________________
થઈ જવું તે નિશ્ચય મોક્ષમાર્ગ છે.
૩િ૨૯] સમ્યગુદર્શન સમ્યજ્ઞાન, સમ્યગુચારિત્ર ત્રણે જુદાં જુદાં મોક્ષનાં કારણ નથી. તેમજ ત્રણેની એકતા પણ મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. પરંપરા મોક્ષનું કારણ છે તેથી તે વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય. મોક્ષ એક જ છે તેનું માત્ર નિરૂપણ વ્યવહારનિશ્ચય બે પ્રકારે કહેલું છે. [૩૩૦].
કેવળ નિશ્ચય કે કેવળ વ્યવહારનયનું પ્રયોજન વાસ્તવિક નથી. મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ શ્રુતજ્ઞાનમાં છે. સમ્યગૂજ્ઞાની મુખ્યને નિશ્ચય કહે છે, ગૌણને વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય-દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા હોય છે. જોકે આપણા સાંસારિક વ્યવહારમાં મુખ્ય-ગૌણની પદ્ધતિ છે તે આપણે સ્વીકારી લઈએ છીએ. પણ સ્વરૂપના અનધ્યાસને કારણે આપણે તે સ્વીકારી લેતા નથી.
[૩૩૧] આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ ત્યારે કોને જોવા માટે ? અરીસાને કે ચેહરા-પ્રતિબિંબને? મુખ્યતા કોની છે? અરીસાને ગૌણ કરી પ્રતિબિંબ જોઈએ છીએ. વળી અરીસામાં જ્યારે તમે તમારું પ્રતિબિંબ જુઓ છો ત્યારે તે ક્ષેત્રમાં રહેલા પદાર્થનું પ્રતિબિંબ પણ તેમાં જણાય છે. તો પણ આપણે જ આપણા પ્રતિબિંબની મુખ્યતા કરીને અન્ય પદાર્થોના પ્રતિબિંબની ગૌણતા કરીને આપણા જ પ્રતિબિંબને જોઈએ છીએ. તેમાં આત્મીયતા કરીને જોઈએ છીએ. પ્રતિબિંબ જોતાં પણ નિર્ણય પોતાનો જ કરીએ છીએ. [૩૩૨]
શાસ્ત્રમાં આવે છે કે અરિહંતનું ! સિદ્ધનું ધ્યાન કરો.અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે તેમ સિદ્ધોમાં આપણા સ્વભાવનું પ્રતિબિંબ દેખાય છે. સિદ્ધોનું સ્વરૂપ જોતાં સમજાય છે કે તેઓનો જેવો સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ થયો છે. હવે એ સ્વભાવ તો જીવમાત્રમાં છે. માટે સિદ્ધોનું ધ્યાન કરતાં આપણને આપણા સ્વભાવનું ભાન થાય છે. તે ોિની અવસ્થા માટે નહિ પણ આપણા સ્વભાવનું પ્રતિબિંબ છે માટે. એવી ભાવનાથી ધ્યાન કરીએ તો તે ધ્યાન છે.
૩િ૩૩ અમૃતધારા ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org