________________
આધારરહિત જીવનનું જીવીતવ્ય તે જ સ્વાધીનતા છે, મુક્તિનું રહસ્ય છે. કેમકે સંયોગી પદાર્થોનાં જીવીતવ્યમાં પરપીડા રહેલી છે તે અસંયમ છે. તે માટે જ્ઞાની પુરુષોએ તપનું વિધાન જણાવ્યું.
[૯]
જ્ઞાની-મુનિઓ પણ સદેહે હોવાથી આહારાદિનું અવલંબન લે છે, વિશ્રામ લે છે, ઉપદેશાદિ બાહ્ય પ્રવૃત્તિ કરે છે, તે ચારિત્રમોહની અસ્થિરતાને કારણે છે. છતાં પણ તેમની દૃષ્ટિ પૂર્ણ સ્વાધીનતા પ્રત્યે છે. તેથી જગતના પ્રપંચોથી અસંયમથી અલિપ્ત રહે છે. અન્ય જીવોને લેશમાત્ર દુઃખ ન પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. [૧૦]
સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે ત્રસ સ્થાવર જીવોને દુઃખ દેવું, ઇન્દ્રિયોના વિષયસુખ સેવન કરવા, અથવા કોઈ પણ અયોગ્ય કાર્ય કરવું તે સર્વે વર્જ્ય છે. છતાં ચારિત્રમોહનીયના શેષ રહેલા રસથી તેને વ્યવહા૨-વ્યાપારમાં દ્રવ્યહિંસા કે ભાવહિંસા કરવી પડે છે, તો તેનો તેને રંજ છે. તેથી તે એવાં કાર્યોમાં ક્લેશિત – તીવ્રપણે મલિન થતો નથી. તેથી તે પુનઃ તેવાં કર્મોનું બંધન નથી કરતો. [૧૧]
-
અનાદિકાળથી આ જીવે અજ્ઞાનવશ અનંતાઅનંત યોનિઓમાં જન્મમરણને આધીન થઈ તીવ્ર દારુણ દુ:ખો ભોગવ્યાં છે. પરંતુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી નથી. તે સ્વરૂપપ્રાપ્તિની સૃષ્ટિનું ઉગમસ્થાન સમ્યકત્વ – સત્કૃષ્ટ સમ્યગ્દર્શન છે.
[૧૨]
-
આત્માના અવલંબન વગર તેણે ઓઘદૃષ્ટિએ ઘણા ધર્મ-સત્કાર્યો, સત્સમાગમ કર્યાં. પરંતુ સ્વયં શુદ્ધ સ્વતંત્ર, ત્રિકાલ ધ્રુવ, અચલ, નિરુપાધિક છું, તેવું શ્રદ્ધાન કર્યું નહિ.
[૧૩]
જે જીવ કેવળ કલ્પનામાત્રથી જ્ઞાનસ્વરૂપ આત્માની વાતો કરતો હોય પણ પોતાની પરિણતિની શુદ્ધિરહિત, મતિકલ્પનાએ જીવને શુદ્ધ માની, અબંધ માની, વ્યવહારરૂપ દર્શનાદિ ક્રિયાને સર્વથા નિરર્થક જાણી ત્યજીને પ્રમાદને સેવે છે, તે શુભ ભાવોને છોડી અશુભ ભાવમાં રહી સંસારની વૃદ્ધિ કરે છે.
[૧૪]
Jain Education International
અમૃતધારા * ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org