________________
પ્રકાશે છે કેમકે તે શુદ્ધ છે. આત્માનો આત્મતત્ત્વનો મહિમા અગાધ છે. રાગથી તેની ભિન્નતા અને જ્ઞાનથી તેની એકતા બતાવીને આત્માનો આશ્રય લેવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. [૬ ૮૬]
નમસ્કાર મંત્ર સકલ આગમોનો સાર છે. તેનું કારણ પણ તેમાં એકત્વપૃથકત્વ – વિભક્ત એવા શુદ્ધાત્મતત્ત્વનું બહુમાન ગર્ભિત નમનનું ગ્રહણ છે. નમસ્કાર મહામંત્ર ચૈતન્ય સાધનાનો પંથ છે. તે વીરનો છે પણ કાયરનો નથી. શ્રી વીરપ્રભુએ ચીંધેલા માર્ગે ચઢેલા પણ વીર છે. તેઓની વીરતા જ તેઓને આ માર્ગે આગળ વધવા માટે છે, તે વૈરાગ્ય, શ્રદ્ધા, જ્ઞાન અને પુરુષાર્થ આપે છે.
૮૭] વરાળ અને વીજળી કરતાં પણ માનવીની વિચારશક્તિ અદ્ભુત છે. તેના બે પાસા શુભ-અશુભ. હલકાં-અશુભ વિચારો જીવને આત્મિક વિકાસમાં બાધક છે. પૂર્વ સંસ્કારવશ અશુભ વિચારોનું સાતત્ય રહે છે, એમને પ્રયત્નપૂર્વક બદલવા, જે મનના પરમાણુઓ અશુભ વિચારોથી બંધાયેલા છે તે પુનઃ પુનઃ અશુભ વિચારોને જન્મ આપે છે. આ પરમાણુઓનો નાશ ન થાય ત્યાં સુધી અશુભ વિચારો ઊડ્યા કરે છે. તેને શુભ વિચારો વડે દૂર કરવાના છે. પ્રારંભમાં શુભ અને અશુભ વિચારો વચ્ચે યુદ્ધ ચાલશે પણ જેમ જેમ શુભ વિચારોનું સાતત્ય વધશે તેમતેમ અશુભ વિચારોથી ઉત્પન્ન મનના પરમાણુઓનો નાશ થશે, ત્યારે મનનું બળ વૃદ્ધિ પામે છે, અને શુદ્ધ પરમાણુઓ બળવાન થતા શુભાશુભ વિચારોનું યુદ્ધ શાંત થઈ જીવ પોતાના જ્ઞાનાનંદને પામે છે.
[૬ ૮૮] અશુભ વિચારોના પ્રવાહને રોકવા પ્રથમ પરમાત્માનું નામસ્મરણ, દોષને બદલે ગુણવાળી વૃત્તિ પેદા કરવી. મૈત્રી આદિ ભાવનાઓને જીવનમાં સ્થાન આપવું. ક્રોધાદિ પ્રત્યે ક્ષમાદિ ગુણ ધારણ કરવા, રાગને સામે વૈરાગ્યભાવ કરવો. આમ શુભ પરમાણુઓયુક્ત મન અશુભ વિચારોના પરમાણુના હુમલાથી અટકાવી દેવા સમર્થ થશે. [૬ ૮૯]
અમૃતધારા ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org