________________
સ્વભાવદિશા પકડે છે. અજ્ઞાની પોતાને રાગરૂપ માને છે. [૨૧૬]
જો જીવ પોતાના કષાયાદિ સ્થૂલ પરિણામને ન જાણે તો પછી જે સૂક્ષ્મ પરિણામ વડે સ્વભાવ તરફ જવાનું છે તે કેવી રીતે જાય ! સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં તેનો નિર્ણય થાય તો તે પ્રત્યે પુરુષાર્થ [૨૧૭]
થાય.
સાધનાકાળની પ્રાથમિક ભૂમિકામાં ભક્તિ, સ્વાધ્યાય આવશ્યક ક્રિયા આદિ હોય. તેમાં શુભ ભાવ આવે પણ તેને માત્ર ધર્મ માની સંતોષાઈ ન જવું. પરંતુ જેમ અશુભ છૂટતાં શુભ ભાવ જાગ્યો, ત્યાર પછી આગળ વધવું. શુભ ભાવ એ ધર્મ કે માર્ગ નથી. ધર્મ સ્વભાવમાં છે તેમ અંદરમાં નિર્ણય કરી સ્વભાવ પ્રત્યે ઉપયોગ – ભાવને વાળવો. અર્થાત શુભાશુભ ભાવથી હું જુદો છું. તેનો જાણનાર જ્ઞાતા છું તેમ સાવધાન રહું. જેમ વિભાવનો કરતા નથી શુભભાવનો કર્તા નથી તે નિમિત્તાધીન પરિણામો છે જે ધર્મ નથી. શુભ ભાવ કચિત માર્ગના સાધનોની પ્રાપ્તિમાં સહાયક છે. [૨૧૮]
જ્ઞાનઆરધના, જાગૃતિ કે અંતરનિરીક્ષણ – શુદ્ધિ વગર અનુષ્ઠાનો સફળ થતા નથી, અંતરંગ પરિણામોને પક્ષપાતરહિત સ્થિરતાપૂર્વક – સાતત્યથી તપાસવા, નહિ તો તેમાં અન્ય વિકલ્પો ઊઠતા નિરીક્ષણનું સાતત્ય છૂટી જશે. વળી એ પરિણામોના નિરીક્ષણમાં અંતરમાં પડેલા દોષો જણાય ત્યારે દોષમાં દોષ ન ભેળવો અર્થાત્ હું ક્રોધી છું વિગેરે ભાવો ભેળવી દુ:ખ ન માનવું પણ એ ક્રોધાદિ મારું સ્વરૂપ નથી એમ સ્વરૂપદૃષ્ટિ કરતાં કષાયો મંદ થઈ ક્ષીણ થશે. {૨૧૯]
વળી કોઈ શુભ ભાવ થયો તો મનમાં મીઠાશ ન લાવવી, કે મને કેવા શુભ ભાવ થાય છે ? દોષમાં કડવાશ ન લાવવી. દોષમાં ન કડવાશ ગુણમાં ન મીઠાશ. તો શું કરવું ? ધીરજપૂર્વક વિચારવું કે (શુભાશુભ ભાવ) ગુણ કે દોષ મારા સ્વભાવનો નથી. [૨૨૦]
સ્વભાવ શું છે ?
Jain Education International
૬૦ અમૃતધારા
For Private & Personal Use Only
www.jainelibrary.org