________________
આત્માને વિષે કંઈ ન જાણવા છતાં આત્માને સમજવા યોગ્ય બુદ્ધિનો વિકાસ થયો હોય, કષાય મંદ હોય, આત્માની તીવ્ર રુચિ હોય, આત્મજ્ઞાની પ્રત્યે બહુમાન હોય. આસ્થા હોય, યથાયોગ્ય વિનય હોય, જિજ્ઞાસા હોય, પૂરેપૂરો પ્રયાસ હોય તો આત્માનુભવ થાય છે. [૧૨૫]
સુધા તૃષા શાંત કરવાના આપણે અનંત ઉપાય કરીએ છીએ તે શાંત ન થાય ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. તેમ રાગાદિ પરભાવોને શાંત કરવા પ્રયત્ન કરીએ. જીવને સાચા સુખ વગર ચેન પડવું ન જોઈએ. સ્વભાવમાં એકત્ર થાય તો શરીર, મનાદિ યોગોની ભિનતાનો પ્રતિભાસ થાય, પછી સમરસીભાવ જ વિકલ્પોને ભિન્ન પાડી દે છે.
[૧૨૬] મિથ્યાત્વને સમજવા ઊંડાણમાં ઊતરવું. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થાય, તે માટે ચિંતા કરાવનારા પાપનું નામ કષાયો છે. જે મિથ્યાત્વના ઘરના છે. કંઈક ધર્મ કરશું તો સુખ મળશે આ મિથ્યાભાવ એવો ગોઠવાઈ ગયો છે તેથી ધર્મથી આત્મા મળે તે વાત જ વિસરાઈ ગઈ છે. સંસારનાં સુખો ઘાસ જેવાં છે? ઘાસ કોણ ખાય? જાનવર' તો પછી આત્માર્થી સંસારના સુખ માંગે ?
[૧૨] સંસારીને પ્રશ્ન છે દુઃખ કેમ આવે છે? જ્ઞાનીને આશ્ચર્ય છે કે પાપ કરવા છતાં, પાપમાં રહેવા છતાં જીવો સુખ કેમ ભોગવે છે? હા, પણ આ સંસારનું સુખ એ સુખ જ ક્યાં છે? ભલે તને સુખ સામગ્રી મળે તે પુણ્યનો ઉદય હોય, પણ તું તે રાગથી ભોગવે તો પાપ તારી પાછળ ફેરા ફરે છે. લેણદારને આજે પાછો કાઢો તે પુનઃ આવવાનો છે. તો પછી દુઃખને સમતાથી ભોગવીને લેણું ચૂકવી દો.
[૧૨૮] ધનાદિની વૃદ્ધિથી તારા દસે પ્રાણ નાચી ઊઠે છે. પણ તારા દસે પ્રાણ જશે ત્યારે તે સામગ્રી અન્ય ભોગવશે. તેના માટે કરેલા પાપના સંસ્કારો તારી સાથે આવી શું કરશે તે જાણે છે ? એક માણસ કોઈ ગામ જવા નીકળ્યો. માર્ગ ભૂલી ગયો. મૂંઝાયેલો
અમૃતધારા ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org