________________
સૌ પ્રથમ તો નિજહિતના કાર્યો અપ્રમાદી હોય. ભલે અપૂર્ણ દશા હો પણ પૂર્ણતાનો લક્ષ્યવાળો હોય. ગુરુ ગમે ઘેર્યપૂર્વક કાર્ય કરવામાં ઉદ્યમી હોય. શાસ્ત્રાનુસારી સમજણ હોય. વિષયથી વિરક્ત કષાયનો ત્યાગી, ગુણનો અનુરાગી હોય. ધૈર્ય ચિત્તવાળો હોય. ભય ચંચળતા જેવા દોષોથી મુક્ત હોય. સ્વસ્વરૂપનું માહાસ્ય નિરંતર વર્યા કરતું હોય. લોકસંપર્કથી દૂર વૈરાગી મનવાળો હોય. [૭૮૧].
પરઉપદેશ માટે થયેલું શાસ્ત્ર કે આગમજ્ઞાન પોતાની વિપરીત શ્રદ્ધાનને ફેરવી શકતું નથી. સ્વલક્ષે મેળવેલું શાસ્ત્ર – આગમજ્ઞાન સ્વરૂપની પ્રતીતિનું કારણ થાય છે. સ્વલક્ષી જ્ઞાન ગુણને અને શુદ્ધતાને પ્રગટ કરે છે. પરલક્ષી જ્ઞાન અહાંદિ દોષોને પ્રગટ કરે છે. [૭૮૨]
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અનુભવાત્મક છે, એટલે આત્માનો સ્વભાવ અનુભવ કરવાનો હોવાથી પ્રત્યેક સમયે જીવની અનુભવક્રિયા ચાલ્યા જ કરે છે. વાસ્તવમાં આત્માની તે અનુભવક્રિયા સ્વને જાણવાની છે. પરંતુ અજ્ઞાનવશ જીવ ઉદયજનિત સ્વકર્મને નિરંતર સ્વસ્વરૂપે જાણે છે, અને તેમજ માને છે એટલે પુનઃ નવા કર્મનો બંધ કરે છે. જો તેને કોઈ જ્ઞાનીનો યોગ મળે બોધનું પરિણમન થાય તો આવા પરકત્વનો ત્યાગ કરી નિજના અનુભવમાં કે. [૭૮૩]
શૂલપણે જોતાં લોખંડનો ટુકડો કઠણ છે. પાણી નરમ છે. પરંતુ પાણીમાં સૂક્ષ્મપણે લોખંડી બળ પડ્યું છે. લોખંડને પાણીના પાત્રમાં મૂકી રાખવામાં આવે તો તે કટાઈને લાલ લાલ રજકણો થઈ હવામાં ઊડી જાય છે ત્યારે પાણીનું બળ સમજાય છે. તેમ અજ્ઞાનવશ સ્થૂલદષ્ટિએ જોતાં કર્મોથી આવૃત જીવને કર્મનું બળ કઠિન લાગે છે, અને આત્મા નિર્બળ લાગે છે પરંતુ અંતરદૃષ્ટિથી જોતાં આત્માના જ્ઞાનધ્યાનરૂપ બળથી કઠિન અને દીર્ઘકાળનાં કર્મો પણ નાશ પામે છે. કર્મની દીર્ઘસ્થિતિ કરતાં પણ આત્માની સ્થિતિ તો અસીમ છે તેથી આત્મા જ અનાદિનાં કર્મોનો નાશ કરી શકે છે. [૭૮૪]
અમૃતધારા ક૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org