________________
બને છે. અશુભ ભાવનું ફળ દુઃખ છે તે કોઈને ગમતું નથી તેથી છોડવા લાયક માને છે.
[૩૯૪]
જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા અનુકૂળ પદાર્થોની સામગ્રીના રાગમાં ઉદાસીન છે. તેથી વધુ સમય શુભ ભાવમાં જાય છે. તે શુભ ભાવો અહિસા, સત્ય,અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. અનુકૂળ પદાર્થોનો રાગ તે તો અશુભ ભાવ છે. હેય ઉપાદેયના વિવેકને બરાબર જાણે છે. પ૨પદાર્થથી પોતે જુદો છે તેના વિવેકની મુખ્યતા છે. અજ્ઞાનમય સંયોગી ભાવો દુઃખનું કારણ હતા તેનો પ્રાયે અભાવ છે. આથી અંશે સ્વરૂપલીનતાથી તથા અતીન્દ્રિય સુખનો આનંદ માણ્યો છે તેથી હવે તેમાં જ આગળ વધવા પુરુષાર્થ કરે છે અને પોતાની શક્તિને એ ધ્યેયને પહોંચવા વિશેષ તત્પર રહે છે.
[૩૯૫]
સાધકને શુભ ભાવમાં ત્યાગની મુખ્યતા છે. બુદ્ધિપૂર્વક/બોધપૂર્વક ત્યાગની ભૂમિકા મુનિપણામાં છે. અબુદ્ધિપૂર્વકનો ત્યાગ શ્રેણીમાં સહજ હોય છે. આ પ્રમાણે ચારિત્રની શુદ્ધિ ક્રમપૂર્વક હોય છે. પ્રથમ સમયનું મિથ્યાત્વ જઈ બીજા સમયે સમ્યક્ત્વ પ્રગટ થયા પછી ચારિત્રની શુદ્ધતા ક્રમપૂર્વક વધીને પરિપૂર્ણ થાય તે મોક્ષમાર્ગની પિરપાટી છે. સમ્યક્ત્વ અને ૫૨માત્મદશા વચ્ચે અંતમુહૂર્તથી માંડીને અર્ધપુદ્દગલ પરાવર્તન જેટલો સમય મહત્ત્વનો છે. [૩૯]
અલ્પજ્ઞજીવ વ્યવહારમાં જે વસ્તુની સમજ ધરાવે છે તે ૫૨માર્થ માર્ગમાં કેમ મૂંઝાઈ જાય છે ? મ્યાનથી તલવાર જુદી છે તે કેવું સમજાય છે ? યુદ્ધમાં તલવારનો ઉપયોગ કરે કે મ્યાનનો ? દેહ આત્મા જુદા છે તે કેમ સમજાતું નથી? પૂરો વ્યવહાર દેહભાવે કેમ કરે છે ? કર્મોદયી કામક્રોધાદિ પ્રકૃતિનો ઉદય મલિન અનુબંધનું કારણ છે, તે સહજ મળમાંથી પ્રગટે છે. શુદ્ધાત્માની એ વસ્તુ નથી. [૩૯૭]
ક્રોધાદિને આત્માનો ગુણ માનવો તે ભ્રમણા છે. તે પ્રત્યે ઉદાસીન રહેવું. તો આત્મા સહજમળથી સહજે છૂટો પડવા માંડે. રાગદ્વેષની
૧૦૮ * અમૃતધારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org