SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથિ ઊકલી જશે. આવી આત્માની સ્વસ્થ દશા પ્રગટ થશે. અજ્ઞાન મિથ્યાત્વ સૌ ટળી જશે. સમકિત પ્રગટ થશે. ૩િ૯૮] સમકતી રાગાદિના ઉદયમાં શ્રદ્ધાળુણે અપેક્ષાએ અસંગપણે ટકી શકે છે. પૂર્વબદ્ધ કર્મવશ, સંસ્કારવશ, પ્રશસ્ત-અપ્રશસ્ત રાગાદિ પરિણામો થયા કરે છે. વૃક્ષ કપાઈ જતાં તેને જોડાયેલાં પાંદડા થોડો સમય લીલા રહે છે પણ કાળક્રમે સુકાઈ જાય છે. તેમ સમકતીને પૂર્વકર્મવશ રાગાદિ થાય છે પણ કાળક્રમે તેમાં ચેતના લાંબો સમય ટકી શકતી નથી. ૩િ૯૯] પદ્રવ્યાદિમાં, પપ્રવૃત્તિમાં તે ઉદાસીન છે. નિરસ છે. અંતરંગમાં છૂટવાના ભણકાર છે. આથી બાહ્ય પ્રવૃત્તિ થવા છતાં જ્ઞાની સંસારથી છૂટતા જાય છે. દશા પ્રમાણે વિભાવભાવ આવવા છતાં સમક્તિને કર્મનો ભાર વધતો નથી કારણ કે તેની અંતરંગરુચિ-દષ્ટિ દઢપણે સ્વરૂપ પ્રત્યે છે. વીતરાગદશા, અસંગતા જ્ઞાતાદ્રષ્ટાભાવની મુખ્યતા. છે. સમક્તિ અત્યંત હળુકર્મી છે. તેને બહારમાં કંઈ કર્તુત્વપણું નથી. જે કંઈ લક્ષ્ય છે તે અતંરાત્મા પ્રત્યે છે. જેને કશું જોઈતું નથી. અરે પુણ્યોદયને પણ જે વિજાતીય માને છે. તેમાં કર્તાપણાનું આકર્ષણ ટળી ગયું છે. એકમાત્ર ધ્યેય છે. બંધાયેલાને છોડવો છે. નિશ્ચયથી પરના સર્વ પ્રકારોથી વિમુખ રહેવામાં જ મનનો નિગ્રહ છે તેવો નિર્ણય વર્તે ૪OO] સ્વ-પરના પરિણમન પ્રત્યે દૃષ્ટિ કરવાથી, કે કેવળ પર્યાયને જ જોવાથી વિભાવ પરિણતિ જવાને બદલે બળવાન બને છે. ત્યાગની કે રાગની સ્મૃતિ એ પણ અવરોધ છે. હું આટલાં વર્ષોથી સાધના કરું છું છતાં મારામાં ક્રોધ થાય છે. રાગ તો થવો ન જોઈએ. આમ વિભાવદશાને જ જોયા કરવાથી રાગાદિનું બંધન તૂટે નહિ. બ્રહ્મચર્યવ્રત લીધા પછી યાદ કર્યા કરે કે મે સ્ત્રીસંગનો ત્યાગ કર્યો છે. આવા વિચારવમળમાં સ્ત્રી તો ઊભી જ રહે છે. તેમ રાગાદિને યાદ કરવાથી અનાદિકાલીન અમૃતધારા ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy