________________
પણ તે શુભાશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ ઇષ્ટાનિષ્ટ પદાર્થોનો સંયોગ મળતાં અજ્ઞાની જીવમાં રાગાદિ પરિણમન થાય છે, ત્યારે બંધ થાય છે. [૪૨]
સમ્યગ્દષ્ટિ આત્મા રાગાદિ વિકારી પરિણામોને ઉપયોગમાં ભેળવતો નથી. તેને મારા જાણતો નથી, તે ભાવે પરિણમતો નથી. માત્ર ઉદયજન્ય કર્મફળને જાણે છે. પોતે જ્ઞાનભાવે ટકે છે. તેથી પુનઃ બંધાતો નથી. તે જીવોની વ્યવહારિક પ્રવૃત્તિ પણ કથંચિત કર્મનિર્જરાનું કારણ બને છે. કારણ કે તેનું ચિત્ત મોક્ષાભિલાષી હોય છે. નિશ્ચયથી સર્વ પ્રવૃત્તિઓનો આધાર જીવનું ચિત્ત હોય છે. તે ચિત્તને સમ્યગ્દષ્ટિ સ્વસ્થ રાખે છે. તેને પાપ અશક્તિના હોય છે આસક્તિનું પાપ હોતું નથી. સમ્યગ્દર્શનનું આવું સામર્થ્ય છે. તે અજ્ઞાની જાણતો નથી. તેથી પુનઃ બંધાય છે. [૪૩]
પુદ્ગલ જડ છે તો પછી તેનામાં એવી કઈ શક્તિ છે કે જે મહાસમર્થ ચૈતન્યસ્વરૂપ આત્માને વિભાવ પરિણામ કરાવી સંસારમાં પરિભ્રમણ કરાવે છે?
[૪૪]
જેમ વ્યસની મનુષ્ય વ્યસનના સેવનથી વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. કુશળ ખાનદાન પુરુષને પણ તે વ્યસન સેવનથી ભ્રષ્ટ કરી દે છે. તેમ આત્મપ્રદેશોમાં રાગાદિભાવોના નિમિત્તથી બંધરૂપ થયેલ કાર્યણવર્ગણાના સંયોગથી આત્મા સ્વભાવથી ચુત થઈ વિપરીત ભાવોમાં પરિણત થાય છે.
જે જીવ ૫૨પુદ્ગલોમાં રાગાદિભાવવાળો છે તે જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે. જે રાગભાવે કરી રહિત છે, તે સર્વ કર્મોથી મુક્ત થાય છે. નિશ્ચયથી પણ સંસારી જીવોને રાગાદિભાવરૂપ અશુદ્ધ ઉપયોગ જ ભાવબંધનું કારણ છે. અને પરપદાર્થોનું નિમિત્ત તે દ્રવ્યબંધનું કારણ છે. તેટલા માટે મોક્ષાર્થી જીવે રાગ, દ્વેષ, અજ્ઞાન અને મોહનો નાશ કરવો.
[૪૫]
Jain Education International
અમૃતધારા * ૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org