________________
ત્યજી મૂળ સ્વરૂપને જાણવાની વૃત્તિ. આમ સૂક્ષ્મબુદ્ધિ વડે આત્માની અનુભૂતિ શક્ય છે. આવી સૂક્ષ્મ બુદ્ધિ ગહન ચિંતનનું સ્થાન લે છે. ત્યારે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં તમને તે સત્ય તરફ લઈ જાય છે. દરેક ગૂંચ ઉકેલવામાં પણ તે સહાયક બને છે. સૂક્ષ્મ બુદ્ધિ વડે આત્મદર્શનની કેડી મળે છે.
[૬ ૨૮] આત્મદર્શનની સૂક્ષ્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવા ગહન ચિંતનની જરૂર પડે છે. પરંતુ સામાન્યત: દરેક જીવ આત્મચિંતન સુધી જઈ નથી શકતો ત્યારે તેને ચિતનને અવરોધ તત્ત્વોથી દૂર થતા તપ, જપ બતાવે છે. ત્યાર પછી તેને તત્ત્વનું શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણમાંથી ગ્રહણ ત્યાગનો વિવેક આવશે. મિથ્યાજ્ઞાન અને સમ્યગુ જ્ઞાનનો વિવેક જાગશે. એટલે ચિંતનનો માર્ગ સરળ થશે. ચિંતનને સહારે થતી ચિત્તશુદ્ધિ આત્મદર્શનની મૂળ ચાવી છે.
[૬ ૨૯] આત્મ દર્શન પ્રાપ્ત જીવમાં હું અને મારું, મારા કે પરાયા જેવા મુદ્ર ભેદ ભૂંસાઈ જાય છે. અજ્ઞાનદશામાં જ મને માનની વૃત્તિ અને અપમાનની પીડા જણાય છે. નિંદા સાંભળી દુઃખી થઉં, અને પ્રશંસા સાંભળી હર્ષ પામે. અન્યની નિંદા કરી શકું કે સાંભળી શકું. જો સૌમાં મારા જેવા જ આત્માનાં દર્શન કરું તો કોનું માન-અપમાન? કોનાથી માન અપમાન ? નિંદા કોની? સ્વની કે પરની ? જેમ માનવદેહીનાં વસ્ત્રોની જુદાઈ છે તેમ આ આકારની જુદાઈ છે. તેમ પશુ પક્ષી વિગેરેના દેહની અવસ્થાથી જુદાઈ જણાય છે તેનું ચૈતન્યસ્વરૂપે જ્ઞાન છે. પછી કોણ મારા કોણ પરાયા? આમ જુદાઈનું ભાન ભય, દુઃખને પેદા કરે છે, આત્મજ્ઞાન ભય, દુઃખનો નાશ કરે છે.
[૬૩] આ કળિકાળમાં એ સત્પરુષો જેવી નિસ્પૃહતા, સરળતા, કરુણા ક્યાં છે? આજે દરેક પોતાનો મત એ જ મૌલિક જ્ઞાન છે તેમ મતવાદી પોકારે છે. અને આત્મદર્શનની દુકાનો, અંગત પદ્ધતિઓ વિપુલ પ્રમાણમાં બહાર આવી છે. જ્ઞાની કહે છે આત્મદર્શન પરમશુદ્ધતાનું
અમૃતધારા ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org