________________
જ્ઞાન જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે જ્ઞાન હોવા છતાં અજ્ઞાન કરે છે. એ અજ્ઞાનવશ હિંસાદિ દોષો અને કષાયોનો ઉદય વર્તે છે. આથી વિષયાકાર વૃત્તિ, વિષયાકાર પરિણમન તે અધર્મનું મૂળ છે. જ્ઞાનનું સ્વરૂપાકારે રહેવું તે ધર્મ છે.
[૭૮૫] રત્નત્રયરૂપ આત્માનું ધ્યાન જ્યારે યોગી પુરુષો કરે છે ત્યારે સકલ કર્મોનો નાશ થાય છે. આત્મા મુક્ત સ્વરૂપે પ્રગટ થાય છે. જીવ જ્યારે આત્મવિમુખ થઈ પરદ્રવ્યમાં રાગ કરે છે ત્યારે જ્ઞાનાદિ રત્નત્રય પરિણામ ટકતા નથી. આત્મા આત્મા વડે (ઉપયોગ) આત્મામાં માત્ર જાણવારૂપ ક્રિયા કરે છે તે ચારિત્ર છે. આત્મા આત્મા વડે આત્માને જાણે તે જ્ઞાન છે અને આત્મા આત્મા વડે આત્માને જુએ તે દર્શન છે. આ મોક્ષનો સરળ અને અનન્ય ઉપાય છે.
[૭૮૬] આત્મજ્ઞાનરૂપી જળ કર્મમળરૂપી ઇંધનને શમાવવાની તાકાત ધરાવે છે. તે સિવાય સર્વ ભૌતિક સાધનો કર્મરૂપી ઇંધનને વધુ પ્રજ્વલિત કરે છે. આવી સમ્યગ્રસમજ જ્યારે જીવને આવે છે ત્યારે તેના તપ, જપ, ધ્યાન, આદિ સઘળાં સાધનો કાર્યકારી બને છે. જેમ જેમ દેહાત્મ બુદ્ધિ છૂટતી જાય છે તેમ તેમ કર્મરૂપી આગ શમતી જાય છે. અને દેહબુદ્ધિ જ્યારે સર્વથા નાશ પામે છે ત્યારે આત્મજ્ઞાનરૂપી જળ સીધું જ કર્મના ઇંધનને સમૂળ શમાવી દે છે. [૭૮૭]
સિંહના ભવમાં સૌમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કે સર્પના ભવમાં ક્ષમા પ્રાપ્ત થવી અસંભવ છે. છતાં પૂર્વ સંસ્કારે કે કોઈ યોગી મહાત્માના સંયોગમાં સિંહ સૌમ્ય બને સર્પ ક્ષમા ધારણ કરે છતાં ભવ-આકૃતિને કારણે સૌમ્યતા દુર્લભ જ છે. તેમ વિષયોમાં સંસ્કારિત પ્રવૃત્ત જીવને વિષયો પ્રત્યે વૈરાગ્ય થવો દુર્લભ છે. સર્પાદિમાં કદાચ પ્રકૃતિ શમે તો પણ વિષયમાં પ્રવૃત્ત જીવને વૈરાગ્ય થવો શક્ય નથી. વૈરાગ્ય એ વિષયોની અનિચ્છા સ્વરૂપ છે. વૈરાગ્યથી વિરુદ્ધ છે. માટે વિષય ત્યાગ એ જ સાધકનું કર્તવ્ય છે.
[૭૮૮]
૨૧૮
અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org