________________
ત્રણે કાળ કેવળ પરમ નિર્મળ પરિણતિનું હોવું તે સ્વભાવ એવા ગુણ-દોષરહિત આત્માની ત્રિકાળી ધ્રુવ સત્તા જે નિર્મળ પરિણતિ છે તેમાં ચિત્તને જોડવું. અથવા કડવાશ કે મીઠાશના ભાવને-વિકલ્પરહિત ફક્ત તેને જાણવા, તેમાં જોડાવું નહિ, દોષને દૂર કરવાનો પ્રયત્ન નહિ, તેમ તેનો આદર નહિ તે જાણવાની ક્રિયા છે. [૨૨૧]
અંતરનિરીક્ષણ તે આત્માર્થ છે. ત્યાર પછી ઉપયોગ પરભાવથી ભિન્નપણે રહી ભેદજ્ઞાન કરે છે તે જ્ઞાનદશા છે, એ જ્ઞાનદશાની પૂર્ણતા તે પરમાત્મપણું છે. વીતરાગતા છે. વૈરાગ્ય અર્થાત્ ઇચ્છાપૂર્વક, આસક્તિપૂર્વક દેહાદિ સુખભોગમાં પ્રવર્તન ન કરવું. તે તે પદાર્થોના સંયોગમાં અનાસક્ત ભાવ અથવા સ્વાભાવિક ત્યાગ થવો. અંતરનિરીક્ષણની જાગૃતિથી પદાર્થોના સંયોગની ચિ છૂટી જાય છે. સદ્ઉપદેશનું રહસ્ય સમજાય છે. સદ્ગુરુના ઉપદેશમાં શ્રદ્ધા દૃઢ થાય છે ત્યારે તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થતાં આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન વર્તે છે. જે જીવને વિભાવથી જુદો રાખે છે. [૨૨૨]
ઉપશમ : કષાયોની મંદતા તેના પ્રતિપક્ષી ગુણોનું પ્રગટવું. વળી તીવ્રપણે રાગ-દ્વેષ ન હોવા તીવ્રપણે રતિ અતિ ન હોવી. ઇન્દ્રિયોના કોઈ વિષયો પ્રત્યે તીવ્ર રસનું વેદન નહિ. તે વિષયોમાં જે તીવ્રરસ ઉપશમ ભાવમાં સ્વૈચ્છિક મંદરસપણે હોય. [૨૨૩] આંતરનિરીક્ષણમાં ઉપશમભાવ વિકસિત થાય છે. મોક્ષાર્થી જીવને વસ્તુના મૂળસ્વરૂપનું લક્ષ્ય છે. તેને સદ્ગુરુના બોધથી નિરીક્ષણની સમજણ છે. છતાં અશુભ ભાવો જોઈને ખેદ થાય છે. અને શુભ ભાવો જોઈને તેને લાગે છે હું માર્ગે ચાલી રહ્યો છે. આવા સમયે ગુરુગમની જરૂર પડે છે. ગુરુગમ વડે સમજાયેલું સ્વરૂપ તેની અંતરસૂઝને જાગૃત કરે છે ત્યારે પોતાના જ જ્ઞાનની નિર્મળ પરિણતિ તેને અંતરથી માર્ગે ચઢાવે છે.
[૨૪]
અહીં એકાંત અભિપ્રાય ન બાંધવો. સાધનાકાળની પણ વિવિધ
અમૃતધારા - ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org