને આરાધના ? મનોહનીય કર્મની આ કળા-જાળમાં ભલભલા ફસાઈ ગયા ! માન તો એવું કોટે વળગ્યું કે તેવા મેળાવડા વગર જીવન શુષ્ક લાગે !”
[૬૪]. આમાં ઘણાં કારણો હોય, કોઈ ઉદય માને. ભાઈ ! જ્ઞાન હોય ત્યાં તો બધું છૂટવા માંડે, સંસાર વૃદ્ધિ ન પામે. અને જ્ઞાન જાગતું હોય તે તો જાણે કે હું કંઈ બનું કે બીજાને બનાવું પણ કર્મ ભૂલથાપ નહિ ખાય. પ્રામાણિકપણે અંતર નિરીક્ષણ વગર આ માયાજાળ ભલભલા માંધાતાને છેક નીચે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પહોંચાડી દીધા નિગોદ) એ માત્ર કથાનક નથી ગેરમાર્ગે દોરતા અને દોરાવતા જીવોની દશાની વાસ્તવિકતા છે. સ્વને જ ગુમાવવાનું છે.
[૬૪૮] “મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે બીજી વાત સમરથ છે એનર તેહને કોઈન જેલે”
શ્રી આનંદઘનજી
અમૃતધારા ક ૧૮૧
Page #195
--------------------------------------------------------------------------
________________
આમ તો ઘણા વૈભવ, ગૃહ, પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને સંસાર છોડ્યો પણ સમ્યજ્ઞાન રહિત જીવને સમજમાં ન આવ્યું કે મોહનીય રૂપાંતર થઈને આવે છે તે ચાર ઓરડાને બદલે ચાલીસમાં ફેરવે છે. અપરિગ્રહી તો છે પણ ગુરુજનોના નામે ખાતાં ચલાવવામાં ભ્રમ સેવે છે આમ જીવ નીકળ્યો હતો મુક્તિનો માર્ગ અને જુદા માઈલ સ્ટોન પર ચઢી ગયો!
[૬૪] શરીરને સર્વસ્વ માનવાથી કે આત્મામાં દેહની ભ્રાંતિ થવાથી દેહ તે જ મારું અસ્તિત્વ આવી પુરાણી માન્યતા, તેમાં વળી આ જન્મનું દેહાભિમાન ભળ્યું અને માન્યતા ગાઢ થઈ એથી જીવ નિરંતર આધિ વ્યાધિ ઉપાધિથી પિડાતો રહ્યો. ભાઈ, દેહ આત્માના પડછાયા જેવો છે. પડછાયા પર કોઈ પગ મૂકે, વાહન દોડે તો પણ પડછાયાને ઈજા થતી નથી, ત્યાં આગ લાગે તો બળતો નથી, તેમ આત્માને ઈજા થતી નથી, નાશ થતો નથી. પણ આ તત્ત્વ ગહન છે, દેહાધ્યાસ છોડવાના પ્રયોગ વગર આત્માના આ સામર્થ્યની શ્રદ્ધા થવી અસંભવ છે. માટે આત્મહિતમાં, આત્મચિંતનમાં સમય ગાળ, નહિ તો તને સમય ગળી જશે.
[૬૫] અધ્યાત્મપંથે જેટલી વિવેક વૈરાગ્યની જરૂર છે તેટલી ત્યાગની જરૂર છે. યદ્યપિ ત્યાગ એ જીવનની સહજ ક્રિયા છે. જેમ માતા ગર્ભમાં રહેલા બાળકનો ગર્ભથી ત્યાગ કરે છે ત્યારે બાળકનો જન્મ થાય છે. ખાધેલો ખોરાક પીધેલા પાણીનો પણ મળમૂત્ર રૂપે ઉત્સર્ગ થાય છે, લીધેલા શ્વાસનો પણ ઉચ્છવાસ દ્વારા ત્યાગ થાય છે. આ સર્વે ત્યાગ એ શારીરિક નિયમ છે તેમાં આત્મહિત કાંઈ નથી, પણ દેહાભિમાન, દેહાસક્તિનો ત્યાગ એ મહત્ત્વનો છે.
બધું ત્યાગતાં ત્યાગજે હુંપણાને
બધું ભૂલતાં ભૂલજે દેહપણાને. [૬પ૧] ત્યાગના બે છેડાને ઓળંગવાના છે; એક છેડો છે ત્યાગનો, બીજો
૧૮૨ ૯ અમૃતધારા
Page #196
--------------------------------------------------------------------------
________________
છે ત્યાગનું સ્મરણ. જેમકે ઉપવાસને દિવસે આહારનો ત્યાગ કરીએ અને સાથે સાથે ઉપવાસ પછી કેવો આહાર કરીશ તેનું સ્મરણ કરે. સ્ત્રી આદિનો ત્યાગ કર્યા પછી કહ્યા કરે મેં સ્ત્રીઆદિનો ત્યાગ કર્યો છે. સ્ત્રી તરફ દોડવું તે રાગ છે અને છોડવું તે ત્યાગ છે. પરંતુ જો મનમાં વૈરાગ્ય છે તો ત્યાગ ત્યાગ કર્યાની સ્મૃતિથી તે પર છે. જે પોતાનું હતું નહિ તે છૂટી ગયું તેમાં જ્ઞાની ત્યાગનું સ્મરણ કરતો નથી એટલે સ્ત્રી આદિના દર્શનમાં મૂંઝાતો નથી એ ત્યાગનું સત્ત્વ છે અને સાચો વૈરાગ્ય છે. દેહ આત્માનું જ્યાં ભેદજ્ઞાન વર્તે છે. આત્મા અને જ્ઞાનનું જ્યાં અભેદ વર્તે છે ત્યાં સમત્વ છે.
[૬ પ૨] શરીર એના ધર્મથી જન્મે છે – મરે છે, તો તેને માટે મુક્તિનું કોઈ પ્રયોજન નથી. આત્મા સ્વભાવથી મુક્ત છે, તેને બંધન નથી. છતાં જીવ મોહ, અજ્ઞાન અને રાગદ્વેષ જેવા અનાદિકાલીન સંસ્કારથી બંધાયો છે. વાસ્તવમાં મનનો આ ભ્રમ છે. તેથી મનને આ ભ્રમથી મુક્ત કરવા આત્મજ્ઞાન વડે જન્મ-મરણની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, જે અધ્યાત્મયોગ વડે શક્ય છે. દેહાભિમાન રહિત અહંકારશૂન્ય સમતાથી જ મુક્તિ સાધ્ય છે. તે સિવાયનો બોધ વિસ્તાર છે. [૬પ૩]
આ સમતાનું રહસ્ય ઘણું ગહન છે. જ્યાં સંકલ્પ – વિકલ્પની વિષમતા નથી. બંધન - મુક્તિની પણ વિષમતા નથી ઊંચનીચની વિષમતા નથી. મારા તારાની વિષમતા નથી. દેહ – આત્માના ભેદની વિષમતા નથી, ત્યાં છે કેવળ સાચા સ્વરૂપનું સમત્વ. આત્મજ્ઞાનની પરિપક્વતા તે સમતા છે, સમત્વ છે.
[૬૫૪]. આત્મજ્ઞાન, જ્ઞાનચક્ષુ, તત્ત્વદૃષ્ટિના અભાવે જીવમાં ભ્રાંતિ પેદા થાય છે. પાણીમાં મૂકેલી લાકડી સીધી હોવા છતાં વાંકી દેખાય છે. તેમ જીવને ભ્રાંતિને કારણે નશ્વર છે તે શાશ્વત દેખાશે. અસત્ છે (ભૌતિક પદાર્થો) તે સત્ દેખાશે. ટૂંકાં કે લાંબા સ્વપ્નો સાચાં દેખાશે. તેવા અજ્ઞાનને પરિણામે મોહ પેદા થશે. મોહને કારણે હર્ષ શોક પેદા થશે. તત્ત્વદૃષ્ટિ
અમૃતધારા ૧૮૩
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થતાં હર્ષ શોકનો ભેદ ટળી જાય છે.
[૬ ૫૫] તત્ત્વદષ્ટિમાં સૂક્ષ્મતા છે. એ સૂક્ષ્મબુદ્ધિ કે વિચાર વાસ્તવિકતાને ગ્રહણ કરશે. લાકડી વાંકી નથી પણ પાણીના સંયોગથી તેવી દેખાય છે. તેમ સૂક્ષ્મબુદ્ધિ બાહ્ય નામરૂપ, રંગાદિથી પર છે, તે જાણનારને જાણે છે. તેથી હર્ષશોકના ભેદ ટળી જાય. તે મોહમાં મૂંઝાતો નથી. સૂક્ષ્મદ્રષ્ટિ સ્થૂલ એવા નામ, સ્પર્શ, રૂપાદિને જાણે છે, પણ તેમાં લુબ્ધ થતી નથી. સ્થૂલ પદાર્થોના આકર્ષણમાં મૂંઝાતી નથી, તેથી તે આત્મદર્શન કરી શકે છે.
[૬૫૬] સંસારમાં વિબો આવે સંસારી મૂંઝાય અને ઉપાય શોધે સંસારના પ્રયોજનથી, એટલે વિનો મૂળમાંથી નષ્ટ ન થાય. એ વિઘ્નોનો ઉકેલ તત્ત્વદૃષ્ટિથી થાય તો સંસારના પરિભ્રમણનું મૂળ છેદાય. સાધના કરનાર સાધકને અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારે વિબો આવે. કોઈ યોગીને પણ સાધનાકાળમાં બહારમાં સેવા, સ્ત્રી સંપર્ક. ભક્તોની ભીડ ચલિત કરે. અંતરમાં કામવાસના, પુરાણા સંસ્કાર, કોઈ સુખદ કલ્પનાઓ વિઘ્નરૂપ બને. માટે ગુરુનિશ્રાની અનિવાર્યતા બતાવી. ક્રમે કરીને યોગ્યતા થાય ત્યારે એકાંતે સાધના કરે તો સફળ થાય. [૬ ૫૭].
વળી એકાંતે પાત્રતા વગર જો ચાલી નીકળે તો આળસ જેવા સંસ્કારો પણ વિખકારી થાય. કોઈ સાથી નથી, વધુ નિદ્રા લીધી, સ્વૈચ્છિક આહાર કર્યો તેવી વૃત્તિઓ પણ વિબકારી છે. આમ અનેક પ્રકારની વિષયાકાર વૃત્તિઓ સાધકને ઉત્તેજિત કરી અંતરંગ વિઘ્ન ઉપજાવે છે. અને સાધકની પ્રગતિને રૂંધે છે. પરંતુ તત્ત્વદષ્ટિની દઢતા વડે નિર્વિકાર થાય છે ત્યારે સાધક સ્વાભાવિક આનંદ અને શાંતિ પામે છે. તત્ત્વદૃષ્ટિ તેને સજાગ રાખે છે કે તું સ્વયં સુખ સ્વરૂપ, આનંદસ્વરૂપ છું' તારે બાહ્ય સ્પશદિની કામવાસનાના ભ્રમિત સુખની જરૂર નથી.
[૬ ૫૮]. સાધનાકાળમાં તત્ત્વદૃષ્ટિ પુષ્ટ નહિ હોય તો સાધનાની સિદ્ધિના
૧૮૪ અમૃતધારા
Page #198
--------------------------------------------------------------------------
________________
વચગાળે ઉત્તમ શુભ ભાવ, સવિકલ્પ દશાનો આનંદ પણ મધુર લાગે છે. ત્યાં ભ્રાંતિ પેદા થાય છે કે આ જ શાંતિ – આનંદ છે. તે શાંતિ અને આનંદ શુભ ભાવનાના પ્રકારના છે. તાત્ત્વિક શાંતિ અને આનંદ શુદ્ધાત્માની પરિણતિરૂપ હોય છે, આથી યોગદૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રંથમાં ધર્મસંન્યાસ દર્શાવ્યો છે, અર્થાત્ ક્ષમાદિ ગુણોનો વિકલ્પ પણ ત્યાં છૂટી જાય છે. આ દશા ગુણસ્થાનક શ્રેણિમાં હોય છે. ત્યાં સુધી સાધકને સવિકલ્પ દશા જે તત્ત્વપરિણતિ પ્રત્યે લઈ જનારી હોય તે પણ ઉપકારી છે. આવાં રહસ્યો ગુરુગમે સમજવાં જરૂરી છે. [૬ ૫૯]
સ્વનો સ્વાદ લેવાનો હોય “સ્વનો અર્થ કરવાની જરૂર નથી.
સાધક સ્વમતિએ કેટલુંયે તપે, કષ્ટ કરે, ઈત્યાદિ અનેક પ્રકારના શુભાશુભ કષ્ટ કરવા છતાં પણ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યગૂજ્ઞાનમય પરમાત્મા, સિદ્ધ પરમેષ્ટિના પ્રત્યક્ષ અનુભવની પરમાવગાઢતા અને અચલતાનો અખંડ લાભ નહિ થાય; પણ સદ્ગુરુ સહજમાં વિના પરિશ્રમે શુભાશુભ કષ્ટ નહિ કરવા છતાં પણ સદાકાળ જ્ઞાનમય જાગતી જ્યોતિનો તન્મયી મેળ કરાવી દે છે. ધન્ય છે તે સદ્દગુરુજનોને. (શ્રી સમ્યગૂજ્ઞાન દીપિકા.)
[૬૬] એક આશ્રમમાં સદ્ગુરુની નિશ્રામાં શિષ્યો સાધના કરતા હતા. ત્યાં એક વાર એક પ્રકાંડ વિદ્વાન આવ્યા. આશ્રમના અધિષ્ઠાતા મહાન સંત અનુભવી હતા. તેમણે એક શ્લોક લખ્યો હતો તેમાં એવો મર્મ હતો કે પૂર્ણતા પામતા સુધી પ્રભુની પૂરી કૃપા મળ્યા વગર વિદ્વાને પણ સ્ત્રી-પરિચયથી દૂર રહેવું. કામવાસનાને સંયમમાં રાખવા જાગૃત રહેવું.
પેલા વિદ્વાને આ શ્લોક વાંચ્યો. અને સંતને કહ્યું કે તમે આ વિદ્વાન શબ્દ કાઢી નાંખો સામાન્ય સાધક ચલાયમાન થાય વિદ્વાનને કંઈ આંચ ન આવે.
[૬ ૬૧] સંત તે વખતે માર્મિક હસ્યા. બેત્રણ દિવસ પછી મુશળધાર
અમૃતધારા - ૧૮૫
Page #199
--------------------------------------------------------------------------
________________
વરસાદ વરસ્યો. પેલા વિદ્વાન પોતાની કૂટિરમાંથી જરા બહાર નીકળ્યા, જોયું તો વર્ષાથી ભીંજાયેલી એક સ્ત્રી ઠંડીમાં ધ્રૂજી રહી છે. તે વિદ્વાને નજીક જઈને તે સ્ત્રીને પોતાની કૂટિરમાં આવવા જણાવ્યું. તે સ્ત્રી કૂટિરમાં આવી. ઠંડીથી ધ્રૂજતી હતી. એટલે વિદ્વાને કંઈ ધાબળા જેવું સાધન આપી વસ્ત્રો બદલવા કહ્યું.
સ્ત્રી એટલી બધી ધ્રૂજતી હતી કે વસ્ત્ર પણ હાથમાં પકડાતાં ન હતાં. આથી વિદ્વાને વસ્ત્ર બદલવા તે સ્ત્રીનો સ્પર્શ કર્યો. અને સંસ્કારમાં બેઠેલી વાસના જાગી ઊઠી એટલે સ્ત્રી સંગની ચેષ્ટા કરવા લાગ્યા. છેલ્લે મુખ પરનું વસ્ત્ર ખોલ્યું ત્યારે જોયું તો ગુરુદેવ હતા. વિદ્વાન પૂરી હકીકત સમજી ગયા. ચરણમાં ઝૂકી ક્ષમા માંગી. મહાપુણ્યયોગે સદ્ગુરુની પ્રાપ્તિ થાય ત્યારે મર્મ સમજાય. [૬૬૨]
ત્રૈલોક્ય મંત્રાધિરાજનો મુદ્રાલેખ (પૂ. પંન્યાસજી)
દેવ ગુરુ ધર્મ એ તત્ત્વત્રયી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્ર એ રત્નત્રયીની આરાધના. પંચાચારના પાલનરૂપ ધર્મારાધના છે. દર્શન દેવનું જ્ઞાન ગુરુથી અને ચારિત્ર ધર્મરૂપ છે. [૬ ૬ ૩]
આ દર્શનાચારનો આંતરધ્વનિ છે, હું કંઈ નથી, મારું કોઈ અસ્તિત્વ નથી. દર્શનાચારનો આરંભ દેવ-ગુરુભગવંતના દર્શન વંદન, પૂજન, બહુમાન તે તે સ્થાને યોગ્ય વિધિપૂર્વક થાય છે. સાધકના દર્શનાચારની પરાકાષ્ટ સર્વ જીવમાં, સમગ્ર ચેતન સૃષ્ટિને ૫રમાત્મસ્વરૂપ દૃષ્ટિએ જોવા, જાણવા, અને વર્તવામાં છે. એમાં સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન સભ્યશ્ચારિત્ર ગર્ભિત છે, એવા દર્શર્વાચારની ફળશ્રુતિ કેવળદર્શનનું પ્રાગટ્ય છે. મારા વીતરાગ દેવ, સર્વજ્ઞ, નિર્વિકલ્પ, દેવાધિદેવ અરિહંત છે. જ્ઞાનદાતા નિગ્રંથગુરુ છે. એ મારા સર્વસ્વ છે. વૈરાગ્ય મારું ધર્મરૂપ ભૂષણ છે. [૬ ૬ ૪]
દર્શનાચારના સાધકનો સંકલ્પ છે કે જિનેશ્વર ભગવંત સ્થાપિત ચતુર્વિધસંઘમાં ભળી દેવગુરુની ભક્તિ કરવા પૂર્વક જિનાગમનું અધ્યયન,
૧૮૬ * અમૃતધારા
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રચાર પ્રસાર, કરવા સહિત, સાધર્મિક વાત્સલ્ય કરતા કરતા અનુકંપાધર્મ, પરોપકાર, જયણા, જીવદયા ધર્મનું પાલન કરીશ. [૬૬૫].
જ્ઞાનાચારની પ્રતિજ્ઞા છે “હું સિદ્ધસ્વરૂપ છું.’ હું બ્રહ્મસ્વરૂપ છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી, આત્મસ્વરૂપી છું.’ જ્ઞાનાચારના સાધકનો સંકલ્પ હું દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાન સંપાદન કરી શ્રુત કેવળી થઈશ. જ્ઞાનાચારનો પ્રારંભ નમસ્કાર મહામંત્રના અધ્યયનથી થાય છે. એની પરાકાષ્ય દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી શ્રુતકેવળી બનવાથી થાય છે. તે જ્ઞાનનું અંતિમ પરિણામ પૂર્ણ કેવળજ્ઞાનનું પ્રાગટ્ય
[૬૬ ૬] ચારિત્રાચારની પ્રતિજ્ઞા છે હું દેહ નથી દેહાદિ કોઈ પણ પદાર્થ મારા નથી ચારિત્રાચારનો સંકલ્પ છે કે આરંભ સમારંભ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરીશ. આ ચારિત્રાચારનો પ્રારંભ સામાયિક વ્રતથી થાય છે. પરાકાષ્ય જિનકલ્પવ્રતના (એકાંતમાં નિગ્રંથ અવસ્થામાં મુનિપણામાં) સ્વીકારવામાં છે. આ ચારિત્રાચારની સમાપ્તિ થાય છે ત્યારે પરિણામે અદેહી એવી પરમ સ્થિરાવસ્થા અર્થાત્ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે.
[૬૬]. તપાચારની પ્રતિજ્ઞા છે કે હું દેહ નથી તો પછી દેહનાં કે ઈન્દ્રિયોનાં સુખ સાચાં નથી જ. તપાચારનો સંકલ્પ છે કે હું તૃપ્ત છું, મારે બાહ્ય કોઈ પાર્થની જરૂર નથી એવો નિષ્કામભાવ છે. તપાચારની શરૂઆત નવકારશી તપથી અર્થાત્ પચ્ચખાણના માહાસ્યથી છે. એની પરાકાણ અનશનતપ છે, એ તપાચારની સમાપ્તિ થાય ત્યારે ફળસ્વરૂપે અણાહારીપદ અર્થાત્ પૂર્ણકામ – પરિતૃપ્તિની પ્રાપ્તિ થાય છે.
[૬૬૮] વર્યાચારની પ્રતિજ્ઞા છે કે હું અનંતશક્તિનો અનંતવીર્યનો સ્વામી છું. વીર્યાચારનો સંકલ્પ છે કે અનંતશક્તિ સ્વરૂપ એવો હું મારી સર્વશક્તિથી સત્ત્વશાળી થઈ મોક્ષ પામું નહિ ત્યાં સુધી શક્તિમાં
અમૃતધારા જ ૧૮૭
Page #201
--------------------------------------------------------------------------
________________
ગતિશીલ રહીશ.” આ વીર્યાચારનો પ્રારંભ દર્શનાચાર, જ્ઞાનાચાર ચારિત્રાચાર અને તપાચારમાં જોડાવાથી છે. તેની પરાકાષ્ટા અભેદ દષ્ટિ, ભેદજ્ઞાન, શ્રુતકેવળીપદ, જિનકલ્યાવસ્થા અને અનશનમાં છે. એમાં વીર્યાચારની પૂર્ણાહુતિ થાય છે ત્યારે જીવને અનંત દર્શન, અનંતજ્ઞાન, (અનંતચારિત્ર) અનંત સુખ અને અનંત વીર્યની (અનંત ચતુષ્કની) પ્રાપ્તિ થાય છે.
[૬ ૬૯] વીતરાગતા એ ચારિત્રગુણની અવસ્થા છે, જે વૈરાગ્યગુણનો પરિપાક છે. જે સર્વથા મોહક્ષયનું કારણ છે. વીતરાગતા વડે જ મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે અતીન્દ્રિયજ્ઞાન, કેવળજ્ઞાન પ્રગટે છે. વીતરાગતાએ કરીને મોહનીયકર્મક્ષયથી વિચાર વિકલ્પાત્મક જ્ઞાનનો ક્ષય થઈ નિર્વિકલ્પ કેવળજ્ઞાન પ્રગટે છે. વીતરાગતાએ કરીને મોહનીયકર્મ ક્ષય થઈ સુખ દુઃખાદિ વેદન નષ્ટ થઈ પૂર્ણ સ્વરૂપાનંદ પ્રગટે છે. વીતરાગતાએ કરીને અંતરાયકર્મ નષ્ટ થઈ અનંત શક્તિ પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાન એ વીતરાગજ્ઞાન છે. તેનું સાતત્ય તૈલધારાવત્ છે તે ચારિત્ર છે. તે સ્વરૂપથી અભેદ છે. નિરાવરણ
[૬ ૭0] દર્શનાચાર અને જ્ઞાનાચાર ઉપયોગ પ્રધાન છે. ચારિત્રાચાર અને તપાચાર યોગપ્રધાન અને યથાશક્તિ છે. અર્થાત્ દર્શન અને જ્ઞાનની પૂર્ણ સમર્પણતા થયે ચારિત્રાચાર તપાચારનો વિકાસ થાય છે. પાંચે આચાર આત્માના ગુણ અર્થાત્ આત્મશક્તિ છે. મન, બુદ્ધિ, ઇચ્છા ભગવાનને ચરણે અર્પણ કરી દેવા એ જ્ઞાન-શ્રદ્ધા. તીર્થંકર પરમાત્મા ભગવંત સિવાય બીજે ક્યાંય ગમે નહિ એ ચારિત્ર. આ વર્તન સાચું ક્યારે કહેવાય? જ્યારે ભગવાન સિવાયનું જગત શૂન્ય ભાસે ત્યારે સાચી વર્તના-ચારિત્ર કહેવાય. જગત સાથે અહીં કોઈ અપેક્ષા નથી. ભગવાનમાં જ ગતિ, ભગવાનમાં મતિ, ત્યાં જ વૃત્તિ. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું.” [૬૭૧].
૧૮૮ અમૃતધારા
Page #202
--------------------------------------------------------------------------
________________
ભગવાન એટલે પૂર્ણસ્વરૂપ. તે મળ્યા પછી તેનું સ્થાન હૃદયમાં આવે પછી અપૂર્ણ-તુચ્છ વસ્તુઓ કેવી રીતે ગમે ! દ્રવ્ય ચારિત્રી સાધુની વર્તના-ગતિ ભગવાનમાં થાય તો તે સમાચારી જેવા બાહ્ય પદાર્થોથી ઉપર ઊઠી આનંદઘન બને. સ્વના અસ્તિત્વની સામે ભગવાનની સર્વસ્વતાનો સ્વીકાર એ ભગવાનની શ્રદ્ધા.
[૬૭] પૂ. આ. કલાપૂર્ણસૂરિજી પ્રકાશે છે કે:
જીવ સિદ્ધસમ હોવા છતાં સમજણના અભાવે ભવાટવીમાં ભટકે છે. તેના મૂળમાં મિથ્યાત્વ મોહનીયનો ભાવ છે. વિપરીત શ્રદ્ધાન અને કષાયની જોડી રૂ૫ ગ્રંથિને તોડી નિગ્રંથ થવાનું છે. અનંતાનુબંધી કષાયની વિદ્યમાનતા એ બુદ્ધિમાં અહંકાર, હૃદયમાં કપટ અને કાયામાં સુખરૂપ મિથ્યાત્વ પેદા કરે છે. અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનમાં દેહના મમત્વની મુખ્યતાથી પ્રતિજ્ઞાને કષ્ટરૂપ માને છે. સંજ્વલન કષાયની વિદ્યમાનતા ઉપયોગમાં – મનમાં છે. આ સર્વે દેહાત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિએ શ્રદ્ધા જીવની છે. જ્ઞાન દર્શન ગુણ જીવના છે. દેહની વર્તના ઈચ્છા પોતાની છે. અંતે અનંતશક્તિરૂપ અનંત ચતુષ્ક સાથેની અભેદતા એ જીવનું પોતાનું શિવસ્વરૂપ છે. [૬૭૩]
સ્કૂલ જગતમાં હાથપગ હલાવવા વિગેરેને જ ક્રિયા મનાય છે. સૂક્ષ્મ-આંતરજગતમાં કેવળ તેમ નથી. સૂર્યનો ઉદય થતાં કમળ વિકસે છે, તેમાં સૂર્યને કંઈ કરવું પડતું નથી. નમસ્કાર જેવા મંત્રમાં, મહાન આત્માઓ પ્રત્યેના બહુમાન જેવા નિમિત્તોથી જીવોમાં રહેલા પાપરૂપી દોષો દૂર થાય છે. ભવ્યાત્માઓનાં હૃદયકમળ વિકસે છે. ગુણોથી પલ્લવિત થાય છે.
[૬૭૪] સૂર્યની જેમ નમસ્કાર મહામંત્રમાં એ જ નિયમ લાગુ પડે છે. નમસ્કાર વડે સાધક પરમોચ્ચ આલંબનનો સંપર્ક સાધે છે. તે આલંબનો નિમિત્ત બનીને સાધકના આત્માની શુદ્ધિ કરે છે. અધિક અધિક શુદ્ધ ભાવોને વિકસિત કરે છે. કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ ઉપર
અમૃતધારા ૧૮૯
Page #203
--------------------------------------------------------------------------
________________
અવલંબે છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ તેની ઉપાદેયતા અધિક હોય તે સ્વાભાવિક છે.
[૬૭૫] ધ્યાન આરોહણ ક્રમ – પૂ. પંન્યાસજી
ધ્યાન ધર્મઅનુષ્ઠાનોમાં શ્રેષ્ઠ છે. મુક્તિનું સીધું ચઢાણ છે. સામાન્ય રીતે જે ધ્યાનના પ્રવાહો ચાલે છે, તે માનસિક વ્યાયામ જેવા કે માનસિક શાંતિ સુધીના છે. એટલે લોકોત્તર ક્ષેત્રે ધ્યાનનો અધિકારી વિશુદ્ધ વેશ્યાવાળો છે. અર્થાત્ જેણે રાગદ્વેષનો વિજય કરી મનશુદ્ધિ કરી છે. ઇંદ્રિયોનો સંયમી છે, તે ધ્યાનનો અધિકારી છે. રાગદ્વેષનો વિજય સમતાથી થાય છે. સમતાભાવની સિદ્ધિ મમતાનો નાશ કરનારી શુભ ભાવનાઓથી થાય છે. મૈત્રી આદિ ભાવના વડે પવિત્ર ચિત્તવાળો, ભાવનાઓથી ભાવિત થયેલો આત્મા ધ્યાનારોહણ કરી શકે
[૬ ૭૬] ધ્યાનનું સ્થાન એકાંત અને પવિત્ર જોઈએ. અનુકૂળ આસને બેસવું. ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી હૃદય, ભૂકુટિ, કે મસ્તકનો મધ્યભાગ. જે વધુ અનુકૂળ આવે ત્યાં મનોવૃત્તિ-ઉપયોગને રોકી પૂર્વ કે ઉત્તર દિશાએ સન્મુખ થઈ પ્રસન્નચિત્તે, શુભ ધ્યાન કરવું. બાહ્ય ધ્યાનમાં સૂત્ર અર્થના પરાવર્તનમાં ચિત્તને રોકવું. મનાદિયોગને શુભ યોગમાં રોકવા, તે બાહ્ય ધ્યાન છે. આંતરધ્યાન આધ્યાત્મિક છે. તે કેવળ સ્વસંવેદનગ્રાહ્ય છે. તેમાં નમસ્કાર મંત્રનું ધ્યાન શુભ ધ્યાનમાં વૃદ્ધિ કરાવી આંતરધ્યાનનું કારણ છે.
[૬ ૭૭] જે ધ્યાનમાં જ્ઞાન વડે નિજાત્મા નથી ભાસતો તે ધ્યાન નથી. જે જ્ઞાની નિત્ય ઉપયુક્ત થઈને શુદ્ધાત્મસ્વભાવનું પરિશીલન કરે છે તે અલ્પકાળમાં જ સર્વ દુ:ખથી મુક્ત થાય છે. સંસારના રોગ શોકથી મુક્ત થવું, જ્ઞાનદર્શનાદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી તથા પરમ સુખ અને પરમ આનંદનો અખંડ અનુભવ કરવો તે મુક્તિ છે. સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. શ્રી નમસ્કાર મહામંત્ર
૧૯૦ અમૃતધારા
Page #204
--------------------------------------------------------------------------
________________
સત્સંગપૂર્વકનું શુભધ્યાન હોવાથી નિસ્તરંગ અવસ્થાની પ્રાપ્તિમાં સહાયક થાય છે. [૬ ૭૮]
યોગ અસંખ્ય છે ધ્યાનના ભેદ અનેક છે. શ્રી અરિહંતનું ધ્યાન શ્રેષ્ઠ છે. અરિહંત ભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના, મોક્ષમાર્ગના દાતા૨ છે! એવો એકાંત નિયમ જિનશાસનમાં નથી. ઉપદેશ વડે, આજ્ઞાપાલન વડે જેમ અરિહંત ભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે, તેમ તેમના નામસ્મરણાદિ, આકૃતિના દર્શનાદિ વડે ક્લિષ્ટકર્મનો ક્ષય કરાવી મોક્ષના અને મોક્ષમાર્ગના હેતુભૂત બને [૬ ૭૯]
id.
અરિહંત ભગવંતોના નામ, રૂપ, કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે તેમ દ્રવ્ય, ભાવ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે. દ્રવ્ય એટલે અરિહંતોની પૂર્વોત્ત૨ અવસ્થાઓ ગૃહસ્થાવસ્થા, દીક્ષાવસ્થા વિગેરેનું શ્રવણ, મનન, ચિંતન, અને ભાવ એટલે સમવ૨ણસ્થ ધર્મોપદેશ સમયની અવસ્થા. તેનું મનન, ચિંતન કે ધ્યાન ભવ્ય જીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ બને છે. તે કારણે મોક્ષાર્થીને માટે તેઓ નમસ્ક૨ણીય છે. સ્મરણીય છે. [૬ ૮૦]
નવકાર
નમસ્કાર શું આપે ? એવું પૂછનાર વિચારે કે દુકાન માંડતાં પહેલાં નફો નહિ મળે એમ વિચારે છે ? દુકાન શરૂ કરીને રોજ સરવૈયું કાઢો છો કે વરસે ? તેમાં ઉતાવળ ન ચાલે. નવકારના લાભનો વિચાર કરતાં પહેલાં તેને ગણો – જપો એમાં ડહાપણ છે. ગણતાં પહેલાં શું આપે ? તેની સેવામાં, જપમાં, ખાનદાનીથી છ માસ તો ગાળો. ગુરુજનોના વચનમાં વિશ્વાસ મૂકો. શંકા રહે ત્યાં સુધી આરાધનાના મંગળમાર્ગ ૫૨ નિશ્ચિતપણે પગલાં ભરી શકાતાં નથી. [૬ ૮૧] નમસ્કાર મંત્ર એ સ્વરૂપમંત્ર છે. બત્રીસ દાંત કઠોર છે, તીક્ષ્ણ છે, તે બધાની વચ્ચે એક જીભ દીર્ઘકાળ સુધી હેમખેમ રહી શકે છે, તેનું
-
અમૃતધારા * ૧૯૧
Page #205
--------------------------------------------------------------------------
________________
કારણ સ્વાભાવિક કોમળતા, મૃદુત છે. તેમ નમસ્કારનિષ્ઠ આત્મા પણ આ સંસારમાં કોઈને ખેદ પમાડ્યા વગર ધર્મધ્યાનમાં સ્વસ્થ રહી શકે છે. કેમકે તે સ્વ-પરહિત ચિંતાયુક્ત છે.
[૬૮૨]
ભલે તે સર્વવિરતિમાં નથી. સમિકતીના ઘરમાં અવિરત બેઠી હોય પણ રોતી રોતી હોય. દુનિયાના પદાર્થો મેળવવાની લાલસા રહે તે અવિરતિ લાવે, તેને સાથ આપવા કષાયની જરૂર પડવાની, તેને ખરાબ ન લાગે એટલે અધર્મ આવવાનો, પછી એ જીવ ધર્મ કરે તો પણ અધર્મનો પક્ષ વૃદ્ધિ પામવાનો કારણ કે વિરતિ નથી એટલે લાલસા ઊભી રહેવાની. જે આ અવિરતિને ઓળખે છે તેની સામે જપીને બેસતા નથી. [૬ ૮૩]
અવિરતિને ન ઓળખે તે મિથ્યાદૃષ્ટિ અને તેને સદ્ગુરુ દ્વારા ઓળખાવવા છતાં ઓળખવાની ઇચ્છા ન થાય તે મહામિથ્યાષ્ટિ છે. અવિરતિ એટલે સંસારના સુખ પ્રત્યે વિરક્તિ વગરનો, ધર્મ કરે તો પણ આદર ધર્મ તરફ કે સુખ તરફ ? એવા સંસારને તજે તે સાધુ છે. તજવા જેવો માનીને તેવો પુરુષાર્થ કરે તે શ્રાવક. ભગવાનની ભક્તિ કરું અને ભગવાને જે છોડ્યું તેને ઇચ્છે ? તે ગમે ત્યારે ભગવાનને ભુલાવીદે ? તેના જેવી ક્ષુદ્ર દશા બીજી કઈ હોઈ શકે ? [૬૮૪]
ધર્મ કરતાં પુણ્ય થઈ જાય તે તો આગળના માર્ગનો ભોમિયો બને પણ સ્વાર્થ માટે પુણ્ય કરે તો પરિણામે પતન પામે. ધન છોડવા જેવું માનીને ધનથી ધર્મ કરે તેને દાન ઉપકારી છે. આત્મામાં શ્રદ્ધા હોય તે એવા પુણ્યને શોધતો ફરે અને પાપના સંયોગથી ભાગતો રહે. [૬ ૮૫]
સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્યના સ્વભાવ અને સામર્થ્યને ઓળખે છે, તેથી તેને ચૈતન્યથી ભિન્ન એવી વસ્તુઓ પ્રત્યે અંતરથી રાગ નથી. તેમાં હેયબુદ્ધિ છે. તેને સ્વરૂપમાં એકત્વબુદ્ધિ હોય છે. અને પરમાત્રમાં વિભક્તબુદ્ધિ હોય છે. આવો એકત્વવિભક્ત આત્મા જ સ્વસ્વરૂપમાં
૧૯૨ * અમૃતધારા
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકાશે છે કેમકે તે શુદ્ધ છે. આત્માનો આત્મતત્ત્વનો મહિમા અગાધ છે. રાગથી તેની ભિન્નતા અને જ્ઞાનથી તેની એકતા બતાવીને આત્માનો આશ્રય લેવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. [૬ ૮૬]
નમસ્કાર મંત્ર સકલ આગમોનો સાર છે. તેનું કારણ પણ તેમાં એકત્વપૃથકત્વ – વિભક્ત એવા શુદ્ધાત્મતત્ત્વનું બહુમાન ગર્ભિત નમનનું ગ્રહણ છે. નમસ્કાર મહામંત્ર ચૈતન્ય સાધનાનો પંથ છે. તે વીરનો છે પણ કાયરનો નથી. શ્રી વીરપ્રભુએ ચીંધેલા માર્ગે ચઢેલા પણ વીર છે. તેઓની વીરતા જ તેઓને આ માર્ગે આગળ વધવા માટે છે, તે વૈરાગ્ય, શ્રદ્ધા, જ્ઞાન અને પુરુષાર્થ આપે છે.
૮૭] વરાળ અને વીજળી કરતાં પણ માનવીની વિચારશક્તિ અદ્ભુત છે. તેના બે પાસા શુભ-અશુભ. હલકાં-અશુભ વિચારો જીવને આત્મિક વિકાસમાં બાધક છે. પૂર્વ સંસ્કારવશ અશુભ વિચારોનું સાતત્ય રહે છે, એમને પ્રયત્નપૂર્વક બદલવા, જે મનના પરમાણુઓ અશુભ વિચારોથી બંધાયેલા છે તે પુનઃ પુનઃ અશુભ વિચારોને જન્મ આપે છે. આ પરમાણુઓનો નાશ ન થાય ત્યાં સુધી અશુભ વિચારો ઊડ્યા કરે છે. તેને શુભ વિચારો વડે દૂર કરવાના છે. પ્રારંભમાં શુભ અને અશુભ વિચારો વચ્ચે યુદ્ધ ચાલશે પણ જેમ જેમ શુભ વિચારોનું સાતત્ય વધશે તેમતેમ અશુભ વિચારોથી ઉત્પન્ન મનના પરમાણુઓનો નાશ થશે, ત્યારે મનનું બળ વૃદ્ધિ પામે છે, અને શુદ્ધ પરમાણુઓ બળવાન થતા શુભાશુભ વિચારોનું યુદ્ધ શાંત થઈ જીવ પોતાના જ્ઞાનાનંદને પામે છે.
[૬ ૮૮] અશુભ વિચારોના પ્રવાહને રોકવા પ્રથમ પરમાત્માનું નામસ્મરણ, દોષને બદલે ગુણવાળી વૃત્તિ પેદા કરવી. મૈત્રી આદિ ભાવનાઓને જીવનમાં સ્થાન આપવું. ક્રોધાદિ પ્રત્યે ક્ષમાદિ ગુણ ધારણ કરવા, રાગને સામે વૈરાગ્યભાવ કરવો. આમ શુભ પરમાણુઓયુક્ત મન અશુભ વિચારોના પરમાણુના હુમલાથી અટકાવી દેવા સમર્થ થશે. [૬ ૮૯]
અમૃતધારા ૧૯૩
Page #207
--------------------------------------------------------------------------
________________
ભૌતિક પદાર્થો અને અનેક આકારવાળી આ દુનિયામાં દેહધારી અન્ય પૌદ્ગલિક પદાર્થોને ગ્રહણ કરીને જીવે છે. વનસ્પતિ આદિના શરીરોનો ઉપભોગ કરીને અર્થાત દેવું કરીને જીવીએ છીએ. આ દેવું ભરપાઈ કર્યા વગર છૂટકો નથી. માટે ત્યાગ વૈરાગ્ય વગર આપણે છૂટી શકતા નથી. તે માટે ગુરુગમે જ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. [૬૯૦]
અપ્રગટ
મંત્રના મંગલકારી શબ્દ દ્વારા અંતરશક્તિ જાગૃત થાય છે. ‘મંતૃ’ ધાતુ પરથી મંત્ર શબ્દ બન્યો છે. મંતૃ એટલે ગુપ્ત – અપ્રગટ બોલવું. ગુપ્ત અનુભવ જેનાથી થાય તે મંત્ર. વ્યવહારથી માંડીને અધ્યાત્મ ક્ષેત્રે સર્વત્ર બાવન માતૃકા શબ્દમાંથી ભાષાનું સંયોજન થાય છે. સવિશેષ પવિત્ર શક્તિયુક્ત શબ્દોનું સમ્યગ્ સંયોજન તે મંત્ર. તેની શુદ્ધિ જળવાય તો તે ઉપકારી છે, એ સંયોજનમાં અસમતુલા આવે તો તે અભિશાપ બને છે. [૬૯૧]
1
જેમ વનસ્પતિના દરેક મૂળમાં ઔષધીય ગુણ છે. ભવ્ય જીવમાં મોક્ષની પાત્રતા છે. તેમ દરેક અક્ષર મંત્રની ક્ષમતા ધરાવે છે, તેની યોગ્ય સંયોજના થવી જોઈએ. તે ઘણી દુર્લભ છે. મંત્ર એ સત્પુરુષોનું હૃદય છે. મંથન છે, અને નિષ્કારણ કારુણ્ય છે. [૬૯૨]
-
મંત્રો અભ્યુદય – એટલે સાંસારિક સંતાપ દૂર કરનારા છે અને નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક પ્રગતિ કરનારા છે. અર્થાત્ જેમ ધર્મ ધનના અર્થીને ધન પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તેમ મુક્તિના અર્થીને મુક્તિની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. [૬ ૯૩]
ધર્મ ચમત્કારસર્જક નથી. ચમત્કાર છે, તો માનવને મુક્તિએ પહોંચાડનાર છે. પરંતુ આ જગતમાં સૌને ચમત્કારો ગમે છે તે દર્શાવનારાની પણ એક પ્રતિષ્ઠા છે. કહે છે તપ કરવું સહેલું છે પણ માનય કરવો, સમતા રાખવી મુશ્કેલ છે. પુણ્યથી ચક્રવર્તીપદ મળવું સહેલું છે પણ મળ્યા પછી ભોગ, સત્તા, મદ છૂટવા કઠણ છે. અન્યના ગુણ જોવા અને પોતાના દોષ જોવા કઠણ છે. ગુણી
૧૯૪ * અમૃતધારા
Page #208
--------------------------------------------------------------------------
________________
દેખાવું સહેલું છે. શાસ્ત્રાભ્યાસ સહેલો છે પણ જાતને બદલવી અઘરી છે. આમ સદ્ગુણોમાં ટકવું અઘરું છે. આવા અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર ગુરુની નિશ્રા છે.
[૬૪] ચિત્તની મનની સરળતા એ મોટામાં મોટો ગુણ છે. કપટરહિત થઈ આતમ અરપણા આનંદઘન પદ રેવ' સરળતા વગરની સાધના શૂન્ય બને છે, સરળતા પરમાર્થ અને વ્યવહારમાર્ગ બંને માટે અનિવાર્ય છે. શાસ્ત્રકારો કહે છે વિશ્વમાં મનુષ્ય કરતાં તિર્યંચના જીવો સૌથી વધુ સંખ્યામાં છે. તિર્યંચ, તિર્યક એટલે આડા, વક, અસરળ, આદિ પરિણામોને એ દ્યોતક છે. જ્યારે મનુષ્યની સંખ્યા ઓછી છે. વળી મનુષ્ય થઈને પણ અસરળ, વક્ર પરિણામી થયો તો તિર્યચપણું લમણે લખાઈ જશે.
[૧૯૫] સરળતાના વિકાસ અર્થે જીવે નિજદોષનું દર્શન અવલોકન કરીને, દોષ જણાય ત્યાં બિન પક્ષપાતી થઈ તે દોષને દૂર કરવા દઢ પ્રયત્ન કરવો. સરળ જીવો જિનાજ્ઞા સહેજે આરાધી શકે છે. સન્માર્ગે ચાલવાની તત્પરતા પણ વિશેષ હોય છે. શાસ્ત્ર અધ્યયનમાં પ્રગતિ થાય છે. કષાયોની મંદતા થાય છે. ધર્મમાર્ગમાં, પ્રબળ શ્રદ્ધા જાગૃત થાય છે. આત્મહિતની વિશેષતા પ્રાપ્ત થાય છે. સરળતાના ગુણ-વિકાસ માટે જીવે માયા, કપટ, દુરાગ્રહ, દંભ જેવા દોષોને ત્યજી દેવા, ગુણગ્રાહી થવું. જ્ઞાનીના વચનમાં વિશ્વાસ પેદા થવાથી બોધ પરિણામ પામે છે. પરમાર્થથી વક્ર એવા રાગાદિને ગ્રહણ ન કરતાં સ્વભાવને ગ્રહણ કરવો તે સરળતા છે.
[૬૯૬] નમસ્કારમંત્ર આંતરમનમાં ચીવટપૂર્વક ઘૂંટાવો જોઈએ. શબ્દધ્વનિનો પણ પ્રભાવ છે. શબ્દ દ્વારા નિ:શબ્દમાં પ્રવેશી શકાય છે. જેનું મન બહિર્મુખ છે, ચંચળ છે. તેમણે નવકારના શબ્દમાં પ્રવેશવું ત્યાં અટકવાનું નથી. મન ઉપર શબ્દ અસર ઉપજાવશે એટલે મન બહારથી પાછું ફરશે. ઉચ્ચાર પછી અર્થવિચાર પર જશે. વિચાર કરતાં ભાવની
અમૃતધારા ૧૯૫
Page #209
--------------------------------------------------------------------------
________________
શક્તિ વિશેષ છે. ત્યાર પછી સંકલ્પબળ વધે છે. [૬૯૭]
માનવી પાસે શબ્દ, વિચાર, ભાવ, સંકલ્પ જેવી શક્તિઓ છે તેના પર આત્માનું નિયંત્રણ નથી, પણ કર્મ, સંયોગો, અને કષાયોનું નિયંત્રણ છે. જીવનની મૂળ શક્તિઓને પ્રગટ કરવા નમસ્કાર મંત્રના શબ્દ શબ્દને આંતરમનમાં ચીવટપૂર્વક ઘૂંટવો જોઈએ. તે માટે પ્રસન્નચિત્ત, જાગૃત અંતઃકરણ, અને સમતાભાવ આવશ્યક છે. તો જ તે શક્તિઓ આત્મસાત્ થશે. શબ્દને શ્રવણસુખ સુધી પહોંચવાની મર્યાદા છે. શુદ્ધ ભાવ વિશ્વવ્યાપી બની શકે છે. [૬૯૯]
શબ્દ કાયિક છે. વિચાર માનસિક છે. જાગૃતિ અંતઃકરણ છે. સંકલ્પબળ આત્મા છે.
| [૬૯] નમસ્કારમંત્રના ઉચ્ચારમાં શુદ્ધ અંતઃકરણ જોઈએ. નમસ્કારમંત્ર સિદ્ધમંત્ર છે કારણ કે તે યોગસિદ્ધ પુરુષોએ પ્રગટ કર્યો છે, કહેલો છે. વાસ્તવમાં નવકાર એટલે પરમાત્મતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ.
સામાયિક એટલે સર્વ જીવોમાં આત્મતુલ્ય ભાવ એ સાધનાનો અભ્યાસ. અર્થાત્ જીવનમાં સમભાવ સ્મરણમાં નવકાર. બંનેની ફળશ્રુતિ મુક્તિ.” પંચપરમેષ્ટિ એ આત્માનું વિકસિત સ્વરૂપ છે. સામાયિક એ પરમેષ્ટિ થવાની સાધના છે. નવકાર નિશ્ચય રત્નત્રયનું પ્રતીક છે. વ્યવહાર સાધન છે નિશ્ચય સાધ્ય છે. વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન વ્યવહારનું વિશોધક છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વયજ્યોતિ સુખધામ મહિમા ધરાવતું શુદ્ધ સ્વરૂપ શ્રી પરમેષ્ટિ ભગવંતોમાં આવિર્ભાવ પામેલું છે. તેનો સંબંધ કરાવનાર શ્રી પરમેષ્ટિમંત્ર છે, તેથી તે સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મંત્ર છે. સર્વ તત્ત્વોમાં શિરોમણિભૂત તત્ત્વ આત્મતત્ત્વ છે. અને તેમાં
૧૯૬
અમૃતધારા
Page #210
--------------------------------------------------------------------------
________________
પણ શિરોમણિભૂત પરમાત્મ તત્ત્વ છે. તેને સીધો નમસ્કાર પરમેષ્ટિ મંત્ર વડે પહોંચે છે. તે નમસ્કાર પ્રતિબિંબિત ક્રિયા થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પહોંચે છે. શુદ્ધ સ્વરૂપનું મૂલ્ય અપરંપાર છે. શુદ્ધ સ્વરૂપ એ ચૈતન્યનો મહાસાગર છે. તેની આગળ અચેતન એવા સુવર્ણના અને રત્નોના ડુંગરા મૂલ્યહીન છે. [૭૦૨]
અરે એ પરમાત્મતત્ત્વ સૂચક છે. અહં એટલે પૂજવા લાયક. વિશ્વમાં પૂજનીય ને લાયકમાં લાયક તત્ત્વ અહં છે. વળી અહ સિદ્ધચક્રનો બીજમંત્ર છે. અર્થાતુ સિદ્ધ પુરુષોનો સમુદાય તે સિદ્ધ પરમાત્મા. તે સૃષ્ટિનું સર્વોચ્ચ પૂજ્યતત્ત્વ છે. આ અહં પદ દ્વારા આપણે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની છે.
[૭૦૩] જ્ઞાનમય નિર્મળ દ્રવ્યગુણ પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેનો સ્વામી આત્મા છે. તે સિવાય બીજી વસ્તુનું સ્વામીપણું જ્યારે શ્રદ્ધા અને જ્ઞાનમાંથી ખસી જાય છે ત્યારે તે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક બને છે. જે કેવળ “જ્ઞાન” સ્વભાવી છે, જે કેવળ “દર્શન’ સ્વભાવી છે, જે કેવળ “સુખમય' છે અને જે કેવળ “વીર્ય સ્વભાવી છે તે આત્મા છે એમ જ્ઞાની પુરુષો ચિંતવે છે.
[૭૦૪] થોડું શાસ્ત્રજ્ઞાન મેળવીને કેવળ પોતાની પ્રસિદ્ધિ માટે સિદ્ધાંતનો આશ્રય કરીને, વિરુદ્ધ અર્થને જણાવે છે તે અતિ દુષ્કર તપાદિક કરતા હોય તો પણ તેઓ મોહથી ગ્રસિત છે. સાચો અધ્યાત્મ કે વૈરાગ્ય પામ્યા નથી. આત્માના સ્વરૂપ વિષેની તેમની શુષ્ક માન્યતા તેમને માટે ઘાતક બને છે. તેમના શુભ પરિણામ પણ સંસારક્ષયનું પરંપરાએ કારણ બને તેવા તાત્ત્વિક નથી.
[૭૦૫] મનુષ્યના સુખની સીમા હોય છે. દેવોના સુખની સીમા હોય છે.
પશુઓના દુઃખની સીમા હોય છે. નારકીના જીવોનાં દુઃખોની સીમા હોય છે. આમ સુખ અને દુઃખની સીમા હોય છે. [૭૦૬]
અમૃતધારા ૧૯૭
Page #211
--------------------------------------------------------------------------
________________
છે.
પરંતુ નિર્મમત્વ સુખ નિસીમ છે. નિર્મમત્વનું સુખ વિલીન થાય છે – કેવળજ્ઞાનમાં, વીતરાગતામાં અને અંતે મુક્તિમાં. અર્થાત્ નિર્મમત્વ ગંગા અનંત સુખના સાગરમાં જઈને મળે છે. ચંચળ એવા મન દ્વારા, વિનશ્વર એવા દેહ દ્વારા મર્યાદિત શક્તિયુક્ત ઇંદ્રિયો દ્વારા ભાઈ ! તને સાચું સુખ ક્યાંથી મળે ? એ સર્વ પ્રકારોમાં જો તારી માધ્યસ્થવૃત્તિ હશે તો તું સમના ઘરમાં પ્રવેશ પામી સાચા સુખનો અનુભવ કરીશ. (શ્રી અધ્યાત્મસારમાંથી સંક્ષિપ્ત)
[૭૦] આત્મસ્વરૂપના તદ્રુપ અધ્યવસાયથી નિશ્ચય વસ્તુ પ્રહણ થાય છે. એવી અભેદ ઉપયોગરૂપ જેની દૃષ્ટિ થઈ છે, ગુણ ગુણીમાં જેની ભેદદષ્ટિ નથી તેમ અન્ય પ્રત્યે મારાતારાની ભેદદષ્ટિ નથી એવા શુદ્ધ નિશ્ચળ ઉપયોગથી, ઉત્પાદ વ્યયની અપેક્ષા રહિત નિરંતર પરિણામપણાથી મુનિઓનું ચિત્ત કેવળ આત્મસ્વરૂપમાં રમણ કરે છે. તે સર્વોત્કૃષ્ટ સમતા છે. આત્મસ્વરૂપની અનન્ય તદ્રુપતા છે, તે સમતા
[૭૦૮] જ્યાં સુધી સાંસારિક પદાર્થોના રાગમાં જીવને દુઃખ ન લાગે ત્યાં સુધી જ્ઞાનસ્વરૂપ આત્મામાં સુખ ક્યાંથી આવે? જેમ પ્રતિકૂળતામાં જીવને દુઃખ થાય પણ રાગના સભાવમાં દુઃખ થતું નથી. જીવ રાગના સુખમાં સ્વયં સંમત થઈ જાય છે. આમ રાગનું એકત્વ હોવાથી મિથ્યાત્વ દૂર થતું નથી. જીવ અન્ય રીતે ધર્મક્રિયા કરતો હોય પણ આ રાગનું સંમતપણે તેના મિથ્યાત્વને તો ઊભું રાખે છે. દેવગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ ભક્તિનું બહિરંગ કારણ છે. આત્મજ્ઞાન ભક્તિનું અંતરંગ કારણ છે. આમ સમસ્ત રાગ હોય છે અને જ્ઞાન ઉપાદેય છે. ભૂમિકાનુસાર પ્રશસ્ત રાગ અપ્રશસ્તરાગથી મુક્ત થવા પ્રાથમિક છે. આખરે સમસ્ત રાગથી મુક્તિ એ મોક્ષનો યથાર્થ ઉપાય છે. વીતરાગ પરમાત્માના કે પ્રત્યક્ષ જ્ઞાનીમાં પ્રગટ આત્મસ્વરૂપનાં દર્શન તે અંતરંગ ભક્તિને પ્રગટ કરે છે.
[O] જિનેશ્વર પરની ભક્તિ તેમનાં વચનો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન
૧૯૮ અમૃતધારા
Page #212
--------------------------------------------------------------------------
________________
કરે છે. સમ્યગ્દર્શન જીવ પર અનુકંપા – પ્રીતિનો અમલ કરાવે છે, જેમાં વિરતિના પરિણામ છે. વિરતિ – વૈરાગ એ વિશિષ્ટ રતિ રૂપ બની અસંગ ભાવને પામે છે, ત્યારે રત્નત્રયની એકતારૂપી નિશ્ચય ચારિત્ર રૂપ સમાપત્તિને જગાડે છે.
પ્રીતિમાંથી ભક્તિ, ભક્તિમાંથી વિરતિ, વિરતિમાંથી સમાપત્તિ પરિણામે મુક્તિ.
[૭૧]. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન અસથી નિવૃત્તિ અને સત્ પ્રવૃત્તિરૂપ હોવાથી મોક્ષસાધ્ય બને છે, જેનું પાલન આજ્ઞાના આરાધનથી થાય છે. તેમાં આજ્ઞાકારકનું સ્મરણ છે. તે શુદ્ધાત્મભાવનું સ્મરણ કરાવી શુદ્ધ આત્મ પ્રણિધાન મોહક્ષયનું અસાધારણ કારણ બની મોક્ષ સાધ્ય બને છે.
[૭૧૧] મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્માને આત્માવડે આત્મામાં જાણે છે, તે જ તેનું સમ્યગૂજ્ઞાન – દર્શન અને ચારિત્ર છે. એ જ પરમસ્વરૂપ પામવાનો ઉપાય છે. શુદ્ધોપયોગમાં ત્રિકાળી ધ્રુવસત્તારૂપ આત્મા આત્માના આશ્રયે સ્વને જ જાણે છે. [૭૧૨]
મોહનો ત્યાગ થવા અર્થે વિચારવું કે શરીરાદિ સર્વ જડ પદાર્થો અંતવાળાં છે. આત્મા અનાદિ અનંત છે. શરીર મૂર્ત છે. આત્મા અમૂર્ત (અરૂપી) છે શરીર ઇન્દ્રિય ગ્રાહ્ય છે. આત્મા ઇન્દ્રિય અગોચર છે. શરીર પર છે, આત્મા સ્વ છે. શરીર દશ્ય છે આત્મા અદશ્ય છે. શરીર વિનાશી આત્મા અવિનાશી (આત્મ ઉત્થાનનો પાયો) અધ્યાત્મ = આત્માની સમીપ આત્માની અગ્રિમતાયુક્ત તત્ત્વ, સર્વતોમુખી આત્મશ્રેયનો ઉપાય તે અધ્યાત્મ અધ્યાત્મયોગથી આત્મિક ગુણનો વિકાસ થાય છે. જે આત્માને સાચા સુખની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. ચરમાવર્તમાં આવેલા આત્માને અધ્યાત્મનો અંશ સ્પર્શે છે. ત્યારે તેને સાંસારિક પદાર્થોની તીવ્ર ઈચ્છાઓ રાગાદિ ભાવો તથા કષાયોની મંદતા થાય છે.
[૭૧૩]
અમૃતધાચ ક ૧૯૯
Page #213
--------------------------------------------------------------------------
________________
સવિશેષ “જે મહાત્માને મોહનો નાશ થયો છે અને આત્માને આશ્રયી શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવર્તે છે તે ક્રિયાને તીર્થકરે અધ્યાત્મ કહ્યું છે” આ અધ્યાત્મ કેવળ બાહ્ય ક્રિયામાં નથી રહ્યું પણ અધ્યાત્મસારનો મોહ નષ્ટ થયો છે. આત્મા વૈરાગ્યથી ભરપૂર થયો છે એવી અંતરાત્મરૂપ રમણતા અધ્યાત્મ છે. [૧૪]
“મોહનીય કર્મના સામર્થ્યરહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને શ્રી તીર્થકર અધ્યાત્મ કહે
[૭૧૫] અવિરત સમ્યગ્દષ્ટિ ચોથું ગુણસ્થાનક છે. અવિરતિ છતાં સમ્યગૂજ્ઞાનાદિકયુક્ત છે. આ સ્થાને રહેલા સાધકને દેવગુરુની ભક્તિ, સેવા, શ્રવણની જિજ્ઞાસા, વિનય દાનાદિ ધર્મ વિગેરે શુભ કરણી હોય છે તે વ્યવહારરૂપ છતાં અધ્યાત્મના અભ્યાસરૂપ છે જેમ કોઈની પાસે સુવર્ણનાં આભૂષણો ન હોય તો રૂપાનાં આભૂષણો અલંકારનું સ્થાન લે છે. તેમ આ ગુણસ્થાનકે શુદ્ધ પરિણામ, વ્રતાદિ ન હોય પણ એવા ભક્તિ વગેરે અધ્યાત્મના અભ્યાસરૂપ છે. અધ્યાત્મયોગના સમીપકાળને વિષે ભૂમિકાયોગ્ય કંઈ ક્રિયા રહેલી છે. અને શુભ ભાવને અનુસરતું જ્ઞાન પણ ત્યાં રહેલું છે. આથી એમ સમજવું કે જ્ઞાન ક્રિયા બંને રૂપ અધ્યાત્મ છે. તે અધ્યાત્મ નિષ્કપટ એવા આચાર વડે શોભતા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. [૭૧૬]
અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ આશયથી કરવામાં આવે તો અપેક્ષાએ તે શુદ્ધ હેતુ બનવાનો સંભવ છે, જેમ તાંબુ પારદરસના સેવનથી સુવર્ણ બને છે. આ કારણથી ગીતાર્થ જનો માર્ગમાં પ્રવેશ - રુચિ કરાવવા માટે દ્રવ્ય-વ્યવહાર સમકિતનો આરોપ કરી મિથ્યા દૃષ્ટિવાળાને ચારિત્ર આપે છે. વળી જે સાધુ મૂળગુણ સમ્યગ્દર્શનાદિ, તથા મહાવ્રત અને ઉત્તરગુણ સમિતિ ગુપ્તિરૂપ ધારણ કરવાને સમર્થ ન હોય તેને દંભ ત્યજીને ઉત્તમ સાચા શ્રાવકપણું જ યોગ્ય છે. [૭૧]
૨૦૦૪ અમૃતધારા
Page #214
--------------------------------------------------------------------------
________________
જે જીવ વૈષયિક સુખથી વિમુખ થયો છે, ધનાદિથી અનાસક્ત છે, જેને જન્મમરણનો ત્રાસ લાગ્યો છે. ભયાનક સંસારમાં જે દત્તચિત્ત નથી, તેને કાર્યસિદ્ધિ માટે વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં અધ્યાત્મ યોગની સંભાવના છે. વ્યવહારચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. પરંતુ અંત:કરણની પ્રવૃત્તિએ શ્રેષ્ઠ ફળદાયક સાર તો સમ્યકજ્ઞાન
[૭૧૮] સમ્યકત્વનું સામર્થ્ય કેવું છે? સમ્યગ્દષ્ટિવંત આત્માને પુણ્યયોગે ભોગના સંયોગ હોવા છતાં શ્રદ્ધારૂપે થયેલા વૈરાગ્યની પરિણતિને તે હણતો નથી. પવનની લહેર નાના દીપકને બૂઝવી શકે પણ મોટા દાવાનળને બૂઝવી શકતી નથી તેમ સમ્યગ્દષ્ટિ આત્માના શુદ્ધ પરિણામને ભોગો ચલાયમાન કરી શકતા નથી. [૭૧]
જેમ મંત્ર વડે શરીરમાં રહેલું વિષ નષ્ટ થયા પછી ડંખના સ્થાને વિષની અસર રહે છે. તેમ અશુભ વિકલ્પોને દૂર કર્યા પછી શુભ વિકલ્પોનો વ્યવહાર રહે છે, પરંતુ એવા શુભોપયોગમાં ચિત્તની પ્રસન્નતા તેને તે વ્યવહાર છૂટી જવામાં ઉપકારક થાય છે. વળી સ્વપરનો ભેદ અનુભૂત થવાથી સાક્ષીભાવે કે જ્ઞાતાદષ્ટપણે રહી પરમાર્થને પ્રાપ્ત કરે છે. સંસારમાં કોઈ અસાધ્ય રોગથી કે મૃત્યુથી બચવા જીવ કંઈપણ કરવા કે કિંમત ચૂકવવા તૈયાર થાય છે. તેવો અજ્ઞાની જીવ અનંત જન્મમરણના ભયંકર ત્રાસથી છૂટવા માટે અંધકારમાં અટવાયા કરે છે. જો કોઈ સદ્ગુરુ તેનો ઉપાય બનાવે તો તે કંઈ કારણોને આગળ કરી આત્મહિતને ગૌણ કરે છે. કેવી દયનીય દશા છે? માટે ગમે તે પ્રકારે એકવાર સંસારના મોહપાશથી પાછો વળે અને ભેદજ્ઞાનનો પ્રયોગ કરે તો છૂટવાનો આરો છે. [૨૦]
પૂર્વકર્મના યોગે આત્માને શુભાશુભ ભાવનો ઉદય નિરંતર છે. ત્યારે પણ તું તો જ્ઞાનમયપણે જુદો છું તેમ જાણ અને રાગ દ્વેષરહિત સમભાવ વડે સ્વનું વેદન કરવું. આમ વારંવાર અભ્યાસ કરે તો રાગાદિથી
અમૃતધારા ૨૦૧
Page #215
--------------------------------------------------------------------------
________________
ભિન્નપણું અનુભવમાં આવે, ત્યારે સ્વમાં એકત્વપણું થતાં સહજ ચૈતન્યભાવ પરિણમે છે. હું તો કેવળ જાણનાર છું. તેવા ભાવે અંતર સાવધાન હોવાથી અન્ય ભાવ સહજ છૂટી જાય છે. જ્ઞાનચેતના સ્વયં નિર્વિકલ્પ છે એ દશાને યોગ્ય થવા મુમુક્ષુને પ્રારંભમાં સવિકલ્પ જાગૃતિ હોય છે તો પણ તેમાં સ્વરૂપની મુખ્યતા છે. તેવી દશા સદ્ગગમે થવા યોગ્ય છે. સ્વભાવનું વિસ્મરણ કરી ઉદયભાવમાં હુંપણું માનવું તે અજ્ઞાનતા છે. તે અનંત સંસારનું બીજ છે.
[૨૧] જીવે કંઈ સદ્દગુરુના વચન શ્રવણ કર્યા નથી તેવું નથી સદ્ગુરુના બોધના યોગમાં જીવના દર્શનમોહનું બળવાનપણું હોવાથી બોધ પરિણામ પામતો નથી. એ બોધમાં આદર કે માહાસ્ય ન હોવાથી નીરસપણે શ્રવણ કરે છે. આમ જીવનો સમય પ્રમાદમાં વહ્યો જાય છે. જો જીવ પ્રસન્ન ભાવે આદરપણે બોધને ગ્રહણ કરે તો તેનું આત્મહિત થવું સંભવ છે. સત્પુરુષનો સમાગમ થવો દુર્લભ છે તેની આજ્ઞાથે ચાલવું તે તો અસિધારાવત્ છે.
[૭૨] જે જીવ છૂટવાની અભિલાષાવાળો હોય તે તો સન્માર્ગના ઉપાયોને શોધે, ત્યારે તેને કોઈ સદ્દગુરુનો યોગ મળે છે ત્યારે તેમના બોધમાં તેને એ માર્ગનો ઉપાય સહેજે મળે છે. વળી સગુરુનો મહિમા આવતાં સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના વૃદ્ધિ પામે છે.
જ્ઞાનીજનોએ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. તેમાં નવ તત્ત્વમાં ગુરુપણે રહેલી અખંડ આત્મજ્યોતિને દૃષ્ટિમાં લે તે મુખ્યતા છે. નવ તત્ત્વ તો જીવની પલટાતી પર્યાય – અવસ્થા છે. તેમાં સ્વસ્વરૂપે જે અખંડ ધ્રુવ ચૈતન્યસત્તા છે તેને સ્વીકારે તો શ્રદ્ધા પરિણતિરૂપે સ્થિર થાય. આથી શ્રદ્ધા કર્તવ્ય છે.
[૨૪] વિષયાકારે મનનું પરિણમવું નહિ તે “શૂન્ય મન' કહેવાય, તેમ કરી શુદ્ધાત્મામાં પરિણમવું તે કર્મક્ષયનો ઉપાય છે. જેનું મન રાગાદિના તરંગો વિનાનું શાંત છે, તે જ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે. વિક્ષેપરહિત
૨૦૨ - અમૃતધારા
Page #216
--------------------------------------------------------------------------
________________
મન તે આત્મભાવ છે. શુદ્ધાત્માની ઉપાસનાથી, આશ્રયથી મનને નિશ્ચળ કરવામાં આવે તો કર્મનો ક્ષય થાય છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે.
[૭૨૫] જીવ દેહ સાથે એકતા-અભેદતા માનીને તેને વળગી રહે છે ત્યાં સુધી ત્યાગ કરવામાં જીવને ભય – શંકા પેદા થાય છે, અને ત્યાગ દુઃખરૂપ લાગે છે. પરંતુ એ વિવિધ આકારોના નિરંતર પરિવર્તન જુએ છે તેને જાણનાર આત્માને જ્ઞાનસ્વરૂપ જુએ છે ત્યારે ત્યાગ સહજ બને છે અને આનંદનો અનુભવ કરે છે. આધ્યાત્મિક જીવનના એક પલકવારના અનુભવમાં પણ નિરંતર પલટાતી દુનિયાના આકારોનું ખરું રહસ્ય સમજાય તો તે સર્વની અસારતા જણાવા લાગે, ત્યારે ત્યાગ સહજ બને.
[૭૨૬] પુગલ આશ્રિત અપ્રશસ્ત ભાવોને ત્યજવા પ્રશસ્ત ભાવનું / રાગનું તે સમયની યોગ્યતા પૂરતું પ્રયોજન છે. પરંતુ પ્રશસ્ત રાગમાં અટકવાનું નથી. કારણ કે પ્રશસ્ત, અપ્રશસ્ત બંને રાગ પરાશ્રયી છે. આત્મસ્વરૂપ સમસ્ત રાગ- રહિત અત્યંત નિષ્કલંક છે. તેવું ભાન થતાં સમસ્ત રાગભાવ દૂર થાય છે. પ્રશસ્ત રાગમાં જાણે અજાણે સંતુષ્ટ થવાથી ત્યાં અટકી જવાનું થાય છે. અંતરંગ દૃષ્ટિમાં જવાને બદલે, તેને લાગે છે પોતાનું સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે, આમ મૂળ સ્વરૂપની રુચિ છૂટી જઈને જીવે ત્યાં જ ફસાઈ જાય છે. પ્રારંભમાં થયેલી સ્વરૂપ રુચિ રાગમાં ફેરવાઈ જાય છે. આથી દર્શનમોહની મંદતા અટકી જાય છે. અને જીવ આત્મવિકાસમાં આગળ વધતો નથી. [૭૨૭]
સ્વભાવમાં રાગાદિ વિકારનો અભાવ છે. પર્યાયમાં વર્તમાન અવસ્થામાં વિકાર હોવા છતાં અવિકારી સ્વભાવની પ્રતીતિ કરે છે તે અંતરદષ્ટિ જાણવો આવી સ્વભાવની અવિકારી અંતરદષ્ટિની સમજ સમ્યગ્દષ્ટિવાનને હોય છે.
[૭૨૮] કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રતિબિંબિત | પ્રતિભાસિત થવા
અમૃતધારા ૨૦૩
Page #217
--------------------------------------------------------------------------
________________
છતાં ત્યારે પણ જ્ઞાની સ્વરૂપના સ્વલોકમાં તન્મય છે, તેથી તેમના જ્ઞાનમાં વિશુદ્ધિ છે. આમ સ્વરૂપ અસ્તિત્વનું પરણતિદ્વારા સ્વનું વેદન કરતા પર જણાય તે જ્ઞાન પૂર્ણ છે, અર્થાત્ પૂર્ણતા પામશે. આમ તું વર્તમાનમાં ભલે અપૂર્ણ હો પણ સ્વરૂપે પૂર્ણ છે. [૭૨૯]
જીવ માત્રમાં મતિશ્રુત જ્ઞાનનો ક્ષયોપશમ હોય તે મિથ્યાત્વના સભાવમાં પરભાવના વેદનમાં નિમિત્ત થાય છે. સમ્યક્ત્વના સદૂભાવમાં પરભાવજનિત કષાયનો રસ ઘટવાથી સાધકની અકષાયી સ્વરૂપ સ્થિરતામાં વૃદ્ધિ થાય છે, તે સ્વસંવેદનનું કારણ બને છે. આ સ્વસંવેદન આત્માના અનંત સુખનું મૂળ છે. એવા જ્ઞાનીજનોને પોતાના જ યોગ ભયંકર ઉપસર્ગ કે પરીષહોમાં શક્તિરૂપે વ્યક્ત થઈ દેહભાવથી મુક્ત કરે છે. એ જ કાયોત્સર્ગ છે. હઠયોગીઓ એ કાર્ય પ્રાણાયામને સ્વાધીન રાખી કરે છે. તે સ્વસંવેદનાત્મક નથી.
[૭૩૦] આધ્યાત્મિક જીવનના અનુભવ માટે પ્રથમ તો તુચ્છ સ્વભાવવાળી લાગણીઓ, ઈચ્છાઓની ઉપેક્ષા કરો, તેને મનથી પણ સ્વીકારો નહિ. આત્મિક જીવન જીવવા માટે માયિક પ્રકારોનો ત્યાગ કરો. અને તે પ્રમાણે જીવવાનો દઢ નિર્ણય કરો.
[૭૩૧] જે માનવ શેયને જાણી, તે આકારોમાં જીવે છે તે દરેક ક્ષણે ભાવમરણ પામી રહ્યો છે તેમ માનો. આત્મામાં, જ્ઞાનમાં જીવે છે તે જ અમર થાય છે. જેટલા માયિક તત્ત્વો જીવ છોડે છે તેટલો દિવ્યતા પૂર્ણતાનો અનુભવ કરે છે.
[૭૩૨] આ પ્રકૃતિજન્ય જડ પદાર્થોની એકતાવાળું જીવન અને આત્મિક જીવન વચ્ચે પડેલો માયા/મોહનો ભયાનક સમુદ્ર ઓળંગવો પડશે. જીવને આત્માના આશ્રયે રહીને સર્વ માયાવી પ્રકારોનો ત્યાગ કરવો પડે છે. પ્રારંભમાં તેને બધું શૂન્ય અને નિરાધાર જેવું લાગે છે ત્યારે મૂંઝાય છે. તેમ સદ્ગુરુનો યોગ તેને સહાયક બને છે. આ પ્રશમ રસથી ભરપૂર જીવન પ્રગટ થાય છે ત્યારે પોતાનો જ શાશ્વત પરમાત્મા
૨૦૪ અમૃતધારા
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રગટ થાય છે.
[૭૩૩] પથ્થરમાં રહેલી ગર્ભિત પ્રતિમાને કારીગર પોતાના જ ટાંકણા વડે ઘડે છે. ત્યારે વચમાં આવતાં બાધક તત્ત્વોને તે ફેંકી દઈ મૂર્તિને પ્રગટ કરે છે તેમ સાધકે જ્યાં સુધી અંતરમાં આત્માનું સંવેદન ન થાય ત્યાં સુધી બહારના શેયો-આકારોની આસક્તિ, માંગણીઓને બાધક ગણી દૂર કરવી જોઈએ, તો તેનામાં રહેલું દિવ્ય સ્વરૂપ પ્રગટ થાય.
[૭૩૪] આત્મા અનંતગુણયુક્ત સરળ છે. ગુણની રુચિ હોય તેને સ્વભાવ પ્રત્યે રુચિ થાય કારણ કે સ્વભાવ સ્વયંગણમય છે. બહારમાં કંઈ કરું તે સત્ પુરુષાર્થ નથી, તેને તો હજી સ્વભાવ લક્ષ્યમાં આવ્યો નથી. ભાઈ ! આ પરમાર્થમાર્ગમાં તો અનન્ય રૂચિ | શ્રદ્ધા હોય, તેને સ્વભાવ સિવાય કંઈ રુચે નહીં. જેને આત્માર્થ સાધવો છે તે શુભાશુભ ઉદયમાં ફસાતો નથી. પરંતુ વિચારશીલ થઈ અંતરમાં ઊંડો ઊતરી અંતર શોધનારા સ્વરૂપનો નિર્ણય કરે છે. [૭૩૫]
સમ્યગુવિચારધારાનું લક્ષણ સૂક્ષ્મતા અને સ્થિરતા છે. શુદ્ધ સ્વરૂપમાં જોડાતી ધારા સૂક્ષ્મ થવાથી સ્થિર થાય છે, ત્યારે તેને જગતમાં પ્રપંચ, ભૌતિકતાનો મહિમા છૂટી જાય છે તે સાધકને જિનવાણીનો, સદ્ગુરુના બોધનો મહિમા આવે છે. તેથી દોષમય દશાનો ત્યાગ કરી ગુણમય દશાને ગ્રહણ કરે છે.
[૭૩૬] શક્તિરૂપે પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય એક સમયની શુદ્ધ પર્યાયમાં પ્રગટે છે. એવી શુદ્ધ પર્યાય પ્રગટ્યા વગર કેવળ રટ્યા કરે કે હું એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભિન્ન છું તેથી શુદ્ધ પર્યાયનું પ્રાગટ્ય યથાર્થ ઠરતું નથી. સ્વરૂપ નિમગ્ન ધ્યાની સંસ્કારના પ્રવાહોમાં ફરતો ન હોય, વ્યાવહારિક પ્રયોજનોમાં વૃત્તિવાળો ન હોય તે તો મહા વૈરાગી અને લોકસંપર્કથી દૂર હોય.
[૭૩]
અમૃતધારા ૨૦૫
Page #219
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપમાત્રની કલ્પનાથી પુરુષાર્થ ઊપડતો નથી. કેવળ ભાષારૂપ પ્રવૃત્તિથી સાધક સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરતો નથી. તે ભાષાજ્ઞાન કેવળ કલ્પના રહે છે. માટે તત્ત્વની યથાર્થ વિચારણામાં અંતરસંશોધન દ્વારા સાચા નિર્ણયની દિશામાં પુરુષાર્થ કરે તો જ તે સતસ્વરૂપને પામે. આ સ્વરૂપ અંગે માત્ર વિચારણાથી જાગૃતિ ન આવે પણ જ્ઞાનમાત્ર સ્વરૂપને ગ્રહણ કરે તો જાગૃતિ આવે.
[૭૩૮] પૂર્વકર્મજનિત અનેક પ્રકારના સંયોગોની માયાજાળને ભેદી જે સાધક શાશ્વત તત્ત્વ-આત્માને જાણે છે તે અધ્યાત્મ જીવન છે. આત્મા જ જોવો, આત્મા જ જાણવો. આત્મામાં જ રત રહેવું તે સાચું આધ્યાત્મિક જીવન છે. પરમાણુના બનેલા આકારો મર્યાદિત હોય છે, આત્મા અમર્યાદિત છે.
[૭૩૯] અરે સંસારમાં ચારે બાજુ અગનઝાળ છે તેમાં જીવો બળી રહ્યા છે, તેમનાં દુઃખોનો પાર નથી, તેમાં તમે વધારો ના કરશો. અધ્યાત્મના બળે અન્યને પ્રકાશરૂપ બની તેમને પણ શાશ્વત અને પવિત્ર સ્થાને પહોંચવા સહાયક થજો.
[૭૪]]. કેટલાક જીવો જ્ઞાનાદિમાં હુંપણું માની પોતાને સર્વસ્વ માને છે, તે વાસ્તવમાં આત્મજ્ઞાન કે આત્મશ્રદ્ધા નથી. વિપરીત સંયોગોમાં પણ જે આત્મસ્વભાવમાં ટકે છે તે જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ પરિપક્વતા છે. તેવો સાધક વેલ-લતારૂપ થવાને બદલે વૃક્ષરૂપ હોય છે. બીજાને આધારે રહેતો નથી પણ સ્વાશ્રયી થઈ અન્યને સહાયક બને છે. [૭૪૧]
અશુદ્ધાત્માને અનાદિની અશુદ્ધતાને કારણે બે દોષો ઘર કરી ગયા હોય છે. એક શુભ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં તત્પરતા, બીજો દોષ આત્મસ્વરૂપનું અજ્ઞાન અને પર સ્વરૂપમાં આત્મસ્વરૂપનો ભ્રમ. તેથી તે જ્યારે જ્ઞાનનો મહિમા સાંભળે છે ત્યારે ક્રિયામાં આળસુ બને છે અને જ્યારે ક્રિયાનો મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા સેવે છે. વળી આવી અશુદ્ધ દશામાં તેનો જેવા
૨૦૬ અમૃતધારા
Page #220
--------------------------------------------------------------------------
________________
ઉપદેશકનો સંયોગ મળે છે ત્યારે તેવા દોષવાળો થાય છે. – તેવી દશામાં તેની શુદ્ધિ થતી નથી ને માર્ગ પામતો નથી. પણ દોષની પુષ્ટિ થઈ વધુ અશુદ્ધ બનતો જાય છે. જ્યારે તેને સાચા ઉપદેશકનો યોગ થાય છે ત્યારે તે જ્ઞાનક્રિયાનો મેળ કરી સાધના કરે છે ત્યારે શુદ્ધ માર્ગને પામે છે.
જ્ઞાન અને રાગાદિનો ભેદ કળવો ગહન છે. જ્ઞાન અને રાગનું એકત્વ છતાં જ્ઞાનની મુખ્યતાથી તેનો ભેદ જણાય. સ્તની દૃષ્ટિ થતાં ઉપયોગ શુદ્ધ થાય ત્યારે સ્વસંવેદન આવે. અંતરમુખ થયેલી જ્ઞાનની પર્યાય જ ભેદજ્ઞાનનું કાર્ય કરે છે.
[૭૪૩] જગત અનેક વિચિત્રતા અને વિવિધતાથી ભરેલું છે, તેમાંથી પોતે નિરાળો રહે તો ત્યાં શું આકર્ષણ થાય ? જ્ઞાનીને પૂર્વ કર્મયોગે બાહ્ય વૈભવ હોવા છતાં તેમાં સ્વના નિત્યપણાના બોધથી અનિત્યપણાનું ભાન છે તેથી તેમાં રસ આવતો નથી.
[૭૪૪] અજ્ઞાનદશાની વિચિત્રતા એ છે કે તે જીવને જ્યારે પૂર્વપુણ્યના ઉદયે સુખ, સમૃદ્ધિ સામગ્રી મળે ત્યારે અજ્ઞાનતાને કારણે તેમાં તે જીવને સુખબુદ્ધિને કારણે તે સર્વ નિત્ય ભાસે છે. તેમાં ક્ષણિકતા હોવા છતાં તેના પરિણામ તે પદાર્થોના રસરુચિરૂપ બને છે. [૭૪૫].
બહિર્મુખ આત્માને શુભાશુભ પરિણામમાં જ્યારે તીવ્રતા આવે છે ત્યાં દર્શનમોહનું બળ વધી જતાં તે અંતર્મુખ થઈ શકતો નથી. ત્યારે કદાચ તે કહેતો હોય, સમજતો હોય કે હું શુદ્ધાત્મા સ્વરૂપ છું તો પણ તેવા ભાવો દર્શનમોહને કારણે વ્યર્થ જાય છે. પરંતુ જે જીવ આવા શુભાશુભ ભાવો પ્રત્યે જાગૃત છે તેનો દર્શનમોહનો વેગ ઘટી જતાં તે જીવ અંતર્મુખતા પામે છે.
[૭૪૬] જ્ઞાનીને પૂર્વકર્મના સંયોગે મિત્ર પરિવાર આદિ હોય છે. પરંતુ તેવા સંયોગમાં અનુકૂળતામાં મીઠાશ નથી અને પ્રતિકૂળતામાં કડવાશ નથી. તેમની દૃષ્ટિએ સર્વ જીવો ચૈતન્યમય જણાય છે, એમ તેમની
અમૃતધારા ૨૦૭
Page #221
--------------------------------------------------------------------------
________________
પૌદ્ગલિક પર્યાય પ્રત્યે તેમનું લક્ષ જતું નથી. [૭૪].
જ્ઞાનીને સંયોગો પ્રત્યે ઉપેક્ષા છે, તેથી ઉપયોગ પુનઃ પુનઃ સ્વરૂપ પ્રત્યે ઝૂકે છે કે હું તો જ્ઞાનમાત્ર છું. જ્ઞાનીનો આ સહજ પુરુષાર્થ હોય છે. સ્વરૂપની સાચી ઓળખાણ થતાં તે સ્વાનંદમાં શુભ ભાવપુણ્યનો મહિમા પણ છૂટી જાય છે. અથવા તુચ્છ ભાસે છે. આત્મબળ વૃદ્ધિ પામે છે.
[૭૪૮] વિશ્વમાં જીવો શરીરબળ વડે અનેક પરાક્રમો કરે છે. શરીર પર હાથીને ચલાવે છતાં શરીર ઈજા ન પામે તેવું કેળવે છે. તોપણ આખરે એ શરીરની આંગળી બીમારીમાં મુખ પરની માખ પણ ઉડાડી શકતી નથી છેવટે એ શરીર ચિતાને આધીન બને છે. [૭૪૯).
કેટલાક જીવો ઈન્દ્રિયબળ કેળવી દૂરનું જુએ. જાણે, પરંતુ જરાવસ્થા આવતાં એ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે અને એ બળ ભવાંતરે સાથે જતું નથી એવું ક્ષણિક છે. કેટલાક મનના વિકલ્પોને રોકી શકે છે. મનોબળ દ્વારા શારીરિક ભયંકર પીડા સહન કરે છે. સિંહને બાથમાં લઈ કચડી નાંખે એ મનોબળ પણ પૌદ્ગલિક હોવાથી તે પણ શરીર છૂટતાં મનોબળ પણ ક્ષય પામે છે. [૭૫)].
કેટલાક વચનબળ કેળવીને વાક્ચાતુર્યમાં હજારોને મહાત કરે છે. વીરરસ વડે યુદ્ધમાં પ્રેરિત કરે. વૈરાગ્યવાણી વડે રાગીને વૈરાગી બનાવે, વૈરાગીને રાગી બનાવે. આ વચનબળ પણ સંસારની વૃદ્ધિનું કારણ છે.
[૭૫૧] પ્રાય મનુષ્યજીવન પામેલા મોટા ભાગના જીવો આવા પૌદ્ગલિક શારીરિક બળ વડે અન્ય જીવોને ચકિત કરે છે તેમાં આત્મહિત કંઈ થતું નથી કારણ કે મોટા ભાગના જીવો આ શારીરિક બળને જ આત્મબળ માની બેઠા છે. સ્વયં પૂર્ણ શક્તિ યુક્ત ચૈતન્ય છું તેનું તેમને ભાન નથી.
[૭૫૨]
૨૦૮
અમૃતધારા
Page #222
--------------------------------------------------------------------------
________________
આ સર્વ ક્રિયા પ્રેરક ભલે આત્મા હો પરંતુ તે પૌગલિક પદાર્થોમાં માન, લોભ, લોલુપતા જેવા દોષોથી દૂર રહે ને આત્મભાનથી જીવનમાં ફેરફાર કરે તો શરીરાદિ બાહ્ય સાધન વડે આત્મહિતને સાધી શકે. શરીરાદિની આસક્તિ છોડે અને આત્મસ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરે તો આત્મબળ વડે ભવસમુદ્ર તરી શકે. શરીરબળ એ વાસ્તવિક બળ નથી.
[૫૩] આત્માના ત્રિકાળી ધ્રુવનું સામર્થ્ય અનંત અને અટળ છે, જેના લક્ષે જીવમાં કેવળ જ્ઞાનાદિ પ્રગટે છે. પવનના નિમિત્તે સમુદ્રનાં પાણી મોજા રૂપે ઊછળે છે તે તેની ઉપરની અસ્થિર સપાટી છે. તેની અંદરમાં સ્થિર સપાટી હોય છે એટલે સાગર ગંભીર કહેવાય છે. અસ્થિરતા ઉપરની છે. અંદરમાં સ્થિરતા છે. તેમ જીવદ્રવ્યથી અંતરંગ દશા ધ્રુવ, અચલ સ્થિર છે. પર્યાયમાં ઉત્પાદ વ્યય છે.
[૭૫૪] સાધકદશામાં તત્ત્વના નિર્ણયમાં હેય-ઉપાદેયનો વિવેક સમ્યક પ્રકારે હોય છે, ત્યારે પરતત્ત્વ જે અજીવરૂપ છે તેની હેયતા હોય છે, જીવાદિ તત્ત્વો જે નિજસ્વરૂપ રૂપ છે તેની ઉપાદેયતા છે. સવિશેષ નિજસ્વરૂપની ઉપાદેયતા દૃઢ થતાં સાધક નિર્વિકલ્પ દશાનો અનુભવ કરે છે. જે દશામાં હેય-ઉપાદેયનો વિકલ્પ શમી જાય છે. આમ હેય ઉપાદેયતાનો વિવેક જાણવો પ્રયોજનભૂત છે. આત્મા ઉપાદેય છે તે શ્રુત વિકલ્પ છે, એ પરમાત્મરૂપને ભાવે તે ભાવ શ્રુત છે, તેવા અનુભવથી નિજપદ સાધ્ય થાય છે.
[૭૫૫] આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળે સ્થિત થાય છે કે જ્યાં અન્ય આશ્રયની આવશ્યકતા નથી. આત્મામાં જ સ્વસ્થાન આસન, સ્થિરતા એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણે લોકનો વૈભવ તુચ્છ છે. પરંતુ આવું સ્થળ કોઈ વિરલા જીવ જ શોધે છે. અને તેમાંથી પણ કોઈ જ જીવ જ એ વૈભવને પામે છે. તે ગુપ્ત કઠણ કે અલભ્ય છે માટે નહિ, પણ જગતના
અમૃતધારા ૨૦૯
Page #223
--------------------------------------------------------------------------
________________
જીવો મોહનીયની જાળમાં એવા ફસાયેલા છે કે આવા આંતરિક, અતીન્દ્રિય અને ગૂઢ રહસ્યનો વિશ્વાસ ધરાવનાર તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર વિરલ છે.
[૭૫૬] શરીરધારી જીવો કંઈ ને કંઈ ક્રિયા કરતાં હોય છે. તેમ ધર્મઅનુષ્ઠાન કરતા જીવો કંઈ ને કંઈ ક્રિયાઓ કરતા હોય છે. વીતરાગ ભગવાનની ભક્તિ કરતા હોય છે ત્યારે ભગવાનના વીતરાગ ભાવને ગ્રહણ કરતા નથી તેવો ભાવ જાગતો નથી. ત્યાર પછી સંયમ આદિનું પાલન કરવા બાહ્ય ક્રિયા કરે છે, વ્રત-નિયમ પાળે છે. પરંતુ વીતરાગતા શું છે? તેનાથી અજ્ઞ હોવાથી, વીતરાગમાર્ગમાં નિગ્રંથપણું શ્રેષ્ઠ છે તેવી જિજ્ઞાસા પણ થતી નથી ત્યાં સુધી આ બાહ્ય સર્વ ક્રિયા મોહનીયનું રૂપાંતર થઈ જીવને ઉન્મત્ત બનાવે છે. જીવ જાણે કે ધર્મ થયો પણ છેવટે સંસારની વૃદ્ધિ જ થાય છે. યોગીજનો મોહના આવા વિચિત્ર સ્વરૂપને જાણીને તેનાથી અત્યંત વિમુખ થઈને રહે છે. [૭૫૭],
સંસારનાં કાર્યોમાં કે સંબંધમાં નિષ્ફળતા મળતાં હૃદય દુભાય છે. તે પ્રમાણે તત્ત્વદષ્ટિ આત્મા ભવમાં રહેતા, ભોગાદિમાં ક્રીડા કરે છે ત્યારે ઉદ્વેગ પામે છે. તેને સતત રંજ રહે છે તેથી તે તે જીવને સર્વ સંબંધ અને સર્વ આકાંક્ષારહિત સંસારથી અતીત એવા મોક્ષની જ જિજ્ઞાસા રહે છે. તે ક્રમે કરીને વીતરાગભાવની વૃદ્ધિ કરીને નિગ્રંથપણાને ઇચ્છે છે. સંસ્કારને સંપૂર્ણપણે છોડવામાં અને દઢપણે સંયમમાં યત્ન કરવા સમર્થ બને છે.
[૭૫૮] જીવમાં જ્યારે તત્ત્વદષ્ટિ પરિણત થાય છે ત્યારે તેને શરીરાદિ સર્વ પદાર્થો આત્માથી ભિન્ન ભાસે છે, તેમ સ્ત્રી આદિ સર્વ પદાર્થો પણ ભિન્ન ભાસે છે. સાંયોગિક એકતા માની હતી તે ભ્રમ તૂટી જાય છે. હું આ સર્વ પદાર્થોનો જાણનાર છું. તેવો મારો સ્વભાવ છે. તે જાણવાના જ્ઞાનકાળમાં પણ પૂર્વે સ્પર્શીલા પદાર્થોના વિકારો ન સ્પર્શે તેવી સભાનતા વર્તે છે. કેવળજ્ઞાન સ્વરૂપ ઉપયોગ જ
૨૧૦ અમૃતધારા
Page #224
--------------------------------------------------------------------------
________________
સુખસ્વરૂપ છે. આવો તત્ત્વબોધ થતાં બાહ્ય સાધનો સુખ કે દુઃખનાં સાધનો છે તેવા મિથ્યા વિકલ્પો શાંત થાય છે. [૭૫૯]
આત્મા અનંત ગુણનિધાનથી સંપન્ન છે. પુરુષાર્થ અનુસાર ગુણો પ્રગટે છે, તે પુરુષાર્થનું પરિણમન જીવમાત્રનું સ્વતંત્ર છે, કેમકે દરેકના પુરુષાર્થમાં તરતમતા છે. છતાં સર્વ ગુણના વિકાસમાં પુરુષાર્થની મુખ્યતા છે માટે પુરુષાર્થ. પરાયણ થવું.
પુરુષાર્થની મંદતાથી સાધકમાં એકાએક શુદ્ધ ઉપયોગ પ્રગટતો નથી, ત્યારે શુભ ભાવો હોય છે, તે ઉચ્ચ કક્ષાના હોવા છતાં સાધક તેને શુદ્ધ ધર્મ માનતો નથી. યદ્યપિ પ્રશસ્ત રાગને કારણે સાધક ભાવનાથી ભરપૂર હોય છે. પાપનો ભીરુ હોય છે તેથી પ્રશસ્ત રાગને છોડીને શુદ્ધોપયોગને આરાધતો તે સ્વચ્છેદમાં જતો નથી, પરંતુ ભૂમિકા પ્રમાણે પ્રશસ્તરાગ હોય છે.
[૭૬ ૧] અંતર્મુખ થતાં પહેલાં સર્વ મિથ્યાભાવ, વિપર્યાસ છૂટવા ઘટે છે. વળી સાધકે સર્વ જીવમાં સમભાવને રાખવો આવશ્યક છે. કોઈ પણ પ્રકારનો દુર્ભાવ ત્યજવા યોગ છે. સાધકને બાધક સર્વ દુવૃત્તિ ત્યાજ્ય છે. કારણ કે વ્યક્તિમાત્ર આત્મરૂપ છે. સ્વસ્વરૂપે સર્વાત્મા પરિપૂર્ણ છે. આશ્ચર્યજનક જડ પદાર્થોથી પણ શ્રેષ્ઠતમ આત્મા જ છે. તેનું સદેવ ભાન રાખવું.
[૭૬૨]. ઊંચામાં ઊંચો મેરુ પર્વત તેનાથી ઊંચો આત્મા. ઊંડામાં ઊંડો સ્વયંભૂરમણ સમુદ્ર તેનાથી પણ ઊંડો આત્મા છે. પહોળામાં પહોળું લોકાકાશ તેનાથી પહોળો આત્મા. ત્રિકાળવર્તી સમયથી પણ સમયાતીત આત્મા. [૭૬૩]
આત્મદ્રવ્ય એવું બળવાન છે કે તે ધારે તો અલોકને લોકમાં અને લોકને અલોકમાં ફેરવી શકે. પરંતુ તેનું સામર્થ્ય પ્રગટે છે ત્યારે તે વૈરાગ્યયુક્ત પૂર્ણ શુદ્ધાત્માને તેવી કુતૂહલવૃત્તિ જ રહેતી નથી. અન્યોન્ય દશ્યો કે પદાર્થોને ફેરવવાની બુદ્ધિ તેને જ ઊઠે છે કે જે
અમૃતધારા જ ૨૧૧
Page #225
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણ છે, રાગી છે, કર્તુત્વબુદ્ધિવાળો છે, અજ્ઞાની છે. પરને ફેરવવાને બદલે સ્વમાં વળે તો તેનું અજ્ઞાન ટળી જ્ઞાનમય દશા પ્રગટે, જ્યાં કોઈ કર્તુત્વ નથી.
[૭૬૪] સ્વાધ્યાય: સ્વના સાક્ષાત્કારના ઉપક્રમને જ સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય સ્વ-ભાવ-પરિણતિ માટે છે. વિભાવને દૂર કરવા માટે છે. પૌદ્ગલિક પદાર્થોનું અધ્યયન, અભ્યાસવિદ્યા એ સ્વાધ્યાય નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા તે સ્વાધ્યાય છે. આત્માનો અધ્યાય એ ચિંતન છે. આ સ્વ-અધ્યયન પછી જ શાસ્ત્ર અધ્યયન ફળદાયી થાય છે.
[૬૫] સંસારી જીવને અશુભ સંસ્કારોનો ઉદય થવાનો હોય ત્યારે તેના પૂર્વચિહ્ન રૂપે અરતિ, આકુળતા અનુભવાય છે. ત્યારે જીવનવિકાસના સગુણો પર આવરણ આવે. આવા અશુભ કર્મોદયને નિવારવાના ઉપાયમાં શાસ્ત્રકાર જણાવે છે કે આંતરબાહ્ય ભય જેવાં કારણોમાં અરિહંતાદિનું સવિશેષ પ્રત્યક્ષ સરુનું શરણ લેવું. શારીરિક રોગની જેમ બાધક કર્મની પીડા આવે ત્યારે કોઈ પણ તપનું અનુષ્ઠાન લેવું. ઝેરી જંતુના ઝેરની જેમ મોહનું જોર વધે ત્યારે ઉત્તમ ગ્રંથના સ્વાધ્યાયરૂપ મંત્રનો આશ્રય લેવો. આમ કરવાથી ભાવિ ઉદય અટકે છે અથવા બળ ઘટે છે. એ ઉપાયો સ્વયે ગુરૂપ બની રહે છે. [૭૬૬]
સ્વાધ્યાય દ્વારા અશુભ સંસ્કારો, સુષુપ્ત વાસનાઓ શમે છે. શુદ્ધ અંતઃકરણ આત્મ-સ્વરૂપ પ્રાપ્તિનું અમોઘ સાધન છે. પૂર્વસંસ્કારો, વાસનાઓ ઊઠશે, તેની સાથે પ્રતિક્રિયામાં ન જતાં સાક્ષીભાવ કેળવવો. ક્રોધની સામે ક્ષમા એ પ્રતિક્રિયાનો પ્રકાર છે. તેનાથી આગળની દશા સાક્ષીભાવની છે. મારો સ્વભાવ ક્રોધાદિ રૂપ નથી, હું તેની સાથે શા માટે તાદાસ્ય કરું ? એમ દરેક વાસના કે પ્રકૃતિ સાથે તાદાત્મ સંબંધ ન થાય તો હું નથી ક્રોધી કે માની. સ્વરૂપનું તાદાસ્ય થતાં સાક્ષીભાવની સબળતા વિકારોથી મુક્ત રાખશે. તે સાક્ષીત્વમાં જણાશે કે આ વિકારથી
૨૧૨
અમૃતધારા
Page #226
--------------------------------------------------------------------------
________________
અસંગ છું. આવું જ્ઞાન મુક્તિનું અનિવાર્ય અંગ છે. [૭૬૭]
સત્પુરુષની વાણી. આત્મકલ્યાણનું પ્રબળ નિમિત્ત છે. જીવની તથારૂપ પાત્રતા હોય તો તે લક્ષ્ય સિદ્ધ થાય છે. જ્યારે કોઈ જીવને જ્ઞાની – સત્પુરુષમાં વિશ્વાસ આવતો નથી ત્યારે તે કરૂણાશીલ જ્ઞાની અન્ય જ્ઞાનીનો નિર્દેશ કરે છે કારણ કે સામાન્યપણે જીવને જ્ઞાની – સત્પુરુષને ઓળખવાની દૃષ્ટિ – ક્ષમતા હોતી નથી. ત્યારે સત્સંગાદિ ફળવાન થતાં નથી. કારણ કે પૂર્વે જે કંઈ શ્રવણ કર્યું છે તેના પ્રતિભાવોથી તે ભરેલો છે તેથી તેને સત્પુરુષની વાણીમાં શ્રદ્ધા થતી નથી ત્યારે જ્ઞાની તેને અન્ય જ્ઞાનીનો નિર્દેશ કરી નિઃસ્પૃહભાવે કલ્યાણ કરે છે.
[૭૬ ૮] શાસ્ત્રવાચનથી કે શ્રવણથી જીવ સ્વરૂપની કલ્પના કરે તો તેટલા માત્રથી શુદ્ધાત્મા પ્રત્યે પુરુષાર્થ પ્રગટતો નથી. તે સ્વરૂપનું ગમે તેવું વર્ણન કરે તો પણ સ્વરૂપની સમીપે પહોંચતો નથી. વળી એકાંત શુદ્ધાત્માનું કથન અને વર્તમાન દશાનો કોઈ મેળ થતો નથી ત્યારે તે નિશ્ચયાભાસી થાય છે. તે સમયે સમ્યગુજ્ઞાનીનો સંપર્ક કરી યોગ્યતા કેળવવી.
[૭૬૯] જ્ઞાતાદ્રષ્યપણાનું ભાન ન હોવાથી જીવ રાગદ્વેષાદિનું કર્તુત્વ માને છે. સમ્યકજ્ઞાનની પ્રથમ ભૂમિકામાં અને સમ્યક જ્ઞાન થયા પછી સાધક દેવ, ગુરુ, ધર્મ કે શાસ્ત્રાદિના મહિમાને ગૌણ કરતો નથી. તે મહિના શુભ રાગ પ્રધાન હોય છે છતાં તેમાં તે કર્તુત્વપણાનું અહં ન કરતાં સંતુલન જાળવે છે, તેવી કુશળતા, તીક્ષણતા સદૃષ્ટિવાનને હોય છે, પરંતુ જો તે આવાં પ્રશસ્તભાવના પ્રયોજનને ન જાણે તો નિશ્ચયાભાસી થઈ દેવ, ગુરુ આદિનો અપલાપ કરી અવિનય કરે છે અને વ્યવહારમાં જ કર્તુત્વ માનનાર બાહ્યક્રિયામાં ધર્મ માની મૂળ લક્ષ્ય ચૂકી જાય છે. આની સૂક્ષ્મરેખા ગુરુગને જાણવી.
[૭૭૦] સંપત્તિહીન દરિદ્રી માણસ ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણતો
અમૃતધાર ૨૧૩
Page #227
--------------------------------------------------------------------------
________________
હોય તો તેની પ્રાપ્તિના ઉપાયને છોડીને અન્ય પ્રવૃત્તિ કરે જ નહિ. અને જો કરે તો તે ચિંતામણિ રત્નને જાણતો નથી તેમ અશુદ્ધ અવસ્થામાં રહેતો જીવ અશુદ્ધ અવસ્થાના દુઃખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતો હોય તો અશુદ્ધ અવસ્થાને ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવા પ્રયત્ન કર્યા સિવાય રહે નહિ, તે પ્રવૃત્તિ – ઉપાયનું નામ સક્રિયા છે. તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તેનું નામ જ્ઞાન છે. જ્ઞાન એટલે આત્મસ્વરૂપનું જ્ઞાન, ક્રિયા એટલે અહિંસાદિ સક્રિયા. કેવળ જ્ઞાનની મુખ્યતા કરી અહિંસાદિ ક્રિયાનો નિષેધ તે મોક્ષમાર્ગ નથી.
[૭૭૧] શત્રુમિત્ર પ્રત્યે સમદર્શિતા, સુખદુઃખમાં સમવૃત્તિવાળા, માન – અપમાન સમ ગણે તૃણ મણિ જેને સમાન છે તેવા ઉત્તમ મુનિનું ચિત્ત સર્વત્ર ઉદાસીન છે. વૈરાગ્યમય છે. મુમુક્ષુ ભલે મુનિપણામાં નથી પણ દશા વિશેષવાળા જીવોનું (તીર્થકરનો ગૃહવાસ)નું ચિત્ત પણ સર્વત્ર ઉદાસીન છે. સાતિચાર કે નિરતિચાર વાળા ઉત્તમ મુનિને સાવદ્ય પાપનું સ્કુરણ હોતું નથી તેથી તેમની પ્રવૃત્તિ નિરવદ્ય છે. દશાવિશેષવાળા જીવો અવિરતિના ઉદયવાળા હોય છે, તેથી સાવદ્ય પ્રવૃત્તિનું ફુરણ હોવાથી સાવદ્ય પ્રવૃત્તિ કરે, રાજ્યાદિ ચલાવે, યુદ્ધમાં પ્રવર્તે, ત્યારે પણ પોતાના આત્મા પર એટલું બધું પ્રભુત્વ હોય છે કે પરભાવોમાં લયલીન થતા નથી પણ વિમુખ રહી પ્રવૃત્તિ કરે છે. [૭૭૨].
તત્ત્વદષ્ટિથી જોતાં ચેતન ચેતનરૂપે પરિણમે છે અને જડ જડરૂપે પરિણમે છે. તેથી ભોગ્ય એવા પરપદાર્થોથી જીવને સુખ થાય તે પ્રકારની જીવની મોહજનિત વિપરીત બુદ્ધિ છે. પરંતુ જેને નિશ્ચય જ્ઞાન છે તેવા સૂક્ષ્મદૃષ્ટિવાન જીવો ભોગ્ય પદાર્થોના મૂળ સ્વરૂપને જાણતા હોય છે. જીવનું સ્વતંત્ર પરિણમન, અસંગ ભાવરૂપ પરિણમન જાણતા હોય છે. તેથી તેઓ સ્વરૂપ પ્રત્યે સભાન છે. આથી ભોગકાળમાં પણ તેમનું ચિત્ત તે તે પદાર્થો પ્રત્યે આકુળ કે મલિન થતું નથી. પરંતુ પોતાના અસંગભાવરૂપ સ્વભાવમાં જ તેઓ વર્તવામાં પ્રયત્નશીલ
૨૧૪ અમૃતધારા
Page #228
--------------------------------------------------------------------------
________________
છે તેથી શીઘતાએ મોક્ષમાર્ગમાં પ્રયાણ કરે છે. [૭૭૩),
અજ્ઞાની જીવ વિષય સેવન કરે છે ત્યારે વિષયોથી લેપાય છે પરંતુ જ્યારે વિષયોનું સેવન કરતો નથી ત્યારે પણ તે સંસ્કારોથી કે તે વિષય પ્રત્યેના આકર્ષણથી વિષયના અસેવનકાળમાં પણ ભાવથી તે વિષયોને સેવે છે. ભલે દ્રવ્યથી વિષયોને નથી સેવતો. પણ ભાવથી સેવે છે. જ્યારે જ્ઞાનીને વિષયસેવનમાં સુખ નથી એ વિવેક થયો હોવાથી વિષયના સેવનનો પરિણામ નથી. તેથી તે જ્ઞાની વિષયોને સેવતા હોવા છતા સેવતા નથી. તે કોઈ વિશેષતા છે સામાન્ય જીવને આવું બળ હોતું નથી.
[૭૭૪] જ્ઞાની – સમ્યગુદૃષ્ટિને ચારિત્રની અસ્થિરતાવશ પરપદાર્થો પ્રત્યે ઉપયોગ આકર્ષિત થવા છતાં શ્રદ્ધાબળે તેમાં સુખબુદ્ધિ થતી નથી, પરંતુ તેને દુઃખરૂપ અનુભવે છે. ઉદય નહિ નબળાઈ માને છે. તે વિચારે છે ભૂતકાળમાં પણ પરપદાર્થોમાં જે સુખ મનાયું હતું તે અજ્ઞાનતા હતી. તેથી વર્તમાનમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે તે જાગૃત છે. હજી સાધકદશા હોવાથી આકાંક્ષા થાય તોપણ તે રસવિહીન હોય છે. અને તેને અંતરમાં દુઃખરૂપે અનુભવે છે. રાગ થઈ જાય પણ રાગનો રાગ/સુખભાવનો નિષેધ વર્તે છે.
[૭૭૫ જ્ઞાની-સમ્યગ્દષ્ટિને પૂર્વોપાર્જિત અશુભ કર્મોના ઉદયે રોગાદિ કે પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે સ્વરૂપની પ્રતીતિના બળે કર્મની નિર્જરારૂપ પુરુષાર્થ ઊપડે છે. અજ્ઞાની જીવોની જેમ ત્યારે અન્ય મંત્ર તંત્રાદિનો કે કુદેવાદિનો આશ્રય લેતા નથી. વીતરાગના માર્ગને અનુસરી જે કંઈ ઔષધાદિ કરે તો પણ ઉદાસીન ભાવે વર્તે છે. આરંભ પરિગ્રહ ઘટાડી સક્રિયામાં, દાનાદિમાં નિસ્પૃહભાવે પ્રવર્તે છે. [૭૭૬].
સમકિત આત્મા પરમાર્થથી સ્વયંના પરિણમનમાં માર્ગને અનુસરી સહજ પરિણમે છે. છતાં વ્યવહારમાં ગૃહસ્થપણે રહી ધર્મની – દાનાદિની મર્યાદા છોડીને પરિણમતા નથી. આવું સહજ પરિણમન
અમૃતધારા ૨૧૫
Page #229
--------------------------------------------------------------------------
________________
શુદ્ધતાવશ હોય છે. ક્રમે ક્રમે વ્યવહા૨ પરિણામ ઘટતા જાય છે. છતાં દેવાદિ પ્રત્યેનો આદર ત્યજતાં નથી.
[૭૭]
આત્મા અશુદ્ધ કષાયી ક્યારથી ? અનાદિથી. અનાદિ કહો તો પણ ક્યારે તો શુદ્ધ હતો ને ! પૂ. હરિભદ્રસૂરિજી કહે છે ભાઈ સંસારના પ્રવાહની આદિ જ્ઞાત ન હોવા છતાં, સંસારનો અંત આણી શકાય છે. તેવો પુરુષાર્થ જરૂરી છે. જોકે એ સાધ્યની સિદ્ધિ દુર્લભ છે તેના અધ્યાત્મ આદિ ઉપાયો જીવને દુષ્કર લાગે છે જે જીવો યોગાનુયોગ ચરમાવર્તમાં – કાળની મર્યાદામાં આવે છે જેની કાળલબ્ધિ પાકી હોય છે. તેવા જીવોને અધ્યાત્મમાર્ગની પ્રાપ્તિ થાય છે. [૭૭૮]
મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન સમ્માન અને સભ્યશ્ચારિત્ર ત્રણ ગુણોની મુખ્યતા છે. તે ગુણો આપોઆપ પ્રગટતા નથી. તેને માટે શાસ્ત્રાનુસારી જીવનચર્યાં જરૂરી છે. શાસ્ત્રીય વિધિ નિષેધોને અનુસરી આધ્યાત્મિક શિક્ષણ લેવું જરૂરી બને છે.
સમ્યજ્ઞાનાદિ ગુણો અને તેને ઉપકારક વિધિ તપ, જપ, વ્રતાદિ યુક્ત જીવનચર્યા બંનેને યોગ કહે છે. જોકે જીવનચર્યા સાક્ષાત મોક્ષનું કારણ નથી પરંતુ સમ્યજ્ઞાનાદિમાં ઉપકારક હોવાથી પરંપરાએ કારણમાં કાર્યનો વ્યવહા૨ છે. [૭૯]
સંસારનું મૂળ અનાદિ છે. યોગબીજ તો ચોક્કસ સમયે શરૂ થાય છે. જ્યારે કર્મબળ અત્યંત ઘટે છે. ત્યારે જીવનનું વલણ ભોગાભિમુખ ન રહેતા યોગાભિમુખ થવા લાગે છે. ત્યારથી જીવનશુદ્ધિ ઉત્તરોઉત્તર વૃદ્ધિ પામે છે. આથી રાગ દ્વેષની ગ્રંથિ મોળી પડે છે. હવે કર્મસંસ્કારો નવા પડે તો પણ દીર્ઘ સંસારી નથી હોતા. પછી તો જીવનશુદ્ધિની અવસ્થાઓમાં તે જીવ આગળ વધે છે. [૮૦]
ધ્યાનના અનેક પ્રકાર છે. તેમાં મુખ્યતા આત્મધ્યાન કે સ્વરૂપધ્યાનની છે. સામાન્ય જીવો માટે એની ભૂમિકાનું બંધારણ હોતું નથી તેને ધ્યાન પણ તરંગ બને છે. આત્મધ્યાનની ભૂમિકા થવા અર્થે
૨૧૬ * અમૃતધારા
Page #230
--------------------------------------------------------------------------
________________
સૌ પ્રથમ તો નિજહિતના કાર્યો અપ્રમાદી હોય. ભલે અપૂર્ણ દશા હો પણ પૂર્ણતાનો લક્ષ્યવાળો હોય. ગુરુ ગમે ઘેર્યપૂર્વક કાર્ય કરવામાં ઉદ્યમી હોય. શાસ્ત્રાનુસારી સમજણ હોય. વિષયથી વિરક્ત કષાયનો ત્યાગી, ગુણનો અનુરાગી હોય. ધૈર્ય ચિત્તવાળો હોય. ભય ચંચળતા જેવા દોષોથી મુક્ત હોય. સ્વસ્વરૂપનું માહાસ્ય નિરંતર વર્યા કરતું હોય. લોકસંપર્કથી દૂર વૈરાગી મનવાળો હોય. [૭૮૧].
પરઉપદેશ માટે થયેલું શાસ્ત્ર કે આગમજ્ઞાન પોતાની વિપરીત શ્રદ્ધાનને ફેરવી શકતું નથી. સ્વલક્ષે મેળવેલું શાસ્ત્ર – આગમજ્ઞાન સ્વરૂપની પ્રતીતિનું કારણ થાય છે. સ્વલક્ષી જ્ઞાન ગુણને અને શુદ્ધતાને પ્રગટ કરે છે. પરલક્ષી જ્ઞાન અહાંદિ દોષોને પ્રગટ કરે છે. [૭૮૨]
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અનુભવાત્મક છે, એટલે આત્માનો સ્વભાવ અનુભવ કરવાનો હોવાથી પ્રત્યેક સમયે જીવની અનુભવક્રિયા ચાલ્યા જ કરે છે. વાસ્તવમાં આત્માની તે અનુભવક્રિયા સ્વને જાણવાની છે. પરંતુ અજ્ઞાનવશ જીવ ઉદયજનિત સ્વકર્મને નિરંતર સ્વસ્વરૂપે જાણે છે, અને તેમજ માને છે એટલે પુનઃ નવા કર્મનો બંધ કરે છે. જો તેને કોઈ જ્ઞાનીનો યોગ મળે બોધનું પરિણમન થાય તો આવા પરકત્વનો ત્યાગ કરી નિજના અનુભવમાં કે. [૭૮૩]
શૂલપણે જોતાં લોખંડનો ટુકડો કઠણ છે. પાણી નરમ છે. પરંતુ પાણીમાં સૂક્ષ્મપણે લોખંડી બળ પડ્યું છે. લોખંડને પાણીના પાત્રમાં મૂકી રાખવામાં આવે તો તે કટાઈને લાલ લાલ રજકણો થઈ હવામાં ઊડી જાય છે ત્યારે પાણીનું બળ સમજાય છે. તેમ અજ્ઞાનવશ સ્થૂલદષ્ટિએ જોતાં કર્મોથી આવૃત જીવને કર્મનું બળ કઠિન લાગે છે, અને આત્મા નિર્બળ લાગે છે પરંતુ અંતરદૃષ્ટિથી જોતાં આત્માના જ્ઞાનધ્યાનરૂપ બળથી કઠિન અને દીર્ઘકાળનાં કર્મો પણ નાશ પામે છે. કર્મની દીર્ઘસ્થિતિ કરતાં પણ આત્માની સ્થિતિ તો અસીમ છે તેથી આત્મા જ અનાદિનાં કર્મોનો નાશ કરી શકે છે. [૭૮૪]
અમૃતધારા ક૨૧૭
Page #231
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે જ્ઞાન હોવા છતાં અજ્ઞાન કરે છે. એ અજ્ઞાનવશ હિંસાદિ દોષો અને કષાયોનો ઉદય વર્તે છે. આથી વિષયાકાર વૃત્તિ, વિષયાકાર પરિણમન તે અધર્મનું મૂળ છે. જ્ઞાનનું સ્વરૂપાકારે રહેવું તે ધર્મ છે.
[૭૮૫] રત્નત્રયરૂપ આત્માનું ધ્યાન જ્યારે યોગી પુરુષો કરે છે ત્યારે સકલ કર્મોનો નાશ થાય છે. આત્મા મુક્ત સ્વરૂપે પ્રગટ થાય છે. જીવ જ્યારે આત્મવિમુખ થઈ પરદ્રવ્યમાં રાગ કરે છે ત્યારે જ્ઞાનાદિ રત્નત્રય પરિણામ ટકતા નથી. આત્મા આત્મા વડે (ઉપયોગ) આત્મામાં માત્ર જાણવારૂપ ક્રિયા કરે છે તે ચારિત્ર છે. આત્મા આત્મા વડે આત્માને જાણે તે જ્ઞાન છે અને આત્મા આત્મા વડે આત્માને જુએ તે દર્શન છે. આ મોક્ષનો સરળ અને અનન્ય ઉપાય છે.
[૭૮૬] આત્મજ્ઞાનરૂપી જળ કર્મમળરૂપી ઇંધનને શમાવવાની તાકાત ધરાવે છે. તે સિવાય સર્વ ભૌતિક સાધનો કર્મરૂપી ઇંધનને વધુ પ્રજ્વલિત કરે છે. આવી સમ્યગ્રસમજ જ્યારે જીવને આવે છે ત્યારે તેના તપ, જપ, ધ્યાન, આદિ સઘળાં સાધનો કાર્યકારી બને છે. જેમ જેમ દેહાત્મ બુદ્ધિ છૂટતી જાય છે તેમ તેમ કર્મરૂપી આગ શમતી જાય છે. અને દેહબુદ્ધિ જ્યારે સર્વથા નાશ પામે છે ત્યારે આત્મજ્ઞાનરૂપી જળ સીધું જ કર્મના ઇંધનને સમૂળ શમાવી દે છે. [૭૮૭]
સિંહના ભવમાં સૌમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કે સર્પના ભવમાં ક્ષમા પ્રાપ્ત થવી અસંભવ છે. છતાં પૂર્વ સંસ્કારે કે કોઈ યોગી મહાત્માના સંયોગમાં સિંહ સૌમ્ય બને સર્પ ક્ષમા ધારણ કરે છતાં ભવ-આકૃતિને કારણે સૌમ્યતા દુર્લભ જ છે. તેમ વિષયોમાં સંસ્કારિત પ્રવૃત્ત જીવને વિષયો પ્રત્યે વૈરાગ્ય થવો દુર્લભ છે. સર્પાદિમાં કદાચ પ્રકૃતિ શમે તો પણ વિષયમાં પ્રવૃત્ત જીવને વૈરાગ્ય થવો શક્ય નથી. વૈરાગ્ય એ વિષયોની અનિચ્છા સ્વરૂપ છે. વૈરાગ્યથી વિરુદ્ધ છે. માટે વિષય ત્યાગ એ જ સાધકનું કર્તવ્ય છે.
[૭૮૮]
૨૧૮
અમૃતધારા
Page #232
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયોગ એ મોક્ષમાર્ગનું પ્રબળ કારણ હોવાથી શાસ્ત્રમાં એનું માહાસ્ય કહ્યું છે. છતાં યોગીજનો જ્યારે સામર્થ્યયોગમાં આવે છે ત્યારે તે યોગીઓનું લક્ષ્ય ત્રિકાળી ધ્રુવ (અચલ) સ્વરૂપ પ્રત્યે હોય છે. માટે કેવળ અધ્યાત્મનાં બાહ્ય કારણોમાં અટકી ન જવું. પણ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પર સઘળું લક્ષ્ય – જોર જમાવવું. તેમાં અધ્યાત્મયોગનો મહિમા આવી જાય છે.
[૭૮૯]. હું જ્ઞાનસ્વરૂપ છે તેની પ્રાપ્તિની રુચિનો જો સદ્દભાવ ટકે તો જીવ દેહભાવથી ભિન્ન એવું ભેદજ્ઞાન કરે. સ્વભાવ પ્રાપ્તિની રુચિ થાય અને રાગભાવથી ઉપયોગ છૂટો પડે તો સ્વરૂપ પ્રહણ થાય જેમાં સ્વસંવેદનની અનુભૂતિ છે. સ્વભાવ પ્રત્યેની અત્યંત રુચિ અને તેની જ પ્રાપ્તિની અત્યંત શ્રદ્ધા જીવને રાગાદિથી છૂટો પાડે છે. રાગાદિ પ્રત્યે અત્યંત અભાવ થાય છે. આમ જ્ઞાનરૂપ દષ્ટિ અને અંતરંગ રુચિથી સ્વકાર્ય સિદ્ધ થાય છે.
[૭૯O] સાધક આત્મા આત્મશ્રેયાર્થે સ્વાધ્યાય – ચિંતન આદિ કરે પરંતુ પૂર્વકર્મના ઉદયમાં રાગાદિ ભાવ થાય તો તેનો પુરુષાર્થ નિરર્થક થાય અને ભેદજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, અને તેને માટે ક્યાં તો ભ્રમ પેદા થાય છે. માટે તેવો સાધક ખૂબ જાગૃતિપૂર્વક પૂર્વકર્મના ઉદયને મંદ પરિણામે વેદન કરીને ભેદજ્ઞાનને મુખ્ય કરે તો આત્મવિકાસ થાય. આત્મા દેહમાં રહેલો છે છતાં નિર્વિકલ્પ સમાધિરૂપ તપ વિના મોટા મહાત્માઓ પણ તેને જાણી શક્યા નથી કે અનુભવી શક્યા નથી. [૭૧]
ચર્મચક્ષુને સ્થાને આત્માને સ્થાપવાથી (શુદ્ધ દૃષ્ટિને) આત્માની સર્વોત્તમતાનો પ્રારંભ થાય છે. પૂર્ણ દૃષ્ટિવંતને સ્વ તેમજ પરની પૂર્ણતાનાં દર્શન થાય છે. તેમજ સમગ્ર જીવલોક આત્મવત્ જણાય છે. તેથી ન કોઈ પ્રત્યે રાગ કે ન કોઈ પ્રત્યે દ્વેષ. સર્વ જણાવા છતાં તે જ્ઞાતા છે. તેથી ઉત્તમ નિષ્પાપ જીવનના ચરમ શિખરનો અધિકારી બને છે. માટે સ્વદર્શનની મુખ્યતાથી પરમાત્મદર્શનની વિશેષતા છે. [૭૨]
અમૃતધારા ૨૧૯
Page #233
--------------------------------------------------------------------------
________________
છે.
અજ્ઞાની જીવો એમ માને છે શરીર, સ્ત્રી આદિ પદાર્થોથી સુખનો અનુભવ કરે છે. પરંતુ સુખ સ્ત્રીઆદિના આત્મા કે શરીરમાંથી નીકળીને પોતાને મળતું નથી પરંતુ તે સમયે પોતાના આત્મામાં તેવા પ્રકારના વિકારી ભાવો છે તે સ્ત્રી આદિ પદાર્થો જોઈને વિકારો ઉત્પન્ન કરે છે. તેના નિમિત્તથી તે તે પ્રકારની જીવ મરૂપ ક્રિયા કરવા પ્રેરાય છે. તે ક્રિયામાંથી તેનો વિકાર શમે છે તે માત્ર ક્ષણિક પરાધીન સુખ હોય છે.
[૭૯૩] જ્ઞાનીજનો શાસ્ત્રાદિના બોધથી, શાસ્ત્રાનુસારી શુદ્ધ ક્રિયા કરી ઉપયોગ શુદ્ધિ વડે ઉપશમભાવનું જે સુખ અનુભવે છે તે સાચું, નિર્વિકારી સુખ છે. જે ભાવરોગોને અને ભવરોગને શમાવે છે. તેની આગળ સાંસારિક સુખ ક્ષણિક તો છે પરંતુ વિકારી અને પરાધીન
[૭૯૪] વિષતરુની છાયા, ફૂલ અને ફળ વિષયુક્ત હોય છે, અનર્થકારી છે. એ પ્રમાણે આત્મિક સુખની દૃષ્ટિથી ધનાદિ પદાર્થ જુદા છે. છતાં તેને એક માનવા તે સંબંધને વિષતરુ કહે છે. ધનાદિની આશા જીવમાં પેદા થાય છે તે સંસારરૂપી વિષવૃક્ષ છે. તેની છાયામાં બેસવાથી જીવને મૂછ પેદા થાય છે. તેમ ધનની આશા સેવતા જીવને એવી મૂર્છા પેદા થાય છે કે તેને તત્ત્વના વિચાર આત્મરુચિ કરવાની ઇચ્છા થતી નથી.
[૭૯૫]. સંસારી જીવ જ્યારે સંસારમાં કોઈ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા કરે છે ત્યારે તેને વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેના ચિત્તમાં દ્વેષભાવ રહે છે. તેમાં તે અંતઃદાહને/દુઃખને સહન કરે છે. પછી જ્યારે પુણ્યના ઉદયથી તે વસ્તુની પ્રાપ્તિ થાય છે, ત્યારે તે ક્ષણ પૂરતો અંતઃદાહ શમતો જણાય છે પણ પ્રાપ્ત વસ્તુના જવાના ભયથી કે વસ્તુના વિયોગથી અંતઃદાહ તો ચાલુ છે. એમ કરતાં પુણ્ય સમાપ્ત થતાં દુઃખી થાય છે.
[૭૯૬]
૨૨૦ અમૃતધારા
Page #234
--------------------------------------------------------------------------
________________
સિદ્ધતા એ જીવની પોતાની અવસ્થા છે. અસ્તિત્વાદિ ધર્મો સદા નિરાવરણ હોય છે. જેમકે આત્માનું શુદ્ધ કેવળજ્ઞાન. એવા વિશેષ સ્વભાવો આવૃત છતાં (મતિકૃત આદિ) સામાન્ય સ્વભાવથી સદા નિર્મળતા હોય છે. જ્ઞાનાવરણના ઉદયમાં પણ આત્માનું નિર્મળ કેવળજ્ઞાન સત્તારૂપે અભિન્ન છે. આમ સામાન્ય સ્વભાવની અપેક્ષા એ જીવો સત્તાએ પરિપૂર્ણ શુદ્ધ છે. આવા ચિંતનથી આત્મામાં નિશળતા આવે છે અને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. [૭૯૭].
• જીવનું સ્વરૂપ “સતું છે માટે તે સતત જીવવા ઇચ્છે છે. • જીવનું સ્વરૂપ “ચિત’ છે માટે તે સઘળું જાણવા ઈચ્છે છે. • જીવનું સ્વરૂપ “આનંદ છે માટે તે સતત સુખને ઝંખે છે. • જીવનું સ્વરૂપ “સ્વાધીન છે માટે તે સ્વતંત્રતા ઇચ્છે છે. • જીવનું સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે તેથી તે બધું નિત્ય ઇચ્છે છે. • જીવનું સ્વરૂપ “શુદ્ધ' છે માટે તે વસ્ત્રાદિ બધું શુદ્ધ ઇચ્છે
[૭૯૮] આધ્યાત્મિક સુખ સ્વયં સ્વરૂપ – પરિણામરૂપ હોવાથી તે સ્વાધીન છે. તેથી શાશ્વત છે. એક વાર ફક્ત એક ક્ષણ માટે જીવ પરભાવથી મુક્ત થઈ સ્વમાં દૃષ્ટિ કરે ત્યારે આંશિક પણ પ્રગટેલું તે સુખ શાશ્વત બને છે, તે જ સિદ્ધાવસ્થા છે. તેમાં ઇન્દ્રિયાદિ પર સાધનની અપેક્ષા નથી, તેથી પરભાવોની મલિનતા પણ નથી. વળી સ્વરૂપ સુખમાં સંસારનું પરિભ્રમણ પણ નથી. [૭૯૯]
પરંતુ આ સ્વરૂપ સુખનો અનભ્યસ્ત જીવ તેને સહેલાઈથી પ્રાપ્ત કરી શકતો નથી તેથી તે આ સુખથી વંચિત રહ્યો છે. સંસારના સુખનો અનાદિથી અભ્યસ્ત છે, તેમાં પુણ્યયોગ / મોહનીયકર્મ અનુકૂળ હોય ત્યારે અનુષ્ઠાન કરતો વિચારવાન જીવ પણ સંસારના સુખને સહેલાઈથી ત્યજી શકતો નથી. મોહનીય કર્મની પ્રબળતા અને અનભ્યાસને કારણે આધ્યાત્મિક સુખનું શ્રવણ કરે તો પણ સહેજે
અમૃતધારા ૨૨૧
WWW.jainelibrary.org
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રયત્નશીલ બનતો નથી.
[20] પરંતુ ચેતનામાં આધ્યાત્મિક વસ્તુનું ખરું ભાન પ્રગટે છે ત્યારે નિંદ્ય અને અહિતકારક કોઈપણ પ્રવૃત્તિ કરતાં સાધકને તે ભાન રોકે છે. તત્ત્વદૃષ્ટિનું આ સ્વાભાવિક પરિણામ છે. વળી તત્ત્વદૃષ્ટિ સાધક હેય-ઉપાદેય, સત્યાસત્ય જેવા વિકલ્પની ડામાડોળ સ્થિતિ છોડી સ્થિર અને સુનિશ્ચિત બને છે. તેથી ચિત્તની શક્તિ વ્યર્થ વેડફાઈ જતી નથી. તેનો વિનિયોગ વ્યવહાર અને પરમાર્થ બંને ક્ષેત્રમાં જન્મજન્માંતરમાં ઉપકારક થાય છે. તત્ત્વદૃષ્ટિની નીપજ ચિત્તશુદ્ધિ છે. [૮૦૧ - સાધકમાં જો આંતરિક શુદ્ધિ ન હોય અને અન્ય શુભ ભાવના નિમિત્તથી પુણ્ય ઉપાર્જન કરે તો પણ તેનું મૂલ્ય માટીના ઘડા જેવું છે. અર્થાત્ ઘડો ફૂટે ઠીકરા થાય તેનું કંઈ મૂલ્ય નહિ પુણ્ય ભોગવે પાપ બાંધે તેનું કંઈ મૂલ્ય નહિ પણ આંતરિક શુદ્ધિવાળાનું પુણ્ય મૂલ્યવાળું છે પુણ્યાનુબંધી પુણ્ય) તે સુવર્ણઘટ જેવું છે. એટલે કે સુવર્ણનો ઘડો ફૂટે તોય મૂલ્ય તો સોનાનું જ મળે. આંતરિક શુદ્ધિવાળો સંસારમાં રહે તો પણ તે અંતરથી લપાતો નથી. [૮૦૨]
“હ હૈ ભલા, યહ હૈ બૂરા, યહ પુણ્ય હૈ યહ પાપ હૈ, વહ લાભ હૈ યહ હાનિ હૈ યહ શીત હૈ, વહ તાપ હૈ, યહ ગ્રાહ્ય હૈ, વહ ત્યાજ્ય હૈ, યહ આદ્ય હૈ. યહ જાય હૈ, ઇસ ભાંતિ સબ મનકી કલ્પના, યહી બંધન કહલાય હૈ.” [૮૦૩]
આ તત્ત્વદૃષ્ટિ જેમ જેમ વિકાસ પામે તેમ તેમ જીવની ભ્રામક કલ્પના છૂટતી જાય. પોતે એક મુક્ત તત્ત્વ છે તેવું શ્રવણ, મનન, ચિંતન કરી બાહ્ય ભાવથી થોડો ખસે તો આગળનો માર્ગ ખૂલે. [૮૦૪]
જન્મમરણની જાળ તોડવા માટે અસાધારણ નિશ્ચય બળ, આત્મશક્તિ જોઈએ છે. મુનિને માટે પણ કઠણ એવો આ માર્ગ. સંસારી માટે અતિ દુર્લભ છે. સ્વજનોના સ્નેહપાશ, તેમનાં મંતવ્યો પરમાર્થમાર્ગમાં અવરોધક થાય છે. તેની સામે ટકી રહેવાનું બળ ગુરુકૃપા
૨૨૨ - અમૃતધારા
Page #236
--------------------------------------------------------------------------
________________
વડે સંભવ છે તો પણ હૃદય વજ જેવું બનાવવું પડે છે. [૮૦૫]
અનાદિની પરિભ્રમણની શૃંખલા તોડવા માટે પ્રમાદ ન ચાલે અને અધીરજ પણ ચાલે. કેવળ સમતોલપણે માર્ગે આગળ વધવું પડે છે. આ કેવળ આત્મહિતનો માર્ગ છે તેમાં સર્વ જીવરાશિના મંગળની – કલ્યાણની ભાવના પણ હોવી જરૂરી છે. તે જિનાજ્ઞાને અનુસરનારી માનવી.
[૮૦૬] સંસારમાં રહેલા મોક્ષાર્થીને પ્રારંભમાં મૂંઝવણ હોય છે તે એ કુટુંબ સ્વજનાદિ પ્રત્યેના સ્નેહને ત્યજીને મનને તેમાંથી મુક્ત કરવામાં કઠોરતા જેવું લાગે છે. આત્મહિતના ચાહકે સ્વજનાદિ કુટુંબના સ્નેહને ત્યજવો પડે છે કેમકે તે સત્સંગાદિમાં બાધક છે. સંસારના સગપણની મૂછ સત્સંગાદિ આધ્યાત્મિક ક્ષેત્રના અભ્યાસને નિષ્ફળ બનાવે છે. કુટુંબ સ્વજનાદિ પ્રતિબંધકનું કારણ છે તે વાત જીવને સંસારના સુખના સૂક્ષ્મ વિભાવોની ઓળખ ન હોવાથી તેનો પુરુષાર્થ સ્વલક્ષરહિત મનુષ્યજન્મને ગુમાવી દે છે.
[૮૦૭] રાગથી ભિન્ન પોતે જ્ઞાન સ્વભાવી છે તેમ વારંવાર ઘૂંટણ થવું જોઈએ. રાગનો અભ્યાસ એવો થયો છે કે જીવ ક્યારેય તેનાથી નવરો થતો નથી પરંતુ રાગરહિત સ્વભાવને લક્ષ્યમાં રાખીને સ્વસત્તામાં રહી સ્વરૂપને જ જાણવાના પુરુષાર્થથી રાગનું એકત્વ છૂટે તે ભેદજ્ઞાન
[૮૦૮] ભલે સ્વરૂપ અનુભૂતિ ન હોય ત્યારે વિચારદશાએ પણ સત્ય સમજવાની / સ્વીકારવાની નિરાગ્રહી ભૂમિકા જોઈએ. વળી અંતર્મુખ થતો જ્ઞાનઉપયોગ | વિચારધારા સ્વઆશ્રયે સ્વરૂપનો નિર્ણય કરે છે, તેમાં અનંત શક્તિમાન સ્વરૂપનું, પરિપૂર્ણતાનું ભાવભાસન હોય છે. તે એ કે હું તો સદાય આવો જ પરિપૂર્ણ છું. તેના મહિમાનો ઉમંગ તેને વર્તે છે ત્યારે શુભાશુભ કર્મમાં જોડાવું તેને પોષાતું નથી. [૮૦૯]
ધર્મધ્યાનની લશ્રુતિ નિર્વિકલ્પ સમાધિ છે. અર્થાતુ નિર્વિકલ્પ
અમૃતધારા ૨૨૩
Page #237
--------------------------------------------------------------------------
________________
સમાધિદશા ધર્મધ્યાનીને હોય છે. આત્મા માત્ર જ્ઞાનસ્વરૂપ છે. અન્ય સમસ્ત પદાર્થો માત્ર શેય – જણાવા યોગ્ય છે. દર્પણમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે ત્યારે દર્પણ તો દર્પણ જ રહે છે. તેમ જ્ઞાનમાં પદાર્થ જણાય ત્યારે જ્ઞાન જ્ઞાનરૂપ રહે છે. શેય માત્ર શેયરૂપ છે. આવી સમજથી અન્ય પદાર્થમાં ઈષ્યનિષ્ઠ બુદ્ધિ થતી નથી. બાહ્ય ઉદય હોય પણ તે તે પદાર્થોમાં બુદ્ધિપૂર્વકના રાગદ્વેષ થતાં નથી. તેથી વિકલ્પ શાંત થાય છે, ત્યારે ધર્મધ્યાન થતાં સ્વરૂપાનંદ પ્રગટે છે. સ્વરૂપ લીનતા થાય છે.
[૮૧૦]. સન્માર્ગ, અધ્યાત્મમાર્ગ, પરમાર્થમાર્ગ લોકસંજ્ઞાથી નિરપેક્ષ છે. અંતરંગ દૃષ્ટિની મુખ્યતા છે. તે જગતના પ્રવાહથી દૂર છે. યદ્યપિ મોક્ષાર્થી સાધકને છદ્મસ્થપણામાં પૂર્વપુણ્યના ઉદયકાળે લોકપ્રશંસા, જનપ્રિયતા, બહુમાન આદિ હોય, તો પણ મોક્ષાર્થી તેમાં ઈઝ બુદ્ધિ કરતો નથી. પોતે તેવા લોક પ્રશંસાદિથી મુક્ત છે. પરંતુ જો તેવા પરિચયમાં રાગ કરે, ઇચ્છે, માનાદિ વૃદ્ધિ પામે તેવું કરે તો તેનું અધ્યાત્મ માર્ગથી પતન થાય. પરની અપેક્ષા આ માર્ગમાં બાધકતા છે, એ વિરાધક ભાવ છે.
૮િ૧૧] વ્યવહારનું હવે પ્રયોજન નથી તેમ સૂક્ષ્મભાવને ગ્રહણ કરવાવાળી આત્મસ્વભાવરૂપ પરિણતિ થવાથી અપૂર્વ કોટિની નિશ્ચયદશાની ભાવના ઉત્પન્ન થાય છે. હવે શુભ વિકલ્પ પણ છૂટી જાય છે. અને ચિત્ત નિર્વિકલ્પ દશા પામે છે. તે દશા સર્વ વ્યવહાર પ્રયોજનથી મુક્ત એવી સમાધિદશા ઉત્પન કરે છે. તેના સ્વામી પ્રાય મુનિજનો છે.
[૮૧૨] જેઓ નિશ્ચયધર્મને આત્મામાં ધારણ કરી રહ્યા છે તેવા નિર્વિકલ્પ દશાવાળા આત્મસ્વભાવમાં તન્મયપણાને પામ્યા છે તેમને આવશ્યકદિ ક્રિયા કરવા લાયક નથી. કારણ કે નિશ્ચયધર્મમાં – નિર્વિકલ્પતામાં તેમને ઉત્કૃષ્ટ નિર્જરા હોય છે. તે આવશ્યકાદિ ક્રિયાઓ વ્યવહાર
૨૨૪ * અમૃતધારા
Page #238
--------------------------------------------------------------------------
________________
ધર્મવાળાને અત્યંત ગુણકારી છે, અશુભ કર્મનો ક્ષય કરવાવાળી છે. વળી હજી અપ્રમત્તદશાની પરિપક્વતા નથી તેવા યોગીઓને પણ અભ્યાસકાળે ચિત્તશુદ્ધિ માટે આવશ્યકાદિ સક્રિય રાગાદિ પ્રમાદને રોકવાવાળી હોય છે. જ્યારે જ્ઞાનદશા પ્રાપ્ત થાય ત્યારે એ ક્રિયાની અપેક્ષા રહેતી નથી. ક્રિયાએ કરીને રહિત જ્ઞાન હોતું નથી, અને જ્ઞાને કરીને રહિત કિયા હોતી નથી. પરંતુ એના ગૌણ અને મુખ્યપણે કરીને અવસ્થાભેદ છે.
[૮૧૩] જેને નવતત્ત્વની, દેવગુરુ શાસ્ત્રની કે સ્વ-પરની ભિન્નતા-ભેદનો પરિચય નથી તેને શુદ્ધાત્માનું શ્રદ્ધાન પણ નથી મનાતું. વળી તેમ હોય તો પણ જો શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરે તો જ સમ્યગ્દષ્ટિ કહેવાય. આવું ગુણસ્થાનક – નિશ્ચય સમ્યકત્વ ચોથા ગુણસ્થાને નિયમથી હોય છે અર્થાત્ કે તે એક દેશ (અલ્પાંશ) મોક્ષ માર્ગ ગણવામાં આવે છે. મુખ્યત્વે સાતમે ગુણસ્થાનકે હોય. [૮૧૪] - આત્માનો જેવો સ્વભાવ છે તેના આશ્રયે શ્રદ્ધા કરવી તે સમ્યકત્વ છે. તે શ્રદ્ધારૂપ પરિણતિ તે નિશ્ચય છે એવા નિશ્ચયયુક્ત સમ્યગ્દષ્ટિ આત્માને તત્ત્વાદિની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, બહુમાન વિનય આવે તેવો વ્યવહાર હોય, પણ ત્યાં જ અટકે અને સ્વભાવનો આશ્રય છોડે તો તે સમ્યગ્દષ્ટિ નથી. તેવા વ્યવહાર સાથે નિશ્ચય સમ્યકત્વ હોય તો તે તે વ્યવહાર સાચો અને નિશ્ચય પણ સાચો કહેવાય. [૮૧૫]
અંતરમાં જે બાહ્ય પદાર્થો પ્રત્યે શુભાશુભ ભાવ થાય છે, તેના વેદનમાં મને સુખ કે દુઃખ નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું, તેવા વેદનમાં તેને આત્મશાંતિ અનુભવાય છે. શુદ્ધાત્માથી વિપરીત અન્ય ભાવમાં તેને આત્મવૃત્તિ થતી નથી. સમ્યગ્દર્શનના પરિણામે ઉપયોગ આ રીતે રાગથી જુદો પડે છે. જ્ઞાનનો ક્ષયોપશમ ભલે હો, છતાં તે સમ્યગુપણે છે. તેનું જ્ઞાન જો સ્વભાવમાં તન્મયપણે વર્તે તો તે સમ્યક છે. અને પરભાવમાં વર્તે તો તે મિથ્યા છે. જ્ઞાનીનો ઉપયોગ પરને જાણવામાં
અમૃતધારા ૨૨૫
Page #239
--------------------------------------------------------------------------
________________
રોકાયો હોય ત્યારે પણ તે પરમાં તન્મયપણે જાણતો નથી. અંતરથી તો ઉપયોગ ત્યારે પણ પરભાવથી જુદો વર્તે છે સ્વમાં તન્મયતા છૂટતી નથી. આવી અંતરદષ્ટિને અંતરદષ્ટિવાળો જ જાણે. મોક્ષમાર્ગીને જ આવી અંતર લગની હોય.
[૮૧૬] મોક્ષમાર્ગ અતિ ગહન છે, એટલે જ તો મોક્ષાર્થીપણું સામાન્ય માનવીમાં પ્રગટ થતું નથી. વળી મોક્ષના અભિલાષીને આગળ વધતાં અનેક આંતરિક અંતરાયો આવે છે. સંપૂર્ણ શુદ્ધિને માર્ગે જવામાં અંતરની દૃઢતા જોઈએ છે. પૂર્વના સંસ્કારોની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. પૂર્ણ જાગૃતિનો આ માર્ગ છે. [૮૧,
સંસારની પ્રવૃત્તિ અપેક્ષાએ સ્થિરતાપૂર્વકની ચાલ્યા કરે છે. તેને પલટવાની છે. યદ્યપિ આત્મામાં મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં સ્થિરતા આવતી નથી. દેવ, ગુરુ અને ધર્મ કલ્યાણકારી છે તેમાં સ્થિરતા કેટલી? જ્ઞાન શ્રદ્ધાને લાવનારું, દઢ કરનારું છે તેમ ક્રિયા સ્થિરતાને લાવનારી છે. એકલું જ્ઞાન ધ્યાનની સ્થિરતા લાવતું નથી. વારંવાર એકાગ્રપણે ક્રિયા કરવાથી સ્થિરતાના સંસ્કાર દઢ થાય છે.
[૮૧૮] નિજસ્વરૂપ જે કિરિયા સાધ
તેહ અધ્યાતમ લહીયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધ તે ન અધ્યાત્મ કહીયે રે.”
(શ્રી આનંદધનજી) કોઈ પણ અનુષ્ઠાનના માધ્યમથી અંતરબાહ્ય જે ક્રિયા થાય તેનું લક્ષ્ય માત્ર નિજસ્વરૂપ જ હોય.
[૮૧૯] “અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજા જાણ લબાસીરે (લબાસી - યુનિફાર્મ – ગણવેશ – ટોળું) સ્વસ્વરૂપમાં જે જઈ શકે તે અધ્યાત્મવાન અન્ય તો માત્ર ગણવેશમાં - લોકસંજ્ઞામાં છે.
૨૨૬ જ અમૃતધારા
Page #240
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયદષ્ટિએ માત્ર પોતાની ભીતરમાં જ ડૂબવાનું છે. [૨]
શાસ્ત્રો આપણને જ્ઞાનદષ્ટિ આપે છે, પછી આપણે શા માટે ડાઘાવાળી – રાગાદિવાળી દૃષ્ટિથી અન્યને જોઈ અન્યાય કરવો ? અરે ! ભાવિ સિદ્ધાત્માઓ પ્રત્યે આપણે દુશમનદૃષ્ટિથી જોવું? તેમાં તેં શું મેળવ્યું? શાસ્ત્રો કહે છે કે અન્ય વ્યક્તિને જોઈએ ત્યારે ગુણાત્મક દૃષ્ટિથી જોઈએ. અને પદાર્થોને જોઈએ ત્યારે માત્ર ઉપયોગીતાથી કે ઉદાસીનતાની દૃષ્ટિથી જોવું. આ વ્યવહાર સ્તરની વાત છે. નિશ્ચયદૃષ્ટિથી તો જીવે પોતાની અંદર-સ્વરૂપમાં ઝાંકવાનું – ઊતરવાનું, સ્થિર થવાનું છે.
[૮૨૧] ઉપનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા, આ ત્રિપદી બુંદ છે. તેમાંથી ગણધરો દ્વારા શ્રુતસાગર છલકાયો. પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. પર્યાય દર્શનનું રહસ્ય છે જે વૈરાગ્યભાવનાને દઢ કરે છે. દ્રવ્યદર્શન – આત્મદર્શન સ્વરૂપ રમણતા સાથે સાંકળી લે છે. બંનેનું સ્થાન તે તે પ્રકારે મહત્ત્વનું છે. યદ્યપિ પર્યાયદર્શન ખંડ છે. દ્રવ્યદર્શન પૂર્ણ છે. નિશ્ચયષ્ટિ કહે છે આ સર્વ શ્રમ છોડો. સઘળી અવસ્થામાં તું પૂર્ણ જ છું. કારણ કે એ શ્રુતસાગરને પણ સાધક આત્મસ્વરૂપમાં એક સમયમાં જ સમાવી દે છે.
[૮૨૨] આવો આત્મા શી રીતે અનુભવવો ? ઉપાય બતાવે છે બીજરુચિ = શાસ્ત્રના વિસ્તારની મર્મગ્રાહિની બુદ્ધિ મમતા ત્યાગ = પર પદાર્થો કે પર વ્યક્તિ માત્ર પ્રત્યે ઉદાસીનતા.
[૮૨૩] આત્મગુણોમાં પ્રવેશ સિવાય સર્વ નિરર્થક શત્રુમિત્રના ખાના વગરનું હૃદય. ઉદયની ક્ષણોમાં નિર્લેપ. આગમાનુસારિતા – પ્રભુવાણી પર અતુલ પ્રેમ. જે કંઈ થાય તે શાસ્ત્રમાં પ્રમાણિત થતું જાય.
[૮૨૪] શાસ્ત્રકારોએ કહ્યું છે કે “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ – મોક્ષ
અમૃતધારા ૨૨૭
Page #241
--------------------------------------------------------------------------
________________
માર્ગ” અપેક્ષાએ જોઈએ તો આજે દર્શન એ પૂજન, યાત્રામાં સમાઈ જાય છે. અને બહારમાં ચારિત્રની ક્રિયાનો જેટલો ખપ-રસ જણાય છે તેટલો જ્ઞાનમાં જણાતો નથી. પૂજાદિ ન થયા તો વારંવાર બોલ્યા કરશે, જીવ બાળ્યા કરશે. પણ જ્ઞાન ન ભણ્યો તો કાંઈ વાંધો નહિ. વળી જ્ઞાન ભણવાનો નિયમ પણ નહિ. પૂજા કર્યા પછી નવકારશી વિગેરેનો નિયમ ખરા, પ્રતિક્રમણાદિ કરવાનો નિયમ ખરો પણ જ્ઞાન ભણવાનો કોઈ નિયમ નહિ. જીવ સમજતો નથી કે જ્ઞાનથી દર્શનચારિત્રની ક્રિયા શુદ્ધ થશે. જ્ઞાન જાણતા ભેદજ્ઞાન થશે, બોધ પ્રાપ્ત થશે તો સમકિત થશે. પૂજાદિ કરવામાં જ્ઞાન જોઈશે. જયણા જેવી ક્રિયામાં જ્ઞાન જોઈશે. જ્ઞાનમાં ઉપયોગમાં સ્થિર થાય તેમ સ્વરૂપલક્ષ દેઢ થાય.
૮િ૨૫] ઇન્દ્રિયજન્ય જ્ઞાન કે ઇન્દ્રિય દ્વારા જે ભોગ્ય છે તે સ્પર્ધાદિ સંસારનો અનુભવ છે, એ દશ્યમાન છે. પરંતુ શાસ્ત્રો દ્વારા સાંભળેલા સ્વર્ગાદિની કલ્પના તે પરોક્ષ અનુભવ છે. ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાયું તેની પાછળ જીવે સુખ માટે આંધળી દોડ મૂકી, ત્યાં કંઈક થાક્યો ત્યારે વળી સ્વર્ગાદિના સુખના વર્ણન સાંભળી પુણ્યકાર્યો કરવા દોડ મૂકી. બંને દોડ વ્યર્થ છે. આત્મિક સુખ એ રીતે પ્રત્યક્ષ નથી અને પરોક્ષ પણ નથી. સ્વસ્વરૂપપ્રાપ્તિ અપરોક્ષ છે. [૮૨૬]
સ્થૂલદષ્ટિએ, સંસ્કારથી સાંસારિક પદાર્થોનો અનુભવ થાય. વળી સાધનામાર્ગમાં સૂક્ષ્મદષ્ટિ વડે તે સ્વર્ગાદિ જેવી સૃષ્ટિને અનુમાન દ્વારા જાણે તે પરોક્ષ અનુભવ છે. તત્ત્વદૃષ્ટિ જ માત્ર સ્વસ્વરૂપનું સંવેદનજનિત અનુભવ કરે છે. તે ઉપર મુજબ પ્રત્યક્ષ કે પરોક્ષ નથી; બંનેથી ઉપરનો અનુભવ છે જે પારલૌકિક કે લોકોત્તર છે. અભેદદષ્ટિ જ જ્ઞાનસ્વરૂપ અભેદ આત્માનો અનુભવ કરે છે. સંસારના તંદ્ર જેવો જ્યાં ભેદ નથી માત્ર નિરામય, અભેદ પૂર્ણ આનંદ સ્વરૂપ અસ્તિત્વ
[૮૨૭]
૨૨૮
અમૃતધારા
Page #242
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનની પ્રણાલીમાં ચાર અનુયોગ છે. અર્થાત્ અરિહંત પરમાત્માના કલ્યાણકારી ઉપદેશનો ચારમાં સમાવેશ થયો ૧. ધર્મકથાનુયોગ ૨. ગણિતાનુયોગ ૩. દ્રવ્યાનુયોગ ૪. ચરણાનુયોગ.
[૮૨૮] ૧. ધર્મકથાનુયોગ – જેમાં ધર્મ પમાય તેવી કથાઓ હોય. જે
મહાત્માઓ સંસારના બંધનથી છૂટી મુક્તિ પામ્યા, જીવનને સાર્થક કર્યું તેવી કથાઓ અર્થાત્ ઇતિહાસની રૂપરેખા
[૮૨૯] ૨. ગણિતાનુયોગ – જેમાં પૃથ્વી પરનાં સ્થળોનું તથા સૂર્યાદિનું સંખ્યાયુક્ત વર્ણન. ભૂગોળજનક કથન છે. કર્મ સિદ્ધાંતો
[૮૩૦] ૩. દ્રવ્યાનુયોગ – જેમાં દુનિયાની સમગ્રતા જણાવતાં તત્ત્વો, પદાર્થોનું યથાર્થ વર્ણન, સૃષ્ટિના સર્જન – વિસર્જનનાં રહસ્યો
છે. જડચેતન પદાર્થોનું યથાર્થ સ્વરૂપ છે. [૩૧] ૪. ચરણાનુયોગ – ચારિત્ર, આચરણનું વર્ણન. ચારેમાં મુખ્યતા
ચરણાનુયોગની છે. પહેલા ત્રણ ન જાણે પણ ચારિત્રની શુદ્ધિ, તેને માટેની સક્રિયાને અવલંબે તો ત્રણે અનુયોગ તેને ફળદાયી
[૮૩૨] કોઈ કહે કે હું તો સાહિત્ય, ઐતિહાસિક પ્રમાણમાં ખૂબ ઊંડો ઊતર્યો છું. તેને પૂછો તેમાં તને આત્મસંયમ, આત્મશુદ્ધિ કેટલી થઈ? જો તેનો જવાબ નથી તો ધર્મકથાનુયોગ જાણ્યો વ્યર્થ છે. [૮૩૩]
કોઈ કહે હું ગણિતાનુયોગને જાણું છું. ધરતી, આકાશ પેટાળ બધાનાં આંકડે આંકડા મોઢે છે. તેને પૂછો તેમાં આત્મસંયમ વૈરાગ્ય કેટલો સધાયો? જો “ના” છે તો ગણિતાનુયોગના આંકડા જાણ્યા વ્યર્થ
[૮૩૪]
છે
અમૃતધારા ૨૨૯
Page #243
--------------------------------------------------------------------------
________________
કોઈ કહે કે એ બધું જવા દો હું દ્રવ્યાનુયોગનાં તત્ત્વને જાણું છું આત્મા દેહથી જુદો છે, તેના પાઠો કંઠસ્થ બોલે. તેને પૂછો તારો અનુભવ કેટલો ! હજી રાગ અને વૈરાગ્ય ઘર આદિ અને સંયમના ભેદ જ સમજ્યો નથી. આચરણ તથા ફેરા તો સંસારમાં જ ફરે છે તો તે દ્રવ્યાનુયોગ જાણ્યો વ્યર્થ છે.
[૮૩૫] કોઈ કહેશે મોહનીય પર આત્મજ્ઞાન વડે ઘા કર્યો છે, એ ઘા ક્યાં વાગ્યો છે ભાઈ ! જ્ઞાનની દિશાએ ચાલવાનું, આત્મસંયમની આડે આવે તે બધું છોડતા જવાનું. અરે મહાત્માઓ તો દેહનો નેહ છોડીને ઉપસર્ગોને સહીને ચારિત્રમાં દઢ રહીને મુક્તિ પામી ગયા. એમાં હેય ઉપદેયનો વિવેક હોય તો બધા જ અનુયોગ જાણ્યા સાર્થક છે. બાકી વ્યર્થ છે.
[૮૩૬] સંયોગવિયોગ સુખ દુઃખ, જન્મ-મૃત્યુ, સાચાખોટા, આ સર્વે બંધ છે. સમયના વહેણમાં વહી જતી પ્રારબ્ધની લહેરો છે. તેની અનુકૂળતામાં સુખ અને પ્રતિકૂળતામાં દુઃખ ન માનતા પ્રારબ્ધવશાત્, જે આવે તેને સમત્વથી સ્વીકારી લે. વાસ્તવમાં દુઃખ ભોગવ્યા વગર કર્મ નષ્ટ થતાં નથી. તેમ નહિ માને તો માનસિક ચિંતાથી ઘેરાઈને દુઃખમાં વધારો થશે. અજ્ઞાની પ્રારબ્ધ કર્મમાં દુઃખથી મૂંઝાય છે. સુખને ચોંટી જાય છે તેથી સુખદુ:ખના કંથી મુક્ત થતો નથી. [૮૩૭].
જ્ઞાનીનું પ્રારબ્ધ મોટે ભાગે પુણ્યયુક્ત બળવાન હોય છે પણ જ્ઞાની તેના કર્તાભોક્તા ન થતાં અંતરથી સાક્ષી રહે છે. દુઃખને તો સહજતાથી ભોગવી નષ્ટ કરે છે. જ્ઞાની પુણ્ય પ્રારબ્ધના યોગથી છેતરાતા નથી, લેપાતા નથી કારણ કે તેમના જ્ઞાનરૂપી પ્રકાશમાં સત્યનો એકરાર રહ્યો છે. તે પ્રકાશ તેમને દંભ અને પ્રપંચથી બચાવે છે. અધ્યાત્મસારમાં દંભત્યાગ અધિકારમાં મુનિજનોને ગ્રંથકારે આ જ ચેતવણી આપી છે.
[૮૩૮] અન્ય જીવોને તેના કોઈપણ પ્રાણને હણવા તે હિંસા છે, અપરાધ
૨૩૦ અમૃતધારા
Page #244
--------------------------------------------------------------------------
________________
છે. પૃથ્વી પાણી આદિના ઉપયોગની અનિવાર્યતા છતાં તેમાં હિંસાનો દોષ લાગે છે. તે પ્રમાણે જાણેઅજાણે રાગદ્વેષ પ્રગટ કરવા તે ભાવહિંસા છે, સવિશેષ રાગદ્વેષને મનમાં સંગ્રહિત કરવા તે પણ સૂક્ષ્મ ભાવહિંસા છે.
[૮૩૯] કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો મનમાં તેના પ્રત્યે તેવો ભાવ રહેશે. પ્રસંગે અપમાન કરવાનો વિચાર આવશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ તરફ રાગ હશે અને અન્ય વ્યક્તિને તેના પ્રત્યે દુભવ હશે તો તમને રાગના કારણે દ્વેષ થશે. આમ અજ્ઞાનદશામાં જીવ નિરંતર હિંસા જ કરતો હોય છે માટે આત્મચિંતન દ્વારા આવા દુભવને નષ્ટ કરી સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો આપણને મળેલાં આ દેહાદિ સાધન છે. તેનો જો ધર્મમાર્ગે પરોપકારાર્થે ઉપયોગ ન કર્યો અને અન્યને પીડાજનક કાર્યો કર્યો તો તે માનસિક હિંસા છે. [૪]
કોઈ કહે કે અમે આમ તો હિંસા નથી કરતા. ખાસ સંયોગમાં કરેલી હિંસા હિંસા જ છે. આપણા જીવનના નિર્વાહ કાર્યો માટે હિંસા થાય છે. તોપણ તેમાં સાવધાની રાખવી જોઈએ. યદ્યપિ અહિંસાપાલન સાથે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. સંપૂર્ણ અહિંસાનું પાલન શક્ય નથી. માટે સાધુ ન થવાય તો સાદું જીવન જીવવું. દરેકની સાથે આત્મભાવે વર્તવું. તે સિવાય સીધી કે આડકતરી આ કાળના દરેક ભયંકર સંહારમાં – હિંસામાં આપણી ભાગીદારી પાપજનક છે. કોઈ પ્રાણીને તમે સુખ આપી શકતા ન હોવ તો દુઃખ તો ન જ આપશો. કોઈને જીવન આપી શકતા નથી તો મરણ ન આપશો. આવા તથ્યો આપણા જ સુખ માટે છે.
[૮૪૧]. આપણા યોગીઓ કેવો મૈત્રીભાવ કેળવતા કે તેમના શરીર પર સાપ ચઢે કરડે નહિ, સિંહ મળે તેમને ફાડે નહિ, આ જ આપણો ધર્મ છે. કોઈને ભયભીત ન કરો તમે પણ નિર્ભય થશો. સર્વ પ્રાણીને સુખ પ્રિય છે. દુઃખ પ્રિય નથી. તેમને ભયથી ખેદ થાય છે. માટે
અમૃતધારા ૨૩૧
Page #245
--------------------------------------------------------------------------
________________
શક્ય તેટલાં બાહ્ય કમ ઘટાડવા નિષ્પાપ જીવન જીવવું. [૮૪૨]
ધ્યાનના અનેક પ્રકાર છે. અશુભ ધ્યાનથી છૂટવા મંત્રાદિ શુભધ્યાન છે. ચિત્તની એકાગ્રતા માટે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનમાં ધારોકે વિપાક-વિચય કર્મના ફળનું ચિંતન કર્યું, એકાગ્રપણે ધ્યાન કર્યું, તે પરિણમનરૂપે થયું હોય તો જીવનમાં નાનાંમોટાં જે પણ કષ્ટો આવે, દુઃખો ઉપસર્ગો, સંકટ, પરીષહો આવે ત્યારે કર્મના ફળને દ્રષ્ટાભાવે જાણી ચિંતનમાં ટકે તો તે ધર્મધ્યાન આવે. વિવિધ પ્રકારના નિમિત્તો મળવા જ્યારે મનમાં રાગાદિભાવો જાગે ત્યારે તેના પ્રત્યે ચિત્ત લઈ ન જતાં ચિંતનમાં ટકે તો ધર્મધ્યાન આવે.
[૮૪૩] અપૂર્ણતામાં રહેલો પૂર્ણતાના લક્ષ્ય પોતાનામાં પૂર્ણતાની શ્રદ્ધા કરે છે. એ પૂર્ણતાની દઢતાથી અપૂર્ણતાના ખ્યાલો છૂટી જવાથી તેને વસ્તુ, સંયોગ, દુઃખ, દર્દ સ્પર્શતાં નથી. એટલે તો મહાત્માઓ દેહ બળે, કપાય કે વીંધાય તો પણ સ્વરૂપમાં જ તન્મય રહેતા. દુઃખથી મુક્ત એવા આનંદમાં રહેતા. પૂર્ણતાના આશ્રયનો આનંદ એટલે દર્દ દુઃખ પીડાથી મુક્ત એવો આનંદ. અરે પૂર્ણતાની પ્રાપ્તિના પ્રયત્નમાં પણ આનંદ, અનાદિ અનંત છું માટે આનંદ, દેશકાળની સીમાથી પર એટલે આનંદ. દેહ છતાં સગા સગપણથી અસંગ એટલે આનંદ. દેહથી ભિન્ન છું માટે આનંદ. પ્રભુની કૃપા વરસો અને આ દશા પ્રગટો. દેહને ચૈતન્યથી છૂટો પાડવાનો અભ્યાસ ગુરુગમે કરી પૂર્ણ સ્વરૂપને પામીએ.
[૮૪૪] જીવને સર્વજ્ઞદેવ – પરમાત્મતત્ત્વનું સત્ જ્ઞાન, ભાન કે દર્શન નથી ત્યાં કેવો છેતરાય છે? કોઈ સંગમના આરે જઈ સ્નાન કરે, ત્યાં આડેધડ ગોઠવેલા ચિત્ર વિચિત્ર આકારોને પૂજે. ગંદકી, ભીડ, બજાર મેળાઓમાં ભટકે અને દર્શનનો ભ્રમ સેવે. તેવા દોડતા જીવોને કહો શાંત, નિર્જન સ્થાન, એકાંત પવિત્ર સ્થળે શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરો, તે જીવને નહિ . પોતે દર્શન પામ્યો કે નહિ તેનું પણ તેને
૨૩૨ જ અમૃતધારા
Page #246
--------------------------------------------------------------------------
________________
ભાન નથી. દિવસના પાંચ છ તીર્થોમાં ફ૨શે, જાણશે કે યાત્રા થઈ. એક પવિત્ર સ્થાને છ દિવસ આત્મસંશોધન કરવા કે અભ્યાસ કરવાનું નહિ ફાવે. સ્વરૂપસંધાન એકાંત માગે છે, અને જીવ ભીડમાં શોધે છે, આમ જન્મો ગયા જીવ ન તો પ્રભુદર્શન પામ્યો, ન તો આત્મદર્શન પામ્યો. [૮૪૫]
સાધનામાં સાધ્યના લક્ષ્ય ભૂમિકા પ્રમાણે નિવૃત્તિમાં આત્મચિંતન કરે તો ચિત્તશુદ્ધિ થાય. આજે મન સ્થિરતાના અને શરીર સ્થિરતાના ઘણા પ્રયોગો ચાલે છે પણ જ્યાં સુધી જીવમાં સમત્વ નથી ત્યાં સુધી શરીર સ્થિરતા શાતા ભોગવશે, જીવને ભ્રમ થશે કે ધ્યાન થયું. વૃક્ષ સ્થિર છે પણ સમત્વ નથી. સમત્વનો બોધ નથી તો વૃક્ષની સ્થિરતામાં સમત્વ વગર તેને કંઈ લાભદાયી થતી નથી. ચિત્તની સ્થિરતા અને સમતા હશે તો આત્મહિત માટે થશે. તેમાં દેહની સ્થિરતા હો તો ભલે. અપેક્ષાએ સહાયક થશે. મુખ્યતા શુદ્ધ પરિણામની છે. [૮૪૬]
મુસાફરીમાં અપરિચિત સ્થળની યાત્રામાં ભોમિયાની જરૂર પડે છે. જાતે ચાલવા માંડે તો ભટકી પડવાનો સંભવ છે. સમય વ્યર્થ જાય. આ તો પરમ સમીપે સ્વરૂપપ્રાપ્તિની અનંતની યાત્રા છે. તેમાં સદ્ગુરુ નિશ્રા, સદ્ગુરુ કૃપા, તેમની કરુણાસભર દૃષ્ટિની અત્યંત આવશ્યકતા છે. તે સિવાય સાધનામાર્ગમાં જીવ ભૂલો પડે છે, એ ચાલે છે ખરો પણ સંભવ છે કે માઈલસ્ટોન જુદો જ જુએ અને કરેલી યાત્રા વ્યર્થ જાય. [૮૪૭]
ગુરુનિશ્રામાં રહેવા તેમની કૃપાને પાત્ર થવા ગૌતમસ્વામીની જેમ અહંકારનું વિસર્જન કરવું પડે. ગુરુજનોના બોધ સ્વીકારમાં જીવને અહંકારનાં રોડાં વચમાં આવે છે. જેની પાસે સમર્પણ ભાવ હોય ભક્તહૃદય હોય, તીવ્ર જિજ્ઞાસા હોય, પોતાના મંતવ્યોનો આગ્રહ ન હોય, તે ગુરુજનોની સાથે આત્મીયતા કરી શકે છે. વિશેષ ગુરુજનો પ્રત્યેના વિનયથી માર્ગપ્રાપ્તિ સુલભ છે.
અમૃતધારા * ૨૩૩
Page #247
--------------------------------------------------------------------------
________________
સીસ દીયે ગુરુ મિલે તો ભી સસ્તા જાન’ આથી ઉત્તરાધ્યયન જેવા મહાન ગ્રંથમાં પ્રથમ અધ્યયન વિનયનું
જૈન દર્શનનું શિક્ષણ નમોથી શરૂ થાય છે. [૮૪૮]
નમો અરિહંતાણે. જેમ દીપકથી દીપક ચેતતો આવ્યો છે તેમ ગુરુપદેશ દ્વારા જ્ઞાન થતું આવ્યું છે, તે વાર્તા અનાદિ છે, છતાં સદ્ભુત વ્યવહારમાં કોઈ સમ્યગુજ્ઞાનમય સ્વભાવવસ્તુની પ્રાપ્તની પ્રાપ્તિ થયા પછી એ અપૂર્વ ઉપકારનો લોપ કરી ગુરુના નામને પ્રસિદ્ધ કરતો નથી, તે મહાપાતકી, મિથ્યાદૃષ્ટિ છે. અર્થાત્ ગુરુપદને ગુપ્ત રાખવું તે, ઈષ્ટ કે શ્રેષ્ઠ નથી.”
[૮૪૯] જેમ ગંગા જમનાદિક નદી સમુદ્રની સાથે મળી છે તે જ પ્રમાણે ગુરુ ઉપદેશ પામીને સમ્યગ્દષ્ટિ જિનેન્દ્ર સાથે તન્મય થાય છે. જેમ કોઈને ચંદ્રદર્શન કરાવવા અંગુલીથી નિર્દેશ કરે છે તેમ ગુરુ ઉપદેશ દ્વારા સાધકને સ્વસ્વરૂપનું ભાન કરાવે છે.
[૮૫] જેમ પુષ્પમાં સુગંધ છે, તલમાં તેલ છે તેમ આ લોકાલોકમાં તથા તનમનવચનમાં અને તેના શુભાશુભ વ્યવહારકર્મ છે તેમાં અતન્મયપણે સહજ સ્વભાવથી સમ્યગુજ્ઞાન છે. એ શુભાશુભ વિકાર ભાળીને તેનાથી ગ્લાનિ કરીને સ્વસમ્યગજ્ઞાન રત્નને તન્મયરૂપ ધારણ કરતો નથી તે મિથ્યાષ્ટિ છે. જેમ સૂર્ય સૂર્યની અંદર છે તેમ રત્નત્રય સ્વભાવમાં છે તેને ધારણ કરવું, કેવળ શુભાશુભ વિકારમાં અટકી ન જવું.
[૮૫૧] સૂકા ઘાસના મોટા ઢગલાને એક અગ્નિકણ અનુક્રમથી બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે કોઈ જીવને ગુરુ ઉપદેશથી એક સમય માત્રમાં સમ્યગુજ્ઞાનાગ્નિ તન્મયરૂપ લાગી જાય છે તો અષ્ટક બળી જાય છે, ત્યાર પછી જે બાકી રહે છે તે જ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય
૨૩૪ અમૃતધારા
Page #248
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્રાનમય સ્વભાવવતુ અખંડ અવિનાશી રહેશે. [૮૫૨]
“અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર પ્રભુ ર્યો અહો અહો ઉપકાર.”
(શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર) જેમ સોનાની કટારથી કલેજું ચિરાઈ જાય, તેમ લોખંડની છરીથી કલેજું કપાઈ જાય. સ્વસ્વરૂપ જ્ઞાનમય જીવનું પાપાનુબંધી પુણ્યથી કે પાપથી ભલું થતું નથી. પરંતુ પાપપુણ્ય સાથે અગ્નિ ઉષ્ણતાવતું તન્મય થઈ જે પુણ્ય પાપ કરે છે તેને મારાં માને છે, તેનાથી સુખદુઃખ અનુભવે છે તે મૂર્ખ મિથ્યાદૃષ્ટિ છે. સૂર્યથી જેમ અંધકાર ભિન્ન છે તેમ જીવ પુણ્યપાપથી ભિન્ન થઈને પૂર્વકર્મવશ પુણ્ય-પાપ કરે છે છતાં જ્ઞાની સમ્યગ્દષ્ટિવાન છે.
[૮૫૩] જેમ દૂધના ભરેલા કળશમાં એક નીલમણી રત્ન નાખવાથી તે દૂધનો તથા નીલમણી રત્નનો રંગ એકસરખો નીલમણીરત્નના તેજ જેવો સમાન ભાસ થાય છે. તે જ પ્રમાણે જ્ઞાન અને શેયનો એકસરખો ભાસ થાય છે. પરંતુ જ્ઞાન-અજ્ઞાન કદી કોઈ પ્રકારથી તન્મયરૂપ થતાં નથી.
[૮૫૪] જેમ લાલ લાખ પર લાગેલા લાલ રત્નને તે રત્નમાં લાખ અને રત્નની બંનેની લાલાશ એકસરખી તન્મયવત્ દેખાય છે. તોપણ બંનેની લાલાશ ભિન્નભિન્ન છે, તેને ખરો ઝવેરી પારખે છે. તેમ આકાશ અરૂપીનિરાકાર અજીવમય છે. અને સ્વસમ્યગ્રજ્ઞાનમયી અરૂપી-નિરાકાર
જીવમય છે, બંને તન્મયવતું મિથ્યાષ્ટિને ભાસે છે. સમ્યગ્દષ્ટિવાને બંનેને ભિન્ન ભિન્ન સમજે છે. માને છે. કહે છે.
[૮૫૫] જેમ કોઈ નૌકા રંગ રંગીલી સજાવટવાળી છે તો ઉતારુને પાર કરી દે છે. વળી નૌકા રંગરંગીલી ન હોય તો પણ નદી પાર કરી દે છે. તે જ પ્રમાણે કોઈ ન્યાય, વ્યાકરણ, નય વિગેરે યુક્ત ગુરુ છે તો સંસારસાગરથી પાર ઉતારી દે છે તેમ કોઈ ગુરુ ન્યાય વ્યાકરણ
અમૃતધારા ૨૩૫
Page #249
--------------------------------------------------------------------------
________________
નય આદિ રહિત છે પરંતુ સ્વસમ્યગુજ્ઞાનાનુભવી છે તે સંસારસાગરથી પાર ઉતારી દે છે.
| [૮૫૬] એક બાળક માટીના ખોટા બળદ સાથે પ્રીતિ કરે છે અને ખેડૂતનો બાળક સાચા બળદ સાથે પ્રીતિ કરે છે. પરંતુ ખોટા સાચા બંને બળદ પર પ્રીતિ કરવાવાળા બંને બાળકો દુઃખી છે કારણ કે ખોટા બળદને કોઈ તોડે તો બાળક પ્રીતિને કારણે દુઃખી થાય છે અને સાચા બળદને કોઈ પીડા આપે તો ખેડૂતનો બાળક દુઃખી થાય છે. આમ રાગને કારણે બંને દુઃખી છે.
[૮૫]. એક જ વાર તૃપ્ત થયો છે જે અનંતજ્ઞાન શક્તિનો ભેદ તેનાથી હવે પલટતો નથી. પોતાની જ્ઞાનશક્તિ વડે બાહ્ય પરરૂપ શેય પદાર્થોમાં રાગભાવ કરતો નથી, નિશ્ચય આત્મજ્ઞાનના વિવેક વડે સ્વરૂપ સન્મુખ થયો છે. તેવો પરમાત્માનો આરાધક પુરુષ છે તે જ ભગવાન આત્મા છે. અવસ્થાભેદથી સાધ્ય-સાધક ભેદ છે.
[૮૫૮] છોડ પર ગુલાબ છે અને કાંટો પણ છે. ગુલાબ કરમાય છે કાંટો કરમાતો નથી. તેમ ધર્મમાર્ગે જતાં સજજનને સહેવું પડે. અધર્મી કે દુર્જનને સહેવાનું નથી. કાંટો પુષ્પની સુવાસ સાથે હોય છે પરંતુ સુવાસને માણી શકતો નથી. તેમ અધર્મી ધર્મનું સુખ માણી શકતો નથી. પુષ્યને મસળો અત્તર બની જશે. કાંટો મસળવાની હિંમત પણ ન કરાય. તે મસળાય નહિ, તમારા હાથને પીડા પેદા કરે. આમ કાંટા જેવા અધર્મી અન્યને પીડા પેદા કરે છે. ભલે કાંટો ગુલાબ સાથે પેદા થયો પણ વ્યર્થ. તેમ મનુષ્ય ભલે નરદેહ પામ્યો પણ વ્યર્થ.
શ્રેણિક મહારાજાએ રાજ્ય છોડ્યું નહિ, પુત્રે જુલમથી છોડાવ્યું છતાં તેમની પાસે કયું બળ હતું કે જેથી તેઓ સંસારથી તરી ગયા? શ્રેણિકમહારાજાને ત્યાગ ન હતો, પણ રાગનું દુઃખ હતું. સુખનો રાગ છોડવા જેવો છે તેવી દઢ શ્રદ્ધા હતી. તેથી તે નગરજનોને જાહેર કરતા કે જેને ભગવાન પાસે દીક્ષા લેવી હોય તે લઈ લો તમારા
૨૩૬ અમૃતધારા
Page #250
--------------------------------------------------------------------------
________________
બધા જ કુટુંબીજનોનો નિર્વાહ સંપૂર્ણ રીતે રાજ્ય તરફથી કરવામાં આવશે. તમારા ત્યાગની અત્યંત અનુમોદના કરું છું. આ ધર્મીનું લક્ષણ છે. [૮૬૦]
મૃગ આદિથી ભરેલા વનમાં આગ લાગે ત્યારે કોઈ માનવ વનની મધ્યના એક વૃક્ષ પર ચઢી જાય, અને અગ્નિમાં ભસ્મીભૂત થતાં પ્રાણીઓના દુઃખને નિહાળે પણ તેને ખબર નથી કે થોડી વારમાં એ અગ્નિ મને અને આ વૃક્ષને પણ ભસ્મીભૂત કરશે. તેમ અજ્ઞાની જીવ ધનાદિકના નિમિત્તે અન્યને દુ:ખી થતાં જુએ છે ત્યારે પોતે પોતાને સહીસલામત માને છે. તે વિચાર કરતો નથી કે આવી વિપત્તિઓ મને પણ આવશે. એક વાર કાળ તેનો પણ કોળિયો કરી જશે. [૮૬૧]
ધનિકો લોભવશ વ્યાજની કમાણી માટે કાળ પસાર કરવાની ઇચ્છા રાખે છે કે કાળ જશે તેમ મને વ્યાજ વધુ મળશે, પણ ત્યારે તે વિચારતો નથી કે દિવસો વધશે ત્યારે વ્યાજ વધશે પણ તેટલો સમય મારા આયુષ્યનો ઓછો થશે. ધનના લોભમાં જીવને તે મરણ ત૨ફ દોડે છે તેનું તેને ભાન નથી. [૮૬ ૨] જેમ અગ્નિમાં ગમે તેટલાં કાષ્ઠ નાંખો, અગ્નિ ધરાતો નથી વધુ પ્રદીપ્ત થાય છે. સાગરમાં ગમે તેટલી નદીઓનાં નીર ઠલવાય સમુદ્ર અતૃપ્ત જ રહે છે. તેમ ધનાદિકની તૃષ્ણા ગમે તેટલા ભોગપદાર્થો મળે પણ તૃપ્ત થતી નથી.
[૮૬૩]
આત્મસ્વરૂપ સ્વયં એવું આશ્ચર્યકારી છે કે તેનું જ્ઞાન-ભાન થતાં વિષયો પ્રતિ ભોગબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. જેમ જેમ યોગી સાધકને સ્વાનુભવરૂપ સ્વસંવેદનમાં આત્માનો આનંદ આવે છે તેમ તેમ સુલભ્ય રમ્ય વિષયો તરફથી તેમનું મન હટતું જાય છે. તે સુંદર લાગતા વિષયો તેમને આકર્ષી શકતા નથી. આધ્યાત્મિક આનંદ આગળ વિષયભોગોનો આનંદ તુચ્છ અતિ વ્યર્થ લાગે છે. વિષયોની વિરક્તિ જ યોગીને સ્વાત્માનુભવને પ્રગટ કરે છે. (ઇષ્ટોપદેશ)
[૮૬૪]
અમૃતધારા * ૨૩૭
Page #251
--------------------------------------------------------------------------
________________
મારાતારાના ભેદ ટાળ્યા વગર અભેદદશાનું લક્ષ્ય અવતરતું નથી. અભેદદશા આવ્યા વગર જીવ જીવરૂપે જણાતો નથી સમજાતો નથી, પ્રગટતો નથી.
[૮૬૫]. કોઈ કહે જીવ જ્ઞાનના અભાવે ભટકે છે કોઈ કહે ક્રિયાના અભાવે ભટકે છે, કોઈ કહે નિશ્ચયના લક્ષ્ય વગર ભટકે છે. કોઈ કહે સ્વરૂપના ભાન વગર ભટકે છે. આમ અભેદના પણ ભેદ ઊભા થાય છે. આ વિવાદ માયાજાળ છે. જીવ સ્યાદવાદની ગર્ભિત શુદ્ધ પરિણતિ વગર અને સાચી સમજ વગર ભટકે છે.
[૮૬૬] પુદ્ગલદેહ શરીર સપ્ત ધાતુનું બનેલું છે. તેમ તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને આકાશ પંચમહાભૂત રહેલા છે એ સર્વ પ્રકારોથી આત્મા નિતાંત ભિન્ન છે. શરીરમાં રહેલા પૃથ્વીતત્ત્વ અસ્થિ મળાદિ છે. રસ રુધિર, પાણી વિગેરે જલ તત્ત્વ છે. આંખનું તેજ શરીરની ઉષ્ણતા જઠરાગ્નિ અગ્નિતત્ત્વ છે. શરીરમાં રહેલ પાંચ પ્રકારના વાયુ વાયુ તત્ત્વ છે. શરીરમાં રહેલ પોલાણ આકાશ તત્ત્વ છે. તેમાં રહેલું ચેતન તત્ત્વ અતન્મયપણે છે.
[૮૬૭] પંચભૂતની બનેલી કાયા ધરતી પર તથા આકાશમાં રહેલા પૃથ્વીમાંથી પૃથ્વી તત્ત્વ મેળવે છે. વર્ષાદિ દ્વારા જળતત્ત્વ મેળવે છે. સૂર્યાદિના પ્રકાશમાંથી અગ્નિતત્ત્વ મેળવે છે. વાયુ વીંઝણથી વાયુ તત્ત્વ ગ્રહણ કરે છે. કાયા જગા રોકીને આકાશતત્વ મેળવે છે. કથંચિત યોગીઓને આ સૂક્ષ્મ આહારોની સહજતા પ્રાપ્ત થતાં સ્કૂલ આહારાદિની જરૂર નહિ પડતી હોય અથવા દિવસો સુધી આહાર વગર રહી શકતા હોય છે.
[૮૬૮] અન્ય રીતે દેહધર્મ આહાર માટે રસોઈના સાધનોમાં ક્ષાર વિગેરેમાં પૃથ્વીતત્ત્વ છે. રસોઈમાં વસ્તુમાં જગાને સ્થાન છે તે આકાશતત્ત્વ છે. અગ્નિ ચેતવામાં વાયુતત્ત્વ છે. અગ્નિતત્ત્વથી રસોઈ પાકે છે. રસોઈમાં જળતત્ત્વનો પણ ઉપયોગ છે. [૮૬૯].
૨૩૮ અમૃતધારા
Page #252
--------------------------------------------------------------------------
________________
અરે આ પંચભૂતથી આત્મા છૂટો પડે છે પછી પણ આ પંચભૂત, પંચભૂતને હવાલે થાય છે. અગ્નિ સંસ્કાર માટે અગ્નિતત્ત્વને સોંપાય છે. શબને પૃથ્વી તત્ત્વને સોંપવામાં આવે છે. જળસમાધિ લેનાર જળતત્ત્વને હવાલે કરાય છે. જંગલમાં કે કૂવામાં ઉતારી દેવામાં વાયુતત્ત્વને હવાલે કરાય છે. સર્વત્ર આકાશરૂપ વાતાવરણ હોય જ છે. આમ આત્મા અને દેહ તદ્દન ભિન્ન તત્ત્વ છે તે સમજાય છે.
[૮૭9] અશાતાના ઉદયમાં આ પંચભૂતનો કોપ જોવામાં આવે છે. પૃથ્વીતત્ત્વની માત્રા વધી જાય તો પથરી થાય, હાડકા વધી જાય. જળતત્ત્વનો કોપ થાય તો જળોદર જેવા રોગ થાય. અગ્નિતત્ત્વનો કોપ વધે તો દાહજ્વર કે એસિડિટી જેવા રોગ થાય. વાયુનો કોપ થાય તો પેટમાં ગેસ ભરાઈને પીડા થાય. આકાશતત્ત્વનો કોપ થાય તો શરીર વધુ સ્થૂલ થતું જાય.
[૮૭૧] કુદરતમાં આ પંચભૂતનો પ્રકોપ થાય છે. પૃથ્વીના પ્રકોપથી ધરતીકંપ થાય. જળતત્ત્વના પ્રકોપથી નદીઓના પૂર આવે, અતિવર્ષ થાય. અગ્નિતત્ત્વના કોપથી જંગલોમાં, ડુંગરામાં દાવાનલ લાગે. વાયુતત્ત્વના કોપથી વાવાઝોડાં થાય. આકાશતત્ત્વના કોપથી વાતાવરણમાં રોગચાળો ફેલાય. પૌદ્ગલિક જગતમાં પણ આ પ્રમાણે દ્રવ્યના સ્વતંત્ર પરિણમન હોય છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતું
[૮૭૨] જો પંચભૂતના આ શરીરપિંડથી સ્વસ્વરૂપ સમ્યગુ જ્ઞાનમય પરમાત્મા તન્મયપણે હોત તો કોઈ જીવ ક્યારે મરે નહિ કારણ કે પરમાત્મા સ્વભાવથી અમરણા – અવિનાશી છે. વળી આ લોકાલોક જગત સંસાર દેખાય છે તેની સાથે સ્વસ્વરૂપમય પરમાત્મા તન્મય હોત તો જીવમાત્રને પરમાત્મ સ્વરૂપ પ્રગટ જ હોત. [૮૭૩]
જ્યાં સુધી પક્ષી બે પાંખવાળું છે, પાંખ સાથે તન્મયી છે ત્યાં સુધી તે અહીંતહીં ભમે છે. પરંતુ જો તેની પાંખો ખંડિત થાય તો
અમૃતધારા ૨૩૯
નથી.
Page #253
--------------------------------------------------------------------------
________________
તે અહીં તહીં ભમે નહિ પણ એક સ્થાને અચલ રહે છે. તે પ્રમાણે જીવ જ્યાં સુધી નિશ્ચય વ્યવહાર સાથે તન્મય છે, તેના ભેદપ્રભેદમાં ગૂંથાયો છે ત્યાં સુધી તે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. પરંતુ જ્યારે જીવની કાળલબ્ધિ પાકે છે, ત્યારે વ્યવહાર નિશ્ચય બંને પક્ષ ગુરુગમ દ્વારા નિર્મુળ થઈ જાય છે. જીવનયાતીત દશા પામે છે ત્યારે તેનું ચારે ગતિનું પરિભ્રમણ ટળે છે, અને સ્વસ્વરૂપમાં અચલ અને સ્થિર રહે છે.
[૮૭૪] જ્ઞાની થવું, હોવું, કહેવડાવવું મોટી વાત નથી, પણ જ્ઞાનીની દૃષ્ટિએ જ્ઞાની થવું એ બહુ કઠિન છે. કારણ કે વિદ્વત્તા, બુદ્ધિના ક્ષયોપશમથી વિદ્વાન બની શકે પણ અનુભવી જ્ઞાની ન બની શકે. જ્ઞાનીની અંતર પરિણતિ પલટાઈ જાય છે.
[૮૭૫] “વાકપટુતા એ વિદ્ધા, જન મન રંજન હેત
પરમારથ પરખે નહિ શાશ્વત પદ કર્યું લેત ?” જે જ્ઞાનથી અંતરની પરિણતિ સુધરે નહિ, જે જ્ઞાન મળ્યા પછી સમજ આવે નહિ, વિષયોની વિરક્તિ થાય નહિ, કષાયો ઉપશાંત થાય નહિ તે જ્ઞાન જ્ઞાન નથી. પાણીમાં રહેલ પથ્થર જેવું છે. કૂણાશ આવે નહિ.
૮િ૭૬] સમ્યગુજ્ઞાન વિનય અને સમજણપૂર્વકનું છે. દૂધમાં ભળતી સાકર સમાન છે, સન્ની જિજ્ઞાસા છે. સમ્યગૃજ્ઞાન જીવનમાં ભળે એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય.
[૮૭૭] “સદ્ગુરુ કહે સહજ કા ધંધા વાદવિવાદ કરે સો અંધા.” દિગંત - બુદ્ધિમાનને વિનયના ચમત્કારો નહિ સમજાય એ શિષ્યની સ્મૃતિ ઘણી મંદ. પોતાની આ નબળાઈનો સ્વીકાર કરી તે ગુરુની સેવા પૂરા દિલથી કરે. ગુરુએ તેને ભણવા બેસાડ્યો લગભગ પચીસ વાર પાઠ આપ્યો, પણ વ્યર્થ. ગુરુ કંટાળ્યા. કહે, જા પોથી વિગેરે બાંધીને ઊંચે મૂકી દે, અને સૂઈ જા. સરળ હૃદયી શિષ્ય વિયા
૨૪૦ ૪ અમૃતધારા
Page #254
--------------------------------------------------------------------------
________________
કે ગુરુજીને કંટાળો આપવો તે પણ અશાતના છે. એટલે પોથીને ખીંટીએ મૂકી, પોતાના આસન પર ભર બપોરે સૂઈ ગયો. [૮૭૮]
થોડી વારે ગુરુજીની નજર ગઈ. કેમ સૂતો છું? જવાબ: આપની આજ્ઞા પ્રમાણે. ગુરુ પણ સરળ હૃદયી. તેમણે વિચાર્યું કે જેવો સેવાતત્પર છે તેવો જ સરળ છે. અને ગુરુના હૃદયમાં કંટાળાને બદલે કરુણા પ્રગટી. .
ગુરુ કહે આમ બપોરે સાધુ સૂએ નહિ શિષ્ય તરત જ ચરણે પડી ક્ષમા માંગી. ગુરુએ તેના મસ્તક પર હાથ મૂક્યો. અને પાસે બેસાડી પાઠ આપ્યા. શિષ્યને પાઠ આવડતા ગયા.
“એક બાજુ વિનય હતો સામે વિદ્યા હતી' સુમેળ થયો. એ મુનિ ધર્મવિજયે ખૂબ અભ્યાસ કરી અન્યને પણ જ્ઞાન આપ્યું. [૮૭૯]
ગુરુની ગુરુતામાં કરુણા છે, લાઘવતા છે, શિષ્ય સાથે સમત્વ છે તે સાચું શિક્ષણ આપી શકે. પણ જે શિષ્યને જીવનભર શિષ્ય જ રાખે, પોતે ગુરુતામાં જ રહે તો તે ગુરુતામાં પણ પામરતા છે. ગુરુનું ગુરુત્વ પોતાની ગુરુતા ભૂલવામાં છે. શિષ્યનું શિષ્યત્વ સમર્પણતામાં છે. અંતે ગુરુ શિષ્યના ભેદ પણ સમાપ્ત થાય તેવું જ્ઞાન આપે તે ગુરુ. મહાવીર ભગવાન કહેતા, હે ગૌતમ ! તમે મારા જેવું જ સ્થાન પામવાના છો. ગુરુ શિષ્યનો ભેદ સાધના કાળમાં હોય, સાધ્યમાં અભેદતા છે. તે સ્વરૂપની સ્વતંત્રતા છે. [૮૮૦)
જીવંત ઉદાહરણઃ
સંસારી જીવો કોઈ સંસ્કારવશ સંસારનો ત્યાગ ન કરે પણ જીવનમાં વિશિષ્ટતાઓ પ્રગટે તે નિકટભવી જીવો જાણવા. એવા હતા એ અમદાવાદના “ઉજમફઈ.” - શ્રીમંત ઘરની લાડકી કન્યા, લગ્ન લેવાયાં. વડીલોએ ૫૦૦ ગાડા ભરી કરિયાવર આપવો એવું નક્કી કર્યું. પણ ઉજમને કંઈ હર્ષ નહિ. વડીલોને એમ કે કોઈએ ગામમાં કરિયાવર ન કર્યો હોય તેવો કરિયાવર
અમૃતધારા ૨૪૧
Page #255
--------------------------------------------------------------------------
________________
થશે, છતાં ઉજમને કંઈ હર્ષ નહિ. એટલે પૂછ્યું તારે શું જોઈએ. કન્યાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો “દેરું'
પિતા પણ કેવા? લાડકીની ઇચ્છા પૂરી કરવા પાલીતાણા નવ ટૂંકમાં “ઉજમફઈની ટૂંકનું સર્જન થયું.” સ્ત્રીને સામાન્યતઃ અલંકારો, વસ્ત્રો ગમે. ઉજમફઈનું કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. તેમણે બીજાં પણ મંદિરોનું નિર્માણ કર્યું.
[૮૮૧) વિશિષ્ટતાની પરંપરા જાણવી છે? ભર યુવાન વયે ભાઈ સાથે પાલીતાણા તીર્થે નવાણુ યાત્રા કરવા ગયા. રોજે એક જ યાત્રા કરે. શરીરની તાકાત નહોતી એવું ન હતું. પણ પ્રભુની ભક્તિયાત્રામાં પ્રસાદ નહિ અને ઉતાવળ પણ નહિ. વીસેક યાત્રા થઈ અને માઠા સમાચાર આવ્યા કે ઉજમના પતિનું અવસાન થયું છે. ભાઈએ તરત જ અમદાવાદ જવાની તૈયારી કરી. પણ ઉજમ તો ભક્તિના રંગે રંગાયેલી નારી. ભાઈને કહે, ભક્તિ, ધર્મયાત્રા સંકટમાં છોડાય નહિ, ભક્તિને – ધર્મને સંકટનો સહારો બનાવવાનો. વળી બન્યું છે તે આપણા જવાથી ન બન્યું થવાનું નથી. અને શોક કરવાને બદલે વિશેષ ભક્તિમાં લાગી ગયાં. આ આંતરિકદશાની દઢતા અને નિર્મળતા હતી. [૮૮૨]
શેષ જીવન ભક્તિભર્યું. ધન સંપત્તિ પૂરા દિલથી સત્કાર્યોમાં વાપરતાં રહ્યાં. સ્ત્રીસમાજ માટે આ કાળમાં અર્થાત્ એક શતાબ્દી પહેલાં કેવો ઉત્તમ આદર્શ આપતાં ગયાં! સ્ત્રી પ્રકૃતિની સંકુચિતતા, અને ધન વૈભવની માયા છોડી ઉત્તમતાને વિકસાવવાનું પ્રેરકબળ પ્રાપ્ત કરીએ. સંસારની માયાજાળ, મોહપાશની ગૂંચને ઉકેલી આત્મશ્રેય પ્રાપ્ત કરીએ.
[૮૮૩ કાઉસ્સગ – કાયોત્સર્ગ = દેહભાવના મમત્વનો ઉત્સર્ગ) ત્યાગ.
દેહનો નેહ અનાદિનો છે, તે વિચાર માત્રથી દૂર થાય તેવો નથી, દુરંત છે. ગીતાર્થ જનોએ તેનું રહસ્ય પ્રગટ કર્યું છે કે સંસારના દુઃખથી છૂટવાનો ઉપાય જ્ઞાન છે, તે જ પ્રમાણે કાઉસ્સગ મુદ્રાનું પણ માહાસ્ય
૨૪૨ - અમૃતધારા
Page #256
--------------------------------------------------------------------------
________________
છે.
[૮૮૪]
આગમ પદ્ધતિમાં છે કે કાઉસ્સગ્ગમાં જે જ્ઞાન સૂત્ર કે અર્થથી ભણ્યા હોય તેનાં સૂક્ષ્મ રહસ્યો અને પદાર્થોનું કાઉસ્સગ મુદ્રામાં રહીને (ઊભા કે પદ્માસન) ચિંતન, મનન કરવું, જેનાથી બંધાયેલા અનેક પ્રકારના અશુભ કર્મો નાશ પામતાં અને આત્મામાં ગુણોનો પ્રકાશ દર્શન પેદા થતાં. [૮૮૫]
આત્મિક ગુણોની સ્થિરતા વધતી જાય તેમ તેમ જ્ઞાનનો ક્ષયોપશમ નિર્મળતા) દર્શનનો ક્ષયોપશમભાવ. અંતરાયકર્મનો ક્ષયોપશમભાવ વધતો જાય. જેથી રાગાદિના ઉદય નિષ્ફળ જાય. આથી પંચમહાવ્રતધારી મુનિઓ કાઉસ્સગમાં કલાકો સુધી જ્ઞાન સ્વાધ્યાય કરતા હોય છે. [૮૮૬]
શ્રી તીર્થંકરના આત્માઓ પણ ત્રીજા ભવે રાગાદિને નિષ્ફળ બનાવવા સંયમ સ્વીકારી કાઉસ્સગ ધ્યાને રહી, અનુભૂતિ પેદા કરવા, જ્ઞાનગુણની સ્થિરતા પેદા કરવા, એકવીસ કલાક કાઉસ્સગ મુદ્રાએ જ્ઞાનનો સ્વાધ્યાય કરતા. હજારો લાખો વર્ષ એમ કરવાથી સંસ્કારની એવી દૃઢતા થતી કે તેઓ આત્મા અને દેહનું ભેદજ્ઞાન કરી આત્મામાં જ સ્થિર રહેતા. આથી કોઈ શરીરને ચંદનનો લેપ કરે તો સુખરાગ પેદા ન થતાં અને વાંસલાથી છોલે તો દુઃખ-દ્વેષ પેદા ન થતાં. આવા સમભાવના પ્રતાપે વળી દેવલોકમાં જન્મ લે, ત્યાં રાગના અનેક પદાર્થો છતાં અસંખ્યાત વર્ષો સુધી રાગ પેદા ન થવા દે. અવિરતિ હોવા છતાં જ્ઞાનના ક્ષયોપશમભાવના કારણે સુખભોગના સાધનમાં મારાપણાની બુદ્ધિ થવા ન દે. ભેદજ્ઞાન ટકી રહે. [૮૮૭]
આ રીતે કોઈ જીવ નરકમાં જાય તો ત્યાં ભયંકર દુઃખની વેદનામાં પણ ભેદજ્ઞાનની દૃઢતાને કારણે આત્માને સમાધિભાવમાં રાખી અસંખ્યાતા વર્ષો સુધી જ્ઞાનના સ્વાધ્યાયમાં ટકી શકે. વળી જ્યારે અંતિમ જન્મ લે ત્યારે પણ ભેદજ્ઞાનને કારણે સંસાર અવસ્થામાં જ્ઞાનના
અમૃતધારા * ૨૪૩
Page #257
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયમાં રહેવા પ્રયત્ન કરે. સંયમ સ્વીકારી જે કોઈ ઉપસર્ગો કે પરીષહો આવે તેને સહન કરીને આત્યંતિકપણે રાગાદિનો નાશ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે અર્થાત્ પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે. [૮૮૮]
આવા કાઉસ્સગ કે જે અરિહંતોએ જીવનમાં આચરીને રાગાદિનો સંપૂર્ણ નાશ કર્યો, એવું કાઉસ્સગ તપ અનંતી પુણ્યરાશિથી આપણને મળ્યું છે. યદ્યપિ વર્તમાનમાં આ રીતે કાઉસ્સગ કરાતો નથી. આજે જ્ઞાનનો અભ્યાસ ખૂબ જ ઘટી ગયો છે. તેથી કાઉસ્સગ મુદ્રામાં ચિંતન મનની શક્તિ રહી નથી. તેના કારણે જીવો અશુભ ધ્યાનના વિચારો ન કરે તે કારણથી જ્ઞાની ભગવંતોએ લોગસ્સ અને નવકારના કાઉસ્સગનું વિધાન કર્યું. જેથી રાત્રિ દિવસના પાપનું પ્રાયશ્ચિત્ત થાય. તેની ગણત્રીનો ક્રમ આપ્યો છે. તે પણ શ્વાસોચ્છવાસની ગણત્રી સાથે છે. પરંતુ આ પદ્ધતિ નહિવત્ થઈ ગઈ એટલે આત્મશુદ્ધિની અનુભૂતિ કરી શકતા નથી.
[૮૮૯] જેનશાસનના દરેક અનુષ્ઠાનમાં કાઉસ્સગનું માહાત્મ છે. જેટલો સમય કાઉસ્સગમાં રહે તેટલા સમય રાગાદિ પરિણામ નાશ પામે. દેહનું મમત્વ ઘટે, ભેદજ્ઞાન પ્રાપ્ત થતું જાય, જેટલા કાઉસ્સગ વધારે તેટલી ભેદજ્ઞાનની સ્થિરતા વધે, રાગાદિનો નાશ થાય અને જીવ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે.
[૮૯૦) લોગસ્સ ભણી ન જ શકે તેને માટે નવકારના કાઉસ્સગ છે. કાઉસ્સગથી વંચિત ન રહે તેને એક લોગસ્સ બરાબર ચાર નવકાર કરવાના છે. એક નવકારના આઠ શ્વાસોચ્છુવાસ થાય, ત્રણ નવકારના ચોવીસ થાય, પચીસમા શ્વાસોચ્છવાસ માટે ચોથો નવકાર ગણવાનું વિધાન છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસ એ રીતે ગણાય
[૮૯૧] ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષમાર્ગની સાધનાને પણ સળગાવી દે છે. આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે, માટે મોક્ષ સાધનાને
૨૪૪ અમૃતધારા
છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
ટકાવવામાં, સફળ બનાવવામાં ભોગતૃષ્ણાનો વિરોધ એવો મુક્તિનો રાગ-દ્વેષ મહત્ત્વનો છે.
[૮૯૨] મુક્તિના અદ્વેષથી સાધક આ માર્ગમાં નિર્ભય બને છે, ધર્મની સક્રિયાના આસ્વાદને માણે છે, શ્રદ્ધે છે, પ્રસન્નતા વૃદ્ધિ પામે છે. આવા ગુણાત્મક વલણથી મન સ્થિરતા પામે છે, આધ્યાત્મિકતાની આ યાત્રામાં સાધકની શુદ્ધિ થતાં તે ક્રમે પરમાનંદને પામે છે. [૮૯૩]
સાગરમાં રહેતી માછલીને પાણીના વહેણ અને અન્ય પ્રાણીઓ સાથે નિરંતર સંઘર્ષ હોય છે. તેમ સંસારમાં રહેતા જીવોને શુભાશુભ કર્મોના યોગે સંઘર્ષ રહે છે. તે પૂર્વસંચિત કર્મોનો ઉદય છે. તેથી ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા ન બંધાય તેમ આત્માને સચેત રાખવો પડે તે કર્મોના ઉદય વખતે હર્ષ શોક ન કરતાં સમતાથી ભોગવી લેવા.
[૮૯૪] અનાદિકાળમાં જીવને કંઈ યોગ મળ્યા નથી તેમ નથી. આત્મા અનાદિકાળથી રખડ્યો તે માત્ર એ નિગ્રંથના ધર્મના અભાવે. એવા નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે જૂન જ છે. તે નિગ્રંથ જનો કેવા હતા? જેના એક રોમમાં કિંચિત માત્ર મોહ અજ્ઞાન કે અસમાધિ રહી નથી. તેમના વચનના બોધ માટે કહેવાનું અલ્પજ્ઞનું શું ગજું? માટે તે વચનોમાં શુભભાવે પ્રસક્ત થવું દઢ થવું તે આપણું સર્વોત્તમ શ્રેય છે.
[૮૯૫] - જિનનો માર્ગ સરળ અને સત્ છે, પરંતુ જીવોએ મતિ કલ્પના વડે કંઈ જુદું જ નિરૂપણ કર્યું છે ! શ્રી જિને સહસગમે ક્રિયાઓ કે ઉપદેશો કહ્યા છે તે કેવળ મોક્ષ માર્ગ માટે છે. તે માર્ગને ભૂલી જઈ તે તે ક્રિયાઓ અને ઉપદેશો પ્રહણ થાય તો તે માર્ગથી વિપરીત કે નિષ્ફળ છે.
[૮૯૬] મતિ કલ્પનાથી ઘેરાયેલા જીવોએ વિચારવું કે તે જિન વર્ધમાનાદિ મહાન મનોજવી હતા. તેમને મૌન અમૌન સુલભ હતું. અનુકૂળ પ્રતિકૂળ
અમૃતધારા ૨૪૫
Page #259
--------------------------------------------------------------------------
________________
દિવસ સરખા હતા. લાભહાનિમાં સમાન ભાવ હતો. તેમનો ક્રમ માત્ર આત્માર્થે હતો. જીવોને એક કલ્પનાને શમાવતા દીર્ઘકાળ ગયો. જ્યારે આ સત્ પુરુષોએ અનંત કલ્પનાઓને કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી. [૮૯૭]
મિથ્યાત્વાદિ કા૨ણે જીવને અનેક પ્રકારનાં બંધન છે. તેમાં મુખ્ય બંધન સ્વચ્છંદ (આજ્ઞાનો અપલાપ) અને પ્રતિબંધ. (પરિગ્રહાદિ) સ્વચ્છંદ ટાળવા માટે જીવે દેવ-ગુરુ આજ્ઞાને આધીન રહેવું અને પ્રતિબંધ ટાળવા માટે જીવે સર્વસંગ પરિત્યાગી, સંસારથી ત્યાગી થવું જોઈએ તો જ મોક્ષમાર્ગને બાધક આ બંધનનો નાશ થવો સંભવ છે. વળી સ્વચ્છંદ ટળે તો પ્રતિબંધ ક્રમે કરી ટળે છે. [૮૯૮]
સામાન્ય જીવોને સ્વર્ગ નકાદિની જ પ્રતીતિ નથી તો પછી મોક્ષમાર્ગની શ્રદ્ધા ક્યાંથી હોય ! વળી સ્વર્ગનરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે, તેમાં પણ જેમને દૂરંદેશી - સૂક્ષ્મજ્ઞાનની સિદ્ધિ હોય તે આ પ્રતીતિને યોગ્ય છે છતાં જીવો શ્રદ્ધાળુ છે તેઓ ઓઘે (જ્ઞાન વગર) પણ માન્યતાથી પાપથી ડરતા રહે છે. [૮૯૯]
મોક્ષના માર્ગના જે કંઈ ક્રિયા, વિધાનો છે તે લોકસંજ્ઞાથી સેવાય તો તે આત્મહિતકારક નથી. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો એટલે પરિભ્રમણ ટળ્યું નહિ. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને બોધ પામ્યો નથી. જ્યારે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે ત્યારે તે જીવ યથાર્થ જ્ઞાનાદિ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થશે. [૯૦૦]
અનાદિ કાળથી જીવને પુદ્ગલ કર્મોનો સંયોગ ચાલ્યો આવે છે, તેને કારણે મિથ્યાત્વ, રાગ, દ્વેષરૂપ વિભાવ ચેતન પરિણામે તે પરિણમતું આવે છે. તેથી જીવ-ચેતન કેવળ જ્ઞાનાદિથી ભ્રષ્ટ થયો છે. “શરીર, સુખ, દુ:ખ, મોહ, રાગ, દ્વેષ સર્વ પુદ્ગલકર્મની ઉપાધિ છે તે જીવનું સ્વરૂપ નથી, એવી પ્રતીતિ પણ ન રહી. આથી જીવ મિથ્યાદૅષ્ટિરૂપ પરિણમ્યો. તેને કારણે ચારે ગતિમાં પરિભ્રમણ પામ્યો.” [૯૦૧]
૨૪૬ * અમૃતધારા
Page #260
--------------------------------------------------------------------------
________________
આ સંસારમાં ભ્રમણ કરતાં કોઈ ભવિ જીવનો સંસાર નિકટ ક્ષય થવાની કાળલબ્ધિ થાય છે ત્યારે તે જીવ સમ્યકત્વ ગ્રહણ કરે છે, ત્યારે તેના મિથ્યાત્વ વિભાવ પરિણામ નષ્ટ થાય છે, ત્યારે તેને શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે. આવી દશા થતાં જીવ પુદ્ગલકર્મથી તથા વિભાવ પરિણામથી સર્વથા ભિન્ન થાય છે. અને પોતાના કેવળજ્ઞાનાદિને પ્રાપ્ત કરે છે. વસ્તુનું આવું સ્વરૂપ જાણી જીવે શુદ્ધાત્માનું લક્ષ કરી તેનું ધ્યાન કરવું.
[૯૦૨] રાગદ્વેષના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિતમાત્ર ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ નિર્જરા થાય એમાં સંશય નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે સમાય છે તેવા નિરપેક્ષ અવિષમ અત્યંત સમભાવ) ઉપયોગને નમસ્કાર. પૂર્ણ મોક્ષની આ જ પ્રણાલી અને યુક્તિ છે. [૯૦૩]
આત્મબોધના પરિણામથી જીવને પૂર્વના દોષો પર દષ્ટિ જાય છે ત્યારે અંતરવેદના ખળભળે છે અને ચિંતવે છે કે પૂર્વે એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. એ નિરંતર સ્મરણ રહેવાથી એ મહા વૈરાગ્યને આપે છે.
[૯૦૪] વળી અન્ય જીવો પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભ કરતાં તે માઠાં છે, પાપજનક છે એવું ભાન ન થયું ? તે પણ પરિભ્રમણનું કારણ જાણી વૈરાગ્ય પેદા થાય છે. વળી જ્ઞાની વિચારે છે કે ગમે તેટલાં દુઃખ પડો પરીષહાદિ સહન કરો, ગમે તો જીવન સમય માત્ર હો, દુર્નિમિત્ત હો પરિભ્રમણ કરાયું તે કરાયું હવે તેના પ્રત્યાખ્યાન લઈએ. પુનઃ ન જ જન્મવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. [૯૦૫] સત્પુરુષોનું યોગબળ જ એવું છે કે તેમના પરત્વે લક્ષ જવાથી,
અમૃતધારા ૨૪૭
Page #261
--------------------------------------------------------------------------
________________
અહોભાવ થવાથી કર્મો શિથિલ થાય છે માટે “ચિત્તની સ્થિરતા કરી સત્પુરુષોના ગુણોનું ચિંતન, વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન કરવા તેમની પ્રત્યેક આરાધનાનું નિદિધ્યાસન કરવું તો મનોનિગ્રહ થઈ શકે. કારણ કે રાગ દ્વેષના બળવાન નિમિત્તો મળવા છતાં તે મહામુનિઓને એક રોમમાં પણ કિંચિત માત્ર ક્ષોભ પેદા થયો નથી. તેથી તેમના ગુણોનું ચિંતન આદિ આપણા કર્મોની નિર્જરામાં સહાયક થાય છે.’’ [૯૦૬ ]
“અનાદિકાળનું જીવનું પરિભ્રમણ સ્વદોષથી જ થયું છે. તે એક સ્વરૂપનું વિસ્મરણ હોવાથી જીવને અન્યભાવ સાધારણ થઈ ગયો છે. તે ટળવાનો ઉપાય દીર્ઘકાળનું સત્સંગાદિનું સેવન છે. આ વિષમકાળમાં સ્વરૂપ તન્મયતા દુર્લભ છે તો પણ તે જ્ઞાનીજનોના ઉપદેશ સત્સંગાદિ વડે સુલભ છે.” [૯૦૭]
જીવે વિચારવું કે જીવન તો “વિષયના વિકારમાં વિશ્રામ પામ્યા વગર પ્રપંચે વહ્યું જાય છે. આયુષ્ય અલ્પ અને અનિયત છે. જ્યારે જંજાળ ઇચ્છા તૃષ્ણા અનંત છે. પણ જો જંજાળને ઘટાડે તૃષ્ણાને શમાવે તો સ્વરૂપનું લક્ષ કંઈક થવા સંભવે. અમૂલ્ય એવું આ જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે.” [૯૦૮] અનાદિ કાળથી આત્મા હયાત છતાં આત્માર્થ સધાયો નહિ તેનું શું કારણ ? મોહના સામ્રાજ્યમાં જીવ ક્યાં ફસાઈ ગયો છે ? આરંભ પરિગ્રહમાં ક્યાં અટવાયો છે ? એ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ આત્માર્થીપણું, મુમુક્ષુતા વર્ધમાન-નિર્મળ થયા કરે છે. યદ્યપિ અનંતકાળના એ પરિચયવાળું એ અભિમાન એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધનાદિ જ્ઞાની પ્રત્યે, સદ્ગુરુ પ્રત્યે અર્પણ કરવા, તેઓ તે કંઈ ગ્રહણ કરતા નથી. પણ તેમાં રહેલું જીવનું પોતાપણાનું મમત્વ દૂર કરવાનો ઉપદેશ આપે છે.’’ [૯૦૯]
જીવમાં જ્યારે પરમાત્મા પ્રત્યે અહોભાવ જાગે છે ત્યારે જીવ સહેજે
૨૪૮ * અમૃતધારા
Page #262
--------------------------------------------------------------------------
________________
હાર્દિક રીતે પરમાત્મા પ્રત્યે નમે છે, વંદે છે, પ્રણમે છે. [૧]
જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
૯૧૧] પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પરુષને વિષેનાં વચનોથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.
| [૧૨] ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છે કે, પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થકરના ઉદ્દેશ – વચનને નમસ્કાર કરીએ છીએ.
[૯૧૩] અસાર અને શરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય રહે કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટકે પ્રવર્તવું ઘટે છે. એ વાતનો મુમુક્ષુજીને કાર્યું કાર્ય પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે, લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે, એવી દશા વેદ્યા વિના મુમુક્ષપણું સંભવે નહિ.
[૧૪] - એક શૂદ્રાણિને પેટે બે પુત્ર જન્મ્યા. સંયોગાધીને એક પુત્રનું પાલન બ્રાહ્મણના કુળમાં થયું. એકનું શૂદ્રાણિને ત્યાં થયું. બ્રાહ્મણને ત્યાં ઊછર્યો તે કુળના સંસ્કારથી મદિરાપાનાદિ કરતો ન હતો. હું બ્રાહ્મણ છું મને મદિરાપાનાદિ નિષેધ છે. શૂદ્રાણિને ત્યાં રહેલો વ્યસનાદિ શૂદ્ર ક્રિયા
અમૃતધારા ૨૪૯
Page #263
--------------------------------------------------------------------------
________________
કરવા લાગ્યો. વાસ્તવમાં બંને શૂદ્ર જાતિના છે.
[૯૧૫]
કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ અશુભોપયોગી છે. ગૃહસ્થપણામાં છે તે કહે અમે ગૃહસ્થ છીએ અમારે આરંભ – સમારંભ વિષય કાય ક્રિયા હોય એવું જાણીને સંસ્કારથી વિષય કષાય સેને તે મિથ્યાદૃષ્ટિ [૯૧૬]
છે.
વળી સંસાર ત્યાગી થઈ વિચારે કે હું તો મુનીશ્વર છું અમને વિષય કષાય નિષેષ્ઠ છે, આવા શુભોપયોગને મોક્ષમાર્ગ માને તો તે પણ મિથ્યાષ્ટિ છે. એક અશુભનો બીજો શુભ કર્મનો બંધ કરે છે તે પરમાર્થ માર્ગ નથી. બંને કર્મ પુદ્ગલનિત છે. શુભકર્મ બંધથી જીવ સુખી અને અશુભકર્મથી બંધાયેલો દુઃખી તેમાં વિશેષ ભેદ નથી. સંસાર પરિભ્રમણ ચાલુ છે. ૫રમાર્થથી બંને ભાવ દેહાભિમાન માત્ર છે.
[૯૧૭]
શુભાશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી છે, તેથી દુઃખી છે. એવા ક્રિયા સંસ્કારને ત્યજીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે તે સુખી છે. એવું શુદ્ધપણું તે મોક્ષનું કારણ છે. શુભાશુભ ક્રિયા, સૂક્ષ્મસ્થૂલ વિકલ્પોરૂપ આચરણ છે તે સર્વ કર્મના ઉદયરૂપ પરિણમન છે. જીવનું શુદ્ધ પરિણમન નથી. તેથી બંધનું કારણ છે. [૯૧૮]
સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર નાશ પામે છે તેમ જીવ શુદ્ધ ચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે. જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપે પરિણમે છે. ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન માત્ર મોક્ષમાર્ગ છે અર્થાત્ શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્ર સહજ જ ગર્ભિત છે.
[૧૯]
જેમ કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે, ત્યારે તેનાથી તેના સર્વ મનોરથો પૂરા થાય છે. તે જીવ લોઢું તાંબું રૂપું જેવી ધાતુનો સંગ્રહ કરતો નથી. તેમ સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ અનુભવ એવું ચિંતામણીરત્ન છે, તેનાથી સકળ કર્મનો ક્ષય થાય છે. ૫૨માત્મપદની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ
૨૫૦ અમૃતધારા
Page #264
--------------------------------------------------------------------------
________________
થાય છે પછી તે સમ્યગ્દષ્ટિ આત્મા શુભાશુભરૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ કરતો નથી. કારણ કે તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી. અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષય સામગ્રી બંને ક્ષણિક છે, માટે તે જીવનું સ્વરૂપ નથી આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો ત્યાગ છે, તેથી તેમને નિર્જરા છે, બંધ નથી.
સ્વભાવથી શ્વેત શંખ છે તે શંખ (બેઇન્દ્રિય) કાળી પીળી, લાલ માટીનો આહાર કરે છે, છતાં તે શંખ તે તે માટીના રંગરૂપે થતો નથી જેતરૂપે જ રહે છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિ આત્મા સ્વભાવથી રાગદ્વેષ મોહરહિત શુદ્ધ પરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથા શુદ્ધ પરિણામરૂપ પરિણમે છે. અશુદ્ધરૂપ પરિણમતો નથી વસ્તુનો એવો સ્વભાવ છે જો તે મિથ્યાત્વરૂપ પરિણમે તો અવશ્ય કર્મબંધ કરે છે. જ્યાં સુધી સમ્યગૃષ્ટિપણું છે ત્યાં સુધી બંધ નથી. નિરભિલાષ થઈને કરે છે તેને તે તે ક્રિયાનું ફળ નથી.
[૯૨૧] શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે. રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે કોઈ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામના નષ્ટ થયા પછી થાય છે. જીવ ત્યાર પછી મોક્ષમાર્ગને પાત્ર થાય છે. [૨૨].
આત્માને મોક્ષમાર્ગમાં જોડે તે યોગ. એ આત્માનો આંતરિક અને આધ્યાત્મિક વિકાસક્રમ છે, તેને યોગ કહેવાય છે. આ યોગનું સ્વયં સામર્થ્ય એવું છે કે જીવને અનાદિકાળથી લાગેલાં કર્મોનો ક્ષય થાય છે. મનવચન કાયાના યોગ પૌગલિક છે, તે આશ્રવ-બંધનું કારણ છે, આ આધ્યાત્મિક કે નિશ્ચયયોગ કર્મક્ષયનું કારણ છે. પોતાના નિર્મળ સહજ સ્વભાવની પ્રાપ્તિ તરફ લઈ જનાર આ યોગને સાધનારા યોગી કહેવાય છે.
[૯૨૩]
અમૃતધારા - ૨૫૧
Page #265
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરુષો સંસારને કેવળ દુઃખમય જણાવે છે. જ્યાં સુધી જીવને સ્વરૂપજ્ઞાન નથી ત્યાં સુધી તેનું દુન્યવી સુખ પણ દુઃખરૂપ છે. વળી સંસારી પણ સંસારમાં સુખ જ છે તેમ ભારપૂર્વક કહી નહિ શકે. સંસારમાં સંપૂર્ણ સુખ હોવાનો અનુભવ તેમને પણ નથી. એથી જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે કે દુઃખ હોવા છતાં જીવોને સંસાર કેમ છૂટતો નથી?
[૨૪] ભેદજ્ઞાન એ ભ્રમમૂલક નથી અનુભવાત્મક છે. રાગાદિ વિભાવ અને સંકલ્પો વિકલ્પોથી હું, આત્મા, મારું સ્વરૂપ જુદાં છે. એમ અનુભવમાં આવે તો તે ભેદજ્ઞાન થયું કહેવાય. હું જુદો એમ ફક્ત બુદ્ધિ આધારિત કે મન આધારિત હોય તો તે લાંબો સમય ટકતું નથી. રાગાદિ અંદરથી મીઠાશ આપે. ધ્રુવ ચેતન હું જડ પદાર્થોના રાગથી જુદો છું તેવી તર્કમૂલક માન્યતા પણ લાંબો સમય ટકતી નથી. સ્વાનુભવના જોરે અંદરથી એ ભાવ ભાસે તો કામ લાગે તે ભેદજ્ઞાન સાચું.
[૯૨૫] બગીચામાં તમે બેઠા છો માથા પરથી પક્ષીઓ પસાર થાય પણ માથામાં માળો બાંધે તે ન ચાલે ને? તેમ કર્મવશ અનિવાર્ય રાગાદિ પરિણામો ચૈતન્યપટ ઉપરથી વર્તમાન દશામાં માત્ર પસાર ભલે થાય પણ તે ચૈતન્યપટ પર કબજો જમાવી ન લે તે માટે આત્મગર્ભિત વૈરાગ્યદશા કેળવજે. તો તને બંધન નથી. અંતરવૃત્તિ રાગાદિમાં ભળી જાય તો તે ઘર કરી લેશે. અનાદિ કાળથી એમ જ થતું આવ્યું છે. માટે પ્રત્યેક ક્રિયા-વિભાવ-પરિણામ પ્રત્યે ઉદાસીન રહેવું અને આત્મભાવ નિમગ્ન થઈ ભેદજ્ઞાનનું પરિશીલન કરવું. [૯૨૬]
જો ટકી ન શકાય તો ભક્તિ, સ્મરણ સ્વાધ્યાય સહાયક થાય છે. વળી મનમાં હું શુદ્ધ આત્મા છું એનું પણ સ્મરણ કરતા રહેવું છતાં ઉપયોગ ન ટકે તો શાંત ચિત્તે ધીમે પ્રગટ ઉચ્ચાર કરવા અને રટ્યા કરવું પૂર્ણ છું, ધ્રુવ આત્મા છું, શુદ્ધ આત્મા છું. આમ મન
૨૫૨
અમૃતધારા
Page #266
--------------------------------------------------------------------------
________________
પણ છેવટે થાકીને વશ થશે. એમ પુનઃ પુનઃ અભ્યાસ થવાથી વાસના, વિકારો, ઉદ્વેગ, અહંકારાદિ દોષો દૂર થતા જશે. આત્મશાંતિ અનુભવાશે.
[૯૨૭ કર્માનુસાર લખાયેલ, નિયતિ મુજબ ઘડાયેલ, સ્વભાવવશ સર્જાયેલ પોતપોતાના કાળે પ્રગટ થનાર સર્વજ્ઞદષ્ટ પર્યાય પ્રવાહ માત્ર એક ક્ષણવાર પણ આગળ પાછળ થતો નથી. તે સ્વ-પર દ્રવ્યના તમામ પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. અહંકારી, ઉતાવળો જીવ પર્યાય ક્રમને ફેરવવાનો પ્રયત્ન કરે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જાણેલી તમામ પર્યાયો નિરંતર આપમેળે ઉત્પન્ન થાય છે. તેમાં દેવદાનવ માનવ જિન પણ ફેરફાર કરી શક્યા નથી માટે કર્તુત્વભાવ, ભોસ્તૃત્વભાવ ત્યજી કેવળ જાણનારને જાણ તારું કાર્ય સિદ્ધ થશે.
૯િ૨૮] જો કતભાવ છૂટે તો જીવનું ઘણું કાર્ય સાર્થક થાય. જે બનવાનું છે તે તે કાળે બને છે, વળી ભેદજ્ઞાન દ્વારા શુદ્ધોપયોગરૂપ આત્મતત્ત્વનો પરિચય થયો પછી પરમાં ફેરફાર કરવાનું દૂર રહો સ્વમાં સ્વપર્યાયમાં પણ ફેરફાર કરવાની અહંબુદ્ધિ છૂટી જાય છે. પછી જે કંઈ થાય છે તે તારા જ્ઞાનદર્પણમાં જણાય છે, તું જાણે છે અર્થાત્ તેનો જ્ઞાતા રહે છે. આ સમ્યફ પુરુષાર્થ છે, એમ જ કરવાનું છે. [૨]
વ્યવહાર પાળતા પાળતા કાળક્રમે નિશ્ચય આવે તે સ્થૂલદષ્ટિ છે, નિશ્ચયદષ્ટિને હૃદયમાં કેન્દ્રસ્થાને રાખીને શક્તિ છુપાવ્યા વિના શુદ્ધ વ્યવહાર પાળતા પાળતા નિશ્ચય ફળ આવે આ સૂક્ષ્મ દૃષ્ટિ છે. માટે નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર દ્રવ્યદૃષ્ટિ પરિણમાવ્યા સિવાય માત્ર બાહ્ય ભલે સક્રિયા હોય પણ તેના અનુરાગથી શુભભાવથી બધું થઈ જ જશે, શુદ્ધાત્મા અનુભવાશે એમ ભ્રમમાં ન રહેવું. આત્માની મુખ્યતાથી જ આત્મ પ્રગટ થશે. પ્રશસ્ત રાગાદિ પરિણામોમાં પણ તેમાં પોતાનું કર્તાપણું માનવું કે પોતાનું સ્વામિત્વ સ્થાપવું નહિ. [૯૩O] વાસ્તવમાં જીવને પરમાં કંઈ જોવા જાણવાનું છે નહિ. જગતને
અમૃતધારા ૨૫૩
Page #267
--------------------------------------------------------------------------
________________
જાણું છું માટે જ્ઞાતા નથી પણ અંદરમાં જે જાણનાર તત્ત્વ છે, જાણનાર છે તેને જાણું છું, માનું છું અનુભવું છું, માટે જ્ઞાતા છું. સ્વસંવેદ્ય, નિર્વિકલ્પ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એ હું. આખરે આ વિકલ્પ પણ છૂટી જાય, કેવળ પરમ શુદ્ધાત્મામય અસ્તિત્વ શેષ રહે છે. [૩૧]
ઉપયોગ લક્ષણો જીવ આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેવો ઉપયોગ તેવો આત્મા પર્યાય અવસ્થા) ઉપયોગ જે રૂપે થાય તે રૂપે આત્મા પરિણમે. જો આત્મા પોતાના વીતરાગ ભાવમાં એકાકાર થાય તો વિતરાગરૂપે પોતાને અનુભવે.
[૯૩૨] સંસાર પ્રવૃત્તિનો વ્યવહાર જીવને અંતરદષ્ટિ થવામાં બાધક છે, પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા સાધકને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ (પસ્તાવો) ઉત્પન્ન થયા કરે છે, અને ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃપા અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુ:ખ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે.
[૩૩] મોહરાજાની માયાજાળને નહિ જાણનાર જીવો ભ્રમ સેવે છે કે ધારીશું ત્યારે સંસાર છૂટી જશે. પણ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળ થવું પણ સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવવાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો વધુ ઉત્તેજિત પરિણામ વિષય ભોગવતા ઉત્પન્ન થયા વિના ન રહે. વળી વિષય વધુ બળવાન થાય તેથી જ્ઞાનીજનો પણ વિરક્ત થવા પ્રયત્ન કરે છે.
[૯૩૪]
૨૫૪ અમૃતધારા
Page #268
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણાં સ્થાનકો છે. સંદેહ વિકલ્પ સ્વચ્છંદતા અતિ પરિણામીપણું વધુ ઉત્સુકતા)એ આદિ કારણો જીવને વારંવાર તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. માટે જ્ઞાનમાર્ગે ગુરૂગમની આવશ્યકતા કહી છે. શિષ્યભાવે આ માર્ગે જાય તો સરળતાથી પહોંચે. [૩૫]
જ્ઞાન ક્રિયા બંનેની આ માર્ગમાં આવશ્યકતા છે. જેમ જ્ઞાનમાર્ગમાં ભયસ્થાનો છે તેમ ક્રિયા માર્ગે પોતે કંઈ કરે છે તેવું અસત્ અભિમાન, આ કરો તે કરો જ તેવો વ્યવહાર-આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ (આત્મભાવ) દોષોનો સંભવ
[૯૩૬] કોઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. તેમાં મુખ્યત્વે આજ્ઞાની પ્રધાનતા રહી છે. અથવા સદ્ગુરુ પ્રત્યે સમર્પણ, પરમશ્રદ્ધાપણું શિરસાવદ્ય દીઠું છે. અગર તો આ ચિંતામણિ જેવો અમૂલ્ય સમય છે જેનો તેવો આ મનુષ્યદેહ પરિભ્રમણનો હેતુ થાય છે. [૩]
વાસ્તવમાં મોક્ષ જેવો પરમાર્થમાર્ગ બાહ્ય વ્યવહારાદિ પ્રકારોમાં સમાઈ જતો નથી આ માર્ગ અંતર્મુખતાનો છે. અર્થાત્ કેવળ અંતર્મુખ થવાનો આ માર્ગ સર્વદુઃખના ક્ષયનો ઉપાય છે તે પણ દુર્લભ હોવાથી કોઈક જીવને મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્વરુષના સમાગમથી સમજાય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત એવા કાળના ભયથી ગૃહીત છે, તેમાં જીવ પ્રમાદી છે તેને માટે આ માર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. – શ્રીમદ્રાજચંદ્ર
[૩૮] જેને આ માર્ગ પામવાનો નિર્ધાર કર્યો છે, દૈહિકભાવથી તેનાં સુખોથી જેને વિરક્તિ થઈ છે તેને તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક જ્યોતિ
અમૃતધારા ૨૫૫
Page #269
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થવું, અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. [૩૯].
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, અને તે મેળવવામાં સુખ માને છે. પરંતુ જ્ઞાનીઓની દશા તો ગહન છે. તેથી તો જ્ઞાનીઓએ બાહ્ય સુખથી વિપરીત માર્ગ નિત કર્યો કે કિંચિત માત્ર પણ પ્રહવું તેમાં આત્મસુખનો નાશ છે. [૯૪૦]
આ સંસારમાં રહેવું અને આત્મિક સુખ માણવું તે દુરારાધ્ય છે. કારણ કે સાવધ વ્યાપારવાળા આ પ્રવૃત્તિઓ જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું અસંભવિત જેવું છે. કોઈ સાધકવિરલા જીવ જ યથાશાંત અને સ્વરૂપમાં દઢતાથી ટકી શકે તે પણ ઘણી દુર્ઘટતાથી બને તેવું છે. તેમાં સામાન્ય મુમુક્ષુવૃત્તિનો જીવ ટકી શકે, આત્મનિષ્ઠા રાખી શકે તે ઘણું કઠણ છે, છતાં જો તે દેવગુરુના કલ્યાણરૂપ અવલંબનને ગ્રહણ કરે તો સન્માર્ગ માર્ગ પ્રાપ્ત કરે. અગર તો આ સંસારરણ ભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીખ ઉદયનો યોગ ન અનુભવે એવી સ્થિતિનો કોઈ વિરલા જીવ અભ્યાસ કરે છે. [૯૪૧]
જેમ પર્વતથી પડતા માણસને મજબૂત રીતે પકડી રાખવો જરૂરી છે, તેમ જ્યાં સુધી શિવની પરમાત્મ સ્વરૂપમાં) પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સુજ્ઞજન માટે વ્યવહાર જરૂરી છે, તથા પ્રમાણભૂત છે. પરંતુ જીવને સાધ્ય તો પરમ અર્થ જ છે. જીવ પરથી અત્યંત ભિન છે. અને વ્યવહાર પરનો પડછાયો છે. અર્થાત્ પરાશ્રયી છે. પરમ અર્થ એ સ્વાશ્રયી, આત્માનુભૂત છે.
૯િ૪૨] જ્ઞાનના સ્વરૂપને સમજે નહિ અને કેવળ કર્મક્રિયાથી મોક્ષ છે એમ માને તો તે જીવ મિથ્યા વિષયમાં ફસાયેલો છે. જ્ઞાનપક્ષ ગ્રહણ કરીને કહે કે આત્મા સદા અબંધ છે અને સ્વચ્છેદે વર્તે તે ભવસાગરમાં ભમે છે, ભૂમિકા પ્રમાણે શાસ્ત્રવિહિત યથાયોગ્ય કર્મક્રિયા કરે, મોહ મમત્વથી રંગાય નહિ અને જ્ઞાન ધ્યાનમાં સાવધાન રહે તે ભવસાગરથી
૨૫૬ અમૃતધારા
Page #270
--------------------------------------------------------------------------
________________
તરી જાય છે.
[૯૪૩] વળી જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે પરિણમન થવાથી મોક્ષમાર્ગ સાધ્ય બને છે. જેના અંતરમાં જ્ઞાનદશા જાગૃત થઈ હોય તેને સહજવૈરાગ્ય હોય. જ્ઞાની હોય છતાં વિષયસુખમાં આસક્ત બને એવી વિપરીત અવસ્થા મોક્ષમાર્ગમાં છે નહિ આથી તો પૂર્ણ વીતરાગતા સાથે સર્વશપણું પ્રગટ થાય છે. (બારમું તેરમું ગુણસ્થાનકો []
ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર પુરુષાર્થમાં યોગી જ્ઞાની અને ભોગી અજ્ઞાનીની ખતવણી વિચારજો.
જ્ઞાની – વસ્તુના સ્વભાવને યથાર્થ જાણવો તે ધર્મ પુરુષાર્થ. જ્ઞાન - જીવાદિ તત્ત્વોના અવલોકન - ચિંતન તે અર્થ
પુરુષાર્થ.
જ્ઞાની – આત્માની નિસ્પૃહ નિર્મળતાને પ્રગટ કરવી તે કામ
પુરુષાર્થ.
જ્ઞાની બંધના અભાવને મોક્ષ પુરુષાર્થ કહે છે. અજ્ઞાની – કુળ પરંપરાના આચરને ધર્મ કહે છે. અજ્ઞાની – સોના ચાંદી ધન વિગેરે અર્થ પુરુષાર્થ કહે છે અજ્ઞાની - શ્રી આદિના ભોગને કામ કહે છે. અજ્ઞાની - સ્વર્ગ જેવા સુખને મોક્ષ કહે છે. [૯૪૫]
સમ્યગ્દષ્ટિ ચારે પુરુષાર્થને તત્ત્વદૃષ્ટિએ જાણે છે, જુએ છે અને પોતાના સ્વભાવમાં મૂલવે છે. મિથ્યાષ્ટિ તત્ત્વબોધના અભાવે યથાર્થપણે પુરુષાર્થને જાણતો નથી. તેથી તે બાહ્ય પુરુષાર્થ કરે છે. [૯૪૬]
ઉત્તમ પુરુષો દ્રાક્ષ જેવા કોમળ છે. દ્રાક્ષ બહાર અને અંદર બંનેમાં કોમળ છે તેમ જ્ઞાની પુરુષો બાહ્ય અને અંદરમાં વૈરાગી, સમભાવી હોય છે. મધ્યમ પુરુષો નાળિયેર જેવા હોય છે. નાળિયેર બહારથી કઠોર અંદરથી કોમળ તેમ તે બહારમાં સંયમાદિમાં કઠોર અને અંદરમાં હૃદયથી કોમળ મધ્યમ પુરુષો હોય છે. અધમ પુરુષો
અમૃતધારા ૨૫૭
Page #271
--------------------------------------------------------------------------
________________
બોરની જેમ બહારથી દેખાવ માત્રમાં કોમળ અને વાસ્તવમાં અંદરમાં કઠોર હોય છે. વળી અધમાઅધમ પુરુષો તો બહાર અને અંદર સોપારી જેવા કઠોર હોય છે.
[૯૪૭] આપણે કંઈ ગણત્રીમાં છીએ ?
કોઈ અંધ માણસ દોરડું વણતો જાય પાછળ બેઠેલું વાછરડું દોરીને ચાવતું જાય તેમ મિથ્યાષ્ટિ જીવો શુભાશુભ અનેક પ્રકારની ક્રિયા કરે તે શુભ ક્રિયાના ફળથી સુખ માનીને, અશુભ ક્રિયાના ફળથી દુઃખ માનીને ક્રિયાના ફળને નિરર્થક બનાવે છે. પણ શુદ્ધભાવ વડે નિર્જરા પામતો નથી એટલે શુભાશુભ ભાવ વડે સંસાર પરિભ્રમણને સેવે છે.
[૯૪૮] પૃથ્વીતલ પર નદીનો પ્રવાહ એક જ હોય છે. તો પણ કારણ પ્રમાણે પાણીની અવસ્થાઓ બદલાય છે. પથ્થર સાથે અથડાઈને પ્રવાહ બદલાય છે. રેતી હોય ત્યાં પાણીમાં પરપોટા થાય. પવન વાતો હોય ત્યાં પાણીમાં તરંગ ઊઠે, ઊંડાણ હોય ત્યાં ઘૂમરીઓ ઊઠે. એમ આત્મામાં અનેક પ્રકારના પુદ્ગલના સંયોગથી વિભાવ જનિત શુભાશુભ ભાવો ઊઠે છે. આથી શરીરાદિના મમત્વ રહિત શુદ્ધ ચૈતન્યને ગ્રહણ કરવું યોગ્ય છે.
[૯૪૯]. સાચો ધર્મુ-સાધક પુદ્ગલ કર્મોના મૂળ કારણ રાગ, દ્વેષ, મોહ જેવા વિભાવ છે તેને પોતાના જાણતો નથી તેનો નાશ કરવા શુદ્ધ અનુભવનો અભ્યાસ કરે છે. આ રીતે પરરૂપ તથા આત્મસ્વભાવથી ભિન્ન બંધનને દૂર કરી પોતામાં રહેલા જ્ઞાન સ્વભાવને ધારણ કરે છે આમ મોક્ષમાર્ગની. સાધના કરી કેવળજ્ઞાન પામી મુક્ત થાય છે.
[૫] સમયસાર નાટકમાં ગ્રંથકાર જણાવે છે કેઃ
જ્ઞાન અને ક્રિયાનો સમ્યક સમન્વય જ્યાં થાય છે ત્યાં જ પુરુષાર્થ ફળદાયક બને છે. જ્ઞાન ક્રિયાના સમ્યગુ આરાધનથી સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે. આત્મસ્વરૂપને સમજવું (બોધ) અને મોક્ષપ્રાપ્તિના
૨૫૮ અમૃતધારા
Page #272
--------------------------------------------------------------------------
________________
ઉપાયોને જાણવા તે જ્ઞાન, વ્રત, સમિતિ, ગુપ્ત આદિ નિયમો આદરવા
ચારિત્ર) તે ક્રિયા, આ બંને મોક્ષપ્રાપ્તિનાં સાધનો કારણ છે. એના વડે મોહ મરી જાય છે, સમભાવ પેદા થાય છે. આત્મા ચરમ અને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી અનંત આત્મિક સુખમાં અનંતકાળને માટે સદૈવ સ્થિત થાય છે.
[૯૫૧] જ્યાં સુધી જ્ઞાનદશા ટકે છે ત્યાં તેટલે અંશે ચારિત્રદશા રહે છે, તેથી જ્ઞાની જીવને હેય-ઉપાદેય વિવેક હોય છે. તે વડે ભેદજ્ઞાન સહિત વૈરાગ્યને સેવે છે. તેઓ રાગ, દ્વેષ, મોહથી ન્યારા રહે છે તેથી સર્વ કર્મોનો ક્ષય થાય છે. કર્મક્ષયનો આ જ ઉપાય છે. તેઓ શુદ્ધ આત્માની ભાવનામાં સ્થિર રહે છે તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. આંતરિક અવસ્થાને પ્રામાણિકતાથી જોવી અગર તો ભ્રમ પેદા થતાં સંસારવૃદ્ધિ થવાની શક્યતા છે.
સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ દ્વેષ મોહ રહિત છું. હું પૂર્વ સંચિત કર્મના યોગ છતા ઈચ્છારહિત ક્રિયા કરું છું. આ સંસાર અને તેના વિષયોના રસ તો ઝેર જેવા લાગે છે, ઘાતક છે. હું તેને ભોગવતો નથી તેથી નષ્ટ થઈ જશે. મેં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સંસારમાં મોહરૂપી મહાન યોદ્ધાને જીતી લીધો છે, મોક્ષ હવે મારી સમીપે આવી ગયો છે. હવે મારો અનંતકાળ આ રીતે વીતે તેમાં પરમ શ્રેય છે.
[૫૩] જીવે હંમેશાં ઉન્નતિ ક્રમ સેવવો. તે પૂર્વકૃત કર્મોનાં ફળને ભોગવતા હર્ષ શોક કરતો નથી. મન વચન કાયાના યોગો જે આશ્રવરૂપ છે તેનો નિગ્રહ કરે છે ગુપ્તિ દ્વારા) રાગદ્વેષને રોકી પરિગ્રહાદિના વિકલ્પોનો ત્યાગ કરે છે. શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કરે છે. જ્ઞાની આ રીતે માર્ગને ગ્રહણ કરી પૂર્ણતાને પ્રાપ્ત કરી પૂર્ણાનંદને પામે છે.
[૯૫૪] વર્ષાઋતુમાં વરસતું પાણી એક જ હોવા છતાં તે અન્ય પદાર્થો
અમૃતધારા ૨૫૯
Page #273
--------------------------------------------------------------------------
________________
સાથે વૃક્ષનાં મૂળિયાં સાથે ભળી ખારા, ખાટા, કડવા, મીઠાંપણે પરિણમે છે તેમ સદ્ગુરુના બોધને તે સાંભળીને કોઈ વિષાદ કરે, કોઈ ખેદ કરે, ઊંઘે, કોઈ ગ્રહણ કરે. કોઈ આનંદ માણે. જીવોની પ્રકૃતિની આવી વિચિત્રતા છે. જ્ઞાનીની વાણી તો અમૃત જ છે, કરુણાપૂર્ણ છે. જે ગ્રહણ કરે છે તે પાર પામે છે.
[૫૫] સંસારમાં નવ રસ પ્રસિદ્ધ છે તેમાં શાંતરસ સિવાય સર્વે પૌદ્ગલિક છે. જે જે જીવ જે જે રસમાં લીન બને છે તે રસ તેને રુચિકર લાગે છે. તે પોગલિક રસની રુચિ એ સંસારવર્ધક છે તેને જ્ઞાની પરમાર્થ પદ્ધતિમાં જાણે છે જેમાં આકાશ અને પાતાળ જેવું અંતર છે. સંસારના પૌદ્ગલિક રસોનું સેવન વર્ષ કરવું તો જ અંતિમ શાંત રસનો આસ્વાદ મળતાં જીવ શુદ્ધતાને પામી મુક્ત થાય.
[૯૫૬] રસ પૌદ્ગલિક
પારમાર્થિક શૃંગાર – શરીરની શોભા
જ્ઞાનગુણથી વિભૂષિત વીર્ય - સાંસારિક પુરુષાર્થ મોક્ષપ્રાપ્તિ માટે વીરરસ કરુણા – અન્યના દુઃખ પ્રત્યે કોમળતા અન્ય જીવો પ્રત્યે સમભાવ હાય – આનંદ માણવા માટે આત્માનુભવનો આનંદ
રૌદ્ર - યુદ્ધાદિમાં કઠોરતા આઠ કર્મોના નાશ માટે કઠોરતા બીભત્સ - અશોભાસ્પદ
શરીરની અશુચિનો વિચાર ભયાનક - ચિત્તમાં ભયજનિતભાવ જન્મમરણના ભય/ચિંતા અભુત - બાહ્ય દેખાવ-આશ્વર્યકારી આત્માની અનંતશક્તિ શાંતરસ - વૈરાગ્ય, આત્મશાંતિરૂપ દઢ વૈરાગ્ય ધારણ કરવો. આત્મશાંતિરૂપ
[૫૭]. શાસ્ત્રના દરેક વિધાનને નયના હેતુએ સમજીને ખતવણી કરે તો જીવ માર્ગ પામે. એ વિધાન સ્યાદ્વાદ શૈલીના છે. જિનવાણી પૂર્ણપણે સ્યાદ્વાદ શૈલીથી નિરૂપિત થઈ છે તેમાં મુખ્યતાએ નિશ્ચયનય અને વ્યવહારનય છે. જીવની કમરહિત મૂળ અવસ્થા (શુદ્ધ) નિશ્ચયનયથી છે. જીવની કર્મસહિત અવસ્થા (અશુદ્ધ) વ્યવહાર નયથી છે. બંને નયો
૨૬૦ અમૃતધારા
Page #274
--------------------------------------------------------------------------
________________
એકસાથે વિચારતાં એક જ સમયે સત્તાપણે અને પ્રગટપણે જોતાં શુદ્ધાશુદ્ધ છે. સંસારી જીવોની આવી વિચિત્ર દશા છે. એક સમયમાં શુદ્ધ અશુદ્ધ શુદ્ધાશુદ્ધ ત્રણ રૂપ છે તે ત્રણેય અવસ્થા છે તેમાં અખંડ ચેતનાશક્તિ સમાયેલી છે. આ સ્યાદ્વાદ પ્રણાલિને સમજીને બોધ ગ્રહણ કરી અશુદ્ધતા ટાળી શુદ્ધ દશા પ્રત્યે દૃષ્ટિ કરી શુદ્ધતાને ભજવી તેમાં શ્રેય છે. મોહનિદ્રા ત્યજી જ્ઞાનના પ્રકાશને ગ્રહણ કરી સ્વસ્વરૂપમાં લીન થાઓ, ત્યાં જ અનંત સુખ છે.
[૫૮] વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. પશુ છે, પક્ષી છે. વૃક્ષો છે, વનોની છે વનરાજી. અનંત આત્માઓ વચ્ચે, અડગ એક ધ્રુવનો તારો, અનંત દીપક વચ્ચે, ઝળકતો સૂર્ય એક ન્યારો, અનંતકાળના પરિભ્રમણ, પછી સાંપડતો. કિનારો, અનંત સંસારનો અંત લાવતો વીતરાગધર્મ છે ચારો” [૯૫૯]
મારા સ્વામી પરમ સામર્થ્યવાન છે અને હું તેમનો સેવક છું એવો ખ્યાલ નિરંતર ન રહે ત્યાં સુધી માનવીના દુઃખોનો ભાર ઓછો થતો નથી. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા અને જોઈને પરિક્ષીણ/દૂર કરવા. [૬]
પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવા એ જીવના હાથની વાત નથી પરંતુ દુઃખ પ્રત્યેના દ્વેષને દૂર કરી આનંદપૂર્વક તેને સમભાવે ભોગવી લેવા તે જીવના હાથની વાત છે. શરીર ગયા વગર દુઃખ નહિ જાય, વાસના ગયા વગર શરીર નહિ જાય. વૈરાગ્ય વિના વાસના નહિ જાય. વિવેક વિના વૈરાગ્ય નહિ ઊપજે અને સત્સંગ તથા ગુરુસેવા વગર વિવેક નહિ આવે.
[૯૬૧ સમાધિ એ માનવઆત્માની સહજ અવસ્થા છે. તે એવી નિષ્ક્રિય અવસ્થા છે કે જે સક્રિયા તથા અંતરંગ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. તે એવી અહંભાવરહિત નિદ્રા છે કે તે જાગતા માણી શકાય
અમૃતધારા ૨૬૧
Page #275
--------------------------------------------------------------------------
________________
[૯૬૨. જ્ઞાન જ અવિદ્યા-અજ્ઞાનને દૂર કરે. કર્મ અવિદ્યાને દૂર ન કરે, કર્મ જ સ્વયં અજ્ઞાનની નીપજ છે. યદ્યપિ આસક્તિ રહિત કર્મ કરવાથી જ્ઞાનને બાધક અવરોધો દૂર થાય છે.
૯િ૬૩] ચરમદેહી મહાત્માઓનું અંતના ભવમાં સ્વપુરુષાર્થના બળે પોતાના ઉપાદાનમાં કાર્ય સિદ્ધ થાય છે. તે પહેલાંની ભૂમિકાએ નિમિત્તોની કાર્યશીલતાનો સહકાર મળ્યો હોય છે. તેવો ઉપાદાન નિમિત્તોનો સંબંધ છે.
[૯૬૪) કર્મના ઉદયમાં આપણે કર્માધીન થઈએ. કર્મને અનુસરીએ તે કર્મોદય. અને કર્મ આપણને અનુસરે તે કર્મનો ક્ષયોપશમ. પરમાર્થથી તો કર્મના વિપાકોદયને જાણે પણ વેદે નહિ તે ધર્મ. [૯૬૫]
સંયોગમાં વિયોગનું દર્શન. ઉત્પાદમાં વ્યયનું દર્શન અને સર્જનમાં વિસર્જનનું દર્શન કરવાથી સાક્ષીભાવ આવે છે. સાચો જ્ઞાતા દ્રષ્ટાભાવ પેદા થાય છે. એટલે અકર્તાભોક્તાપણું થાય છે. [૯૬૬]
જ્ઞાનનો ગુણ છે જાણવાનો, એટલે જાણો અને ઉદાસીન રહો તો તે સમ્યકજ્ઞાન છે. જુઓ પણ ઉદાસીન ભાવે રહો તે સમ્યગદર્શન છે. ઉદાસીનભાવે જીવવું તે સમ્યગું ચારિત્ર છે. ઉદાસીનતા એટલે વસ્તુ જુએ જાણે પણ રાગાદિ વિકલ્પ ન કરે. [૯૬૭]
જ્ઞાન અને આનંદ ઉભય નિર્દોષ અને અભેદ છે. એ કોઈના વડે નથી કે કોઈના ભોગે નથી. પૂર્ણજ્ઞાન જગત માટે પરપ્રકાશક છે. અને સ્વ માટે આનંદવેદનરૂપ છે.
[૯૬૮) બુદ્ધિ અને લાગણી વચ્ચે સંઘર્ષ આ સંસારમાં કયા ઘરમાં – કુટુંબમાં નહિ ચાલતો હોય એ પ્રશ્ન છે. પણ ખેદની વાત એ છે કે બુદ્ધિનો ભારેખમ પથ્થર લાગણીના પુષ્પને કચડતો રહીને ઉપવન – નંદનવન બનવા સર્જાયેલા ઘર-કુટુંબને સતત દુઃખના ડુંગરામાં ભીંસી રહ્યો છે.
૨૬૨ - અમૃતધારા
Page #276
--------------------------------------------------------------------------
________________
આથી જ્ઞાનીઓએ ઘર-કુટુંબ ત્યજીને વનને ઉપવન બનાવ્યું. [૯૬૯]
આપણા મનની મલિનતા એવી છે કે આપણે જ શાંતિથી રહી શકતા નથી. તે મનમાં પ્રભુને પધરાવવાનું આપણે નિમંત્રણ આપીએ છીએ. આપણા શબ્દોથી પ્રસન્ન થઈને કદાચ પ્રભુ આવે તો પણ આપણા હૃદય પાસે આવીને પાછા ફરી જાય તેવું આપણું મન છે. હે માનવ ! મનને દોષોથી દૂર કરી નિર્મળ રાખ, જ્યાં પ્રભુને વસવાનું મન થાય. અર્થાત્ તારામાં રહેલો પ્રભુ સ્વયં પ્રગટ થાય. [૯૭૦]
દુઃખની વેદના આર્તધ્યાન છે. દોષોની વેદના ધર્મધ્યાન છે. અનુકૂળતામાં આનંદ પણ આર્તધ્યાન છે. આરાધનાનો આનંદ શુભધ્યાન છે.
[૯૭૧]
પાંચે ઇન્દ્રિયોના વિષય સેવનમાં સ્થાવર જીવોની હાનિ છે. ચારે કષાયોના સેવનમાં ત્રસ જીવોની વિરાધના છે. વિષયોમાં આસક્ત બનવાની સજા એ છે કે સ્થાવર કાયમાં જન્મ, દીર્ઘકાળનો વાસ. કષાયોમાં મસ્ત રહેવાની સજા તિર્યંચ યોનિમાં સ્થાન કેવળ પરાધીનતાનું દુઃખ. આ કર્મસત્તા આપણા માનવજન્મને વ્યર્થ બનાવે છે. માનવ જો વિષયોથી વિરક્ત બને કષાયથી અનાસક્ત બને તો કર્મસત્તા તેને સ્પર્શવા સમર્થ નથી. [૯૭૨]
પોતા તરફ્થી અન્યને ભય પેદા ન થાય એવી જીવનશૈલી એનું નામ અભયદાન. અભયદાન આપવાનું નથી હોતું સામો જીવ અભય સહજ જ પામતો જાય છે. [૯૭૩]
આપણા જીવનની કેવી દીનતા ને હીનતા છે કે નિત્ય એવા આત્માનો આધાર લઈ અનિત્ય એવું શરીર ઉત્પન્ન થયું. અનિત્ય એવા એ શરીરે નિત્ય એવા આત્મા પર એવું આધિપત્ય જમાવ્યું કે પોતે જ પોતાની નિત્યા વીસરી ગયો.
[૯૭૪]
પદાર્થો પ્રત્યે મૂર્છા, તે મેળવવાની સતત આકાંક્ષા એટલે એ
અમૃતધારા *૨૬૩
Page #277
--------------------------------------------------------------------------
________________
પદાર્થોની પુનઃ અપ્રાપ્તિનું જ નિર્માણ અને શરીર પ્રત્યેની મૂચ્છમાં રહ્યા તો પુનઃ પુનઃ શરીરની પ્રાપ્તિ કરી જન્મમરણના દુઃખને આમંત્રણ.
[૯૭૫] માનવજીવન મહાન છે તો આચાર વિચાર ઉત્તમ કેમ ન હોય ? આપણાં વસ્ત્રો ઉજ્વળ છે તો આપણા મનોભાવ ઉજ્વળ કેમ ન હોય? જો આપણી ક્રિયાઓ પાપનાશક છે તો આપણી ભાવનાઓ પાપનાશક કેમ ન હોય? આપણાં આલંબનો ઉત્તમ હોય તો આપણા અધ્યવસાય ઉત્તમ કેમ ન હોય?
[૯૭૬] ગૌતમનાં આંસુ, વિરહનાં હતાં એ આંસુમાં પ્રથમ નજરે પુણ્યતાની અલ્પતા હતી, પરંતુ દુન્યવી આકાંક્ષા ન હતી. પરમાત્મા ચાલ્યા ગયા એની વ્યથા હતી. તે આંસુ પ્રશસ્ત ભાવનાં હતાં તેમાં કર્મબંધ ન હતો, નિર્જરા હતી. એથી એ વ્યથા અભિશાપ ન બનતાં વરદાન બની ગઈ.
[૯૭૭] ઇન્દ્રિભૂતિના યોગ અજબના હતા. અહમૂની ચરમ સીમા પૂરી થઈ અહંતનું સાન્નિધ્ય મળ્યું. પૂર્વે મેળવેલા જ્ઞાનને વિસ્તૃત કર્યું, ચાર જ્ઞાન સમ્યકપણે પ્રગટ થયાં. નિરાધારતાનાં આંસુ પૂર્ણતાના પંથે વાળી ગયાં અને એ ગૌતમ અત્યંત મૌન થઈ ગયા. અંતે પ્રભુમાં ભળી ગયા. પરમપદ પ્રાપ્ત કર્યું.
[૯૭૮] અંધને પોતાની સમક્ષનો કોઈ પદાર્થ દેખાતો નથી પણ મોહાંધને જે સામે નથી હોતું તે દેખાય છે. અથવા પોતાનું નથી તેને પોતાનું કરવું છે. આથી અંધતા કરતાં મોહાંધતા ખતરનાક છે. [૯૭૯)
ઇન્દ્રિયોની શિથિલતા ગુરૂગમે ટાળી શકાશે. પ્રજ્ઞાની મંદતા સ્વાધ્યાયથી સુધારી શકાશે. પણ ગુરુઆજ્ઞા કે પ્રભુઆજ્ઞાનું દુર્લક્ષ થયું તો કોઈ બચાવી નહિ શકે.
[૯૮૦] ગુરુજનોના સક્રિય એવા વાત્સલ્યને ન સમજનાર પ્રભુની નિષ્ક્રિય
૨૬૪ અમૃતધારા
Page #278
--------------------------------------------------------------------------
________________
જણાતી (છે નહિ) એવી કરુણાને ક્યાંથી સમજશે. પ્રતિમાના અવલંબનથી પોતાનું પરમાત્મપણું કેમ સમજાશે ? ક્રોધાદિ કષાયો અંગાર જેવા લાગે. ઇન્દ્રિયોના વિષયો ભંગાર જેવા લાગે સદ્ગુણો માત્ર કંસાર જેવા લાગે તેનો સંસા૨ સંક્ષેપ થાય. જીવન સાર્થક થાય. [૯૮૧]
ઔષધ લાગુ પડે દર્દ ઓછું થાય. નવકાર ચિત્તમાં લાગુ પડે અહંકાર નાશ પામે. [૯૮૨]
મારું પોતાનું દુ:ખ મારે માટે કષ્ટદાયક બને છે એટલે એ દુઃખથી મુક્ત થવું શક્ય બને છે. પણ અન્યનું સુખ મારે માટે દુઃખરૂપ બન્યું તો તે દુ:ખથી સર્વથા મુક્ત થવું મારે માટે અશક્ય બને છે. [૯૮૩]
સૌથી શ્રેષ્ઠ પદાર્થ સુવર્ણ તેની પરીક્ષા આગમાં સૌથી શ્રેષ્ઠ દેહ માનવ તેની પરીક્ષા ત્યાગમાં
[૯૮૪] આત્મા સ્વયં ઉપાદાન છે. પણ તેમાં પુષ્ટ અવલંબન પ્રભુ છે. ઉપાદાન કારણમાં રહેલી કારણતા ભગવાનના નિમિત્ત વગર પ્રગટ થતી નથી.
[૯૮૫]
જીવનું લક્ષણ ઉપયોગમય છે. જેમાં ઉપયોગ હોય તેનો પરસ્પર ઉપગ્રહ ઉપકાર-નિમિત્ત હોય.
ઉપયોગ લક્ષણો જીવ પરસ્પરોપગ્રહો જીવાનામ્
[૯૮૬]
આવેલા તાત્કાલિક એક દુઃખ ૫૨ મનને કેન્દ્રિત કરી વ્યાકુળ ન બનો. પણ ભાવિમાં આવનારાં અનેક દુઃખો નથી આવ્યા તે વિચારી સ્વસ્થ બનો. સંભવ છે કે આવનાર દુઃખો સ્વયં શાંત થશે. [૯૮૭]
પરમાત્મસ્વરૂપના બધા ગુણો આપણામાં શક્તિરૂપે પડેલા છે. ભગવાનમાં વ્યક્ત થયેલા એ ગુણો આપણે વ્યક્તિરૂપે કરવા એ આપણી સાધના છે. [૯૮૮]
હું કોઈપણ વસ્તુ-પદાર્થને ચાહું એના કરતાં ચૈતન્યમાત્ર આત્માને
અમૃતધારા * ૨૬૫
Page #279
--------------------------------------------------------------------------
________________
ચાહું તે મારી શ્રેષ્ઠ સાધના છે.
[૯૮૯]. જીવનમાં જ્યારે કંઈ પણ દુઃખકારક ઘટના ઘટે ત્યારે તમે તમારી જાતનો વિચાર કરજો, તમારે શું કરવું જોઈએ તેનો વિચાર કરજો. સામી વ્યક્તિએ શું કર્યું, શું કરવું જોઈએ તે વિચારવું નિરર્થક છે. તેમાંથી સમાધાન નહિ મળે.
આપણો ચહેરો જોવા દર્પણ ઉપકારક છે. દૂરબીન નહિ [૯૯O].
વગર માંગ્યે જે કંઈ મળ્યું છે તેની જવાબદારી તું પૂરી કરી શકે તેમ નથી છતાં હજી કંઈ ને કંઈ માંગે છે તે કદાચ મળી જાય તો તેની જવાબદારી શી રીતે પૂરી કરીશ!
[૯૯૧] દુઃખ વર્તમાનમાં ભયંકર છે. અને સુખ ભવિષ્યને માટે ભયંકર છે. ભૌતિક સુખને સુખ માની લેવું તે અજ્ઞાન છે અને તે જ દુઃખનું કારણ છે.
[૯૯૨) હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે એટલે તરત જ ભગવાનની સહજ કૃપાનો પ્રવાહ આપણામાં અવતરણ કરે જ. એક વાર એવો અનુરાગ કરી જુઓ.
[૯૯૩] જેનો વિકાસ નથી એવા જડ-ભૌતિક પદાર્થો પ્રત્યે કેવળ પરિચય કરજો. પણ જેઓ વિકાસશીલ છે એવા તમામ જીવો પ્રત્યે તો પ્રેમ જ કરજો. તે સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. [૯૯૪).
ચંદ્રની અસર સમુદ્રને થાય છે. પૂનમ થઈ કે સમુદ્ર ઊછળી જ પડે. ગગનચુંબી ઇમારતને ચંદ્ર-પૂનમની અસર થતી નથી. તેમ પ્રભુની કરુણાની અસર ભક્ત હૃદયને થાય પણ અભક્તને થતી નથી.
[૯૯૫] આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવાની પાત્રતા માટે કર્મનો જેને ભાર લાગ્યો છે, જેણે પુણ્યમાં અન્યનો ભાગ રાખ્યો છે અને પ્રભુ સિવાય જેણે પોતાના ભાવ આપ્યો નથી તે ઉત્તમ છે.
[૯૯૬]
૨૬૬ ૯ અમૃતધારા
Page #280
--------------------------------------------------------------------------
________________
સર્પમાં તમને મોતનાં દર્શન થાય છે. ધર્માત્માને કષાયમાં દુર્ગતિનાં દર્શન થાય છે.
[૯] પદાર્થમાં રમણતાવાળો આત્મા ગુમાવી દે છે. જ્યારે પ્રેમની નિર્દોષતાની રમણતાવાળો પોતાને પરમાત્મા બનાવી શકે છે. [૯૯૮]
દેવ, તિર્યંચ અને નારક ત્રણેય ગતિના જીવો પાસે શક્તિરૂપ અનંત જ્ઞાનાદિગુણોનું સ્વામિત્વ છે. પણ એને અનુભૂતિના સ્તરે પહોંચાડવાનું કામ કેવળ મનુષ્યગતિમાં કોઈ વિરલ જીવને પ્રાપ્ત થાય
૯િ૯૯) આપણા પ્રેમની આ જગતમાં એક પણ જીવને જરૂર ન હોય તો પણ આપણે આપણા અંતઃકરણને નિરંતર પ્રેમથી સભર જ રાખવાનું છે. એમાં જો નાની પણ તિરાડ પડી તો આ જીવનનું લક્ષ્યસ્થાન ચૂકી જવાશે.
| [૧OOO] શરીરની અસ્વસ્થતા આપણી સમાધિની કસોટી છે તો શરીરની સ્વસ્થતા એ આપણી સાધનાની ઉત્તમ તક છે. [૧૦૦૧]
આકાશ સર્વ પદાર્થો માટે આધાર – અવગાહન છે. તેમ સમતા. જ્ઞાનાદિ ગુણોનો આધાર-સ્થાન છે.
[૧૦૦૨] ભૂતકાળનો આત્મા બહિરાત્મા છે, પણ વર્તમાનને સુધારી લઈએ તો ભવિષ્યનો આત્મા પરમાત્મા છે.
[૧૦૦૩] બુદ્ધિને એક જ ચિંતા છે કે મને દુઃખ ન પડવું જોઈએ. હૃદયને એક જ ચિંતા છે કે મારા નિમિત્તે કોઈને દુખ ન પડવું જોઈએ.
[૧૦૦૪] દેહ અને આત્મા જુદા જણાય ત્યારે સમતા પ્રગટે છે. જેમાં જ્ઞાન પરિપક્વ થાય છે.
[૧૦૦૫] ધર્મનું સ્થાન હૃદય છે, બાદબાકી કરીને નમતું આપવું તે
અમૃતધારા ૨૬૭
Page #281
--------------------------------------------------------------------------
________________
હૃદયનો સ્વભાવ છે. સંશયાત્મક બુદ્ધિને આગળ કરશું ત્યાં સુધી હૃદયના તાર ઝણઝણતા નથી.
[૧૦૦૬]. બાળક જન્મે ત્યારે પ્રથમ કપડું પહેરે તેને ખીસું ન હોય. મરણ વખતે છેલ્લા કફનને પણ ખીસું ન હોય, તો પછી જન્મ મરણના વચગાળાના સમયમાં ખિસ્સા માટે આટલી ઉપાધિ શું? માયા, પ્રપંચ શા !
[૧૦૦૭) અંતઃ મંગલ આશિષ
નિશ્ચયમાં દઢતા અનુભવ વિના આવતી નથી અને એ વગર આવેલી દઢતામાં સપ્રાણતા નથી હોતી. એ નિશ્ચય અઘરો નથી. આપણો તો અઘરું કામ કરવા માટે અહીં જન્મ થયો છે. અઘરું કામ કરીને ઉર્ધ્વસ્થ બની રહીએ તેમાં જ જીવનની સાર્થકતા છે. આ જન્મમાત્ર સાધના માટે જ છે. બીજા કશા માટે નહિ જ. આ મનોમંથન સાધનાની યાત્રા સરસ રીતે કરાવશે એ સાધનાનું પરિણામ.
શબ્દદિ પાંચ વિષયો થકી સાવ નોખું. ચૈતન્ય તત્ત્વ ઝળખે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ય, તે તત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા.”
શ્રી હૃદય પ્રદીપષટત્રિશિકા. પૂ. શ્રીઆચાર્ય યશોવિજયસૂરિજી.
૨૬૮ અમૃતધારા
Page #282
--------------------------------------------------------------------------
________________ લાઇatitisfit at Ahયા બરસે અમૃતધારા સબ ચલો ગુરુ કે દેશ, પ્રેમી વેશમેં મંડળ સારા, વહાં બરસે અમૃતધારા... વહાં કામ ક્રોધકી ગંધ નહીં, ઔર જન્માદિક દુઃખર્કંદ નહીં કહે નેતિ નેતિ શ્રુતિને ઉસે પુકારા ... વહાં બરસે અમૃતધારા વહાં જાત પાત કી ચાલ નહીં, કોઈ રાજા યા કંગાલ નહીં સમદૃષ્ટિ સે હૈ સબ કી એકાકા..વહાં બરસે અમૃતધારા ત્રિતાપોં કી જો જ્વાલા હૈ, સદ્દગુરુ બુઝાનેવાલા હૈ વહાં નિત્ય સુખસાગર હૈ અપરંપારા.. વહાં બરસે અમૃતધારા જો ભૂલે ભટકે આતે હૈ, વો સીધી રાહ એ જાતે હૈ, વહીં સોહમ શબ્દ કા બજતા હૈ નગારા... વહાં બરસે અમૃતધારા. સદ્દગુરુજી શાંતિદાતા હૈ, વો ત્રિલોકી કે ત્રાતા હૈ હૈ મોક્ષમાર્ગ કે સદ્દગુરુ અંતર જ્ઞાતા... વહાં બરસે અમૃતધારા.