________________
કરવાથી, રુચિ કરવાથી, શુદ્ધતાનું અવલોકન થાય છે. ત્યારે કર્માદિનો સંયોગ છતાં ઉપયોગની શુદ્ધતા વડે આત્માનુભવ કરવામાં આવે છે. રાગાદિક ભાવ એ આત્મસ્વરૂપથી ભિન્ન ક્ષણિક અવસ્થા છે. તેથી જ્ઞાની કર્મસંયોગવાળા છતાં પુદ્ગલથી ભિન્ન એવા આત્માનો અનુભવ કરે છે.
[૩૮] જીવ ગૃહ વસ્ત્રાદિક પરપદાર્થને કરે છે તે વ્યવહાર નિભાવવાનું કથન છે. નિશ્ચયથી જીવના યોગ-ઉપયોગ ગૃહાદિને ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. કથંચિત જીવ યોગ કે ઉપયોગનો કર્તા છે. મન વચન કાયાની પ્રવૃત્તિથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તે વખતે ઉપયોગમાં રાગાદિરૂપ વિકાર પરિણામ થાય છે. તે બંને ગૃહાદિક તથા રાગાદિકનું નિમિત્ત છે. પરંતુ આત્મા અન્ય પદાર્થોનો કે અન્ય ભાવનો કર્તા નથી.
[૩૯] આત્મા સ્વયં પોતાના રાગાદિકનું નિમિત્ત નથી, કે સ્વભાવથી કર્તા નથી. પરંતુ સૂર્યકાંત મણિ જેમ પોતે સ્વયં અગ્નિરૂપે પરિણમતો નથી, પરંતુ તેમાં સૂર્યનું તેજ નિમિત્ત છે. તેમ પુગલના સંયોગે ઉપયોગમાં આત્મામાં રાગાદિ થાય છે.
[૪૦] જીવ પર દ્રવ્યોના સંબંધથી, પરદ્રવ્યોથી ભિન, આત્માને શુદ્ધકર્તા, શુદ્ધ સાધન, શુદ્ધ કર્મ અને શુદ્ધફળ આ ચારે ભેદથી અભેદરૂપે જાણે છે, અને નિશ્ચયથી પરદ્રવ્યમાં એકત્વ કરી પરિણમન નથી કરતો ત્યારે તે જીવ અભેદરૂપ શુદ્ધાત્માને, શાયકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે કર્તા - હું નિર્મળ ચૈતન્યભાવનો સ્વાધીન કર્તા. કરણઃ શુદ્ધ સ્વભાવના અતિશયરૂપ સાધન. કર્મ: હું નિર્મળ ચૈતન્ય પરિણમન સ્વભાવથી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત છું. કર્મફળઃ તેથી આકુળતારહિત શુદ્ધ આત્મિક સુખને ભોગવું છું. એ આત્માનું અમરગાન છે. [૪૧]
સર્વ સંસારી જીવોને શુભાશુભ કર્મોનો ઉદય સતતપણે વર્તે છે. તે ઉદય પૂર્વનાં સંચિત કમનું કારણ છે. વળી તે બંધનું કારણ નથી,
૧૦ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org