________________
ચિત્તવૃત્તિની નિર્મળતા, વિષયકષાયથી વિરક્ત થઈ સદ્ગુરુના બોધ પ્રયાસ કરે તો સાચો માર્ગ મળી રહે.
[૫૯] સાધકે વિચારવું કે જે આ દૃશ્યજગતને સાચું માનું છું તે જગત વંધ્યાપુત્ર જેવું છે. જે નહિ તેની સાથે શું સંબંધ બાંધું ? અને બાંધતો નથી તો છોડું શું? પોતે વૃક્ષને બાથ ભીડીને ઊભો છે અને બૂમો મારે છે કે મને છોડાવો. તારા આત્માન માતા કોણ પિતા કોણ? તું જ સ્વયં જ્ઞાતા દ્રણ આમ બોધ પામ. આવા પારમાર્થિક સત્યનો તું સ્વીકાર કર એ આત્મવિચાર તારો સ્વયં પથદર્શક છે.
[૫૯૧] માટીના વાસણનું ઉપાદાન માટી છે. વસ્ત્રનું ઉપાદાન સૂતર છે. તેમ વિકલ્પાત્મક અજ્ઞાનનું ઉપાદાન અજ્ઞાન છે. આવું સમજાય પણ સ્વીકારાય નહિ તેનું કારણ અહંકાર છે, અહંકાર અહમને પોતાનું અસ્તિત્વ માને છે. તેથી અજ્ઞાન છૂટતું નથી. પરંતુ જેમ દોરીમાં સર્પની ભ્રાંતિ અજ્ઞાનને કારણે થઈ હતી, પરંતુ જ્યારે એ ભ્રાંતિ છૂટી ગઈ ત્યારે દોરી દોરીરૂપે જણાઈ તેમ અહમ્ અહમ્ રૂપે જણાય તો અહમ્ છૂટી શુદ્ધ તત્ત્વ-જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય. [૫૯૨] - વિશ્વમાં ઘટતી ઘટનાઓ સમયાધીન-કાળથી મર્યાદિત હોય છે. અમૂર્ત-સૂક્ષ્મ આત્મા સમયની મર્યાદાવાળો નથી. સમયથી મુક્ત છે. છતાં દેહ ધારણ વડે આત્માને સમય લાગુ પાડવાની અજ્ઞાનતા છે. સમયથી મુક્ત જ્ઞાની દેહનો સાક્ષી છે. હું દેહથી ભિન્ન છું, આવી પારમાર્થિક વિચારણા-શ્રદ્ધાવાળો દેહની વયને પોતાની અવસ્થા નથી જાણતો તેથી તે મુક્ત છે.
[૫૩] આપણે, સંતો, મહંતો, ધર્માત્માઓ જન્મ દિવસ અને પુણ્યતિથિઓ ઊજવે છે. શાને માટે? આ તો શરીરની બદલાતી અવસ્થાઓ છે, શરીરમાં મારાપણાની ભ્રાંતિ છે. તેને સાચી માની ઊજવે છે તે વાસ્તવમાં જન્મદિવસ શું અને મૃત્યુદિવસ શું? મારે કાળને સાચો ઠરાવવો છે કે અમરતત્ત્વને ? હું તો કાળથી ભિન્ન છું. પછી મને ભય શો? મોહ શો ?
૧૬૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org