________________
અવલંબે છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ તેની ઉપાદેયતા અધિક હોય તે સ્વાભાવિક છે.
[૬૭૫] ધ્યાન આરોહણ ક્રમ – પૂ. પંન્યાસજી
ધ્યાન ધર્મઅનુષ્ઠાનોમાં શ્રેષ્ઠ છે. મુક્તિનું સીધું ચઢાણ છે. સામાન્ય રીતે જે ધ્યાનના પ્રવાહો ચાલે છે, તે માનસિક વ્યાયામ જેવા કે માનસિક શાંતિ સુધીના છે. એટલે લોકોત્તર ક્ષેત્રે ધ્યાનનો અધિકારી વિશુદ્ધ વેશ્યાવાળો છે. અર્થાત્ જેણે રાગદ્વેષનો વિજય કરી મનશુદ્ધિ કરી છે. ઇંદ્રિયોનો સંયમી છે, તે ધ્યાનનો અધિકારી છે. રાગદ્વેષનો વિજય સમતાથી થાય છે. સમતાભાવની સિદ્ધિ મમતાનો નાશ કરનારી શુભ ભાવનાઓથી થાય છે. મૈત્રી આદિ ભાવના વડે પવિત્ર ચિત્તવાળો, ભાવનાઓથી ભાવિત થયેલો આત્મા ધ્યાનારોહણ કરી શકે
[૬ ૭૬] ધ્યાનનું સ્થાન એકાંત અને પવિત્ર જોઈએ. અનુકૂળ આસને બેસવું. ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી હૃદય, ભૂકુટિ, કે મસ્તકનો મધ્યભાગ. જે વધુ અનુકૂળ આવે ત્યાં મનોવૃત્તિ-ઉપયોગને રોકી પૂર્વ કે ઉત્તર દિશાએ સન્મુખ થઈ પ્રસન્નચિત્તે, શુભ ધ્યાન કરવું. બાહ્ય ધ્યાનમાં સૂત્ર અર્થના પરાવર્તનમાં ચિત્તને રોકવું. મનાદિયોગને શુભ યોગમાં રોકવા, તે બાહ્ય ધ્યાન છે. આંતરધ્યાન આધ્યાત્મિક છે. તે કેવળ સ્વસંવેદનગ્રાહ્ય છે. તેમાં નમસ્કાર મંત્રનું ધ્યાન શુભ ધ્યાનમાં વૃદ્ધિ કરાવી આંતરધ્યાનનું કારણ છે.
[૬ ૭૭] જે ધ્યાનમાં જ્ઞાન વડે નિજાત્મા નથી ભાસતો તે ધ્યાન નથી. જે જ્ઞાની નિત્ય ઉપયુક્ત થઈને શુદ્ધાત્મસ્વભાવનું પરિશીલન કરે છે તે અલ્પકાળમાં જ સર્વ દુ:ખથી મુક્ત થાય છે. સંસારના રોગ શોકથી મુક્ત થવું, જ્ઞાનદર્શનાદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી તથા પરમ સુખ અને પરમ આનંદનો અખંડ અનુભવ કરવો તે મુક્તિ છે. સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. શ્રી નમસ્કાર મહામંત્ર
૧૯૦ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org