________________
સહજ ન બને ત્યાં સુધી તે વાસનાકાળ છે. આવા કષાયોથી મલિન ચિત્ત આત્મસ્વરૂપને જાણતું નથી.
[૨૧] જ્યાં સુધી અંતરંગ આત્મપરિણતિની શુદ્ધિ ન હોય ત્યાં સુધી બહારની દેખાતી શુદ્ધિ પર વિશ્વાસ કરવા જેવો નથી. સાધક કે સાધુ ગમે તેટલાં કષ્ટો કે પરીષહો સહન કરે પણ ચિત્તને નિર્મળ કરતો નથી – તો મુક્તિ પામતો નથી. આવા મોક્ષપ્રાપ્તિને બાધક કષાયને જીતવામાં શારીરિક કોઈ કષ્ટ નથી. છતાં અજ્ઞ જીવ તેના પર વિજય પ્રાપ્ત કરતો નથી.
[૨૨] અજ્ઞ જીવોને જે સુખ ઇન્દ્રિયોના વિષયોથી પ્રાપ્ત થાય છે, તે જીવની અશુભ વાસનાથી ઉત્પન્ન થયેલ વેદનાઓ છે ભોગથી તેનો નાશ થતો જણાય છે, તે સુખ નથી સુખનો વિકાર છે. શુદ્ધ પરિણામથી પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ, સ્થિતિ તે સાચું સુખ છે. [૨૩]
જીવનો જ્ઞાન-ઉપયોગ દર્પણ જેવો છે, તે જે પદાર્થમાં જોડાય તેવો થાય છે. અર્થાત્ જે વિષયકષાયમાં જોડાય તે રૂપે પરિણમે છે. છતાં ત્રિકાળવર્તી આત્મા સમપરિણામી હોય છે માટે સાધકે વિષયકષાય ઉપર કાબુ મેળવવો ત્યાર પછી આત્માસ્વરૂપમાં ઉપયોગ રહે ત્યારે આત્માનુભવ થાય.
[૨૪] નિશ્રયદષ્ટિએ જોવાથી રાગદ્વેષ ચેતનાનાં પરિણામ છે. તે પુલમાં થતાં નથી. રાગદ્વેષને ઉત્પન્ન કરવાવાળાં અન્ય દ્રવ્ય નથી. કારણ કે અન્ય દ્રવ્યો જડ છે અને અન્ય દ્રવ્યના ગુણધર્મો અન્ય દ્રવ્યમાં પરિણમતા નથી. સર્વે દ્રવ્યોની અવસ્થા પોતપોતાના સ્વભાવથી છે. જે પુરુષ રાગની ઉત્પત્તિમાં કેવળ પરદ્રવ્યને જ નિમિત્ત માને છે, તેમાં પોતાનું કોઈ કારણ માનતો નથી તેઓની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે. તે મોહરૂપી નદી ઊતરી શકતા નથી. રાગદ્વેષ પોતાના કર્યા થયા છે. તેમ પોતાના મટાડ્યા મટે છે. આવાં અપેક્ષિત કથન સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિનું
૬ ૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org