________________
ભાગ ભૂંગળીરૂપે, વચ્ચેનો ભાગ નળીરૂપે તળિયાનો ભાગ રકાબીરૂપે પરિણમે છે. તેમ આત્માના અખંડિત ગુણો ઉપર આવરણ આવે છે ત્યારે તે ખંડિત થઈ રાગદ્વેષરૂપે, તેમાંથી ક્રોધ, માન, માયા, લોભ ઉદ્ભવ્યા. તેમાંથી વળી લેશ્યા ઉદ્ભવી. આમ અંખડતત્ત્વ અંકિત થતાં શીશાનું રૂપ જેમ બદલાઇ છે તેમ પ્રગટ આત્મા અશુદ્ધ રૂપે જણાય છે.
[૫૧૯]
સંસારી જીવ પણ જીવ છે તેથી જ્ઞાનયુક્ત જ હોય, જીવ ક્યારેય જ્ઞાન વગરનો ન હોય. પરંતુ સંસારી જીવનું જ્ઞાન પરના કર્તા ભોક્તાભાવવાળું હોવાથી તે અજ્ઞાન, અશુદ્ધ અને અપૂર્ણ હોય છે. તેનો કર્તા ભોક્તાભાવ આવરણ રૂપે પરિણમે છે. [૫૨૦]
અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની અજ્ઞાન અને મોહને કાઢે તે સાધક અજ્ઞાન અને મોહનો નાશ કરે તે સ્વરૂપાનંદ જેને કંઈ બહારથી જોઈએ છે તે સંસારી અજ્ઞાની જેને કંઈ બહારથી જોઈતું નથી તે સાધુ-સંત.
[૫૨૧]
ભૂતકાળમાં મળેલા દેહ તો છૂટતા ગયા પરંતુ દેહભાવનું મમત્વ, દેહથી સુખનો સંસ્કાર છૂટ્યો ન હોવાથી દેહ તો મળતા રહ્યા. દેહથી સુખ નથી તેવો નિર્ણય ન હોવાથી દેહસુખ ચાલ્યું ન જાય, તેની પીડામાં પુણ્યયોગે મળેલી સામગ્રી છતાં જીવ દુઃખી છે, એ જ સંસારની લીલા છે. સંસારીને શરીર સર્વસ્વ લાગે છે. ધર્મ કહે છે શુદ્ધાત્મા સર્વસ્વ છે. પરંતુ હજી પોતે આત્મા છે તેવો બોધ જ નથી ત્યાં સર્વસ્વનો ભાવ કેમ પેદા થાય? [૫૨૨]
જેણે આત્મિક સુખની પ્રાપ્તિ કરી છે તેની અંતરંગ દશા ચક્ષુ વડે જોવાતી નથી એટલે સંયમાદિના બાહ્ય લક્ષણોમાં દેહકષ્ટ જોઈ સંસારી જીવ મુક્તિની વાત કરવા—સાંભળવા છતાં તે માર્ગે સાહસ કરી શકતો નથી. પુણ્યયોગે ધર્મમાર્ગે જાય છે ત્યારે તેની પાસે માથે
૧૪૪ - અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org