________________
ભાન નથી. દિવસના પાંચ છ તીર્થોમાં ફ૨શે, જાણશે કે યાત્રા થઈ. એક પવિત્ર સ્થાને છ દિવસ આત્મસંશોધન કરવા કે અભ્યાસ કરવાનું નહિ ફાવે. સ્વરૂપસંધાન એકાંત માગે છે, અને જીવ ભીડમાં શોધે છે, આમ જન્મો ગયા જીવ ન તો પ્રભુદર્શન પામ્યો, ન તો આત્મદર્શન પામ્યો. [૮૪૫]
સાધનામાં સાધ્યના લક્ષ્ય ભૂમિકા પ્રમાણે નિવૃત્તિમાં આત્મચિંતન કરે તો ચિત્તશુદ્ધિ થાય. આજે મન સ્થિરતાના અને શરીર સ્થિરતાના ઘણા પ્રયોગો ચાલે છે પણ જ્યાં સુધી જીવમાં સમત્વ નથી ત્યાં સુધી શરીર સ્થિરતા શાતા ભોગવશે, જીવને ભ્રમ થશે કે ધ્યાન થયું. વૃક્ષ સ્થિર છે પણ સમત્વ નથી. સમત્વનો બોધ નથી તો વૃક્ષની સ્થિરતામાં સમત્વ વગર તેને કંઈ લાભદાયી થતી નથી. ચિત્તની સ્થિરતા અને સમતા હશે તો આત્મહિત માટે થશે. તેમાં દેહની સ્થિરતા હો તો ભલે. અપેક્ષાએ સહાયક થશે. મુખ્યતા શુદ્ધ પરિણામની છે. [૮૪૬]
મુસાફરીમાં અપરિચિત સ્થળની યાત્રામાં ભોમિયાની જરૂર પડે છે. જાતે ચાલવા માંડે તો ભટકી પડવાનો સંભવ છે. સમય વ્યર્થ જાય. આ તો પરમ સમીપે સ્વરૂપપ્રાપ્તિની અનંતની યાત્રા છે. તેમાં સદ્ગુરુ નિશ્રા, સદ્ગુરુ કૃપા, તેમની કરુણાસભર દૃષ્ટિની અત્યંત આવશ્યકતા છે. તે સિવાય સાધનામાર્ગમાં જીવ ભૂલો પડે છે, એ ચાલે છે ખરો પણ સંભવ છે કે માઈલસ્ટોન જુદો જ જુએ અને કરેલી યાત્રા વ્યર્થ જાય. [૮૪૭]
ગુરુનિશ્રામાં રહેવા તેમની કૃપાને પાત્ર થવા ગૌતમસ્વામીની જેમ અહંકારનું વિસર્જન કરવું પડે. ગુરુજનોના બોધ સ્વીકારમાં જીવને અહંકારનાં રોડાં વચમાં આવે છે. જેની પાસે સમર્પણ ભાવ હોય ભક્તહૃદય હોય, તીવ્ર જિજ્ઞાસા હોય, પોતાના મંતવ્યોનો આગ્રહ ન હોય, તે ગુરુજનોની સાથે આત્મીયતા કરી શકે છે. વિશેષ ગુરુજનો પ્રત્યેના વિનયથી માર્ગપ્રાપ્તિ સુલભ છે.
Jain Education International
અમૃતધારા * ૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org