________________
સર્વ બહારના વિજાતીય પદાર્થો છે. ચેતના મારું સ્વરૂપ છે. આવા પ્રકારના પ્રયોગથી સ્વરૂપ સંપદા પ્રગટ થાય છે. [૫૦૫]
કેવું આશ્ચર્ય ? મૃત્યુ આપણને પ્રત્યક્ષ દેખાય છે. પણ શું દેખાય છે? ચેતન વિહીન દેહ, તેને આપણે મૃત્યુ કહીએ છીએ, જે પ્રત્યક્ષ દેખાય છે. અમૃત અપ્રત્યક્ષ છે. આપણી સાધના આયુષ્યકર્મને આધીન છે, તેમાં કોઈનો ઉપાય ચાલતો નથી. શબને જોવા છતાં મૃત્યુનો બોધ કેમ થતો નથી ? જો અજ્ઞાની છું તો ભ્રમમાં છું કે મારું મૃત્યુ નથી. જ્ઞાની જ્ઞાન સ્વરૂપે જુએ છે કે ન તો જન્મ છે ન તો મૃત્યુ છે, જે જન્મ મરણથી અતીત છે તે જ્ઞાન મુક્તિદાતા છે.
[૫૦૬] વિષ્ટા જેવા મલિન પદાર્થો ખાતર થઈને કોઈ પુષ્પની સુગંધમાં પરિણત થાય છે. આ ક્રમ માનવજીવનમાં લાગુ પડે છે. માનવમાં ઊઠતા વિકારો તે મલિનતા - પશુતા છે તે વૈભાવિક શક્તિ છે. તે શક્તિઓ પરિવર્તિત થઈ દિવ્યતા પ્રગટ કરે છે. લોભી માનવ સંતોષની પરાકાષ્ઠાએ પહોંચે છે. ક્રૂર માનવ કરુણાની પરાકાષ્ઠાએ પહોંચે છે. માટે કોઈ પણ જીવની કેવળ પશુતાની વિકૃત દશાનો તિરસ્કાર કરવો નહિ પણ તેનામાં દિવ્યતા પ્રગટે તેવો સદૂભાવ કેળવવો.
[૫૦] અશન - આહારથી શરીર પુષ્ટ થાય છે. અનશન-સંપૂર્ણ આહાર ત્યાગથી આત્મા પુષ્ટ-પ્રત્યક્ષ થાય છે. દેહમાં રહેલા આત્માએ પોતાની આ શક્તિને જાણવાની છે. અનશન એક કલાકથી માંડીને વાવત જીવન સુધીનું હોય છે. જીવના અણાહારી સ્વભાવ પરની શ્રદ્ધાથી આહારાદિની આસક્તિ છૂટી જાય છે. નહિ તો ઉપવાસ લાંઘણ બની તપ પેદા કરે છે. અને તપ કર્મોનો નાશ કરે છે. તેથી તપસ્વીને ખંતો, દેતો અને સંતો કહ્યા છે.
ખંતો-ક્ષમાવાન, અત્યંત ધીરજવળા છે. દતોઃ ઇન્દ્રિય વિજેતા, ઇન્દ્રિયોને દમનારો છે. સંતો-સમભાવી છે. સમતા એ જ તેમનું સ્વરૂપ છે. [૫૮]
અમૃતધારા ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org