________________
શુદ્ધતાવશ હોય છે. ક્રમે ક્રમે વ્યવહા૨ પરિણામ ઘટતા જાય છે. છતાં દેવાદિ પ્રત્યેનો આદર ત્યજતાં નથી.
[૭૭]
આત્મા અશુદ્ધ કષાયી ક્યારથી ? અનાદિથી. અનાદિ કહો તો પણ ક્યારે તો શુદ્ધ હતો ને ! પૂ. હરિભદ્રસૂરિજી કહે છે ભાઈ સંસારના પ્રવાહની આદિ જ્ઞાત ન હોવા છતાં, સંસારનો અંત આણી શકાય છે. તેવો પુરુષાર્થ જરૂરી છે. જોકે એ સાધ્યની સિદ્ધિ દુર્લભ છે તેના અધ્યાત્મ આદિ ઉપાયો જીવને દુષ્કર લાગે છે જે જીવો યોગાનુયોગ ચરમાવર્તમાં – કાળની મર્યાદામાં આવે છે જેની કાળલબ્ધિ પાકી હોય છે. તેવા જીવોને અધ્યાત્મમાર્ગની પ્રાપ્તિ થાય છે. [૭૭૮]
મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન સમ્માન અને સભ્યશ્ચારિત્ર ત્રણ ગુણોની મુખ્યતા છે. તે ગુણો આપોઆપ પ્રગટતા નથી. તેને માટે શાસ્ત્રાનુસારી જીવનચર્યાં જરૂરી છે. શાસ્ત્રીય વિધિ નિષેધોને અનુસરી આધ્યાત્મિક શિક્ષણ લેવું જરૂરી બને છે.
સમ્યજ્ઞાનાદિ ગુણો અને તેને ઉપકારક વિધિ તપ, જપ, વ્રતાદિ યુક્ત જીવનચર્યા બંનેને યોગ કહે છે. જોકે જીવનચર્યા સાક્ષાત મોક્ષનું કારણ નથી પરંતુ સમ્યજ્ઞાનાદિમાં ઉપકારક હોવાથી પરંપરાએ કારણમાં કાર્યનો વ્યવહા૨ છે. [૭૯]
સંસારનું મૂળ અનાદિ છે. યોગબીજ તો ચોક્કસ સમયે શરૂ થાય છે. જ્યારે કર્મબળ અત્યંત ઘટે છે. ત્યારે જીવનનું વલણ ભોગાભિમુખ ન રહેતા યોગાભિમુખ થવા લાગે છે. ત્યારથી જીવનશુદ્ધિ ઉત્તરોઉત્તર વૃદ્ધિ પામે છે. આથી રાગ દ્વેષની ગ્રંથિ મોળી પડે છે. હવે કર્મસંસ્કારો નવા પડે તો પણ દીર્ઘ સંસારી નથી હોતા. પછી તો જીવનશુદ્ધિની અવસ્થાઓમાં તે જીવ આગળ વધે છે. [૮૦]
ધ્યાનના અનેક પ્રકાર છે. તેમાં મુખ્યતા આત્મધ્યાન કે સ્વરૂપધ્યાનની છે. સામાન્ય જીવો માટે એની ભૂમિકાનું બંધારણ હોતું નથી તેને ધ્યાન પણ તરંગ બને છે. આત્મધ્યાનની ભૂમિકા થવા અર્થે
Jain Education International
૨૧૬ * અમૃતધારા
For Private & Personal Use Only
www.jainelibrary.org