________________
પરંતુ પ્રકાશના સાધન દ્વારા અંધારું દૂર થાય છે. અશાંતિ, મનના વિકલ્પો શાંત કરવા તેને જાણવા જરૂરી છે. મનમાં જે કંઈ બને છે વિકલ્પો ઊઠે છે તેનો કર્તાભાવ છોડો. તેની સાથે સાચીખોટી મુલવણી ન કરો સાક્ષી ભાવે જુઓ. જાણવાનો પ્રયોગ કરવો. ઉપયોગ-ચેતના સાક્ષી બનશે કે ત્યાં જ બાહ્ય દૃશ્ય છૂટી જશે, અને ઉપયોગ દ્રષ્ટાને પકડશે. ત્યાં નિજઘરમાં સ્થિર થશે. અજ્ઞાન દૂર થઈ પ્રજ્ઞા પ્રગટ થશે. [૪૭૮]
સિનેમાનો પડદો કોઈ ચિત્રવાળો નથી તેની પાછળ ચિત્રોનું પ્રક્ષેપણ હોય છે. તે પડદા પર દશ્યમાન થાય છે. તે જોઈને પ્રેક્ષક મંત્રમુગ્ધ બને છે. દુનિયાને ભૂલી જાય છે. એ દૃશ્ય સાચા માનીને ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે. આ પ્રમાણે માનવના મનના પડદા પર પૂર્વના સંસ્કારો, વાસનાઓ અને વૃત્તિઓ પ્રક્ષેપિત થાય છે. એ ક્રમ અવિરત ચાલે છે. માનવ ચલચિત્રને જોઈને જેમ સુખી દુઃખી થાય છે. તે કેવળ તત્ક્ષણ પૂરતું છે. ચલચિત્ર પૂરું થતાં દર્શકને ભાન થાય છે, અને ઘર તરફ જવા તૈયાર થાય છે. તેમ સાધકને ભાન થાય કે આ તો જન્મજન્મનું ચલચિત્ર છે ત્યાં રોકાવા જેવું નથી. પોતાનું સ્વરૂપ નિજઘર છે. ત્યાં જતી ચિત્તવૃત્તિઓને શમાવે છે. અને મુક્તિ પામે છે. [૪૭]
ધર્મ-મુક્તિ એટલે સ્વપ્રતિ દૃષ્ટિ, જાગૃતિ. ધર્મની હરેક ક્રિયા, મંત્ર, અનુષ્ઠાન સ્વપ્રતિ દૃષ્ટિ કરવામાં અપેક્ષિત સાધન છે. દુખના વિસ્મરણ માટે ટી.વી. આહારાદિ સાધનો જેવું તે કેવળ કલ્પિત નથી. ભૌતિક સાધનો વડે દુઃખનું વિસ્મરણ થાય છે. મૂળ છેદાતું નથી. તેમ બાહ્ય ક્રિયા આલંબનો પણ વર્તમાનના અશુભ ભાવોને રોકે છે. શુભભાવમાં ચિત્તને જોડે છે. પરંતુ તે સ્વરૂપધર્મ નથી. ઉપદેશાદિના યોગથી જીવ જાગૃત બને, સ્વરૂપને જાણે, ત્યાં સુધીની યાત્રા કરાવવા ધર્મઅનુષ્ઠાનોનો સંબંધ છે. તેથી આગળ સ્વાધીન માર્ગ છે. [૪૮]
ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરેધર્મ ન જાણે હો મર્મ, જિનેશ્વર'
(શ્રી આનંદઘનજી)
Jain Education International
અમૃતધારા : ૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org