________________
જણાતી (છે નહિ) એવી કરુણાને ક્યાંથી સમજશે. પ્રતિમાના અવલંબનથી પોતાનું પરમાત્મપણું કેમ સમજાશે ? ક્રોધાદિ કષાયો અંગાર જેવા લાગે. ઇન્દ્રિયોના વિષયો ભંગાર જેવા લાગે સદ્ગુણો માત્ર કંસાર જેવા લાગે તેનો સંસા૨ સંક્ષેપ થાય. જીવન સાર્થક થાય. [૯૮૧]
ઔષધ લાગુ પડે દર્દ ઓછું થાય. નવકાર ચિત્તમાં લાગુ પડે અહંકાર નાશ પામે. [૯૮૨]
મારું પોતાનું દુ:ખ મારે માટે કષ્ટદાયક બને છે એટલે એ દુઃખથી મુક્ત થવું શક્ય બને છે. પણ અન્યનું સુખ મારે માટે દુઃખરૂપ બન્યું તો તે દુ:ખથી સર્વથા મુક્ત થવું મારે માટે અશક્ય બને છે. [૯૮૩]
સૌથી શ્રેષ્ઠ પદાર્થ સુવર્ણ તેની પરીક્ષા આગમાં સૌથી શ્રેષ્ઠ દેહ માનવ તેની પરીક્ષા ત્યાગમાં
[૯૮૪] આત્મા સ્વયં ઉપાદાન છે. પણ તેમાં પુષ્ટ અવલંબન પ્રભુ છે. ઉપાદાન કારણમાં રહેલી કારણતા ભગવાનના નિમિત્ત વગર પ્રગટ થતી નથી.
[૯૮૫]
જીવનું લક્ષણ ઉપયોગમય છે. જેમાં ઉપયોગ હોય તેનો પરસ્પર ઉપગ્રહ ઉપકાર-નિમિત્ત હોય.
ઉપયોગ લક્ષણો જીવ પરસ્પરોપગ્રહો જીવાનામ્
[૯૮૬]
આવેલા તાત્કાલિક એક દુઃખ ૫૨ મનને કેન્દ્રિત કરી વ્યાકુળ ન બનો. પણ ભાવિમાં આવનારાં અનેક દુઃખો નથી આવ્યા તે વિચારી સ્વસ્થ બનો. સંભવ છે કે આવનાર દુઃખો સ્વયં શાંત થશે. [૯૮૭]
પરમાત્મસ્વરૂપના બધા ગુણો આપણામાં શક્તિરૂપે પડેલા છે. ભગવાનમાં વ્યક્ત થયેલા એ ગુણો આપણે વ્યક્તિરૂપે કરવા એ આપણી સાધના છે. [૯૮૮]
હું કોઈપણ વસ્તુ-પદાર્થને ચાહું એના કરતાં ચૈતન્યમાત્ર આત્માને
Jain Education International
અમૃતધારા * ૨૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org