SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભાર જેને માથે છે તેને તો દુઃખ સહન કરીને માર્ગે ચઢવાનું છે. માર્ગે ચઢ્યા પછી સુખદુઃખના ભેદ ભુસાઈ જાય છે. ત્યાં સુધી તો સત્ય માટે હરિશ્ચંદ્ર, શીલ માટે સીતાજીએ, અન્યની જીવરક્ષા માટે મેતાર્યજીએ આમ સૌએ દેહના દુઃખને અવગણી મુક્તિની પ્રાપ્તિ કરી છે. [૫૮૨] સ્વરૂપપ્રાપ્તિની, પરમાત્મતત્ત્વની પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા જોઈએ. અર્જુન યુદ્ધે ચઢ્યા પણ વિષાદયોગ કેવો છે ? દ્રોપદીની જેમ હૃદય શ્રી કૃષ્ણનો પોકાર કરે, ગજસુકુમાર કહે ભગવાન હું આપને શરણે આવ્યો છું મારી મુક્તિ ક્યારે ? ભગવાન કહે ‘એક વર્ષ’ ગજસુકુમાર કહે ભગવાન ! હું તો આજે જ મુક્તિ પામવાના ભાવથી આવ્યો છું. મને શીઘ્રતાએ ઉપાય બતાવો. અને તે યુવાન અંતર્મુહૂર્તમાં મુક્ત થઈ ગયા. નાભિમાંથી મુક્તિની તડપન ઊઠ્યા વગર દેહ દ્વારા લેણું ચૂકવ્યા વગર, જ્ઞાનદૃષ્ટિ વગર મુક્તિ પ્રાપ્ત નથી. [૫૮૩] જેણે સદ્દગુરુબોધ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું છે તેને તો ધન, માલ, પિરવારના રાગમાં ભાગ નહિ પણ આગ જણાય છે, તેના રોમ રોમ પોકારી ઊઠે છે. પ્રભુચીંધ્યા માર્ગે ચાલવા તે અનુકૂળતાની રાહ જોતો નથી. એ માર્ગે નીકળ્યા પછી થોભતો નથી. જેમ પર્વતમાંથી નીકળેલી સરિતા પાછી પર્વત ભણી જોતી જ નથી, તે તો સાગ૨ને જ શોધી લે છે . માર્ગમાં આવતી શિલાની બાજુએથી માર્ગ કરી આગળ વધે છે તેમ સાધકને માર્ગનો ધ્યેયનો એવો આનંદ છે કે તેને કોઈ વિઘ્નો અટકાવી શકતાં નથી. [૫૮૪] જીવનનું અંતિમ ધ્યેય મુક્તિ જેને માટે તે સ્પષ્ટ છે, પણ હજી તે માટેનું આત્મબળ નબળું છે, ત્યાં સુધી અંહકાર ઊઠશે અને પોતાની જાણકારીમાં રોકાશે તો ઠોકર ખાશે. છતાં ધ્યેયની જિજ્ઞાસા જાગૃત રાખશે. સાચો જિજ્ઞાસુ બીજાને ઠોકર વાગેલી જોઈને શીખે છે. અંહકારી ઠોકર વાગવાની રાહ જુએ છે, પછી રસ્તો બદલે છે જે જ્ઞાનીને ગુરુ Jain Education International અમૃતધારા * ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy