________________
તેની જડ કંઈ નીકળશે નહિ. પૂર્ણ શુદ્ધચૈતન્ય ૫૨ દૃષ્ટિનું સ્થાપન થવાથી તે અવસ્થાજન્ય કર્મો જ સ્વયં દૂર થતાં રહેશે.
[૪૦૧]
વળી જો તું એમ માની લઈશ કે વર્તમાન મારી દશા પ્રમાણે આ પ્રવૃત્તિ કે વિકલ્પ થાય છે તો તે પરિણામો છૂટશે નહિ. પણ તેને પોષણ મળશે. જે પરિણામો, વિભાવો, પ્રવૃત્તિ પોતાના કાળે પોતાની યોગ્યતા પ્રમાણે થઈ રહેલ છે. હું તો તેનાથી ભિન્ન છું. આમ વિચારે દૃષ્ટિ પરમાંથી ખસી સ્વમાં વસે છે. આમ દૃષ્ટિનું જોર સ્વ પ્રત્યે લઈ જવાનું છે. [૪૦૨]
વર્ષોથી ગામડામાં રહેતા એક ભાઈ શહે૨માં રહેવા ગયા, સારું કમાયા, ત્યાં બંગલો બંધાવ્યો, તેમને એક પુત્ર હતો. તેને લઈને એક વા૨ ગામમાં ગયા ત્યાં જૂનું ઘર હતું તે જોઈને દીકરો પૂછે, શું તમે આવા ઘરમાં રહેતા હતા ? અહીં રહેવું અશકય છે. આ પ્રમાણે સાધક આત્માના ઘરમાં મોજ માણી આવે પછી માટીના દેહના સુખમાં કેવી રીતે રહી શકે? કર્તૃત્વના ઘરમાં જવાની તે કલ્પના પણ ન કરી શકે. [૪૦૩]
જગતનું સ્વરૂપ એટલે ઉત્પત્તિ અને નાશની વચ્ચે પણ પદાર્થનું ટકવું/ધ્રૌવ્ય. આત્મદ્રવ્યને આ રીતે જાણનારને પરની પીડા શું હોય ? પર્યાયોનું નાટક રાસલીલા ચાલી રહેવી છે. બાળક યુવાન બને, યુવાન પ્રૌઢ બને, પ્રૌઢ વૃદ્ધ બને પણ તે સર્વેને જાણનાર અવિનાશી દ્રષ્ટા છે. દ્રષ્ટા દ્રષ્ટાપણું અકબંધ જાળવે. દશ્યોથી પોતે ભિન્ન છે તેમ પોતાની દૂરી જાળવી રાખે. આવો દ્રષ્ટા તે મુનિ. કર્તા લેપાય. દ્રષ્ટા ન લેપાય. એવા દ્રષ્ટાને ઉપદેશની જરૂ૨ નથી.
[૪૦૪]
સામાન્ય માનવ આનંદ જેવા શબ્દનો મર્મ સમજતો નથી. આનંદ શબ્દનો અર્થ સામાન્ય માનવ કરે છે તેવો નથી. તે એમ માને છે રતિ, હર્ષ, સુખનો અનુભવ તેમાં કંઈ વિશેષતા તે આનંદ છે. આ સંદર્ભે પરમાર્થ માર્ગનો નથી. આનંદ એટલે ઉદાસીનતા, ઉત્-આસીન,
૧૧૦ * અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org