________________
મારાતારાના ભેદ ટાળ્યા વગર અભેદદશાનું લક્ષ્ય અવતરતું નથી. અભેદદશા આવ્યા વગર જીવ જીવરૂપે જણાતો નથી સમજાતો નથી, પ્રગટતો નથી.
[૮૬૫]. કોઈ કહે જીવ જ્ઞાનના અભાવે ભટકે છે કોઈ કહે ક્રિયાના અભાવે ભટકે છે, કોઈ કહે નિશ્ચયના લક્ષ્ય વગર ભટકે છે. કોઈ કહે સ્વરૂપના ભાન વગર ભટકે છે. આમ અભેદના પણ ભેદ ઊભા થાય છે. આ વિવાદ માયાજાળ છે. જીવ સ્યાદવાદની ગર્ભિત શુદ્ધ પરિણતિ વગર અને સાચી સમજ વગર ભટકે છે.
[૮૬૬] પુદ્ગલદેહ શરીર સપ્ત ધાતુનું બનેલું છે. તેમ તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને આકાશ પંચમહાભૂત રહેલા છે એ સર્વ પ્રકારોથી આત્મા નિતાંત ભિન્ન છે. શરીરમાં રહેલા પૃથ્વીતત્ત્વ અસ્થિ મળાદિ છે. રસ રુધિર, પાણી વિગેરે જલ તત્ત્વ છે. આંખનું તેજ શરીરની ઉષ્ણતા જઠરાગ્નિ અગ્નિતત્ત્વ છે. શરીરમાં રહેલ પાંચ પ્રકારના વાયુ વાયુ તત્ત્વ છે. શરીરમાં રહેલ પોલાણ આકાશ તત્ત્વ છે. તેમાં રહેલું ચેતન તત્ત્વ અતન્મયપણે છે.
[૮૬૭] પંચભૂતની બનેલી કાયા ધરતી પર તથા આકાશમાં રહેલા પૃથ્વીમાંથી પૃથ્વી તત્ત્વ મેળવે છે. વર્ષાદિ દ્વારા જળતત્ત્વ મેળવે છે. સૂર્યાદિના પ્રકાશમાંથી અગ્નિતત્ત્વ મેળવે છે. વાયુ વીંઝણથી વાયુ તત્ત્વ ગ્રહણ કરે છે. કાયા જગા રોકીને આકાશતત્વ મેળવે છે. કથંચિત યોગીઓને આ સૂક્ષ્મ આહારોની સહજતા પ્રાપ્ત થતાં સ્કૂલ આહારાદિની જરૂર નહિ પડતી હોય અથવા દિવસો સુધી આહાર વગર રહી શકતા હોય છે.
[૮૬૮] અન્ય રીતે દેહધર્મ આહાર માટે રસોઈના સાધનોમાં ક્ષાર વિગેરેમાં પૃથ્વીતત્ત્વ છે. રસોઈમાં વસ્તુમાં જગાને સ્થાન છે તે આકાશતત્ત્વ છે. અગ્નિ ચેતવામાં વાયુતત્ત્વ છે. અગ્નિતત્ત્વથી રસોઈ પાકે છે. રસોઈમાં જળતત્ત્વનો પણ ઉપયોગ છે. [૮૬૯].
૨૩૮ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org