________________
છે. આવો લાભ શ્રદ્ધાવાનને, સદાચારીને થાય છે. [૪૪૫]
હે જીવ! જો તું એમ માનતો હોય કે હું બહારમાં કંઈ કરી શકું છું તો તારા રાગાદિ અશુદ્ધ અવસ્થાઓને નિર્મૂળ કર. શુભાશુભ તમામ વિકલ્પોને ત્યજી દે, નષ્ટ કરી દે. આ સિવાય આત્માર્થે બીજું કંઈ કરવાનું નથી. જો કર્તુત્વભાવમાં તું રાચતો હોય તો રાગાદિ ભાવને છોડ, અગર તો કરું કરુંનું મિથ્યાભિમાન ત્યજી દે. મારી ઇચ્છા મુજબ હું કંઈક કરી શકું છું, મેળવી શકું છું. ભોગવી શકું છું. તે મિથ્યાભાવ છોડી દે. તો સાક્ષીભાવ, જ્ઞાતા દ્રષ્ટાભાવ પ્રગટ થશે. [૪૪૬]
તું ઇચ્છે કે ન ઇચ્છે દરેક દ્રવ્યની અવસ્થાઓ કાળની યોગ્યતા અનુસાર તે તે કાળે થાય છે. તેમાં હે જીવ તું શા માટે ફેરફાર કરવા ઉદ્યમ કરી આકુળ થાય છે. અરે તારા પોતાના વિભાવભાવોનો કર્તા ભોક્તા શા માટે બને છે ? તું તારા ઉપયોગ ને ત્યાંથી ઉઠાવી તારા સ્વરૂપમાં મગ્ન થઈ જા. જેમ તું અન્ય પદાર્થને જાણે છે. જાણવાવાળો છું તેમ નિર્ણય કર અને પછી તું જ અનુભવ કર કે હું તો સ્વનો કર્તા છું રાગાદિનો કર્તા નથી. [૪૭]
મન વચન કાયાના યોગે કર્મ બંધાયેલાં છે, તે ઉદયમાં આવે ભલે તે મન વચન કાયા ભોગવે છે, તું શા માટે વચમાં આવે છે. તું તો શુદ્ધાત્મા. તારે પાપ કે પુણ્ય સાથે શું લેવા દેવા ? મનાદિ યોગમાં એકત્વ બુદ્ધિ કરવાથી આત્મા દંડાય છે. કર્મવિપાકે વેદના દુઃખ આવે છે ત્યારે કહે કે હે કાયા ! આ તારે કારણે તેં જ બાંધેલાં કર્મ ઉદયમાં આવ્યા છે તો હવે તું જ ભોગ. હે ચેતન ! તું સાક્ષી ભાવે જોયા કર. આ રીતે દેહથી ભિન્ન થઈ, સાક્ષીભાવે રહી, આત્મસ્વરૂપમાં સ્થિર થા. મનવચન કાયામાં એકત્વબુદ્ધિને ત્યજીને શુદ્ધાત્મસ્વભાવમાં શ્રદ્ધારૂપે સ્થિર થા. નિશ્ચયથી સ્થિર થા.
૪૪૮] મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકારે સિદ્ધ થાય છે. ઉત્સાહાત – અપૂર્વ વર્ષોલ્લાસ વધારવાથી.
૧૨૨ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org